Anjam Chapter 12 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anjam Chapter 12

અંજામ—૧૨

“ રીતુ...” એક ચીખ નીકળી વિજયના મોંમાથી અને સટાક કરતો પથારીમાં તે બેઠો થઇ ગયો. તેની છાતી ધમણની જેમ ચાલતી હતી. તેના ચહેરા પર પરસેવાની બુંદો ઉભરી આવી હતી. તેના હાથ-પગ ઠંડા પડી ગયા હતા.જાણે તેણે કોઇ ભયાનક ડરામણુ સપનું જોયુ હોય એમ તે છળી ઉઠ્યો હતો અને ચકળ-વકળ નજરે કમરાની દિવાલો જોઇ રહ્યો... સફેદ રંગે રંગાયેલી કમરાની દિવાલો, સામેની દિવાલ પર દસનો સમય બતાવતી ઘડીયાળ, કમરાની વચ્ચો-વચ્ચ મુકેલો પલંગ, પલંગની બાજુમાં એક ટીપોઇ હતી જેની ઉપર જાત-ભાતની દવાની બોટલો અને દવાની સ્ટ્રીપ પડી હતી. તેની બાજુમાં મોટો નળાકાર ઓકિસજનનો બાટલો હતો જેમાંથી નીકળતી એક નળી તેના ચહેરા સુધી આવતી હતી અને એક પ્લાસ્ટીકના માસ્ક દ્વારા તે એમાંથી ઓકિસજન ખેંચી રહ્યો હતો.. તેની બાજુમાં એક સ્ટેન્ડ પર કંઇક ભુરા રંગના પ્રવાહી ભરેલો બાટલો ઉંધે માથે લટકતો હતો જેમાંથી ટપકતુ પ્રવાહી નળી વાટે એક સોંય દ્વારા તેની નસોમાં વહેતુ જતુ હતુ...વિજયે એક નજરમાં તમામ ચીજોને આવરી લીધી હતી અને તેને સમજાયુ હતુ કે તે એક હોસ્પિટલના કમરામાં પલંગ પર દર્દી બનીને બેઠો છે.કમરામાં તેના સીવાય બીજુ કોઇ નહોતુ... તે હાંફી રહ્યો હતો. તેના આખા શરીરમાં કળતર ભરાયુ હોય એવી પીડા થતી હતી... તે અહી કેવી રીતે આવ્યો, તેને શું થયુ હતુ અને કોણ અહી લઇ આવ્યુ એ કશુ જ તેને યાદ આવતુ નહોતુ... તેણે હમણા એક સ્વપ્ન જોયુ હતુસ્વપ્નમાં રીતુ હતી. તે અને રીતુ ડુમસના દરીયા કિનારે એકબીજાની આગોશમાં ખોવાઇને ઉભા હતા. તે સ્પષ્ટપણે રીતુના ધબકતા હ્રદયની ધડકનોને પોતાની છાતીએ અથડાતી સાંભળી રહ્યો હતો. રીતુના સુંવાળા બદનમાંથી ઉઠતી ખુશ્બુ તેને તરબતર મદહોશ બનાવી રહી હતી. તેણે રીતુને એક દિર્ધ ચુંબન આપ્યુ. રીતુએ લગાવેલી આછી ગુલાબી લિપસ્ટિકનો સ્વાદ તેના મોંઢામાં ભળ્યો... ગુલાબી, મુલાયામ, પરવાળા શા નાજુક હોઠોમાંથી ઝરતા રસે અને રીતુના ખુબસુરત બદનમાંથી ફેલાતી ફોરમે તેને વધુ મદહોશ બનાવ્યો હતો. તે રીતુના સાનિધ્યમાં ખોવાઇ જતા અધીરો બન્યો હતો... સામા પક્ષે રીતુ પણ ઉમળકાભેર તેને આવકારી રહી હોય એવુ તે અનુભવતો હતો... તેણે હોઠોનું ચુંબન વધુ દીર્ધ બનાવ્યુ... વધુ જોરથી રીતુને ભીંસી... “ઓહ...રીતુ...” તેના મનમાં શબ્દો ફુટ્યા. તે ઇચ્છતો હતો કે આ શાશ્વત ક્ષણ કયારેય વીતે જ નહી... સેકંન્ડો, મીનીટો વીતતી ગઇ....આખરે રીતુએ હળવો ધક્કો મારીને તેને અળગો કર્યો. તેને શ્વાસ ચડી ગયો હતો. ગહેરા ચુંબનને કારણે તે ગુંગળાઇ ઉઠી હતી. તેનો ચહેરો શરમના કારણે લાલઘુમ બની ગયો હતો. “ સાવ પાગલ જ છે તું...” અદાથી છણકો નાંખીને તે બોલી. “ હાં... પાગલ છુ. તારા પ્રેમમાં પાગલપન પણ મંજુર છે...” તે બાલ્યો હતો અને ફરી તેણે રીતુને પોતાની નજીક ખેંચી હતી. રીતુની ચીબુક ઉપર હાથની આંગળી ટેકવીને તેનો ચહેરો ઉંચો કર્યો અને તેની આંખોમાં તાકી રહ્યો.એ આંખોમાં જાણે સમુદ્ર ઘુઘવી રહ્યો હતો. સમગ્ર સૃષ્ટિની ખુશીઓ જાણે રીતુની આંખોમાં તરતી હોય એવી અનુભૂતી તેને થતી હતી... તેણે પોતાના બંને હાથ રીતુના સુંવાળા વાળમાં પરોવ્યા... રીતુના વાળ એકદમ સીધા અને લીસા હતા. તેના વાળમાં દરીયા-કિનારાની ભીનાશ ભળી હતી.તેણે તેના માથાને થોડુ નમાવ્યુ અને કપાળ પર આછુ ચુંબન કર્યુ... તેઓ દરીયા-કિનારે ચણાયેલી પાળી પર ઉભા હતા.એ પાળીની પહોળાઇ માંડ એક વ્યકિત બરાબર ઉભી રહી શકે એટલી જ હતી... તેણે રીતુને સાવધાનીથી ફેરવી... રીતુ ધીમેથી ફરી. વિજય શું કરવા માંગે છે એ તેને સમજાયુ હતુ... હવે તેની પીઠ વિજયની છાતીને અડતી હતી. વિજયે પાછળથી તેને બાંહોમાં ભરી... વિજયની હથેળીઓ નાજુકતાથી રીતુના સ્તનયુગ્મ પર ભીંસાઇ. રીતુની ગરદન પાછળ વિજયના ખભા પર ઢળી અને તેની આંખો આસકિતથી મીંચાઇ... તેના અધખુલ્લા હોઠોમાંથી ઉંહકાર નીકળ્યો અને તે જાણે સ્વર્ગમાં વિચરી રહી હોય એવો આનંદ તેના ચહેરા પર વ્યાપ્યો... વિજયે તેની હથેળીઓમાં ભાર વધાર્યો અને રીતુના સુંવાળા વાળમાં ચુંબન કર્યુ... તેની રગે-રગમાં અત્યારે ભારે ઉન્માદ વ્યાપ્યો હતો. તે ઇચ્છતો હતો કે આ ક્ષણ બસ... ક્યારેય વીતે જ નહી. તે રીતુના જીસ્મમાં ખોવાઇ જવા અધીરો બન્યો હતો... ડુમસ-બીચના અફાટ દરીયા કિનારે અત્યારે માત્ર તે બંને એકલા જ ઉભા હતા. ચો-તરફ નિતાંત શાંતી અને ખામોશી પ્રસરેલી હતી. આવા એકાંત વાતાવરણમાં તેમનો પ્રેમ પરવાને ચડ્યો હતો. જીસ્મની ગરમીમાં ઉંફાણ આવ્યુ હતુ અને એક-બીજામાં ખોવાઇ જવા જાણે તેઓ આતુર બન્યા હતા...કે સાવ અચાનક જ... રીતુએ પાછળ ફરીને તેને જોરથી ધક્કો માર્યો, તેનું સંતુલન ખોરવાયું અને પાળી ઉપરથી તે નીચે ખાબક્યો... “રીતુ...” તેના મોંઢામાંથી ચીખ નીકળી અને હાંફતો પથારીમાંથી બેઠો થયો.“ ઓહ...” વિજયે બંને હાથે તેનુ માથુ દાબ્યુ.તે સ્વપ્નમાંથી વાસ્તવીક્તામાં પાછો ફર્યો. એ જ વખતે કમરામાં નર્સ દાખલ થઇ.“ સીસ્ટર મને શું થયુ છે....?મને અહી કોણ લઇ આવ્યુ...?” તેણે નર્સને પુછ્યુ. “રીલેક્ષ... તમે આરામ કરો... હું હમણાં આવુ...” કહીને નર્સ બહાર ચાલી ગઇ. થોડી જ વારમાં તે ફરી પાછી અંદર આવી. આ વખતે તેની સાથે એક ડોક્ટર, એક કોન્સ્ટેબલ અને ચિતરંજનભાઇ અંદર દાખલ થયા. કોન્સ્ટેબલ વિજયના પલંગ પાસે ઉભો રહ્યો. ડોક્ટરે ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવ્યુ અને વિજયની તપાસમાં પરોવાયા. એ દરમ્યાન ચિતરંજનભાઇ વિજયની નજીક આવ્યા...“પપ્પા.. મને અહી કેમ રાખવામાં આવ્યો છે...? મારા દોસ્તો ક્યાં છે...? તેઓ ઠીક તો છે ને...? અહી કેમ કોઇ દેખાતુ નથી...? મારો ફોન ક્યાં છે...? મારે તેમને ફોન કરવો છે...” વિજયે સવાલો ખડક્યા. “રીલેક્ષ બેટા... તું આરામ કર.થોડો સ્વસ્થ થઇ જા.ત્યાં સુધીમાં તારા મિત્રો આવતા હશે...” ચિતરંજનભાઇએ વિજયનો હાથ થપથપાવતા પ્રેમથી કહ્યુ.“પણ મને થયુ છે શું...?”“તને કંઇ જ નથી થયુ...આ તો જસ્ટ તુ થોડો બીમાર પડી ગયો હતો એટલે તને દાખલ કર્યો છે...” ચિતરંજનભાઇએ કહ્યુ. તેઓ સમજી ચુક્યા હતા કે વિજયની યાદદાસ્ત હજુ પાછી આવી નથી.જો વિજયની યાદદાસ્ત પાછી નહી આવે તો જરૂર તે ભયંકર મુસીબતમાં મુકાશે... તેણે ડોક્ટર સામે જોયુ. ડોકટરે વિજયને તપાસ્યો અને થોડા સીડેસીવ્સ આપી ચિતરંજનભાઇને તેમણે બહાર આવવા ઇશારો કર્યો.“તું થોડો આરામ કર દીકરા... હુ હમણા આવુ...”ડોક્ટર અને ચિતરંજનભાઇ કમરામાંથી બહાર નીકળ્યા.“જુઓ ચિતરંજનભાઇ... વિજયને ભારે માનસીક આઘાત લાગ્યો છે એટલે તેની શોર્ટ-ટર્મ મેમરી લોસ થઇ ગઇ છે. તેની યાદદાસ્ત પાછી આવતા થોડો સમય તો લાગશે જ...” ડોક્ટરે કહ્યુ.“પરંતુ ક્યારે ડોક્ટર... જો વિજયની યાદદાસ્ત જલ્દી પાછી ન આવી તો ન જાણે આ પોલીસવાળા તેને કયા ગુનામાં સપડાવી દે... તમે તો જાણો છો ને કે વિજય કેવા ભયંકર કાંડમાં સપડાયો છે...”“હું મારી તરફથી બેસ્ટ કોશીષ કરી રહ્યો છુ. વિજયની હાલતમાં એકાદ દિવસમાં કંઇક તો સુધારો આવવો જોઇએ એવુ મારુ માનવુ છે...”“આઇ હોપ સો...ડોક્ટર...” ****************************ગેહલોત જીપમાં ઉછળી રહ્યો હતો.કાચા રસ્તામાં એટલા ખાડા –ટેકરા આવતા હતા કે પેટમાં ચૂંથારો થવા માંડ્યો હતો.પરંતુ હવે તે ધીરો પડવા માંગતો નહોતો. કોઇપણ ભોગે તે આજે રઘુને છટકવા દેવા માંગતો નહોતો. તેને સો ટકા ખાતરી હતી કે જરૂર રઘુ આ રસ્તે જ ગયો હોવો જોઇએ. તેને રસ્તામા આગળ ઉડતી ધુળ હવામાં તરતી દેખાતી હતી એટલે તેનો શક વિશ્વાસમાં બદલાયો હતો કે આ રસ્તે હમણા કોઇ વાહન ગયુ છે... રાતના અંધકારમાં ઉબડ-ખાબડ રસ્તા પર તે જીપને બેતહાશા રફતારથી ભગાવી રહ્યો હતો. રસ્તાની બાજુમાં આડેધડ ઉગી નીકળેલા ગાંડા બાવળની કાંટાવાળી ડાળીઓ જીપની બોડી સાથે ઘસાઇને વિચિત્ર અવાજ પેદા કરતી હતી. ગેહલોતની નજર બહાર જીપની હેડલાઇટોના પ્રકાશમાં કશુંક ખોજી રહી હતી... અને થોડી જ વારમાં એ ખોજ પુરી થઇ... નેળીયામાં દુર તેને એક લાલ ટપકું દેખાયુ.એ લાલ ટપકું રઘુની બુલેટની બેક-લાઇટનું હતુ. ગેહલોતના જીગરમાં આનંદ વ્યાપ્યો અને તેણે જીપના લીવરને વધુ જોરથી દબાવ્યુ.જીપ પિસ્તોલમાંથી છુટેલી ગોળીની જેમ ભાગી... પહાડમાં કોતરેલો વળાંકવાળો રસ્તો ખરેખર જીવલેણ હતો. સહેજ ભુલ થઇ અને તમે પાંચસો ફુટ ઉંડી ખીણમાં ખાબકો. પરંતુ ઇન્સ.ગેહલોત આજે તેની જીંદગીને હથેળીમાં રમાડી રહ્યો હતો... સુંદરવન હવેલીમાં થયેલા ખુનમાં રઘુ સંડોવાયેલો હતો એટલા પુરતુ જ નહી પરંતુ વર્ષોથી જે રીતે રઘુએ સમગ્ર આબુ વિસ્તારને ગુનાખોરીના સ્વર્ગ સમુ બનાવી રાખ્યુ હતુ એ દાઝ પણ તેના મનમાં હતી. રઘુ નામના ચેપ્ટરને ક્લોઝ કરીને તે આબુ શહેરને એક સ્વચ્છ અને ગુનામુક્ત શહેર બનાવવા માંગતો હતો. આજે ભલે પોતાનો જીવ આપવો પડે પણ તે રઘુને છોડશે તો નહી જ એવો દ્રઢ નિશ્ચય તેણે કર્યો હતો. ધીમે-ધીમે તે રઘુની વધુ નજીક પહોંચી રહ્યો હતો. હવે તેની અને રઘુની મોટરસાઇકલ વચ્ચે થોડો જ ફાંસલો બાકી રહ્યો હતો... ગેહલોતના મનમાં એક ફડક પણ હતી કે જો રઘુને ખ્યાલ આવશે કે તેની પાછળ કોઇ આવે છે તો તે જરૂર ચેતી જશે.અને એવુ થવાની પુરેપુરી સંભાવના હતી કારણ કે દોડતી જીપનો ઘરઘરાટ પહાડોમાં ફેલાઇને તેના કાને પડયા વગર રહેવાનો નહોતો... પરંતુ ગેહલોત તેનુ કંઇ જ કરી શકે તેમ નહોતો અને એટલે જ તે જલ્દી રઘુને દબોચઓ લેવા માંગતો હતો.રઘુએ પહેલા અવાજ સાંભળ્યો અને પછી ચાલતી ગાડીએ જ પાછળ ફરીને જીપની હેડલાઇટો જોઇ તે છળી ઉઠ્યો. ચોક્કસ તેની પાછળ કોઇ આવી રહ્યુ છે અને એ ઇન્સ. ગેહલોત હોવાની પુરેપરી શકયતા હતી. તેણે બુલેટને ફરી ધમધમાવ્યુ. તેને આશ્ચર્ય એ વાતનું થયુ હતુ કે ગેહલોતને કેવી રીતે ખબર પડી કે તે આ રસ્તે જ વળ્યો છે...? ખેર, અત્યારે આ સવાલનો જવાબ મેળવવા કરતા અહીથી ભાગવુ જરૂરી હતુ. તેણે બુલેટને પુરી તાકાતથીભગાવ્યુ.ખાડા-ટેકરાવાળા રસ્તે બુલેટ રીતસરનુ ઉડી રહ્યુ હતુ. બુલેટનો સ્પીડોમીટર કાંટો સાંઇઠની ઉપર આવીને અટક્યો હતો.આનાથી વધુ રફતારે આ ભયંકર ઢોળાવવાળા રસ્તે તે બુલેટને ભગાવી શકે તેમ નકોતો. આટલી રફતારમાં પણ તે માંડ-માંડ બુલેટને કંન્ટ્રોલમાં રાખી શકતો હતો... પહાડોમાં ખાડા-ખરબચડાવાળા રસ્તે જો તમે કોઇ વખત ગાડી ચલાવી હોય તો જ તમને અત્યારે રઘુની પરિસ્થિતિ સમજાઇ શકે. તેમ છતાં તેણે પોતાની પુરી કાબેલીયતને કામે લગાવી હતી... થોડી જ વારમાં તે એ નાનકડી પહાડીની ટોચે પહોંચ્યો હતો. અહીંથી આગળના રસ્તે તે સંદરવન હવેલીએ પહોંચી શકે તેમ હતો. પહાડની ટોચે થોડી સમથળ જગ્યામાં તેણે બુલેટ થોભાવ્યુ અને પાછળ જોયુ.

“ ઓ બાપરે.....” અનાયાસે તેના મોં માંથી શબ્દો સર્યા. તે તાજ્જુબીથી જોઇ રહયો. એક બળદગાડુ માંડ નિકળી શકી એવા રસ્તે ગેહલોત ફુલ સ્પિડમાં જીપ ભગાવતો તેની પાછળ આવી રહયો હતો. જીપની ઉંચી-નીચી થતી હેડલાઇટના પ્રકાશને કારણે તે એની સ્પીડનો અંદાજ મેળવી શકતો હતો...મનોમન જ તેનાથી ગ્હલોતની પ્રસંશા થઇ ગઈ. ગેહલોતની જગ્યાએ જો બીજો કોઇ અફસર હોત તો તેણે આવુ સાહસ કયારેય કર્યુ ન હોત. અદ્દલ ફિલ્મી સ્ટાઇલે તે જીપ ભગાવી રહયો હતો. જાણે કોઇ કાર ચેજીંગની રેસ ચાલતી હોય એવા અંદાજમાં તે ઉડતો તેની નજીક પહોચવા આવ્યો હતો....રઘુને હવે વધુ સમય અહી રોકાવુ યોગ્ય લાગ્યુ નહી. ગેહલોતની જીપ વધુ ને વધુ નજદીક આવી રહી હતી. તેણે બુલેટને ગીયરમાં નાખ્યું અને પહાડીની બીજી દીશા તરફ ઉતરતા ઢોળાવમાં રગડાવ્યુ....અત્યાર સુધી તે ડુંગર ઉપર ચડી રહયો હતો એટલે તેને ઓછી મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો હતો પરંતુ હવે તે એ જ પહાડીના ઢોળાવમાં બીજી બાજુ નીચે ઉતરી રહયો હતો અને નીચે ઉતરવામાં ખરેખર તેને મુશ્કેલી પડી રહી હતી. વારં-વાર બેલેન્સ જાળવવા પગ નીચે ટેકવવા પડતા હતા...જો એમ ન કરે તો બુલેટ નીચે ખાઇમાં સ્લીપ થઇ જવાનો ભય તેને લાગતો હતો. “ કમબખ્ત ગેહલોત....” મનોમન તેણે ગેહલોતને ગાળો ભાંડી અને જમીન પર આડેધડ પથરાયેલા ઝાડી-ઝાંખરા, પત્થરોના મુરમ વચ્ચેથી રસ્તો ખોજતો તે આગળ વધ્યો. જમીનમાં ખૂંપીને અડધા બહાર નીકળેલા પત્થરોથી બચવા વારે-વારે તેણે બ્રેક મારવી પડતી હતી. જો તે એમ ન કરે તો એવા જ એકાદ પત્થર સાથે ભટકાઇને તેનુ બુલેટ ઉછળી નીચે જીંકાય તેની પુરી શક્યતા હતી.....રાતના અંધકારમાં ફાંગી થતી લાઇટના પ્રકાશમાં ભારે જહેમતથી રઘુ તેના બુલેટને સંભાળતો નીચે ઉતરી રહયો હતો....

માત્ર પાંચ જ મીનીટમાં ગેહલોત પહાડીની ટોચે પહોચ્યો. હમણાં જ્યાં રઘુની મોટર-સાઇકલ ઉભી હતી એ જ ઠેકાણે તેણે જીપ થોભાવી અને નીચે ઉતર્યો. દુર નજર કરી તેણે રઘુની બાઇકને નીચે ઢોળાવમાં જતી જોઇ. તે જાજો દુર નહોતો ગયો. બુલેટના એકઝોસ્ટ પાઇપમાંથી નીકળેલા ધુમાડાની ગંધ હજુ પણ હવામાં લહેરાતી હતી તેના પરથી ગેહલોતે અંદાજ લગાવ્યો કે રઘુ નજદીક જ છે....તેના મનમાં એક વિચાર ઝબકયો અને ઝડપથી દોડીને તે જીપમાં ગોઠવાયો. જીપ ચાલુ કરી, આગળ ચલાવી પહાડીના ઢાળમાં એવી રીતે થોભાવી કે જેથી જીપની શક્તિશાળી હેડ-લાઇટોનો પ્રકાશ નીચે દુર સુધી રેળાય.....તેનો એ આઇડીયા કામ લાગ્યો. જીપના અપર હેડ-લાઇટના પ્રકાશમાં ધુળીયા રસ્તે જતી રઘુની બુલેટનો પાછલો ભાગ ચમકી ઉઠયો. નીચે ઉતરવાની સાવધાનીમાં રઘુ હજુ વધારે દુર નીકળ્યો નહોતો...ગેહલોતને તેની બુલેટની લાલ બેક-લાઇટ સ્પષ્ટ દેખાતી હતી. ગેહલોતના જીગરમાં આનંદ વ્યાપ્યો. તેનો કીમીયો કારગત નીવડયો હતો....સહેજ પણ સમય ગુમાવ્યા વગર તેણે જીપમાં બહાર નીકળી તેની પીસ્તોલ હાથમાં લેતા બુલેટનું નીશાન સાધ્યુ અને અનુમાન લગાવી ફાયર કર્યુ. ગેહલોતની ઇમ્પોર્ટેડ જર્મન બનાવટની ગનમાંથી એક તીખારો નિકળ્યો અને રઘુ તેની બુલેટ સહીત ઉથલી પડયો....ગેહલોતે એક ચાન્સ લીધો હતો અને તે કામયાબ રહયો હતો. તેણે અંધારામાં તીર ચલાવ્યુ હતુ અને તીર નિશાને લાગ્યુ હતુ. જીપની હેડ-લાઇટના પ્રકાશમાં તેણે જોયુ હતુ કે રઘુ તેની ફાયરની રેંજમાં છે એટલે તેણે તેની બુલેટની પાછલી લાલ-લાઇટ ને નિશાન બનાવી ફાયર કર્યુ. ગોળી બરાબર નિશાને લાગી. ગોળી બુલેટના પાછલા મડગાર્ડને વીંધી પાછલા ટાયરમાં ખૂંપી હતી. એક ઝટકો લાગ્યો રઘુને અને તે આગળના હેન્ડલ પરથી ઉછળીને પીઠભેર જમીન ઉપર પડ્યો. તે રીતસરનો હવામાં ઉડયો હતો અને ભારે વેગથી નીચે પછડાયો હતો....બુલેટનું પાછલું ટાયર ફાટયુ હતુ અને બુલેટ ત્યા જ ગોળ ઘુમીને ફસડાઇ પડયુ...રાત્રીના નીરવ વાતાવરણને એ ધબાકાએ ખળભળાવી મુકયો. ભારે વેગથી બુલેટ જેવી ભારેખમ બાઇક પત્થરો ઉપર ઢસડાઇને રગડી હતી તેનો ભયાનક અવાજ આવ્યો. એ ધમાકાના અવાજ પરથી ગેહલોતને તો એમ જ લાગ્યુ કે જરુર રઘુના રામ રમી ગયા હશે....તે ઝડપથી નીચે દોડયો.

રઘુ બુલેટ પરથી ઉથલીને પીઠભેર રોડ પર છવાયેલા પત્થરોના મુરમ ઉપર પડયો હતો. તેની ગરદન અને પીઠની કરોડરજ્જુમાં ભયંકર માર વાગ્યો હતો. જાણે કોઇએ તેના બે પગ પકડીને ઉંચે ઉછાળી ભારે ઝનુનથી ધોબી પછાડ મારી હોય એવુ તેણે અનુભવ્યુ. તેનાથી ઉભુ પણ થવાયુ નહીં. તેનો એક પગ વિચીત્ર રીતે ફાંગો થઇને તેના જ બીજા પગ નીચે ખલાઇ રહ્યો. સહેજ હલવામાં પણ તેને ભયંકર દર્દ થતુ હતુ....તે કઠણ કાળજા નો માણસ હતો. આજ સુધીમાં તેણે કેટલાય માણસોના ઢીમ ઢાળી દીધા હતા...છુટ્ટા હાથની મારામારીઓ કરી હતી. કંઇ કેટલાય ઘાવો તેના શરીર પર પણ થયા હતા....પરંતુ અત્યારે તેની જે દશા થઇ હતી એ ભયાનક હતી. ગેહલોતના એક જ વારે તે પરાસ્ત થયો હતો. સાવ અચાનક આમ કેમ થયુ એ વીચારવાનો સમય પણ તેને મળ્યો નહોતો. તેનુ સમગ્ર બદન દર્દથી કરાહી ઉઠયુ. એક હાથનો ટેકો લઇ તેણે પડખુ ફેરવી ઉભા થવાની કોશીશ કરી કે તેના મોં માંથી રાડ નીકળી ગઇ...” ઓ બાપરે......”. તેના જમણા પગમાં ઝટકો લાગ્યો અને તે ચિત્કારી ઉઠયો હતો. કદાચ એ પગનુ હાડકુ ભાંગી ગયુ હતુ. તેની આંખોમાં એ પીડાથી આંસુ ઉભરાયા. તે ભાગવા માંગતો હતો....ક્યાંક દુર ચાલ્યા જવુ હતુ પરંતુ અત્યારે એ કોશીશ વ્યર્થ હતી. તે ગેહલોતના હાથમાં પડવા માંગતો નહતો એટલે જ હોઠ ભીડી ને મનોબળ મક્કમ કરીને તે ઉભો થવાની કોશીશ કરી રહયો હતો....

માત્ર પાંચ જ મીનીટમાં ગેહલોત તેની નજદીક પહોંચી ગયો. રઘુ તેના બંને હાથનો ટેકો લઇને જમીન પર ઘસડાતો આગળ વધવાની કોશીષ કરતો હતો. ગેહલોત તેના માથા પર જઇને ઉભો રહ્યો.

“રઘુ... બસ હવે, તારો ખેલ ખતમ...” ગેહલોતે ત્યાં પડેલા પથ્થર ઉપર એક પગ ટેકવી પોતાના બંને હાથ કમર પર મુકતા કહ્યુ.ઘસડાઇને ઉંધા પડેલા બુલેટની હેડલાઇટનો ત્રાંસો પ્રકાશ ત્યાંની ઝાડીઓમાં રેળાઇને પરાવર્તીત થઇ રહ્યો હતો.પરાવર્તીત થયેલા એ આછા અજવાશમાં ગેહલાત કોઇ ફીલ્મના પડદા પરથી બહાર નીકળેલા હીરો જેવો દેખાતો હતો.રઘુએ માથુ ઉંચુ કરી તેની સામે જોયુ અને એક પથ્થરના ટેકે તેની પીઠ ટેકવીને બેઠો. તે કદાચ હારી ચુક્યો હતો. ગેહલોતના એક જ દાવે તે પરાસ્ત થઇ ચુક્યો હતો. તેમ છતાં તેની અંદરનો ખૂંખાર રઘુ આટલી જલ્દી હાર માનવા તૈયાર નહોતો. ગેહલોત તેની સાવ નજીક, અડોઅડ આવીને ઉભો રહ્યો હતો. રઘુએ હળવેક રહીને તેનો જમણો હાથ તેની પીઠ પાછળ લીધો....

“નહિ ગેહલોત... આટલી આસાનીથી તું મને નહી પકડી શકે રઘુને હાથ લગાડવાની કિંમત તો તારે ચુકવવી પડશે...” રઘુ બોલ્યો અને બીજી જ ક્ષણે તેણે તેની પેન્ટના પાછલા ભાગે સંતાડી રાખેલુ કળવાળુ ચાકુ બહાર કાઢ્યુ. ચાકુની કળ દબાવી... “ખટ્ટ...” અવાજ થયો અને છ ધાર બહાર નીકળી... ગેહલોત હજુ કંઇ સમજે, કોઇ પ્રતિક્રિયા કરે એ પહેલા તો રઘુએ ઝનૂનથી ચાકુ ગેહલોતની ડાબા પગની પીંડીમાં ખૂંતાવી દીધુ. માત્ર બે સેકન્ડ... બે જ સેકન્ડમાં એ થયુ હતુ અને હવે ચીખવાનો વારો ગેહલોતનો હતો... ચાકુ તેની પીંડીની નસોને ચીરતુ આરપાર નીકળી ગયુ હતુ.ગેહલોત લડખડાયો અને પાછળ હટ્યો.એ દરમ્યાન જ રઘુએ ચાકુ પાછુ ખેંચ્યુ અને બીજો વાર કર્યો .... રઘુથી ઉભુ થવાતુ નહોતુ એટલે બેઠા-બેઠા જ તેણે બીજો વાર કર્યો હતો. પરંતુ એ સમય દરમ્યાન ગેહલોત થોડો પાછળ હટ્યો હતો એટલે તેનોબીજો વાર ખાલી ગયો. ગેહલોતે ઝડપથી પોતાની ગન કાઢીને રઘુના માથાનું નિશાન લીધુ...

“સબુર... ઓર આઇ વીલ શૂટ યુ....” તે ચિલ્લાઈ ઉઠ્યો. રઘુએ તે જોયુ અને ઠંડો પડી ગયો. તેણે ચાકુવાળો હાથ નીચો કર્યો અને ચાકુને જમીન પર ફેંક્યુ.

“ગેહલોત... એક વાર તે કર્યો, એક વાર મારો, આપણો હિસાબ બરાબર...” રઘુના ચહેરા પર અચાનક આછી મુસ્કાન આવી હતી.એ મુસ્કાનમાં તેના હારવાનો રંજ હતો. ગેહલોતે એ જોયુ અને તેણે ગનને ફરી હપલસ્ટરમાં ગોઠવી. તે જાણી ચુક્યો હતો કે રઘુએ હાર સ્વીકારી લીધી છે અને હવે તે કોઇ ચાલાકી નહી કરે...

હળવેક રહીને તે રઘુ જે પથ્થરને ટેકો દઇને બેઠો હતો એ પથ્થર પર બેઠો.તેના પગમાં ભારે કળતર થતુ હતુ. ચાકુના વાટે તેના ડાબા પગની પીંડી ચીરી નાંખી હતી અને તેમાંથી લોહી નીકળી રહ્યુ હતુ. ગેહલોતે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ઘાવ પર કસકસાવીને બાંધ્યો. આટલુ કરવામાં પણ તેની આંખે અંધારા આવી ગયા હતા. ગનીમત હતુ કે ઘાવ થોડો તીરછો વાગ્યો હતો એટલે તેના પગની ઉપરની ચામડી જ ચીરાઇ હતી. જો હાડકામાં ચાકુની ધાર ખૂંપી હોત તો તેની પણ હાલત રઘુ જેવી હોત... રૂમાલ બાંધવાથી ચામડી ફરી તેની જગ્યાએ ચોંટી ગઇ હતી જેનાથી લોહી વહેતુ અટક્યુ હતુ. ગેહલોતને થોડી રાહત થઇ. તેણે બેઠા-બેઠા જ ખિસ્સામાંથી સીગરેટનું પાકીટ કાઢયુ અને એક સીગરેટ હોઠો વચ્ચે દબાવીને સળગાવી... તેણે રઘુ સામે જોયુ અને તેના તરફ પાકીટ લંબાવ્યુ. રઘુએ એક સીગરેટ લીધી. ગેહલોતના હાથમાંથી લાઇટર લઇને સળગાવી ઉંડો કશ ભર્યો.

ખરેખર અજબ સીન હતો એ.... હજુ હમણા જ ખૂંખાર દિપડાની જેમ એકબીજાને પરાસ્ત કરવા મથી પડેલા બે માણસો અત્યારે આરામથી જાણે વર્ષોના પાક્કા ભાઇબંધ હોય એમ સાથે બેસીને સીગરેટના કશ લગાવી રહ્યા હતા. બેમાંથી કોઇ કંઇ બોલતુ નહોતુ.એક ગહેરી ખામોશી છવાયેલી હતી. તે બંને જાણતા હતા કે પરિસ્થિતિ શું છે અને આગળ આવનારા સમયમાં શું બનશે... હાલ ફીલહાલ તો ગેહલોત જીત્યો હતો.હવે તે રઘુને હવાલાતમાં પુરી શકે તેમ હતો અને સુંદરવન હવેલીમાં થયેલા ખુનો નુ રાઝ ઉકેલી શકે તેમ હતો. તેનું ચોક્કસ એવુ માનવુ હતુ કે એ ખુન કોઇક કારણસર રઘુ અને માધોસીંહે જ કર્યા છે. તેણે કોન્સ્ટેબલ ભવાની પુરોહીતને માધોસીંહને ગીરફ્તાર કરવા તેની પાછળ મોકલ્યો હતો અને ખુદ તેણે રઘુને પરાસ્ત કર્યો હતો... સુંદરવન હવેલીનું રહસ્ય તેને હાથ-વેંત છેટે દેખાતુ હતુ...

નખીલેકથી ઉત્તર દિશામાં એક પહાડીના ઢોળાવમાં નીચે ઉતરવાના ધુળીયા રસ્તે નીરવ એકાંતમાં ગેહલોત અને રઘુ સીગરેટના કસ લગાવી રહ્યા હતા.એક અજીબ ખામોશી ત્યાં છવાયેલી હતી. નજીકની ઝાડીઓમાં આગીયા ચમકી રહ્યા હતા. પહાડીની ટોચેથી ઘુમરાઇને વાતો ઠંડો પવન બંનેના શરીરમાં ધ્રુજાવો ઉત્પન્ન કરતો હતો.એ ઠંડા પવનને કારણે જ ગેહલોતે ત્યાંથી ઉઠવાનું નક્કી કર્યુ નહિતર હજુ તે બે-ચાર સીગરેટ ફુંકી નાંખવાના મુડમાં હતો. તેની જીપ પહાડની ટોચે સમથળ જગ્યામાં તેણે ઉભી રાખી હતી. ત્યાં સુધી તેઓને ચાલીને જવાનુ હતુ. રઘુની હાલત અત્યંત ખરાબ હતી. તેનાથી ચાલવાનુ તો દુર, સહેજ હલી પણ શકાતુ નહોતુ. તેના કરતા ગેહલોતની સ્થીતી કંઇક બેહતર હતી.... થોડીવાર પછી ગેહલોત ઉભો થયો અને રઘુને ઉભા થવામાં મદદ કરી. રઘુની બગલમાં હાથ નાખીને તેને સહારો આપી ઉભો કર્યો. આટલુ કરવામાં પણ રઘુ કરાહી ઉઠયો. મહા મુસીબતે લંગડાતા તેઓ જીપ સુધી આવ્યા. રઘુને ડાબી બાજુથી ચડાવી ગેહલોત ડ્રાઇવીંગ સીટ પર ગોઠવાયો. ટોચની નાનકડી અમથી સમથળ જગ્યામાં તેણે જીપને ઘુમાવી અને નખીલેક પોલીસ થાણાની દિશા પકડી.....રઘુના બુલેટને કાલે કોઇ કોન્સ્ટેબલને મોકલી લઇ આવવાનુ નક્કી કર્યુ.

ગેહલોતના મનમાં રઘુને પકડવાનો અનેરો આનંદ છવાયો હતો....તે વીચારતો હતો કે બહુ જલ્દી તે આ કેસ ઉકેલી નાખશે.....પરંતુ શું ખરેખર આ કેસ અત્યારે ઉકલવાના આરે હતો.....? કે પછી આ એક નવી શરુઆત હતી.....???

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપઃ ૯૦૯૯૨૭૮૨૭૮

Facebook--Praveenpithadiya