Anjaam Part - 1 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anjaam Part - 1

અંજામ

* પ્રવિણ પીઠડિયા *

Whatsapp: 9099278278

Fb: facebook.com/praveenpithadiya


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


* અંજામ *

પ્રવિણ પીઠડિયા

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની... તેઓની મહત્વકાંક્ષા અને સ્વપ્નાઓની... તરવરતા યૌવાન, મોજ-મસ્તી અને જીવન પ્રત્યેના બેફીકરા અંદાજની... તેઓ જીંદગીને પોતાની શર્તો પ્રમાણે જીવવા માંગે છે જેના માટે કોઈજ બાંધછોડ સ્વીકારવા તેઓ તૈયાર નથી. કુદરત પણ તે છ મિત્રોની તરફેણમાં છે અને એવી લાયકાત પણ છે તેમનામાં... શું તેઓ તેમના સ્વપ્નાઓ સાકાર કરી શકે છે... ?

પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં ઢબુરાયેલો છે. કંઇક એવુ બને છે જેના કારણે તેઓની સરળ લાગતી જીંદગીમાં અચાનક એક ઝંઝાવાત સર્જાય છે. પળે-પળે બદલતા સમયની આંધીમાં સર્જાતી ગમખ્વાહ ઘટનાઓનો સીલસીલો અચાનક તેઓને ભયાનક અપરાધની ગર્તામાં ધકેલી દે છે... શું તેઓ એમાથી બચીને એ ઘટનાઓનો સામનો કરી શકે છે... ? કે પછી ઘુંટણ ટેકળીને, નતમસ્તક બની સમયની આંધીમાં વહી જાય છે... ? પળે-પળ ઉત્કંષ્ઠતા જગાવતી, રહસ્ય-રોમાંચથી ભરપુર આ નવલકથા આપને એક અલગ વિશ્વમાં લઇ જશે...

* પ્રકરણ - ૧ *

કાળા ઘનઘોર વાદળોના સમુહે સમગ્ર આકાશ ઉપર પોતાનો કબ્જો જમાળ્યો હતો. ઝીણો ઝરમર વરસતો વરસાદ અચાનક જોરદાર હેલી બનીને વરસી પડે એવી પુરેપુરી શકયતા જણાતી હતી. છેલ્લા એક અઠવાડીયાથી આવી જ લાક્ષણીક અદામાં વરસી રહેલા વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી સમગ્ર સુરત શહેરને પાણી-પાણી કરી મુકયુ હતુ... શહેર જાણે થંભી ગયુ હતુ એક અઠવાડીયાથી વરસાદ જાણે પેટર્ન પ્રમાણે વરસતો હતો. રોજના નિત્યક્રમ મુજબ વહેલી સવારથી આકાશમાં છુટા-છવાયા વાદળોના સમુહ નજરે પડે... અને બપોર થતા સુધીમાં તો કોણ જાણે કયાંથી ઘનઘોર ઝરમર-ઝરમર વરસ્યા બાદ વરસાદ પોતાના અસલી મીજાજમાં આવીને જોરદાર રીતે ખાબકવા માંડે... તે ચેક સાંજ સુધી અવીઅપણે વરસ્યા બાદ હાંફીને અટકી જાય. અવીરત પણે જાગતા અને ભાગતા રહેતા સુરત શહેરની દોડને જાણે એક અઠવાડીયાથી વરસતા વરસાદે બ્રેક મારી દીધી હતી... રોજનું સામાન્ય જન-જીવન તો જાણે ઠપ થઇ પડયુ હતુ. સ્કુલ-કોલેજ, ઓફીસોમાં રજાઓ હોય એવુ વાતાવરણ સર્જાયુ હતુ.

"તને ખબર છે વીજય, અત્યારે મારૂ મન શું કરવા માટે થનગની રહયુ છે... ?" રીતુઓ પોતાની લાંબી કાળી ઘેરી પાપણો ઝીલ જેવી નીલી-નીલી આંખો ઉપર ઢાળતા પુછ્‌યુ અને હાથમાં રહેલા કપમાંથી ગરમા-ગરમ કોફીનો એક ઘુંટ ભર્યો. બહાર ઘોઘમાર વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં જબરદસ્ત ઠંડક પ્રસરી ચુકી હતી. રીતુ અને વીજય કોલેજના ગેટથી બહાર નીકળતા જ ડાબા વળાંક પર આવેલી "કૈલાશ રેસ્ટોરરન્ટ" ની હુંફાળી જગ્યામાં બેસીને કોફીની લીજ્જત માણી રહયા હતા. આજે કોલેજમાં રજા જાહેર થઇ હતી એટલે તેઓ અહીં આવ્યા હતા... કોફીના એક ઘૂંટે રીતુના ખુબસુરત શરીરમાં ગરમાવો પ્રસરાવી મુકયો. આમપણ તેને વરસાદ ખુબ જ ગમતો. તે પલળવા માટે હંમેશા તકપાપડ રહેતી. ધોધમાર વરસતા વરસાદની વજનદાર બુંદો જયારે શરીર ઉપર પડતી ત્યારે તેના મનમાં એક રોમાંચક એક અનેરો આનંદ છવાતો. વરસાદની સાથો-સાથ વીઝાંતો ઠંડો પવન ભીના શરીરમાં ઝણ-ઝણાટી પ્રસરાવી મુકતો. એ ઝણ-ઝણાટી શરીરના રોમે-રોમમાં પ્રસરતી,ઘંત કડકડતા... એ અનુભુતી શબ્દોમાં વર્ણવવી તેના માટે અશકય હતુ. અને એટલે જ તે અત્યારે રોમાંચીત થઇ ઉઠી હતી. રેસ્ટોરરન્ટના કાયના પાર્ટીશનની બહાર ખાબકતા ધોધમાર વરસાદમાં તેને ભીંજાવાનું મન થતુ હતુ. તેની નીલી ખુબસુરત કાજળઘેરી આંખો જાણે બહાર પડતા વરસાદને પોતાનામાં સમાવી લેવા માંગતી હોય એવી આસક્તિથી રોડ ઉપર તકાયેલી હતી...

"જો તું આવી વાતો કરીને મને ’બોર’ કરવાની હોય તો હું જાઉ... " વિજયે કંટાળાભર્યા સ્વરે કહયું. વિજયને ખબર હતી કે રીતુ હમણા તેની સમક્ષ વરસાદમાં પલળવા જવાનો પ્રસ્તાવ મુકશે. તેને અત્યારે એવો કોઈ મુડ નહોતો. જોકે વરસાદમાં પલળવુ તેને પણ ગમતુ પરંતુ છેલ્લા સાત દિવસમાં ત્રણ-ત્રણ વખત તે રીતુની વરસાદ ઘેલછાના કારણે પલળી ચૂકયો હતો. આજે તેને એવી કોઈ જ ઈચ્છા નહોતી અને આમપણ આજે સવારથી જ તેને ભયંકર કંટાળો આવતો હતો... કોઈજ પ્રવૃતિ વગર બેસી રહેવુ તેને પસંદ નહોતુ. તે સતત ગતીમાં રહેનાર વ્યક્તિ હતો. તેની ગતીને એકધારા છેલ્લા સાત દિવસથી વરસતા વરસાદે બ્રેક મારી હતી એટલે જ તે અકળાતો હતો.

"અરે યાર, તુ નારાજ શું-કામ થાય છે... હું તો ફક્ત મારા મનમાં છવાયેલા વિચારોને તારી સાથે ’શેર’ કરવા માંગું છુ... " રિતુએ કહયુ. રીતુને વીજયના ચહેરા પરથી ખ્યાલ આવતો હતો કે તે અત્યારે ખરાબ મુડમાં છે. એટલે તેને છેડવા નકામો છે. રખેને ઉઠીને ચાલતો થાય તો... ? તેનું ભલુ પુછવુ. જોકે વિજયે તરત તેનો મુડ સુધાર્યો હતો. તે રીતુને નારાજ કરવા માંગતો નહોતો.

"અરછા બોલ... શું વિચારો ઉઠયા છે તારા મનમાં... ?"

"ના... હવે નથી કહેવુ... " રીતુ પણ ગાંજી જાય એવી નહોતી. તેને મોં મચ કોડયુ અને કોફીનો એક મોટો ઘુંટ ભરીને કપને ટેબલ પર મુકયો.

"હવે ચિબાવલી થામાં... હવે તો તારી વાત સાંભળ્યા વગર હું રહેવાનો નથી. બોલ તારૂ શેતાની દિમાગ શું વિચારે છે... ?" વીજય ને અચાનક રીતુને છંછેડવાનું મન થયુ... " તુ નહિ કહેતો તને આ બહાર વરસતા વરસાદના સમ છે... "

"બસ... બસ હવે, એમાં વરસાદના સમ દેવાની જરૂર નથી અને આ કંઈ મારો સયો નથી કે તારા સમ દેવાથી બંધ થઇ જાય... છણકો કરતા રીતુ બોલી. તેને થોડીક રાહત ઠીકે હાથ... વિજયનો મુડ થોડોક તો બદલાયો. હવે તે તેને બહાર નીકળીને પલળવા માટે સમજાવી શકશે... રીતુને કયારનું આ ધોધમાર વરસતા વરસાદમાં વીજયના પડખામાં દબાઈને દુર સુધી ચાલતા જવાનું મન થતુ હતુ... તેમના ગ્રુપમાંથી આજે તેઓ બે જ મિત્રો કોલેજ આવ્યા હતા. ગ્રુપના બીજા પાંચ દોસ્તોએ આજ ગુલ્લી મારી હતી. જો કે એ લોકોના મેસેજ કયારના રીતુ અને વીજયના મોબાઈલ ઉપર આવી ચૂકયા હતા કે તેઓ આજે વરસાદના કારણે પોત-પોતાના ઘરેથી નીકળી શકવાના નથી... એટલે જ રીતુ આજે વીજય સાથે એકલા રહેવાનો જે ચાન્સ મળ્યો હતો એ ચાન્સ ગુમાવવા માંગતી નહોતી... તે વિજયને પસંદ કરતી હતી. જયારથી તે વીજયના ગ્રુપ ભળી હતી ત્યારથી સતત તે વીજયની આસપાસ જ રહેવાની કોશીષ કરતી હતી. સામાપક્ષે વિજયને પણ રીતુની સાથે સમય વીતાવવો પસંદ હતો... રીતુની સુંદરતા, તેની વાતો, તેના સાલસ સ્વભાવ કારણે વીજય ધીરે-ધીરે રીતુ તરફ ખેંચાયો હતો. અત્યારે પણ રીતુને નારાજ કરવા માંગતો નહોતો. એટલે તેણે વાતાવરણ હળવુ કરવા તેની સાથે હળવા મુડમાં રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો.

"ચાલ ચીઠઠી નાખીને નક્કી કરીએ... ! તું ચીઠઠી ઉપાડ જો એમા મારૂ નામ નીકળે તો હું કહુ એ તારે કરવાનું અને જો તારૂ નામ નીકળશે તો તું જે કહીશ એ હું કરીશ... બોલ, છે મંજુર... રિતુએ આંખો ઝીણી કરી, ચપટી વગાડી આગળી વિજાત તરફ તાકતા શરત મુકી. તેની પારદર્શક આંખોમાં શરારત ભળી હતી... .

ચોંકીને સ્તબ્ધ થઇ ગયો વીજય... રીતુએ જાણે તેના પગ પાસે બોમ્બ ફોડયો હોય એમ ખળભળી ઉઠયો. ભુતકાળમાં જે રમતનો તે દિવાનો હતો અત્યારે એ જ રમતની રીતુએ યાદ અપાવી રીતસરનો તેણે ધ્રૂજાવી મુકયો હતો. બે-ઘડી તો તેને સમજાયુ નહિ કે તેણે શું રીએક્શન આપવુ... ? ચહેરા પર આવે ગભરાહટ રીતુના ધ્યાને ન ચડી જાય એ માટે તેણે પોતાનો ચહેરો ફેરવી લીધો... તેના હ્ય્દયની ધડકનો તેજ થઇ ગઈ હતી. ધ્રૂજતા હાથે તેણે કોફીનો મગ ઉઠાવ્યો અને જાણે પોતાની ગભરાહટ પી જવા માંગતો હોય એમ એક મોટો ઘુંટ ગળા નીચે ઉતાર્યો... ગરમ કોફીની લ્હાયથી તેની જીબ અને ગળુ ઘઝ્‌યુ, તેને અંતરસ ઉપડી...

"અરે... ગરમ કોફી આવી રીતે થોડી પીવાય... ?" રીતુને સમજાયુ નહીકે અચાનક વીજયના ચહેરાનો રંગ કેમ ઉડી ગયો. તેના આવાજમાં લાગણી ભળી... " અચાનક શું થયુ તને... ?"

"કંઇ... કંઇ નહિ... " વીજયે પોતાની બેચેની પર કાબુ મેળવી નોર્મલ થવાની કોશીષ કરી. હવે તે રીતુને કેવી રીતે સમજાવે કે સાવ અનાપાસે જ તેણે તેના ભુતકાળને સ્પર્શ કર્યો હતો લગભગ છ-સાત મહીના પહેલા તેણે આ ચીઠઠી ફેંકીને પરીણામ નક્કી કરવાની રમત છોડી દીધી હતી. તેણે છોડવા પડી હતી... છ-મહિના પહેલાનો એકપણ દિવસ એવો પસાર નહોતો થતો કે જેમા તેણે અને તેના મિત્રોએ ચીઠઠી નાખીને શરત મારી ન હોય... ગાંડો શોખ હતો વિજયને ચીઠઠી ફેંકવાનો... ગ્રુપના તમામ દોસ્તોને તેણેજ રવાડે ચડાવ્યા હતા... લેક્ચરમાં ગુલ્લી મારવાની હોય તો ચીઠઠી ફેંકીને નક્કી કરવાનું બધા મિત્રોએ ભેગામળીને પીક્ચર કે પીકનીક પર જવાનું હોય તો ચીઠઠી નાંખવાની, કેન્ટીનમાં નાસ્તા માટે કોઈને બકરો બનાવવાનો હોય તો ચીઠઠી, નવા સ્ટુડન્ટને પરેશાન કરવો કે નહિ તેના માટે પણ ચીઠઠી અરી, નાનામોટો દરેક નિર્ણય તેના ગ્રુપમાં ચીઠઠી દ્વારાજ લેવાતો. ભલે વીજયે આ રમતને પ્રમોટ કરી હોય પરંતુ પછી તો જો કે બધા મિત્રોને આ રમતમાં મજા પડવા લાગી હતી એટલે કોઈના કોઈ બહાને લગભગ દરરોજ ચીઠઠીઓ નંખાતી... પરંતુ... ચીઠઠીની એ રમતે તેમના એક જીગરી દોસ્ત જીગર પંચાલનો ભોગ લીધો હતો આજ થી બરાબર છ-મહિના અગાઉ ચીઠઠી ફેંકવાની આ જ રમતના કારણે તેઓનો ખાસ મ ખાસ મિત્ર જીગર પંચાલ કોલેજ છોડીને જતો રહ્યો હતો. સાવ અચાનક જ એ ઘટના ઘટી હતી. એ દિવસ પછી તેના ગ્રુપમાં કયારેય આ રમત રમાઈ નહોતી.

રીતુએ આજે સાવ અચાનક જ વીજયને જીગર પંચાલ ની યાદ અપાવડાવી હતી જેના કારણે વીજયના હ્ય્દયમાં એક ન સમજાય એવી ટીસ ઉદભવી. તે અસ્વસ્થ બની ગયો. જીગર પંચાલ તેનો જીગર-જાન દોસ્ત હતો. જયારે જીગર કોઈને કંઇપણ કહયા વગર કોલેજમાંથી પોતાનું નામ કમી કરાવીને તેના ગામડે જતો રહયો હતો ત્યારે ખરેખર બધાને આઘાત લાગ્યો હતો. એક સારો મીત્ર ગુમાળ્યાનો રંજ દિવસો સુધી બધાએ અનુભવ્યો હતો. ચીઠઠી ઉદાળવાની તો માત્ર એક રમત હતી અને એ રમત-રમતમાં એક સારો મિત્ર બધાએ ગુમાળ્યો હતો. ત્યારબાદ જીગર પંચાલના કોઈ જ સંપર્ક કોઈની સાથે થયો નહોતો. આજે રીતુ એ જીગર પંચાલવાળી ઘટનાને ઉખેળી હતી. જુનો ઝખમ ફરી તાજો થયો હતો.

બહાર આકાશમાં વીજળીનો એક જોરદાર કડાકો થયો ચમકીને વીજય તેના ભુતકાળમાંથી વર્તમાનમાં પાછો ફર્યો. તેણે રીતુના ચહેરા સામુ જોયુ. રીતુ કોફીનો મગ તેના હોઠે અટકાવી અપલક નજરે તેને તાકી રહી હતી. જાણે કે તે વીજયના મનમાં ચાલતા વિચારોનો તાગ મેળવવા માંગતી હોય... વીજય સતેજ થયો.

"ઓ.કે... તુ જીતી, હું હાર્યો બસ, તું જે કહે એ હું કરવા તૈયાર છુ. બોલ... " વીજયે કહયુ. તે ચીઠઠી વાળી વાતને ઉડાવી દેવા માંગતો હતો. પરંતુ રીતુએ કોઈ પ્રતીભાવ આવ્યો નહી. તેની આંખો એક્ષરે પ્રશીનની જેમ વીજયના ચહેરા ઉપર તકાયેલી હતી. તેની નજરોમાં એક ન સમજાય કે ન સહેવાય એવુ તેજ ભળ્યુ હતુ. વીજયે અકળામણ અનુભવી. એ નજરોનો સામનો તે ન કરી શકયો એટલે તેણે પોતાની નજર ઝુકાવી લીધી... બે-પાંચ મીનીટ સુધી એ બન્ને વચ્ચે સ્તબ્ધ શાંતી પથરાયેલી રહી... "કૈલાશ રેસ્ટોરરન્ટ" નો આ પહેલો ફ્લોર હતો. અને અત્યારે તેના બે સીવાય બીજુ કોઈ કસ્ટમર નહોતુ... રીતુની પીઠ જે તરફ હતી તેનાથી થોડે દુર કાચનું એક મોટુ કાઉન્ટરની પાછળ બે છોકરડા જેવા લગતા વેઈટરો વાઇટ યુનીફોર્મ પહેરીને ઉભા હતા. તેઓ અંદરો-અંદર કંઇક વાતે વળગ્યા હતા... ભારે વરસાદના કારણે આજે રેસ્ટોરન્ટમાં ધરાકી ન હોવાથી તેમને પણ આરામ મળી ગયો હતો નહિતર સામાન્ય દિવસોમાં તેમની પાસે માથુ ઉંચું કરીને જોવાની પણ ફુરસદ ન હોય એટલી બધી ભીડ અહી રહેતી... બહાર રોડ ઉપર ધીરે-ધીરે પાણી ભરાવા લાગ્યુ હતુ. પુર ઝડપે પસાર થતા એકલ-દોકલ વાહનો સીવાય રોડ ખાલીખમ બની ગયા હતા... હજુ સવારના અગીયાર જ વાગ્યા હોવા છતા બહાર સાંજ પડી ચૂકી હોય એવો ધનધોર અંધકાર છવાયેલો હતો... આકાશમાં છવાયેલા ઘટાટોપ વાદળોમાંથી અન રાઘાટ પાણી વરસી રહયુ હતુ. રહી-રહીને ચમકતી વીજળી અને વાદળોનો ગડગડાટ ભર્યા આવાજ સુચવતા હતા કે હજુ વધારે જોરથી વરસાદ ખાબકશે. અવીરત પણે વરસી રહેલા વરસાદનો લયબદ્ઘ આવાજ રીતુ અને વીજયના કને અફળાઈ રહયો હતો.

રીતુએ કોફીનો મગ ખાલી કરીને ટેબલ પર મુકયો. કંઇક વિચારી કશુંક મનોમન નક્કી કરીને હળવકે રહી મક્કમતાથી ઉભી થઇ, ટેબલ વટાવી, નજાકતથી ચાલતી વીજયની એકદમ લગોલગ, બાજુમાં આવીને ઉભી રહી... વીજય હજુ પણ અસમંજસમાં જ અટવાયેલો હતો. અચાનક જાણે તેના વિચારોને બ્રેક લાગી હતી. રીતુએ તેની સમક્ષ ચીઠઠી ઉછાળવાનો જે પ્રસ્તાવ મુકયો હતો તેના કારણે તે ખળભળી ઉઠયો હતો. ભુતકાળમાં બનેલી ઘટના સાવ એકાએક તેના માનસપટલ પર તાજી થઇ હતી... ભુતકાળમાંથી વર્તમાનમાં પાછા ફરતા તેને થોડો સમય લાગ્યો, એ સમય દરમ્યાન રીતુ ખુરશી પરથી ઉભી થઈને તેની નજીક આવી ચૂકી હતી. વીજયે પ્રશ્નસૂચક નજરે રીતુના ચહેરા સામુ જોયુ. તે સમજી ન શકયો કે રીતુ કેમ અચાનક તેની નજીક આવી હતી... ? એક આહલાદક, માદક, ઠંડી ગુલાબના સેન્ટી સુગંધ વીજયના નાકમાં છવાણી. ગુલાબના અત્તરની આછી મહેકથી વિજયનું મન તરબતર થઇ ઉઠયુ. રીતુને ગુલાબની સુગંધ અત્યંત પ્રીય હતી. તે પોતાના માટે ખાસ ગુલાબની પાંદડીઓના અર્કમાંથી બનાવેલ ઓરીજનલ સેન્ટ વાપરતી પણ રીતુને જો બીજો કોઈ શોખ હોય તો એ હતો મોંઘાદાટ ડિજાઇનર વસ્ત્રોનો... રીતુ પાસે પોતાની પસંદગીના વસ્ત્રોનો એક આખો અલાયદો વોર્ડરોબ હતો જેમાં એક થી એક ચડીયાતા વસ્ત્રો, વેસ્ટર્ન આઉટફીટ્‌સ હતા વસ્ત્રોની ખરીદી બાબતમાં તેની પસંદગી અફલાતુન હતી. તે સારી રીતે જાણતી હતી કે તેના શરીર ઉપર કયા રંગના કપડા શોભશે... કેવી ડીઝાઈન અને કયુ મેચીંગ તેને સારૂ લાગશે. તેની પસંદગી સૌ-કોઈ ઈર્ષા કરતુ.

તે સુંદર હતી... અંગ્રેજીમાં જેને ’હાર્ટથ્રોબ’ કહેવાય એટલી ખુબસુરત અને આકર્ષક હતી. લગભગ દરરોજ તે એકસરસાઈઝ કરતી જેના કારણે તેનું માંસલ શરીર વધુ કમનીય અને લચકદાર બન્યુ હતુ. તેનો ચહેરો હંમેશા તાજગી સભર અને ખીલેલો રહેતો. તેના લંબગોળ બદામ આકારના ચહેરાની ગૌર ત્વચા ઉપર આછા રતુંબડા કલરનો ઢોળ ચડાવ્યો હોય એમ તેની ત્વચા ચમકતી. મોટી ભાવવાહી આંખો, સીધુ અને સુરખે સહેજ અણીયાળુ નાક, ફુલજેવા કોમળ સહેજ ભરાવદાર કહી શકાય એવા રતુંબડા હોઠ, સીધી હડચપી અને લાંબી ડોક... પહેલી નજરમાં આંખોમાં વસી જાય એટલી સુંદર હતી તે અલાયદા અને એન્ટીક ડરેસસેન્સના કારણે તેનુ વ્યક્તિત્વ ઓર ખીલી ઉઠતુ. રીતુ પ્રમાણસર ઉંચી હતી. તેના શરીરના વળાંકોમાં એક લય હતો, એક રીધમ હતી. તે જયારે ચુસ્ત ફીટીંગનું ડેનીમજીન્સ અને ઉભરી આવતા. તેની કમર પાતળી હતી. પાતળી કમરની સરખામણીએ તેનું વક્ષસ્થળ વધુ પુષ્ટ હતુ. રીતુના ચહેરા પછી તેનામાં સૌથી વધુ ધ્યાન આકર્ષક બાબત તેનુ વ્રક્ષસ્થળ હતુ. સીધું સપાટ પેટ અને એવીજ પાતળી કમનીય કમર તેના સ્તન યુગ્મને વધુ ઉન્નત અને ભરાવદાર બનાવતા હતા. માંસલ જોવા અને પાતળા-લાંબા પગના કારણે તે જયારે ચાલતી ત્યારે તેના નીતંબોમાં ગજબનાક લય છવાતો જેના કારણે તેની ચાલમાં એક આગળી છટા ભળતી... રીતુએ કોલેજ જોઇને કાર્યને હજુ ત્રણેક મહીનાજ થયા હતા તેમ છતા તે કોલેજમાં ચર્ચાનો વિષય બની ચુકી હતી. ઘણા યુવાન કોલેજીયનોએ તેની સમક્ષ સામે ચાલીને દોસ્તીનો હાથ ફેણાવ્યો હતો પરંતુ રીતુએ તેમને કોઈ ભાવ આપ્યો નહોતો. રીતુની પસંદગી આખરે વિજયના ગ્રુપ ઉપર ઢળી હતી... તે સામેથી ચાલીને વીજયના ગ્રુપમાં ભળી હતી. અને... તેનું પણ એક ખાસ કારણ હતુ.

***

વીજય અને તેના મિત્રો કોલેજના જીનીયસ કહી શકાય એ કક્ષાના સ્ટુડન્ટો હતા... વીજયના ગ્રુપમાં એ સમયે કુલ મળીને છ મીત્રો હતા. વીજય, નયન, તૃષા, શીવાની, પ્રીયા અને મોન્ટી ઉર્ફે મનોજ. તેમાં રીતુ ભળી હતી. તમામે તમામ મીત્રો પોત પોતાના ક્ષેત્રના ટોપર હતા, જીનીયસ હતા...

નયન અને તૃષા એકટીંગમાં એકલા હતા. કોલેજમાં ભજવાતા નાટકોમાં એ બન્નેનું નામ અવ્વલ આવતુ. કોલેજમાં કોઈ કલ્ચરલ ફંકશન હોય કે પછી વાષ્ર્િાક સેરેમની પ્રોગ્રામ હોય તો એ સ્ટેજ પરફોર્મન્સ માટેના નામોની યાદીમાં નયન અને તૃષા ના નામ સૌથી ઉપરની હરોળમાં લખાતા. નયન અને તૃષાનો અભીનય એટલો જીવંત લાગતો કે જોનારા દર્શકો દંગ રહી જતા. રાષ્ટ્રીય સ્તરે ભજવાતા નાટકોમાં તે બન્નેએ બે વાર કોલેજનું પ્રતીનીધીત્વ કર્યુ હતુ અને તેમણે ઘણા મેડલો પણ જીત્યા હતા...

શીવાની... એક વાવાઝાડાની જેમ કોલેજમાં છવાયેલી રહેતી. બેમીસાલ ખુબસુરતી અને અલ્હક, બીન્દાસ સ્વભાવના કારણે તે કોલેજના યુવક-યુવતીઓમાં હંમેશા ચર્ચાતી રહેતી. કોલેજમાં યોજાતા ફેશન શો ના રેમ્ય પર જયારે તે ઉતરતી ત્યારે સ્ટેજ ઉપર જાણે સાક્ષાત અપ્સરા ઉતરી હોય એવી ઉત્તેજના ઓડીયન્સમાં વ્યાયી જતી. સ્તબ્ધ થયેલી હજારો આંખો શીવાનીના દેહ અને તેના બેહદ સુંદર ચહેરામાં સમાઈ જાણે સ્થીર થઇ જતી. તે જયારે લચકાતી ચાલે રેમ્ય પર ચાલતી ત્યારે જોવાવાળા ના હ્ય્દયની ધડકનો આપોઆપ વધી જતી, વાતાવરણમાં એક પ્રકારનો ગરમાવો પ્રસરી જતો અને યુવાન હૈયાઓમાં એક ભયાનક સળવળાટ ઉઠતો. શીવાનીના એક-એક ડગલે કંઇ કેટલાય યુવાનો ઘાયલ થઈને તેના નામની આહ ભરતા... યુવતીઓ ઈર્ષાથી સળગી ઉઠતી... પ્રોફેસરો પાણી-પાણી થઇ જતા... અને એ બધા પર જાણે તરસ ખાતી હોય એમ શીવાની તેમની ઉપર એક ગર્વીષ્ઠ નજર ફેંકી રેમ્યના પાર્ટીશન પાછળ ગાયબ થઇ જતી... શીવાનીને ટોપ-રેન્કની મોડેલ બનવુ હતુ. એ તેનું સ્વપ્ન હતુ. અને અહી આ કોલેજમાં તે જે કયામત વીખરે રહી હતી એ જોતા તેનુ એ સ્વપ્ન સાકાર થશે જ એની પુરેપુરી શકયતાઓ હતી... તેણે એ દિશામાં પોતાના પ્રયત્નો પણ ચાલુ કરી દીધા હતા. શિવાનીએ શહેરના દિગ્ગજ ગણાતા ફોટોગ્રાફર અસીત કાપડીયા પાસે પોતાનું ફોતોશેસન કરાવ્યુ હતુ અને તેનો એક દમદાર પોર્ટફોલીઓ બનાવીને મુંબઈની નામાંકીત એડ.એજન્સીઓમાં મોકલી આપ્યો હતો. શીવાનીને ખાતરી હતી કે તે અત્યારે જેમ પોતાની કોલેજમાં છવાઈ ગઈ હતી એમ એક દિવસ મુંબઈમાં પણ છવાઈ જશે.

મોન્ટી... ઉર્ફે મનોજ. મનોજ અગ્રવાલ. કોલેજનો સાયન્સ જીનીયસ. હાલમાં જ યોજાઈ ગયેલા રાજ્યકક્ષાના સાયન્સ ફેરમાં તેને પોતાના ઇનોવેશન બદલ ફર્સ્ટ પ્રાઈઝ મળ્યુ હતુ તેણે ઉષ્મા આધારીત એક ગેજેટનો આવિષ્કાર કર્યો હતો. તેનું ગેજેટ માનવ શરીરમાં ઉત્પન થતી ગરમીના આંદોલનો ઝીલી પોતાની મેળે જ વર્ક કરતુ... એ ગેઝેટ ખાસ તો જે કંપનીઓને હાઈ સીકયુરીટીની જરૂર રહેતી હોય એવી કંપનીઓ માટે આશીર્વાદ સમાન બની રહવાનું હતુ એમાં કોઈ બે-મત નહોતો... સાયન્સ ફેરમાં એ ગેઝેટના પ્રદર્શનબાદ બે-ત્રણ કંપનીઓએ તેનું વ્યાપારીક ધોરણે ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ મોન્ટી સમક્ષ મુક્યો હતો પરંતુ મોન્ટી હજુ એ ગેઝેટમાં દાણા સુધારા-વધારા કરવા માંગતો હતો એટલે એ દરખાસ્તો તેણે પેન્ટીંગ રાખી હતી.

પ્રીયા... પ્રીયા કક્કડ... દેખાવમાં સાધારણ. થોડીક કાયમ, શાંત, સરળ અને તદ્દન નિરૂપદ્રવી... કામ વગર કયારેય તે કશું બોલતી નહી. તેના જીવનના ફક્ત બે જ મકસદ હતા. એક ભણવુ અને બીજુ દોડવુ... અભ્યાસમાં કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે હંમેશા બીજો નંબર મેળવવાની હોડ લાગતી કારણ કે પહેલો નંબર હંમેશા પ્રીયા કક્કડ ના નામે જ રહેતો. તે જેટલી અભ્યાસમાં હોંશીયાર હતી એટલી જ દોડવામાં ચપળ હતી... ૧૦૦ મીટર, ૨૦૦ મીટર દોડમાં એઆજ્ય કક્ષાએ તે પ્રથમ આવી ચૂકી હતી. તેનુ સ્વપ્ન સ્પોર્ટ્‌સમાં, અને ખાસ કરીને દોડમાં ઓલમ્પીક કક્ષાએ ભાગ લેવાનું હતુ. અને... પ્રીયા ને વિશ્વાસ હતો કે એક દિવસ તે ઓલમ્પીકમાં ભાગ લઈને જ જંપશે.

વીજય... વીજય નાગર. મોસ્ટ હેન્ડસમ, ડેશીંગ અને ઈન્ટેલીજન્ટ સ્ટુડન્ટ ઓફ ધ કોલેજ... કોલેજના તમામ વિદ્યાર્થીઓના આકર્ષણનું તે કેન્દ્ર હતો. વિશેષ કરીને છોકરીઓમાં તે બહુ પોપ્યુલર હતો. તેની પર્સનાલીટીમાં એક અલગ જ પ્રકારનું ખેંચાણ હતુ. તે જયારે કોઈની સાથે નજરોમાં નજર મેળવીને વાત કરતો હોય ત્યારે સામે વાળો વ્યક્તિ અચૂક તેના સંમોહન શક્તિ અને તેના આવજમાં એવો જાદુ હતો. તે એપ્લીટસને શરમાવે એવો બાંધો ધરાવતો હતો... તે હંમેશા ચૂસ્ત-દુસ્ત રહેવામાં માનનાર વ્યક્તિ હતો. તેની પાસે સમય અને સગવડતા બન્ને હતા. વિજયે પોતાના વિશાળ રૂમમાં જ એક નાનકડુ પ્રાઇવેટ જીમ ખડુ કર્યુ હતુ જેમાં કસરતના અત્યાધુનીક સાધનો તેણે વસાવ્યા હતા. તેનો દિવસ ખુબ વહેલો શુરૂ થતો. તે ભાગ્યેજ કયારેક મોડો ઉઠયો હશે... સવારે ના છ ના ટકોરે તેના દિવસની શરૂઆત થતી... જાગીને ઈતરપ્રવૃત્તિ પતાવી સીધોજ પોતાના પ્રાઈવેટ જીમમાં પહોંચી જતો. કલાકેક ની એકસરસાઈઝ બાદ અડધો કલાક તે પોતાના વિશાળ બાથરૂમમાં નહાવા અને તૈયાર થવામાં ગળાતો... સોહામણા દેખાવા માટે તેને વધુ મહેનત કરવી પડતી ન કારણ કે કુદરતે જ તેને અનુષમ બનાવ્યો હતો. એકદમ ચુસ્ત પાતળી કમર, સપાટ ચરબી વગરનું પેટ, પહોળા ખભા અને માપસરની સપ્રમણ ઉંચાઈ. તેના પૌરૂષી સભર ચહેરામાં એક અલગ રૂક્ષતા છવાયેલી રહેતી જે બીજાને તેના તરફ ગજબનાક રીતે આકર્ષીત કરતી હતી. તેની કોલેજમાં તેના કરતા પણ હેન્ડસમ યુવકો હતા પરંતુ વીજયના ચહેરામાં જે આકર્ષણ હતુ, જે ખેંચાણ હતુ તેના કારણે તે એ બધાથી અલગ તરી આવતો. તે પ્રાચીનકાળના કોઈ ગ્રીક રાજકુમારની મોર્ડન આવૃતી સમાન હતો... આ ઉપરાંત તે નમ્ર અને શાલીન પણ એટલો જ હતો. તેના સ્વભાવમાં ઉછાંછળાપણુ બીલકુલ નહોતુ. તેના લોહીમાં તેની મમ્મી કુસુમ બેન અને પપ્પા ચીતરંજનભાઈ નાગરના સંસ્કારો ઉતર્યા હતા. વીજયને ગળથૂથીમાંથી જ નાગર પરિવારના સંસ્કાર વરસમાં મળ્યા હતા, જે યુવાન હોવા છતા તેણે જાળવી રાખ્યા હતા... " ચીતરંજન ગ્રુપ ઓફ કંપનીઝ " નો તે એકમાત્ર વારસ હતો. તેના પપ્પાએ જ સામ્રાજ્ય ખર્યુ કર્યુ હતુ ભવિષ્યમાં એની ભાગડોર વીજયના હાથમાં આવવાની હતી વીજય આ બાબત સારી રીતે સમજતો હતો એટલે તે પોતાની રીતે પોતાના આદર્શો પ્રમાણે અત્યારથી જ પ્રીપેર થઇ રહયો હતો... તે ઇરછે તો બીજા માલદાર ધનાઠય મા-બાપના છોકરાઓની જેમ કોલેજમાં આવીને મોજ-મસ્તીમાં સમય વ્યતિત કરી શકત, બીજા આડા-અવળા રસ્તે ચાલીને ઘુમ રૂપીયા ઉડાવી ખુબ જ એશો-આરામથી પોતાની કોલેજ લાઈફને એન્જોય કરી શકતે... પરંતુ તેના સ્વભાવમાં આ નહોતુ. તે પોતાની લાઈફને અલગ જ મુકામ આપવા માંગતો હતો. જે કંઇપણ કરતો એમાં પોતાની સમગ્ર શક્તિ નીચોવી નાખતો. કોલેજ ની તમામ એક્ટીવીટી વીજયના સહકાર વગર અધુરી રહેતી... અતિશયોક્તિ તો એ હતી કે કોલેજના અમુક ફંક્શન તો વીજય હોય તો જ સફળ થતા. વિજયે પોતાના જીવન માટે, પોતાના ભવિષ્ય માટે જે ધોરણો, જે નિયમો બનાવ્યા હતા તેને ચૂસ્તપણે વળગી રહયો હતો... કોલેજ પૂરી કર્યા બાદ બીઝનેસ એડમીની સ્ટેશનનો અભ્યાસ કરવા તે અમેરીકા જવા માંગતો હતો જેથી ભવિષ્યમાં જયારે તેણે તેના પપ્પાનો બીઝનેસ સંભાળવાનો આવે ત્યારે તે બિઝનેસની આટીઘૂંટીઓને સારી રીતે સમજી તેણે હેન્ડલ કરી શકે.

આમ... વીજયના ગ્રુપના છ એ છ મિત્રોના પોત પોતાના ઉંચા ખ્વાબ હતા. દરેકને ભવિષ્યમાં બીજાથી કંઇક અલગ કરી બતાવવુ હતુ... અને એ માટે તમામ પાસે સમય હતો, પૈસા હતા, સગવડતા હતી અને મેઈનતો ભવિષ્ય માટેનું નક્કર અને વાસ્તવીકતાની ધરતી પર ચણાયેલુ આયોજન હતુ. દરેકની આંખોમાં આ સમયે સ્વપ્નોનો સરવાળો અને અનિશ્વિતતાની બાદબાકી રચાયેલી હતી. આવનારા નજીકના ભવિષ્યમાં તેઓ પોતાની જાતને એક અનેરા ઉંચા મુકામ પર ઉભેલા સ્પષ્ટ જોઈ શકતા હતા... .અને... ઈશ્વર પણ તેમની તરફેણમાં હોત... .જો કદાચ તેઓએ... .એક ભુલ ન કરી હોત... તો... ????... ફક્ત એક ભુલ તેઓને ભાડે પડવાની હતી.

***

આકાશમાં વીજળીનો એક જોરદાર કડાકો થયો અને સહસા વીજય ચોંકીને ઉભો થઇ ગયો. રીતુએ છાટેલા માદક પરફયુમની સુગંધમાં તે ખોવાઈ ગયો હતો. એ સુગંધના સથવારે તે પોતાના ભુતકાળમાં સરી પડયો હતો. અચાનક પોતાના તમામ દોસ્તો તેને યાદ આવી ગયા હતા. કેટલા અનુપમ મિત્રો મળ્યા હતા તેને... .જો કે વીજયને પોતાને પણ ખ્યાલ રહયો નહોતો કે તે કેટલો સમય સ્થિતપ્રસની જેમ સુગંધના દરીયામાં મહાલતો બેસી રહયો હતો... .તેના તન-મન ઉપર જાણે એ ખુશ્બુ એ જાદુ વિખેર્યો હોય એમ એ ખુશ્બુની ગીરફતમાં જકડાઈ ચૂકયો હતો વીજળીના કડાકે તેને સજાગ કર્યો. રીતુ શરારતભરી નજરે વિજયની એ ગભરાઈને નીરખી રહી હતી.

"આટલી તન્મયતાથી કોના વીશે વિચારી રહયો હતો... ? રીતુએ પુછયુ.

"છે એક... તું જાણીને શું કરીશ... ?"

"અરે વાહ... હું તરી મિત્ર છુ. એટલે મને તો એ જાણકારી હોવીજ જોઈએ કે આટલા ખુશનુમા વાતાવરણમાં તું કોના નામની માળા જયી રહયો છે... " રીતુએ કહયુ અને તે વિજયની વધુ નજદીક સરકી. તે સરી રીતે જાણતી હતી કે આ પ્રશ્ન અત્યારે અસ્થાને છે. તેને ખબર હતી કે વીજય તેને પસંદ કરે છે... અને તે એ પણ જાણતી હતી કે વીજયના જીવનમાં તેના સીવાય અત્યારે બીજુ કોઈ નહોતુ પરંતુ તે એ નહોતી જાની શકી કે વીજય તેને ફક્ત પસંદ જ કરે છે. ચાહે પણ છે... ?

રીતુની શરારતી આંખોમાં તાકતો વીજય ખુરશીને પાછળ સરકાવી હળવેક રહીને બહાર નીકળ્યો. તેની નજરો રીતુના ગુલાબી ઢોળ મઠયા ચહેરા ઉપર રમી રહી... બે ઘડી તે રીતુના પરવાળા જેવા મુલાયમ ગુલાબી હોઠોને તાકી રહયો. એ હોઠોમાં એક આહવાહન હતુ, એક ચુંબક જેવુ ખેચાણ હતુ જે વીજયને પોતાની તરફ ખેંચી રહયુ હતુ. "કૈલાશ રેસ્ટોરન્ટ" ના હુંફાળા વાતાવરણમાં આછેરી આહલાદક ઠંડી ભળી હતી. રીતુ વીજય ની એકદમ નજીક બન્ને હાથ ભેગા કરી અદબવાળીને ઉભી હતી. તેણે આજે એકદમ હેવી એમ્બ્રોડરીવર્ક વાળો ડાર્ક મરૂન કલરનો સ્લીવલેસ ડરેસ પહેર્યો હતો... મરૂન કલરના ડરેસમાં તે અદભુત લગતી હતી. તેના ચહેરાની સ્નીગ્ધ ગોરી ત્વચા સાથે મરૂન કલરનું એક અદભુત સંયોજન રચાયુ હતુ જેના લીધે તે હતી એના કરતા પણ વધુ સુંદર લાગતી હતી... સ્લીવેસ ડરેસમાં તેને ઠંડી લાગી રહી હતી એટલે તેણે અદબ વાળી હતી... તેના બન્ને હાથ તેના સ્તન્યુગ્મ ઉપર ચંપાયા હતા જેના કારણે તેણે પહેરેલા થોડા ખુલતા ગળાના ડરેસનો ઉપરનો ભાગ ખેંચાઈને તંગ બન્યો હતો... ડરેસની કિનારી સ્તન્યુગ્મ ઉપરથી થોડી નીચે ખેંચાઈ... બે ઉન્નત, ધવલ ટેકરીઓનો અગ્રભાગ ડરેસની કિનારીઓના બંધનમાં જકડાઈને બહાર ઉભરી આવ્યો... વીજય આસક્તિના ભાવથી રીતુના શરીરના એ આરોહ-અવરોહને નીહાળી રહયો... રીતુના શરીરમાંથી ફેલાતી માદક પરફયુમની સુગંધ, તેના ચહેરા પર છવાયેલી લાલી, તેના ઉન્નત સ્તનયુગની દર્શની સ્નીગ્ધતા અને "કૈલાશ" નું આહલાદક વાતાવરણ વીજયને પોતાને પણ ખ્યાલ ન રહયો કે કયારે તે રીતુના સંમોહનમાં ખોવાઈ ગયો... સામે રીતુની પણ એ જ હાલત હતી. તે વીજયના પુરૂષસભર ચહેરાને તાકી રહી હતી. તાજી જ દાઢી કરેલા વીજયના ચહેરા ઉપર એક આછી લીલી ઝાંય તરી આવી હતી. તેના હોઠ ઉપર હળવી મુસ્કાન હતી. વિજયે આજે બ્લ્યુ ડેનીમ જીન્સ ઉપર એકદમ આછા કાપડનું વ્હાઈટ શર્ટ પહેર્યુ હતુ. આછા શર્ટમાંથી વિજયનું કસરતી બદન ઉજાગર થઇ રહયુ હતુ... .રીતુ પ્રશંસા ભરી નજરે આસક્તીથી વીજયને નીરખી રહી... બહાર વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. કાળા-ડીબાંગ વાદળોના પેટમાં થઇ રહેલી ગડ-ગડાહટ અને તેની આપસમાં અથડામણના કારણે સર્જાતા વીજળીના ચમકારાઓએ જાણે આખા વરસનો વરસાદ આજે જ વરસી જવાનો હોય એવો માહોલ સર્જયો હતો. રસ્તાઓ પાણીથી ઊભરાવા લાગ્યા હતા અને ઠેક-દેકાણે પાણી ભરાવા લાગ્યુ હતુ... એવો જ ઉભરો વીજયના મનમાં ઉઠયો હતો... તેના બાજુઓ રીતુના મખમલસા દેહને પોતાનામાં સમાવી લેવા અધીરા બન્યા હતા. તેના હોઠોમાં એક પ્યાસ જન્મી હતી. શ્વાસોશ્વાસમાં ગરમી ઉત્પન્ન થઇ હતી. સામાપક્ષે રીતુની હાલત પણ એવી જ હતી. રીતુના રોમે-રોમમાં એક અનંગ આવેગ છવાતો જતો હતો. તે ઈચ્છતી હતી કે વીજય તેણે જકડીને પોતાની મજબુત છાતી સરસી ચાંપી દે... તેને ચુંબનોથી નવરાવી દે, તેને ગુંગળાવી દે એ હદ સુધી ભીંસી લે... પરંતુ અહી આ શકય નહોતુ બનવાનુ... અહી રેસ્ટોરન્ટમાં તેના બે સીવાય બીજી બે વ્યક્તિઓ પણ હાજર હતી... અને તે બન્ને વેઈટરો ભલે અંદરો-અંદર વાતોમાં મશગુલ હોવાનો ડોળ કરતા હોય પરંતુ એમનું દયાન તો વીજય અને રીતુ તરફ જ ખેંચાયેલુ હતુ. તેઆ આ બન્ને જવાન હૈયાઓને ભારે રસપૂર્વક નિહાળી રહયા હતા.

"ચાલ પલળીએ... " અચાનક વીજયે રીતુનો હાથ પકડયો અને તેને ખેંચી રેસ્ટોરન્ટના કાઉન્ટર પર કોફીનું બીલ ચૂકવી તે બન્ને નીચે ઉતર્યા... બહાર નીકળ્યા બાદ જ તેઓને વરસાદના રૌદ્ર સ્વરૂપનો ખરેખરો ખ્યાલ આવ્યો હતો. રોડ ઉપર ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયુ હતુ જેમા સતત વધારો થઇ રહયો હતો. ઘણા વર્ષો બાદ આ વર્ષે વરસાદ મન મુકીને શહેર ઉપર મહેરબાન થયો હતો જેનો આનંદ શહેરીજનો પણ દિલખોલીને ઉઠાવી રહયા હતા... રોડની સામે જ કોર્નર ઉપર આવેલી ચાની કીટલી ઉપર લારીવાળાએ લારીની ચો-તરફ બાંધેલા પ્લાસ્ટીકના તાપડા નીચે ઉભા રહીને લોકો ગરમા-ગરમ ચાની ચુસ્કીઓ લગાવતા અનરાધાર વરસતા વરસાદનો લુફ્ત ઉઠાવી રહયા હતા. તેનાથી થોડે દુર આગળ વળાંક પાસે એક નાનકડી શેરીમાં બે-ત્રણ ટાબરીયાઓ ખુલ્લા ડીલે શેરીમાં વહી જતા પાણીમાં ઉઠળ-કુદ કરતા નાહવાની મજા માણતા હતા... મેઈન રોડ ઉપર તો ટ્રાફીક સંપૂર્ણ પણે થંભી ગયો હોવા છતા વરસાદમાં ખાસ ભીંજવા માટે જ બાઈક લઈને બહાર નીકળેલા જુવાનીયાઓની ચીચીયારીઓથી સુના રોડ કયારેક કયારેક ગુંજી ઉઠતા હતા.

વીજય અને રીતુ "કૈલાશ રેસ્ટોરન્ટ" ના કાચના દરવાજામાંથી બહાર રોડ પર, ફુટપાથ ઉપર આવ્યા. વીજયે તેના ખીસ્સામાંથી કારની ચાવી બહાર કાઢીને સેન્ટ્રલ-લોકની સ્વીચ દબાવી રોડના એક કિનારે વ્યવસ્થીત પાર્ક થયેલી તેની હોન્ડાસીટી ની સાઈડ લાઈટોમાં એક ઝબકારો થયો અને કારના દરવાજા અનલોક થયા. વીજય અને રીતુ બન્ને એ એક-બીજા સામુ જોયુ. બન્ને ના ચહેરા પર હળવી મુસ્કાન ઉભરી આવી અને બન્ને એકબીજાનો હાથ પકડી એક સાથે કર તરફ દોડયા...

***

આંખોની એક અલગ અને અનોખી ભાષા હોય છે જે કયારેક શબ્દોમાં વર્ણવવી અશકય બની જાય છે... જે લાગણીઓને તમે લાખ પ્રયત્ન છતા શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવામાં અસમર્થતા અનુભવો છે એ લાગણીઓને વ્યક્ત કરવા માટે દાણીવખત આંખોનો એક હલકોસો ઈશારો જ કાફી થઇ પડે છે... કયારેક મૌન રહીને ફક્ત આંખો દ્વારા વાતચીત નો તંતુ સધાતો હોય એવા સમયે શબ્દોની જરૂર રહેતી નથી. હ્ય્દયની ગહેરી લાગણીઓ આંખો દ્વારા જ તો વ્યક્ત થતી હોય છે. એ ભાષા આંડબર રહિત સાચા હ્ય્દયના ઉડાણમાંથી ઉદભવતી હોય છે... .વીજય અને રીતુને અત્યારે એવોજ અનુભવ થઇ રહયો હતો... ."કૈલાશ" માંથી નીકળીને તેઓ ડુમસના દરીયા કાંઠે આવ્યા હતા... ખુલ્લા આકાશ નીચે અનરાધાર વરસતા વરસાદ પલળતા એ બે જુવાન હૈયા ડુમસના દરીયાકીનારાની પાળી ઉપર એક-બીજાની નજરોમાં નજર પરોવીને ઉભા હતા. કોઈ ચીત્રકારની સ્વપ્નસૃષ્ટિમાં સર્જાયુ હોય એવુ એ દૃશ્ય હતુ... આકાશમાં છવાયેલા કાળા-ડીબાંગ વાદળો પોતાની પુરી તાકતથી વરસી રહયા હતા... કિનારાથી દુર દેખાતા દરીયાના પાણીમાં જાણે ઉફાણ આવ્યુ હોય એમ દરીયામાં ઉઠતી લહેરો કિનારા તરફ દોટ લગાવી કિનારાને આંબવાની વ્યર્થ કોશીષ કરી પાછી ફરી જતી હતી... રીતુ નો હાથ વીજયના હાથમાં હતો. તેની અંખની પાપણો, નાક, દાઢી ઉપરથી પાણી નીચે દડી રહયુ હતુ. રીતુ સંપૂર્ણ પણે ભીંજાઈ ચુદી હતી ને તેને ઠંડી પણ લાગતી હતી. મરૂન કલરનો ડરેસ પલળીને તેના અનુપમ સેહ સાથે ચીપકી ગયો હતો. ઠંડીના કારણે તેના શરીરમાં થોડી-થોડી વારે ધ્રૂજારી ઉત્પન્ન થતી હતી... વારે-વારે નજર ઉઠાવીને તે વીજય તરફ જોઈ લેતી હતી. અને વીજય... સાવ અબુધની જેમ રીતુના ચહેરાને નીરખતો ઉભો હતો. આ જ પળ હતી જયારે તે રીતુને પોતાના દિલની વાત કહી દે, પરંતુ તેને એક અજાણ્‌યો ડર સતાવતો હતો કે કદાચ રીતુ તેની લાગલીઓને નહિ સ્વીકારે તો... તે જાણતો હતો કે રીતુ પણ તેને પસંદ કરે છે. એ પ્રેમ તેણે રીતુની આંખો વાંચ્યો હતો છતા અત્યારે શબ્દ દેહે વ્યક્ત કરતા તે ડરી રહયો હતો.તેને એ પણ ખબર હતી કે અત્યારે જો તે પ્રેમને રીતુ સમક્ષ મુકશે તો રીતુ ચોક્કસ તેની બાહોમાં આવીને સમાઈ જશે. તેમ છતા કોણ જાણે કેમ પણ વીજયના હ્ય્દયમાં એક ડર તે જગ્તીએ ધડકી રહયો હતો... વરસાદની વજનદાર બુંદો કારણે રીતુની પ્રાપણે વારે-વારે બંધ થઇ જતી હતી. તેની આંખોમાં પાણી જવાથી લાલાશ તરી આવી હતી. એ આંખોની ગુલાબી ઝાયમાં વીજય ડુબતો ચાલ્યો ગયો હતો... અને... એવી જ પાણીની એક વજનદાર બુંદ રીતુની પાપણો ઉપર પડી અને તેની આંખો બંધ થઇ... બસ... એ જ ક્ષણે વીજયે રીતુના ગુલાબી મખમલસા કોમળ હોઠો પર પોતાના પૌરૂષી હોઠ ચાંખી દીધા... સમય એ જ ક્ષણે થંભી ગયો... ઠંડા પવનની લહેરાતી ગતીમાં વિક્ષેય સર્જાયો... ને જુવાન હૈયાઓના મીલનમાં વિક્ષેય ન સર્જાય માટે હવામાં લહેરાતા વૃક્ષોના પાંદડાઓએ જાણે ચુપકીદી ઓઢી લીધી હોય એમ સ્થીર થઇ ગયા અને... બે હોઠોની એ હુંફ, બે હોઠોના એ મીલન સાથે સમગ્ર સૃષ્ટીએ પણ જાણે પોતાનું તાદ્‌ત્મ્ય સાધ્યુ હોય એમ દુર ઉછળતા દરીયાના પાણીમાં સર્જાતા વમળો પણ શાંત થઇ ગયા હતા.

વરસાદના પાણીમાં ભીંજાયેલી અને ઠંડીથી થર-થર ધ્રુજતા રીતુના ખુબસુરત દેહમાં વીજયના ચુંબનથી એક ઉષ્મા છવાઈ. તેના પગ આપોઆપ પંજાથી ઉચકાયા અને તે વીજયના ખડતલ શરીને વીંટળાઈ પડી... તેની ભરાવદાર ઉન્નત છાતી વીજયની કસાયેલી છાતી સાથે ભીંસાઈ. વીજયના વજનદાર બાજુઓ રીતુની સુંવાળી-કોમળ પીઠ ફરતે ભીડાયા અને બન્નેના શરીર એક-મેકમાં એકાકાર થવા મથી રહયા. તેમના શરીરમાં તેજગતીએ દોડી રહેલા લોહીમાં આવેગ-આવેશ, ગરમી ભળી. એક આહલાદક ઉન્માદ છવાયો. શરીરના રોમે-રોમમાં એક પ્યાસ, એક તરસ ઉઠી. બન્નેના હાથના અંકોડા એકબીજાના શરીર પર વધુ સખ્તાઈથી ભીંસાયા અને હોઠોનું ચુંબન વધુ દીર્ધ બન્યુ. રીતુ અને વીજય જાણે સ્વપ્ન સૃષ્ટીમાં મહાલી રહયા હતા. દુર-દુર સુધી એ બે સીવાય બીજુ કોઈ જ નહોતુ. અનંત આકાશ નીચે, દરીયા કિનારેના વીશાળ પટમાં, મનમુકીને વરસી રહેલા અનરાધાર વરસાદમાં, સૃષ્ટીના બે અમૂલ્ય સર્જનો એક-બીજામાં ગુંથાઇને એક વિશુદ્ઘ પ્રેમનો અહેસાસ કરી રહયા. રીતુની બંધ આંખોના પોપચા પાછળ એક અનંગ અહેસાસ વહી રહયો હતો. તેના રોમ-રોમમાં વીજયના સ્પર્શનો આનંદ છવાયો હતો. વીજયના હોઠ તેના અંગે-અંગને દઝાડી રહયા હતા અને તેના શરીરના અણુએ અણુમાં એક ઉન્માદ, ઉત્તેજના છવાઈ હતી. ઘટાદાર વૃક્ષને જેમ નાજૂક, અવળચંડી વેલ વીંટાળાઈ પડે એમ તે વીજયના કસરતી, ખડતલ શરીર સાથે વીંટાળાઈ ચૂકી હતી... તે ઈચ્છતી હતી કે આ ઘડી કયારેય સમાપ્ત ન થાય. આજે સવારથી તે આ ઘડીનો ઇંતેજાર કરી રહી હતી. તે વિજયનું સાનિધ્ય, તેનો સહ્‌ચાસ, તેનો પ્રેમ ઝંખતી હતી. અને તેની એ ઝંખનાનો પ્રત્યુત્તર અત્યારે સાંપડી રહયો હતો. તે વીજયની કસાયેલ બાંહોમાં હતી અને વીજયના હાથ તેના અંગો-ઉપાંગો ને શોધી રહયા હતા... કે સાવ અચાનક જ... તેની બંધ પાપણો પાછળ ગરમ પાણીની એક ધારા નીકળી તેના સુંવાળા ગાલ પર દડી. તેની આંખોમાંથી અનાપાસે જ આંસુ ઉભરાયા હતા. વીજયના હોઠોને એ ગરમ - ખારા પાણીનો અહેસાસ થયો અને એક ઝટકા સાથે તે રીતુથી અળગો થયો... એ આંસુ વીજયને કાળજાની કોર સુધી દઝાડી ગયા...

***

એ ઘટના બન્યા બાદનું એક અઠવાડીયુ એકદમ શાંતીથી પસાર થઇ ગયુ. બે-ત્રણ દિવસ બાદ વરસાદે પણ વિરામ લીધો હતો. કોઈજ દેખીતા કારણ વગર વીજય અને રીતુ વચ્ચે એક અંતર સર્જાયુ હતુ. આ સમય દરમ્યાન વીજય અને રીતુએ બને ત્યા સુધી એકબીજાની રૂબરૂ થવાનું ટાળ્યુ હતુ. તે બન્ને એક બીજાને ચાહવા લાગ્યા હતા છતા એક ખાલીયો સર્જાયો હતો. એવુ શું-કામ થયુ હતુ એ તો તે બન્ને પણ નહોતા જાણતા. દરરોજ કોલેજ પુરી થયા બાદ બપોરે જયારે કોલેજના ગેટ પાસે બધા મિત્રો ભેગા મળતા ત્યારે તેઓ બન્ને એક-બીજાથી અતડા રહેવાની વ્યર્થ કોશીષોમાં લાગી જતા હતા... એ સીવાયના બાકી બધા મિત્રો એઝ-યુઝવલ મજાક મસ્તી અને એક બીજાની અંચાઈ કરવામાં પરોવાયેલા રહેતા... વીજય માટે આ પરીસ્થીતી અસહય બની હતી. તેને સમાજ નહોતી પડતી કે આમ સાવ અચાનક રીતુ તેનાથી દુર શુ-કામ થઇ... તેના પ્રેમનો પ્રતીસાદ રીતુએ આપ્યો હતો પરંતુ કંઇક એવુ સર્જાયુ હતી જેના કારણે રીતુની આંખોમાં આંસુ આવ્યા હતા... એ શું હતુ એની ચોખવટ ન તેણે રીતુએ કરી હતી કે ન તો વીજયે કંઇ પુછયુ હતુ... .ખરેખર તો એ ચોખવટ કરવા જેવી હતી. જો એ સમયે ખુલ્લા દીલે તે બન્ને વચ્ચે વાત થઇ હોત તો ઘણીબધી ઘટનાઓ બની ન હોત...

એ જ અઠવાડીયે મોન્ટીને કોઈક કામસર આબુ જવાનુ થયુ હતુ એટલે તે આબુ જવા રવાના થયો હતો. આબુમાં તેના બાપ-દાદાઓની વસાવેલી મિલ્કતો અને જમીનો હતી જેનો તમામ કારભાર હાલમાં મોન્ટીના પીતા શ્યામલાલ અગ્રવાલ સંભાળી રહયા હતા. શ્યામલાલ અગ્રવાલ આમ તો સુરતમાં જ ઠરીઠામ થયા હતા પરંતુ મહિને - બે મહિને તેઓ આબુ જતા અને ત્યાંનો વહીવટ તપાસી ફરી સુરત આવતા રહેતા... અગ્રવાલ ખાનદાનમાં શ્યામલાલ અગ્રવાલ પુરા બીઝનેસમેન પાકયા હતા. તેમણે આબુમાં વર્ષોથી ખાલી પડેલી અને ખંડેર થવા આવેલી પોતાના ખાનદાનની પેઢીઓ જુની હવેલીઓને એક મોર્ડન ટચ આપીને આધુનીક હોટલોમાં તબદીક કરવાનું કામ ઉપાડયુ હતુ. જેના લીધે એ હવેલીઓમાંથી આવક પણ શુરૂ થઇ હતી અને અગ્રવાલ ખાનદાનનો વરસો જુનો વરસો પણ સચવાયો હતો. તેમની બે હવેલીઓ ઓલરેડી અત્યારે હોટલોમાં તબદીલ થઇ ચૂકી હતી અને એમાથી તેમને મબલખ આવક પણ શુરૂ થઇ હતી એ બે સીવાયની હજુ બીજીબે હવેલીઓ હતી જેનુ હોટલમાં રૂપાંતરીકરણ નું કામકાજ પુરજોશમાં ચાલુ હતુ. મોન્ટી એ હોટલોનું નિરીક્ષણ કરવાજ આળુ ગયો હતો. આબુમાં તે લગભગ અઠવાડીયુ રોકવાનો પ્લાન બનાવીને જ આવ્યો હતો... આમતો તેને બાપ-દાદાની આ વિરાસતમાં કે તેના પીતાના વ્યવસાયમાં ખાસ કોઈ દિલયશ્ળ નહોતી. તે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા માંગતો હતો. તેનું દિમાગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જેટલુ દોડતુ એટલુ બીજા કોઈ ફીલ્ડમાં ચાલતું નહી... તે આ નવ-નીર્મીત, નવ રંગ-રૂપ સજી રહેલી હોટલમાં તબદીલ થઇ રહેલી પોતાની હવેલીઓમાં પોતે જે ગેઝેટ વિકસાવ્યુ હતુ તેની ઉપયોગીતા પારખવા આબુ પધાર્યો હતો. મોન્ટી પોતાની નવ-નીર્મીત હોટલમાં એ ગેઝેટ ફીટ કરવા માંગતો હતો. તેણે જે ગેઝેટ બનાવ્યુ હતુ એનો તે કયાં અને કેવી રીતે ઉપયોગ કરશે એની જાણકારી તો તેને ખુદને પણ નહોતી અને એટલેજ ગેઝેટની ઉપયોગીતાઓની ચકાસણી કરવા એક અઠવાડીયાનો સમય કાઢી આબુ આવ્યો હતો...

નખીલેક થી ઉત્તર દિશામાં ત્રણેક કિલોમીટર ઉપરવાસમાં એક સુંદર અને રમ્ય પહાડની આગોશમાં અગ્રવાલ ખાનદાનની થોડી વિશાળ કહી શકાય એવી જમીન હતી. વર્ષો પહેલા એ પહાડની તળેટીમાં એ જ પહાડના પથ્થરોને કાપીને જમીન સમથળ બનાવવામાં આવી હતી. એ સમથળ જમીન ઉપર મોન્ટીના પપ્પાના દાદાએ,એટલેકે મોન્ટીના વડદાદાએ એક વિશાળ હવેલીનું નિર્માણ કરાવ્યુ હતુ. સમય જતા અગ્રવાલ ખાનદાનના વારસોને એ હવેલીમાં કોઈ ખાસ રસ રહયો નહિ અને તેઓ પોત-પોતાના વેપાર ધંધા વિકસાવવા અલગ-અલગ શહેરોમાં સ્થિર થતા ગયા હતા. પરંતુ ફક્ત એક શ્યામલાલ જ જાણતા હતા કે જો હવેલીઓનો યોગ્ય વહીવટ કરવામાં આવે તો એમાથી લાખો રૂપીયાની કમાણી મહીના ઘડે થઇ શકે તેમ હતી. એટલે તેમણે એ ખાનદાની હવેલીઓના વારસાઈ હક્કો પોતાના મોટાભાઈ સુંદરલાલ અગ્રવાલ પાસેથી એક મોટી રકમ ચૂકવીને મેળવી લીધા હતા મતલબકે ખરીદી લીધા હતા... અને અત્યારે તેઓ એ હવેલીઓને કમાઉ હોટલમાં ફેરવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હતી... મોન્ટીએ આ જગ્યા પર પોતાની પસંદગી ઉતારી હતી અને પોતાના બિસ્તરા-પોટલા લઈને તે આબુઆવી પહોચ્યો હતો... શ્યામલાલ એક કુશળ બીઝનસમેનની સાથે-સાથે એક વ્યવહાર કુશળ અને લાગણીશીલ પીતા પણ હતા. તેઓએ મોન્ટીને મોકળુ મેદાન આવ્યુ હતુ. તેઓ મોન્ટીની કાબેલીયત અને આવડતથી વાકેફ હતા અને એટલે જ તેમણે આ નિર્માણાધીન હોટલમાં મોન્ટી પોતાની રીતે જે વ્યવસ્થા ઉભી કરવા માંગતો હોય એ વ્યવસ્થા કરવાની તેને ખુલ્લી છૂટ આપી દીધી હતી. આબુ આવ્યાના બીજા દિવસે સવારથી જ મોન્ટી હોટલનો નકશો લઈને તેનો અભ્યાસ કરવા બેસી ગયો હતો. તે જાણવા માંગતો હતો કે અહી તેણે જે આવિષ્કાર કર્યો છે એનો ઉપયોગ કઈ જગ્યાએ અને કેવી રીતે કરી શકે...

પરંતુ... મોન્ટી પોતાનું કામ ચાલુ કરે એ પહેલાજ હવેલીમાં એક ગમખ્વાર, ગોઝારી ઘટના ઘટી ગઈ. જેના કારણે ત્યા કામ કરવા આવેલા કામદારો અને એન્જીનીયરો ના મનમાં ભય પેદા થયો હતો અને તાત્કાલીક ધોરણે કામ અટકાવી હવેલી ખાલી કરી નાખવાની ફરજ પડી હતી. એ ઘટનાએ ભલભલા કઠણ હ્ય્દયના માનવીઓને પણ ધ્રૂજાવી મુકયા હતા. ડરના માર્યા સૌ-કામદારો એ હવેલી છોડીને ભાગી ગયા હતા... ખરેખર બન્યુ એવુ હતુ કે...

(કમ્રશ... )

વધુ આવતા અંકે...

આ કહાની આપને કેવી લાગી એ જરૂર જણાવશો. ફીડબેક આપી શકો છો અથવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસએપ કરી શકો છો.

* પ્રવિણ પીઠડિયા *