અંજામ - પ્રકરણ-૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ - પ્રકરણ-૨

અંજામ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રકરણ - ૨

"ટવીટ.....ટવીટ.....ટવીટ.....ટવીટ..... એસ.મ.એસ...." વીજયના મોબાઇલની રીંગ ગુંજી ઉઠી. સવારના સાડા-દસ થયા હતા, અને તે અત્યારે કોલેજમાં લેકચર અટેન્ડ કરી રહયો હતો. કોલેજમાં મોબાઇલ સ્વીચ-ઓફ રાખવાનો હોય પરંતુ વીજયને એ નીયમ કયારેય પસંદ આવ્યો નહોતો. પોકેટમાંથી મોબાઇલ કાઢીને તેણે એસ.એમ.એસ. ઓપન કર્યો. એસ.એમ.એસ. મોન્ટીએ મોકલ્યો હતો. તેણે મેસેજ દ્વારા ગ્રુપના બધા મિત્રોને બે-ત્રણ દિવસ ની પીકનીક મનાવવા માટે આબુ તેની હવેલીએ આવવાનું આમંત્રણ મોકલ્યુ હતુ. મેસેજ વાંચતા જ તેના ચહેરા પર એક હળવી મુસ્કાન છવાઈ. મનોમન તેણે મોન્ટીનું આમંત્રણ સ્વીકારી લીધુ. પાંચ દિવસ બાદ આજે તેના ચહેરા પર રોનક આવી હતી. છેલ્લા પાંચ દિવસથી તે જબરદસ્ત દુવીધા અનુભવી રહયો હતો. તે રીતુને ચાહવા લાગ્યો હતો. તેની ચાહત એ દિવસે ડુમસના દરીયાકિનારે વરસતા વરસાદમાં એક ઉંફાણ બનીને ઉભરી આવી હતી. એ દિવસે તેણે રીતુની આંખોમાં પોતાના પ્રેમનું પ્રતિબિંબ જોયુ હતુ. એટલે જ તે પોતાની જાતને રોકી શકયો નહોતો અને તેણે રીતુને એક પ્રગાઠ ચુંબનના આલીંગનમાં જકડી લીધી હતી. રીતુને પણ તેની ચાહતનો સામો એવોજ પ્રત્યુતર આપ્યો હતો .....પરંતુ કોણજાણે કેમ પણ અચાનક જ રીતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને એ આંસુઓની ગરમીએ વીજયને રીતુથી અળગો થવા મજબુર કર્યો હતો....અને એ દિવસ બાદ બધુ જ બદલાઈ ગયુ હતુ.

બસ....અચાનક જાણે તેઓ વચ્ચે એક દિવાલ સર્જાઈ હતી. વીજયે ઘણી વખતે રીતુ સાથે એ બાબતે ચોખવટ કરવાની કોશીષ કરી જોઈ પરંતુ દરેક વખતે રીતુ તેની વાત સાંભળી ન સાંભળી કરીને દુર જતી રહેતી. વીજયની ઝુંઝવણ વધતી જતી હતી. કોઈજ દેખીતા કારણ વગર તેઓ બન્ને એક-બીજાથી અળગા રહેવાની કોશીષ કરવા લાગ્યા હતા. રીતુના મનમાં શું હતુ એ વીજયને જાન નહોતી પરંતુ તેના ખુદના મનમાં તે ગૂંચવાઈ ઉઠયો હતો. તે દિવસની પોતાની વર્તણુક બદલ મનમાંને મનમાં તે એક અપરાધભાવ મહેસુસ કરી રહયો હતો. વીજયને વિચારવા માટે, રીતુ સાથે ચોખવટથી વાત કરવા સમય જોઈતો હતો અને એ સમય તેણે મોન્ટીના એસ.મ.એસ. માં મળતો તેના હૃદય ઉપરથી કોઈ મોટો ભાર હળવો થયો હોય એવી રાહત તેણે મેસેજ વાંચતા અનુભવી હતી.

"સો ફ્રેન્ડસ...વોટ્સ યોર ઓપીનીયન ...?" વીજયે તમામ મિત્રોના ચહેરા નીરખતા પુછયુ. કોલેજ પૂરી થયા બાદ બધા મિત્રો કોલેજના ગેટ પાસે જ ભેગા થયા હતા અને ત્યાંથી ચાલતા તેઓ ગેટની સામે આવેલી તેમની ફેવરીટ કોફી-શોપમાં આવીને બેઠા હતા. વીજયે બધા માટે કોફી ઓડર કરી હતી અને ત્યારબાદ તેણે મોન્ટીના એસ.મ.એસ. વાળી વાત બધા વચ્ચે ઉખેળી હતી. વીજયને ખબર તો હતી જ કે મોન્ટીએ તમામ મિત્રોને મેસેજ મોકલ્યો જ હશે એટલે હવે તેણે માત્ર એ તમામનો અભિપ્રાય જાણવો હતો કે તેઓ પીકનીક પર જવા રાજી છે કે નહિ.....ખાસ તો તે રીતુનો જવાબ જાણવા માંગતો હતો.

નયન અને તૃષાએ તાત્કાલીક ધોરણે પીકનીક પર આવવાની હામી ભરી દીધી હતી. શીવાનીએ એઝ-યુઝઅલ પોતાના ખભા ઉછાળ્યા હતા એટલે બધા મિત્રો સમજી ગયા કે તેની પણ "હા" જ છે. શીવાની હંમેશા અસમજસમાં રહેતી. તાત્કાલીક તે કોઈ નિર્ણય લઇ શકતી નહી એટલે જયારે તે પોતાના ખબાઉછાળી ને મોઠું મચકોડતી ત્યારે બાકીના મિત્રો પોત-પોતાની રીતે એનો મતલબ કાઢી લેતા.....પ્રીયાએ પણ થોડુ વિચારીને "હા" કહી એટલે હવે બધાની નજર રીતુ ઉપર આવીને અટકી હતી. રીતુ શું કહે છે તેનો બધાને ઇંતજાર હતો. ખાસતો વીજયને રીતુ ની "હા" સાંભળવી હતી એટલે અધીરાઈ થી તે રીતુના ચહેરાને નીરખી રહયો. રિતુએ આજે એકદમ વાઇટ કલરનું ચુસ્ત, ચસોચસ બોડીફીટીંગ ટી-શર્ટ પહેર્યુ હતુ. જેના ઉપર વક્ષસ્થળના ભાગે રેડ કલરની ફલાવરની રબ્બરપ્રીન્ટ છાયાયેલી હતી. રીતુના કંઇક અંશે ભરાવદાર વક્ષસ્થળ ઉપર રેડ કલરની ઝીણા ફલાવરની પ્રીન્ટ એક ગજબનું આકર્ષણ જમાવતી હતી. પ્રયત્નપૂર્વક નજરોને રોકવા છતા એ તરફ ધ્યાન ખેંચાયા વગર રહે નહિ તેની અનુભુતી તો ખુદ વીજયને પણ થઇ ચૂકી હતી અને એટલેજ અત્યારે તે સભાનતા પૂર્વક તેની નજરો રીતુના આકર્ષક રતુંબડા ચહેરા પર ટકાવી રાખવાની વ્યર્થ કોશીષ કરી રહયો હતો.

"નહિ મારાથી નહિ અવાય...." રીતુએ કહયુ.

"ઓહ નો..." શિવાની અને તૃષાએ એકસાથે ઉદગાર કાઠયો. "બટ વ્હાય નોટ....?" વીજયને રીતુનો જવાબ સાંભળી અંદરથી ઉદાસી ઘેરી વળી.

"મારે થોડુ પર્સનલ કામ છે. એ કામ માટે આમપણ હું બે દિવસ માટે કોલેજ આવવાની નહોતી..." રીતુએ ખુલાસો કર્યો.

"ઓહ....કમઓન રીતુ. તારુ એ પર્સનલ કામ તુ પીકનીક પરથી આવ્યા બાદ ન કરી શકે....! આપણે બધા સાથે હોઇશું તો ખુબ મજા આવશે..." શીવાનીએ કહયુ. શીવાનીની વાત સાંભળીને રીતુ વિચારમાં પડી એટલે બધાને આશા જન્મી કે રીતુ કોઈક વ્યવસ્થા શોધી કાઠશે.

"સોરી શીવાની....એ શકય નહિ બને ....તમે લોકો જઇ આવો...."

રીતુનો જવાબ સાંભળી બધાને ચહેરા પર નિરાશાના ભાવો ઉદભવ્યા. વીજયનો રીતુ પ્રત્યે ઝુકાવ બધા જાણતા હતા એટલે જો રીતુ પીકનીકમાં ન આવે તો વીજય પણ કોઇના કોઈ બહાને આનાકાની કરે એ નિશ્ચિત હતુ. અને જો તેમ થાયતો આ પ્રોગ્રામ જ કેન્સલ રાખવાની નોબત આવી જાય એ બધા સમજતા હતા એટલે હવે શું કરવુ...? એ ગડભાંજમાં તમામ મિત્રો પરોવાયા હતા. જો મોન્ટી નો એસ.મ.એસ. આવ્યો હતુ અને લગભગ બધાએ આવુ પીકનીક ની સ્વીકૃતી આપી દીધી હતી એટલે હવે જો એ કેન્સલ થાય તો તમામનો મુડ ખરાબ થઇ જાય એ નક્કી હતુ. બધા સમક્ષ હવે શું....એ પ્રશ્ન હતો. રહી-રહીને તમામની નજરો વીજય તરફ ખેંચાતી હતી અને જાણે કહી રહી હતી કે હવે તું જ કોઈ રસ્તો કાઢ...

"કામ પર્સનલ છે...?" આખરે વીજયે ખામોશી તોડી.

"હાં...."

"અમને જણાવી શકાય તેમ છે....?" વીજયે શબ્દો ગોઠવીને સાવધાનીપૂર્વક પુછયુ. તેને દર હતો કે રકે ને તેને ફરીવાર કોઈ વાતનું ખોટુ લાગી જાય.

"નહિ....."

"પ્લીઝ રીતુ....."

"ઓ.કે...." રીતુએ એક લાંબો શ્વાસ છોડયો." હું આવતી કાલ અને પરમદિવસ, એમ બે દિવસ મારા ગામે જવાની છુ. જવુ પડે તેમ છે. અને પ્લીઝ....હવે એ ન પુછતા કે ત્યાં મારે શું કામ જવુ પડે એમ છે....?"

"ઓહ ...." વીજયે એક લાંબો ઉદગાર કાઠયો અને ચુપ થઇ ગયો. ટેબલને વીંટળાઈને બેઠેલા મિત્રોમાં શાંતી પથરાઈ ગઈ. રીતુના ચહેરા ઉપર છવાયેલા ગમગીનીના ભાવો ઉપરથી બધા મિત્રોને સમજાયુ કે જરૂર કોઈ ગંભીર બાબત હશે અને તેનું તેના ગામ જવુ વધુ જરૂરી હશે નહિંતર રીતુ પીકનીકમાં આવવાની મના કરે નહિ. પરંતુ વીજય કંઇક અલગ જ વિચારતો હતો. એક જ વિચાર તેના જહેનમાં ઉભરતો હતો કે રીતુ તેનાથી દુર રહેવા માટે આ પ્રોગ્રામમાં શામેલ નથી થતી. નહિતર બીજુ કોઈ કારણ હોત તો જરૂર તેણે તેના ગામ જવાનો ઇરાદો કેન્સલ રાખ્યો હોત અને બધા મિત્રો સાથે આબુ આવવા તૈયાર થઇ હોત....આખરે તેના મનમાં શું છે. તે આટલી અતડી કેમ રહે છે એ જાણવુ વીજય માટે જરૂરી બન્યુ હતુ અને એ આબુ સીવાય બીજે કયાય મળવુ શકાય નહોતુ અને એટલેજ કોઈપણ સંજોગોમાં રીતુને આબુ આવવા રાજી કરવી જરૂરી હતી. વીજયે રીતુને આબુ લઇ જવાનું મનોમન નક્કી કરી નાખ્યુ અને એ માટેના ઉપાયો વિચારવા તેણે પોતાના મગજને કસવાનું શુરૂ કર્યુ...આખરે એક અફલાતુન રસ્તો સુજયો અને તે રીતુ તરફ ફર્યો.

"અચ્છા રીતુ, તું ગામેથી પાછી કયારે આવીશ ...?"

"બે-દિવસ બાદ...કેમ....?"

"ઓ.કે....તો પછી વાત ફાઈનલ રહી કે આપણે બધા બે દિવસ બાદ આબુ જઈશુ....હું હમણા જ ફોન કરીને મોન્ટીને જણાવી દઉ છુ કે અમે બે-દિવસ બાદ અહીથી નીકળશુ તો એ પ્રમાણે તે આપની સગવડતા રાખે.....અને આ પ્રોગ્રામ હવે ફાઈનલ છે તેમાં કોઈજ ફેરફાર કરવામાં નહિ આવે....ઈઝ ઇટ કિલયર ...?" વીજયે મક્કમતાથી પુછયુ.

"હુર્રે...રે....રે....કિલયર ડીયર, કિલયર....." નયને પોતાના હાથમાં પકડેલા કોફી માગને હવામાં ઉંચો કર્યો. તૃષા અને શીવાનીએ પોતાના મગને તેની સાથે ટકરાવ્યા અને ચીયર્સ કર્યુ. બધાના ચહેરા પર ખુશી ફરી વળી. અને.....રીતુએ પણ સંમતી આપી દીધી.

"ઓ.કે.બાબા.....બે દિવસ બાદ હું આવીશ બસ...." તેણે કહયુ. વિજયના હૃદયમાં વીજળીઓ ઝળહળી ઉઠી. તેના માટે આ સ-આનંદ આશ્ચર્ય હતુ કારણ કે તેને એવુ જ લાગતુ હતુ કે રીતુ આબુ આવશે જ નહિ. પરંતુ અચાનક જ રીતુએ પોતાની મંજુરી આપીને તેને અપાર આનંદનો આઘાત આપ્યો હતો. તેણે ઝડપથી પોતાનો મોબાઇલ કઠ્યો અને મોન્ટીને ફોન લગાવ્યો.....તે હવે એક સેકેન્ડ પણ ગુમાવવા માંગતો નહોતો, રખેને રીતુ ફરી જાય તો....! મોન્ટીને ફોન લાગ્યો. થોડીવાર બાદ તેણે ફોન ઉઠાવ્યો કે તરત વીજયે તેને તેઓ બે દિવસ બાદ આવશે એવુ જણાવી દીધુ અને ત્યાં એ મુજબની સગવડતા રાખવાનું કહયુ. તેણે ફોન મુકયો.

"ઠીક છે......આપણે પીકનીક પર જઈએ તો છીએ પરંતુ એ દિવસો દરમ્યાન આપણી સ્ટડીમાં બન્ક પડશે એનું શું .....? તમને લોકોને ખ્યાલ છે ને કે આવતા મહીને આપણી પરીક્ષા આવી રહી છે...?" પ્રીયાએ કહયુ. તેના શ્યામ ચહેરા પર થોડી ચીંતાની રેખાઓ અંકાણી હતી. આજ દિવસ સુધીનો તેનો રેકોર્ડ હતો કે તેણે કોલેજ જોઈન કાર્ય બાદ એકપણ રજા પાડી નહોતી. પ્રીયા ભણેશ્વરી હતી એ તો બધા જાણતા જ હતા પરંતુ કયારેક કયારેક અભ્યાસની બાબતમાં તે એટલી અગ્રેસીવ થઇ ઉઠતી કે તેનાજ મિત્રો તેની ભણવાની વાત પર મજાક ઉડાવતા. તેમ-છતા પ્રીયા ઉપર એ મજાકની કોઈ અસર થતી નહી. તેણે પોતાના જીવનના ધ્યેયો નક્કી કર રાખ્યા હતા અને એમાથી તેને કોઈ ડગાવી શકવાનું નહોતુ એ પ્રીયા ખુદ સારી રીતે જાણતી હતી. તેણે પહેરેલા ચશ્માને નાકની દાંડી ઉપર વ્યવસ્થીત ગોઠવ્યા અને ટેબલ ફરતે બેઠેલા બધા મિત્રો તરફ જોઈ રહી.....નયનને તેની ટીખળ કરવાનું મન થયુ.

"હે માં સરસ્વતી...જીવનમાં અભ્યાસ સીવાય ની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તો આપ માતાશ્રી ને અમારી એટલી પ્રાથના છે કે જયારે આમ ફરવા આવો ત્યારે ભણવાની વાત ને અભરાઈએ મુકીને આવજો.....હેં માતે, તમે આટલી પ્રાથના સાંભળજો ...." બે હાથ જોડીને નયને પ્રીયા સમક્ષ નતમસ્તક થતા કહયુ. તેની એક્ટીંગ પર બધા ખીલી ઉઠયા. સામાપક્ષે પ્રીયા પણ ગાંજી જાય એવી નહોતી. તેણે પ્પોતાની જગ્યાએથી ઉભા થઇને આશીર્વાદ મુદ્રામાં હાથ ઉચો કરતા કહયુ.

"તથાસ્તુ વત્સ.....દેવી પ્રસન્ન થયા. પ્રાથના સ્વીકાર, બીજુ કંઇ માંગ વત્સ...."

"નો માતાજી...થેંક્યુ...."

અને કોફી- શોપનું વાતાવરણ એકદમ હળવુ થઇ ગયુ. ત્યા આજુ-બાજુ ટેબલ પર બેઠેલા જુવાનીયાઓમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું અને પછી તો એ નાનકડા અમથા કાફે-ટેરીયામાં રીતસરનો હંગામો જામ્યો હતો. જુવાન હૈયાઓના હર્ષનાદ અને કીકીયારીઓથી આખો માહોલ રંગીન બની ગયો....

**********************

માઉન્ટ આબુ.....ગુજરાતની ઉત્તર બોર્ડર પર રાજસ્થાનની સરહદ પર આવેલુ એક રમણીય પર્યટક સ્થળ. રાજસ્થાન રાજ્યની ગુજરાત બાજુની બોર્ડરની બોર્ડરને અડીને આવેલુ આ સ્થળ પર્યટકોમાં ખાસ્સું જાણીતુ છે....રાજસ્થાન રાજયમાં આ હીલસ્ટેશન આવ્યુ છે છતા જેટલા રાજસ્થાનીઓ અહી ફરવા આવતા હશે તેના કરતા દસગણા વધુ પ્રવાસીઓ ગુજરાતમાંથી અહી આવે છે. એમ પણ કહેવામાં અતિશયોક્તિ નથી કે ગુજરાતીઓને આ સ્થળનું રીતસરનું ઘેલુ લાગ્યુ છે.....આબુ-અંબાજી ના પ્રવાસ માટે પ્રવાસીઓનો ઘસારો બારેમાસ યથાવત રહે છે. અને કેમ ન હોય....! અંબાજી એ માં અંબાનું શક્તિપીઠ છે. જ્યા ગુજરાત અને દેશભરના ભાવિક ભક્તોની હંમેશા ભીડ ઉમડતી રહે છે. અંબાજીમાં અંબાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે અને ત્યાથી તેઓનું આગળનું પ્રયાણ માઉન્ટ આબુ તરફનું જ હોય એ બાબત નિર્વિવાદ રહેતી.....અત્યારે જો કે ઓફ-સીઝન હોવાથી આબુમાં પ્રવાસીઓનો ઘસારો ઘણો ઓછો હતો.....

વિજયે આબુ નીકળવાના આગલા દિવસે સાંજે જ તેના ડ્રાયવર રામલાલને સુચનાઓ આપી રાખી હતી એટલે રામલાલે "સ્કોપીઓ" ને ચેક કરીને એકદમ વ્યવસ્થીત કંડીશનમાં બંગલાના પોર્ચમાં લાવીને ખડી કરી દીધી હતી. વીજય પાસે પોતાની "હોન્ડાસીટી" કાર હતી પરંતુ જયારે તેને કે તેના ઘરમાંથી કોઈપણ વ્યક્તિને કોઈક કારણોસર લોંગડ્રાઈવ પર જવાનું થતુ ત્યારે હંમેશા "સ્કોર્પીઓ" ગાડીનોજ ઉપયોગ થતો કારણકે એક તો એ ગાડીમાં મોકળાશ વધુ મળતી જેના કારણે સાથે લીધેલા સામાન વ્યવસ્થીત મુકી શકાતો અને બીજુ કારણ એ હતુ કે બડથલ અને મજબુત ગાડી હોવાના કારણે વધુ સુરક્ષિતતાનો અહેસાસ થતો. વીજયે જો કે વધુ સામાન સાથે લઇ જવાની જરૂરીયાત લાગતી નહોતી કારણ કે આબુથી તેઓ ત્રણજ દિવસમાં પાછા ફરવાના હતા. તેણે પોતાની એક નાનકડી સુટકેસ ગાડીમાં મુકાવી હતી જેમા તેની જરૂરિયાતનો તમામ સામાન હતો.....

રીતુ બે દિવસમાટે તેના ગામે ગઈ હતી. આજે સવારે જ તે પાછી સુરત આવી પહોંચી હતી તેની ખાતરી વીજયે ફોન કરીને કરી લીધી હતી. તે રીતના સાનિદયને ઝંખવા લાગ્યો હતો. સાવ એવુ પણ નહોતુ કે તે રીતુના પ્રણયમાં આંધબો બન્યો હોય.....રીતુએ તેના દિલના દ્વારે દસ્તક જરૂર દીધી હતી અને તેનું આમ સાવ અચાનક દુર ચાલ્યા જવુ વીજયને વધુ કહયુ હતુ.... આ પહેલા પણ વીજયના જીવનમાં એક પ્રણય પ્રકરણ ઉદભવ્યુ હતુ પરંતુ જે ઉન્માદ તેણે ડુમસના દરિયા કિનારે વરસતા વરસાદમાં રીતુના સાનિદયમાં અનુભવ્યો હતો એ ક્ષણ તેના માટે અવિસ્મરણીય બની રહી હતી. તે કયારેય, કોઇપણ સંજોગોમાં ચલીત થાય તેવો વ્યક્તિ નહોતો. પરંતુ તે દિવસે રીતુની આંખોમાં ઉઠતા ભાવોએ તેને હચમચાવી મુકયો હતો એ ઉન્માદમાં તે કયારે વહી ગયો તે સમજી શકયો નહોતો. એ તેની કમજોર ક્ષણ હતી.....સૌથી જબરદસ્ત ધક્કો તો તેને એ સમયે લાગ્યો જયારે રીતુએ સામેથી આહવાહન આપીને પછી રેને તરછોડ્યો હતો. કોઈજ દેખીતા કારણ વગર તેની આંખોમાંથી આંસુ વહયા હતા અને તે દિવસ પછી તેણે વીજયથી અતડા રહેવાનું શુરૂ કર્યુ હતુ. વીજયને રીતુનું એજ વર્તન સૌથી વધુ કઠયુ હતુ. તેણે રીતુનું વર્તન સમજમાં નહોતુ આવતુ કે અચાનક તેને શુ થઇ ગયુ હતુ.....? રીતુ તેને પસંદ કરતી હતી એ તો તે જાણતો જ હતો તો પછી આમ સાવ અચાનક તેના વર્તનમાં ફેરફાર શુ કામ આવ્યો હતો.....વીજયને એનો તાગ મેળવવો હતો અને એટલે જ તે અજાણપણે રીતુની ઝંખના કરી રહયો હતો. રીતુએ તેના અહમને ઠેસ પહોંચાડી હતી જેના કારણે મનોમન તે ધુંધવાઈ ઉઠયો હતો. તેને રીતુ સાથે એ બાબતે ચીખવટ કરવી હતી પરંતુ રીતુ તેને થોડો પણ ભાવ આપતી નહોતી. જેવો વીજય રીતુની નજીક જવાની કોશીષ કરતો કે તે તેનાથી દુર ચાલી જતી. તેના કારણે વીજયના હૃદયમાં એક ન સમજાય એવો ગીલ્ટીભાવ જન્મ્યો હતો અને તે દિવસે પોતાની જાતને રોકી ન શકવાના કારણે તેને શરમ ઉપજતી હતી. તેમા ઓચીંતા જ આબુ જવાનો પ્લાન નક્કી થયો અને એ તક તેણે ઝડપી લીધી હતી. તેનામાં એક વિશ્વાસ પેદા થયો હતો કે તે આબુમાં જરૂર રીતુ ને મનાવી શકશે અને તેના મનમાં શું છે એ જાણી શકશે. તેને પોતાના મનનું સમાધાન મેળવવુ હતુ.

બંગલાના ગોળાકાર ડ્રાઈવ-વે પરથી તેણે "સ્કોર્પીઓ" ને મુખ્ય રસ્તા ઉપર ચડાવી. તે રીતુ અને શીવાનીને તેના ઘરેથી પીક-અપ રસ્તા ઉપર ચડાવી. તે રીતુ અને શીવાનીને પોતાની ગાડીમાં લીધા હતા. "સ્કોર્પીઓ" માં તે ત્રણ વ્યક્તિએ જ હતા જયારે નયન, તૃષા અને પ્રીયા, નયનની "આઇકોન" માં આવવાના હતા. વીજય અને નયને સુરતના એન્ટ્રીગેટ પાસે મળવાનું ગોઠવ્યુ હતુ. સુરતના એન્ટ્રીગેટ પાસે જ હોટલ "નવજીવન" હતી. એ હોટલ પાસે એકઠા થવાનું નક્કી થયુ હતુ. સુરતથી આબુ ઘણો લાંબો રસ્તો હતો. તે લોકોએ સમી સાંજે છ-વાગ્યાની આસપાસ નીકળવાનું નક્કી કર્યુ હતુ જેથી બીજા દિવસે સુરત ઉગતા પહેલા આબુ પહોંચી થોડો આરામ કરી શકાય.....કાર રાત્રે ડ્રાઈવ કરવાની હોવાથી વીજયે પહેલે થી જ ઉતાવળ રાખી હતી. ઘરેથી બધાને "ગુડબાય" કહીને તેણે ગાડી શીવાનીના ઘર તરફ ભગાવી હતી.

શીવાની "વિન્ટેઝ વીલા" નામના બંગલામાં રહેતી હતી. વીજયે "વિન્ટેઝ વીલા" ના ગેટ ઉપર ગાડી થોભાવી ગાડીમાં બેઠા-બેઠા જ હોર્ન માર્યો. શીવાનીનો બંગલો ખરેખર કોઈ વિન્ટેઝ હાઉસથી કામ નહોતો. આ બંગલો શીવાનીના પરદાદાએ પુરા ત્રણ લાખ રૂપીયા ખર્ચીને બંધાવ્યો હતો. એ સમયના ત્રણલાખ અત્યારે ત્રણ કરોડમાં તબદીલ થઇ ચૂક્યા હતા. શીવાનીના પરદાદા બાદ તેના દાદા અને હવે તેના પીતા તેના પરીવાર સાથે આ "વિન્ટેજ વીલા" ,માં રહેતા હતા. ખરેખર તો શીવાનીના પીતા જમનાદાસને તેનું બાંધકામ અને એન્ટીક વ્યૂ ખૂબજ પસંદ હતો એટલે જ તેમણે આ બંગલાના "વિન્ટેઝ વીલા" જેવુ નામ આપ્યુ હતુ. તેમણે આ વીલાને તેના મુળ સ્વરૂપમાંજ રાખી અંદરથી એક આધુનીક ઘરનું નિર્માણ કર્યુ હતુ. શહેરની વચ્ચો-વચ આવેલા આ "વિન્ટેઝ વીલા" ઘણાબધાના આકર્ષણનું કેન્દ્ર બની રહયો હતો. વીલાની ત્રણ-બાજુ ફરતે ઘણી જગ્યા છોડવામાં આવી હતી અને આગળના ભાગે ગેટમાં દાખલ થતા જ નાનકડો પરંતુ સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો.....વીલા ફરતે કંપાઉન્ડ વોલ વાળવામાં આવી હતી. વીજયે બહાર ગેટ ઉપરથીજ હોર્ન વગાડયો હતો જે સાંભળીને શિવાની ઘરનો મુખ્ય દરવાજો ખોલીને બહાર પોર્ચમાં આવી હતી....તેની પાછળ એ ઘરનો નોકર હાથમાં એક મોટી સ્યુટકેસ લઈને ચાલી રહયો હતો.

"હાય હેન્ડસમ ...." શીવાની મુખ્ય ગેટ ખોલી બહાર નીકળતા ટહુકી.

"હાય શીવાની..... યુ લુક સ્તર્નીંગ ટુડે...." વીજયે શીવાનીના દેહ પર નજર નાખતા કહયુ. શીવાનીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદર સરકી. વીજય કન્ટ્રડોર ખોલી અંદર દાખલ થતી શીવાનીને પ્રશંષાભરી નજરે નીહાળી રહયો. શીવાની ખરેખર આજે ગજબની ખુબસુરત લાગતી હતી. તેણે ગોઠણથી થોડુ ઉપર રહે એવી લંબાઇનું ટુંકુ બ્લેક-કલરનું મીડીસાઈઝ સીંગલ પીસ ફ્રોક પહેર્યુ હતુ. ઘેરા કાળા કલરના ફ્રોકમાં એવાજ બ્લેક પરંતુ એકદમ ચમકદાર મોટી-ઝીણી ભાતના બુટ્ટા જડેલા હતા જે વિશિષ્ટ રીતે ચમકી રહયા હતા. વીજય શીવાનીને દંગ થઈને જોઈ રહયો..... તેણે શીવાનીનું આ રૂપ કયારેય નિહાળ્યુ જ નહોતુ. શીવાનીની ગોરી-ભરી ચામડી સાથે બ્લેક કલરનું ગજબનાક કોન્ટ્રાસ રચાયુ હતુ. વીજયને અત્યારે શીવાની કોઈ ઇન્દ્રની અપ્સરા તેની બાજુમાં બેઠી હોય એવુ લાગી રહયુ હતુ......

"થેંક્સ.....અને હવે મને આમ બાધાની જેમ તાકવાનું બંધ કરી ડીક્કી ખોલ એટલે મારી સૂટકેસ મુકી શકાય......" શીવાની એ આગળની સીટ પર બરાબર ગોઠવાતા હાસ્ય વેરીને કહયુ.

"ઓહ સોરી.....તે ખરેખર આજે મને ચમકાવી નાખ્યો. મને ખ્યાલ નહોતો કે તું આટલી સુંદર છે...." વીજયે દિલથી શીવાનીની પ્રશંષા કરતા કહયુ. તેણે આગળ ઝુકીને ડીક્કીનો નોળ ખેંચ્યો એટલે પાછળ ડીક્કી ખુલી. નોકરે શીવાનીની સૂટકેસ મુકી અને તે બંગલામાં પાછો ગયો.

"રહેવા દે હવે...છેલ્લા દોઠ વરસથી તો આપણે સાથે છીએ અને અત્યારે તુ મને કહી રહયો છે કે હું સુંદર છુ....?" શીવાનીએ આશ્ચર્ય ઉછાળ્યુ....અને શીવાની માટે તો આ ખરેખર એક આશ્ચર્ય જ હતુ કે વીજય જેવો શુષ્ક યુવાન આજે તેની ખુબસુરતીના વખાણ કરી રહયો હતો. આખી કોલેજમાં શીવાનીના રૂપનો જાદુ વાવાઝોડાની જેમ પ્રસરેલો હતો. શીવાનીના નામ માત્રથી જુવાન હૈયાઓ ખળભળી ઉઠતા, એક આહ નીકળી જતી. જયારે વીજયને આજે તેના વખાણ કરવાનો મોકો મળ્યો હતો. પણ વીજય કરે શુ...? તેણે આજદીન સુધી શીવાનીને નીખરીને જોઈ જ નહોતી. તેના માટે શીવાની એક બેસ્ટફ્રેન્ડ જ હતી એથી વધુ આગળ તેણે કયારેય વિચાર્યુ જ નહોતુ.

"નહિ...પરંતુ આજે તું કયામત વીખેરી રહી છો...."

"વીજય.....ચાંપલુસી રહેવા દે અને ગાડી ભગાવ. રીતુ આપની રાહ જોતી હશે. તું જે કહી રહયો છે એ તો આખી કોલેજ જાણે છે. તને કદાચ આજે ખબર પડી હશે...." શીવાનીએ આંખો નચાવતા કંઇક ગર્વથી કહયુ. તે સમજી ચુકી હતી કે વીજય આજે કંઇક જુદા જ મુડ માં છે નહિતર વીજય અને કોઈના વખાણ ....? નો....વે...

"લ્યો.....હવે તો વખાણ ને પણ લોકો ચાંપલુસી ગણવા લાગ્યા છે. ઠીક છે તો મને કહેવા દે કે તું અત્યારે ભયંકર લાગી રહી છે. બોલ હવે તારુ શું કહેવુ છે.....?" વીજયે ગાડી સ્ટાર્ટ કરી ભગાવતા કહયુ. તેના ચહેરા પર હળવાશ દેખાતી હતી. તે શીવાનીને ગુસ્સે થવા ઉશ્કેરી રહયો હતો. શીવાની કંઇ બોલી નહી. તે મોં ફુલાવીને વીજયને તાકતી બેસી રહી.

"અરે શું થયુ....?" વીજયે તીરછી નજરે તાકતા પુછ્યુ. સ્કોર્પીયો શહેરના હાર્દ વિસ્તારના ભીડભાડવાળા ઇલાકામાં પ્રવેશી ચૂકી હતી એટલે વીજય ધ્યાનથી ધીરે ડ્રાઈવ કરતો હતો. "એમાં મો ફુલાવીને બેસવાની શી જરૂર છે....! આપણે પીકનીક પર નીકળ્યા છીએ આવી મજાક-મસ્તી તો ચાલતી જ રહેવાની. ખોટુ મન પર લેવાની જરૂર નથી..."

વીજયની વાત સાંભળીને પણ તે ગંભીરતાથી ખામોશ બેસી રોડ તરફ નજર નાખતી રહી. વીજયે એક આછો નિશ્વાસ નાખ્યો અને ગાડી ચલાવવામાં પોતાનું ધ્યાન પરોવ્યુ. આ સ્ત્રીઓના મન કયારે અને શું-કામ બદલી જાય છે એ તેની સમજમાં આવતુ નહોતુ. રિતુએ પણ તેની સાથે આવુ જ વર્તન કર્યુ હતુ અને હવે શીવાની ખામોશ થઇ ગઈ હતી. ભાગળ ચાર રસ્તા પાસે વીજયે ગાડી થોબાવી. સામે થાંબલા પર ટ્રાફીકનું લાલ સીગ્નલ ચાલુ હતુ.

"વીજય ....તું રીતુને ચાહે છે....?" અચાનક શીવાનીએ વીજય તરફ ફરતા પુછ્યુ. તેના ચહેરા પર ગંભીરતા ભાવો અંકીત હતા. ક્ષણ-બે ક્ષણ હેબતાઈને વીજય શીવાનીના ગૌર-લીસ્સા ખુબસુરત ચહેરા ને તાકી રહયો.

"તને રીતુએ કંઇ કહયુ....?"

"નહિ..."

"તો...."

"તો કંઇ નહિ...."

"વાત બદલ નહિ..." વીજયે કહયુ.

"તારો ચહેરો કહે છે કે તુ રીતુને પસંદ કરે છે. અમે સ્ત્રીઓ પુરુષોના ચહેરાના ભાવો બહુ જલદી પારખી જઈએ છીએ....રીતુને જોતા જ તું વિહવળ થઇ જાય છે એ મારા ધ્યાન બહાર નથી. અને હું એ પણ જાણુ છુ કે અત્યારે તમારા બન્ને વચ્ચે કંઇક અનબન થઇ છે જેના કારણે તમે એક-બીજાથી અતડા રહેવાની વ્યર્થ કોશીષ કરી રહયા છો..." શીવાનીએ કહયુ. વીજય આશ્ચર્યથી શીવાનીને જોઈ રહયો. શીવાની એકદમ મોર્ડન અને ફાસ્ટ યુવતી હતી. તે કશું પણ કરવામાં કયારેય વીચારતી નહી. તો પછી આજે તે કેમ આટલી ધીર-ગંભીર અને સમજદારી વાળી વાર કરી રહી છે...! શીવાની આટલી લાગણીશીલ હશે એવુ તો તે સ્વપ્નેય વીચારી શકયો નહોતો.

"હું કંઇ મદદ કરુ...?" શીવાનીએ ઘુંટાયેલા અવાજે પુછ્યુ.

"નહિ....એકચ્યુલી મને પોતાને પણ નથી સમજાતુ કે કેમ હુ રીતુ તરફ ખેંચાયો છુ....! અફકોર્સ તે મને ગમે છે, મને પસંદ છે....પણ વેલ....હું મારા નિર્ણયમાં ચોક્કસ નથી. હું તેને ચાહવા લાગ્યો હતો. છતા આજે સ્થિતી બદલી ચૂકી હોય એવુ લાગે છે.....આઈ થીંક આ પ્રેમ તો નથીજ..."

"વેલ, તો પછી તમારા બન્ને વચ્ચે શું છે....? એ કેમ તારાથી દુર ભાગી રહી છે....?"

"આઈ ડોન્ટ નો.....એ વિષે મને શું ખબર હોય..."

"તું એને પુછી જો..."

"ડાયરેક્ટ ....!" વીજયે આશ્ચર્યથી પુછ્યુ.

"તેમા શું....? આપણે નાના બાળકો થોડા છીએ, અને હવે જમાનો બહુ ફાસ્ટ થઇ ગયો છે....તું ડાયરેક્ટ પુછી જો. તેની "હા" કે "ના" માં તને તારો રસ્તો મળી જશે. આમતું ઝુંઝવણમાં તો નહી રહેને ...?" શીવાનીએ કહયુ. વીજયને શીવાનીની વાતો સાંભળીને ખરેખર આશ્ચર્ય ના ઝટકા હતા. યસ....તે સાચુ તો કહે છે.

"ઓ.કે.....સમય મળતા હું તેની સાથે વાત કરી જોઇશ..."આમપણ તેણે રીતુ સાથે આ બાબતે ચોખવટ કરવાનું વિચાર્યુ જ હતુ અને શીવાની પણ એ મતલબની સલાહ આપી રહી હતી.

"થેંક્સ......." વીજયે શીવાનીને કહયુ. સીગ્નલ ગ્રીન થતા તેણે ગાડી આગળ હંકારી.

"વેલકમ દોસ્ત.....આફ્ટર ઓલ વી આર ફ્રેન્ડસ..." શીવાની મલકી અને તેણે એક આંખ મીચકારી. શીવાની આજે ખરેખર બહુ સારા મુડમાં હતી.

**********************

નયન કંટાળ્યો હતો અને તેને ગરમી પણ લાગતી હતી. વાતાવરણમાં સખત ઉકળાટ હતો. ગરમીના કારણે નયનના કપાળે પરસેવો ફુટી નીકળ્યો હતો. નયન જેવી જ હાલત પ્રીયા અને તૃષા ની હતી. તેઓ અડધા કલાકથી વીજયની રાહ જોતા "નવજીવન રેસ્ટોરન્ટ" પાસે ઉભા હતા. નયને બે વાર ફોન પણ લગાવ્યો હતો અને વીજયે બન્ને વખત તેને દસ મીનીટમાં પહોંચુ છુ એવુ કહયુ હતુ. દસ મીનીટ ના બદલે ત્રીસ મીનીટ વીતી ગઈ હોવા છતા વીજયની ગાડી નજરે ચડતી નહોતી.....હજુ ચાર દિવસ પહેલાજ ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ધમરોળ્યુ હતુ તેમ છતા આજે વાતાવરણમાં અસહય "ધામ" વર્તાતો હતો. સાંજ પડવા આવી છતા બફારો ઓછો થયો નહોતો....આખરે વીજયની બ્લેક સ્કોર્પીઓ આવતી દેખાઈ એટલે તેઓને થોડી રાહત થઇ. વીજયે સ્કોર્પીઓ નયનની આઇકોન ની બરાબર પાછળ, લગોલગ થોભાવી. દરવાજો ખોલી તે નીચે ઉતર્યો અને તેણે રીસ્ટવોચમાં સમય જોયો. છ વાગવામાં પાંચ મીનીટ બાકી હતી. તેણે નયન તૃષા અને પ્રીયાને હાય-હલ્લો કર્યુ. નયન અને વીજય વચ્ચે કંઇક મસલત થઇ અને તેઓ પોત-પોતાની કારમાં ગોઠવાયા. તે લોકોએ હવે ઉતાવળ કરવી પડે એમ હતી કારણ કે એક તો કાર રાત્રે ડ્રાઈવ કરવાની હતી અને ઉપરથી વરસાદી સીઝન હોવાના કારણે રસ્તામાં કયારે વરસાદ ખાબકી પડે એ ગણતરી બહાર હતુ એટલે જેમ બને તેમ વહેલા સુરત છોડવુ જરૂર હતુ....વીજય અને નયનની કારે કામરેજ હાઈવે તરફ ગતી પકડી ત્યારે સવા છ વાગ્યા હતા...વીજયે શીવાનીને પીક-અપ કર્યા બાદ રીતુના ઘરેથી રીતુને સાથે લીધી હતી. રીતુ કંઇ પણ બોલ્યા બોલ્યા વગર ગાડીમાં આવીને બેઠી હતી. શીવાની જઇ ચડી હતી.....વીજય ને જો કે રીતુનું એ વર્તન કઠયુ હતુ છતા વધુ મગજમારી કર્યા વગર તેણે ગાડી સુરતના એન્ટ્રીગેટ, જકાતનાકા તરફ ભગાવી મુકી હતી અને અત્યારે તેઓ સુરત-અમદાવાદ હાઈ-વે પર હતા.

**********************

માઉન્ટ આબુ પર્વત ઉપર નખીલેક ની ઉત્તરે "સુંદરવન" નામની હવેલીમાં જે ઘટના ઘટી હતી એ ભયાનક ઘટનાએ મોન્ટીને હચમચાવી મુકયો હતો.....અરે, એકલો મોન્ટી જ નહિ, ત્યાં એ હવેલીમાં રીનોવેશનના કામમાં જોતરાયેલા તમામે તમામ માણસો એ ભયાનક ઘટનાને કારણે હતપ્રદ બનીને કામ છોડી ભાગી ગયા હતા. જે કામદારો એ ઘટનાની અડફેટે ચડયા હતા તેઓને ગંભીર હાલતમાં ડો.શેઠના દવાખાને દાખલ કરવા પડયા હતા.....મોન્ટીને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ જંગલ વિસ્તારમાં આવુ પણ કંઇક બની જશે જેના કારણે તેણે થોડો વધુ સમય અહી રોકાવુ પડશે....તે ફક્ત એક અઠવાડીયાનો સમય ફાળવીને અહી આવ્યો હતો. તેણે પોતે બનાવેલા ગેઝેટનો પ્રયોગ તે અહી કરવા માંગતો હતો. "સુંદરવન" નામની તેના બાપદાદાઓની આ કોઠીને આધુનીક હોટલમાં તબદીલ કરવાનો આખરી દૌર ચાલી રહયો હતો. તે અહી પોતે આવીસ્કાર કરેલા ગેઝેટને વાસ્તવીક વપરાશમાં લાવી શકાય કે નહિ તેની આજમાયીશ કરવા માંગતો હતો. તેના માટે "સુંદરવન" તેની પ્રથમ પ્રયોગશાળા બનવાની હતી. તે ધારે એ અહી કરી શકે તેમ હતો કારણ કે આ કોઠી તેની પોતાની માલીકીની હતી.

હવેલીમાં જયારે ઈલેક્ટ્રીક ફીટીંગસ નું કામ શુરૂ થાય ત્યારે તે અહી આવવા માંગતો હતો. તેણે અગાઉથીજ ફીટીંગસ કોન્ટ્રાકટ રાખનાર અજય ઉમટ ના મેઇન સુપરવાઈઝર ચંદન રોહીરાને ફોન દ્વારા ઇન્મોર્ફ કરવાનું કહી રાખ્યુ હતુ. એટલે જયારે ચંદન રોહીરાનો ફોન આવ્યો આવ્યો ત્યારે તે પોતાના બધા સર-સામાન સાથે સુરતથી આબુ 'સુંદરવન' ખાતે આવવા નીકળી પડયો હતો. મોન્ટીને પોતાના પીતાની ખાસીયતની બરાબર પીછાણ હતી. તે જાણતો હતો કે તેના પીતા પાક્કા વેપારી માણસ હતા અને અનોખી સુઝભુઝ ધરાવતા હતા. કોઇજ ચીજમાં આકુ-અવળુ ચલાવી લેતા નહિ, અને એટલેજ તેઓ જે કામ હાથ ઉપર લેતા તેમા લગભગ નવ્વાણું ટકા સફળ થતા.... તેઓ સફળ થઈને જ જંપતા ...."સુંદરવન" ના લોખંડી કલાત્મક ગેટની અંદરના વિશાળ ચોગાનમાં જયારે તેણે પોતાની કાર દાખલ કરી ત્યારે જ તે તેના પીતાની કાબેલીયત ઉપર આફરીન પોકારી ગયો હતો. કારમાંથી બહાર નીકળી તે અભીભૂત દૃષ્ટિએ તેની નજરો સમક્ષ ઉભેલી "સુંદરવન" નામથી જુની-પુરાણી હવેલીના નવા ભવ્ય અવતારને નીહાળી રહયો. તેની કલ્પના બહારનું પરીવર્તન કરવામાં આવ્યુ હતુ....

બ્રીટીશ રાજ્યના સમયમાં બંધાયેલી હવેલીના બહારના એલીવેશનમાં સહેજ પણ બદલાવ કરવામાં આવ્યો નહોતો....હવેલીના જુના બાંધકામમાં સોડ-ફોડ કર્યા વગર એક નવો જ ટચ, એક આગવો અંદાજ, આધુનીક રૂપાંતરણ કરવામાં આવ્યુ હતુ. લગભગ ત્રણ વીધા જેવડી વીશાળ જમીન ઉપર પથરાયેલી "સુંદરવન" ને નવી-નવેલી દુલ્હનની જેમ નવાજ રંગો-રોગાન, સાજ-શિંગાર કરવામાં આવી રહયા હતા. હવેલી ના બહારી એલીવેશનને નવીનતમ કલરોના અદભુત સંયોજનો રચીને રંગો-રોગાન કરવામાં આવ્યુ હતુ. હવેલીમાં દાખલ થવા માટે આગળની સમથળ જમીનને સમાંતર નાનકડુ ચોગાન બનાવાયુ હતુ. એ ચોગાનમાંથી સીધુ જ હવેલીમાં દાખલ થવાતુ....ચોગાનમાંથી આગળ વધો એટલે એક મોટો રાજહાશી ઠબનો સાગના લાકડામાંથી કોતરેલો વીશાળ અને કલાત્મક દરવાજો આવતો હતો. નવા ફેરફાર મુજબ એ દરવાજાને એમજ રાખવામાં આવ્યો હતો પરંતુ તેની આગળના ચોગાન ને થોડુ લંબાવીને તેના ઉપર સ્લેબ ભરી પોર્ચ બનાવવામાં આવ્યો હતો. વીશાળ ગોળ ચાર થાંભલા ઉપર એ ટેરેસ જેવો સ્લેબ ભરાયો હતો. નીચે પોર્ચમાં ગ્રેફાઈટના પથ્થરો બેસાડવામાં આવ્યા હતા. પોર્ચના બરાબર સામે, એટલે કે મેઇન દરવાજાની સામે આગળની બાજુ, વીશાળ અને કલાત્મક કુવારાનું બાંધકામ ચાલી રહયુ હતુ....એ કુવારા ના આગળના ભાગે લીલા ઘાસની લોન અને એક નાનકડો એવો બગીચો બનાવાયો હતો.....હવેલી અને તેની આગળની સમથળ જમીન ને કવર કરી શકે એવા સિમેન્ટના બ્લોકની પાંચેક ફુટ ઉંચી દિવાલ ચણવામાં આવી હતી જેના થોડા-થોડા ફૂટના અંતરે વીજળીના ગોળાઓ બેસાડવામાં આવ્યા હતા....એ દિવાલ સમગ્ર હવેલીને કવર કરી એવી રીતે ગોળ ફરતી ચણવામાં આવી હતી.....લોખંડના મજબુત અને કળાત્મક રજવાડી ગેટની અંદર દાખલ થતા જમણી બાજુથી ગોળાકાર ડ્રાઈ-વે શુરૂ થતો હતો જે સીધો પોર્ચમાં જઇને અટકાતો. ત્યાંથી એ જ ડ્રાઈ-વે ડાબી બાજુથી બહાર નીકળતો હતો. બન્ને ડ્રાઈ-વે ની સાઈડમાં પાળી ચણવામાં આવી હતી જેના ઉપર વીવીધ પ્રકારના ફુલ-છોડના કુંડા મુકી ડ્રાઈ-વેની શોભા વધારવામાં આવી હતી....કંપાઉન્ડ વોલની ફરતે અંદરની બાજુ આસોપાલવના ઝાડ રોપવાનું કામ ચાલુ હતુ.....

હવેલીમાં સૌથી વધુ આકર્ષણ જો કોઈ હોય તોએ અહીનું કુદરતી વાતાવરણ હતુ.....મહેલની પછીતે વીશાળ ઠોડાવવાળો વનરાજી આરછાદીત પહાડ હતો. એ પહાડની તળેટીમાંજ જમીન સમથળ બનાવીને આ હવેલી બાંધવામાં આવી હતી જેના લીધે આ જગ્યામાં એક આગવો પ્રાકૃતિક "ટચ" ભળ્યો હતો. જે અહી આવનાર પ્રવાસીઓના મન મોહી લેશે તેની લેશમાત્ર પણ શંકા નહોતી....મોન્ટી તો આભો બનીને હવેલીના સૌંદર્યને નીરખતો સ્થિર થઇ ગયો હતો. મનોમન તેણે પોતાના પીતાને ધન્યવાદ દીધા..."સુંદરવન" હવેલી હવે હોટલ "સુંદરવન ઇન" માં તબદીલ થઇ રહી હતી. અને જે ગતીએ, જે રીતના ફેરફાર અને સગવડતાઓ ઉભી કરવામાં આવી રહી હતી એ જોતા આ હોટલ આબુ આવતા દેશી-વીદેશી સહેલાણીઓમાં પોપ્પ્યુલર બની રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નહોતુ.....

પરંતુ.....આ કુદરતનું સૌથી સુંદરતમ સ્થાન મોન્ટી અને તેના મિત્રો માટે ગોજારુ સાબીત થવાનું હતુ. મોન્ટીના આબુ આવ્યા ના બે દિવસ બાદ જે ઘટના બની હતી એ ઘટનાએ મોન્ટી અને તેના મિત્રોનું ભવિષ્ય લાતી નાખ્યુ હતુ. બધા મીત્રો એક એવી ભયાનક મુસીબતમાં ફસાવા ના હતા જેની તેમણે કલ્પના પણ કરી નહિ હોય.....એક દુર્ઘટના ઘટવાની હતી. અને એ દુર્ઘટના કુદરતી હતી. એમાં કોઈનું કંઇ ચાલે એમ નહોતુ. એ ઘટનાના કારણે તાત્કાલીક ધોરણે સમગ્ર હોટલને ખાલી કરવી પડી હતી. હવેલીમાં કામ કરતા તમામ માણસો ડરના માર્યા કામ છોડીને ભાગી ગયા હતા અને જે કામદારો એ ઘટનાનો શીકાર બન્યા હતા તેઓને સારવાર અર્થે નખીલેક પાસે આવેલા ડૉ. શેઠના દવાખાનામાં દાખલ કરવા પડયા હતા.....મોન્ટી પણ "સુંદરવન" છોડીને પોતાની અન્ય એક હોટલ "ઉપવન" કે જે નખી તળાવને કાંઠે હતી ત્યાં શિક્રટ થઇ ગયો હતો. તે અહીથી પોતાનું કાર્ય પૂર્ણ થયા વગર જવા માંગતો નહોતો કારણ કે પછી પછી તેની પાસે આવો મોકો આવવાનો નહોતો. આવતા મહિને તેની એક્ઝામ શુરૂ થવાની હતી જેના લીધે ફરીવખત તે આબુ આવી શકે એવી કોઈ શકયતા નહોતી., અને એ સમય દરમ્યાન તો અહીનું કામકાજ પણ પુરુ થઇ ગયુ હોય.....એટલે જ તેણે આબુ રોકાવાનું મન બનાવ્યુ હતુ અને એકલા બોર થવા કરતા તેણે પોતાના મિત્રોને અહી બોલાવી થોડી મોજ-મજા કરવાનું નક્કી કર્યુ હતુ....તેણે તેના તમામ મિત્રોને એ મતલબનો એસ.મ.એસ. ફોરવર્ડ કર્યો હતો. પરંતુ એ સમયે મોન્ટીને ખબર નહોતી કે આવનારા સમયમાં તેની અને તેના મિત્રોની હાલત ખરાબ થવાની હતી. એક એસ.મ.એસ. તેની જીંદગીમાં વાવાઝોડુ બનીને છવાવાનો હતો....એક લોહીયાળ ખૂની ખેલ ખેલાવાનો હતો જેના મુળમાં આ એસ.મ.એસ. હતો. એ ખેલ કોઈના રોકવાથી રોકાવાનો નહોતો.

અને તેના નૈપથ્યમાં હતી એ ઘટના જેના કારણે હવેલી ખાલી કરવી પડી હતી. તે દિવસે સવારે એક અજીળો-ગરીબ કુદરતી ઘટના બની હતી જે કાળો ઓછાયો બનીને "સુંદરવન" ઉપર છવાયો હતો...બન્યુ એવુ હતુ કે....

(ક્રમશ:)

(વધુ આવતા અંકે...)

By

Praveen Pithadiya

Facebook.com/praveenpithadiya

Whatsapp : 9099278278