અંજામ (ભાગ - 9) Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

 • ચા ના બે કપ

  જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ...

 • મમતા - ભાગ 47 - 48

  મમતા : ૨ભાગ :૪૭( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું...

 • અગ્નિસંસ્કાર - 97

  વિવાન જાણે શેતાનની જેમ જોર જોરથી હસવા લાગ્યો. " અગર બતાના હિ...

શ્રેણી
શેયર કરો

અંજામ (ભાગ - 9)

અંજામ-૯

વિજયને ખરેખર આઘાત લાગ્યો હતો. તેના મનમા સાવ ખાલીપો સર્જાયો હતો. તેને કંઇજ યાદ આવતુ ન હતુ.તે ક્યાં છે અને જ્યા છે ત્યાં શું કામ છે એ પણ તેને સમજાતુ ન હતુ. તે જાણે શૂન્યઅવકાશમાં ચાલ્યો ગયો હતો.....તેની આ દશાને ગેહલોત બરાબર સમજ્યો હતો અને એટલે જ તેણે વિજયને હોસ્પિટલમાં શિફ્ટ કરાવ્યો હતો....આખરે તે પણ આ મામલાનો તાગ જલદી મેળવવા માંગતો હતો.

-----------------------------------

તે દિવસે ઘટનાઓ બહુ ઝડપથી ઘટી હતી. સુરતથી નીકળેલી ગાડીઓ સાંજ સુધીમાં માઉન્ટ આબુ આવી પહૉચી હતી અને તેઓએ પોતાના બાળકૉને ઓળખી બતાવ્યા હતા. એ સમયે સમગ્ર આબુના વાતાવરણમાં ભારે ગમગીની ફેલાઈ હતી....એક યુવાન નયન અને ત્રણ યુવતીઓ શિવાની, તૃષા અને પ્રીયાના પરીવારો ઉપર જાણે વિજળી ત્રાટકી હતી. તેમના હૈયાફાટ રૂદને સિવિલ હોસ્પિટલના પરીસરમાં ઉભેલા વૃક્ષો સુદ્ઘા હીબકે ચડયા હતા. કોઇની પાસે સાંત્વના આપવાના શબ્દો નહોતા. એક સાથે ચાર-ચાર કમોત થયા તેનો આંચકો સમગ્ર આબુ શહેરને ધ્રુજાવી રહ્યો હતો. નાનકડા એવા હિલશ્ટેશનમાં ભારે હલચલ મચી ગઇ હતી. અને તેમા પણ મૃતકના પરીવાર જનોના આક્રંદે ભારે ગમગીની પ્રસરાવી મુકી હતી.....સિવિલ હોસ્પિટલના પરીસરમાં પોલીસ અને પત્રકારોનો રીતસરનો મેળો જામવો શરુ થયો. આ એક સનસનાટી પૂર્ણ હાઇ- પ્રોફાઇલ મામલો હતો એટલે તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા વગર રહેવાના નથી એ તમામ લોકો જાણી ચુકયા હતા.પ્રોફાઇલ મામલો હતો એટલે તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા વગર રહેવાના નથી એ તમામ લોકો જાણી ચુકયા હતા.

“સુંદરવન” હવેલીના પહેલા માળે છેલ્લા કમરામાં જે લાશો મળી હતી એ લાશો નયન, તૃષા અને શિવાનીની હતી. જ્યારે હવેલીથી દુર જંગલમા જે લાશ મળી હતી તે પ્રીયા ની હતી.

આ કેસમા ઇન્ચાર્જ ઇન્સ. વિક્રમ ગેહલોત હતો અને તે સારી રીતે સમજી ચૂકયો હતો કે આ કેસમા તેણે ભારે જહેમત ઉઠાવવી પડવાની હતી....જો કે કેસનો ઘટનાક્રમ તેની સમજમાં આવી ગયો હતો.....એક બાબત સ્પષ્ટ થઇ હતી કે મોન્ટી ઉર્ફે મનોજ અગ્રવાલ આબુ તેની હવેલી “સુંદરવન” મા આવ્યો હતો અને તે પોતાની બીજી હોટલ “ઉપવન” મા ઉતર્યો હતો....તે દિવસોમાં સાવ અચાનક જ સુંદરવન હવેલી ઉપર ભમ્મરિયા મધમાખીઓએ હુમલો કર્યો હતો અને કાળોકેર વરતાવ્યો હતો....મધમાખીઓએ ત્યા કામ કરતા કારીગરોને પોતાનુ નીશાન બનાવ્યા હતા અને તેમને ઘાયલ કર્યા હતા. મધમાખીઓના ડરના કારણે એ સમયે હવેલી ખાલી કરવી પડી હતી.....હવેલીમા કામ બંધ થયુ એટલે મોન્ટી ને ફુરસત મળી હતી એટલે તેણે પોતાના સુરત રહેતા મિત્રોને પીકનીક મનાવવા આબુ આવવા નિમંત્રા હતા.....બસ, ત્યારબાદ અચાનક આ લાશો મળી આવી હતી......ઉપરાંત વિજય નામનો એક યુવાન લગભગ પાગલ જેવી દશામા જીવતો પકડાયો હતો.....અને.....ખુદ મોન્ટી તેમજ એક યુવતી રીતુ ક્યાં છે એ કોઇને ખબર નહોતી...મોન્ટી અને રીતુ ગાયબ હતા અથવા તો તેમને ગાયબ કરવામા આવ્યા હતા....ગેહલોતને મોન્ટી અને રીતુ વીશે જાણકારી મળી હતી અને આ કેસમાં એક નવો એંગલ ઉમેરાયો હતો....તેણે હવે મોન્ટી અને રીતુ ને પણ શોઘવાના હતા.

ગેહલોતે ફરી એક સીગારેટ કાઢીને સળગાવી. એક ઊંડો કશ લીધો અને ધુમાડાને ફેફસામાં ભર્યો...પછી ધુમાડાના ગોટે-ગોટ બહાર કાઢયા....તે જ્યારે વિચારે ચડયો હોય ત્યારે કેટલી સીગારેટ પી નાખે તેનું તેને ભાન રહેતુ નહી. અત્યારે પણ ઉપરા-છાપરી ત્રણ સીગારેટ ફુંકી નાખી હતી....કોન્સ્ટેબલ પુરોહીત દુર બેઠો-બેઠો પોતાના આ માથાફરેલ સાહેબને ચેનસ્મોકરની જેમ સીગારેટ પીતા નીહાળી રહ્યો હતો...ગમે તેમ પણ ગેહલોત સાહેબ તેને પસંદ હતા. આજે તેના સાહેબ આખુ પેકેટ પી જવાના એ નક્કી...ગેહલોતને આ વારદાત પાછળ માધોસીહ અને રઘુ કબાડીનો હાથ હોવાની પાકે પાયે શંકા હતી એટલે તેણે એ બન્ને પાછળ પોતાના માણસોને લગાવી દીધા હતા. તેમની એકે-એક હીલચાલની માહીતી પોતાને મળતી રહે એવી વ્યવસ્થા ગોઠવી હતી....તેઓના ફોન રેકોર્ડની ડીટેલ્સ થોડા જ સમયમાં તેના હાથમાં આવવાની હતી....“ પુરોહીત......” તેણે હાંક મારી.“ જી સાહેબ....” પુરોહીત ઉભો થઇ ઉતાવળે સાહેબ પાસે આવ્યો.“ હજુ એક કામ કરવાનું છે....જલદીથી એક કોન્સ્ટેબલને સાદા વેશમાં રઘુ કબાડીની દુકાને અને એક કોન્સ્ટેબલને તેના ઘર ઉપર નજર રાખવા રવાના કર....મને રઘુની તમામ હિલચાલની ખબર જોઇએ. તે ક્યાં જાય છે, કોને મળે છે, તેને મળવા કોણ-કોણ આવે છે એ તમામ ગતીવીધીઓ તપાસો અને સાંજ થતા પહેલા રીપોર્ટ કરો....સમજ્યો...? ““ જી સાહેબ....”“ અને હાં....આપણી ચોકીમાં અત્યારે કેટલા માણસો છે...? ““ સાહેબ....કોન્સ્ટેબલ અબ્દુલ માધોસીહ પાછળ લાગેલો છે....હેડક્વાટર્સ પરથી આવેલા કોન્સ્ટેબલો સુંદરવન હવેલીમાં અને તેની આજુ-બાજુમાં તહેનાત છે....હવે જો બે કોન્સ્ટબલને રઘુ કબાડીના ઘરે અને દુકાને વોચમાં ગોઠવીશું તો અહી તમે, હું, અને બીજા ત્રણ માણસો વધશે....” પુરોહીતે ગણતરી માંડતા કહ્યું. તેને સાહેબ શું કરવા માંગે છે એ સમજાયુ નહી.“ મતલબ પાંચ....આપણે પાંચ વ્યક્તિઓ છીએ...બરાબર ને...?”“ જી.....”“ હંમમમ.....” ગેહલોતે ફરી હું-કાર ભણ્યો. ફરી એક સીગારેટ ધમધમાવી...ઘુમાડાનો ભભકો બહાર કાઢ્યો....વાતાવરણમાં એક તીખી સુગંન્ધ રેલાઇ.....તે કઇંક ભારે ગડમથલ અનુભવી રહ્યો હતો. તેના જહેનમાંથી એક જ અવાજ ઉઠતો હતો કે તેણે ઝડપ કરવી જોઇએ....એક અંતઃસ્ફુરણા તેના મનના દ્વારે દસ્તક દેતી હતી. વારે-વારે રઘુ અને માધોસીહના ચહેરા નજર સામે નાચતા અનુભવી રહયો હતો...આ કેસમાં તેમનુ ઇન્વોલ્વ હોવુ કઇંક અજુગતુ લાગતુ હતુ...તેની “ સિક્થ સેન્સ” સળવળતી હતી કે આજે જરુર કંઇક કાંડ થશે....ગેહલોતના કપાળે ચિંતાની રેખાઓ ઉપસી આવી...માથાના વાળની એક લટ તેના કપાળે આવી હતી જેના કારણે ચિંતાતુર અવસ્થામાં પણ તે સોહામણો અને રુઆબદાર દેખાતો હતો. ચપટી વગાડી તેણે સીગારેટની રાખ ખંખેરી....

“ પુરોહીત....પાંચ માણસો પુરતા નથી. ફોન લગાવ અને આબુરોડ થી બીજા માણસો બોલાવી લે....” “ હુકુમ સાહેબ....” પુરોહીતે કહયુ તો ખરુ પણ તેને સાહેબની આ સુચના સમજાઇ નહી. હજુ વધુ કોન્સ્ટેબલોને બોલાવાનો શું મતલબ કાઢવો એ ગડમથલમાં તે પડ્યો....આખરે તેણે પુછી જ લીઘુ...“ સાહેબ.....કોઇ એકશન લેવાનુ છે..? ““ ખબર નહી પુરોહીત....પણ મને લાગે છે કે આજે રાત્રે જરુર કંઇક હલચલ થશે...કંઇક બનશે....એવુ થાય ત્યારે આપણે ઊંઘતા ન ઝડપાઇએ એ માટે તૈયાર રહેવુ જરુરી છે. ક્યાંક એવુ ન બને કે મુજરીમ આપણી નજરો સામેથી છટકી જાય અને આપણે હાથ મસળતા રહી જઇએ....તું હમણાં જ ફોન કર...”“ ઓકે સાહેબ.....” કહીને પુરોહીત ફોન તરફ વળ્યો. તેના શરીરમા ફરતા લોહીમાં પણ ગરમી ભળી હતી અને તેના હાથ કંઇક કરવા થનગનતા માંડયા હતા.******************અંધારીયા ખંડમાં કંઇજ કળાતુ ન હતુ. કમરામાં બંઘ વાતાવરણની અવાવરુ વાસ આવતી હતી. જાણે આ જગ્યાનો વર્ષોથી કોઇએ ઉપયોગ જ ન કર્યો હોય એમ ફર્શ પર ધુળના થર જામેલા હતા....સહેજ પણ હલન-ચલન થતા એ ધુળ ઉડતી હતી. કમરામાં પ્રકાશનું નાનુ અમથુ એક કિરણ પણ દાખલ થતુ નહોતુ. ચો-તરફ ઘોર અંધકાર છવાયેલો હતો.રીતુએ મોન્ટીને બરાબર ઓળખ્યો હતો. મોન્ટીના અવાજે તેની ઓળખ છતી કરી હતી. નહીતર આ અંધકારમાં તે તેને ઓળખી શકી ન હોત...રીતુને ભારે આશ્ચર્ય થયું. તેને સાત જન્મેય ખ્યાલ આવ્યો ન હોત કે મોન્ટી તેને અહી મળશે...“ રીતુ....રીતુ.....તું રીતુ જ છો ને.....? “ મોન્ટીએ લગભગ રડતા અવાજે પુછયુ. તેના મોઢા પરથી ટેપ નીકળતા તે ઉંડો શ્વાસ લઇ કમરામા ની હવા પોતાના ફેફસામાં ભરી રહયો હતો.“ હાં મોન્ટી....હું રીતુ જ છું....”“ ઓહ માય ગોડ.......ઓહ ભગવાન......ઓહ.........” મોન્ટીના ગળામાંથી શબ્દો નીકળતા ન હતા. તેને જાણે વિશ્વાસ આવતો ન હતો... તે હમણા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડશે એવુ લાગતુ હતુ.....એ દરમ્યાન અંધારામાજ હાથ ફંફોસીને રીતુએ મોન્ટીના હાથ-પગ છોડયા હતા.“ માય ગોડ રીતુ.....આપણે ક્યાં છીએ....? આ કઇ જગ્યા છે...?”“ એ તો મને પણ ખબર નથી....”“ આપણા મિત્રો ક્યાં છે....? અહી છે...?”“ નહી.....આ કમરામાં નથી.........”“ નથી મતલબ.....તો ક્યાં છે તેઓ....?”“ મને શું ખબર.....”“ ઓહ......” મોન્ટી ખામોશ થયો.“ પરંતુ તું અહીં કેવી રીતે આવી.....? અને મને અહી કોણ લાવ્યું.....આપણે અહી કેમ છીએ...? તને કંઇક તો ખબર હશેને...? “ મોન્ટીએ પુછયુ.“ મોન્ટી.....મોન્ટી....મને કંઇજ ખ્યાલ નથી. તારી જેમ હું પણ મુશ્કેલીમાં છુ......”“ ઓહ.....” મોન્ટીના હાથ-પગ ખુલતા તેણે થોડી રાહત અનુભવી હતી. તે ઘણા લાંબા સમયથી અહી બંધન અવસ્થામાં પડયો હતો. કેટલો સમય પસાર થઇ ગયો હશે એની તેને પણ ખબર ન હતી. હાં...તે એટલુ અવશ્ય જાણતો હતો કે તેના અહી આવ્યા બાદ એકપણ વખત આ કમરાનો દરવાજો ખુલ્યો ન હતો....તેનો મતલબ તો એવો પણ હતો કે તેની જેમ રીતુ પણ અહીં જ હતી.મોન્ટીને છેલ્લે બસ એટલુંજ યાદ આવતુ હતુ કે કોઇકે તેના માંથામા પ્રહાર કર્યો હતો અને તે બેહોશ થઇ ગયો હતો....ત્યારબાદ જ્યારે તેને હોશ આવ્યુ ત્યારે તે કોઇ બીજી જગ્યાએ હતો....બે દિવસ તે ત્યાંજ, એ અવસ્થામા પડયો રહયો હતો. પછી તેને એક ઇન્જેંકશન આપવામા આવ્યુ અને તે ફરી બેહોશ બની ગયો હતો.....તેની આંખો ખુલી ત્યારે તે આ બંધ કમરામાં હતો....અને તેના આશ્ચર્ય વચ્ચે રીતુ પણ અહી હતી. આખરે આ માજરો શું છે એ તેની સમજમાં ઉતરતુ ન હતુ. તે ઉભો થયો...તેણે અને રીતુએ કમરામાં ખાંખાંખોળા શરુ કર્યા....થોડી જ વારમાં તેમને સમજાયુ હતુ કે કમરો ઓરસ-ચોરસ વીસ બાય વીસ ફુટનો હોવો જોઇએ. સહુથી મોટી હેરાનીની વાત તો એ હતી કે કમરામાં એક પણ બારી કે દરવાજો નહોતા....ચો-તરફ બંધ કિલ્લા જેવો કમરો હતો. જાણે કોઇ જુની હવેલીનું ભંડાકીયુ હોય એવી તેની રચના હતી અને જાણે વર્ષોથી તેને અવાવરુ દેખભાળ વગર છોડી દેવાયુ હોય એવુ લાગતુ હતુ.“ રીતુ....અહીથી નીકળવાનો કોઇજ માર્ગ નથી...” મોન્ટીએ હતાશ થઇને કહ્યું. તેને જબરદસ્ત તરસ લાગી હતી અને ભુખ પણ લાગી હતી...... “ હવે શું કરીશુ.... “રીતુએ જવાબ આપ્યો નહી. તે ભારે દુવિધા અનુભવી રહી હતી...અને તેને બીક પણ લાગતી હતી....એ બીક અલગ હતી.....અહી આ અંધારીયા રુમમાં બંધ હોવાની એ બીક નહોતી, પરંતુ વાસ્તવીકતા તેને ડારી રહી હતી. તેને હવે પછી આવનાર સમયની બીક લાગતી હતી...પોતાના ભુતકાળની બીક લાગતી હતી...તેને સત્ય ની બીક લાગતી હતી...પોતાનો ભુતકાળ જ્યારે લોકો સમક્ષ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેની બીક લાગતી હતી. તેના ચહેરા પર કંઇક અગમના ભાવો છવાયેલા હતા અને તેનું હદય જોરથી ધડકતુ હતું.“ મોન્ટી..... મારે તને કંઇક કહેવુ છે....” આખરે રીતુએ એક નિણૅય કર્યો અને બોલી હતી.મોન્ટી અનુમાનના આધારે રીતુની નજીક આવ્યો.“શું કહેવું છે...? આપણે અહી શું કામ છીએ અને આપણા મીત્રો ક્યાં છે તેના વીશે તું કંઇ જાણે છે...?” મોન્ટીએ પુછયું.“હાં...જાણુ છુ...”“વોટ....તું જાણે છે...?તો પછી કહેતી કેમ નથી...?” ભારે આશ્ર્ચયૅ અને અવિશ્વાસથી મોન્ટીએ પુછયું.“ સાંભળીને તું મને ધીક્કારીશ મોન્ટી...” રીતુએ એક હળવા નિશ્વાસ સાથે કહયુ.“ તું આમ પહેલી ન બનાવ...એવું તો તું શું જાણે છે જે સાંભળીને મારે તને ઘીક્કારવી પડે...જે હોય તે સાફ શબ્દોમાં કહે...”“ મોન્ટી...આ તમામ મુસીબત મારે કારણે સજૉઇ છે.જો હું તમારી લાઇફમાં દાખલ થઇ ન હોત તો આ રામાયણ ન સર્જાઇ હોત.... મોન્ટી, મને માફ કરી દે...” અને રીતું ધ્રૂસકે- ધ્રૂસકે રડી પડી...તેના રૂદને કમરામાં છવાયેલા અંધકારને ખળભળાવી મુક્યો. મોન્ટીએ તેને રડવા દીધી. તે જાણતો હતો કે જે કંઇ પણ રહસ્ય રીતુના હ્રદયમાં ધરબાયેલુ હશે એ રહસ્ય આપોઆપ રીતુ બયાન કરશે. અને તેની એ ધારણા સાચી પડી. થોડી જ વારમાં રીતુ શાંત થઇ હતી...રીતુએ પોતાના મનને મક્કમ કર્યું અને એક કહાની તેણે મોન્ટીને સંભળાવવાનું શરૂ કર્યુ....એ કહાની ભયાનક હતી....તેમાં એક ભયંકર ષડયંત્ર છુપાયેલુ હતુ.....મોન્ટી જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ તેની આંખો હૈરતથી પહોળી થતી ગઇ હતી. તેને જાણે પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હોય તેમ સ્તબ્ધ બની ને તે સાંભળી રહયો હતો....ગુસ્સા અને આક્રોશથી તેના હાથની મુઠ્ઠીઓ ઉઘાડ-બંધ થતી હતી. તેની છાતીના પોલાણમાં રીતુ પ્રત્યે નફરતની આંધી ઉઠી હતી....રીતુના કારણે તે અને તેના દોસ્તો કેવી ભયાનક મુસીબતમાં મુકાયા હતા એ જાણીને તેને ભારે આઘાત લાગ્યો . અને.....“ સટ્ટાક.......” એક અવાજ ગુંજયો કમરામાં. રીતુએ તેની વાત પુરી કરી હતી. તેની વાત સાંભળીને તેની તદ્દન નજીક ઉભેલા મોન્ટીએ રીતુના ગાલ પર એક ઝન્નાટેદાર થપ્પડ ઝીંકી દીધી...અને થરથર ધ્રુજતો તે ત્યાં જ બેસી પડયો...“ તારે આનો બદલો ચૂકવવો પડશે રીતુ......ચૂકવવો પડશે.....” તે ચીખી ઉઠયો.***********************

વિક્રમ ગેહલોતના હાથમાં અત્યારે માધોસીહ અને રઘુ કબાડીના ફોનની ડીટેલ હતી. તે ઝીણવટથી એક-એક એન્ટ્રીને ચકાસી રહ્યો હતો. કોલ ડીટેલ્સ પરથી એક વાત સ્પષ્ટ સાબીત થતી હતી કે માધો અને રઘુ વચ્ચે ઘનીષ્ઠ સંબંઘ છે. તેમણે આપસમાં ઘણા કોલ્સ કર્યા હતા અને લાંબા સમય સુધી વાતો થઇ હતી.ગેહલોત માટે હવે એકશનનો સમય હતો...તેને કોઇ સંદેહ રહયો નહોતો કે સુંદરવન હવેલીમાં જે કત્લેઆમ મચી હતી તેની પાછળ આ બન્નેનો હાથ હતો. તેમને ઝડપથી ગીરફતાર કરવા જરૂરી હતા અને તે માટે તેણે એક પ્લાન બનાવવાનું શરુ કર્યુ....અડધા કલાકમાં જ પ્લાન તેના હાથમાં તૈયાર હતો. તેણે પોલીસ થાણામાં એક નાનકડી અમથી મિટિંગ યોજી અને પુરોહીત સહીત તમામ કોન્સ્ટેબલોને સમજાવ્યુ કે તે શું કરવા માંગે છે અને કેવી રીતે કરવા માંગે છે. એકએક કોન્સ્ટેબલને વ્યક્તિદિઠ બ્રિફ કરવામાં આવ્યા હતા અને વિગતવાર સમજાવામાં આવ્યુ હતુ....લગભગ કલાક એ મિટિંગ ચાલી....ગેહલોત હવે કોઇ ચાન્સ લેવા માંગતો ન હતો એટલે તેણે ઝીણી-ઝીણી વિગતને ધ્યાનમાં રાખી હતી અને એ મુજબ બધાને સ્પષ્ટ સુચનાઓ અપાઇ હતી.....મિટિંગ પુરી થઇ ત્યારે નખીલેકના એ નાનકડા થાણામાં ભારે ઘમાચકડી મચી હતી અને ઘડા-ઘડ કરતા પોલીસ જવાનો થાણામાંથી બહાર નિકળી જીપમાં ગોઠવાયા હતા....ગેહલોતે પોતાની ગન ચેક કરી. ચેમ્બર ખોલી ગોળીઓનુ મેગઝીન ફરી પિસ્તોલના બટમાં ઘુસાડયુ....આબુના પોલીસ બેડામાં તેની એકની પાસે જ બત્રીસ બોરની અત્યાધુનિક જર્મન બનાવટની ગન હતી...આ ગન તેને સ્પેશિયલ પરમીશનથી મળી હતી. તેને આ પિસ્ટલ ખરેખર ગમતી હતી....આંખની સીધમાં તેણે ગન પોઇન્ટને ગોઠવ્યુ અને જાણે નિશાન લેતો હોય એવી એકશન કરી...પછી ગનને હોલસ્ટરમાં ગોઠવી ઝડપથી ચોકીની બહાર નીકળ્યો, જીપની આગળની સીટમાં ગોઠવાયો.....અને ધમધમાટી કરતી બે પોલીસ જીપોથાણાના કંમ્પાઉન્ડમાંથી બહાર નીકળી. આ સમયે માઉન્ટ આબુ પર સાંજનો અંધકાર પ્રસરવો શરૂ થઇ ચૂકયો હતો. બહાર વાતાવરણમાં જબરદસ્ત ઠંડી ફેલાયેલી હતી જ્યારે જીપમા બેઠેલા તમામના શરીરમાં ભારે ગરમાવો પ્રસરેલો હતો...ગેહલોતે પોતાની રીસ્ટવોચમાં નજર નાખી...સાંજના સાતનો સમય ઘડીયાળ દર્શાવી રહી હતી...તેના પ્લાન મુજબ પુરોહીત જે જીપમાં હતો એ જીપ નખી લેકની દક્ષીણ દીશામાં ફંટાઇ હતી જ્યારે તેણે જીપને પર્વત પરથી નીચે ઉતરવાના ઢોળાવમાં હંકારી હતી...ભવાની પુરોહીતને માધોસીહનો હવાલો સોંપાયો હતો જ્યારે ખુદ ગેહલોતે રઘુ કબાડીની પાછળ જવાનુ પસંદ કર્યુ હતુ.રઘુ કબાડી આબુનો નામચીન આદમી હતો....આબુમાં ચાલતા મોટાભાગના ગોરખધંધામાં તેની સંડોવણી રહેતી. તેમછતા હજુ સુધી કોઇ ધંધામાં તેનુ નામ બહાર આવ્યુ ન હતુ. તેની પહોંચ ઘણે ઉપર સુધી ફેલાએલી હતી એટલે તે હંમેશા ખુલ્લેઆમ ફરતો. પોલીસખાતુ પણ તેને હાથ લગાવવાનું સાહસ કરતુ નહિ......પરંતુ આજે પરિસ્થિતિ કઇંક અલગ હતી. આ ખુન કેસનો મામલો હતો, કત્લેઆમનો કેસ હતો અને તેમા રઘુનુ નામ સંડોવાયુ હતુ એટલે હવે તેના બચવાનો કોઇ રસ્તો ફીલહાલ તો દેખાતો ન હતો...ઇન્સ. વિક્રમ ગેહલોતને ઘણા વર્ષો બાદ આજે મોકો મળ્યો હતો અને તે આ મોકો ગુમાવવા માંગતો ન હતો...એટલે તેણે જાતે જ રઘુ કબાડીને ગીરફતાર કરવા જવાનુ નક્કી કર્યુ હતુ અને અત્યારે તેની જીપ રઘુની દુકાનની દીશામાં જઇ રહી હતી....( ક્રમશઃ) પ્રવિણ પીઠડીયા wtsaap no 9099278278

FB. Praveenpithadiya/facebook.com