i am sorry chapter-1 Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

i am sorry chapter-1

પ્રકરણ ૧]

.

-ફૅમીલીમાં અંગત મરણને કારણે બંધ-
મેં પબની બહારનું આ બોર્ડ વાંચ્યું, અને હું એકદમ નિરાશ થઇ ગયો.
ખીસ્સામાંથી પેકેટ કાઢીને એક સિગરેટ સળગાવી, ફૂંકતા ફૂંકતા હું મારા નસીબને કોસવા લાગ્યો.
હજી તો સાંજના સવા પાંચ જ વાગ્યા હતા.
અહિયાં આવવા માટે હું ઓફિસેથી વહેલો, લગભગ પાંચ વાગે જ નીકળી ગયો, અને પંદર મીનીટમાં તો અહિયાં આ 'વૂ-ડૂ' નામનાં પબ પર પહોંચી ય ગયો.
તો આજે પણ એ બંધ જ છે.
ગઈ કાલે પણ આવેલો, તો કાલે પણ બંધ હતો આ પબ.
કોને ખબર કોણ મરી ગયું છે, આ માઈકલના બચ્ચાનું..!
.
"હાય નીખીલ," -જવા માટે હું પાછો ફરતો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો.
જોયું તો સોફિયા હતી.
.
સોફિયા એક ઓસ્ટ્રેલીયન યુવતી છે, અને ત્રણ મહિનાનું વેકેશન ઉજવતી અહીંયા ગોવામાં જ છે.
મારી જેમ તે પણ પોતાની વાસનાપૂર્તિ માટે જ અહીં આવી હશે એની મને ખાતરી હતી.
યસ, અહીં દારુ પીવા સિવાય..'એ' પણ શક્ય છે.
.
"હાય સોફિયા, વૉટ્સ ઑન..?" -મેં વળતું પૂછ્યું.
"નથીંગ મચ. ડુડ..! આ માઈકલ કોને ખબર ક્યાં ચાલ્યો ગયો છે. ફૅમિલીમાં ડેથ થયું છે, કે પોતે જ મરી ગયો છે, ગૉડ નોઝ.."- લટકેલા મોઢે સોફિયા બોલી.
"ટૉક ગુડ ગુડ, બેબી.. આવું થશે તો આપણા જેવાનું શું થશે.." -મેં આંખ મારતા કહ્યું.
"યસ..યુ આર સો રાઈટ.." -તેણે સામે આંખ મારી, અને તેનો હાથ મારી કમર તરફ આગળ કર્યો.
હું પાછળ ખસી ગયો.
.
સોફિયા જેવી યુવતીઓનો કંઈ ભરોસો ન કરાય. ખુબ જ બેધડક, એટલે કે ઘણી જ બોલ્ડ ટાઈપ છે, તે.
પબ્લિક-પ્લેસમાં ય આડી-તેડી હરકત કરતાં ન ખચકાય.
આમ તો રસ્તા પર બહુ અવરજવર નહોતી.
પણ તો ય...મને તો મારી ફિકર હતી.
ગમે તેમ તોય હું એક ઈજજતદાર અને જવાબદાર જુવાન છું, આ શહેરનો.
એક મોટી રેપ્યુટેડ એડવર્ટાઈઝિંગ કમ્પનીમાં ચીફ એકાઉન્ટંટની મોભાદાર પોઝીશનવાળી જોબ છે, અને હું ક્યારેય નહીં ઈચ્છું કે કોઈને જરા પણ એવો કોઈ શક જાય, જે મારી રેપ્યુટેશનને હાની પહોચાડે.
આખરે કેટકેટલી મહેનત અને કાબેલિયતથી, ફક્ત ૨૯ વર્ષની ઉમરે હું એ મુકામે પહોચ્યો છું, જે બીજા લોકોને ૪૦+ વર્ષની ઉમરે ય બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય.
અને આ તો મારી જુવાનીનું જોશ છે, કે જે મને આવી જગા પર ખેંચી લાવે છે, અને સોફિયા જેવી યુવતીઓ સાથે મળાવે છે.
સોફિયા તો મોટેભાગે અહીં આ 'વૂ-ડૂ'માં રોજ આવે છે.
સાંજના ૭ વાગ્યા પછી તો અહીં બહુ જ ભીડ હોય છે, અને યુવક-યુવતીઓનાં ટોળે ને ટોળા અહીં ઉમટી પડે છે.
.
૧૯૬૦માં ગોવાને આઝાદી મળતા ઉચ્ચ પોર્ટુગીઝ સત્તાધીશો તો ચાલ્યા ગયા. પરતું તેમાનાં ઘણા ખરા અહીં વસી યે રહ્યા, અને અહીંની પ્રજા સાથે સંસાર ય માંડી દીધો હતો.
તેમની બીજી ત્રીજી પેઢી હાલમાં જીવે છે, અને આમ કરતાં આ પોર્ટુ-ઇન્ડિયન લોકોની બહુ મોટી કોલોની અહિયાં બની ગઈ છે.
તે ઉપરાંત, વિદેશી સહેલાણીઓથી આ શહેર હમેશાં ઉભરાતું જ રહે છે, અને વૂ-ડૂ જેવા અને પબમાં ગર્દી કરતું રહે છે.
.
પણ મને આ બધાં સાથે બહુ હળવુંમળવું નથી ગમતું, અને એટલે જ પાંચ વાગ્યાની આસપાસ હું અહિયાં આવું છું, અને મારું 'કામ' પતાવીને સાડા છની આસપાસ, અહીંથી ગર્દી થાય એ પહેલા તો નીકળી ય જાઉં છું.
યસ, આ પબમાં ટોઇલેટ જેવડી એક જગ્યામાં ડાર્ક-રૂમ જેવું બનાવામાં આવ્યું છે, એમાં ઝડપથી 'બધું' પતાવી શકાય છે.
આ પબનો માલિક માઈકલ આ બાબતમાં ઘણો ઉદાર-દિલનો છે, અને આમેય આવે વખતે બહુ ગર્દી ન હોય તો વેઈટ્રેસ પણ બધી ફ્રી હોય અને સોફિયા જેવી યુવતીઓ પણ મળી જ રહે.
એટલે હજી ચાર દિવસ પહેલાં જ આ સોફિયા સાથે મેં મારું 'સેક્સ-સેશન' એ ડાર્ક-રૂમમાં જ પૂરું કર્યું હતું.
.
આજે પણ એ જ કારણસર આટલો વહેલો આવ્યો હતો, પણ ગઈકાલની જેમ જ આજે પણ 'વૂ-ડૂ' બંધ જ છે. તો હવે લુખ્ખાં-સુકા ઘરે પાછા ફરવા સિવાય મારી પાસે કોઈ જ ઈલાજ ન નથી.
મને ખબર છે, કે સોફિયા પાસે કોઈ પ્રાઇવેટ એકાંતવાળી જગ્યા નથી, અને મારી પાસે ય એવી કોઈ સગવડ નથી, એટલે તેનાથી પીછો છોડાવીને મેં મારી બાઈક દોડાવી મૂકી...મારા ઘર તરફ..
એ ઘર, કે જ્યાં કોઈ મારી વાટ જોઈ રહ્યું છે..
મારી ગર્લ-ફ્રેડ..
મારી નિકી..
~~~~~~~
.
.
નિકી એટલે કે નિકીતાશા..!
આ મારી ગર્લ-ફ્રેન્ડ છે.
એકદમ ખુબસુરત, ૨૫ વર્ષની યુવતી છે એ.
મારી પાતળી પરમાર..મારી જાનેમન !
મારા પર જાન ન્યોછાવર કરનારી..નિકીતાશા..!
.
એનાં તો મનમાં તો જો કે એમ જ છે, કે હું સાડા-છએ ઓફિસેથી નીકળીને સાત વાગે સીધો ઘરે જ આવું છું, એટલે આવે વખતે તે મારી મનપસંદ બ્લૅક-કૉફી તૈયાર જ રાખે છે.
પણ તેને ખબર નથી કે હું તો કેટલીયવાર પાંચ વાગ્યે જ ઓફિસેથી નીકળી જાઉં છું, અને વૂ-ડૂમાં એક દોઢ કલાક પસાર કરીને, પછી જ ઘરે પહોચું છું.

પબમાંથી નીકળીને માઉથ-ફ્રેશનરનો એક ડોઝ હું મારા મોઢાની અંદર છાંટી દઉં છું, જેથી દારૂ કે સિગરેટની વાસ મારો ભાંડો ફોડી ન દે, કે ઓફિસેથી સીધો જ ઘરે આવવાની બદલે, હું કોઈ પબ-પીઠામાં જઈને આવ્યો છું.
આજે ભલે મેં બીયર પીધો નથી, છતાં ય માઉથ-ફ્રેશનરનો એક ડોઝ તો મોઢામાં છાંટી જ દીધો, કારણ સિગરેટ તો મેં પીધી જ છે ને..અને નિકીને એ ખબર ન પડવી જોઈએ, કે હજી સુધી મેં સિગરેટ છોડી નથી.
એને મારી હેલ્થની બહુ જ ફિકર રહેતી હોય છે, અને માટે જ મને તે સિગરેટથી દુર જ રાખે છે.
ને હું યે તેની સામે એક 'શરીફ-યુવાન' બનીને રહું છું.
ગમે તેમ તો યે, તે મારી એવી ગર્લ-ફ્રેન્ડ છે, જેને હું છેલ્લા ચાર વર્ષથી ઓળખું છું, અને પાછલા ત્રણ વર્ષથી અમે બંને સાથે રહીએ છીએ, અને તેમ છતાંયે, આજે પણ અમારો પ્રેમ એવો ને એવો તાજોમાજો છે.
હું ક્યારે ય તેની અવગણના નથી કરતો, કારણ કે હું તેને ખુબ જ પ્રેમ કરું છું.
અને તે?
અરે, તે તો મને પોતાની જાત કરતાં ય વધુ પ્રેમ કરે છે, દુનિયાની કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ પ્રેમ, તે મને કરે છે.
મેરેજ કર્યા વગર સાથે રહેવા માટે ત્રણ વર્ષનો ગાળો ઘણો વધુ કહેવાય, અને તેમ છતાં ય, આજે ય અમે બંને સાથે જ છીએ.
કેટલો નસીબદાર છું હું.
સાચે ખુબ જ નસીબદાર..!
.
તો તમને થશે, કે સોફિયા અને એના જેવી બીજી યુવતીઓ..?
ઓકે, હું એક સીરીયલ-ચીટર છું, ને વારંવાર તેને છેતરું છું.
પણ એ તો હું કરું છું, કારણ કે એમાં મને એક ગજબની થ્રીલ મળે છે, ઘણી ઉત્તેજના મળે છે એમાં, માટે.
મને જો કે ઘણી વાર ગુનાહિત લાગણી થઇ આવે છે, હું ગિલ્ટી ફીલ કરું છું. પણ એનો કોઈ ઉપાય નથી મારી પાસે.
આવી મુલાકાતોમાં જે રોમાંચ મને મળે છે, તે જ તો જવાબદાર છે, મને એક ચીટર બનાવવા માટે.
.
બસ, આ સિવાય તો નિકીનો હું ખુબ જ ખ્યાલ રાખું છું.
એને બહાર ફરવા લઇ જવામાં એક ગજબની મજા આવે છે.
તેની મો-માંગી, મનપસંદ વસ્તુઓ તેને અપાવીને, લાડ કરી કરીને, તેને બગાડવાની મને તો જાણે, એક આદત જ પડી ગઈ છે.
એને જે સારું લાગે, એ બધું કરવામાં મને એક અનેરો આનંદ પ્રાપ્ત થાય છે, કારણ કે હું જાણું છું, કે નિકી વગર હું કંઈ કરતાં કંઈ જ નથી.
.
ગોવાના ખુબ જ શાંત અને રમણીય વિસ્તાર, એવા અલ્ડોના વિલેજમાં આવેલ મારા ઘરની બહાર મારી બાઈકને પાર્ક કરીને મેં અમારા એ રો-હાઉસ તરફ જોયું, અને એક ગર્વ થઇ આવ્યો, મને.
મેં અને નિકીએ કેટલી મહેનતથી આ ઘર વસાવ્યું છે.
.
હું જેવો ઘરમાં પ્રવેશ્યો, કે નિકીએ મને આવકાર્યો- 'હેય નીખીલ,' -મને વીંટળાઈને તે બોલી- 'હાઉ વૉઝ ધ ડે? કેવો રહ્યો આજનો દિવસ?"
જવાબ દેવાની બદલે, મેં તેને મારી નજીક ખેંચી, અને એક આવેગભર્યું ચુંબન ચોંડી દીધું, તેના રસીલા હોઠ પર.
.

"યસ ફાઈન. બટ હની, મેં તને બહુ મિસ કરી આખો દિવસ," -એક કાતિલ સ્માઈલ આપતા મેં કહ્યું.
કેટલી પ્રેમાળ યુવતી છે આ નિકી. તેને જોતાંવેત જ હું પીગળવા માંડુ છું.
"બ્લેસ યુ, ચલ તારા માટે કોફી બનાવી દઉં. આજે તું જલ્દી આવી ગયો, એટલે હજી સુધી રેડી નથી કરી મેં." -કહેતા કહેતા તે મને હાથ પકડીને કિચનમાં દોરી ગઈ.
હું તેની પાછળ પાછળ અંદર ગયો.
દરમ્યાન મેં જોયું કે કે તેનું હાઉસ-કીપિંગ એકદમ પરફેક્ટ હતું. બધી જ રીતે ઓરડો એકદમ ચોખ્ખો-ચણક અને શણગારેલો હતો. એકદમ સુઘડ.
નિકી એક પરફેક્ટ ગર્લ-ફ્રેન્ડ છે.
ભગવાન પાસે હું એથી વધુ ક્યારેય કંઈ જ નથી માંગી શક્યો, જે તેમણે વગર માગ્યે જ મને દઈ દીધું છે.
.
"થૅંક યુ," -તેની કમર ફરતે હાથ વીંટાળી, તેના ગાલ પર એક વધુ ચુંબન કરતાં હું તેનાં કાનમાં હળવે'કથી બોલ્યો.
તેનાં અંગોની માદક સુગંધ મારા શ્વાસમાં ભરાઈને મને પાગલ બનાવતી રહી.
કોફીનો મગ અને સેન્ડવીચ લઈને અમે લીવીંગ-રૂમમાં આવ્યા.
જેવાં અમે બંને બેઠાં, કે અચાનક જ તે મને થોડી નર્વસ જેવી લાગી.
.
"એવરી થીંગ ઓકે?" -મેં પૂછ્યું.
"યસ.." -તે થોડી ખચકાઈને બોલી- "જો તને કોઈ વાંધો ન હોય તો હું પાપાનાં ઘરે થોડી વાર માટે જઈ આવું ? તેમનાં કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટનું સેટિંગ કરવાનું છે. દોઢ બે કલાકથી વધુ મને નહીં લાગે, એમાં." -નિકીએ એવી રીતે પૂછ્યું જાણે કે તે કંઇક

ખોટું કરી રહી હોય.
તેની આ માસુમિયત પર હસી પડતાં હું મારી જાતને રોકી ન શક્યો.
મને મુકીને ક્યાંક બહાર જતાં તેને બહુ ખરાબ લાગે છે, પછી ભલેને એના પપ્પાના ઘરે જ કેમ ન જવાનું હોય.
.
"હું કાયમ તને કહેતો આવ્યો છું નિકી, કે તારે મારી પરમીશન લેવાની કોઈ જ જરૂર નથી. મને કોઈ જ વાંધો નથી હોતો, એમાં."
"સૉરી, " -થોડું શરમાઈને તે બોલી.
જ્યારે તે શરમાઈ જાય છે ત્યારે તો તે હજુ ય વધુ પ્રેમાળ લાગે છે મને.
.
'બાય ધ વે, આ કૉફી બહુ મસ્ત બની છે." -મેં એક સ્માઈલ આપતાં કહ્યું.
તેણે શરમાવાનું ચાલુ રાખીને મને એક વળતું સ્માઈલ આપ્યું.
.
જ્યારે પણ તેનાં કોઈ સારા કામ માટે હું તેને કૉંપ્લીમેન્ટ આપું, ત્યારે તે ઘણું અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, ઘણું ઇનસિક્યોર ફીલ કરે છે તે, જેનું કાયમ મને અચરજ થાય છે.
તે આટલા સુંદર દેખાવની છે, એકદમ પરફેક્ટ ફિગર છે તેનું, તો તેને માટે કોઈ કારણ જ ન હોવું જોઈએ, આવી અસલામતી કે ઇનસેક્યુરીટી ફીલ કરવાનું.
ન માની શકાય એટલી હદ સુધી તે એક ગુણવાન યુવતી છે.
અરે, કોઈ આંધળો કે બેવકૂફ જ હોય, જે તેની આ ક્વૉલીટીઝની કદર ન કરે.
મને તો હમેશાં એમ લાગે છે કે હું ખુબ જ નસીબદાર છું, કે તેને હું મારા જીવનમાં શામીલ કરી શક્યો.
.
.
જેવી મેં મારી કૉફી પૂરી કરી કે તે પ્લેટ અને મગ ઉપાડીને કિચનમાં ગઈ.
હું તેની પાછળ પાછળ ગયો.
તે બધી ક્રૉકરી સાફ રહી હતી, અને હું પાછળથી તેની કમરે વીંટળાઈ તેની ગરદન પર ચુંબનો ચોંડતા ચોંડતા તેનાં વાળની મહેંકની મજા લેતો રહ્યો.
"આઈ એમ ગોઇંગ નીખીલ," -તે હળવેથી બોલી- "મને કદાચ બહુ વાર નહીં લાગે"
"ઓકે બેબી," -કહેતા જ મેં તેને ઉંધી મારી તરફ ફેરવી લીધી, કે જેથી હું તેને જોરથી જકડી શકું.
"આઈ નીડ ટુ ગો, નીખીલ.." -તેણે હળવે'કથી પોતાની જાતને છોડાવતા કહ્યું.
.
["પણ અત્યારે મને ખુબ જ મન છે.." -મારે કહેવું હતું, પણ હું કહી ન શક્યો.]
"આઈ લવ યુ સો મચ.." -મેં ફક્ત આટલું જ કહ્યું.
"લવ યુ ટૂ, નીખીલ..મોર ધેન માઈ સેલ્ફ, મોર ધેન એની થિંગ" -કહેતાં જ તે પોતાનાં શુઝ પહેરવાં લાગી અને,
"સી યુ સૂન.." -કહીને તે બહાર નીકળી ગઈ.
.
.
નિકીના જતાંવેંત જ મેં મારા ફોનમાં નંબરો શોધવા શરુ કર્યા, કે કઈ યુવતી આવી શકે છે અહીંયા.. એકદમ જલ્દી, તરત જ..!
આ બે કલાકનો સમય, કે જે મને અણધાર્યો જ મળી ગયો છે, તે દરમ્યાન હું જે સેક્સ-મુલાકાત કરી શકીશ તે ખુબ જ રોમાંચક હશે, તેમાં કોઈ જ શક નથી.
.
મેં બધાં નંબરો જોયા.
રોમા?
ના, તે તો અઠવાડિયા પહેલાં જ બહારગામ ગઈ છે.
.
મોનિકા?
ના, તેની સાથે તો હવે ક્યારે ય નહીં. એક વાર તેને થોડો ભાવ આપો, કે બે અઠવાડિયા સુધી ચીટકેલી જ રહે છે આઈ લવ યુ, કહેતી કહેતી, કાં તો ફોન પર, ને કાં તો વૉટ્સઅપ પર.
.
શિફા?
યસ, પરફેક્ટ..! તે એક ટેટૂ આર્ટીસ્ટ છે, અને અત્યારે પોતાનાં સ્ટુડિયો પર જ હશે.
આમે ય વીક-ડેઝમાં તેની પાસે બહુ ક્લાયન્ટો નથી હોતા, તો કદાચ તે ફ્રી જ હશે અત્યારે.
મેં તેને કોલ કર્યો અને બસ, દસ જ મીનીટમાં તો તે આવી ગઈ.
.
શિફા મારી કરતાં બસ બે-એક વર્ષ જ મોટી હશે. ત્રીસની આસપાસ. પણ જબરદસ્ત કાતિલ હુસ્નની મલ્લિકા છે તે.
અને આવતાંની સાથે જ તે મને વળગી પડી.
"ચલ, ઉપર બેડરૂમમાં જઈએ." -મેં તેને અમારા, મારા અને નિકીના, બેડરૂમમાં દોરી જતાં કહ્યું.
.
.

શિફાની સાથેનાં સેક્સ-સેશનમાં હું એટલો ખોવાઈ ગયો કે આસપાસનું મને કંઈ ભાન જ ન રહ્યું.
ત્યાં સુધી, કે ઘરમાં આવીને કોઈએ બેડરૂમનો દરવાજો ખોલ્યો છે, તે વાતનો ય મને અંદાજો ન આવ્યો.
જ્યારે હળવો એવો કંઇક અવાજ થયો ત્યારે હું પાછળ ફર્યો, એ તરફ જોવા માટે.
અને મેં જે જોયું તેનાં માટે હું બિલકુલ તૈયાર નહોતો.
બિલકુલ જ નહીં..!!!
.
કોઈની પણ આંખોમાં મેં આટલું દર્દ ક્યારેય નથી જોયું.
હું થીજી ગયો, જયારે મેં નિકીને ત્યાં ઉભેલી જોઈ.
તેનાં હાવભાવો, ક્યારેય રૂઝાય ન શકે તેવા ઘાવોથી ભરાયેલા હતા.
તે એકદમ જ નિરાશ દેખાતી હતી, અને આંસુઓની ધાર તેનાં ગાલ પર વહી રહી હતી.
આ જોઇને મારી છાતીમાં એક ભયંકર પીડા ઉઠવા લાગી, જાણે કે કોઈ ખંજર ઘુસી ગયું હોય અંદર.
આ..આ મેં શું કર્યું?
.
નિકી એક તીરની જેમ ત્યાંથી ભાગી.
તરત જ મારું ટ્રાઉઝર ચડાવી ને હું તેની પાછળ ભાગ્યો.
મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું.
.
"નિકી....!" -મારો અવાજ મારા ગાળામાં જ અટકીને રહી ગયો, જયારે મેં તેને ઘરના મુખ્ય દરવાજામાંથી બહાર જતાં જોઈ.
તેને પકડીને રોકી પાડવા માટે હું રસ્તા સુધી તેની પાછળ દોડ્યો.
પણ હું તેને રોકું, એ પહેલા તો તે પોતાની કારમાં બેસી ચુકી હતી. અને દરવાજા ય લોક કરી દીધાં હતા.
ઓહ ..!
હવે તે મારી પહોંચની બહાર હતી.
.
"નિકી પ્લીઝ.." -કાંચની બારીને થપથાપવતા હું કરગર્યો- "નિકી..!"
તે આમ કેમ જઈ શકે..? અમારે આ બાબતમાં વાત કરવી ખુબ જ જરૂરી છે.
જયારે તેણે કાર સ્ટાર્ટ કરી ત્યારે હું તેનો ચહેરો જોઈ ન શક્યો, અને ન તો મને કોઈ ઈચ્છા હતી તેનો પીડાયુક્ત ચહેરો જોવાની.
તેનાં ચહેરા પર ચિતરાઈ ચૂકેલ દર્દને હું કેમે ય કરીને ખમી શકવાનો નહોતો.
હું તેનું નામ લઈને બુમો પાડતો રહ્યો, પણ તે તો જડપથી ડ્રાઈવ કરતી ત્યાંથી નીકળી ગઈ.
.
ફ્રશટ્રેશનને કારણે હું મારા વાળ ખેંચતો રહ્યો.
મારી આંખોમાં આંસુ આવી ગયા.
મારું શરીર જાણે કે કાંપવા લાગ્યું.
ગુનાહિત લાગણીઓ અને પસ્તાવો મારી નસનસમાં ઉભરાઈ આવ્યા, અને અસહ્ય પીડા બનીને જાણે કે મારા લોહીમાં વહેવા લાગ્યા.
નિકીને આવી રીતે હર્ટ કરવાની, મેં મારી હરામખોર જાતને પરવાનગી આપી જ શું કામ..?
.
હું ફરી પાછો ઘરમાં આવ્યો, ત્યારે શિફા અમારા બેડરૂમમાંથી બહાર આવતી હતી.
મેં તેની તરફ ક્રોધ ભરી નજરે જોયું.
વગર કંઈ બોલે, તે મારી બિલકુલ બાજુમાંથી પસાર થઇ ગઈ.
હું જાણતો હતો, કે આમાં તેનો કોઈ જ વાંક નહોતો.
પણ તોયે...મને તેની પર ગુસ્સો આવી રહ્યો હતો..વગર કોઈ કારણે.
.
શું કરવું કંઈ સમજાતું નહોતું.
નિકીને ખોઈ બેસવાના વિચાર માત્રથી હું ડરી ગયો.
નિકી મારી જિંદગીની બેહતરીન અસ્કયામત છે.
મને હવે એ બિલકુલ નહોતું સમજાતું, કે મારી આ રીલેશનશીપને આવું નુકસાન પહોચાડવાનું જોખમ મેં લીધું જ શું કામ.
.
મેં મારો ફોન કાઢ્યો, અને નિકીને કોલ કરવાની ટ્રાઈ કરી.
પણ કોઈ જવાબ નહોતો મળતો.
ઓછામાં ઓછું છ થી સાત વાર મેં કોશિષ કરી.
અને પછી..
મેં ફોન પટકી દીધો.
.
પાછો લીવીંગ-રૂમમાં આવ્યો અને હથેળીઓમાં મારો ચહેરો ઘુસાડીને સોફા પર બેસી પડ્યો.
ભીંજાયેલી આંખો સાથે હું બહાના શોધવા લાગ્યો, જેના વડે હું નિકીને કન્વીંસ કરી શકું.
પણ તેણે જે જોયું હતું હમણાં થોડીવાર પહેલા, એની ટક્કરનું કોઈ બહાનું મને મળતું નહોતું.
.
.
તો યે મારે કોઈક તો એવો રસ્તો શોધવો જ રહ્યો, જેનાથી હું મારી નિકીને ફરીથી મારી પાસે લાવી શકું.
"તે મને છોડીને ગઈ છે, મને પ્રેમ નથી કરતી હવે, અને મારી સાથે વાતેય કરવા નથી ઈચ્છતી" -આ બધું વિચારતા જ મને શ્વાસ લેવામાં સુદ્ધા તકલીફ થવા લાગી.
ના.. હું આ નહીં થવા દઉં.
મને મારી નિકી જોઈએ છીએ..
ફરી પાછી..મારી સાથે..
અને હું બધું જ કરી છુટીશ, એ માટે..!
.

વધુ બીજા પ્રકરણમાં.

[અશ્વિન મજીઠિયા...]