અંજામ—૨૦ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

અંજામ—૨૦

અંજામ—૨૦

( આગળનાં ભાગમાં આપણે વાંચ્યુઃ- ગુસ્સે ભરાયેલા ગેહલોતે એક પ્લાન બનાવ્યો હતો જેનો અમલ તે આજ રાત્રેથી જ કરવા માંગતો હોય છે. પોલીસની વર્દી ઉતારી તે પોતાના દમ ઉપર કેસ સોલ્વ કરવા નીકળી પડે છે......બીજી તરફ જૈન ધર્મશાળામાં છુપાયેલો વીજય સાંજે જમવા દેલવાડાના જૈનમંદીર નજીક આવેલી એક હોટલમાં જાય છે ત્યાં એક સફેદ કપડા પહેરેલી વ્યક્તિ તેની ઉપર નજર નાંખી રહી છે એવો તેને વહેમ થાય છે......હવે આગળ વાંચો...)

વોલેટમાંથી રૂપિયા કાઢી વીજયે હોટલના થડા ઉપર બેઠેલા વ્યક્તિને બીલ ચુકવ્યુ અને સહજ ચાલે ચાલતો તે રોડ ક્રોસ કરી સામેના કીનારે આવેલી એક દુકાને પહોંચ્યો. એ દુકાનેથી તેણે માર્લબોરો સીગારેટનું પેકેટ અને માચીસ ખરીદ્યુ....... જાણે તે એક પ્રવાસી હોય અને આબુમાં રાત્રે ટહેલવા નીકળ્યો હોય એવી અદાથી એકદમ શાંત ચાલે ચાલતા-ચાલતા તેણે એક સીગરેટ કાઢી અને સળગાવી.......તે જ્યાં રોકાયો હતો એ ધર્મશાળામાં દાખલ થવાને બદલે થોડો આગળ વધી રોડની કિનારીએ ઉગી નીકળેલા એક ઘટાટોપ ઝાડના થડની પાછળ લપાયો.......વીજય પેલા સફેદ કપડાવાળા વ્યક્તિની હિલચાલ નીરખવા માંગતો હતો. જો એ માણસ તેની પાછળ આવ્યો હોય તો ડાયરેક્ટ ધર્મશાળામાં દાખલ થવુ ખતરા સમાન હતુ એટલે જ તે થોડો આગળ વધી ઝાડ પાછળ ઉભો રહયો હતો. એ વ્યક્તિની નજરોમાં જે ભાવોરમતા હતા તે જોઇને વીજય ખચકાયો હતો. તેને એમ જ લાગ્યુ કે જરૂર એ તેની પાછળ આવશે.પરંતુ એવુ થયુ નહી.....ઘણીવાર થવા છતાં એ માણસ હોટલમાંથી બહાર નીકળ્યો નહી ત્યારે વીજયને “હાશ” થઇ. તેમ છતાં સાવધાની ખાતર તે વધુ થોડીવાર ત્યાં ઉભો રહયો અને પછી ઝાડ આડાશેથી નીકળી ધર્મશાળાના ગેટમાં દાખલ થયો.......તેને પોતાના જ આચરણ ઉપર ગુસ્સો આવ્યો કે તે શું કામ આટલો બધો ડરી રહયો છે.

ધર્મશાળાનું વાતાવરણ હજુ પહેલા જેવુ શાંત જ હતુ. કયાંય કોઇ ચહલ-પહલ વર્તાતી નહોતી. વીજયે તેના કમરાનું તાળુ ખોલ્યુ અને અંદર રૂમમાં દાખલ થયો.......બરાબર એ જ સમયે હોટલમાં જમતો પેલો સફેદ કપડા પહેરેલો વ્યક્તિ હોટલમાંથી બહાર નીકળી જૈન ધર્મશાળાના દરવાજે પહોંચ્યો હતો.......તેણે વીજયની તમામ હીલચાલ નીહાળી હતી. તેના કઠોર ભાવહીન ચહેરા ઉપર કોઇ જ ભાવો નહોતા. ગજવામાંથી ફોન કાઢી કોઇકને ફોન લગાવ્યો...

“ હેલ્લો....તે ધર્મશાળાના એક કમરામાં ગયો છે.......” તેણે કહયુ.

“ સારુ..... મારા મત મુજબ હવે તે કાલ સવાર સુધી બહાર નહી નીકળે. અત્યારે હવે ત્યાં ઉભા રહેવાની જરૂર નથી..... કાલે સવાર ફરી પાછો તેની પાછળ લાગી જજે......” ફોનમાં સામે છેડેથી તેને કહેવાયુ.

“ જી......” તે બોલ્યો અને ત્યાંથી હટયો. એ વ્યક્તિ શેતાનસીંગ હતો. વીજય હોસ્પિટલમાં હતો ત્યારથી શૈતાનસીંગ તેની ઉપર નજર રાખીને બેઠો હતો. વીજયના હોસ્પિટલમાંથી ભાગવાથી લઇને હમણાં ધર્મશાળામાં તેના કમરામાં જવા સુધીની તમામ હિલચાલ ઉપર તેણે બારીકાઇથી નજર રાખી હતી.....વીરજીએ સાચુ જ કહયુ હતુ કે શૈતાનસીંગની નજરોથી બચવુ બહુ મુશ્કેલ કામ હતુ. કોઇનો પીછો પકડવામાં તેનો જોટો જડે તેમ નહોતો.

******************************

“ મમ્મી.....ભાઇ સ્કુલેથી હજુ સુધી કેમ નથી આવ્યો.....? અત્યાર સુધીમાં તો આવી જવો જોઇતો હતો......” રીતુએ તેની મમ્મીને પુછયુ. તેના અવાજમાં ચીંતા હતી.

“ આવતો જ હશે....” તેની મમ્મીએ જવાબ આપ્યો અને ફરી પાછી દુકાનના કામમાં જોતરાઇ. તેમની વચ્ચે આ વાત થઇ તેની બરાબર દસ મીનીટ બાદ રીતુની મમ્મી ગીતાબહેનનો ફોન રણક્યો. ફોનમાં જે કહેવાયુ એ સાંભળીને તેમના પગ નીચેથી ધરતી સરકી ગઇ. અધ્ધર શ્વાસે હાંફળા-ફાંફળા થઇને તેમણે રીતુનો હાથ પકડ્યો.

“ ચાલ મારી સાથે.......”

“ પણ મમ્મી....તું કેમ આટલી ગભરાઇ ગઇ છો.....? શું થયુ છે, ક્યાં જવાનું છે એ તો કહે.....” રીતુને પણ તેની મમ્મીની હાલત જોતા કંઇક અમંગળ બન્યુ હોવાના એંધાણ વર્તાવા લાગ્યા હતા.

“ તું કંઇ પુછ નહી......બસ, ચાલ મારી સાથે......” ગીતાબહેન બોલ્યા અને ઝટપટ તેમણે દુકાન વધાવી લીધી. થોડી જ વારમાં તે બંને માં-દિકરી ગામના સીમાડે આવેલા એક ખંડીયેર જેવા અવાવરુ મકાનમાં પહોંચ્યા હતા......જુના-સડી ગયેલા લાકડાનાં પીઢીયાવાળુ તે મકાન એક સરકારી ગેસ્ટ હાઉસ હતુ. વર્ષો પહેલા થયેલુ બાંધકામ અને રખરખાવના અભાવને કારણે ગેસ્ટહાઉસ ખંડીયેરમાં તબદીલ થઇ ચુક્યુ હતુ. વળી ગામથી દુર હોવાના કારણે અહી ભાગ્યે જ કોઇક આવતુ.....ગામની સીમમાં જંગલી ઝાડી વચ્ચે ઉભેલા તે ગેસ્ટહાઉસની હાલત જોઇને જ રીતુને ડરની લાગણી ઘેરી વળી હતી.

“ મમ્મી.....તું મને અહી શું-કામ લઇ આવી......?” રીતુએ તેની મમ્મીનો હાથ ખેંચતા પુછયુ.

“ રાજુ.....આપણો રાજુ.....” આટલુ બોલતા જ ગીતાબહેનની આંખોમાંથી આંસુ ફુટી નીકળ્યા.

“ હેં......શું થયુ રાજુને.....?” રીતુ ધબકારો ચુકી ગઇ.

“ રાજુને કોઇક અહી ઉપાડી લાવ્યુ છે એવુ ફોનમાં તેણે કહયુ.....”

“ વોટ......?” રીતુથી ચીખ નંખાઇ ગઇ.

બરાબર એ જ સમયે ખખડધજ ગેસ્ટહાઉસના પાછળના ભાગે કંઇક હલચલ થઇ. પહેલવાન જેવા દેખાતા બે માણસો અચાનક ક્યાંકથી પ્રગટ થયા અને તે મા-દિકરીની સામે આવીને ઉભા રહયા. તે બંનેના મોંઢા ઉપર કાળા કપડાનો ગમછો વીંટેલો હતો એટલે ફક્ત તેમની આંખો જ બહાર દેખાતી હતી. રીતુ તે બંને માણસોને જોઇને તેની મમ્મીની સોડમાં લપાણી.......

“ ક્યાં છે મારો રાજુ....?” ગીતાબહેને છલકાતી આંખોએ જ પુછયુ.

“ અહીં જ છે.....અને સલામત છે......” બે માંથી એક, જે વધારે ઉંચો હતો તે એકદમ ઘોઘરા અવાજે બોલ્યો.

“ શું દુશ્મની છે અમારી સાથે તમને.....? શું કામ મારા રાજુને તમે અહી લાવ્યા છો....? રાજુ કેમ કયાંય દેખાતો નથી...... રાજુ......રાજુ.....” ગીતાબહેને બુમો પાડી.

“ ચાહે તેટલી બુમો પાડો.....ગમે તેટલા ધમપછાડા કરશો તો પણ રાજુ તમને મળશે નહી.....હાં, એક રસ્તો છે. જો તમે બંને સહમત થાઓ તો તમારો રાજુ સહી-સલામત તમને પાછો મળી શકશે.....!! બોલો છે મંજુર.....?” ઘોઘરા અવાજના માલીકે પુછયુ.

અને.....તે દિવસે એક ભયાનક કાવતરુ ઘડાયુ. એ કાવતરાને લીધે વીજય અને તેના દોસ્તોના જીવનમાં એક આંધી ઉઠી હતી. એ આંધીની લહેરમાં તેઓનું જીવન તહસ-નહસ થઇ ગયુ હતુ........ભયંકર ચક્રવાતમાં મુળ સમેત ઉખડી જતા તોતીંગ વૃક્ષોની જેમ તેઓ એક સાજીસના ચક્રવાતમાં ફસાઇને નામશેષ થઇ ગયા હતા.

પોતાના નાના ભાઇ રાજુનો જીવ બચાવવા રીતુએ પેલા બુકાનીધારીઓની તમામ શરતો સ્વીકારી હતી......એ કાવતરાના ભાગરૂપે જ રીતુનું એડમીશન સુરતમાં વીજય જે કોલેજમાં ભણતો હતો તેમાં કરાવામાં આવ્યુ. રીતુએ વીજયનાં ગ્રુપમાં ભળવાનું હતુ જે કામ તેણે ખુબ આસાનીથી કર્યુ હતુ......એ સમય દરમ્યાન ગામમાં એવી વાત ફેલાવવામાં આવી હતી કે ગીતાબહેનનો રાજુ તેની માસીના ઘરે રોકાવા ગયો છે જેથી રાજુના ગુમ થવા વીશે ઉઠતા પ્રશ્નોના જવાબ ગીતાબહેને આપવા ન પડે અને વધુ હો-હા ન થાય.....પરંતુ એ દિવસ બાદ ગીતાબહેનના ચહેરા ઉપરથી નૂર ચાલ્યુ ગયુ હતુ. તેમની જીંદગીમાં એક અંધકાર ફેલાયો હતો...

બંધીયાર કમરામાં સડી ગયેલી દિવાલના ટેકે બેઠેલી રીતુ સમક્ષ અત્યાર સુધીનો ઘટનાક્રમ કોઇ ભયાવહ ફીલ્મની જેમ ઉભરી રહયો હતો.......સુરતની કોલેજમાં એડમીશન મેળ્વ્યા બાદ પેલા બુકાનીધારી માણસો તરફથી જે પ્રમાણે સુચના મળતી ગઇ હતી એ પ્રમાણે તેણે વર્તન કર્યુ હતુ. તે વીજયનાં ગ્રુપમાં ભળી ચુકી હતી અને ધીમે-ધીમે વીજયની નજદીક પહોંચી હતી. દેખાવમાં તો તે પહેલેથી જ રૂપાળી હતી એટલે વીજયને પોતાના પ્રત્યે ખેંચવામાં તેણે વધુ મહેનત કરવી પડી નહોતી. વીજય તેની આશક્તિમાં ખોવાતો જતો હતો એ તેણે મહેસૂસ કર્યુ હતુ. તેને પણ વીજયનો સહવાસ પસંદ આવતો હતો. વીજય જેવા નખશીખ ઇમાનદાર યુવાનને પામવુ એ લગભગ દરેક છોકરીને પસંદ આવે એવી વાત હતી અને તેમાં તે ખુદ પણ બાકાત રહી નહોતી.....પરંતુ ત્યારે તેનો મકસદ કંઇક અલગ હતો. તે વીજયની નજીક એક સમજી-વીચારેલી સાઝીસના ભાગરૂપે પહોંચી હતી......એ ભાર સતત તેને ડારતો રહેતો હતો. લાખ કોશીશ કરવા છતાં તે સહજ બની શકતી નહોતી. એકબાજુ પોતાના જીવથી પણ વધુ વહાલા નાના ભાઇ રાજુની ચીંતા તેને કોરી ખાતી હતી અને બીજી બાજુ ચહેરો હસતો રાખીને વીજયને પોતાની પ્રેમજાળમાં ફસાવવા નાટક કરતા રહેવુ પડતુ હતુ. આ સમય રીતુ માટે ઘણો કપરો વહેતો હતો. તેને ખુદને સમજાતુ નહોતુ કે તેના ખુશખુશાલ જીવનમાં અચાનક આ આંધી કેમ આવી હતી......? બીજા કોઇ નહી અને તેનો પરીવાર જ કેમ વારેવારે મુસીબતમાં ફસાતો હતો.....? હજુ તેના પપ્પાના મૃત્યુના આઘાતમાંથી તે અને તેની મમ્મી માંડ બહાર નીકળ્યા હતા. એક મુશ્કેલ સમયખંડને પચાવી તેઓએ જીવનની તકલીફોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરી જ હતી કે સાવ અચાનક તેમના પર નવી મુસીબત ત્રાટકી હતી..... રીતુ હવે કોઇ કાળે તેના ભાઇને ગુમાવવા માંગતી નહોતી. અને એટલે જ તેણે એ બુકાનીધારીઓની તમામ શરતો વગર દલીલોએ સ્વાકારી લીધી હતી. અરે, તેણે તો એ લોકોને એવુ પણ પુછયુ નહોતુ કે તેમની વીજય અને તેના ગ્રુપ સાથે શું દુશ્મની છે........? શા-માટે તે લોકો વીજય પાછળ લાગ્યા છે અને તે તેની સાથે શું કરવા માંગે છે.......? એ લોકો ફોન ઉપર જે સુચનાઓ આપે એ પ્રમાણે રીતુ ચુપચાપ પોતાનો રોલ ભજવ્યે જતી હતી......તેને ખુદને ખબર નહોતી કે આખરે આનો અંજામ શું આવશે.......? પેલા માણસો તેની પાસે શું કરાવા માંગે છે એ પણ તે સમજી શકતી નહોતી...

એ જ સમય દરમ્યાન અહી સુરતમાં મોન્ટીએ તેની આબુ સ્થીત નવ-નિર્માણ પામતી સુંદરવન હવેલીએ જવાનું નક્કી કર્યુ હતુ અને તે આબુ જવા રવાના થયો હતો. બરાબર તેના બીજા દીવસે રીતુને એક મેસેજ મળ્યો કે તેણે તેના ગામડે પહોંચવુ... મોન્ટીએ આબુ પહોંચીને પોતાના મિત્રોને પીકનીક મનાવા આબુ નિમંત્ર્યા હતા.....બધા મિત્રોએ આબુ જવાની હામી ભરી હતી. એકમાત્ર રીતુએ ના પાડી હતી કારણ કે તેણે તેના ગામડે જવુ જરૂરી હતુ.......પરંતુ વીજયે તેનો ઉકેલ શોધી કાઢ્યો હતો. રીતુ તેના ગામડેથી બે દિવસમાં પાછી ફરે ત્યારબાદ બધા મિત્રો સાથે આબુ રવાના થશે એવો પ્રોગ્રામ ગોઠવાયો હતો અને એ પ્રમાણે અમલ પણ થયો.....

રીતુ તેના ગામડે પહોંચી ત્યારે એક નવુ આશ્ચર્ય તેની રાહ જોઇ રહયુ હતુ. તે તેના ઘરે પહોંચી એ જ દિવસે પેલા ઘોઘરા અવાજવાળા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે તે બંને માં-દિકરીને ફરી પેલા અવાવરુ સર્કિટ હાઉસે બોલાવ્યા હતા. તે બંને ફફડતા હ્રદયે ત્યાં પહોંચ્યા.....

“ આલે.......આ ફોન તારી પાસે રાખ. અને આ કાગળમાં જે સુચનાઓ લખી છે એ પ્રમાણે તારે વર્તવાનુ છે......સમજી.....? મોંઢે બુકાની બાંધેલા ઘોઘરા અવાજવાળા વ્યક્તિએ રીતુના હાથમાં એક ફોન અને એક ફુલસ્કેપ કાગળનું પાનું થમાવ્યુ.

રીતુને આશ્ચર્યનો ઝટકો લાગ્યો હતો...... તે મોન્ટીનો ફોન તરત ઓળખી ગઇ હતી. મોન્ટી તો આબુ ગયો હતો તો પછી આ માણસોના હાથમાં મોન્ટીનો ફોન કેવી રીતે આવ્યો......? કયાંક આ લોકોએ મોન્ટીને પણ ......? રીતુને અમંગળ વીચારોએ ઘેરી લીધી હતી. હે...ભગવાન....!! આ લોકો કરવા શું ધારે છે.....? તેણે કાગળ ખોલીને વાંચ્યો અને તેના પગ તળેથી ધરતી સરકી ગઇ. જેમ-જેમ તે કાગળમાં લખેલુ લખાણ વાંચતી ગઇ તેમ-તેમ તેના હ્રદયના ધબકારા તેની લય ચૂકતા જતા હતા. કાગળમાં લખ્યા પ્રમાણે તેણે ખુદ મોન્ટી બનીને...એટલે કે મોન્ટી જ જાણે તેનો ફોન વાપરતો હોય એ રીતે જ તેણે વીજય અને બાકીના દોસ્તોને મેસેજ કરવાના હતા અને કોઇપણ સંજોગોમાં તેમને આબુ પહોંચાડવાના હતા.

“ પણ આ બધુ તમે શા-માટે કરવા માંગો છો....?” તેણે પેલા બુકાનીધારીને પુછયુ હતુ.

“ છોકરી .....તને કહેવામાં આવે એટલુ કર....વધુ લપ્પન-છપ્પન નહી જોઇએ.....આટલુ થઇ જાય એટલે તું અને તારો ભાઇ, બંને આઝાદ હશો......” તે બોલ્યો

રીતુએ નાછુટકે તેની વાત માનવી પડે તેમ હતી. ફોન લઇને તે બીજા દિવસે ફરી પાછી સુરત આવી હતી અને વીજય સાથે આબુ જવા નીકળી હતી. જે પ્રમાણે તેને સુચના મળી હતી એ મુજબના એસ.એમ.એસ. તેણે ગ્રુપના બધા મિત્રોના ફોન ઉપર મોકલાવ્યા હતા. વીજયની સાથે એક જ કારમાં સફર કરતા હોવા છતા તેણે સાવધાની રાખીને મેસેજ કર્યા હતા......જો એ એસ.એમ.એસ. નું શું પરીણામ આવવાનુ હતુ એ તેને ત્યારે ખબર હોત તો કયારેય તેણે એ એસ.એમ.એસ. કર્યા ન હોત.....પરંતુ એ સમયે તેને ક્યાં જાણ હતી કે આવનારા સમયમાં તેની અને તેના મિત્રો સાથે શું વારદાત ઘટવાની છે.....?

એ ભેંકાર રાત્રીના પાછલા પહોરમાં તેઓ આબુમાં સુંદરવન હવેલીએ પહોંચ્યા હતા.... કાળનો વિકરાળ પંજો જાણે તેમની જ રાહ જોઇ રહયો હતો...

કમરાની ઉપર ઢાંકણું ખુલતુ હોય એવો ખખડાટ વ્યાપ્યો. એ અવાજથી રીતુ તેના ભુતકાળમાંથી વર્તમાનમાં પાછી ફરી. કમરાનું ઢાંકણુ ખુલ્યુ એટલે મોન્ટી પણ બેઠો થયો. ફરી પાછા પેલા બંને માણસો ત્યાં આવ્યા હતા. ઢાંકણુ ખુલ્યુ અને દોરડા જેવુ કંઇક અંદર ફેંકાયુ.

“ એલા એય.....અહીથી બહાર નીકળવુ હોય તો દોરડાના ગાળીયામાં પગ ભેરવો અને દોરડુ પકડી લો એટલે તમને ઉપર ખેંચી લઇએ.......” ફરીથી એ જ ઘોઘરો અવાજ સંભળાયો.

હમણા જ તેના ભુતકાળમાં ડોકીયુ કરીને બહાર નીકળેલી રીતુના કાને એ અવાજની કર્કશતા પકડી. સાવ અચાનક જ તેને પોતાના ગામની સીમમાં ખંડીયેર થઇને ઉભેલુ સર્કિટ હાઉસ નજરો સમક્ષ ઉભર્યુ......સર્કિટ હાઉસના પ્રાંગણમાં ઉભેલા મોંઢે બુકાની બાંધેલા બંને માણસો દેખાયા........

“ ઓહ યસ્સ.....યસ્સ..... ઓહ.....” રીતુના મોંમાંથી આશ્ચર્યના ઉદગારો સર્યા. “ તે જ છે.....હાં..... આ એ જ ઘોઘરો અવાજ છે.....” રીતુ ખળભળી ઉઠી.” મતલબ કે જેણે મારા નાના ભાઇ રાજુનું અપહરણ કર્યુ છે એ વ્યક્તિ જ તેના અને મોન્ટીના અપહરણમાં શામીલ છે.......” બે વત્તા બે ચાર કરતા રીતુને વાર ન લાગી. આ એ જ લોકો હતા જેમણે તેને આ ષડયંત્રમાં ફસાવી હતી. પરંતુ શું કામ......? તે તો જે કહે એ પ્રમાણે જ બધુ કરતી હતી. તો પછી તેને અહી કેદ શું કામ કરી....? રીતુ એ સવાલોના જવાબ મેળવવાની મથામણમાં પરોવાઇ. એ સમય દરમ્યાન મોન્ટી ધીમેથી ઉઠયો હતો અને લથડાતી ચાલે નીચે લબડતા દોરડા તરફ આગળ વધ્યો હતો.

************************************

વીજયે પલંગમાં પડતુ મુકયુ. આજની રાત તે ઘસઘસાટ ઉંધી જવા માંગતો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી તે સતત તંદ્રામાં જીવતો હોય એવી તેની હાલત હતી......છુટકારાની આ ક્ષણોમાં તે ભરપુર ઉંઘ લઇને પાછલો હિસાબ સરભર કરવા માંગતો હતો. જો તેના પપ્પા ચીત્તરંજનભાઇએ તેને મદદ કરી ન હોત તો તે કયારેય પોલીસ ચુંગલમાંથી છટકી શકયો ન હોત. હોસ્પિટલમાંથી તેને સીધો જ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવત.....અને તેના પર તેના જ મિત્રોના ખુનનો આરોપ મઢી દેવાત એ બાબત નિર્વિવાદીત હતી.

કપડા તેણે હમણા જ બદલ્યા હતા એટલે એ જરૂરીયાત નહોતી. ઉપરથી તેણે ભરપેટ ભોજન પણ કર્યુ હતુ એટલે પલંગમાં પડતા વેંત જ તેની આંખો ઘેરાવા લાગી હતી. જૈન ધર્મશાળાના કમરાનું ચોખ્ખુ અને સાત્વીક વાતાવરણ પણ તેમાં ભાગ ભજવતુ હતુ...... હાં, થોડીવાર માટે પેલા સફેદ કપડાવાળા શખ્સને કારણે તેને ઉચાટ જરૂર થયો હતો પરંતુ હવે એ પણ ટેન્શન રહયુ નહોતુ, તે માણસ તેની પાછળ આવ્યો નહી એટલે તેના મનમાં રાહત ઉદભવી હતી. તેણે તેના પપ્પાને પણ મળવુ હતુ પરંતુ એ પછીની વાત હતી. અત્યારે તો તે પોતાના મનનો તમામ ભાર હળવો કરી સુઇ જવાના મુડમાં હતો. સફેદ ચાદર બીછાવેલા પોચા ગાદલા ઉપર તેણે પડખુ ફેરવ્યુ અને આંખો બંધ કરી..... ચંદ સેકન્ડોમાં તેને ઉંઘ આવી ગઇ. પ્રચંડ ગરમીમાં ધીખતી ધરા ઉપર જાણે રાત્રીનો ઠંડો પ્રહર છવાયો હોય એમ વીજયના સળગતા જીગર ઉપર ઉંઘરૂપી આશીર્વાદ વરસ્યો હતો. વર્ષોથી રણમાં ભુલા પડેલા માણસને જાણે એક લીલોતરી મંઝીલ નસીબ થઇ હતી. થોડી જ વારમાં તે ઘસઘસાટ નીંદ્રામાં સરી પડયો......

“ ખટ....ખટ....ખટ.....” બારણે ટકોરા થયા. ખબર નહી કેટલો સમય થયો હશે પરંતુ બારણા પર પડતા ટકોરાના અવાજે તેને સહસા પથારીમાંથી બેઠો થવા મજબુર કર્યો હતો. વીજયની આંખો બોઝીલ હતી પણ તેનું મન સજાગ થઇ ઉઠયુ. કાંડે પહેરેલી ઘડીયાળમાં તેણે સમય જોયો. રાતના અઢી વાગ્યા હતા.

“ અત્યારે કોણ આવ્યુ હશે.....? ધર્મશાળાનો કોઇ ચપરાસી હશે.....? કે પછી તેના પપ્પા ચીત્તરંજનભાઇ આવ્યા હશે.....? ના.... પપ્પાને તો તેણે સ્પષ્ટ ના પાડી હતી કે જ્યાં સુધી તે સામેથી ફોન ન કરે ત્યાં સુધી મળવુ નહી. તો કોણ હશે અત્યારે....? કદાચ પપ્પાથી રહેવાયુ નહી હોય..... એટલે આમ મધરાતે મળવા આવ્યા હશે....” તેણે વીચાર્યુ અને ઉભો થયો. બારણાની નજદીક જઇ તે ખામોશ ઉભો રહયો. અને પછી હળવેક રહીને તેણે આગળીયો ખોલ્યો....

વીજયનું મોં આશ્ચર્યથી ખુલ્યુ..... અને પછી ખુલ્લુ જ રહી ગયુ. બારણાની પેલી બાજુ દુનીયાની આઠમી અજાયબી જાણે તે જોઇ રહયો હતો......ધર્મશાળાની લોબીની દિવાલે લટકતી ટ્યુબલાઇટના દુધીયા પ્રકાશમાં ઇન્સ. વિક્રમ ગેહલોત સ્મશાનમાંથી એકાએક બેઠા થયેલા કોઇ ખવીશની જેમ ઉભો હતો. વીજયે ઝડપથી બારણાને ધક્કો મારી બંધ કરવાની કોશીશ કરી પરંતુ એ પહેલા તો ગેહલોતે તેનો પગ બારણા અને બારસાખની વચ્ચે ભરાવી દીધો હતો....

( ક્રમશઃ )

પ્રવીણ પીઠડીયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiya.