shunya Bansi Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

shunya

શૂન્ય

શૂન્ય શબ્દ સાંભળતા કે જોતા બધાજ ના મન માં શૂન્યાવકાશ થાય છે, તે સહજ છે. ઘણા લોકો આ શૂન્ય ને નકારાત્મક રીતે પણ જોવે છે. આમ શૂન્ય ના ઘણા અર્થ જોવા જાણવા મળે છે, બધાજ વ્યક્તિ ના માનસ પ્રમાણે તે વ્યક્તિ શૂન્ય નો અર્થ કરે છે, કોઈ નિષ્ફળ વ્યક્તિ ને પણ તેમ કહે છે, કે આ માણસ ની ગણતરી શૂન્ય માં કરવામાં આવે છે. બધાજ વ્યક્તિ શૂન્ય ને નકારાત્મકતા ની દ્રષ્ટિ એજ જોવે છે, પરંતુ આ શૂન્ય શું છે. હા પણ આ આખું જગત શૂન્ય ની પાછળ જ પાગલ છે. તે આપણે સહુ જાણીએ છે. બધા જ આ જગત માં પૈસા કમાવામાં પડ્યા હોય છે. તો સ્વાભાવિક છે કે પૈસામાં કોઈ રકમ ની પાછળ જેટલા શૂન્ય વધે તેટલો જ ફાયદો છે. શૂન્ય વગર કોઈજ રકમ પૂરી નથી થતી. તે આપણે સહુ સારી રીતે જાણીએ છીએ. તો આ શૂન્ય ને આપણે કઈ રીતે નકારી શકીએ.

આમ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિ એ જોયે તો આધ્યાત્મ માં અને ધ્યાન માં જયારે માનસ શૂન્ય ની અવસ્થામાં આવે છે. ત્યારે જ તે આગળ ના સોપાન પર આરંભ કરી શકે છે. જયારે કોઈ માનવી શૂન્ય નો અનુભવ કરે છે ત્યારે તે વ્યક્તિ પોતાની માનસિકતાને પોતાના શરીર ને હલકું ફૂલકું એટલે કે એક સુંદર મજાના પુષ્પ સમાન મેહસુસ કરે છે. હાલની ના જગત માં બધાજ વ્યક્તિ તનાવ અને ડીપ્રેશન માં હોય છે, બધાજ ના માનસ માં ઘણું બધું ભરેલું હોય છે. તેના કારણે વ્યક્તિ શૂન્ય સુ છે તે સમજી નથી શકતો કે પોતાની જાત થી વિખુટો પડી ગયો હોય છે. વ્યક્તિ રાગ, દ્વેષ, સુખ, દુખ, ભૂત, ભવિષ્ય, આવી માયા જંજાળ માં બંધાયેલો છે, તેથી તેવા મનુષ્યો માટે શૂન્ય તે સ્વર્ગ સમાન હોય છે. અને જો બધાજ મનુષ્ય શૂન્ય ને આમ નાકાર્ત્મકતા થી જોશે તો તે નીરશાને જ પામશે તે કદી પ્રકૃતિ ને પણ નિહાળી નહિ શકે કે તેને ઓળખી પણ નહિ શકે.

ઓશો રજનીશ નો જન્મ દિવસ હોય છે, અને તેને તેમના એક શિષ્ય કહે છે, પ્રભુ આપનો જન્મ દિવસ છે. તમારા બીજા બધા જ શિષ્યો તમારા માટે ભેટ સોગાદો લાવ્યા છે, પરંતુ મારી પાસ તમને આપવા માટે કશુજ નથી હું શૂન્ય સિવાઈ કશું જ નથી લાવ્યો. ત્યારે ઓશો ખુબજ સુંદર જવાબ આપે છે, કે શૂન્ય સિવાય બીજું સુ જોઈએ તમે શૂન્ય લઇ આવો તેની તો હું રાહ જોઉં છું.તમે બીજું કઈ લાવ્પ તો તે વ્યર્થ પણ તમે શૂન્ય લીઆવ્યા તે સાર્થક, શૂન્ય એટલે સમાધિ, શૂન્ય એટલે ધ્યાન, શૂન્ય એટલે પૂર્ણ ને પામવાનો દ્વાર, અને તે સવાલ નથી કે તમે કઈ લાવો, પણ તમે આવ્યા તે કાફી છે. પ્રેમ પોતામાં પર્યાપ્ત છે બીજી કોઈ ભેટ આવશ્યક નથી હોતી. તમે પ્રેમ લાવ્યા બધુજ આવીગ્યું, તમે શૂન્ય લાવ્યા તો સમર્પણ, સમાધિ લાવ્યા, શૂન્ય થી સુંદર બીજી કોઈજ ભેટ નથી હોતી, જો તમે શૂન્ય બનશો તો પરમાત્મા તમારી અંદર હશે, જે શૂન્ય હશે તે ભગવાન ને પમ્મવાનો અધિકારી હશે, પહાડ પર જયારે વર્ષા થાય છે, ત્યારે તે ભરતું નથી કારણ કે તે પહેલે થીજ ભરેલા હોય છે, પણ નદી તળાવ તે ભરાય છે, કારણ કે તે ખાલી હોય છે, જો તમે ખાલી હાથ લઈને આવ્યા હશો તો તમે ભરેલા હાથ થી જશો પણ તમે પહેથીજ ભરેલા હશો તો તમે અંદર કશુજ નહિ સમાવી શકો, તેથી શૂન્ય થી ગભરાવાની જરૂર નથી શૂન્ય પામવાની વસ્તુ છે.

ખુબજ સુંદર અને સમજવા જેવી વાત કહી છે ઓશો એ કે ખાલી હશે તોજ ભરાશે, તો શું શૂન્ય થી કોઈ બીજી સારી વસ્તુ હોઈ શકે.આપણા માં બધાજ તેમ કહે છે કે નાનું બાળક ભગવાન સમાન હોય છે, શુકામ આજ વાત કહે છે, બધા કારણ કે નાનું બાળક શૂન્ય હોય છે. તેથી ઈશ્વર નો વાસ હોય છે તેનામાં, તે રાગ, દ્વેષ, ક્રોધ, બધા થી પરે હોય છે, તેના માં માત્ર પ્રેમ, વિશ્વાસ, સમર્પણ હોય છે, તે બાળક ને તેના પિતા ઉચો ઉછાળે છે રમાડે છે, ત્યારે તે બાળક ભયહીન હોય છે, તેનામાં દર નથી હોતો કે આ મને પછાડશે તો, પરંતુ તેને વિશ્વાસ હોય છે અને તે ખીલી ને રમે છે હશે છે, તે પળ ને તે માણે છે. તે બાળક ક્રોધ, સુખ, દુખ, રાગ,દ્વેષ, ભય, તેનો ગુલામ નથી હોતો પરંતુ તે પોતાના વિશ્વાસ, સમર્પણ, પ્રેમ, શૂન્ય નો રાજા હોય છે, અને તેજ કરને ઈશ્વર તેનામાં વાસ કરે છે, અને બધાજ તેમ કહે છે કે બાળક ભગવાન સમાન હોય છે. શૂન્ય એ એક તેવું દ્વાર છે, કે મનુષ્ય તેને પામી લેછે તો તે પરમાનંદ ને પામે છે.

શૂન્ય ને નકારવાની જરૂર છે ખરી? શૂન્ય તો એક એવું દ્વાર છે, જ્યાંથી શરૂઆત કરવાની સંભાવના છે. શૂન્ય આ પ્રકૃતિ છે, જેને પામવાથી ખાલી આનંદ જ પ્રાપ્ત થાય છે. પરંતુ શું, હું તમે કે કોઈ વ્યક્તિ આ શૂન્ય તરફ ધ્યાન આપીએ છીએ ખરા? તો આનો સાચો જવાબ ના છે તે હું અને તમે બંને સમજીએ છીએ, કારણ કે આપડે તો પૈસા વાળા શૂન્ય ની પાછળ ભાગીયે છીએ, તેથી આ શૂન્ય આપડાથી દુર ભાગે છે. હું ઘણા લોકો ને જોઉં છું કે તે ડીપ્રેશન ની દવાઓ લેતા હોય છે. બધાના જુદા જુદા કારણ હોય છે, કોઈને પ્રેમ નો આઘાત હોય તો કોઈને પોતાના સ્વજન ગુમાવાનો આઘાત હોય તો કોઈને ભવિષ્ય ની ચિંતા હોય તો કોઈને તો કારણ વગર ની ચિંતા હોય અને કોઈને તો બાજુવાળા ની પણ ચિંતા હોય છે. આવી વ્ય્રથી ની ચિંતા માં માનવી દવાઓ ખાય છે, કે પછી વ્યસન ના આદી બને છે. અથવાતો કોઈ રોગ પણ હાવી થાય છે. આમ જ કેહત પડી છે કે “ ચિંતા ચિતા કરતા વધુ બળે છે” અને હા તે સાચી જ કહેવત છે ને પણ આ કહેવત માં ચિતા અને ચિંતા વચે શેનો ફેર છે તે આપડે આસાની થી જોઈ શકીએ છીએ. એક નાના એવા બિંદુ એ અર્થ બદલાવી નાખ્યો છે. તો આવી વ્યર્થ ની ચિંતા કરવાથી સુ કઈ થવાનું હા મને તો કોઈ નથી કેતુ કે તમે બસો ગ્રામ ચિંતા કરશો તો તમારું ધાર્યું કામ પર પડશે, પણ હા ગીતાજી માં કૃષ્ણ એ એમ જરૂર કીધું છે, કે પરિશ્રમ કરવાથી ફળ જરૂર પ્રાપ્ત થાય છે, પરિશ્રમ નો કોઈજ વિકલ્પ નથી. તો આ વસ્તુ બધાજ સમજે છે. પણ બધાજ ચિંતા ના આ બિંદુ માં અટવાઈ ગયા છે કે તે શૂન્ય થી દુર પોહાચ્યા છે. પરંતુ ચિંતા ના એ બિંદુ ને શૂન્ય બનાવામાં આવે તો તે ઈશ્વર સુધી પોહાચવાનો સેતુ બની જાય છે.

બધાજ જો આ શૂન્ય ને ખાલી થોડું સમજીને શૂન્ય થવા પ્રયત્ન કરે તો આપણા આ જગત માં કોઈ દવાખાને કે મનોવેજ્ઞાનિક પાસે ના જાય તે હકીકત છે. અને શૂન્ય માંથી સર્જન થાય તે પણ હકીકત છે.

Bansi dave

7624022322