ખારો પરસેવો dr Irfan Sathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખારો પરસેવો

એ આગ ઓકતી બપોરે ઇન્કમ ટેક્ષ ચાર રસ્તાનાં ટ્રાફિક સિગ્નલ પર સ્વભાવિક સોહમની કાર ઊભી રહી "સાલા એ.સી. ને પણ આજે જ બગડવાનું થયું " પાસીનાનાં રેલા લૂછતો જઇ ને જોર થી સ્ટીઅરિંગ પર મુક્કો મારતા બાજુમાં બેઠેલા આરવ ને સોહભે કહ્યું " એની મા ને ગરમી તો જો . હજુ તો એપ્રિલ ચાલે છે".. એટલામાં વિંડો પાસે અવાજ આવ્યો

"શેઠ પરદા લઇ લ્યો સૌ રૂપિયા ની જોડ" એક ગૌર વર્ણી જાજરમાન સ્ત્રી કારની ડ્રાઇવર સાઇડ વિન્ડો પાસે ઊભી હતી. અને દયામણા સ્વરે બોલી રહી હતી. તડકાનાં લીધે એની ગૌર ત્વચા લાલ થઇ રહી હતી. નાક નકશો એક્દમ તિક્ષ્ણ, તેજ મોટી આંખો ,પણ નિષ્તેજ હતી અને વદન નિરાશ હતાં . સ્ત્રી એ ફરી કહયું

" શેઠ ગરમીમાં આ કામ લાગસે લઇ લ્યો. "

પહેલાંથી ગરમીનાં કારણે તપી ઉઠેલો સોહમ બોલ્યો

"જોજે લ્યા, મોબાઇલ હાચવજે.આજકાલ આ નવી મોડેસ ઓપેરેંડી આ લોકો એ ચલાવી છે " અનાયાસે સ્ત્રી ને કાન એ અહમથી ભરેલા સંવાદો પડી ગયા !

"એ શેઠ મેહનતની રોટી ખાઇયે છે ખોટું નહી બોલવાનું " સ્ત્રીએ શાલિનતા સાથે જવાબ આપ્યો .

"ખબર છે ,રેહવાદો જાવ ગરમીમાં મગજ ના બગાડો તમારા ધંધા ખબર છે બધાં " સોહમનાં અવાજમાં હવે ઉદ્ધતાઇ હતી..

"એ શેઠ હરામનું નથી ખાતાં , મહેરબાની કરી ગમેતેમ ના બોલશો . આખો દિવસ મેહનત કરીયે છે. ત્યારે સાંજે પરસેવાનો ખારો રોટલો નસીબ થાય છે ." સ્ત્રીએ આંખોમાં ગૌરવ સાથે મ્રુદૂ અવાજમાં જવાબ આપ્યો .

સિગ્નલ ખુલતાં જ સોહમ ઉદ્ધતાઇ ભર્યા સ્વરે બોલ્યો "હાશ" અને વિન્ડોને અડીને ઉભેલી સ્ત્રીને હડસેલો મારીને બરાડયો..

" ચાલ નિકળ અહીં થી . મગજ બગાડી નાંખ્યુ. થોડી તો શરમ ભરતા હોય.. સાલાઓ જોવામાં કેવા સારા ઘરનાં લાગે છે . વાત કરે છે મહેનતની અને કામ ચોરીનું... આ લોકોની ઔલાદ પણ આવાં જ ધંધામાં લાગેલી હોય છે ."સ્વગત : મનમાં ગાળો બડબડતા સોહમે ગુસ્સામાં પૂર ઝડપે કાર હંકારી . અને સ્ત્રી માંડ પડતા પડતા બચી અને પોતાની સાડી અને જાતને સાચવીને ઉભી રહી.ત્યાં જ હવલદાર મોટેથી વ્હિસલ વગાડી જોરથી તાડૂક્યો.

"ઓયે, અંધી હે કયા? સિગ્નલ ખૂલ ગયા દીખતા નહી હે કયા.. ચલ નિકલ વર્ના આજ ફીર ડંડે ખાયેગી" સોહમ જાણે વિજયી થઇ ગયો હોય એ રીતે સાઇડ ગ્લાસમાંથી ખંધૂ હસીને એ સ્ત્રી સામે જોઇ અભદ્ર ઇશારો કરી નીકળી ગયો. અને એ લાચાર આંખો સોહમની કારના ધૂમાડાં જોતી રહી ..

સૂર્ય બરાબર આગ વરસાવી રહ્યો હતો . અને તપેલાં મગજે સોહમ બોલ્યો .

"આરવ ,યાર આપણાં તો કરમ જ ફૂટેલા છે. કોને દોષ દેવો ? બે દિવસથી જમવાનાં ઠેકાણા પડયા નથી અને હવે જોને જઇને મેસ નો કચરો ખાવાનો! સાલા સ્થાનિક વિદ્યાર્થીઓને. કેટલી નિરાંત . આપણને કર્યા એ રીતે એમણે

ના ટ્રાફિક પોલીસ હેરાન કરે. ન કપડાનું ટેન્શન . અને બન્ને ટાઇમ ઘરનું જમવાનું મળે ! " સોહમ પરસેવો લૂછતો જઇને બોલ્યો.

એને વચ્ચે અટકાવતાં જઇને આરવ બોલ્યો.

" સોહમ આગળદી લેફ્ટ ટર્ન લઇ લે . ઇક્બાલ નું ઘર આ જ એરિયામાં છે . કોઇક ને પણ પૂછી લઇશું ઇકબાલનું એડ્રેસ . આપણે એનાં ઘરે જઇ આવીયે. સાલો જે ટિફિન લાવે છે ! આપણે બે ચાર -કલાક એનાં ઘરે બેસીશું . તારું મગજ પણ શાંત થશે . અને આપણને એ.સી.માં થોડી ટાઢક પણ વળશે!" આરવ લલચામણી ઓફર આપતો હોય એ રીતે બોલતો ગયો .

"હાં સારો આઈડિયા છે . મારો બેટો રોજ કેટલું ખાવાનું ભરી લાવે છે . જો આને કેહવાય કરમ . . . મસ્તી થી રોજ અલગ ગાડી લઇને કોલેજ આવવાનું . મા પણ ત્રણ ગણુ ખાવા ભરી આપે." સોહમે હામી ભરતો જવાબ આપ્યો .

"આપણે શું લ્યા ? ? આપણને રોજ સારું સારું ખાવા મળે છે ને ? બહુ છે . હશે એ કરોડપતિની ઓલાદ આપણને શું ? "આરવે મસ્તી ભર્યો છણકો કર્યો અને સોહમને તાળી આપી. વાતાવરણમાં થોડું હાસ્ય રેલાયું .

"ચાચા વો ઇક્બાલ કિધર રહેતા હે ? કારની વિન્ડોમાંથી મોઢું બહાર કાઢી આરવે એક આધેડ માણસને પૂછ્યું .

"વો મસ્જિદ કે પીછે કી લાઈનમે મકાન હે ઉસમેં તીસરા મકાન ઉસકા હે . પર બેટા વો તો ગાડી લે કે ગયા હોગા. શાયદ હી ઘર પે મિલે." આધેડ વ્યક્તિએ જવાબ આપ્યો .

" જોયું ?? હું નહોતો કહેતો કે રખડતો હશે . અમીર બાપ કી બીગડી ઓલાદ આને કેહવાય . આને કહેવાય કિસ્મત ." તિરસ્કાર ભર્યા સ્વરે સોહમ બોલ્યો. " ચાલ આટલે સૂધી આવ્યા જ છીએ તો તપાસ તો કરી લઇએ. ઘર જોયેલું હશે તો ગમે ત્યારે કામ લાગસે .

કાર ત્યાં જ પાર્ક કરી દીધી અને બન્ને જણા સાંકડી ગળીમાં ચાલતા ગયા . પાછળ તો ઝુંપડીઓ હતી. અને એની પાછળ આલિશાન મહેલ હતો .સોહમ ઝુંપડીઓ જોઇને બોલ્યો.

"લાગે છે ચોકિદાર ને મળી ને પાછળ જવાનું હશે " આરવે તૂટેલી સાંકળ વડે દરવાજો ઠોકયો.

"ઇક્બાલ ઘર પે હે ? ? "

કોણ ? ? અંદરથી બહુજ સૌમ્ય અવાજ આવ્યો

"હમ ઉસકે દોસ્ત હે ચાચી ". સોહમે જવાબ આપ્યો .

"જી ,કયા નામ હે બેટા તુમ્હરા ? ? " ઝુંપડીમાંથી વ્હાલ ભર્યો અવાજ આવ્યો .

"સોહમ ઔર આરવ " બન્નેએ પ્રતિઉત્તર આપ્યો.

"અંદર આ જાઓ બેટા." અને જર્જરિત દરવાજો ખૂલ્યો .

એક રૂમનું એ મકાન હતું . એમા ચાદરનો પરદો બનાવી રસોડું અલગ કરેલુ હતું .બે પ્લાસ્ટિક ની થોડી તૂટેલી ખુરશી પડી હતી . એના પર બંને બેઠા.

સાલો આવે એટલે કહીયે સિક્યૂરિટી ચેક પોઇન્ટ તો જબરદસ્ત રાખ્યો છે ને . . .

"બેટા ચાય પિયોગે ? ?" અંદર થી ફરી માનવાચક અવાજ આવ્યો

"નહી ચાચી, અભી હી ચાય પી કે આયે હે ."

ચાદરનાં પડદાંની બીજી તરફથી ચાચીની વાતો ચાલુ હતી .

" ઇક્બાલ આપ કી બાતે દિન ભર કરતા રહેતા હે. કહેતા હે સોહમ કો બિરિયાનિ બહોત પસંદ હે . ઔર ઇસ લિયે વો બિરિયાનિ જ્યાદા બનવાતા હે . "

આરવ ધીમા અવાજે બોલ્યો .

" યાર સોહમ , મારા બેટા ની રસોઇ વાળી અહીં જ છે. મતલબ , અને બેટો જૂઠ કહેતો હોય છે કે મા ને બનાયા ."

"આપ સિર્ફ પાંચ મિનિટ ઠેહરો દમ હો ગઇ હે ."

અંદર થી એ જ મ્રુદુ અવાજ આવ્યો ." મે ટિફન ભર દેતી હું આપ હોસ્ટેલ મે જાકે ઇત્મિનાન સે ખાઈયેગા"

અને પડદા પાછળથી ચાચી ટિફિન બંધ કરતા જઇને નીકળયા . . .

આ શું ? ? ? ? બંનેની આંખો ફાટી ગઇ . . "જરા તો શરમ કરો . . . માલુમ હે આપ લોકો કે ધંધે. . શેઠ પરદા લે લિજિયે ના ગરમી મે કામ લગેગા . . ચલ નિકલ યહાં સે . . જોર થી હડસેલો મારેલો . .જાણે કલાક પહેલાં જ વાગેલી કૈસેટ બન્નેનાં મગજમાં રિવાઇન્ડ થઇને વાગવા લાગી .

ફરી એજ મ્રુદુ અવાજથી બન્નેની તંદ્રા તૂટી .

" બેટા વો આપ કી બાત માનેગા ઉસકો સમઝાઇયે .ગાડી પે જાના છોડ દે . ઉસકે પાપા કો ગુજરે પાંચ સાલ હો ગયે હે . અબ ઉસકે સિવા મેરા સહારા કોન હે ? ? ઔર યે અવેજી વાલે સિર્ફ સો રૂપિયા દેતે હે. વો અપની પઢાઇ બિગાડ કે ગાડી ધોને લે જાતા હે . અલ્લાહ કા શુક્ર હે કી મે મહેનતસે હલાલ કમાઇ સે હમારી જરૂરીયાત જીતના કમા હી લેતી હું .ફિર ક્યું જાતા હે ? આપકી બાત માનેગા . આપ ઇસે સમજાના ! ! "કાકલુદી ભર્યા અવાજે ચાચી બોલી રહ્યા હતાં.

સોહમ અને આરવ બંનેનાં પગમાં જાણે બેડીયો બંધાઈ ગઈ . કાપે તો એક પણ નસ માથી લોહી ન નિકળતું. .એમના શરિર એવાં શિથિલ થઇ ગયાં હતાં .

"અલ્લાહ આપ કો ખૂબ તરક્કિ દે ઔર સદા ખુશ રખે" . . . એ હસ્તો ચેહરો અને એ માનવાચક શબ્દો . . બન્ને એ. આજે બિરિયાનિ નો એક એક ચોખાનો દાણો એક મણનાં પત્થર બરાબર ગળા થી ઉતારવાનો હતો . . . આંખ આગળ ફક્ત અંધારું હતું . અને એ ગળીમાંથી નિકળતા જાણે સદિયો લાગવાની હતી.. . . .દરરોજ "ઇકબાલ, તેરી મા નમક કમ ડાલતી હે " ની ફરિયાદ કરનારને આજ પછી થી મીઠં ઓછું કદી નહોતું લાગવાનું . કેમ કે એમાં પરસેવાની ખારાશ આજે હંમેશા માટે ભળી ગઇ હતી ....