tamnna books and stories free download online pdf in Gujarati

tamnna

તમન્ના

કેટલો સુંદર મજાનો આ શબ્દ છે, તમન્ના જે બધા ના જીવન માં ખુબજ મહત્વ નો હોય છે. તમન્ના, ઈચ્છા, તે લોકો શું નથી કરાવતા? તે ખુબજ મહત્વ નો પ્રશ્ન છે. બધા જીવન માં તમન્ના ના સ્વરૂપ અલગ અલગ હોય છે. તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. ઘણા ના જીવન માં તમન્ના તે એક નશા સમાન હોય છે. અને ઘણા લોકો ને ઈચ્છા ની પાછળ ભાગતા પણ જોયા છે.

આવીજ એક સુંદર તમન્ના ની વાત કરીએ તો આપડે જોયેલું છે. કોઈ વ્યક્તિ ની ઈચ્છા, તમન્ના અધુરી હોય તે પોતાના બાળક માં પૂરી કરવા ઈચ્છાતા હોય છે, અને આ સામાન્ય વાત છે કોઈ પણ વ્યક્તિ પોતાના બાળક માં પોતાની જાતને જોવે છે અને ધ્યાન રાખે છે, પોતાના બાળક ની કોઈ તમન્ના અધુરી ના રહે અને પોતે મહેનત કરે છે અને બાળક ને મદદ કરે છે પૂરી રીતે કે તેની કોઈ તમન્ના અધુરી ના રહે. આવીજ એક કાલિન્દી ની વાત કરીશ.

કાલિન્દી એક ખુબજ હોશિયાર અને આત્મ્વીશ્વાશી હતી તે તેના માતા પિતાના સંતાન માં એક જ હોય છે. તેથી ખુબજ લાડકી હોય છે. અને તે એક રાજકુમારી સમાન મોટી થાય છે. કાલિન્દી ખુબજ મેહંતુ હોય છે. અને તેની એક તમન્ના હોય છે કે તેને એરફોર્સ માં ભરતી થવું છે. તે વાત કાલિન્દી ના માતા પિતા ને પણ ખ્યાલ હોય છે. તેથી તે લોકો તેને ખુબજ સારી રીતે મેહનત કરવામાં મદદ કરે છે. પંરતુ કહે છેને કે ઈશ્વર પણ કસોટી કરે છે. કાલિન્દી ના પપ્પા ને તેના ધંધામાં નુકશાન થવાથી તે લોકો ને બધું વેહાચી અને ભાડા ના ઘરમાં રેહવા જવું પડે છે. અને તે લોકો એટલા તકલીફ માં આવી જાય છે કે તેને જમવાનું ગોતવા માટે પણ ખુબજ તકલીફ પડે છે. આવામાં કાલિન્દી ના મનમાં એક જુનુંન સવાર હોય છે કે તે એરફોર્સ માં ભરતી થશે જ તેથી તે રાત દિવસ એક કરીને ભણવામાં મહેનત કરે છે, અને તે કલીમ્ડી ના માતા પિતા જોવે છે. કે કાલિન્દી ખુબજ મેહનત કરે છે. પરંતુ કાલિન્દી ના માતા પિતા ખુબજ દુખી થાય છે. કે તે સુ કરશે આગળ કાલિન્દી ને ભણવા માટે ખુબજ પૈસા જરૂર પડશે તો તે ક્યાંથી કાદ્ધ્સે સુ કરશે ઘણા સવાલોથી ઘેરાયેલી રાત માં ખોવાઈ જાય છે અને તે રાત કાલિન્દી ના માતાપિતા માટે ખુબજ દુખ ભરી રાત હોય છે.

દીકરી ની આવી મહેનત જોઇને કાલિન્દી ના માતા પિતા કાલિન્દી ને વચન આપે છે અને કાલિન્દી ના પિતા કહે છે કે હું ખુબજ મહેનત કરીશ પણ હું તને ભણાવીશ તારી આ તમન્ના ને હું પંખ આપીશ. આ વચન આપતા કાલિન્દી પણ નકી કરે છે કે તે પણ તેના માતા પિતા ને મદદ કરશે,

કાલિન્દી અને તેના માતા પિતા માટે બીજા દિવસ ની સવાર મેહનત ની શરૂઆતની સવાર હોય છે. કાલિન્દી ના પિતા કામ ગોતવા જાય છે તેને કામ નઈ પણ મજુરી મળે છે પણ દીકરી ની તમન્ના પૂરી કરવા પૈસા ની જરૂર હોય છે તેથી સ્વીકારી લે છે. અને ઘરમાં ખોટું બોલે છે કોઈને દુખ ના થાય તે માટે, અને કાલિન્દી ની માતા બધાના ઘરે જમવાનું બનવા જાય છે, અને આમ કરીને તે લોકો પૈસા ભેગા કરીને ઘરમાં ટીફીન ચાલુ કરે છે. તેથી કાલિન્દી ની માતા ઘરમાં ટીફીન બનાવીને બધાને જમાડે છે અને કાલિન્દી પણ તેની માતા ની મદદ કરે છે, અને પોતે પણ મેહનત કરે છે ભણવામાં અને કાલિન્દી ઘરે નાના નાના બાળકોને ટ્યુશન આપે છે આમ કાલિન્દી અને તેના માતા પિતા રાત દિવસ એક કરીને પૈસા ભેગા કરીને કાલિન્દી ને ભણાવે છે. ઘણી વાર દુખી અને સુખી થયને આમ સમય પસાર કરતા જાય છે અને દિવસો વિતાવે છે કાલિન્દી ની તમન્ના ને પૂરી કરવા માટે બધુજ સહન કરે છે. આમ સમય વીતતો જાય છે, કાલિન્દી ને તેની મેહનત નું ફળ મળે છે. અને તેને એરફોર્સ માં જોબ પણ મળે છે. અને તે લોકોનો પાછો પહેલા જેવો સમય આવે છે. અને ખુશ ખુશાલ જીવન થાય જાય છે. કાલિન્દી ને ખુબજ ગર્વ થાય છે કે તેને તેના માતા પિતાના ઘરે જન્મ લીધો અને તેના માતા પિતા ને ખુબજ સંતોષ થાય છે કે તેને તેની દીકરીની તમન્ના પૂરી કરી તેથી તે લોકો ખુબજ ખુશ હતા.

આમ બધાના જીવન માં તમન્ના હોય છે કોઈ નું જીવન તમન્ના વગર નું હોતુજ નથી. અને બધાજ માતા પિતા તેના બાળકો માટે જીવે છે. પરંતુ આપડે એવા ઘર ખુબજ ઓછા જોયે છે કે દીકરી ની તમન્ના ને બળ આપીને તેને આગળ વધારે છે. આપણે એવા ઘર ઘણા જોયા છે જ્યાં દીકરી ની તમન્ના ને દબાવી દેવામાં આવે છે. અને તેને લગ્ન લડી દેવામાં આવે છે.

શું આ વાત નો સ્વીકાર કરવો જોયે ખરી? દીકરી ને જીવન માં જો કાલિન્દી ના માતા પિતા જેવા મળે તો દરેક દીકરી ખુબજ સારી રીતે આગળ વધે છે, અને દીકરી પુરા ઘરને પણ સાચવશે અને પોતાના બાળકોને આગળ વધારશે, અને જીવન માં આત્મવિશ્વાસ સાથે જીવન જીવશે, કોઈ ના પણ સહારાથી જીવન વ્યતીત નહિ કરવું પડે અને જીવન માં પરેશાની નહિ ઉઠાવી પડે. ઘણા લોકો કહેવત માં કહે છે કે સ્ત્રી થી બુધિ પગ ની પાની સુધી પણ કાઢ સાચી વાત નથી કે સ્ત્રી બુધિ તેના મસ્તક થી પગ ની પાણી સુધી એટલે કે તે પૂરી બુધિ થી સુસર્જીત હોય છે. પણ જીવન માં ખુબજ ખુબજ આકરી રીતે જીવન વ્યતીત કરવું પડે છે બસ લોકોના વિચારો ના કારણે દરેક સ્ત્રી ની તમન્ના અધુરી રહી જાય છે. અને જો તે તેની તમન્ના પૂરી કરવા બળવો પોકારે છે તો તેને ઘણા આકરા શબ્દો પણ સાંભળવા પડે છે. પંરતુ આ વાત ખાલી સ્ત્રી ને જ કેમ ભોવવી પડે છે, તેને પોતાને કેમ કોઈ હક અધિકાર હોતો નથી, જીવન માં ખુબજ ગુમાવું પડે છે. તો સુ દરેક વખતે કેમ સ્ત્રી ને જ કડવા ઘૂંટ પીવા પડે છે,

આપણે સહુ એ રાજા જનક નું નામ તો સાંભળ્યુ છે તેને પોતાની દીકરી સીતાજી સહીત બધીજ દીકરીને શિક્ષિત કરી હતી તો કદાચ આજના માતાપિતા એ તેના મ્માંથી થોડી પ્રેરણા લેવી જોઈએ તેવું નથી લાગતું, આમ દીકરીને કરિયાવર આપ્વોજ જોયે દરેક માતા પિતા એ પરંતુ કરિયાવર માં વસ્તુ ઓ અને સોના ની જગ્યા એ વિદ્યા આપશો તો તે કદી દુખી નહિ થાય અને સમ્પૂર્ણ જીવન આત્મવિશ્વાસ અને સન્માન થી જીવશે અને પોતાના બાળક ને પણ શિક્ષિત કરશે,

આમ રાજા જનક અને કાલિન્દી ના માતા પિતા ની જેમ દીકરી ઉપર ધ્યાન આપશે અને શિક્ષિત કરશે તો તે કદી દુખી નઈ થાય અને તેનો જીવન આખા નો કરિયાવર તેની સાથે રેહશે અને તે ગર્વ થી કહેશે કે હું શિક્ષિત છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED