I AM SORRY PART - 8 books and stories free download online pdf in Gujarati

I AM SORRY PART - 8

આઈ એમ સોરી- [ભાગ ૮]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: mmashwin@gmail.com ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૮]

હમણાં થોડી જ વાર પહેલા, જયારે નિકીએ મને પોતાની આગોશમાં લઈને એક પ્રગાઢ અને પછી અગણિત નાનાંનાનાં ચુંબનોથી આશ્ચર્યજનક રીતે તૃપ્ત કરી દીધો, ત્યારે ક્ષણભર માટે તો મને લાગ્યું કે અમારા વચ્ચે ચાલી રહેલ આ તણાવ કદાચ હવે પૂરો થવાની આરે છે,
પરંતુ તરત જ બીજી જ પળે તેનો મૂડ બદલાઈ ગયો. સાવ અચાનક જ મને એક ચમાટ મારીને તે મને ખરુંખોટું સંભળાવવા લાગી.
.
હું તો તેનાં આવા વિરોધાભાસી વર્તનથી એકદમ હેરત જ પામી ગયો.
અને તે પછી તરત જ, મને સાવ અવાચક અવસ્થામાં છોડીને નિકી પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી. મારે એની પાછળ પાછળ દોડવું જોઈતું હતું, પણ..

હું ન દોડ્યો, કારણ...
બસ..મેં હવે તેને થોડી સ્પેસ... થોડું એકાંત દેવાનું નક્કી કરી લીધું.
મને લાગ્યું કે અત્યારે મેં તેને એક એવી છોકરીમાં તબદીલ કરી નાખી છે, કે જેને હું પોતે જ નથી ઓળખી શકતો. હવે તેને પાછી મેળવવા માટે મારે કોઈક તો તરકીબ વિચારવી જ પડશે.
.
આ બધું સાવ..એકદમ મેસ્સ થઇ ગયું છે. બધો જાણે કે ગૂંચવાડો ઉભો થઇ ગયો છે.
એક પળમાં તે મારી લાગણીઓનો પોઝીટીવ રિસ્પોન્સ આપે છે, તો બીજી જ પળે અમારાં આ સગપણની સામે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાડીને, મને છોડીને ભાગી નીકળે છે.
.
કેમ કરવું શું કરવું, કંઈ જ સમજાતું નથી. પણ હું એટલું તો જાણું જ છું, કે આ ગુંચવાડાને આમ.. સાવ વચ્ચે તો ન જ છોડી શકાય, ભલે ગમે એટલો જટીલ તે કેમ ન બની ગયો હોય...!
.
.
શાવર લીધા પછી મને ભૂખ લાગી, ત્યારે મને અમયનો વિચાર આવ્યો.
મને લાગ્યું કે મારે અમયને મેસેજ કરવો જોઈએ.
જે રીતે મેં તેની સામે વર્તન કર્યું છે, તો મારે તેની માફી તો માંગી જ લેવી જોઈએ.
તે એક ભલો અને સમજદાર છોકરો છે.
હા, એ વાત અલગ છે, કે મેં જ તેની સાથે અત્યાર સુધી એક સલામત અંતર જાળવી રાખ્યું છે,
પણ તેનું કારણ ફક્ત અને ફક્ત કૌટુંબિક જ છે.
.
તેની બહેન નયનાનાં લગ્ન મારાં ભાઈ નિતીન સાથે થયા હતા.
અમે ચારેય, હું નિતીન નયના અને અમય, ત્યારે મુંબઈમાં રહેતા હતાં.
અને આ લગ્નને કારણે જ હું અમયને ઓળખતો થયો, બાકી તે પહેલાની અમારી કોઈ જ દોસ્તી કે ઓળખાણે ય નહોતી.
સાચું કહો તો અમયને મારી કમ્પનીમાં જોબ પણ મેં જ અપાવી, એમ કહી શકાય.
કારણ ત્યારે નિતીન અને નયના બંને એક ખુશ દંપતી હતાં.
અને એટલે જ આ સુખી સગપણથી જોડાયેલ હું અને અમય પણ ત્યારે સારા એવાં નજીક હતાં,
બીજું કારણ એ કે અમારી ઉમર પણ લગભગ સરખી જ કહેવાય.
નિતીન મારો ભાઈ છે, એટલે તેનાં વખાણ જ કરવા જોઈએ એવું નથી, પણ ઓનેસ્ટલી કહું, તો નિતીન એક ખુબ સારો પતિ બની શકે, તેવા કદાચ બધાં જ ગુણ તેનામાં મોજુદ હતાં.
.
પણ છતાં ય તે બંને પતિ-પત્ની વચ્ચે કોઈ એક ગુઢ તિરાડ પડી ગઈ, જે દિવસે દિવસે મોટી થતી ચાલી.
એટલી મોટી... કે આખરે તે બંને સામસામે છેડે જઈને ઉભા રહી ગયા.
નયના એક ગુજરાતી છોકરી છે, તો કલ્ચરલ ટકરાવનો તો કોઈ ચાન્સ જ નહોતો.
અરે, હું અને નિકી તો સાવ અલગ અલગ દુનિયામાંથી આવ્યા હતાં, અને તે પછી અમે અમારી એક અલગ જ દુનિયા ય વસાવી. પણ તો ય...

અમારી વચ્ચે એવો ટકરાવ નથી આવ્યો.
.
નિકીની રહેણીકરણી, તેનું ઉઠવું-બેસવું, તેનો ડ્રેસ-કોડ, તેની ધર્મ-આસ્થા બધું જ અલગ છે.
પણ અમારા પ્રેમ પાસે આ બધું જ કમજોર પડી ગયું.
તેનું ખાવુંપીવું ક્યારેક મને નહોતું ફાવતું, પણ માણસની સાથે રહેતા-રહેતા તેનાં ગુણ-અવગુણની પણ આપણને આદત પડી જાય..પણ હા, જો તે વ્યક્તિને અપનાવવાની આપણી પૂરી તૈયારી હોય તો..!
માંસાહારનો મને કોઈ ધાર્મિક બાધ નથી, પણ તેની આદતે ય નહોતી, મને. તે છતાય નિકી જયારે તે રાંધે, ત્યારે હું તેની પ્રશંશા કર્યા વિના ન રહી શકું.. કારણ..?
કારણ..તે ખાણું મારી નિકીએ બનાવેલું હોય,
અને તેની બનાવેલ કોઈ પણ ડીશ, કે તેણે પહેરલ કોઈ પણ ડ્રેસ મારા માટે હમેશા આક્રર્ષણનું કેન્દ્ર બની રહે.
આને તમે મારી સમર્પણની ભાવના કહો, તો ય મને કોઈ જ એતરાજ નથી...
હા... હું સમર્પિત છું, મારી નિકીને..પૂરી રીતે સમર્પિત...!
ભલે શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે તો...બેશક !
.
તો સામે પક્ષે નિકી પણ મારી પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવામાં ક્યારેય પાછી પડી નથી.
નોનવેજ પ્રત્યેની મારી અરુચીને તે ક્યાંયથી પણ ઓળખી કાઢે.
મેં જો કે ક્યારેય એવું જતાવા નથી દીધું, બલ્કે હંમેશ તેની સોડમનાં વખાણ જ કરું.
અરે, વઘાર કરતી વખતે ધુમાડો બહાર જાય તે માટે તે બારીઓ ખોલવા જાય તો તે હું પણ ખોલવા ન દેતો, રખેને ધુમાડા સાથે તે બધી સુવાસ પણ બહાર ન ચાલી જાય.
.
પણ તો ય... મોટેભાગે નોન-વેજ, કાં તો તે પોતાનાં પાપાના ઘરે ખાઈ આવે, અથવા તો મારી ગેરહાજરીમાં જ બનાવે, કારણ તેની બનાવેલ ડીશ જો હું ભાણામાં ન લઉં, તો મારી સામે તે રાંધવાનો કોઈ અર્થ જ નથી, તેવું તે માને.
અને જયારે પણ કોઈ ટ્રેડીશનલ પ્રોગ્રામ, કોઈ હિંદુ તહેવાર, કે કલ્ચરલ ઇવેન્ટ હોય, તો મારે કંઈ કહેવાની કોઈ જરૂર ન પડે. તે અચુક સાડી જ પહેરે. કપાળે ચાંદલો લગાવી, બંગડી ને એવું બધું પહેરીને..મને સુખદ આંચકો આપવામાં તેને જાણે કે કોઈ મોજ જ પડે.
.
ખેર, તો નિતીન અને નયનાને આવું કંઈ જ કરવાની જરૂર નહોતી, કારણ બંને સમાનધર્મી છે.
અને યાર, તેઓ તો લગ્નનાં બંધનથી યે જોડાયેલા. સામાજિક માન્યતા પામેલ કાયદાકીય પતિ-પત્ની હતા બંને..!
તે છતાં ય કોઈ કારણસર તેઓ છુટ્ટા પડ્યા ત્યારે...ખુબ જ મજ્બૂત એવી ‘લગ્ન’ના નામે ઓળખાતી આ સામાજિક વ્યવસ્થા તેમને કોઈ જ મદદરૂપ ન શકી. અને બંને છુટ્ટા પડ્યા..

હમેશ માટે !
.
આનાથી મારા અને અમય વચ્ચે પણ મન-ટકરાવની એક અદ્રશ્ય ગાંઠ બંધાઈ ગઈ.
અમારા બંને વચ્ચે તો જો કે કોઈ જ બોલાચાલી કે એવું કંઈ જ નહોતું થયું, તે છતાં ય...!
જો કે અમયે જોબ ન છોડી..અને અમે બંને એક જ ઓફીસમાં કામ કરવું ચાલુ જ રાખ્યું.
અમુક મહિનાઓ બાદ મારી કમ્પનીએ ગોવામાં નવી બ્રાંચ ખોલી, અને મને ગોવા ટ્રાન્સફર આપવાની વાત થઇ. ત્યારે મેં મુંબઈ બ્રાન્ચના જ કોઈ સાથીદારની માગણી કરી, કે જેથી મને ગોવામાં અજાણ્યાઓ સાથે કામ કરવામાં કે કામ કઢાવવામાં બહુ સમસ્યા ન આવે. અને જો આવે, તો એવે વખતે મારો જુનો અને ઓળખીતો એવો કોઈ સાથીદાર હોય, તો મને માનસિક સપોર્ટ મળી રહે. તો મારી આ માંગણીના જવાબમાં કમ્પનીએ મને અમય જ સોંપી દીધો, એ કારણ બતાવીને, કે આ અમયને કામે તો મેં જ લગાડ્યો છે.
હું ઇનકાર ન કરી શક્યો; મારી ફેમિલી સમસ્યા, મારી કૌટુંબિક ગુંચવણ હું તેમની આગળ ઉઘાડી ન કરી શક્યો.
આવે વખતે આ અમય..કોઈ પણ પૂર્વગ્રહ વગર મારી સાથે ગોવા આવવા તૈયાર થઇ ગયો.
અમારી વચ્ચે મેં જ ઉત્પન્ન કરેલ અંતરની પરવા કર્યા વગર જ, તે પોતાનાં પેરેન્ટ્સ અને ઘરને છોડીને ગોવામાં આવી વસવા તે તૈયાર થઇ ગયો.
જો કે એ વાત અલગ છે..કે હું તેની આ ભાવનાની કદર આજ દીવસ સુધી કરી ન શક્યો.
પણ આજે, કે પાછલા આ બે દિવસોમાં..મને એવું લાગી રહ્યું છે, કે અમય સાચે જ લાગણીશીલ અને વફાદાર યુવાન છે, કે જેની કદર જો હું હવે ન કરું, તો હું નગુણો જ કહેવાઉં.
.
.
તો..મેં તેને મેસેજ કર્યો-
"હેય.. આઈ'મ સોરી અબાઉટ ધેટ. હું...યાર, સાવ કંટ્રોલ જ ખોઈ ચુક્યો હતો. અને મારે એવું તો નહોતું જ કરવું જોઈતું હતું."
.
"ઈટ'સ ઓકે.. હું અહીં જ છું.. જો તારે કંઈ વાત કરવી હોય તો." -તેનો રીપ્લાઈ આવ્યો.
.
ઘણું સારું ફીલ થયું મને.. હા, મારે વાત કરવાની તો જરૂર છે જ.
મારી લાઈફમાં આ જે બધું થઇ રહ્યું છે, તે બધું મારે કોઈકની સાથે તો શેઅર કરવું જ રહ્યું.
એટલે વધુ કંઈ વિચાર્યા વિના મેં અમયને મારા ઘરે કોફી માટે ઇન્વાઇટ કર્યો.
તે હજી પોતાને ઘેર નહોતો પહોચ્યો, રસ્તામાં જ હતો હજી.
તો તેણે મારું ઇન્વીટેશન સ્વીકારી લીધું.
રાતના ૧૦ વાગી ચુક્યા હતા પણ તો ય તે મારે ઘરે આવવા તૈયાર થઇ ગયો.
અને હું તેની રાહ જોવા લાગ્યો.
.

પાછલા બે દિવસોથી મારો ચહેરો અને મારો મૂડ, આ બંને, મારા જીવનમાં ચાલી રહેલ કોઈ મુશ્કેલ કાળની, અમયને આછેરી હિન્ટ તો ચોક્કસ દઈ જ રહ્યા છે.
અને તે ઉપરાંત..
તે જેની સાથે સુતો હતો તે છોકરીને નિકી સમજીને.... મારો જાત પરથી મારો કાબુ ગુમાવવો.. !
.
તો હવે અમયને બે ને બે ચાર કરતાં વાર નહીં લાગે, તે હું સમજી ચુક્યો છું,
એટલે તેની આગળ કોઈ પણ વાત છુપાવ્યા વગર મેં મારો પ્રોબ્લેમ રજુ કરવાનું, જાણે કે નક્કી જ કરી લીધું.
આવું વિચારતા વિચારતા, ચોમાસાંની આ ઋતુને અનુરૂપ એવી ખુબ જ કડક બ્લેક કોફી બનાવીને મેં થર્મોસમાં ભરી લીધીં.
બહાર વરસાદ વરસી જ રહ્યો છે એટલે મોટેભાગે પાણી આપવાની ફોર્માલીટીની જરૂર નહીં જ પડે, તે છતાં ય ફ્રીઝમાંથી એક બોટલ ચિલ્ડ પાણીની કાઢીને બહાર લીવીંગ રૂમમાં મૂકી દીધી.
.
.
ડોરબેલ વાગી એટલે હું ઝડપથી ઉઠ્યો.
અને ત્યારે મને સાચે જ એવું લાગી રહ્યું, કે મારા પગમાં કોઈ અજબ ઉત્સાહને કારણે ગજબનું જોમ આવી ગયું છે.
.
"હેલ્લો અમય.. પ્લીઝ કમ ઇન.." -દરવાજામાં મેં તે નવજુવાનને જોયો, અને આટલા વર્ષોમાં નહોતું ઉભરાયું, તેવું હેત તેની પર ઉભરાઈ આવ્યું.
કદાચ તેની સાથે કરેલ ગેરવર્તનની ગુનાહિત લાગણીને છાવરવા ય તે ઉભરાઈ આવ્યું હોય, તો મને નથી ખબર.
પણ તે અંદર આવે તે પહેલાં મેં તેને મેં દરવાજામાં જ હગ કર્યો.
કદાચ તેને માટે આ અનપેક્ષિત હતું, એટલે થોડો અચંબિત તો તે થયો જ હશે. પણ તેની ઠરેલ, પરિપક્વ પ્રકૃતિએ તેનાં બાહ્ય વર્તનને તો નોર્મલ જ રહેવા દીધું.
.
તે અંદર આવ્યો, એટલે હું તેને લીવીંગ-રૂમમાં દોરી ગયો, અને અમે બંને રિલેક્ષ થઈને બંને બેઠા.
"હિયર.. ડ્રાઈ યોર-સેલ્ફ.." -તે સાધારણ ભીંજાયેલો હતો, એટલે વાળ લુછવા તેને નેપકીન આપતાં હું બોલ્યો.
મેં રૂમનું એ.સી. ફેન-મોડ પર લાવીને મૂકી દીધું, અને તે વાળ લુછી રહે તેની હું વાટ જોવા લાગ્યો.
"રેસ્ટોરાંથી મેઈન-રોડ પર આવતાં તકલીફ પડી હશે..રાઈટ..? ચાલતો આવવું પડ્યું, કે લીફ્ટ મળી ગઈ ?" -કોફીનો એક મોટો એવો મગ તેનાં હાથમાં પકડાવતા મેં પૂછ્યું,

"એવું રોયલ નસીબ લખાવીને હું નથી આવ્યો યાર. ચાલતો જ આવ્યો મેઈન રોડ સુધી. આઈ થેંક ગોડ, કે તેમણે વરસાદને થોડી વાર માટે બ્રેક આપ્યો..! -કોફીનો સીપ મારતાં તે બોલ્યો.
"અમય.. યાર આઈ'મ સોરી. વન્સ અગેઇન સોરી.." -મારો કોફીનો મગ હાથમાં લેતા મેં ફરીથી દિલગીરી વ્યક્ત કરી.
"રિલેક્ષ યાર, ઈટ હેપન્સ.. તું ભલે ગમે તેટલી ટ્રાઈ કરે, પણ તારી મેન્ટલ કન્ડીશન મારાથી છુપી નથી. યુ આર ડિસ્ટર્બડ...આઈ નો.. સો જસ્ટ રિલેક્ષ. ઓલ ઈઝ વેલ..! થ્રી ઈડિયટ્સનો તે ડાઈલોગ યાદ છે ને..?" - કોફીનો મગ ટીપોય પર મુકતા તે હસ્યો.

.
મારા પેલા જંગલી જેવા વર્તનને અમયે જાણે કે એકદમ લાઈટલી જ લઇ લીધું હતું.
અને આ જોઈ મારું આ યુવક માટેનું માન ખુબ જ વધી ગયું.
તે જાણે છે, કે સમથીંગ ઇસ ધેર ઇન માઈ લાઈફ, વિચ ઇસ નોટ રાઈટ..!!!
પણ તે કોઈ પણ જાતની ક્યુરીયોસીટી નથી બતાવતો એ બધું જાણવાની.
તેને બધી વાત કરવા માટે મારી જાતને પ્રિપેર કરવાનો જાણે કે તે મને પુરતો ટાઈમ આપી રહ્યો હતો.
.
અને મેં મારો નિર્ણય અમલમાં મૂકી દીધો. ધીરે ધીરે મેં તેને બધું કહી દીધું.
બધું એટલે...બધું જ કહી દીધું..!
.
મારી નિખાલસતા અને પ્રમાણિકતા પર હું પોતે જ અચંબીત થઇ ગયો, કે મેં તેનાથી કંઈ જ ન છુપાવ્યું.
અને હવે હું ઘણી જ હળવાશ અનુભવવા લાગ્યો, જાણે કે એક બોજ હટી ગયો, મારા હૃદય પરથી.
.
હું વૂ-ડૂમાં જાઉં છું તે વાત તો તે જાણે જ છે, કારણ તે પોતે મને ત્યાં એક વાર મળ્યો છે.
પણ સાવ અજાણી યુવતીઓ સાથે સેક્સ માણવા હું ત્યાં નિયમીત જાઉં છું, એ વાત જ્યારે મેં તેને હમણાં કહી..
તો તેનો રિસ્પોન્સ તો એટલો જ હતો કે -હું કોન્ડોમ વાપરવાની સાવચેતી તો રાખું છું કે નહીં.
તેણે એવો કોઈ જ રીમાર્ક ન આપ્યો કે હું મારી રીલેશનશીપમાં કેટલો સ્વાર્થી થતો ચાલ્યો છું.
.
પછી મેં જયારે તેને કહ્યું કે કેવી રીતે નિકીને આ બધી ખબર પડી ગઈ, અને અત્યારે અમારી વચ્ચે કેવી રીતે..શું શું થઇ રહ્યું છે, તો તેણે મને આ સવાલ કરીને અચરજમાં નાખી દીધો કે- "નિકીની બાબતમાં તને સહુથી વધુ શું ગમે છે..? તેની કઈ વાત તને સહુથી વધુ પસંદ છે..?"
અમયના આવા ડાયરેક્ટ પ્રશ્નથી હું અચરજ પામ્યો.
.
"બધું જ, " -મારા મોઢામાંથી નીકળી ગયું.
અને સાચે જ મને નિકીમાં કોઈ જ કમી નથી દેખાતી. બધું જ પરફેક્ટ છે તેનું.
તેનું બોડી..તેનું ફિગર..તેની ખુબસુરતી..તેનું સ્માઈલ..
.
"તું કહે છે, બધું જ," -અમય મારી નજીક આવીને બોલ્યો- "તો પછી, ડેફિનેટલી તું આ...જે બધું 'વૂ-ડૂ'માં જઈને કરે છે, તે ન જ કરે. નીખીલ, તમારી રીલેશનશીપમાં કંઇક તો ખૂટે જ છે. અથવા તો તેનામાં કોઈ'ક તો કમી હશે જ, જે તને પજવે રાખે છે.. આઈ'મ શ્યોર..!"
.
"મને લાગે છે...બલકે મને ખાતરી છે અમય, કે નિકી એકદમ પરફેક્ટ છોકરી છે અને એટલે જ હું તેને ખુબ પ્રેમ કરું છું..અને એ જ કારણ છે, કે હું તેને ફરી પાછી જીતી લેવાનાં પુરા પ્રયત્નો કરું છું."
.
"યાર, જો તું નિકીને આટલી હદે ચાહે છે તો પછી તેને આટલી બધી વાર છેતરી શું કામ મૂરખ...? આપણે બંને ફ્રેન્ડસ છીએ માટે એટલું તો હું કહીશ જ કે, દોસ્ત, તું એક તદ્દન 'ગયેલો' કેસ સાબીત થઇ રહ્યો છે, પેલી બિચારી નિકી માટે..!"
.
હું કંઈ જ ન બોલ્યો..એટલે તેણે ફરી તેનો પોઈન્ટ મુક્યો- "ઓકે. તો ટેલ મી, કે તેં તેને છેતરી શું કામ..?"
"મને લાગે છે કે... થોડું એટેન્શન મેળવવા." -એક નિશ્વાસ નાખી મેં મારી જાતને ફરી તૈયાર કરી, મારી હજુયે વધુ અંગત એવી વાતો તેને કરવા માટે.
"એટેન્શન મેળવવા..? વોટ..?" -તેણે મારી વાતને સીરીયસલી ન લેતાં ફરી પાછું પૂછ્યું.
"મને ખબર છે, હું જે કહું છું તેમાં તને કંઈ જ દમ નથી લાગતો. રાઈટ ?"
"વેલ..! નિકી તને જે એટેન્શન આપે છે તેમાં શું ઓછું પડે છે? તે તને એટેન્શન તો આપતી જ હશે ને..?"

"હેહેહેહે.. વીચ એટેન્શન? કયું એટેન્શન? તે મને હગ કરે છે, કે કીસ કરે છે ક્યારેક. બસ એટલું જ..! પણ તેનાથી ‘વધું’ શેનાં ય માટે તે તૈયાર નથી હોતી." -મેં હવે મારું હૃદય પૂરું ખોલી નાંખવા ચાહ્યું -અમે 'ભેગા' થઈએ છીએ ક્યારેક ક્યારેક..અઠવાડિયે દસ દિવસે એકાદ વાર કે એવું કંઇક. બસ એટલું જ. અને આ..આવું બધું..કેટલા ય મહિનાઓથી આમ જ ચાલે રાખે છે."
.
અમયની ભ્રમરો ઉંચે ચડી ગઈ.
તે પોતે લગભગ મારી જ ઉમરનો એક નોર્મલ અને તંદુરસ્ત યુવાન છે, તો મારી શારીરિક જરૂરીયાતની તીવ્રતાને તે સારી રીતે સમજી શકતો હોય, તે સમજવાની વાત છે.
બીજો કોઈ મોકો હોત, તો તેણે પોતે આ વાતનો દોર ઉપાડી લઈને પોતાની ‘જરૂરીયાત’ મારી કરતા કેટલી વધુ અને કેટલી તીવ્ર છે તે બાબતમાં કદાચ બડાઈ હાંકવાનું શરુ કરી દીધું હોત.
પણ આ યે સમજી શકાય એવી વાત છે. કારણ મોટેભાગે બધા યુવાન દોસ્તોમાં ‘આવી’ બડાઈ હાંકવાનું છાશવારે થતું જ હોય છે. અને તેમનાં વચ્ચે તો ‘આવી બધી’ વાત સાવ નોર્મલ ગણાય.
પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી, વાતાવરણ ગંભીર કહી શકાય એવું હતું.
એટલે અઠવાડિયે દસ દિવસે ફક્ત એક વાર જરૂરિયાત પૂરી થવાની મારી ફરિયાદ સાંભળીને તેની ભ્રમરો આશ્ચર્ય અને સહાનુભુતિથી ઉપર ખેંચાઈ ગઈ.
.
આ જોઇને મને લાગ્યું, કે તે હવે આ ડિસકશનને આગળ લઇ જવા માંગે છે.
એટલે મેં મારી વાત આગળ વધારી- "સોરી અમય, પણ આ યે મારા માટે મુખ્ય પ્રોબ્લમ નથી. કોઈ મોટો મુદ્દો નથી આ મારા માટે. જયારે તે મને સેક્સ ન આપી શકે, તે ટાઈમ જો તેનાં ડીપ્રેશનનો હોત, તો હું સેક્સની આટલી ઓછી માત્રાને પણ ચલાવી લેત, કોઈ મોટી વાત ન હોત આ. દોસ્ત,મને ખબર છે કે આ બધું તને વિઅર્ડ..એકદમ અજુગતું લાગતું હશે, પણ યાર...નિકી સાથે ઓલ્વેઝ કંઈ ને કંઈ તકલીફ હોય જ છે. એને કાયમ કોઈ ને કોઈ પ્રોબ્લમ થતો જ રહે છે."
.
"ઓલ્વેઝ ? વોટ'સ રોંગ વીથ હર..ઓલ્વેઝ?".
"આ ઘરમાં સાથે રહેવા આવ્યા બાદ..બસ, થોડાં જ મહિનાઓમાં તે એકદમ બદલાઈ જ ગઈ. એકદમ મુડી ટાઈપની થઇ ગઈ. ઈનસિક્યુરીટીની, અસલામતીની લાગણીઓ તેને એ હદ સુધી ઘેરી વળી, કે તે મારી સમક્ષ કપડાં ઉતરતા ય ખચકાય. તું સમજે છે હું શું કહું છું..?"
"યસ.. કેરી ઓન..!"
"મને આવા બધાંની આદત નથી અમય, અને એમાં ય વિકીનાં મરણ બાદ તો વાત એકદમ વણસી ગઈ."
"વિકી..?"
"તેની બહેન. વિક્ટોરિયા..તેનાથી બે-એક વર્ષ મોટી. બેઉ જણીઓ એકબીજાની ખુબ જ ક્લોઝ હતી."
"ઓકે..!"
"શરૂઆતમાં તો સમજી શકાય. પણ યાર, મહિનાઓ વીતી ગયા એને. બે વર્ષ થઇ ગયા વિકીના મરણને. અને તો ય તે આમાં જ અટવાયેલી છે, હજી સુધી. તે બધી વાતોથી આ નિકી હમેશાં બહુ બધી ડરેલી રહે છે. વિકીનાં મૃત્યુથી તે બસ મેન્ટલી ડીસ્ટર્બ જ રહે છે...હજી સુધી..આજ સુધી.. દોસ્ત, ક્યારેક તો મને એમ જ લાગે છે કે હું તેનો બોયફ્રેન્ડ ઓછો અને તેનો ડોક્ટર વધુ છું...હમેશાં તેની સારવાર કરતો, તેની ટ્રીટમેન્ટ કરતો...!"
.

અમય મને એકટશ નજરે જોતો રહ્યો. કંઇક કહેવા ઈચ્છતો હતો, પણ કંઈ બોલ્યો નહીં.
બસ જોતો જ રહ્યો, મારી તરફ..!
.
"સોરી.." -ફરી એક થાકેલો નિસાસો નાખી મારા કપાળ પર હાથ ફેરવતાં હું બોલ્યો- "એક્ચ્યુલી આ વાત મેં કોઈને જ કરી નથી, એક વિકીના સિવાય."
"વિકી..? વિક્ટોરિયા ?"
"ઓનેસ્ટલી કહું, તો લોકોને આ બધું કહેવું મને પસંદ નથી." -વિક્ટોરિયા સાથે થયેલ એક અજુગતા બનાવને યાદ કરતાં હું બોલ્યો.
.
"નિકી સાથેની તારી આ રીલેશનશીપની બાબતમાં તને જો આવું જ ફીલ થાય છે, તો તું તેની સાથે વાત કેમ નથી કરતો? અને તેની બદલે..ગામની છોકરીઓ સાથે સુતો કેમ ફરે છે? અને તે ઉપરાંત, તું જે કહે છે કે નિકી એકદમ પરફેક્ટ છે..તે વાતમાં હવે મને કંઈ દમ નથી લાગતો."
.
"મને ખબર છે આ બધું તને હાસ્યાસ્પદ લાગે છે. પણ યાર.. દિવસે દિવસે બધું બહુ મુશ્કેલ થતું જાય છે." -મેં તેનાં મહેણા પર ધ્યાન ન આપી, ઉદાસ સ્વરે મારી વાત આગળ વધારી. જે રસપૂર્વક તે મારી વાત સાંભળી રહ્યો હતો, તેનાથી મને ઘણી રાહત લાગવા લાગી.
.
"મુશ્કેલ..? કઈ રીતે..?
"જો....'હું ખુશ નથી' એવું કહીને નીકીને અપસેટ કરવાની મને હિંમત નથી થતી, કારણ તે ઓલરેડી ભાંગી ચુકેલી છે. તે પરફેક્ટ જ છે, મારી નિકી પરફેક્ટ જ છે. અને જો તે ડિપ્રેસડ અને ઇન્સેક્યોર ફીલ કરે છે... તો તેમાં તેનો વાંક નથી, કારણ જે દિવસે તે નોર્મલ હોય છે, તે દિવસ ખુબ જ મસ્ત જાય છે, અને ત્યારે તે પોતે પણ દુનિયાની સૌથી પ્રેમાળ વ્યક્તિ બની ગઈ હોય છે. પણ જો કે મોટે ભાગે તો...મને એમ જ લાગે છે કે હું કોઈક પડછાયા હેઠળ જીવી રહ્યો છું. અને તે પડછાયો જાણે કે અમારા આ સગપણ ઉપર હરદમ કાળો પીંછો ફેરવી રહ્યો છે.."
.
"અને એટલે તું નિકીને બીજી બધી જગ્યાઓ પર શોધવા લાગ્યો..?"
"યાર, મને ખબર છે કે હું તેનાં માટે એક સ્વાર્થી કુતરો બની ગયો હતો. પણ હું બહાર 'મસ્તી' માટે જે જવા લાગ્યો, તેની શરૂઆત એવી રીતે થઇ, કે પહેલાં તો હું તે બારમાં ફક્ત ફલર્ટ કરવા, કોઈકનું એટેન્શન મેળવવા જ જતો..બસ એટલું જ. પણ પછી હું એક્ચ્યુલી સેક્સ કરવા લાગ્યો. અને તેનાં પછી તો બધું જ મારા કન્ટ્રોલની બહાર જવા લાગ્યું. સાચે જ.. મા કસમ.. !"
.
"તારે આ બધુ નિકીને કહેવું જ પડશે." -અમયે હળવે'કથી મને સમજાવતા કહ્યું- "નિખિલ, તું તારા આ સગપણનાં આગળ વધવાની આશા રાખી જ કેવી રીતે શકે, કે જયારે તું પોતે જ તેની સાથે ઓનેસ્ટ નથી. તેની સાથે વાત કર્યા વિના આનો કોઈ ઉપાય જ નહીં નીકળે..."
"શી વીલ લાફ એટ મી, અમય. તે હસશે મારી ઉપર. અને કોણ ન હસે? આ બધું કેટલું સ્ટુપીડ જેવું લાગે છે.'
"નો નિખીલ, એવું કંઈ જ નથી. ઓફ કોર્સ, કંઈ જ સ્ટુપીડ નથી લાગતું. તું આપે છે ટાઈપનો સપોર્ટ તમે કોઈને હરઘડી હમેશ માટે તો ન જ આપી શકો. હરદમ કેટલો વખત તું તેને સપોર્ટ કરતો રહીશ? બદલામાં તને પણ લવ એન્ડ કેરની જરૂર છે. પણ નિકી દેખીતી રીતે આમ કરતી જ નથી. ગીવ એન્ડ ટેક, એક હાથ દે એક હાથ લે, આ ખુબ જ જરૂરી છે."
.
"આઈ નો..આઈ નો.. મને ખબર છે અમય. પણ તે પાછુ આપે છે. તે ખુબ મહેનત કરે છે તે માટે. પૂરી કોશિષ કરે છે તે મને કોઓપરેટ કરવાની. મને ખબર છે કે શી લવ્સ મી. પણ તેને તેનાં મગજમાં ભરાયેલ પેલી બકવાસ વાતો સાથે સતત ઝઝુમવું પડતું હોય છે. તેનાં દિમાગમાં ઘણી હલચલ મચેલી હોય છે. અમારાં બંને વચ્ચે બધી વસ્તુઓ..ઈમોશનલી ખુબ વધુ પડતી જ હોય છે. હું તેને કેટલો બધો પ્રેમ કરું છું તેનો અંદાજો આવતા જ હું તો જાણે કે..છળી પડું છું. તેને ખોઈ બેસવાનો ડર હું સહન નથી કરી શકતો, અમય..! અને બીજી છોકરીઓ સાથે હું જઉં છું ત્યારે આ બધી બાબતોથી હું થોડી વાર માટે છુટકારો અનુભવું છું. મારું ધ્યાન બીજી છોકરીઓમાં અટકાવીને હું આ બધી બાબતોમાંથી મારું મન થોડા વખત માટે હટાવી શકું છું. મને ખબર છે કે તને મારી વાતોમાં કોઈ જ સેન્સ નહીં લાગતી હોય. પણ યાર.. મને લાગે છે કે બહુ મુશ્કેલ છે આ બધું સમજાવવું."
.
"તું ધારે છે તેની કરતાં ઘણી જ સેન્સ છે તારી વાતોમાં, નિખીલ." -અમય બોલ્યો અને ચહેરા પર એક મજાકભર્યું સ્માઈલ લાવી આગળ ચલાવ્યું- "ચલ ફરી એક કોફી પિવડાવ..!"
થેંક ગોડ.. મેં થર્મોસ ભરીને કોફી બનાવી હતી, એટલે ફક્ત મગમાં રેડવાની જરૂર હતી.
.
"મેં કોઈને ય આ બધી બાબતે કોઈ જ વાત નથી કરી." -અમારા બંનેના મગમાં કોફી રેડતાં મેં પણ હસીને તેને જવાબ આપ્યો- "કારણ, ભલે કંઈ પણ હોય, પણ યાર.. આ કોઈ જ બહાનું નથી નિકીને આટલી ગંદી રીતે ટ્રીટ કરવા માટે. તે તો કેટકેટલું વધુ મેળવવા માટે હકદાર છે. શી ડિઝર્વ્સ મચ મોર ધૅન ધીસ."
.
"હેહેહેહે.. યસ..અફ કોર્સ.." -અમય હવે જાણે કે વાતાવરણ ફરીથી હળવું બનાવવા માગતો હોય તેમ હસીને બોલ્યો.અને ત્યારે મને લાગ્યું કે ગંભીર વાતો બહુ થઇ ગઈ હવે, મારે જે કહેવું હતું, તે તો બધું મેં કહી જ નાખ્યું છે એટલે કોફીનો બીજો રાઉન્ડ પૂરો થતાં જ મેં આ મુલાકાત વાઈન્ડ-અપ કરવાનાં ઈરાદે કહ્યું-
"આઈ થીંક યુ મસ્ટ ગો નાઉ, અમય.. ઘણું લેટ થઇ ગયું છે અત્યારે...અને મને પણ થોડી પ્રાઈવસીમાં હવે ફરીથી બધું વિચારવું છે. વી'લ ટોક ટુમોરો. ઓ કે?"
.
"હજુ યે વધુ રોકાઈને બીજી કોઈ વાતો કરવી હોય, તો નિખીલ...આઈ ડોન્ટ માઈન્ડ."-તે ઉભા થતાં બોલ્યો.
"ઓનેસ્ટલી યાર..ઈટ'સ ફાઈન. યુ હેવ બીન અમેઝીંગ," -મેં તેની પ્રશંશા કરતા કહ્યું- "બહુ સારું લાગ્યું તું આવ્યો તો. આઈ નીડેડ સમવન એટ ધીસ ટાઈમ. થેન્ક્સ ફોર કમીંગ હિયર."
"ઓકે..ચલ ત્યારે. સી યુ ટુમોરો..!" -દરવાજે જતાં જતાં તે બોલ્યો અને પોતાની પાછળ દરવાજો બંધ કરીને તે નીકળી ગયો..
.
દરવાજો બંધ થવાના અવાજ સાથે જ હું સોફા પર પથરાઈ ગયો.
આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ ઊંઘ તો જાણે કે માઈલો દુર ભાગી ગઈ હતી.
મારું મન જાણે કે ભૂતકાળની યાદોમાં સરવા લાગ્યું.
વિક્ટોરિયા -વિકી ફરી મારી યાદોમાં આવવા લાગી.
તેની સાથે બની ગયેલ તે ઘટનાને હું ફરીથી યાદ કરવા લાગ્યો.
હું જાણું છું, કે ત્યારે તે પોતાનાં કન્ટ્રોલમાં નહોતી, પણ તો..
તો હું કેમ ત્યારે ખમી ન ગયો..?
થોડી'ક વાર માટે પણ જો..હું તે રાતે તેની આગળ રોકાઈ ગયો હોત...
તો કદાચ આજે... [વધુ પ્રકરણ નવમા માં ]

.

અશ્વિન મજીઠિયા...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED