i am sorry chapter-3 books and stories free download online pdf in Gujarati

I am SORRY part-3

[પ્રકરણ ૩]

મારી પ્રિયતમા નિકીનાં પ્રેમ સાથે મેં છળ કર્યું,
કોઈ ખાસ કારણસર નહીં.
બસ.. ફક્ત તેમાંથી પ્રાપ્ત થતી અપ્રિતમ ઉત્તેજના ખાતર જ.
મેં તેને છેતરી..એક વાર નહીં, અનેકવાર.
.
પણ આ વખતે તેણે મને પકડી પાડ્યો.
અને કંઈ પણ બોલ્યા-ઝગડ્યા વગર... તે ઘર છોડીને ચાલી ગઈ...મને એકલો ઉદાસ વિવશ છોડીને.
હું તેને શોધતો રહ્યો..પાગલની જેમ, સાન-ભાન ભૂલીને શોધતો રહ્યો; આખા શહેરમાં ફરી વળ્યો.
.
આખરે તે મને મળી..
મળી તો તેની મૃત બહેનની કબર પાસે...પોતાની મરણ પામેલી વ્હાલસોયી બહેન પાસે મારી ફરિયાદ કરતી.
મેં તેને સાંત્વના આપવા ચાહી. મારા પ્રેમનો ફરી એકરાર કર્યો. તેને ઘરે પાછી ફરવાની અરજ કરી.
પણ નિકીએ તો નિર્ણય કર્યો હતો, બસ..તેનાં પાપાનાં ઘરે જવાનો જ..!
.
.
"પ્લીઝ નિકી.." -મેં હળવા સ્વરે કહ્યું.
મારી જીવથી પ્યારી દિલબરની સાથે છેતરામણી કરતી વખતે રંગે-હાથ પકડાઈ ગયા પછી તે રિસાઈને મને છોડીને ચાલી ગઈ.
તેનું રીસાવું સાચું છે....હું તેને જ લાયક છું.
હવે હું તેને ફરી પાછી ઘરે આવવા માટે સમજાવવાની તનતોડ મહેનત કરતો હતો.
"ઘરે ચલ."-મેં શાંતિથી કહ્યું.
પણ તેણે ફરી પોતાની આંખો લુછી અને કંઈ જ ન કહેવાનું ચાલુ રાખ્યું.
"હું મારા પાપાને મોકલીશ ઘરે, ત્યાંથી મારા માટે અમુક વસ્તુઓ લઇ આવવા માટે." -તેણે તૂટતા અવાજે મને કહ્યું.
"નો નિકી, પ્લીઝ, વી નીડ ટુ ટોક, વી નીડ ટુ ફીક્ષ અપ ધ થિંગ્સ."
"હું હજી રેડી નથી તારી સાથે વાત કરવા માટે." તેનાં અવાજ સાથે એક ડૂસકું ય બહાર આવી પડ્યું.
તે હવે મારી તરફ જોવા યે રાજી ન હતી.
તો પછી ક્યારે? આપણે ક્યારે.." -હવે મારો અવાજે ય તુટવા લાગ્યો હતો.
પણ તેણે તો બસ..
પોતાના ખભ્ભા ઉલાળ્યા.
.
હું બેચેન હતો કે નિકી મને એક મોકો આપે મારી જાતને સમજાવવા માટે.
મારે તેને હગ કરવી હતી..તેને કિસ કરવી હતી, તેના ચહેરા પરનું સ્મિત ફરી પાછું લઇ આવવું હતું.
"તો આવતીકાલે આવજે. પ્લીઝ, મારે તારી સાથે વાત કરવી છે, મારી જાતને તારી સામે એક્ષપ્લેન કરવી છે, પ્લીઝ નિકી.." -મેં એક વધુ પ્રયત્ન કર્યો.
.
તેણે ઉંધી ફરીને કારનો દરવાજો ખોલ્યો અને અંદર બેસતાં પહેલા એક પળ અટકી,
"ઓકે.." તે એકદમ ધીમે રહીને બોલી અને કારમાં બેસીને હંકારી ગઈ.
.
.
તેનાં ગયા પછી હું ઑફીસે ગયો, થોડા કલાકો માટે.
કામમાં મન પરોવાશે તો તેના વિચાર આવતા અટકી જશે એવું મેં વિચાર્યું, પણ તેની સ્મૃતિઓએ મારો પીછો ન છોડ્યો.
.
મારી આખી લાઈફમાં આટલું ગંદુ મને કોઈ દિવસ ફિલ નહોતું થયું.
આટલો ગુનાહિત...આટલો શર્મનાક....આટલો બેવકૂફ..!
સાચે જ, મને હવે લાગી રહ્યું હતું, કે હું એક્ચ્યુલી એકદમ મૂરખ છું, આવી હરકત કરવાં માટે.
.
ઘરે જઈને મારાં નાનકડાં વેલ-મેઈનટેન્ડ [બધી ક્રેડીટ નિકીને] ગાર્ડનમાં બેસીને સિગરેટનાં ધુમાડાઓમાં મારી ફિકરને ઉડાડવાની કોશિષ કરવા લાગ્યો.
કેટલો એકલો.. કેટલો ડરેલો..કેટલો નિર્બળ મહેસુસ કરી રહ્યો હતો હું મારી જાતને.
.
પછી રાત્રે કંઈ પણ ખાવાનો ઇન્કાર કરતો હું પથારીને હવાલે થઇ ગયો.
ખુબ જ વ્યથિત હતો હું.. અને હું આને જ લાયક પણ હતો.
નિકીના ઓશિકાને કસીને પકડીને, તેમાં બચેલી જરાક એવી તેના શરીરની મહેંકને મહેસુસ કરતો કરતો...
હું સુઈ ગયો.
.
બીજે દિવસે સવારે મેં નિકીને મેસેજ કર્યો કે તે કેટલા વાગ્યે આવવાની છે.
પણ અડધી બપોર સુધી તેનો કોઈ જ રીપ્લાઈ ન આવ્યો.
.
દિવસ આખો હું મારી જાતને ઑફીસમાં બીઝી રાખવાની કોશિષ કરતો રહ્યો.
આખો વખત બસ મારું લેપટોપ લઇને બેઠો રહ્યો.
પણ હવે મારી ધીરજ મને જવાબ દઈ રહી હતી.
હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નહોતો.
એટલે મેં તેને કોલ કર્યો.
અને મને તાજ્જુબ થયું, કે આ વખતે પહેલી જ વારમાં તેણે ફોન રીસીવ કરી લીધો, બાકી મને તો એમ હતું કે મારે કેટલી ય વાર ટ્રાઈ કરતા રહેવું પડશે.
"નિકી?"
"યસ..?" -તેનો સુર એકદમ ઠંડો હતો.
"તું..તું કેટલા વાગ્યે આવે છે ?" -મેં પૂછ્યું.
બેચેની અને ઉત્સુકતા મારા અવાજમાં સાફ વરતાઈ રહી હતી, પણ મને એ વાતની કોઈ જ પરવા નહોતી.
થોડીક પળો માટે એક જીવલેણ શાંતિ છવાઈ રહી, જે એક ડર પેદા કરી રહી હતી કે તે શું જવાબ આપશે.
ઈંતજારની આ ઘડીમાં મારા હાથપગ ઠંડા પાડવા લાગ્યા.
બસ..એક જ પ્રાર્થના હતી પ્રભુને કે ક્યાંક તેનો ઈરાદો બદલાઈ ન ગયો હોય..!
.
"આઈ ડોન્ટ નો.."-તેના અવાજમાં એક છુપા ડુસકાંની કંપન સંભળાઈ.
"આઈ લવ યુ સો મચ" -મેં કઈ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, અને મારી હથેળીમાં મારું માથું ટેકવીને મેં મારી આંખો મીંચી લીધી.

હું વિચારી રહ્યો કે હવે આગળ હું શું કહું, કે જેથી તે આવવા માટે રાજી થઇ જાય અને મારી જાતને એક્ષપ્લેન કરવાનો..તેને ફરી પાછી જીતી લેવાનો મને તે એક એવો મોકો આપે, કે જેને હું લાયક પણ નથી.
.
"પ્લીઝ નિકી, વી નીડ ટુ ટોક"
"સેવન.." -અવાજમાં જબરદસ્તી પેદા કરેલી સખ્તાઈની સાથે તેણે જવાબ આપ્યો- " આઈ વિલ કમ એટ સેવન."
"ઓકે..આઈ વિલ કુક સમથિંગ ફોર બોથ ઓફ..."
"નો.." -મારી વાતને કાપતા તે બોલી- "હું બસ એકાદ કલાક માટે જ આવીશ. મારે અમુક વસ્તુઓ લેવાની છે ત્યાંથી."
નિકીને ખબર છે કે મને ખાસ કંઈ રાંધતા આવડતું જ નથી, અને તેની ગેરહાજરીમાં હું ભાગ્યે જ કિચનમાં જઉં છું.
પણ તે છતાં ય, આ મારી એક સીન્સીયર ટ્રાઈ હતી એ બતાવવાની, કે ફાવે કે ન ફાવે, છતાં ય હું તેની માટે કંઈ પણ કરવા તૈયાર છું.
જો કે તેણે મારા આ પ્રયાસને ગણકાર્યો જ નહી.
.
બે આંસુઓ મારા ગાલ પરથી ટપકીને નીચે ટેબલ પર પડ્યા.
હું નથી ઈચ્છતો કે તે ફક્ત એક જ કલાક માટે આવે...અને પછી ભાગી જાય.
મને તે પાછી જોઈએ છે. હું ઈચ્છું છું કે તે રહે. હું ચાહું છું, કે તે પછી જાય જ નહીં.
"અ..પણ.." -હું કંઇક કહેવા ગયો, કે તેણે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો.
.
"શી..." -મેં ફોનને મારા ટેબલ પર પટકી દીધો.
અને ત્યારે જ...
મારી કેબીનનાં દરવાજા પર કોઈએ નૉક કર્યું.
હું બિલકુલ જ ભૂલી ગયો હતો કે હું ઑફીસમાં છું..
.
મેં મારી આંખો લુછી લીધી, અને મારી પીઠ પાછળ ટેકવીને બંને પગ આરામથી આગળ ફેલાવી દીધાં.
અમારાં ટેકનીકલ સપોર્ટ ડીપાર્ટમેન્ટનો યુવાન અમય અંદર કેબીનમાં આવ્યો.
.
અમય મારાથી ત્રણેક વર્ષ નાનો, બસ સમજો ને કે નિકીની ઉમરનો યુવાન છે.
હાઈટમાં મારી કરતાં ત્રણ ઇંચ નીચો પણ સરસ પર્સનાલીટીવાળો.
ચાર વર્ષ પહેલા જયારે હું મુંબઈમાં હતો, ત્યારે આ અમય, મારા મોટા ભાઈ નીતિનનો સાળો હતો.
પણ પછી નીતિનના ડિવોર્સ થઇ ગયા.
અને તે બંને પતિ-પત્નીના સંબંધોની કડવાશ, પછી મારા અને અમયના રીલાશનમાં પણ થોડી ઘણી ઉતરી આવી હતી.
મારો ભાઈ નીતિન તો હાલ જર્મનીમાં સેટ થયેલો છે. અને તેની પત્ની, એટલે કે અમયની બહેનનાં મારી પાસે કોઈ જ સમાચાર નથી.
કારણ, હું અમયને આ બાબતમાં કંઈ જ પૂછતો જ નથી.
.
અગાઉ અમારા સંબંધોમાં આવેલ ઢીલાશની ઉપરાંતે ય અમે બંને થોડા ઘણા નજીક છીએ એનું કારણ એ, કે અહીં ગોવાની ઑફીસમાં અમારી મુંબઈની બ્રાંચના બસ... અમે બે જ જણા છીએ.
આમ જૂની ઓળખાણને કારણે અમારો સંબંધ ટકી રહ્યો છે.
પણ તેમ છતાં ય, સંબંધોમાં આવી ગયેલ ઔપચારિકતાને કારણે અમે એકબીજા સાથે અંગત વાતો શેર નથી કરતાં.
હા, બોલવામાં મીઠાશ અમે ઝાળવી રાખી છે.
.
"હાઈ નીખીલ, વૉટ'સ અપ " - કેબીનમાં આવીને અમયે અભિવાદન કર્યું.
"એમ ફાઈન. હાઉ'ઝ યુ ?"-મેં પણ ઔપચારિકતા દાખવી.
"બસ સરસ," -અમયે ઔપચારિકતા ચાલુ રાખતા જવાબ આપ્યો- "તબિયત તો સારી છે ને? યુ લુક ટાયર્ડ."
"ઓનેસ્ટલી.. આઈ એમ ફાઈન."
"ગુડ.. મારે થોડી નેટવર્ક ડીટેલ ચેક કરવાની હતી. ઇફ ઈટ ઈઝ ઓકે ફોર યુ, તો મને તારું લેપટોપ મળશે થોડી વાર માટે?"
"યસ, નો પ્રોબ્લમ." -મારી ચેર પરથી ઉઠતાં હું બોલ્યો- "હું જરા વોશ-રૂમ જઈ આવું. ત્યાં સુધીમાં તું ચેક કરી લે, જે તારે કરવાનું હોય તે." -મેં એક કમજોર સ્માઈલ આપી, મારો ફોન ઉઠાવતા તેને કહ્યું.
અને કેબીનની બહાર નીકળી ગયો.
.
બાઈકના ગ્લોવ-બોક્ષમાંથી પેકેટ કાઢી એક સિગરેટ સળગાવી.
નિકીની ગેરહાજરીને કારણે જે ભારે ફીલિંગ્સ આવી રહી હતી એનાથી હું કંટાળી ગયો હતો.
પણ હું જાણતો હતો, કે જ્યાં સુધી તે પાછી નહીં ફરે ત્યાં સુધી મને આમાંથી છુટકારો નથી મળવાનો.
.
ફોન પર નજર નાખી, તો એક મેસેજ આવેલો પડ્યો હતો.
ઓહ..હું તો એકદમ જ ભૂલી ગયો, કે મારો ફોન સાઈલેંટ મોડ પર છે.
મેં તરત જ મેસેજ ખોલ્યો. પણ મેં તે ન જ વાંચ્યો હોત તો સારું હોત, કારણ તે મેસેજે મને એકદમ ભાંગી જ નાખ્યો.
મુશ્કેલીથી સુકાયેલી મારી આંખો ફરી પાછી છલકાઈ ગઈ.
ખાટા પડી ગયેલા મન સાથે મેં ફોનને પાછો ખીસામાં સરકાવી દીધો.
અને મારી જાતને રડતો અટકાવવા મેં મારા નીચલા હોઠને મારાં દાંત તળે જોરથી દબાવી દીધો.
તેણે જે વાક્ય લખ્યું હતું, તે હતું તો ખુબ જ નાનું પણ એકદમ જ જીવલેણ હતું-
"આઈ હેટ યુ."
.
ઘરે જઈને પહેલાં મેં ઘરને થોડું ઠીકઠાક કરી લીધું, અને પછી શેવ-શાવર પતાવ્યું.
હું નિકીની સામે એકદમ બેસ્ટ દેખાવા માંગતો હતો.
નિકીની પસંદનું 'બ્લેક પોઈઝન' સમર-ડીઓ છાંટીને, પછી મારું મસ્ત-ફીટીંગવાળું જીન્સ પહેર્યું,
અને ઉપર ટાઈટ ફીટીંગવાળું લેમન કલરનું તે જ બનીયન પહેરી લીધું, કે જેનાં નિકી કાયમ વખાણ કરતી હોય છે.
જો કોઈ જ રીતે સફળ ન થવાય, તો આવી રીતે પણ નિકીને બહેકાવાનો થોડો થોડો પ્લાન મારા મગજમાં હતો.
.
પછી આરીસામાં મેં મારી જાતને નિહાળી.
હું બોલીવુડનાં કોઈ સ્ટાર જેટલો હેન્ડસમ ભલે ન હોઉં, પણ તોય હું ગૂડ-લૂકિંગ જુવાન તો છું જ.
આશરે ૫.૯ ફૂટની હાઈટ અને ૭૦ કિલો વજનવાળો સપ્રમાણ દેહ.
સ્નાયુબદ્ધ અને માંસલ બાજુઓ મારા વ્યક્તિત્વને ઘણું આકર્ષક બનાવે છે.
અઠવાડિયામાં ત્રણ વખત જીમમાં જઈને વર્ક-આઉટ કરવા જાઉં છું, પણ છેલ્લા ચાર વીકથી જવાયું નથી તો થોડો અનફીટ લાગુ છું, પણ તો ય મારા પહોળા ખભ્ભા મારી એ કમી પૂરી કરે છે.
.
આ એ જ ખભ્ભા છે, કે જેમાં અમારી આત્મીય ક્ષણો વખતે નિકી પોતાના નખ ભેરવી દે છે.
તેનાં નખ બહુ વધુ લાંબા તો નથી, પણ તો ય અમુક ઉજરડા તો પડી જ જાય છે, અને ક્યારેક તો લોહી પણ નીકળી આવે છે.
પણ તે છતાં ય, મને તો તે મિશનરી પોઝીશન જ ખુબ પસંદ છે, કારણ તે સ્ટાઈલમાં જ હું તેની આંખોમાં આંખો પરોવીને તેને મોજ માણતી જોઈ શકું છું.
નિકી જયારે તેની ચરમસીમાને પામવાની નજીક હોય છે, ત્યારે તે ખુબ જ ખુબસુરત દેખાય છે.
તેની પાંપણો એકદમ બોઝલ થઇ જાય છે અને તેને તાકતા તાકતા તેની, કિલકારીઓની વચ્ચે હું મારી ક્લાઈમેક્સ પ્રાપ્ત કરી લઉં છું.
અમારા બંને માટે આ પળો, સ્વર્ગીય સુખ સમાન હોય છે.
.
બીજી યુવતીઓ સાથેની મારી કામ-લીલાઓમાં આ બધું હાજર નથી હોતું.
કોઈ પણ સિચ્યુએશનમાં અને ગમે તેવી પોઝીશનમાં, ઘણીવાર તો ઉભા રહીને જ.... બધું જાણે કે યંત્રવત જ થઇ જાય છે.
પણ તે બધી સાથેનો મારો આ કહેવતો પ્રેમ...સમીપતા કે આત્મીયતા માટે નથી હોતો,
તે તો બસ...થોડી ક્ષણોનો આનંદ ચોરી લેવા માટેનો જ હોય છે.
કોઈના આવી જવાનો, કે કોઈ પણ ક્ષણે પકડાઈ જવાનો એક ભય જે સતત માથા પર ઝળુંબતો રહેતો હોય, તે જ આવી મુલાકાતોને મસાલેદાર બનાવતો હોય છે.
આવી મુલાકાતોમાં ઉત્તેજનાઓ જેટલી ઝડપથી ઉભરાતી હોય છે, તેટલી જ ઝડપથી શમી પણ જતી હોય છે.
અને પછી... જાણે કે એક બીજાને ઓળખતા પણ ન હોય તેમ, 'બાય' સુદ્ધાં કર્યા વિના પોતપોતાના રસ્તે ચાલ્યા જવાનું.
આવી ઔપચારિક યાંત્રિક પદ્ધતિની મુલાકાતોનું નિકી સાથેની પ્રેમ-ક્ષણો સાથે કોઈ તુલના જ ન કરી શકાય.
.
બસ...હવે મને લાગે છે કે...
એ બધાં રંગીન ખયાલો મારે હવે બંધ કરવા જોઈએ, કારણ તેનાથી ઉત્પન્ન થઇ રહેલી આ ઉત્તેજનાઓને તૃપ્ત કરવાની બહુ જ આછી પાતળી શક્યતાઓ છે.
સાંજના સાત વાગ્યા અને ત્યાં સુધીમાં તો મેં અમારા આ ડબલ-બેડની ચાદર પણ બદલી નાખી. કારણ તેની પર છેલ્લે કોણ સુતું હતું તે વાતનો વિચાર આવતાં જ નિકી તેની પર સુવાનું પસંદ નહીં જ કરે.
.
બસ, પછી હું નિકીની વાટ જોવા લાગ્યો.
મેં મારો ફોન ફરી પાછો સ્વીચ-ઓન કર્યો, એ જ પ્રાર્થના કરતાં કરતાં કે ફરી પાછો નિકીનો એવો કોઈ દિલ દુ:ખાવનારો મેસેજ ન આવ્યો હોય, તો સારું.
પણ એક મેસેજ તો આવ્યો જ હતો, રિચર્ડનો-
"તું સાલા, અવ્વલ દર્જાનો થરકી છે."
.
ઓહ...
તો આનો મતલબ કે, નિકીએ પોતાના ઘરમાં કંઇક તો વાત કરી જ દીધી છે.
ચાલો, સારું છે.
થોડી તો હળવી તે થઇ જ ગઈ હશે, આનાથી.
ત્યાં જ કોઈએ મારો દરવાજો હળવે'કથી ખખડાવ્યો.
મેં મારો ફોન ડ્રોઅરમાં મૂકી દીધો.
હું માની નથી શકતો કે જયારે મેં દરવાજો ઉઘાડ્યો તો સામે નિકી ઉભી હતી.
.
આશ્ચર્યની સાથે સાથે હું થોડો આઘાત પણ પામ્યો, કે તે દરવાજો નૉક કર્યા વિના સીધેસીધી અંદર કેમ ચાલી ન આવી.
તેનો તો હક્ક છે તે.
હજુ પણ તે અહીં જ રહે છે.
આ ઘર અમારું છે,
મારું અને નિકી, અમારા બંનેનું.
.
"તેં દરવાજા પર નૉક શું કામ કર્યું?" -શાંત અને કરુણાસભર અવાજે મેં પૂછ્યું.
.
તે મારી તરફ જોતી પણ નહોતી. બસ... નીચે જમીન પર તેની નજર ખોડાયેલી હતી.
મને રડવાનું ખુબ મન થતું હતું.
રડવાનું.. અને તેને મારી આગોશમાં લઇ તેને હગ કરવાનું. પણ.. પણ હું સાઈડ પર ખસ્યો..
અને રસ્તો થતાં તે અંદર આવી.
.
"મારે અમુક કપડાં જોઈએ છીએ." -તે બબડી.
"નિકી, મારી સામે જો, " -મેં તેને અરજ કરી- "આમ ને આમ તો તું મને મારી નાખીશ, પ્લીઝ, મારી સામે જો, નિકી..પ્લીઝ"
"ના.." -દર્દનાક ધીમાં સ્વરે તેણે જવાબ આપ્યો.
.
મેં તેનો હાથ પકડ્યો.
તેને ખેંચીને લીવીંગ-રૂમમાં લઇ આવ્યો અને મારી બાજુમાં બેસાડી.
તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો.
તેની આવી પરવશ હાલત જોઇને મારી લાગણીઓ પરથી મારો કાબુ ખોવાતો જ રહ્યો,
જો કે, તે પોતે ય પણ એકદમ ભાંગી પડેલી દેખાતી હતી..
.
"આ'મ સૉરી." -ધ્રુસ્કાઓની વચ્ચે હું એટલું બોલી શક્યો- "આ'મ સો સૉરી."
"વાય નીખીલ ? -એવા જ ધીમાં સ્વરે તે બોલી- "વાય ડીડ યુ ડુ ઈટ?" શા માટે તે આમ કર્યું? શું હું પુરતી નહોતી?"
.
મેં તેનો ચહેરો મારી હથેળીઓમાં લઈને મારી તરફ જોવા માટે મેં તેને મજબુર કરી.
"મેં જે કંઈ કર્યું, તેને તારા પુરતાં હોવા કે ન હોવા સાથે કોઈ જ કનેક્શન નથી, નિકી. "-રડમસ અવાજે હું બોલી ઉઠ્યો- "તું તો મારા માટે, મને પુરતી હોવા કરતાં ય ઘણી વધું છે..આઈ સ્વીઅર નિકી.. !
.
તે મારા હાથને હડસેલીને ઉભી થવા ગઈ, પણ મેં તેને તેમ કરવા ન દીધું.
"નિકી..." -તેનું બાવડું પકડીને તેને મેં ફરી નીચે સોફા પર ખેંચી.
.
"મેં ક્યારે ય નહોતું વિચાર્યું કે તું મને આવી રીતે હર્ટ કરીશ, નીખીલ. -તે રડતાં રડતાં બોલી- "મને તો એમ હતું કે આપણે બંને ખુબ ખુશ છીએ. મેં તો તને રાજી રાખવા માટે કેટલી કોશિષો કરી હતી."
"તે મને રાજી કર્યો જ છે. રોજે રોજ તે મને રાજી કર્યો છે." -હું રડ્યો- "નિકી, દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુનાં બદલામાં હું તને કોઈને ન આપું."
"બકવાસ," -તે ઘૂરકીને બોલી- "જો તું ખુશ હોત, રાજી હોત, તો મને છેતરી ન હોત."
.
ધીમે ધીમે અમારા ડુસકાઓ કંઇક ઓછા થઇને આંસુઓમાં બદલાઈ ગયા
અને ત્યારે મને ખ્યાલ આવ્યો, કે મેં હજી સુધી તેને પકડી રાખી છે,
એટલે મેં મારી પકડ થોડી ઢીલી કરી દીધી.
.
"કોણ હતી તે? અને કેટલા વખતથી તું તેને.. તું તેને મળતો હતો?"
.
શી..!!!
દેખીતી રીતે જ આવા સવાલોની મેં આશા તો રાખી જ હતી, પણ જવાબ શું આપવો તેની મને ખબર નહોતી.
હું તેને નહોતો બતાવવા માંગતો કે શિફા ફક્ત એક જ યુવતી નથી, કે જેને કારણે મેં તેને છેતરી છે, ચીટ કરી છે. અને હું પેલા 'વૂ-ડૂ' નામના બારમાં વારેઘડીયે જતો હતો, તેનો ઉલ્લેખ પણ મારે કરવો નહોતો.
હું તેને ક્યારે ય એમ ન કહી શકું, કે શિફાને હું વૂ-ડૂમાં મળ્યો હતો.
એટલે મારે તાત્કાલિક જવાબ તૈયાર કર્યો પડ્યો.
"બસ, બે અઠવાડિયા પહેલાં -મેં જવાબ તો આપ્યો, પણ ખોટો.
"કોણ છે તે? અને તેને તું કેવી રીતે ઓળખે ?" -ડગમગતા અવાજે નિકીએ પૂછ્યું.
"અમે બંને કોલેજમાં સાથે હતાં." -ડરતાં ડરતાં હું આગળ બોલ્યો- "થોડા દિવસ પહેલાં તે મારા ટચમાં આવી, અને અમે અમસ્તા જ એક હોટેલમાં મળ્યા. પછી તો એક વસ્તુની પાછળ બીજી, ને બીજીની પાછળ ત્રીજી એમ થતું ગયું."
"વાય..વાય?" -આંખોમાં આંસુઓ ફરી પાછા છલકાતા તેનાં અવાજને બહાર નીકળતા તકલીફ થવા લાગી.
.
નિકીને હજુ પણ વધુ અપસેટ થતી જોવી, મારા માટે ખુબ પીડાજનક થવા લાગ્યું.
મારે તેને કમ્ફર્ટ આપવો હતો અને નહીં કે વધુ ને વધુ વ્યથિત કરવી હતી.
હું તેને થોડું હળવું ફિલ કરાવવાની કોશિશમાં હતો, પણ તે તો હજુ ય વધુ બોઝલ થતી ચાલી.
.
"આઈ ડોન્ટ નો.." -મારા અવાજનો વોલ્યુમ બને તેટલો નીચો રાખીને મેં બસ, એટલો જ જવાબ આપ્યો.
"ડુ યુ લવ હર? સાચે જ? સીરીયસલી?"
"નો નિકી નો.. ઑફ કોર્સ નોટ. હું તો બસ તને અને ફક્ત તને જ લવ કરું છું. તેની સાથે તો બસ પ્લેન સેક્સ જ હતું..બીજું કંઈ જ નહીં."
.
સેક્સનું નામ સાંભળીને તેનો ચહેરો પીડાથી વિકૃત થઇ ગયો.
કદાચ આ શબ્દથી તેને તે રાત યાદ આવી ગઈ, કે જયારે તેણે મને અને શિફાને તે કરતાં પકડી પાડ્યા હતા.
.
"મારે એક વાત જાણવી છે તારી પાસેથી," -કાંપતા સ્વરે તે બોલી- "વિકીની સ્મશાનયાત્રા વખતે અડધો કલાક તું ક્યાંક ગાયબ થઇ ગયો હતો.. ત્યારે શું તું તેની સાથે જ હતો ?"
.
યસ.. યસ..!
તેની આ વાત સાચે જ મને હર્ટ કરી ગઈ.
હું માની નથી શકતો કે નિકી આવી વાત કરશે.
તેની બહેનની મૈયતમાં ય હું તેને ચીટ કરવામાં બીઝી હતો..એવું પણ તે હવે વિચારવા લાગી છે,
કેટલો ઉતરી ગયો છું હું, તેની નજરમાંથી..!
.
તે મૈયતના દિવસે નિકી તો ટોટલી ડીસ્ટર્બડ હતી.
પોતાની માનીતી બહેનની લાશને દફ્નાવાતી જોઇને તે તો જાણે કે એકદમ જ ટુકડાઓમાં વિખેરાઈ ગઈ હતી. તેની આ હાલત જોવી, તે સાચે જ અસહ્ય હતું.
તે સમગ્ર સમય દરમ્યાન તેણે મને પકડી રાખ્યો હતો.
અને મેં પણ તેને સંભાળવાના, તેને કમ્ફર્ટ દેવનાં બધા જ પ્રયત્નો કર્યા હતા,
પણ તેનાં દર્દને હલકું કરવું એટલું સહેલું કામ નહોતું, અને એક પોઈન્ટ પર હું ત્યાંથી સરકી પણ ગયો હતો.
જો કે તે તો બસ, એક સિગરેટ પીવા માટે જ.
હા...આમાં મારો સ્વાર્થ હતો, પણ મારે તો બસ ૫-૧૦ મીનીટો જોઈતી હતી, મારા પોતાના માટે.
નિકીને આટલી ગુમસુમ અને ન સંભાળી શકાય એવી અવસ્થામાં જોઇને મારું મન પણ ખુબ જ ભારે થઇ ગયું હતું, તો એકાદ સિગરેટથી થોડી રાહત મળશે એવું મને ત્યારે લાગ્યું હતું.
.
"ના નિકી, ના.." -મેં શાંતિથી કહ્યું- "જેમ મેં હમણાં જ કહ્યું તેમ, શિફાને હું તો બસ બેએક અઠવાડીયાથી જ જાણું છું."
"શિફા? તેનું નામ શિફા છે?" -હવે તેનાં અવાજમાં થોડી કડવાશ ભળી.
તો નિકીને હવે એક નામ મળી ગયું, 'તેનાં' માટે.
.
મેં તેનો હાથ પકડીને હામી ભરી.
નિકી હવે મારો હાથ છોડાવીને ઉભી થઇ ગઈ, અને આ વખતે મેં તેને પકડીને રોકી નહીં.
"વાય ડીડ યુ ડુ ઈટ, નીખીલ?" -તે રડતાં રડતાં બોલી- "તેં મને શા માટે છેતરી?"
"આયે'મ સોરી. રીઅલી સોરી. મારે તને ક્યારેય છેતરવી નહોતી. આઈ લવ યુ સો મચ."
"જો તું મને લવ કરતો હોત, તો બીજી કોઈ સાથે ક્યારે ય સુતો ન હોત." -તે બરાડી ઉઠી- જસ્ટ ટેલ મી, તેં આમ શા માટે કર્યું. મારે જાણવું છે કે હું ક્યાં ઓછી પડી.."
.
તે હવે છૂટથી રોઈ રહી હતી.
અને તેને આમ જોવી મારા માટે ખુબ જ મુશ્કેલ થઇ રહ્યું હતું, અને ખાસ તો ત્યારે, કે જયારે હું એ હાનું છું, કે આ બધાં માટે જવાબદાર હું છું.
તે અહીં તહીં આંટા મારી રહી હતી, જાણે કે તેને સમજાતું ન હોય કે હવે તે શું કરે.
પોતાના વાળમાં તે નિર્દયતાપૂર્વક આંગળીઓ ખોસતી રહી, અને તેની આંખોના બંધ તૂટી ચુક્યા.
બીજી તરફ..
હું સોફા પર બેઠો રહ્યો, મારા જીવનનાં પ્રેમને આમ ટુકડે-ટુકડાઓમાં છિન્નભિન્ન થતાં જોતો.
"તું ક્યાંય ઓછી નથી પડી, નિકી," -હું ખુબ જ ધીમાં અવાજે બોલ્યો- બસ આ તો ફક્ત સેક્સ હતું, નિકી. અને એ પણ એટલું સારું સેક્સ નહીં, કે જેટલું આપણે બંને વચ્ચે.."

"શટ અપ..!" -તે ફરી બરાડી ઉઠી- "જસ્ટ ટેલ મી વાય. નીખીલ, મને કહે કે તે શા માટે આમ કર્યું. કોઈક તો કારણ જરૂર જ હશે મને ચીટ કરવા માટે. શું હું પલંગમાં એટલું સારું પરફોર્મ નથી કરતી? કે પછી.."
"નિકી, તું પરફેક્ટ છે. બધી બાબતોમાં પરફેક્ટ છે. ટ્રસ્ટ મી વેન આઈ સે, કે તે કંઈ જ ઓછુ નથી આપ્યું..પ્લીઝ..!"
"હું એટલી મૂરખ નથી, નીખીલ. બધાં જાણે છે કે ચીટ કરવા માટે કોઈ ને કોઈ કારણ જરુર હોય જ છે. તો ટેલ મી ધેટ.."
.
મને તાજ્જુબ થાય છે, કે હવે મને નિકી પર ગુસ્સો આવી રહ્યો હતો.
તે મારી વાત માની કેમ નથી શકતી, કે આમાં તેનો કોઈ જ ફોલ્ટ નથી.
મેં તેને ચીટ કરી, કેમ કે મને તેમાં ઘણી ઉત્ત્તેજના પ્રાપ્ત થાય છે.
.
"હું સ્વાર્થી હતો, નિકી. આ.. આ ફક્ત સેક્સ હતું. બીજું કંઈ જ નહીં." -મેં મક્કમપણે કહ્યું- "મારી વાત સમાજ, પ્લીઝ"
"પણ શું કામ? તેની બદલે તું મારી સાથે કેમ ન સુતો?"
.
હવે.. આ એક ટોર્ચર હતું મારા માટે.
મેં જે તેને દગો આપ્યો, તેને કારણે તે લાગણીઓથી ખળભળી ઉઠી.
"હા, મારે તારી સાથે સુવું જોઈતું હતું. આયે'મ સોરી.."
.
"મારી સાથે સેક્સ શું બોરીંગ લાગે છે? તેની સાથે વધુ આનંદ આવ્યો હતો તને?" -તેનો અવાજ હવે મક્કમ બનતો ગયો- "તેની સાથે જે રીતે તે કર્યું, તારે શું એવું જોઈએ છે, કે આપણે પણ એવી રીતે જ...?"
.
હું તરત બેઢંગી રીતે ઉભો થઇ ગયો.
હું હવે બેચેન થઇ ઉઠ્યો, કે નિકી મારી વાત સાંભળે, અને હું જે કહું છું તેનો વિશ્વાસ કરે.
.
"ના.. નિકી" -મેં વિનંતીભર્યા અવાજે કહ્યું- "તારી સાથેનું સેક્સ મને ગમે છે. તે પરફેક્ટ છે. તેમાંનું કંઈ જ બદલવું નથી, આઈ પ્રોમિસ. મને જે જોઈએ છે તે બધું જ નિકી, તું આપી શકે છે."
"ઓકે.. મારી સાથે એવી જ રીતે સેક્સ કર કે જેવી રીતે તે તેની સાથે કર્યું હતું.." -તેણે ધ્રુજતા અવાજે ડીમાંડ કરી.
"ના..!" -મેં મક્કમ અવાજે જવાબ આપ્યો.
"પ્લીઝ, મને ખબર છે કે તને તેવું જ બધું જોઈએ છે. હું તને ખુશ કરીશ.. પ્લીઝ..!"
"ના..ના..ના..!" વધતી જતી ફ્ર્સટ્રેશનને કારણે હું બરાડી પડ્યો.
.
બીજી યુવતીઓ સાથે હું જેવી ટ્રીટમેંટ કરતો છું, તેવું બધું નિકી સાથે ન થઇ શકે.
હું નિકીને પ્રેમ કરું છું, તેનો રીસ્પેક્ટ કરું છું.
તે કોઈ આલતુફાલતુ છોકરી નથી, કે જે ફક્ત સેક્સ કરવા માટે જ હોય.
હું તેને એટલો લવ કરું છું, કે ફક્ત માંસના એક લોચાંની જેમ હું તેને ટ્રીટ ન કરી શકું.
તે આનાં કરતાં તો કંઇક કેટલા વધુની હક્કદાર છે.
અર્થ વગરનાં સેક્સ કરતાં તો ક્યાંય વધુ પામવાને તે લાયક છે.
અને એટલે જ..
હું બરાડી ઉઠ્યો કે -ના..ના..ના..!
.

"શા માટે ના, નીખીલ? તેનાંથી જો તને વધુ આનંદ મળતો હોય, જો તેવી મજા મેળવીને તું બીજે ક્યાં ય જવાનો ન હોય, તો શા માટે નહીં?"
.
"હું તારી સાથે ખુશ છું." -હું તેનાં આવા નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત થઇ બરાડી ઉઠ્યો- "મારે તારી સાથે એવું બધું નથી કરવું, કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ એટલું જ ઈચ્છું છું કે આપણે પહેલાં જેવું હતું, તેવું જ બધું પાછુ થઇ જાય, "
.
મેં જ્યારે જોયું કે તે મને ઘુરકી રહી છે, તો હું ચુપ થઇ ગયો.
તે હવે અપસેટ અને શોક્ડ, બંને લાગતી હતી.
"બીજી છોકરીઓ? મતલબ કે શિફાની ઉપરાંત?" -તેણે, જાણે માની ન શકતી હોય, તેવાં અવાજમાં પૂછ્યું.
.
ઓહ માય ગોડ...!
.

.

વધુ ચોથા પ્રકરણમાં
[અશ્વિન મજીઠિયા...]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED