પ્રેમ કે બલિદાન Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે બલિદાન

  • પ્રેમ કે બલિદાન?
  • નિયતિ હજુ કોલેજમાં જવા માટે ઘરમાંથી પહેલું પગલું માંડે ત્યાં જ રિક્ષામાં બેઠેલ યુવાને રિક્ષામાંથી એક સોહામણો, સરસ વસ્ત્ર પરિધાન કરેલ એક યુવાન બહાર આવ્યો. અને ઘેરા પૌરુષત્વ સભર અવાજે પૂછ્યું. Excuse Me madam આ એડ્રેસ મને બતાવી શકશો? પ્લીઝ ....
  • નિયતિને મોડું થતું હતું, અને આજે કોલેજમાં તેના જેવા તેજસ્વી વિધાર્થી - વિદ્યાર્થીની માટે ખાસ લેકચર રાખેલ હતું, અને લેકચરનો સમય પણ થવા આવ્યો હતો, અને પ્રિન્સિપાલે સૌને સમયસર પંહોચી જવા તાકીદ પણ કરી હતી. પણ આ સોહામણા યુવાનને જોઈ તથા તેની મેનર્સથી પ્રભાવિત થઇ તે યુવાન પાસે ગઈ. યુવાને એડ્રેસ લખેલ ચિઠ્ઠી તેની તરફ લંબાવી.
  • ઓહ ગોડ, નિયતિેના મુખમાંથી તીણી ચીસ નીકળી ગઈ.
  • શ્રી અશ્વિનભાઈ રાઠોડ
  • સિદ્ધાર્થ સોસાયટી
  • ઘર નંબર -21
  • વડોદરા .
  • આ તો પોતાના ઘરનું જ સરનામું છે, આ યુવાન કોણ હશે? તે મનમાં વિચારી રહી.
  • તમે જે સરનામાની વાત કરી તે તો અમારું જ ઘર છે. પણ આપ કોણ?
  • અરે નિયતિ તું ? યુવાનના મુખમાંથી આશ્ચર્ય જનક ઉદગાર નીકળી ગયો, પણ તરત જ પોતાને સંભાળતા બોલ્યો. આપ જ નિયતિને?
  • હવે નિયતિેની ચબરાક આંખો યુવાનના સમગ્ર દેહ પર ફરી વળી, તેના દિલમાં એક મીઠું અમી ઝરણું ફરે ન ફરે, ત્યાં સુધીમાં તો તેણે મમ્મી જશોદાને બુમ પાડી,
  • મમ્મી ઓ મમ્મી, જોતો ખરી કોણ આવ્યું છે? આપણે નાનીવાવડી રહેતા ત્યારે આપણી બાજુમાં રહેતો તારો વહાલો તીકુડો આવ્યો છે.
  • પછી પોતે બોલી ગયેલા બોલ પર ચોંકી ઉઠી.
  • યુવાન તરફ જોઇને સોરી તારક પણ મને મોડું થાય છે. હું જાઉં છું કહી વીજળી વેગે પગ ઉપડ્યા. જતા જતા એક અર્થપૂર્ણ દ્રષ્ટી તારક તરફ નાખતી ગઈ.
  • તીકુ નામ સાંભળી જશોદાબેન લોટ બાંધતા બાંધતા ઝટપટ બહાર નીકળ્યા, અને યુવાને વ્હાલથી આવકાર્યો. તારક તરત જ આંટીને ઓળખી ગયો. અને તરત જ વાંકા વળી ચરણ સ્પર્શ કર્યા. અને આંટીની સાથે ઘરમાં આવ્યો. નાનીવાવડીનું નામ સાંભળી જશોદાબેન અગિયાર વર્ષ જુના ભૂતકાળમાં સરી પડ્યા. તેઓ આ યુવાનની પડોશમાં રહેતા, તેમની નજર સમક્ષ પાંચ વર્ષનો તીકુડો (તારક) તરવરી રહ્યો. અને તે બાળક આખો દિવસ પોતાની પુત્રી નિયતિ જોડે જ રમ્યા કરતો, નિયતિ ત્યારે મન મોજી અને જીદ્દી હતી, અને તારક પર તો રીતસરની દાદાગીરી જ કરતી, ઘણી વખત બંનેના ઝઘડામાં પોતે સમાધાન કરી આપવું પડતું ,અને નિયતિને ડરાવવી પણ પડતી. નિયતિ અને તારકની ઉમર સરખી હતી, અને બંને એક જ સ્કુલમાં એક જ વર્ગમાં ભણતા હતા. ત્યારે તારક બહુ મીઠડો લાગતો, ગામની મોટાભાગની સ્ત્રી તેણે પપ્પી કરતી પણ તીકુને આ બધું ગમતું નહિ, એટલે ગાલ પર પપ્પી કરી હોય તે જગ્યાએ પોતાના હાથથી પપ્પી ભૂસી કાઢતો, અને જોનારા હસી હસી ને બેવડ વળી જતા. જોકે તારકની મોં કળા પર ઘણા ફર્ક આવ્યા હતા પણ અત્યારે પણ તે સોહામણો લાગી રહ્યો હતો.
  • આંટી શું વિચારી રહ્યા છો? તારકના પ્રશ્ને તેમની તંદ્રા તોડી.
  • જુઓ આંટી આમ તો હું ફોન કરીને જ આવવાનો હતો, પણ આ બધું અચાનક ગોઠવાયું, હજુ બે દિવસ પહેલા મને " ઓલ ઇન્ડિયા રેડીઓ - વડોદરા “ માં આસિસ્ટન્ટ એન્જીનીઅરની પોસ્ટનો નિમણુક પત્ર મળ્યો. અને મારે આજે જ ફરજ પર હાજર થવાનું છે. અમારી બાજુમાં રહેતા ખોડાભાઈ જે છ મહિના પહેલા કંઈ કામ માટે આપને ઘેર આવેલ તેમની પાસે આપનું સરનામું અને ફોન નંબર હતા. પણ આપનો ફોન બહુ ટ્રાય કરવા છતાં લાગ્યો નહિ એટલે સરનામું લઈને આપને ઘેર આવી ગયો. તારકે ખુલાસો કર્યો.
  • અરે દીકરા આ પણ તારું જ ઘર કહેવાયને, કેમ છે તારી મમ્મી ગંગાબેન અને પપ્પા છનાભાઇ?
  • આંટી પપ્પાનું તો એક વર્ષ પહેલા અવસાન થયું, મમ્મી તમને બહુજ યાદ કરે છે.
  • છનાભાઈના અવસાનના સમાચારે જશોદાબેનની આંખમાં પાણી આવ્યા.
  • જશોદાબેનની લાખ કોશિશ પછી પણ તારકે જશોદાબેનને કોઈ નાસ્તો બનાવવા દીધો નહિ, અને ખાલી ચા પી તારક " ઓલ ઇન્ડિયા રેડીઓ "- વડોદરા જવા રવાના થયો.
  • કોલેજમાં પ્રિન્સિપાલે ગોઠવેલ લેકચર અને ત્યાર પછી થતી ડીબેટ પર હંમેશાં નિયતિ છવાઈ જતી, અને પોતાની સલુકાઇ, વિદ્વતા, અને હાજર જવાબીથી હમેંશા મેદાન મારી જતી નિયતિનું આજ ડીબેટમાં મન લાગતું ન હતું. તે બધાને ઉડીને આંખે વળગતું હતું એટલે વાઈસ પ્રિન્સીપાલ લલીતા રાઠોડ નિયતિ પાસે ગયા અને પૂછ્યું,
  • નિયતિ તારી તબિયત બરાબર નથી ?
  • કશું ન સુજતા નિયતીએ હા કહી, અને વાઈસ પ્રિન્સીપાલ પાસે ઘેર જવાની રજા માગી.
  • કોલેજમાંથી રજા લઈને ઘેર જવા નીકળી તો ખરી પણ, ઘર જવાની તેની ઈચ્છા ન થઇ, અનાયાસે તેના પગ કોલેજની નજીકના ગાર્ડન તરફ વળ્યા. ગાર્ડનની અંદર જઈ તેણે પોતાની જાતને બાગની લોનમાં લંબાવી દીધી, યાદોનો દાવાનળ જાણે તેના મનની અંદર ઘુમરાઈ રહ્યો હોય તેમ લાગ્યું, માથું સખત દુખતું હતું, તે ધીમે ધીમે પોતાની નાજુક હથેળીથી કપાળ પર મસાજ કરવા લાગી, હવે તે હળવાશ અનુભવવા લાગી, યાદોના દ્વાર ધીરે ધીરે ખુલવા લાગ્યા. અગિયાર વર્ષ જુના બાળપણનાં રંગીન, ખટ્ટ મીઠા, મેઘ ધનુષી દ્રશ્યો તેના માનસ પટલ પર સંતા કૂકડી રમતા હોય તેવું અનુભવ્યું.
  • પપ્પાની મોરબી ટ્રાન્સફર થઇ હતી, અને પપ્પા મોરબી મકાન ભાડે રાખવા વિચારી રહ્યા હતા. પણ મોરબીમાં તેમની સાથે જોબ કરતા કિશોરભાઈ જેઓ મોરબી નજીક નાનીવાવડી ગામે રહેતા હોઈ, તેમને પપ્પાને નાનીવાવડી રહેવા સમજાવ્યું. જે ગામ મોરબીથી ૫ કિમી દુર હતું, પણ ગામમાં બધી જ સગવડ, અને સુંદર ગામ હોઈ પપ્પા ત્યાં રહેવા સહમત થઇ ગયા હતા. અને ઘરના દરેક સભ્યો નાનીવાવડી આવી ગયા હતા.
  • તે અને તેની બાજુમાં રહેતો તારક બંને સાથે ધોરણ ૧ માં ભણતા, બંનેને એવું તો ગોઠી ગયું હતું કે, કે તેઓ હંમેશાં સાથે જ રહેતા, પળવાર પણ તેઓ એકબીજાથી વિખુટા પડતા નહિ.
  • ત્યારે તારક બહુ મીઠડો લાગતો, ગામમાં બધા તેની તીકું કહેતા, અને પોતાને નીતુ કહેતા. ગામડામાં નાના બાળકોને વહાલથી આવા નામે બોલાવતા. નટુને નટુડો, મનુને મનુંડો, વગેરે નામે બલાવતા. ગામ લોકો મમ્મી - પપ્પા ન હોય ત્યારે અમને " રામ - સીતા" ની જોડી કહેતા. પણ તે ઉમરે આ વાક્યનો અર્થ મને કે તીકુને સમજાતો નહિ. હું ત્યારે તીકું ઉપર ખુબ રોબ જમાવતી. સાથે ભણતા હોવાથી મારું નિશાળમાં આપેલ લેશન હું તીકું પાસે જ કરાવતી, અને તીકું કશો વિરોધ કર્યાં વિના મૂંગે મોઢે મારું લેશન કરી આપતો.
  • વર્ગમાં બધા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખબર પડી ગઈ હતી કે તારક મારુ લેશન કરી આપે છે. કોઈ અદેખા વિદ્યાર્થીએ વર્ગ શિક્ષક પાસે ચાડી ખાધી કે નિયતિનું લેશન તારક કરી આપે છે. એટલે વર્ગ શિક્ષક ખુબ ગુસ્સે થયા અને ઘાંટો પાડી તારક અને મને પોતાની પાસે બોલાવ્યા.
  • વર્ગ શિક્ષક : શું તારક તું નિયતિનું લેશન કરી આપે છે?
  • આખા વર્ગમાં સન્નાટો છવાઈ ગયો, સૌની નજર તારક, નિયતિ, અને વર્ગ શિક્ષક પર ચોંટી રહી.
  • નાં, તારક ધીમેથી બોલ્યો.
  • નિયતિના મનમાં ફફડાટ પેઠો.
  • વર્ગ શિક્ષકે નિયતિની લેશનની નોટ તપાસી. પછી તારકની લેશનની નોટ તપાસી.
  • અરે પણ આ શું ?
  • બંનેની નોટના અક્ષરો અલગ - અલગ હતા.
  • વર્ગ શિક્ષકે વિલા મોએ નોટ પરત કરી.
  • હવે નિયતિના જીવ માં જીવ આવ્યો.
  • હે તીકું મારું લેશન તો તું જ કરી આપતો, પછી આપણી બંનેની નોટના અક્ષરો અલગ અલગ કેમ?
  • તારકે ફોડ પડતા કહ્યું કસું, મને ડાબા હાથે અને જમણા હાથે એમ બંને હાથે લખવાનો મહાવરો છે.
  • હું ડાબોડી છું તે વાતની તો તને ખબર જ છે, પણ તારું લેશન હું જમણે હાથે કરતો એટલે બંને નોટનાં અક્ષર અલગ થાય.
  • એક વખત મસ્તી કરતા અમે બંને ઝઘડી પડ્યા હતા, ત્યારે મેં તીકુની હથેળી પર બચકું ભરી લીધેલ. તીકુના મો માંથી ચીસ નીકળી ગયેલ, અને આંખમાં આંસુ આવી ગયેલ. પછી મને પણ રડવું આવેલ, ત્યારે અમે બંને એક બીજાને વળગીને ખુબ રડેલ. અને જે જગ્યાએ તીકુને બચકું ભરેલ ત્યાં નિશાન પણ રહી ગયેલ. ક્યારેક ક્યારેક અમે બંને વર - વહુની રમત રમતા, ત્યારે હું જાણી જોઇને તીકુને એવી શાકભાજી લેવા મોકલતી જેની સીઝન ન હોય, તીકુને તે શાકભાજી મળતી નહિ અને દયામણા મોએ પરત આવતો ત્યારે તેની હું ફીરકી ઉડાવતી. પણ ઘણી વાર તે મને ભાવતા લાલ ચટ્ટક ચણી બોર લાવતો ત્યારે તેના લીસા કુમળા ગાલ પર એક પપ્પી કરતી, ત્યારે તેનો ચહેરો ખીલી ઉઠતો.
  • ધોરણ ૫ માં વર્ગ શિક્ષકે એક નવી રીત અમલમાં મૂકી હતી. અધ્યનના છેલા કલાકમાં બધા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીનું એક સર્કલ બનાવતું, તેમાં એક પછી એક વિધાર્થી - વિધાર્થીની ક્રમ સર એકબીજાને સવાલ પૂછતા જો સવાલનો જવાબ સામેની વ્યક્તિ ન આપી શકે તો સવાલ પૂછનાર તેનો કાન ખેંચી શકે ( ધીરેથી ) મોટે ભાગે જે વિદ્યાર્થી - વિધાર્થીની ને સારું બનતું હોય તેને જ સવાલ પૂછતાં. તારક હમેશા નિયતિને સહેલો સવાલ પૂછતો જેનો નિયતિ પળ વારમાં જવાબ દઈ દેતી. પણ જયારે નિયતિનો સવાલ પૂછવાનો વારો આવે ત્યારે તે જાણી જોઇને અવળ ચંડો સવાલ કરતી, જેનો જવાબ તારક આપી શકતો નહિ, અને બધાની હસા હસ વચ્ચે લગભગ દોડીને નિયતિ તારકનો કાન ખેંચી આવતી.
  • ઘોરણ ૫ માં તેની અને તારક વચ્ચે અકથનીય, અવર્ણનીય આકર્ષણ વધતું જતું હતું. તે તેના મનમાં તારક વિષે કેવા ભાવ અનુભવતી હતી તે નિયતિ પોતે નાની ઉમરમાં સમજી શકતી ન હતી. ધોરણ ૫ નું પરિણામ આવી ગયું હતું, તારક સ્કુલમાં પ્રથમ આવ્યો, અને તે વર્ગ માં નવમાં નંબરે આવી. પણ તેને તારકના પરિણામથી તારક કરતા પણ ખુશી થઇ, તે દોડીને તારકના મમ્મી - પપ્પા પાસે વધામણી ખાવા અને પેંડાનો હક માગવા તારક પહેલા પંહોચી ગઈ. જાણે તેના મનમાં બત્રીસે કોઠે દીવા થયા.
  • ધોરણ ૭ માં ઘટેલ ઘટના તે જીવનભર ભૂલી ન હતી, સંધ્યા તેની સોનેરી આભા પ્રસરાવી ધીરે ધીરે અંધકારમાં વિલીન થઇ ગઈ હતી. અંધકારના ઓળા ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ જમાવવા લાગ્યા હતા. તે અને તારક ખેતરમાં કામ કરતા બધાનું ધ્યાન ચૂકવી ઉગમણે એક વ્રુક્ષની નીચે વાતોમાં પરોવાયા હતા. વાતોમાં ને વાતોમાં અંધારું થઇ ગયું. ખેતરમાં કામ કરતી વ્યક્તિઓએ એમ માની લીધું કે બંને ઘેર જતા રહ્યા હશે. અંધારાનો ખ્યાલ આવતા બંને ઝટપટ ઘર તરફ જવા નીકળ્યા. હજુ થોડું અંતર કાપ્યું તો કેડી પર એક દારૂડિયો કોઈની રાહ જોઈ ઉભો હતો. તે અને તારક કશું સમજે તે પહેલા દારૂડિયો મારી તરફ આવ્યો, અને મારો હાથ પકડી લીધો. મેં ચીસા ચીસ કરી મૂકી, પણ નિર્જન વગડામાં મને બચાવનાર કોઈ ન હતું.
  • સન ..ન ...ન.. કરતો એક પત્થર દારૂદીયાના કપાળે વાગ્યો, તેને તમ્મર આવી ગયા. તેના મો માંથી ચીસ નીકળી ગઈ, કપાળ પરથી લોહી વહેવા લાગ્યું. તેના હાથની પક્કડ ઢીલી પડી ગઈ ને તે ધડામ કરતો નીચે પડ્યો. તારકની આંખો લાલ ચોળ થઇ ગઈ હતી, તેનું આખું શરીર ધ્રુજતું હતું, મેં ક્યારેય તારકને આટલો ગુસ્સે થયેલ જોયો ન હતો. આ અસાહજિક ઘટનાથી હું એકદમ ડરી જઈને તારકને સજ્જડ વળગી પડી. તારકે ધીરે ધીરે મને અલગ કરી અને પછી મેં તારકનો મજબૂતાઈથી હાથ પકડી અમે ઘેર પહોંચ્યા. આ પછી મેં કે તારકે આ ઘટનાની વાત કોઈને પણ કરી નહોતી.
  • " ઇતની શક્તિ હંમે દેના દાતા
  • મનકા વિશ્વાસ કમજોર હોના "
  • નિયતિના મોબાઈલમાં મધુર રીંગ ટોન વાગ્યો.
  • નિયતિ વિચારોના વમળમાંથી બહાર આવી, મમ્મીનો ફોન હતો. મમ્મી ઘેર આવું છું કહી તે ઘર તરફ જવા નીકળી.
  • ઘેર તારક અને મમ્મી તેની રાહ જોઈ રહ્યા હતા મમ્મીએ ચા નાસ્તો બનાવી રાખ્યા હતા, તે ફ્રેશ થઇ પછી ત્રણેય જણાએ ચા - નાસ્તો કર્યો.
  • તે અને તારક ઉપર અગાસીમાં ગયા. આજ તેની ખુશી ફુલાતી ન હતી, વરસો પછી પોતાના પ્રેમનો જાણે નવા અવતારે જન્મ લીધો હોય તેવું તેને લાગ્યું. આજુ બાજુની અગાસીમાં કોઈ નહતું. તેણે તારકના ખોળામાં પોતાનું માથું મુક્યું, જાણે તે જિંદગીભર આ પળની રાહ જોઈ રહી હતી, સ્વર્ગ, જન્નત, હેવન આ બધુજ તે આ ક્ષણે અનુભવી રહી હતી. તારક તેના વાળની લટોને રમાડી રહ્યો હતો. આવો અવર્ણનીય આનંદ તેણે કદી અનુભવ્યો ન હતો,
  • તારક દર્દભર્યા અવાજે બોલ્યો, નિયતિ આપણે હવે ફરી કદી મળી નહિ શકીએ.
  • ૪૪૦ વોલ્ટનો વીજળીનો ઝટકો લાગ્યો હોય તેવી રીતે તે તારકથી અલગ થઇ ગઈ.
  • તારક તું બીજી કોઈ યુવતીને પ્રેમ કરે છે ? નિયતિએ તારકને પૂછ્યું.
  • પ્લીઝ ,નીતુ મારી વાત ધ્યાનથી સાંભળ, તારકે કહેવાનું શરુ કર્યું.
  • આજથી લગભગ ૨ વરસ પહેલા, વૈશાખ મહિનાના બળબળતા બપોરે અમારા ગામમાં રહેતા સવિતાભાભી જેમનો પતિ દુબઈ ગયો હતો, અને બે વરસે એક વાર વતન આવતો હતો. તેણે ઘરની ડેલી ખખડાવી, મમ્મી બહારગામ ગયા હતા, અને મને કહે તારકભાઈ મારે એમનો કાગળ વંચાવવો છે. હું તેની સાથે તેમની ઘેર ગયો, એટલો તાપ હતો કે બહાર એક ચકલુય ફરકતું ના હતું. તેના ઘરમાં મને ખાટલા પર બેસાડી મારી જોડે બેસી કાગળ વાંચવાનું કહ્યું, હજુ હું વાંચવાની શરૂઆત કરું તે પહેલા તેણે મને બાથ ભરી લીધી, તેમને હડસેલી હું બહાર નીકળવા ગયો તો તેણે દરવાજે તાળું મારી દીધેલ, અને મને Sex માટે કરગરવા લાગી. મારું મન તો મક્કમ જ હતું પણ જયારે તેમણે પોતાના બધાજ કપડા કાઢી નાખ્યા ત્યારે હું પણ મારો સંયમ ખોઈ બેઠો, અને મારું સ્ખલન થઇ ગયું..નીતુ ....તારકની આંખોમાં આંસુ હતા.
  • અરે એમાં શું? નિયતિ બોલી આમાં તારો વાંક થોડો છે ?
  • ઋષિ વિશ્વામિત્ર, અને પરાશર ઋષિ પણ એક સમયે સંયમ ખોઈ બેઠા હતા, જયારે આપણે તો સામાન્ય માણસ કહેવાય.
  • પણ નિયતિ પછી મને શરદી, તાવ અને ઉધરસ મટતા જ ન હતા. એટલે ડોકટરે મને રાજકોટ ચેક અપ માટે મોકલ્યો. અને તેનો રીપોર્ટ HV +ve આવ્યો નિયતિ મને એઇડ્સ છે, અને તેનો કોઈ ઈલાજ નથી.
  • તારક ચોધાર આંસુએ રડતો હતો.
  • ભલે તને ગમે તેવો રોગ થયો હોય પણ હું તો તારી સાથે જ રહીશ. નિયતિ દઢતાથી બોલી.
  • નિયતિ હું તને ખુબ જ ચાહું છું, અને તારું જીવન બરબાદ નહિ થવા દઉં કહી તારક ફટાફટ નીચે ઉતર્યો.
  • પોતાની બેગ લઇ, ઓટો રિક્ષા બોલાવી પોતાની બેગ લઇ કોઈ પણ સરનામું આપ્યા વગર રવાના થઇ ગયો.
  • એક બાજુ તારક અને બીજી બાજુ નિયતિ પોત- પોતાના પ્રેમ વિષે વિચારતા હતા.
  • શું દરેક પ્રેમ હંમેશા બલિદાન જ માંગતો હોય છે? કે પછી બલિદાન એટલે જ પ્રેમ?