Balatkar!!!... books and stories free download online pdf in Gujarati

બળાત્કાર!!!.....

બળાત્કાર......!!..??

લેખા કોલેજમાં બ્યુટી ક્વીન ગણાતી, ભણવામાં હોંશિયાર પણ મિજાજ થોડો આઝાદ, જે સામાન્ય પણે કોલેજમાં ભણતી બીજી છોકરીમાં જોવા ન મળે.

કોલેજની મોટાભાગની છોકરીને એક બોય ફ્રેન્ડ હોય અથવા ન પણ હોય તેની જગ્યાએ લેખાને એક સાથે પાંચ બોય ફ્રેન્ડ રહેતા. એટલે કોલેજમાં ઘણીવાર તેને લોકો દ્રોપદી પણ કહેતા.

લેખાનો જીવન મંત્ર એક જ હતો. માનવ જીવન ભાગ્યે જ મળે છે એટલે તેને માણી લેવું જોઈએ. અને સમાજ કે આજુ બાજુ વાળાની ચિંતા ન કરવી જોઈએ.

લેખાના આ જીવન મંત્રનો ફાયદો આવારા ટાઈપના છોકરાઓ જેવા કે જેમના માબાપ ધનિક હતા અને માત્ર રખડવા અને ચરી ખાવા જ કોલેજમાં આવતા હતા અને જેમને મન કોઈ પણ છોકરી એટલે માત્ર ઉપભોગનું સાધન તેમણે ઉઠાવ્યો. અને એ બધા છોકરાઓ લેખાના નામ પર આપસમાં લડી પણ મરતા.

લેખા જે શહેરમાં ભણતી અને રહેતી હતી તે શહેર પ્રમાણમાં નાનું હતું, એટલે લેખાની આ બધી વાતો વાયુ વેગે આખા શહેરમાં ફેલાઈ ગઈ. પરિણામ એ આવ્યું કે જયારે લેખાના લગ્નની વાત સામે આવી એટલે લેખાના પ્રેમી તો છટકી ગયા. તેમને તો માત્ર લેખાના શરીરમાં રસ હતો. પણ પત્ની તો ફેશન વિનાની કોઈ પણ બોય ફ્રેન્ડ ન ધરાવતી હોય તેવી જોઈતી હતી.. એટલે લેખાના બધા જ બોય ફ્રેન્ડ કે પ્રેમી જેમ કોઈ ઉડાઉ માણસ પાસે લક્ષ્મી દેવી આવે અને તરત સરકી જાય તેમ સરકી ગયા.

લેખાને સત્ય સમજાયું ત્યારે મોડું થઇ ગયું. અને લગ્ન તો કરવા જ પડે, આ કંઈ પરદેશ નથી કે કુંવારાં હોય કે પરણેલા કોઈ ફર્ક ના પડે. અહીં તો પોતે કુંવારી રહે તો તેના નાના ભાઈ બહેનને યોગ્ય પાત્ર ન મળે.

એટલે લેખાના માતા પિતા લેખાના હાથ પીળા કરવા તલ પાપડ બન્યા. પણ લેખાએ કોલેજમાં કરેલ મસ્તી આડે આવીને ઉભી રહે. કોઈ મુરતિયો લેખાને જોવા આવે અને તેને લેખા પસંદ પણ પડી જાય.

પણ થોડી ઘણી તપાસ કરાવે એટલે લેખાએ કોલેજમાં કરેલ મસ્તી બહાર આવીને ઉભી રહે. અને વાત આમ લટકી જાય.

ઘણી બધી ગડ મથલ કર્યા બાદ લેખાનું ઠેકાણું પડ્યું. ભાનુ પ્રતાપ સિંહ આમ તો ઉત્તર પ્રદેશનો હતો. પણ તેના માતા પિતા છેલ્લા ૩૦ વરસથી ગુજરાતમાં જ રહેતા હતા. અને ભાનુ પ્રતાપ સિંહ આર્મીમાં સિપાહી તરીકે નોકરી પર લાગ્યો હતો.

ભાનુ પ્રતાપ સિંહને લેખા સુંદર હોવાથી પસંદ આવી ગઈ. અને પોતે આર્મીમાં સિપાહીના પદ પર હતો એટલે હાલ તો તેને બેચલર ક્વાર્ટર મળેલ હતું અને તેનું પોસ્ટીંગ આસામમાં હતું. તેથી પત્નીને પોતાના ઘેર તેના માતા પિતા પાસે જ રાખવાનો હતો.

સાદી વિધિથી ઘડિયા લગ્ન લેવાયા. લેખાના ચહેરા પર પણ ખાસ ઉમંગ હતો નહિ. લગ્ન પછી થોડા દિવસ બાદ લેખાનો પતિ આસામ જતો રહ્યો. હવે લેખા એકલી પડી એટલે તેને આગળ અભ્યાસ શરુ કર્યો. અને તેણે LLB પૂરું કર્યું અને મદદનીશ બેરિસ્ટર તરીકે એક પ્રખ્યાત વકીલ નથવાણીને ત્યાં જવા લાગી. ત્યાં કાયદાકીય બારીકાઇનો ખંતથી અભ્યાસ કરવા લાગી.

વકીલ નથવાણી જુવાન હતા. અને લેખાનો પતિ વર્ષમાં એક વાર ૨ મહિના માટે કે ક્યારેક ૬ મહિનામાં ૧ વાર ૧૦ દિવસ માટે આવતો.

એકવાર વકીલ નથવાણી અને લેખા એક કેસની તૈયારી કરી રહ્યા હતા. અને તે કેસમાં એવા ખુંપી ગયા કે મોડી રાત થઇ ગઈ. ઓફીસના બધા જ કર્મચારી ઓફિસમાંથી જતા રહ્યા હતા.

વકીલ નથવાણીએ ઘડિયાળમાં જોયું તો રાતના સાડા દશ વાગી ગયા હતા. જો કે હવે માત્ર થોડું જ કામ બાકી હતું, પણ તે પતાવવું જરૂરી હતું. લેખા તમારે ઘેર જવું હોય તો જાવ આટલું કામ હું મારી રીતે પૂરું કરી લઈશ. નથવાણીએ કહ્યું.

ના સર હું કામ પૂરું થાય પછી જ ઘેર જઈશ ......લેખા બોલી.

ઓકે તો હું થોડો નાસ્તો લઇ આવું જરા ભૂખ લાગી છે.

નથવાણી નાસ્તો લેવા ગયા.

પણ આજુ બાજુમાં બધી જ દુકાનો બંધ થઇ ગયેલ એટલે થોડે દુર સુધી જવું પડ્યું.

વકીલ નથવાણી પાછા આવે તેટલી વારમાં તો લેખાએ બાકીનું કામ પતાવી દીધું.

જયારે નથવાણી પાછા આવ્યા ત્યારે વધામણી ખાતા લેખાએ કામ પૂરું થઇ ગયું તે બતાવ્યું.

ઓહ ...ગ્રેટ નથવાણી ખુશ થયા

તે સમોસા, વડા પાંવ, જીણી સેવ, સોફ્ટ ડ્રીંક વગેરે લાવ્યા હતા.

સરસ ચાલો એંજોય કરીએ. અને ટેબલના ડ્રોઅરમાંથી એક શરાબની બોટલ કાઢી.

હું ડ્રીંક લઉં તો આપને કશો વાંધો નથી ને?

વાંધો છે એમ કહેવા લેખાની જીભ ઉપડી, પણ અચાનક જ તે બોલી ના સર કંઈ વાંધો નથી.

પછી તો જાણે પાર્ટી શરુ થઇ.

આજુ બાજુની બધી જ દુકાનો બંધ હતી.

પહેલો પેગ લીધા પછી નથવાણીને લેખા વધુ સુંદર લાગી.

તેઓ લેખાના સોંદર્યના વખાણ કરવા લાગ્યા. જેનો લેખાએ કશો વિરોધ ન કર્યો.

નથવાણીએ લેખાનો હાથ પકડ્યો તો લેખા થોડી દુર હટી.

ફરી નથવાણીએ હાથ પકડ્યો .

આ વખતે લેખા ઓફિસનો દરવાજો બંધ કરવા ગઈ.

અને પછી બંને એકબીજામાં એવા ખોવાયા કે જાણે સુહાગ રાતે પતિ પત્ની એક બીજાને વળગે.

બંનેએ એક બીજાને બચકા ભર્યા. તસતસતા ચુંબનો કર્યા. એક બીજાના એક એક અંગને વ્હાલ કર્યું.

અને બંનેએ પરમ સંતૃપ્તિ માણી.

એક વખત નથવાણી ઉજવણી કરીને લેખાને ઘેર મુકવા ગયો. ત્યારે લેખાનો પતિ ભાનુ પ્રતાપ સિંહ રજા લઈને ઘર પર આવેલ.

ભાનુ પ્રતાપ સિંહ મામલો પામી ગયો. પણ મૌન રહ્યો.

અને બીજે દિવસે સવારે પાછું આસામ જવાનું છે તેમ કહી સાંજે ૫ વાગે ઘેરથી નીકળી ગયો.

આજે ઓફિસમાં બહુ કામ છે એવા બહાના હેઠળ નથવાણી અને લેખા ફરીથી ઓફિસમાં મોડે સુધી રોકાયા.

પાર્ટીની તૈયારી શરુ થઇ, નથવાણીની પત્ની કાળી કલુટી હતી પણ દહેજ માટે જ નથવાણીએ લગ્ન કરેલ એટલે તેની સાથે નથવાણીનું મન પત્નીમાં લાગતું નહિ. સામે પક્ષે લેખાનો પતિ આર્મીમાં હતો તેને કારણે ઘેરથી દુર રહેતો અને લેખાને યુવાની ચટકા ભરતી.

લેખા કાલે તો તારે ઘેર તારા વરને જોઈ હું તો ગભરાઈ જ ગયેલ.

લેખાના હોઠ પર હોઠ મુકતા નથવાણી બોલ્યો.

જવા દે ને યાર સાવ બબુચક છે. છ મહિના પછી ઘેર આવ્યો પણ મારા શરીરને હાથ સુધ્ધા ન લગાવ્યો.

આ તો તારો સાથ છે નહિ તો મારી જુવાની તરસે મરત. નથવાણીના ચહેરા પર એક હળવું બચકું ભરતા લેખા બોલી.

ધડામ કરતો દરવાજો ખુલ્યો.

નથવાણી અને લેખા ચોંકી ગયા

ભાનુ પ્રતાપ સિંહના હાથમાં સર્વિસ રિવોલ્વર હતી, આંખોમાં ખુન્નસ હતું.

બંનેના હોંશ કોશ ઉડી ગયા. લેખા તેના પતિ તરફ દોડી, મને માફ કરી દો હવે પછી આવું નહિ થાય.

રાંડ, નાલાયક હું કમાવા માટે દિવસ રાત એક કરું છું અને તું અહીં રંગ રેલીયા મનાવે છે.

લેખાએ ભાનુ પ્રતાપ સિંહના હાથમાંથી રિવોલ્વર ખૂંચવી લીધી.

ભાનુ પ્રતાપ સિંહે હવે કમરમાંથી ચામડાનો બેલ્ટ કાઢ્યો અને બંનેને સટ્ટાક સટ્ટાક મારતો રહ્યો.

આખી ઓફીસ ચીસોથી ગુંજતી રહી, પણ બંનેને બચાવનાર કોઈ નહોતું.

* * *

ભાનુ પ્રતાપ સિંહ ગુસ્સા વાળો તો પહેલેથી જ હતો એટલે તે આર્મીમાં ગયો હતો. અને સાથે સાથે મહેનતુ પણ ખુબ હતો. તેણે સિપાહીના પદથી નોકરીની શરૂઆત કરી હતી. અને ધીરે ધીરે તે એક પછી એક આંતરિક પરિક્ષાઓ પાસ કરી મેજરના પદ સુધી પહોંચ્યો હતો.

ભાનુ પ્રતાપ સિંહને જેમ જેમ પ્રમોશન મળતું ગયું તેમ તેમ તેનો ગુસ્સો પણ વધતો ગયો. તેના મનમાં લેખા વિરુદ્ધ શંકાનો કીડો મનમાં એક ખૂણે ધરબાઈ ગયો. તેણે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું. તે હવે શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહેવા આવી ગયો. તેના માતા પિતા પરલોક સિધાવી ગયા હતા. અને કોઈ સંતાન નહોતું. એટલે લેખાના કહેવાથી લેખાને ઘરમાં જ ઓફીસ ખોલી આપી હતી. અને સ્ત્રીઓના જ કેસ લેવાની તાકીદ કરી હતી. જેથી કોઈ એકલો પુરુષ ઘેર આવે નહિ.

લેખા જ્યાં રહેતી તેની પડોશમાં પટેલ કુટુંબ રહેતું હતું, અને વિનય નામનો હેન્ડસમ છોકરો કોલેજમાં ભણતો હતો. વિનય હેન્ડસમ હતો પણ શરમાળ હતો.

વિનયના ફ્રેન્ડ પણ તેના જેવા શરમાળ હતા. અને કોઈને કોલેજમાં ગર્લ ફ્રેન્ડ હતી નહિ.

વિનયની ઉમર બાવીસેક વર્ષની હતી. આ ઉમરમાં સ્વાભાવિક રીતે છોકરીઓ અને Sex ની વાતો થાય. કોલેજમાં છોકરીઓ તરફ મન આકર્ષાતું પણ છોકરીઓની સામે વાત કરવાની હિમંત ચાલતી નહિ. રાત્રે સપનાઓ પણ કોઈ ફિલ્મ હિરોઈન અને સાથે ભણતી છોકરીઓના આવતા.

એક વખત વિનય અને તેના મિત્રોએ Sex વર્કર પાસે જવાનો પ્લાન બનાવ્યો. વિનયના મિત્રનો એક મિત્ર મનોજ આવી બાબતમાં પાવરધો હતો તેની બે ગર્લ ફ્રેન્ડ પણ હતી. અને મનોજની વાત સાચી માનીએ તો તેણે તેની બંને ગર્લ ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધી લીધા હતા.

ઘણી ગડ મથલ પછી Sex વર્કર પાસે જઈ શારીરિક સુખ માણવાનો પ્રોગ્રામ નક્કી થયો. વિનય અને તેના બે મિત્રો ખુબ જ ડરતા હતા. પોલીસનો છાપો પડે તો શું મોઢું બતાવવું? થી માંડીને Sex વર્કર લુંટી લેશે તો શું કરીશું? વગેરે ઘણા બધા સવાલો ઉદભવ્યા. પણ મનોજે હું બેઠો છું ને. તેમ કહી સહુને હૈયા ધારણ આપી.

નિયત કરેલા સ્થળે સહુ પહોંચ્યા. મનોજે બધાના પૈસા, મોબાઈલ, ઘડિયાળ વગેરે પોતાની પાસે રાખ્યા અને ત્યાં કેવી રીતે જવું. શું ભાવ ચાલે છે. અને તે સિવાય બીજી જરૂરી માહિતી આપી.અને સલામત જગ્યાએ જ્યાં એક પાન અને ચાનો ગલ્લો હતો ત્યાં બધાની રાહ જોતો બેઠો.

પ્રોગ્રામ ખરાબ રીતે નિષ્ફળ ગયો. ઉલટાનું વિનયને તો પોતાના પુરુષાતન પર શંકા જાગી. અને પૈસા પાણીમાં ગયા. સહુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા.

લેખાની વકીલ તરીકેની શાખ જામી ગઈ હતી, નથવાણીએ જે ટીપ્સ આપેલી તે ઘણી કામ આવી હતી. લેખા મોટેભાગે તેના સ્ત્રી ક્લાયન્ટથી ઘેરાયેલી રહેતી. છતાં પણ એકલી પડતી ત્યારે કોલેજમાં કરેલી મજા અને ત્યારબાદ નથવાણી જોડે કરેલી મજા યાદ આવતા નિરાશ થઇ જતી.

તેના પતિની વારે ઘડીએ બદલી થયા કરતી, એટલે ક્યારેક તેના પતિ સાથે રહેતી તો ક્યારેક તેનો પતિ અને તે આવીને પોતાના ઘેર રહેતા.

તેના અને નથવાણીના સબંધોની જાણ કોઈને થઇ નહોતી, પણ તે તેના પતિથી ખુબ જ ડરી ગઈ હતી. કારણકે તેના પતિએ ચોખ્ખી ધમકી આપી હતી કે હવે પછી આવો બનાવ બનશે તો તેણે જાનથી હાથ ધોવા પડશે. આવા સંજોગોમાં હવે ફરીથી ભૂલનું પરાવર્તન થાય તો ભાનુ પ્રતાપ સિંહ તેનો જીવ લઇ લે તે નક્કી હતું. તે તેના પતિને બરાબર ઓળખતી હતી.

છતાં પણ લેખા વિનયને જોતી ત્યારે તેના પહેલા પ્રેમીની યાદ આવી જતી. અને તેના મુખમાંથી એક આહ નીકળી જતી.

એક વાર તેના પતિને ૧ મહિના માટે દિલ્હીમાં સેમીનાર હતો. અને તેના મનમાં એક વિચાર ઝબકી ગયો. તેણે આખી રાત વિચાર્યા કર્યું, સોગઠા ગોઠવ્યા કર્યા. આ એક મહિનો તો તેનો પતિ ઘર બહાર જ રહેવાનો. તેની નજર સામે વિનય તરવરી રહ્યો.

સવારે બધા જ ક્લાયન્ટોને પોતે બીમાર છે તેવું જણાવી દીધું. અને ચોકીદારને પોતે જાતે બનાવેલ બોર્ડ કે જેમાં લખ્યું હતું "બેરિસ્ટર લેખા બીમાર છે માટે કોઈ પણ ક્લાયન્ટના કેસ લેવામાં નહિ આવે અને જુના ક્લાયન્ટ પણ હમણા મુલાકાત ન લે" દરવાજા પર લટકવાનું કહી દીધું. અને કોઈને પણ અંદર પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકી દીધો.

તેના ઘરની એક બારી વિનયના ઘરની બાજુમાં પડતી હતી ત્યાંથી વિનયના ઘરનો ડ્રોઈંગ રૂમ દેખાતો હતો તે જગ્યાએ લેખા ખુરશી નાખીને વિનયની રાહ જોઈ બેસી રહી. જેવો વિનય દેખાયો તેણે પોતાના ઘેર આવવા ઈશારો કર્યો. આમ કરતી વખતે એક વાર તેનું દિલ જોરથી ધડકી ગયું.

વિનયે જયારે લેખાએ પોતાને બોલાવતો જોયો ત્યારે અચંબિત થઇ ગયો, તેણે ઘરમાં આમ તેમ નજર દોડાવી પણ તેના સિવાય બીજું કોઈ નહોતું. છતાં પણ વિનયે ઇશારાથી ખાતરી કરી કે પોતાને જ બોલાવે છે ને? જયારે લેખાએ ડોકું ધુણાવી હા કહી એટલે વિનય લેખાના ઘેર ગયો.

જેવો વિનય લેખાના ઘેર ગયો તો ગેટ પર જ ચોકીદારે રોક્યો, પણ લેખા ઘરની બહાર નીકળી અને ચોકીદારને વિનયને આવવા દેવા હુકમ કર્યો.

વિનય હજુ પણ અસમંજસમાં હતો કે તેને મેડમે કેમ બોલાવ્યો હશે? વિનય હજુ કશું વિચારે તે પહેલા વિનયને બેડરૂમમાં લઇ ગઈ. અને કાનુનની એક કિતાબ જે ટેબલ પર પડી તે પકડાવી દીધી. અને કહ્યું કે મારું કોઈ સગું આવે તો કહેવાનું કે હું મેડમની સાથે થોડું ડીસકસ કરવા આવ્યો હતો.

લેખાનું પહેલું સ્ટેપ સફળ રહ્યું, તેને એવો ડર હતો કે અચાનક તેના પતિનું સગું આવે તો શું જવાબ આપવો.

લેખા હવે બેકાબુ બની હતી, તે શરીર પર માદક સેન્ટ છાંટી ગુલાબી કલરનો પારદર્શક ડ્રેસ પહેરીને બેડ રૂમમાં આવી. વિનય તો જોતો જ રહી ગયો. આવી પળ તેની જીંદગીમાં આવશે તેવું તેણે સ્વપનમાં પણ વિચાર્યું નહોતું. લેખા વિનયને વળગી પડી. તેના હોઠ પર એક ગરમ કિસ કર્યું.

વિનયે લેખાને ગાઢ આલિંગનમાં ભીંસી દીધી. લેખા માદક સિસકારા બોલાવવા લાગી. બંને એક બીજાને શરીરના અલગ અલગ અંગોને ચૂમવા માંડ્યા. અને અંતે શીથીલ થઇ એક બીજા ઉપર ઢળી પડ્યા.

લેખાને ઘણા વરસો બાદ મધ ઝરતી તૃપ્તિ મળી, બીજી બાજુ વિનયને જે ખરાબ અનુભવ થયેલ અને પોતાના પુરુષાતન વિષે શંકા હતી તે દુર થઇ. અને અઢળક આનંદ મળ્યો તે નફામાં.

ધીમેથી લેખા બેડ પરથી ઉભી થઇ અને કિચનમાંથી ફ્રુટ અને નાઈફ લઇ આવી. વિનયને ફ્રુટ સમારવા કહી તે પાછી ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. વિનયે ફ્રુટ સમારી લીધા અને હજુ લેખા ફ્રુટનો એક ટુકડો મોઢામાં મુકે ન મુકે તે સાથે જ તેના પતિ દેવ ભાનુ પ્રતાપ સિંહનું આગમન થયું. લેખાના મોતિયાં મરી ગયા. તેને તેનું મોત સામે આવતું દેખાયું.

પણ અચાનક તેના મુખમાંથી બુમ નીકળી ગઈ.

બચાવો, આ છોકરાએ મારી ઈજ્જત લીધી.

ફટાફટ પોલીસ સ્ટેશન પર ફોન થયો.

પલક વારમાં પોલીસ આવી ગઈ.

પુરતા પુરાવા હતા. ચોકીદાર શાકભાજી લેવા ગયેલ હતો, તેનો લાભ લઇ વિનય ઘરમાં આવ્યો હતો,

લેખાને એમ કહી ભોળવી હતી કે મારે કાયદાની બાબત વિષે ચર્ચા કરવી છે. તે પુસ્તક તેની પાસેથી મળ્યું.

અને જે ચપ્પુ બતાવી બળત્કાર કરેલ તે ચપ્પુ પણ હવે પોલીસની કસ્ટડીમાં હતું.

વિનયની મમ્મી " કલ તક" ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝ જોઈ રહી હતી.

એક રિપોર્ટર બોલતો હતો "શહેર કી જાની માની મહિલા વકીલ પર દિન દહાડે ઉસકે ઘર મેં જા કે બલાત્કાર કરને વાલા યુવક ગિરફ્તાર "

અને પેલો યુવક વિનય જેવો જ દેખાતો હતો. પણ વિનય તો હમણા અહીં જ હતો. ક્યાં ગયો હશે?

વિનયની મમ્મી વિચારી રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED