i am sorry part-4 Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

i am sorry part-4

[પ્રકરણ ૪]
પ્રેમમાં મેં કરેલ છેતરામણીથી રિસાઈ ગયેલી મારી પ્રિયતમા નિકીને મનાવવાનાં મારાં પ્રયત્નોએ મને વધુ ને વધુ ગૂંચવી નાખ્યો.
તેની સાથેની મારી વાતચીતમાં મારાથી એક એવું વાક્ય કહેવાઈ ગયું કે જેનાંથી મારાં બીજા ગુનાઓ પણ ઉઘાડા પડી ગયા.
.
"હું તારી સાથે ખુશ છું." -તેનાં આવા નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત થઇ હું બરાડી ઉઠ્યો- "મારે તારી સાથે એવું બધું નથી કરવું કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ...આપણે પહેલાં જેવું હતું, તેવું જ બધું પાછુ થઇ જાય, તેમ ઈચ્છું છું."
મેં જ્યારે જોયું કે તે મને ઘૂરકી રહી હતી તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોક્ડ, બંને લાગતી હતી.
"બીજી છોકરીઓ? શિફાની ઉપરાંત?" -જાણે માની ન શકતી હોય, તેવાં અવાજમાં તેણે પૂછ્યું.
.
.
ઓહ માય ગોડ...!
એક દબાયેલું "અ.અ..ર" મારા મોઢામાંથી નીકળી ગયું જયારે મને ખ્યાલ આવ્યો કે હું શું બોલી ગયો.
.
"ઈટ મીન્સ શિફા, એ એક જ છોકરી નથી કે જેને લઈને તે મને ચીટ કરી છે?" -તેણે હેરતથી કાંપતા અવાજ સાથે પૂછ્યું- "તું બીજી છોકરીઓ સાથે પણ સુતો આવ્યો છે ?"
.
જયારે પુરી રીતે તૈયાર હોઉં ત્યારે હું સરસ રીતે ખોટું બોલી લઉં છું, પણ આવા અચાનક મોકાઓ પર તો ક્યારે ય નથી બોલી શકતો.
કાશ.. હું પુરા કોન્ફીડેન્સ સાથે ખોટું બોલી શક્યો હોત કે -હા, ફક્ત શિફા જ એક યુવતી છે.
પણ મારા મોઢામાંથી તો કોઈ શબ્દ જ ન નીકળી શક્યો,
બસ..ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું, તે, જેને કારણે મારા ગુનાઓ મારા ચહેરા પર બિલકુલ સાફ...સહેલાઈથી વાંચી શકાય તેવી રીતે અંકાઈ ગયા.
નીકીનાં આંસુ સુકાઈ ગયા અને હવે તે ગુસ્સાથી કડવી બનવા લાગી.
.
"કેટલી 'બીજીઓ' છે, નીખીલ..?" મારી પીઠ પાછળ કેટલી બીજી છોકરીઓ સાથે તું સુતો આવ્યો છો?"
"નિકી, પ્લીઝ.." -હું તરડાયેલા અવાજમાં બોલ્યો.
"જસ્ટ ટેલ મી નીખીલ..કેટલી ?"
.
મારે કોશિષ કરવી હતી એ કહેવાની, કે શિફા તે એક જ યુવતી છે કે જેની સાથે મેં સેક્સ કર્યું છે, પણ હું જાણતો હતો કે આ પોઈન્ટલેસ વાત હશે. નિકી મૂરખ નથી. હું ક્યારે ખોટું બોલું છું તે પારખી લેવાની હદ સુધી તે મને ઓળખે છે.
નિકી તાકી રહી હતી મને, મારા જવાબની વાટ જોતી.. એવા જવાબની, કે જે અમારી બંનેની વચ્ચેનું બધું જ ખતમ કરી નાખે..તરત જ ખતમ કરી નાખે.
.

"જસ્ટ ટેલ મી નીખીલ..કેટલી ?"
"આઈ ડોન્ટ નો.." -સવાલને ટાળી નહીં શકાય એ જાણી ધીરા અવાજમાં મેં જવાબ આપ્યો. .
"વોટ..? તને ખબર નથી? કેમ..કેમ ખબર નથી? કારણ કે તને યાદ નથી..? કે પછી આવી ઘણી બધીઓ છે એટલે?
.
"બંને.." -મારો અવાજ અટકવા લાગ્યો..તેને ખોઈ બેસવાના અંદેશાથી.
હું પોતે જ શોક્ડ છું..મારી આ ઈમાનદારીથી.
એ જ ક્ષણે હું મારી જાતને બરબાદ થયેલો જોવા લાગ્યો.
હું કલ્પના પણ નથી કરી શકતો કે આ વખતે નિકીને કેવું ફીલ થઇ રહ્યું હશે.
મને છોડીને જતી તેને રોકવાનું હવે ખુબ જ મુશ્કેલ થવાનું છે, તે હું જાણી ચુક્યો છું.
મારી તરફ એકદમ હેરતભરી નજરે થોડી વાર જોયા બાદ, બંને હથેળીઓમાં પોતાનો ચહેરો છુપાવીને નિકી એક તીરની જેમ રૂમમાંથી ભાગી નીકળી.
.
"નિકી...નિકી.. સાંભળ..પ્લીઝ.."-હું તેની પાછળ પાછળ ભાગ્યો. મને લાગ્યું કે ડુસકાઓને કારણે તે શ્વાસ પણ નથી લઇ શકતી.
"ગો ટુ હેલ..!" -તે બરાડી.
તેનું બાવડું પકડીને તેને મારી તરફ ફેરવી, મેં તેને મારી આગોશમાં લઇ લીધી.
મને ડર હતો.. એક અંદેશો હતો.. કે તે મને ધક્કો દઈને હડસેલી મુકશે.
પણ તેનાથી ઊંધું... તે મારી ભુજાઓમાં ઢળી પડી.
આખેઆખું હૃદય તૂટીને બહાર આવી જાય, એટલી હદ સુધી તે રડવા લાગી.
કમજોર હાથે તેણે મારું શર્ટ પકડી લીધું, અને મારા ખભ્ભાઓમાં પોતાનું મોઢું દબાવી દીધું.
અમે બંને હવે ઉભા રહી શકવાને માટે અશક્ત થતાં ચાલ્યા, એટલે નીચે જમીન પર ઘૂંટણીયે બેસી પડ્યા.
મેં તેને પૂરી તાકાતથી જકડી રાખી.. એ ડરને કારણે કે, હવે ભવિષ્યમાં તે મને ક્યારેય આટલો નજીક નહીં ફરકવા દે.
હું તેની મહેંક અને તેની ઉષ્માથી મારી જાતને બહેલાવા લાગ્યો.
તેના મુલાયમ બાવડાઓના સ્પર્શથી એક અજબ પ્રકારની શાંતિ પ્રાપ્ત થતી હતી મને.
તેની તે નાની નાની ખૂબીઓ વિષે હું વિચારવા લાગ્યો કે જેનાથી મારા દિલ-ઓ-જાન હમેશાં ઈમ્પ્રેસ થયેલા રહેતાં.
તેની ત્વચાની મુલાયમતાથી માંડીને તેનાં બદનમાં રહેલી ગજબની ખુશહાલ ઉર્જા, જે તે હમેશાં મારાં માટે જ વાપરે છે.
.
પણ ત્યારે જ અચાનક તેણે પોતાની જાતને મારી પકડમાંથી છોડાવી લીધી.
"નિકી, આઈ લવ યુ સો મચ.."
.
'મારાથી દુર રહે પ્લીઝ.." -તે ઢીલા અવાજે બોલી- "આ બધું સહન નથી થતું મારાથી ..યુ કાન્ટ ઈમેજીન કે તે મને કેટલી હર્ટ કરી છે."
"મારે તને ક્યારે ય હર્ટ કરવી નહોતી.." -હું પણ રડમસ અવાજે બોલ્યો- "આ ફક્ત સેક્સ હતું.. સાવ મિનીંગલેસ સેક્સ. જેની જેની સાથે મેં આ કર્યું છે તેની તરફ મને કોઈ જ લાગણી નહોતી."
નિકી મારી પકડથી અલગ થઇ ને ઉભી થઇ ગઈ.
મેં તેનાં બંને પગની આસપાસ મારા હાથ ફેલાવી તેને મારી બાથમાં લીધા અને મારાં આંસુઓથી તેનાં બંને પગ ભીંજવવા લાગ્યો.
મારી સમસ્ત જીંદગીમાં ક્યારેય મેં મારી જાતને આટલો ડરેલો..આટલો વ્યથિત થયેલો નહોતો ફીલ કર્યો.
"હું તને ખોઈ નથી શકતો નિકી, પ્લીઝ.." -હું કરગર્યો- "તું મારી દુનિયા છે, નિકી. પ્લીઝ ડોન્ટ લીવ..,પ્લીઝ."
તેના પગને, ન છોડવાની જીદ સુધી પકડી રાખી તેની સામે એવી રીતે કરગર્યા બાદ, હું મર્દ કહેડાવવાને લાયક નથી રહ્યો,
અને તો યે..ભલે હું ગમે તેટલો માનહીન થયો હોઉં, પણ તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી.
નિકી વગરની જીંદગી જીવવાને લાયક જ નથી તે હું જાણું છું, અને તે મારી સાથે રહે એટલું જ મને જોઈએ છે.
.
"હું કઈ રીતે રહું તારી સાથે, નીખીલ ? ટેલ મી. હું તારા ઉપર ભરોસો કેમ કરી શકીશ? કેવી રીતે હું માની શકીશ કે તું મને સાચે જ પ્રેમ કરે છે..અને હું તારા માટે પુરતી છું..?
.
"કારણ કે હવે પછી રોજેરોજ હરએક મીનીટ હું તારી સાથે જ વીતાવીશ, એ બતાવવા કે હું તને કેટલો પ્રેમ કરું છું અને તું કેટલી પરફેક્ટ છે મારા માટે. અને તેનાં માટે જે કંઈ પણ જરૂરી છે તે બધું જ હું કરી છુટીશ, એ બતાવવા કે હા, તું મારી પર ભરસો કરી શકે છે. હું તારી નજરોથી બિલકુલ દુર નહીં થાઉં. તું મારો ફોન પણ રાખી લેજે. મારી બાઈક... કે તારે જે જોઈએ તે બધું. હું તે બધું જ કરીશ કે જે તને જરૂરી લાગતું હોય નિકી, એ સાબિત કરવા કે હું હવે પછી કોઈ પણ છોકરીની સામે નહીં જોઉં." -મારાથી બને એટલી બધી જ જાતની ખાતરી મેં તેને આપી દીધી.
.
થોડી વાર પછી મેં તેનાં પગ છોડી દીધાં અને ઉભો થઇ ગયો.
મારી છાતી અને પેટમાં એવી કોઈ અજાણી પીડા ઉપડી કે જેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
હું ખુબ જ થાકી ગયો.
તેના બંને ગાલો પર મારી હથેળીઓ રાખી તેનાં કપાળ પર મારું કપાળ ટેકવી દીધું.
કેટલીય ક્ષણો સુધી અમે બંને આંખો બંધ કરી એમ જ ઉભા રહ્યા. અને બંનેના મૂક હૈયાં હાંફતા જ રહ્યા.
.
"પ્લીઝ..આપણો સંબંધ પૂરો નહીં કરતી.." -ધીરે રહીને હું બોલ્યો.
"હું કરું છું પૂરો? આ કામ તો તેં જ કરી નાખ્યું છે. મને છેતરીને..સુઈને....ગમે તેની સાથે..બધીઓની સાથે."
"આઈ'મ સોરી..પ્લીઝ.. કેન વી જસ્ટ..ટોક ?
.
જાણે કોઈ સંશોધન કરી રહી હોય તેવી નજરે થોડી વાર મારી સામે જોયા બાદ તે બોલી-
"ઓકે, પણ તે એટલા માટે, કારણ કે મારી પાસે અમુક સવાલો છે તારા માટે.."
અને તે ઝડપથી કિચન તરફ ગઈ. હું તેની પાછળ ગયો.
મેં જોયું તો તેણે ફ્રીઝમાંથી વોડકાની બોટલ કાઢી.
ચુપચાપ તેણે બે ગ્લાસમેં રેડી અને એક ગ્લાસ મને આપ્યો, જે મેં આભારપૂર્વક લઇ લીધો.
આટલી મથામણ અને જહેમત પછી મને પણ અત્યારે એક કડક ડ્રીંકની જરૂર હતી, અને જે પ્રકારે તેણે એક મોટો ઘૂંટડો ભર્યો તે જોતાં, તેને પણ તેટલી જ જરૂર હતી.
ફ્રીઝમાં વોડકા વધેલી પડી જ હતી, કારણ અમે બંને મોટેભાગે બીયર અથવા વાઇન જ પસંદ કરીએ છીએ.
વોડકા તો અમે ભાગ્યે જ પીએ છીએ.
.
મને યાદ છે, છ-સાત મહિના પહેલાં, એક સાંજે અમે બંને બહુ જ બોર થતાં હતાં, તો અમે એક ડ્રીન્કીંગ-ગેમ રમવાનું નક્કી કર્યું હતું.
આનાં માટે અમે બંને વોડકાની બાટલીઓ પણ સાથે લઇને તેની કારમાં લોઅર ગાર્ડન ગયા, જ્યાં મોટેભાગે યુવાન-યુવતીઓની જ કાયમ ગર્દી રહે છે.
અમે બંને કારમાં બેઠા જ રહ્યા. અને નક્કી કર્યું કે આસપાસમાંથી કોઈ એક ખાસ શબ્દ જો અમને સંભળાય તો અમારે એક એક ઘૂંટડો ભરવો.
કયો શબ્દ? તે અમે વિચારી ન કરી શક્યા, તો આખરે નક્કી કર્યું કે જો કોઈ અંગ્રેજી ગાળ સંભળાય, તો નીકીએ એક ઘૂંટડો ભરવાનો, અને જો કોઈ હિન્દી ઇન્ડિયન ગાળ સંભળાય તો મારે એક ઘૂંટ મારવાનો.
અહીંતહીં ગ્રુપમાં ટોળે વળીને ટોળટપ્પા મારતા, કે બાજુમાંથી પસાર થતાં ગોવાનાં બેફીકર જુવાનીયાઓ અને વિદેશી સહેલાણીઓની મહેરબાનીથી અમને એટલી બધી ગાળો સાંભળવા મળી અને અમારે એટલાં બધાં ઘૂંટ મારવા પડ્યા, કે એકાદ કલાકમાં તો અમે બંને પૂરેપુરા ટલ્લી થઇ ગયા હતા. પણ તોય, આ એક નવા જ પ્રકારનો અનુભવ હતો.
.
તે મજેદાર પ્રસંગ યાદ આવતા જ આવી કરુણ પરિસ્થિતિમાં ય મને થોડું સારું લાગ્યું, પણ નિકીની સામે નજર કરતાં જ વાસ્તવિકતા સામે આવી ગઈ. તે બારીમાંથી બહાર તાકતી, ગુમસૂમ ઉભી હતી.
.
"બહાર લીવીંગ-રૂમમાં જઈને બેસવું છે ?" -તે ઝબકી ન જાય તેવાં ધીમાં સ્વરે મેં પૂછ્યું.
માથું ધુણાવી તે આગળ ચાલી અને હું પણ બહાર લીવીંગ-રૂમમાં આવ્યો.
.
"તે કહ્યું તારે કંઈ સવાલો પુછવા છે..?" -મારો ગ્લાસ પૂરો કરતાં હું બોલ્યો. વોડકાની હુંફથી મારાં ગળામાં અને મારી છાતીમાં ઘણું સારું લાગતું હતું. ખાલી ગ્લાસ મેં કોફી-ટેબલ પર મુક્યો. મારું જોઇને નિકીએ પણ તેમ જ કર્યું.
.
"હું ઈચ્છું છું કે હું જે કંઈ પણ પૂછું તેનો તું ઓનેસ્ટલી જવાબ આપે." -તે થોડી બેચેની સાથે બોલી- "મને ખબર નથી કે તારો એક પણ શબ્દ હું સાચો માનીશ કે નહીં, પણ તો ય તું મને પ્રોમીસ આપ કે તું સાચું જ બોલીશ."
"યસ, આઈ પ્રોમીસ નિકી.. હવે કોઈ જ જુઠાણું નહીં."
.
અને આ વાક્ય હું બોલ્યો, ત્યારે મારો ઈરાદો પણ એવો જ હતો..સાચેસાચું કહી દેવાનો.
ખાસ કરીને હવે, જયારે સહુથી સીરીયસ વાત તો મેં તેને ઓલરેડી કહી જ દીધી છે, કે હું એકથી વધુ યુવતીઓને લઈને તેને ઘણીવાર ચીટ કરી ચુક્યો છું.
.
"તું મને.. તું મને ક્યારે ચીટ કરતો હતો? તું તો એકલો ભાગ્યે જ બહાર જતો હતો." -તેણે પોતાની મૂંઝવણ જાહેર કરી.
"હું ઘણી બધી વાર ઓફિસેથી વહેલો પાંચ વાગ્યે જ નીકળી જતો હતો" -સાચું બોલવાનો મારો ઈરાદો બદલાઈ જાય એ પહેલાં હું જલ્દીથી બોલી ગયો.
વોટ..?" -તે ચોંકી ગઈ.
"હું આ બાર...વૂ-ડૂમાં જતો..ઓફિસેથી નીકળ્યા પછી. -ભોંઠપભર્યા અવાજે હું બોલ્યો- "અહીં જ હું એ છોકરીઓને મળતો, કે જેની સાથે મારું સેક્સ થતું..શિફા સહીત."
.
ખલાસ...!
બસ, હવે પાછળ હટવાનો કોઈ જ ચાન્સ નથી.
.
તેનાં રીએક્શનની વાટ જોતો હું ટેન્શનમાં જ બેઠો રહ્યો. અને એમાં કોઈ જ શક નથી કે મને તેનાં ઓવર-રીએક્ટ થવાનો બહુ ડર લાગી રહ્યો હતો.
.
મને શરમિંદો કરી મુકતી નજરથી તે મને તાકતી રહી.
મને હવે મારી જાતથી ઘૃણા થઇ આવી, આ બધું જે મેં તેની સાથે કર્યું છે, તે બદલ હું મારી જાતને ક્યારેય પણ કેવી રીતે માફ કરી શકીશ.
.
"તું.. શું.. " -તે હક્લાવા લાગી, જાણે કે તેને શબ્દો ન મળી રહ્યા હોય તેમ- "ક્યાં? ક્યારે? શું કામ?"
"વૂ-ડૂમાં.. શરૂઆતમાં હું મોટેભાગે ઓફિસેથી ત્યાં ડ્રીંક માટે જતો. અને આમ જ એક વાર ત્યાં કોઈક સાથે લાગુ પડી ગયો." -હું કબુલતો ગયો- "તે દિવસે હું ટેન્શનમાં હતો, અને મને એવું લાગ્યું'તુ કે મને થોડી રિલીફ... થોડી મસ્તીની જરૂર છે."
.
"તો શું હું તને બોર કરું છું, કે એવું કંઇક ?" -તે અક્ડીને બોલી- "તે મારી પાસે આવીને કેમ ન કહ્યું અને શા માટે મારી સાથે 'મસ્તી' ન મારી?"
"મારે તેમ જ કરવું જોઈતું હતું.." -મારા આંસુઓ ફરી આવી ગયા, મને કમજોર બનાવવા માટે- "મને બસ..તેમાંથી મળતી એકઝાઈટમેન્ટ ગમતી હતી."
.
મારા જવાબમાં રહેલા કારણો મને પોતાને જ ખુબ અજુગતા લાગ્યા..!
કેટલી તર્કહીન વાતો હું કરી રહ્યો હતો..!
મેં ક્યારે ય એવું વિચાર્યું જ કેમ, કે અજાણી યુવતીઓ સાથેની મસ્તીની વેલ્યુ એટલી બધી વધુ છે, કે તેને માટે થઈને હું મારા જીવનનાં પ્રેમ સાથે ખિલવાડ કરી લઉં.
.
"તું અને તારી તે ફાલતું એકઝાઈટમેન્ટ.." -તે પોતાની અકડ ચાલુ રાખતા બોલી- "શું? તો મને છેતરવામાં તને એકઝાઈટમેન્ટ મળતી હતી? તારી નજરમાં મારી કિંમત શું આટલી... સાવ બે કોડીની જ છે?"
"મારો એ મતલબ નહોતો. તું તો મારી દુનિયા છે નિકી. મેં જે તારી સાથે કર્યું, તેને કારણે મારી જાતને હું નફરત કરું છું. આઈ રીઅલી હેટ માયસેલ્ફ."
"બટ નોટ, એઝ મચ એઝ આઈ હેટ યુ, નીખીલ." -તે જે આ વાક્ય બોલી ગઈ તે અણધાર્યું તો નહોતું જ, પણ તોય એક જોરદાર ધક્કો દઈ ગયું મને.
"યુ ડોન્ટ મીન ધેટ, તારો મતલબ એ નથી જે તું બોલી રહી છો.." -છલકાતી આંખો સાથે તેનો હાથ પકડતા હું બોલ્યો- બોલ નિકી, કહી દે કે તારો બોલવાનો મતલબ એ નથી કે જે તું બોલી રહી છે..પ્લીઝ..!"
.
પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોઈ રહી હતી.
"હું પણ તે જ ઈચ્છું છું કે મારા કહેવાનો તે મતલબ ન હોય, નીખીલ. આઈ વિશ કે હું તને ધિક્કારી શકતી હોત. તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલી હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે મારામાં એટલી એનર્જી ય નથી બચી કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ..આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું."
.
તેનાં પછી મેં સાચે જ એક મૂરખની જેમ એક વાત કહી.
તે વખતે તો મને લાગ્યું કે તેનાથી આ મેટર સુલજાઈ જશે, તેને મારી નજીક લઇ આવશે, તેની પીડા ઓછી કરશે. પણ ઉલટું એવું થયું, જાણે કે મેં કોઈ સ્વીચ ઓન કરી દીધી જેનાથી તે એક ક્રોધી અને કડવી વ્યક્તિ બની ગઈ.

.

.

વધુ પાંચમાં પ્રકરણમાં
[અશ્વિન મજીઠિયા....]
.

.