I AM SORRY PART - 5 Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

I AM SORRY PART - 5

આઈ એમ સોરી- [ભાગ ૫]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: mmashwin@gmail.com

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૫]

મારી રિસાયેલી પ્રેમિકાને મનાવવાના મારાં પ્રયત્નો દરમ્યાન તે એટલી વ્યથિત થઇ ગઈ કે પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોતી રહી.
"નીખીલ. આઈ વિશ કે હું તને ધિક્કારી શકતી હોત. તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલો હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે નિખિલ, મારામાં એટલી ય એનર્જી નથી બચી, કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ.. આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું."
.
મેં તેના ખભ્ભામાં મારું માથું ઝુકાવી તેની ગરદનમાં મારો ચહેરો મૂકી દીધો.
થોડી પળો માટે હું તેમ જ ચુપચાપ રહ્યો, તેના સાન્નિધ્યની પ્રસંશા કરતો.
તેણે પણ પોતાનો ચહેરો મારા ચહેરા પર મૂકી દીધો.
ઓનેસ્ટલી...મને તો લાગ્યું, કે અમારા બંને વચ્ચે વાત હવે બની રહી છે. પણ તે ત્યાં સુધી જ .. કે જ્યાં સુધી મેં મારું બેવકૂફ જેવું મોઢું નહોતું ખોલ્યું.
.
"ચાલ મારી સાથે પલંગમાં.." -હું તેનાં કાનમાં ગણગણ્યો.
વેલ...હું તેને બહેકાવતો નહોતો, સેક્સની તો કોઈ ઈચ્છા ય નહોતી તેમાં.
મારે તો બસ.. તેને મારી આગોશમાં જકડી રાખવી હતી.
તેને એ દેખાડવાનો નમ્ર પ્રયાસ કરવો હતો, કે હું તેને કેટલી ઉન્મત્તતાથી પ્રેમ કરું છું.
.
પણ નિકી તો એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ, અને પોતાની ક્રોધ ભરેલી ત્રાડથી મને ચોંકાવી દીધો.
"આ જ છે તારી કાળજી અને લાગણી મારા માટે..? સેક્સ..? હું અત્યારે જ્યારે કહી રહી છું, કે હું કેટલી થાકી ગઈ છું.. કેટલી પીડા અનુભવું છું, ત્યારે તને બસ એ જ બધું કરવું છે..? બસ એ જ બધું અજમાવવું છે મારી ઉપર?"
.
"નો નિકી નો..!" -હું ઝડપથી બોલ્યો.
"આપણી રીલેશનશીપનો આટલો જ મતલબ છે તારા માટે..? ફક્ત સેક્સને ખાતર જ..? આટલાં વર્ષોમાં આનાથી વધુ મારી કોઈ જ વેલ્યુ નથી તારા માટે..?" -બોલતાં બોલતાં તેનો ક્રોધ વધતો ચાલ્યો..
.
હું તેને ધરપત દેવા માટે ઉભો થઇ ગયો. ન માની શકાય તેટલું પીડાદાયક હતું તેનું એ કહવું, કે અમારી રીલેશનશીપ એક કમજોર પાયા પર ઉભી છે, અને તેની આખી બુનિયાદ જ સેક્સથી બનેલી છે.
.
"હાઉ કેન યુ સે ધેટ, નિકી..? -હું રડી પડ્યો- "આઈ લવ યુ વિથ ઓલ માય હાર્ટ. અને આપણે બંને ભલે કોઈ દિવસ, ક્યારે ય સેક્સ ન કરીએ, તો ય મારા મનમાં તારા માટે એટલી જ ફીલિંગ્સ રહેશે. અને કોઈ પણ સેક્સ-રીલેશન વગરે ય, મારે તારી સાથે જ આખું જીવન વિતાવવું છે, નિકી... આ લવ યુ ધેટ મચ.. "
.
"હાઉ કેન યુ લવ મી, નીખીલ?" -ડુસકાઓને કારણે તેનો અવાજ પાછો તુટવા લાગ્યો- "કોને ખબર કેટલા સમયથી તું મારી આગળ એટલાં માટે ખોટું બોલી રહ્યો છે, કે જેથી તું કોઈ ગંદા બારમાં જઈને છોકરીઓ સાથે પેચ લડાવી શકે. તારામાં તો હવે એટલી ય તાકાત આવી ગઈ છે એ કહેવાની, કે તું તારી ઓફીસનું કામ કોઈ અલગ જ સમયે નીપટાવી નાખે છે, કે જેથી રોજબરોજ તું સેક્સ માણી શકે... મારા સિવાય, બીજા બધા સાથે. અને...અને આ બધું તે કોઈ નબળી ક્ષણોમાં નથી કર્યું. બલકે... એક્ચ્યુલી એક સરસ પ્લાન બનાવીને તું આ બધું કરતો આવ્યો છે."
.
હું કંઈ જ ન કહી શક્યો.
ને કહેત પણ શું..?
નિકી મારી સામે જ ઉભી હતી, વિખરાયેલી... પોતાની તે પીડાઓઓની વાતો દોહરાવતી, કે જે પીડા મેં જ તેને આપી હતી.
.
"અને આટલું ય તારા માટે પુરતું નહોતું. હતું પુરતું..? બારમાં સેક્સ કર્યા બાદ પણ તને હજી યે વધું ને વધુ જોઈતું હતું. એટલે, તું તે બધીઓને અહિયાં લઇ લઇ આવે છે. અહિયાં.... કે જેને આપણે આપણું 'ઘર' કહીએ છીએ. આપણે આ મકાન માટે કેટલી તનતોડ મહેનત કરી છે, કે જેથી તે આપણા બંનેનું 'ઘર' બને. અને તેં.. તેં એને બનાવી નાખ્યું.... શું કહેવાય તેને.. એક વેશ્યાવાડો..!"
.
નીકીના અવાજમાંથી પ્રતિબિંબિત થતું દર્દ મને શર્મીન્દગીના બોજ તળે દબાવતું ચાલ્યું, કે જયારે તેણે મને અહેસાસ કરાવ્યો, કે હું કેટલો સ્વાર્થી બની ગયો હતો.. છેલ્લા કેટલા ય સમયથી.
.
હું ફરી તેની નજીક ગયો અને તેનો ચહેરો હથેળીઓમાં લઇ તેનાં માથા પર મારું માથું ટેકવી દીધું.
પીડાના આ અસહ્ય અને અતિરેક ડોઝથી અમારી પાંપણો ભારે થઇ ગઈ.
.
"તે મારી સાથે આવું કેમ કર્યું, નીખીલ? વાય? શું હું ક્યારેય પુરતી નહોતી તારા માટે?"
"તું પુરતી જ હતી મારા માટે, નિકી. પણ મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું. આઈ વિશ, કે આ બધું હું પાછુ લઇ શકું. તું મને છોડીને જઈશ એ વાતનો હું સામનો નહીં કરી શકું નિકી. તારા વગર જીવવાનાં વિચારમાત્રને હું હેન્ડલ નથી કરી શકતો."
.
"હું પોતે ય તને ખોવાનો વિચાર સહન નથી કરી શકતી નિખિલ, પણ..." -આ બોલતી વખતે તેનો અવાજમાંની પીડા મહત્તમ સ્તરે પહોંચી ગઈ ને હું થંભી ગયો...
જો કે તેણે પોતાની વાત આગળ વધારી- "પણ મારે જવું જ છે. કોઈ કારણ જ નથી અહીં રહેવા માટે. હું ઉપર જાઉં છું, થોડી વસ્તુઓ લેવા માટે. તું પ્લીઝ.. બેડરૂમમાંથી મને મારા થોડા કપડાં લાવી આપ."
.
એક જ વાક્યમાં નિકીએ બે વાતો એવી કહી દીધી જે મને આંચકો દઈ ગઈ.
પહેલી એ, કે તે ફરી પાછી તેના પાપાના ઘરે જઈ રહી છે.
અને બીજી એ, કે હું તેને અમારા બેડરૂમમાંથી થોડાં કપડાં લાવીને દઉં.
બેમાંથી એકે ય વાતમાં હું તેનો વાંક ન કાઢી શકું.
શીફાને મારી સાથે અમારા બેડરૂમમાં જોયા બાદ તે એ બેડરૂમમાં જવા તૈયાર નહોતી, કદાચ એમાં તેને મારી દગાબાજીની દુર્ગંધ આવતી હશે.
સ્વાર્થીપણા સાથે, મેં તેને અહીં સોફા પર જ સુઈ જવા માટે રાજી કરવાનું ય વિચાર્યું.
પણ તેને તો એકલાં જ રહેવું હતું. થોડી સ્પેસ જોઈતી હતી તેને, અમારી રીલેશનશીપનું ગંભીરતાપૂર્વક વિશ્લેષણ કરવા માટે.
.
અમારું આ સગપણ..અમારી આ સગાઇ..અમારી આ લીવ-ઇન રીલેશનશીપ, અત્યાર સુધી એટલી મજબુત હતી કે લગ્ન જેવા દેખાડાની તેને કોઈ જ જરૂર નથી એવું અમે બંને માનતા હતા.
લગ્ન પછી અમારો પ્રેમ હજુ વધુ ગાઢ બની જશે, એવું કંઈ જ અમને લાગતું ન હતું.
અને માટે જ બંનેમાંથી કોઈએ લગ્ન કરવાની ખાસ કોઈ ઉત્સુકતા કે ઉતાવળ દાખવી નહોતી.
પણ આજે, સામાજિક માન્યતા વગરનાં અમારા આ સગપણ પર મને દયા આવી.
એક જ ઝાટકે આ તાંતણાને તોડી નાખતાં, નિકીને જરાય વાર નહીં લાગે, એવું મને લાગવા લાગ્યું.
.
અત્યારે રાતે તેની ઘરે જવાની વાતથી હું ઉદાસ થઇ ગયો.
હવે ફરી પાછી તે નહીં આવે તો?
તેને મળવાની ફરી પાછી તે મને પરમીશન નહીં આપે તો?
.
આખરે અસહાય બનીને મેં તેની વાત માની લીધી.
તે વોશરૂમમાં ગઈ થોડી ટોઇલેટરીઝ લેવા માટે, અને હું બેડરૂમમાં ગયો.
અમારા બેડરૂમમાં ન આવી શકવાનાં નિકીના ઈશારા માટે ખુદને જ દોષી કરાર દેતાં દેતાં, મેં એક ઓવર-નાઈટ બેગ કાઢી.
એમાં તેનું એક જીન્સ અને બે-એક ટીશર્ટ ભર્યા.
સોક્સ અને તેનું એક ટ્રેક-પેંટ ભર્યું.
બસ, તેનાથી વધુ કંઈ જ ભર્યું, કારણ હું નહોતો ઈચ્છતો કે તે વધુ દિવસ અહીંથી દુર રહે.
મને મળવાની તેને કોઈ ઉતાવળ ન પણ હોય, તો યે પોતાનો સામાન લેવા માટે તો તેણે અહીં ફરી આવવું જ પડે એવો આશય હતો, આ પાછળ.
.
"ફરી પાછા ક્યારે મળશું આપણે?" -અસહાયતા સાથે હું બસ એટલું જ પૂછી શક્યો કારણ મારી તૂટતી હિંમત સાથે મારો અવાજ પણ તુટવા લાગ્યો હતો.
"આઈ ડોન્ટ નો.." -મારી તરફ જોઉં વગર તે પણ એટલું જ ધીમી બોલી.
.
મારા હાથ કાંપવા લાગ્યા, અને છાતીમાં એક અજાણી પીડા ઉપડવી શરુ થઇ ગઈ.
તેની તરફ ઝુકીને મેં મારા હાથ આગળ વધારી તેના ગાલ પર મુક્યા, જે ઘણા ગરમ અને કંઇક અંશે ચીકણા થઇ ગયા હતા.. કદાચ સુકાયેલા આંસુઓને લીધે.
.
નીકીએ મારા હાથને હટાવ્યા નહીં, ઉલટું તેણે પોતાની આંખો મીંચી લીધી અને પોતાનો ચહેરો મારા હાથ તરફ વધુ ઝુકાવ્યો, કદાચ મારા સ્પર્શથી તેને કંઇક રાહત લાગતી હશે.
તેણે મને સ્પર્શ કરવા દીધો, તેનાથી હું જાણે કે તેનો અહેસાનમંદ થઇ ગયો હોઉં તેવી લાગણી મારા મનમાં આવી ગઈ.
તે જાણે કે તણાવમાંથી મુક્ત થઈને થોડી રિલેક્ષ્ડ લાગવા લાગી જેનાથી તેની સુંદરતામાં ય નિખાર આવવા માંડ્યો.
હું કદાચ મારું નસીબ અજમાવતો હતો, પણ જયારે હું મારા હોઠ તેનાં હોઠ સુધી લઇ ગયો, તો તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો.
તેનાં આવા રીએક્શનથી હું થોડો ટેંસ્ડ થઇ ગયો, અને પ્રાર્થના કરવા લાગ્યો કે તે ક્યાંક પાછળ ન હટી જાય.
.
એન્ડ યસ..
તેણે તેમ ન જ કર્યું. બલ્કે મને કીસ-બેક પણ કરી.
ત્યારે મને જે લાગણી થઇ આવી તે અકલ્પનીય હતી... જાણે કે તે કે મિશ્રણ હતું તે રાહતનું, આશાનું, અને સંતોષનું.
.
અમે બંનેએ, પ્રેમ, અને ધીરે રહીને જાગૃત થતી ઉત્તેજનાઓ સાથે, ગાઢ ચુંબનની શરૂઆત કરી.
એ તો એકદમ સાફ હતું, કે તેણે ય મારી જેટલું જ આ બધું મિસ કર્યું હતું.
કદાચ મીનીટ કે બે મીનીટ સુધી અમે તે ચાલુ રાખ્યું.
અને તે સમયગાળાની પ્રત્યેક પળ પેલાં લાગણીભીના ઘાવોને રુઝાવતી ચાલી, અને મારાં મનમાં આશાનું ઇંધણે ય ભરતી ગઈ.
પણ.. આ બધું વધું વાર ન ચાલ્યું.
એકાએક એક ડગલું પાછળ ખસીને તે મારાથી અળગી થઇ ગઈ.
.
"નિકી.." -ન માની શકતો હોઉં તેમ હું ચમકી ગયો.
"આઈ કાન્ટ ડુ ધીસ.." -કહીને તે જાણે કે હોશમાં આવી હોય, તેમ દરવાજો ઉઘાડીને બહાર ભાગી નીકળી.
.
"નિકી.." -મેં બુમ પાડી- "કમ બેક પ્લીઝ..!"
પણ કોઈ અસર ન થઇ. પોતાની કારમાં બેસીને તે ચાલી ગઈ.
મારી તે સઘળી પીડાઓ, કે જે થોડી ક્ષણો માટે અલોપ થઇ ગઈ હતી, તે ફરી પાછી પોતાની હાજરી વર્તાવા લાગી.
હું અંદર ગયો અને સીધો પલંગ પર જઈ પછડાયો. એવું લાગતું હતું મને, કે જાણે હું....
હારી ગયો..!
.
.
હવે આજે બીજા દિવસે... ઓફિસે જવાનો મારો કોઈ જ ઈરાદો નથી.
પણ હું તે ય જાણું છું કે ઓફિસમાં જઈને ને કંઇક કામ કરીને જ હું મારું મન બીજે વાળી શકીશ.
.
ઓફિસમાં જેવો હું મારી કેબીનમાં આવીને બેઠો, કે એકદમ પ્રફ્ફુલિત મૂડ સાથે અમય પણ અંદર આવી ગયો.
"ગુડ મોર્નિંગ નીખીલ.." -તે ચહેકીને બોલ્યો- "યુ ઓલરાઈટ..? સાવ લેવાઈ ગયો હોય તેવો લાગે છે તું તો.."
"યસ.. આઈ'મ ફાઈન," -મેં થોડી બેપરાઈથી જવાબ આપ્યો. મને આજે બિલકુલ મન નહોતું થતું કોઈને એક સ્માઈલ પણ દેવાનું...અમયને પણ નહીં.
આજે ફરી એક થકવી નાખે એવો દિવસ જવાનો એવું મને લાગી રહ્યું હતું.
"લેટ નાઈટ સુધી 'ડોલ્સ' સાથે કે શું.." -તેણે આંખ મારીને મને પૂછ્યું.
કાશ.. એવું જ કંઇક હોત..હું મનોમન બબડ્યો.
.
આખી ઓફિસમાં એક ફક્ત અમય જ છે, કે જે મારી આ પબવાળી સિક્રેટ લાઈફ વિષે જાણે છે.
પેલી બધી ચાલુ ટાઈપ છોકરીઓનો તે 'ડોલ્સ' કહીને ઉલ્લેખ કરે છે, જો કે પબમાં ય બધાં એમ જ કરે.
બહુ મહિના પહેલા નિકીના પાપાનું આંખનું ઓપરેશન હતું, ત્યારે બે દિવસ માટે તે ત્યાં રહેવા ગયેલી.
એટલે મોડી સાંજ સુધી હું પબમાં બેઠેલો, ત્યારે અચાનક મને ત્યાં અમય મળી ગયો હતો.
તેને જોઈ મારા તો હોશ જ ઉડી ગયા હતા, કે હવે આ બધું ઓફિસમાં અને ધીરે ધીરે ગમે ત્યાંથી નિકી અથવા તેનાં ભાઈ રિચર્ડ સુધી ખબર પડી જશે.
પણ અમય એક ઠરેલ ટાઈપનો યુવાન નીકળ્યો.
ઓફિસમાં હું તેનો સીનીયર છું. પણ મારો આ ભેદ જાણવાનો તેણે કોઈ જ ગેરલાભ નથી લીધો.
આમ છતાંય અમારી બંને વચ્ચે જરૂરી અંતર રાખવાનું તો મેં ચાલુ જ રાખ્યું. કોઈ અંગત વાતો કે મારી ફેમીલી લાઈફ વિષે અમે ભાગ્યે જ કોઈ ઉલ્લેખ કરીએ છીએ.
"લેટ નાઈટ સુધી..?" -તેણે જયારે આંખ મારીને મને પૂછ્યું, ત્યારે તેનાં ચહેરા પર એક અજાણી ખુશી છલકી રહી છે.
.

"હમમમ.." -હું ફક્ત હામી ભરીને અટકી ગયો અને પછી ટોપિક બદલવા માટે તેને પૂછ્યું- "બાકી? આજે સવાર સવારમાં તું કેમ આટલો ખુશ જણાય છે?"
"કાલે રાતે એક બિલકુલ નવી અને મસ્ત 'ડોલ' સાથે 'સેશન' થઇ ગયું." -તેણે હસતાં હસતાં કહ્યું.
.
કોઈક 'નવી'ને મળીને તે આજે કંઇક વધુ જ ખુશ જણાઈ રહ્યો હતો.
એટલો ખુશ, કે અમારા બંને વચ્ચેના વણકહેલા કાયદાઓને પણ વિસારે પાડી તે ખુલ્લંખુલ્લા વાતો કરવા લાગ્યો.
'વૂ-ડૂ' પબમાં અમય સાથે મુલાકાત પછી થોડી ખીલેલી અમારી લીમીટેડ ફ્રેન્ડશીપથી તે ફક્ત એટલું જાણી શક્યો છે, કે હું કોઈકની સાથે લીવ-ઇન-રીલેશનશીપમાં છું, પણ મારી પાર્ટનરનું નામ અથવા બીજી કોઈ વિગત તે જાણતો નથી.
મેં આ બધી વાતો તેની સાથે શેઅર કરી જ નથી.. અમુક અંતર તો મેં જાળવી જ રાખ્યું છે.
.
જો કે આજે તો મને ય જરૂર હતી કોઈક એવા દિલની, કે જેની સામે હું કંઇક હળવો થઇ શકું. તો અમયની આ ખુલ્લી વાતોથી મને કોઈ અનકમ્ફર્ટ ફીલ ન થયું.
.
"બહુ જ મસ્ત હતી યાર," -તેણે પોતાની વાત ચાલુ રાખી- "બટ આઈ થીંક, એને ફક્ત 'વન-નાઈટ-સ્ટેન્ડ' જ જોઈતું હતું. જો કે મને પણ તે વાતથી કંઈ જ ફરક નહોતો પડતો"
"તમે લોકોએ ફોન નંબર લીધા, કે નહીં એકબીજાનાં ?"
"ના..પણ તારી સાથે શું થયું છે..? ગઈ કાલથી જ તું કંઇક બદલાયેલો લાગે છે." -તેને જે પેટમાં દુ:ખતું હતું, તે તેણે પૂછી જ લીધું.
.
કેટલું ય મેં ઈચ્છ્યું કે આ પ્રોબ્લમ મારી અને નિકી વચ્ચે જ રહે, તેમ છતાય તેનાં આ સવાલથી મારી આંખો છલકાઈ જ ઉઠી.
"બસ.. રાતે નીંદર સરખી થઇ નથી." -જવાબ આપતા આપતા મારો અવાજ તરડાઇ ગયો. પણ પછી જાતને સંભાળીને મેં લેપટોપમાં કામ કરવામાં બીઝી છું, તેવો ઢોંગ કરવા લાગ્યો.
"સાચ્ચે..?" -તેણે શાંતિથી પૂછ્યું
"હા.. પણ ઓનેસ્ટલી કહું તો આ એવી વાત નથી કે જે મારે તારી સાથે કરવી જોઈએ." -મેં નાજુકાઈથી અને રીસ્પેક્ટથી તેને કહ્યું.
.
એ બહુ સારું હતું કે અમય મારાં માટે આટલી ફિકર દેખાડતો હતો, પણ એક્ચ્યુલી હું મૂડમાં જ નહોતો.
"વેલ.. તને જો મારી જરૂર પડે, તો તને ખબર છે કે હું ક્યાં છું." -કેબીનની બહાર નીકળતા તે બોલ્યો.
અને હું ફરી એકલો પડી ગયો મારી કેબીનમાં.
.
અમયના જવા બાદ હું કેબીનમાં એકલો રહી ગયો.
નિકીની યાદ હરપળ આવતી રહી.
મેં પોતે જ ઉભા કરેલા સંજોગોથી હું હવે થાકી ગયો હતો અને મારી જાત પર જ મને ગુસ્સો આવતો હતો.
નિકીને બહુ જ વધુ હું મિસ કરવા લાગ્યો અને કાલ રાતવાળી કિસ મારી આંખોની સામે હરપળ તરતી રહી. કેટલી અદભૂત કિસ હતી તે.
.
બપોર પછી મેં નિકીને એક મેસેજ કરવાનું વિચાર્યું.
પણ કઈ રીતે શરુ કરું કંઈ સમજમાં નહોતું આવતું, તો બસ કંઇક સિમ્પલ રીતે લખ્યું- "કેવું ફિલ થાય છે?"
.
હું જાણતો હતો કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખતાં આ એક મુર્ખ જેવો સવાલ હતો.
પણ મારા અચરજ વચ્ચે, તરત જ તેનો રીપ્લાઈ આવ્યો, જે કે એક સારી નિશાની કહી શકાય એવું મને લાગ્યું. પણ તેનો રીપ્લાઈ કોઈ જ રીતે પોઝીટીવ નહોતો જ.
કારણ તેણે લખ્યું હતું- "ઉકરડા જેવું....લાઈક અ શીટ"
"ઓહ.. સોર્રી. તો ફરી પાછા મળીયે ?"
"ના.. આજે રાતે નહીં.." -તેનો જવાબ આવ્યો.
.
તેની 'ના' સાંભળીને મારું મન હતાશ થઇ ગયું.
પણ તેણે ફક્ત આજની રાત માટે જ ના પાડી છે, હમેશા માટે નહીં. તો આનો તો મતલબ તો સારો જ સમજવો જોઈએ એવું મને લાગ્યું.
કે પછી એવું તો નથી કે હું કંઇક વધુ પડતી જ આશા બાંધીને બેઠો છું?
.
હવે આગળ શું લખવું જોઈએ તેની મૂંઝવણ થઇ આવી.
હું નક્કી નહોતો કરી શકતો કે તેને રાજી કરવા માટે હજી વધુ પ્રયત્નો કરવા જોઈએ કે પછી અમુક સમય માટે તેને થોડી સ્પેસ દેવી જોઈએ.
જેટલો વધુ સમય હું તેને આપું તેટલો જ હું વધુ ને વધુ તે ખતમ થતો જાઉં છું.
હવે.. ફરી પાછી એક એક રાત નિકી વગર કાઢવાની વાત મારી સહનશીલતાની બહારની વાત હતી.
અને ત્યારે જ..
મારા વિચારોમાં ખલેલ પાડવા માટે કોઈએ મારી કેબીનનો દરવાજો ખખડાવ્યો.
"કમ ઇન..," -મેં અવાજ દીધો, પણ સાથે સાથે નિકીને એક મેસેજ પણ મોકલી દીધો -"આઈ લવ યુ."
.
અમય અંદર આવ્યો, ચહેરા પર એક સહાનુભુતિભર્યું સ્માઈલ લઈને.
મૂડ ખરાબ હોવાને કારણે મને તો જો કે એવું જ લાગ્યું કે તે સાલો મસ્કા મારવા જ આવ્યો છે.
પણ મનોમન હું જાણતો જ હતો કે એક્ચ્યુલી તે એવું નથી કરી રહ્યો.
.
"આઈ ડોન્ટ નો, કે તારી લાઈફમાં અત્યારે શું ચાલી રહ્યું છે," -તેણે સહાનુભુતિ દેખાડતા કહ્યું- "પણ મને લાગે છે કે એકાદ બીયર અને થોડી હલકીફૂલકી વાતો કંઇક ફરક કરશે."
"ઓફર તો સારી છે અમય, પણ.." -એક નિશ્વાસની સાથે મેં કહેવાનું શરુ કર્યું.
"મારે ના નથી સાંભળવી," -મારી વાત કાપીને તે બોલ્યો- "આખા દિવસ દરમ્યાન તારું મોઢું એવું જ રહ્યું છે જાણે કે કોઈએ તારા 'પછવાડા' પર એક જોરદાર લાત મારી હોય. દોસ્ત, યુ ક્લીઅરલી નીડ ટુ ચીઅર અપ."
.
એક નાનું એવું સ્માઈલ મેં આપ્યું અને તે પણ જબરદસ્તી.
મારો કોઈ જ મૂડ નહોતો બની રહ્યો, ક્યાંય બહાર જવા માટે.
"કમ ઓન નીખીલ," -તેણે રીક્વેસ્ટ કરી- "મજા આવશે યાર તને. એટમોસ્ફીઅર ચેન્જ કરવાની ટ્રાઈ તો કરવા દે મને."
.
હું આગળ કંઈ કહું તે પહેલા..
"તારો જે કંઈ પ્રોબ્લમ હોય તેની વાત કરવાનો તારો મૂડ ન પણ હોય તો વાંધો નહીં.. એટ લીસ્ટ મને તો વાત કરવા દેજે, કાલ રાતની મારી વન-નાઈટ-સ્ટેન્ડવાળી મોજમસ્તીની. તને મજા આવશે." -તેણે આંખ મારીને કહ્યું.
"ઠીક છે.. એક ડ્રીંક..." -મેં મારી હાર માની લીધી.
"ગુડ.." -તેણે સ્માઈલ આપી- લેટ'સ ગો ધેન. ચાર તો ઓલરેડી વાગી ગયા છે.
.
મેં તેને એક કમજોર સ્માઈલ આપી, મારું લેપટોપ સ્વીચ-ઓફ કર્યું અને મારા ફોન પર એક નજર કરી.
પણ નિકીનો કોઈ જ મેસેજ નહોતો આવ્યો.
'આઈ હોપ યુ સ્ટીલ લવ મી' -મેં નિરાશાપૂર્વક વિચાર્યું.
.

વધુ છઠ્ઠા પ્રકરણમાં..

[અશ્વિન મજીઠિયા....]