Prit Janmojanamni... books and stories free download online pdf in Gujarati

Prit Janmojanamni...


પ્રીત જન્મોજનમનીં...

-ઃ લેખક :-

EhVkLk MkkÚkeÞk

irfan.sathia@yahoo.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રીત જન્મોજનમનીં...

" ડોબા આમ બટન ખુલ્લા રાખે એ અંગ્રેજોને નથી ગમતું. તેઓ મોઢું મચકોડેછે.ત્રણ વર્ષ થયાં પણ અંગ્રેજી એટીકેટ ના શીખ્યો " આદિત્યનાં શર્ટનોં ઉપરનોં બટન બંધ કરતા જીને સોનલ બોલતી હતી. લંડનનાં હિથ્રો એરપોર્ટ પર અહમદાબાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ કરતા વધુ ભીડ હતી. પણ લોકો ગજબનું શિષ્ટાચાર બતાવતા હતાં . કોઈ શોરબકોર નહીં , કોઈ ધક્કામુક્કિ નહીં." પાસપોર્ટ,ટિકિટ જોઈલે એકવાર, વેઈસ્ટપાઉચ ચેક કરીલે, એકતો તું ભુલક્કડ , બધું ક્યાંનું ક્યાં મૂકીદેછે અને પછી ચિલ્લાચોટી કરશે. ત્યાં તારી સોનલ છે નહીંકે બધું સાભંળી લેશે. મોટી રેડબેગમાં મમ્મીપપ્પાનાં જેકેટ, આઈપોડ, ઘડિયાળ અને કપડાંછે. યેલ્લોબેગ સાચવજે જરા એમાં દિશા, મોન્ટીનાં રમકડાં અને ચોકલેટછે. અને હેન્ડબેગમાં થેપલાં મૂક્યાછે એ કાલે ખાઈલેજે. અત્યારે ભાખરીશાક જમીલેજે. વાયા દુબઈનીં ફ્લાઈટછે અને એક દિવસ હોલ્ટ છે એટલે કોરૂં શાક મેં થોડું વધારે બનાવ્યુંછે. અલગઅલગ ડબ્બામાં પેક કર્યુ છે. એટલે બગડશે નહીં . એર લુફ્થાન્સામાં કદાચ પ્યોરવેજ સર્વ કરતાં નથી . એટલે પાછો તું ભુખ્યો રેહશે . અને હાં ત્યાં દુબઈમાં ચૂપચાપ હોટેલમાં પડી રેહજે. રખડવા નીકળી જાય નથી. ડયૂટીફ્રી શોપની લાલચમાં આવીને કંઈ બિનજરૂરી ખરીદી નથી કરે. મેં બધા માટે બધું યાદ કરીને લીધુંજછે. અને ઉપર કાકા, કાકી, મામાં, મામી, બધાનાં નામ લખ્યાજછે . ત્યાં ગરમી વધુ લાગશે એટલે કેપ્રી અને ટીશર્ટ બ્લૂબેગમાં તારા કપડાં જોડેછે એ કાઢીલેજે. અને બધું અહીંતહીં ચાવચાવ ના કરતો ઓ.કે. . તારા પેટથી કંઈતો હજમ થતું નથી. સાલા કંજૂસ થોડાજ દિવસનીં વાતછે. એટલે પ્લીજ પેક્ડ બૉટલનુંજ પાણી પીજે. અને ગધેડા ત્યાંતો કોઈ ટોકવાવાળું હશે નહીં એટલે આ ઠુંઠા ફૂંકવાંનોં ધંધો બરાબર ચાલવાનોછે , પણ પ્લીજ કંટ્રોલ કરજે જાન ". સોનલ આદીનાં શર્ટનોં બટન બંધ કરતાં જીને એને ભેટી પડીહતી. અને એનાં કાનમાં જાણે બધા ઈન્સ્ટ્રક્શન આપી રહી હતી. એનાં લામ્બા કેશ બ્લોઅરનીં હવાથી એક રીધમમાં ઉડી રહ્યા હતાં. તાજોજ સ્નોફોલ થયો હતો . એટલે હિથ્રો પર ઠંડી સખત હતી.અને એમાં સોનલનીં હૂંફ એને અજીબ સુરક્ષા આપતી હતી. આદીએ સોનલને વધુ નજદીક ખેંચીલીધી. બહુ રોકવાનીં કોશિશ કરી તોપણ આદીનીં આંખોમાંથી દડદડ અશ્રુઓ વહેવા લાગ્યા. " શું કરે છે પાગલ ? આવું નાં કરીશ જાન, પછી મારી શું હાલત થશે ? " સોનલ એનાં દુપટ્ટાનાં ખૂણાંથી આદીનાં આંસુ લૂછતા જીને એનાં માથામાં હાથ પસારતા જીને બોલી." જો એક વાત યાદ રાખજે હમેંશા.જો મારો પ્રેમ સાચો હશેતો તું ગમેત્યાંથી મારીપાસે ખેંચાઈ આવશે. અને ગધેડા હું તને એમનેએમ થોડી છોડી દેવાનીં છૂં.મરી જીશ તોપણ મારો આત્મા તારી આજુબાજુજ ભટકતો રેહવાનોંછે."..બસ ચૂપકર હવે , મરવાની વાતો નહીં કરવાની. કેહતા જીને આદીએ સોનલનાં કપાળ પર ચુમ્બન કર્યુ અને સિક્યૂરિટીચેક માટે એનાઉન્સ થયું. ચાલ હું જાંઉ જાન ? આદીએ સોનલનાં ગાલ ખેંચતા જીને પૂછ્‌યું. " જાઉં એમ નહી જીને આવુંછું એમ બોલ ગધેડા " એમ કહેતાં જીને સોનલે આદીનાં હોઠ પર એક નાનુંઅમથું સ્મૂચ આપી દીધું." હાં સ્વીટુ જીને આવુંછું.આમ ગયો ને આમ આવ્યો મારી સોનલ પાસે " અને આંખોમાં ઝળઝળીયા સાથે નાંછુટકે મોઢા પર હાસ્ય લાવીને બંનેએ એકબીજાને વિદાયઆપી . જ્યાં સુધી છબી દેખાતી રહી એકબીજાને હાથ બતાવી અભિવાદન કરતાં રહ્યા.

બોર્ડિંગપાસ બની ગયો અને આદી પ્લેનમાં જીને બેઠો. સીટબેલ્ટ બાંધવાનું એનાઉન્સ્મેન્ટ થયું . પ્લેન ટેકઑફ કરવા લાગ્યું. લંડન નીં ઊંંચી ઈમારતો અને બર્ફીલા પ્રદેશનીં હરિયાળી..સોનલનોં ચેહરો એની સામે હતો જાણે. એનો સ્પર્શ હજું અકબંધ હતો. એ જાણે ગાલ પર હાથ ફરાવી ને મેહસુસ કરતો હતો. એને લાગતું હતુંકે સોનલ એની પાસેજ બેઠીછે. હશે છે , એની મજાક ઉડાવે છે..પ્લેનનીં ઘર્રાટીમાં ઊંંઘ આવવી કઠિન લાગતી હતી. તોપણ આંખે પટ્ટીઓ નાંખીને એ થોડી સીટ રિક્લાઈન કરીને થોડાં પગ લામ્બા કરીને પડયો . અને ત્રણ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં ખોવાઈ ગયો.

સોનલ અને આદિત્ય એકબીજાનાં પડોશી હતાં. બાળપણથી લઈને કોલેજ સુધી એકજ ક્લાસમાં હતાં. રોજ એકબીજાં સાથે નાનીનાની વાતોમાં. લડતા . એકબીજાં વગર ચાલતું પણ નહીં. સાંજે કિટ્ટી થતી અને સવાર પડતામાં બુચ્ચા. આ સિલસિલો છેક કોલેજ સુધી ચાલ્યો. કોલેજમાં અમુકલોકો એમને પારોદેવદાસ પણ કહેતા. એટલી ગાઢ એમની દોસ્તી હતી. સોનલ એક સીધીસાદી પણ અતિસુંદર છોકરી હતી. કોલેજમાં ઘણા એની આગળપાછળ ફર્યા પણ કોઈની દાળ ગળી નહીં. આદિત્ય દેખાવે થોડો સામન્ય પણ

આત્મવિશ્વાસ થી ભરપૂર છોકરો હતો . કોઈપણ કામ માથે લેતો એ પૂરૂં કરીનેજ જંપતો. ગરબાનું આયોજન હોયકે ગણેશનું પિંડાળ કે કોલેજનાં યુથફેસ્ટિવલ, એ બધામાં આગળ રહેતો. અને એની આજ ખૂબીઓ પરતો સોનલ ફિદા હતી . દેખાવમાં થોડું કજોડું પણ લાગતું તોપણ સોનલને આદિત્ય પ્રત્યે અજીબ લગાવ હતો.સમય વીતતો ગયો અને કોલેજ પુરી થઈ ગઈ. આદિત્યને વિદેશ જવાનું એકજાતનું પાગલપન હતું. સોનલ એને બહુ સમઝાવતીકે આ વિદેશનું ભૂત કાઢી નાંખ. અહી આપણે ત્યાંજ કેટલી બધી તકોછે. પણ આદિત્યનેતો એક્જાતનું ગાંડપણ હતું. અને એક દિવસ વરસતા વરસાદમાં હરખાતો જીને એ સોનલનાં ઘરે આવ્યો. એક એજેંટને મળ્યોછે.અને કોન્ટ્રાક્ટ મેરેજથી બ્રિટનમાં લઈ જવા કહેછે . " જો ગધેડી તું કાયમ કેહતી હતીનેકે મારો ક્યાંય મેળ નહીં પડે , લે જો આ પડી ગયો . આપણનેતો નોકરીભી મળી ગઈ અને એ એજેંટ ભલે કોન્ટ્રાક્ટ મેરેજનીં વાતો કરે પણ હું એ છોકરી પર જાદુજ એવું ચલાવીશકે એ મારી રીઅલવાઈફ બની જશે." આદિત્યનીં ખુશીનોં પાર નહોતો. અને સોનલ આવાક બનીને એને જોઈજ રહી હતી.મોઢે જાણે કોઈકે તાળા મારી દીધાં હતાં. થોડી હિમ્મત એકઠી કરીને બોલી " આદી , મારો વિચાર એકવાર પણ ના આવ્યો તને કે હું અહીં તારા વગર શું કરીશ ? " સોનલ રડતાં જીને બોલી. " જો સોની , તુંતો આટલી સુંદરછે , ભણવામાં પણ મારા કરતા આગળ. તને તો કોઈ પણ કરોડપતિ સારાઘરનોં છોકરો મળી જશે. મારાંમાટે આ એકજ ચાન્સ છે. રડવાનું છોડીને થોડું પ્રેક્ટિકલ વિચાર " આદિત્ય જરા તુમાખી થી બોલી રહયો હતો . " પણ મને તુંજ જોઈએછે. કરોડપતિ કે મોટાઘરનોં કોઈ નથી જોઈતું . હું તને પ્રેમ કરૂંછું આદી, હું મનથી તને વરી ચૂકીછું. મને કોઈ જોડે નહીં ફાવે.પ્લીજ મને છોડીને નાજીશ." સોનલ કાકલુદી કરતા સ્વરે બોલી રહી હતી ." જો બકુ મેં પણ તનેજ ચાહીછે. મને પણ ખબરછેકે તારી જગ્યા કોઈનાં લઈ શકે પણ માત્ર પ્રેમનાં આધારેતો જિંદગી નાંજ નીકળેને? ! થોડું પ્રૅક્ટિકલ વિચાર. આપણા રમતનાં દિવસો નથી રહ્યા હવે " આદી કડક અવાજે થોડું ઉધ્ધ્તાઈથી બોલતો જીને ત્યાંથી નીકળી રહયો હતો. " સારૂ, તને જવુંજ છે , તો જા. પણ હંમેશા યાદ રાખજેકે જો મારો પ્રેમ લગીરેક પણ સાચો હશેતો તું પાછો મારી પાસે ખેંચાઈ આવશેજ. અને તને જિંદગીમા ક્યારેય પણ મારી જરૂર પડે બિન્દાસ્ત આવી જજે મારી પાસે. સોનલ તારીછે અને તારીજ રહેશે, હંમેશા તારી રાહ જોતીજ તને મળશે." સોનલને રડતી મૂકીને આદી ત્યાંથી ઝડપથી નીકળીગયો .

એજેંટ સાથે વિસ લાખમાં વાત પાક્કી થઈ ગઈ હતી . દસલાખ એડવાન્સ અને બાકીનાં દસ લાખ ત્યાં પહોંચીને આપવાનું નક્કી થઈ ગયું . આગળનું ઘર વેંચીને પૈસાનીં વ્યવસ્થા કરી લીધી . એક અઠવાડિયામાં તો એનું વિસા ટિકિટનું કામ થઈ ગયું. અને એ લંડન જવા રવાના થઈગયો .

એરપોર્ટપર મેડમ લેવા આવશે એવું એજેંટએ કીધું હતું . હિથ્રોએરપોર્ટ ઉપર હરખનાં માર્યા આદીનીં નજર મેડમને શોધી રહી હતી . ત્યાંજ સામે બે કાળા હબસી યુવાન આદિત્ય પટેલ નામનું પાટીયું લઈને ઊંભેલા દેખાયાં. આદી એમની પાસેગયો એટલે એક યુવાને પૂછ્‌યું. આર યૂ આદિત્ય પટેલ ?

યેસ્સ આદીએ કહ્યું

મેડમ ઈસ નોટ ફિલિંગ વેલ . ધેટસ વાય શી હેસન્ટ કમ હિયર . વી વિલ ટૅક યૂ હોમ " બીજો યુવાન બોલ્યો

આદીને થયુંકે એજેંટ જોડે કન્ફર્મ કરી લઉ . એને ફોન લગાવ્યો પણ ફોન બંધ આવ્યો . આદીને થયું કોઈક કામમાં હશે . ચાલોને પહોંચીતો ગયાં .

અને તેઓ કારમા બેઠા . બેકલાકનાં રન પછી કાર એક અવાવરૂં જગ્યાપર એક ખંડેર જેવાં મકાન પાસે ઊંભીરહી . આદીનોં ઉત્સાહ સમાતો નહોતો . ફોટામાં જોયેલી મેડમનાં દર્શન કરવા એનાં પગ ઝડપથી ચાલી રહ્યા હતાં . પણ આ શું ? અંદરનું દ્રશ્ય જોઈને એ રીતસર હેબતાઈગયો . એક કાળી ડીબાંગ જાડી મહિલા સોફાપર બેઠેલી હતી . હજું કંઈ સમઝી શકે એનાં પહેલાતો એનાં લમણાંપર બંદૂક મુકાયેલી હતી . " જીવતા રહેવું હોયતો ફોન કર અને અત્યારેજ દસલાખ ટ્રાન્સફર કરવાનું કહીદે "સોફા પાસેથી ખોખરો , ઘેરો અવાજ આવ્યો. ગભરાયેલા આદીને કંઈજ સુઝ પડી નહીં . ખરાબ રીતે છેતરામણી થવાનોં એહસાસ એને થઈ ગયોહતો . અને જીવ બચવવા એને ફોન કરીને જે તે એકાઉન્ટમા પૈસા ટ્રાન્સ્ફર કરવાં કહી દીધું . પૈસા જમા થયાનોં મેસેજ આવતાંજ પેલા હબસી આદીને લંડનનીં બહાર પહેરેલા કપડેજ ફેંકી ગયા .

અહીંનીં હાડ થિજાવી દેતી ઠંડીમાં માંડમાંડ થોડું ચાલીને આગળ ગયો અને ત્યાં બસસ્ટોપ જેવું કંઈક હતું ત્યાં જીને એક ખૂણામા ટુંટીયુ વાળીને પડી રહયો. એનાં શરીરમાં માત્ર જીવ સીવાય કંઈજ નહોતું . વહેલી પરોઢે ચાર વાગતામાં દુર ક્યાંકથી કીર્તનનોં અવાજ સંભળાયો. અને આદીને થોડો હોંશ આવ્યો . એ હિમ્મત એકઠી કરીને અવાજનીં દિશામાં આગળ વધ્યો. ત્યાં એક ગુરૂદ્વારા હતું . ધ્રૂજતો ઊંભો હતો એટલામાં એક ઘરડા સરદારજીની નજર એનાં પર પડી . આદીને અંદર લઈગયા . અને કોઈકને વાત કરી અને જૂના જેકેટ , કપડાંનીં વ્યવસ્થા કરી આપી . બહાર પ્રાંગણમાં સુવાનુ અને રોજ ભંડારો લાગેછે એમાં જમીલેવાનું કહ્યું . અહીં એનાં જેવાં નિરાશ્રિતોને આશરો અપાતો હતો . ગજવામાં પાસપોર્ટ સીવાય કંઈપણ બચ્યું નહોતું એટલે કામકાજ શોધવા જવાનીતો વાત થાય એવુંજ નહોતું . બીજાનાં ઉતરેલા કપડા પહેરીને પ્રાંગણમાં બેસતો . લોકો પાંચ - દસ પેની નાંખી જતાં હતાં . કાચી છાતીનાં પાપા અને ઘરની હાલત પણ એવી હતી નહીંકે હકીકત જણાવી શકે . કોઈક સજ્જનનોં ફોન લઈને ઘરે કહી દીધુંકે નોકરી મળી ગઈછે અને છોકરી પણ સારીછે . હમણાં વ્યસ્તતાનાં કારણે ફોન કરી શકશે નહીં . બિલકુલ ભીખારી જેવું એનું જીવન થઈ ગયું હતું . સોનલનીં કાકલુદી અને રડતી આંખો એને પલપલ દેખાતી . અને પોતાની જાતથી વધુનેવધુ તિરસ્કાર કરતો .

ઘણીવાર થતુંકે સોનલને ફોન કરે પણ કયા મોઢેં વાત કરતો . કેમકે એ સન્માન એ ખોઈ ચૂક્યો હતો . કયામત સમા એ કઠિન દિવસો યાદ આવતાંજ આદી પ્લેનનાં એસીમાં પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો . અને સીટબેલ્ટ બાંધેલ હતો તોપણ ઉછળી પડયો હતો . એ રીતસર કાંપતો હતો . પરિચારિકાએ આવીને પૂછ્‌યું પણ ખરૂંકે આર યૂ ઓલ રાઈટ ? " નો , નો , એમ ફાઈન " કહી આદી પાછો સુઈ જવાનો ડોળ કરવા લાગ્યો . અને પાછો ભૂતકાળમાં સરી પડયો .

એ બે મહિના એની જિંદગીનાં વિકટતમ દિવસો હતાં . પણ કુદરતને આદી પર જાણે દયા આવી ગઈહતી . એક દિવસ એ લઘરવઘર હાલતમાં ગુરૂદ્વારાનાં પ્રાંગણમાં બેઠો હતો . અને રોજનીં જેમ અમુક સજ્જનોનીં બે ચાર પેની એનાં રૂમાલમા પડતી જોયા કરતો . ખણખણ અવાજ સાંભળ્યા કરતો . . અને અચાનક કોઈકે આદીનાં માથામાં પ્રેમથી હાથ ફેરવ્યો . " ગધેડા લંડન આવીને નહાવાનું પણ ભૂલી ગયો ? ? " જાણે સપનું તૂટ્‌યુ હોય એમ ચમકીને માથું ઊંંચુ કર્યુ અને જોયુંતો સામે સાક્ષત દેવી હતી . સીધીસાદી સોનલ , એકદમ ગુલાબી ગૌરી મેડમ જેવી થઈ ગઈ હતી . " તને દેશી નહોતી ગમતીને લે સ્ટાઈલિશ થઈ ગઈ . "

પણ તું અહીંયા ? ?

" મેં તને કહ્યું હતુંને કે મારા પ્રેમમાં થોડીભી સાચાઈ હશે તો હું તારી પાસે ગમે ત્યાંથી ખેંચાઈ આવીશ "

આદીનીં આંખમાંથી ટપટપ આંસુ વહેવા લાગ્યા , અને આપવીતી સંભળાવ્વા જતો હતો . મને માફ કરીદે સોનલ.. હું તને ફોન પણ કરવાનો હતો . . અને સોનલે એનાં

આદીને જરાપણ ભોંઠો પડવા દીધો નહીં. એનાં આંસુ પોતાનાં હાથ વડે લૂછી આપ્યા અને આદીનાં હોઠ પર આંગળી મૂકી દીધી . અને સોનલે કહ્યું . " મને બધી ખબર છે જાન બસ હવે એક શબ્દ આગળ ના બોલતો. ગાંડા પ્રેમમાંતો કોઈ માફી માંગતું હશે? "

ક્ષોભમાં આદી ઊંંચુ પણ નહોતો જોઈ શકતો .

સોનલને એ જરાપણ નહોતું ગમતું . તરત એને કીધું " ઓ હીરો ! ચાલ કોઈ મુવી જોવા જીએ, અને કાલ થી તારા રહેવાનીં અને કામનીં ફિકર "

અને બીજેજ દિવસથી એને સારી જોબ અને રેહવા માટે સારૂં મકાનની વ્યવસ્થા સોનલે કરાવી આપી . હવે એ વેલસેટલ થઈ ગયો હતો . ઘરે પણ પૈસા અઢળક મોકલવા લાગ્યો હતો . અઠવાડિએ બે ત્રણ વાર સોનલને મળતો . અને પ્રેમ થી દિવસો નીકળતા ગયાં . સોનલે શર્ત મૂકી હતી કે ફોનનંબર અને અડરેસ કદી નહીં પુછે . તોપણ આદી કાયમ કહેતોકે ચાલ પરણી જીએ. સોનલ કહેતી , તું ઈન્ડિયા જીને આવ પછી આપણે એક થઈ જીશું . પછી આપણને કોઈ અલગ નહીં કરી શકે . . અને આવાં ત્રણ વર્ષનાં વિચારોમાંજ બે દિવસનીં સફર પૂર્ણ થઈ ગઈ .

પોતાનાં વતનમાં આવ્યો . ઘરતો હવે આલિશાન બંગલામાં રૂપાંતરિત થઈ ચુક્યું હતું .

બધાને મળ્યો અને એક પછી એક ગ્િાફ્ટ સોંપવા લાગ્યો . મમ્મીનાં સામાન વાળી પેટી ખોલી અને એમાં સોનલનીં ફોટોફ્રેમ હતી . એ એની મમ્મીનાં હાથમાં આપી અને બોલવાંજ જતો હતોકે ર્માં આ તારી . . અને આદીની મમ્મીએ એને વચમાંજ રોકી દીધો . . " અમને માફ કરીદેજે બેટા , અમે તને ખબર આપવાંનાંજ હતા પણ તને સારી નોકરી મળીગઈ હતી અને છોકરી પણ એટલે અમે તને નાં કીધું " રડતાં જીને આદીનીં ર્માં બોલી રહી હતી .

આદીને કંઈ સમઝાયુ નહીં . અચરજથી એને પૂછ્‌યું કેમ શું થયું ? કેવી ખબર ?

" બેટા તું જતો રહયો પછી રોજ સોનલ તારૂં પૂછવા આવતી . " આદીનો ફોન આવ્યો ? " રોજ ત્રણવાર પૂછવાનો એનો નિત્યક્રમ બની ગયો હતો . વહેલી સવારે ઉઠીને પહેલા પૂછવાં આવતી , બપોરે પુછી જતી અને મોડી રાતે . . દસદિવસ પછી તારો ફોન આવ્યો હતો કે તને નોકરી અને સારી છોકરી મળી ગઈછે . હું એ ખુશખબરી આપવા સોનલનાં ઘરે ગઈ હતી . એ બિમાર હતી એટલે હું ખાલી કહીને આવી ગઈ હતી . બીજે દિવસ સવારે સોનલ ઉઠીજ નહીં . એ હંમેશા માટે સુઈ ગઈ હતી . બિમારીતો કોઈ નહોતી એને પણ એની ર્માં કહેતી હતીકે એને દસ દિવસથી અન્નજળ નો ત્યાગ કર્યો હતો . કોઈક માનતા રાખી હતી "

તું ત્યાં એકલો દુખી થશે એટલે એનાં મૃત્યુંનાં સમાચાર અમે તને ના આપ્યા . રડતી જીને આદીની મમ્મી બોલી રહી હતી

આદી ઊંભો થયો નવા બંગલોનીં મોટી બારી પાસે જીને ઊંભો રહ્યો . ઉપર આકાશ તરફ નજર નાંખી . પ્રેમાળ સ્મિત સાથે સોનલ બાહોં ફેલાવીને ઊંભી હતી . " મેં તને નહોતું કહ્યુંકે મારો પ્રેમ સાચો હશેતો તું મારી પાસે ખેંચાઈજ આવશે " અને હલકાં સ્મિત સાથે એ પાછો રૂમમાં આવ્યો અને મમ્મીનાં ખોળામાં માથું મૂકી દીધું . . મમ્મી કંઈ સમઝે એનાં પહેલાતો આદી પણ તસવીર બની ચૂક્યો હતો . . અને એવાંમાંજ આકાશ માંથી ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો જાણે સ્વર્ગમાંથી ફૂલોનીં વર્ષા થઈ રહી હતી . . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED