Maa Tuje Salam books and stories free download online pdf in Gujarati

Maa Tuje Salam


ર્માં તુઝે સલામ

ઈરફાન સાથીયા

irfan.sathia@yahoo.com© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

"શ્વેતા ભાભી કામ માત્ર અઠવાડિક છે .અને આપણે કંઈકતો સમાજને માટે કામ કર્યુ એવું સકુનતો મળસે" એક બળબળતી ઉનાળાની આળસ ભરેલી બપોરે આરતીબેનની શિખામણભરી વાતો ચાલતી હતી . રેડલાઈટ એરિઆમાં જવાનુ, ત્યાંની મહિલાઓને રસીકરણ , કુપોષણ , અને એઈડસ વિષે જાગ્રુત કરવી અને અનૌરસ બાળકોનાં શિક્ષણ માટે જરૂરી મદદ કરવી . આ કામ એક સેવાભાવી સંસ્થા ચલાવતી હતી. તેમાં ત્યક્તા અને વિધવા મહિલાઓને કામ અપાતું . અને વેતન પેઠે ચાર સાડાચાર હજાર મળતા.શ્વેતાએ વિચાર્યુ અને હા કહી. આમપણ મોંઘવારીનાં સમયમાં નવહજારમાં ઘર ચલાવવું કઠિન હતું. કેમકે હવે પિંટુ કોલેજમાં અને નિધિ અગ્િાયારમાં માં જશે એટલે તોતિંગ ફીસ અને બીજા ખર્ચા. અને એવાં બીજા મનોમંથનમાં એ ડૂબી ગઈ !

શ્વેતા ચાળીસીમાં પ્રવેશવાને હતી. એનો ગૌરવર્ણ લામ્બા કેશ , મોટીઆંખો અને લામ્બો તંદુરસ્ત દેહ એના વ્યક્તિત્વને ઔર આકર્ષક બનાવતા હતા. એનું ડરેસિંગ સેન્સ એને જાજરમાન મહિલા તરીકે પ્રસ્થાપિત કરતું ! મોહિતનાં ઘરે શ્વેતાની ર્માં કામ કરતી હતી . અને સત્તર વર્ષની શ્વેતાનાં અફાટ જોબન અને સુંદરતાથી મોહિત રીતસર સંમોહિત થઈ ગયો હતો . ઉંચાકુળનાં મોહિતે ઘરથી વિદ્રોહ કરીને એક કામવાળીની દીકરી જોડે લગ્ન કરી લીધા. મોટાઅધિકારી એવા સમાજનાં આગેવાન મોહિતનાં પિતાએ આવાત કદી સ્વીકારી નહીં. અને મોહિત અને શ્વેતા અહમદાબાદ રેહવા આવી ગયાં હતા . મોહિત એક કમ્પનીમાં ચીફ ઈંજિનિયર હતો. સમાજથી અલિપ્ત કરી દેવામાં આવ્યા હતાં. અહીં એમને પહેલા પિંટુ અને પછી નિધિનો જન્મ થયો. બધુ પ્રેમથી અને સુખેથી ચાલતું હતું પણ જાણે એમના પ્રેમને કોઈકની નજર લાગી કે કુદરતને કંઈક બીજુંજ મંજૂર હતું . એક સાંજે મોહિત ઘરે ના આવ્યો અને મોડી સાંજે કમ્પની માંથી ફોન આવ્યોકે બોઈલર ફાટ્‌યોછે અને સાત જણ મૃત્યુ પામ્યાછે . . માત્ર ચોવીસ વર્ષની ભરજુવાનીમાં એને બંગડીઓ તોડવાનો દીવસ જોવો પડેલો . મોહિતનાં ઘરવાળાઓએ કદી એમને સ્વીકાર્યા નહોતા અને હવે ઉપરથી કમભાગીનું લેબલ લગાડી આપ્યું હતું . તે વખતે એનાપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. આપઘાતનાં વિચારો પણ કર્યા પણ આ માસૂમિયત સામે જોઈને એને જીવવાનો નિર્ધાર કર્યો હતો. અહીં અહમદાબાદમાં એનું કોઈ પરિચિત નહોતું. એકમાત્ર મોહિતનો મિત્ર હતો માજિદ જેને એ રાખી બાંધતી હતી . વિકટ સમયે એ ફરિશ્તો બનીને આવ્યો હતો. મોહિતનીં કમ્પની માંથી પૈસા સારાએવાં મળ્યા હતાં. માજિદની સલાહ ત્થા મદદથી એને એક મકાન લઈ લીધું. અને અર્ધા પૈસા બાળકોનાં નામે ડિપોઝીટ કરી દીધાં હતાં . પોતાની ર્માં ને મજૂરી કરતા જોઈ હતી એટલે એ સંસ્કાર તો હતાંજ અને મોહિત સાથે રહીને સ્વમાનભેર જીવવાનું શીખી હતી. કદી કોઈ આગળ હાથ ફેલાવવો મંજૂર નહોતો. આટલી નાની ઉમરમાં એકલી સ્ત્રીપર દાનત પર દાવ મારનારાં લોકોપણ હતાં પણ કદી એને પોતાનું ચરિત્ર હનન થવા દીધું નહોતું . એ માજિદનાં મસ્ગલમાંજ કામે લાગી ગઈ હતી. અને એક સન્માનભર્યુ જીવન જીવતી હતી ! સમય ને વીતતા શું વાર લાગે? આજે એનો દીકરો ભરજુવાન થઈ ગયો હતો. અને લોકો કહેતાંકે ર્માંનાં લાડમાં થોડો વંઠી ગયો હતો .

આજે શ્વેતાનો નવા કામનો પહેલો દિવસ હતો. એટલે આરતીબેન સાથે નક્કી કરેલ સમયે ઓટોમાં રેડલાઈટ એરિયા પર્હોંચ્યા. ત્યાં પિન્કિ નામની એક દલાલને ત્યાં આખા પ્રોજેક્ટની ચર્ચા કરી અને પરત જવા નિકળ્યા . પણ આ શું ? ? શ્વેતાની આંખોને યકીન નહોતો થતો. એના પગ તળેથી જમીન રીતસર ખસી ગઈ. એ લગભગ મૂર્ચ્છામાં જઈ રહી હતી અને માંડ પોતાની જાતને સાચવી ઊંભી થઈ . " શું થયું ? " આરતીએ પૂછ્‌યું . " કંઈ નહીં ગરમીનાં લીધે થોડું બીપી ડાઉન થઈ ગયું લાગેછે "

એ માંડ ઘરે પહોંચી અને અંદરથી પુરી હચમચી ચુકી હતી. મોહિતની કમ્પનીનાં ફોન પછી એના જીવનનો આ બીજોજ મોટો ધ્રાસ્કો હતો. તબિયત ખરાબછે કહી એ સાવ નિસ્ચેતન થઈને એના રૂમમાં જઈ ફસડાઈ પડી. શું એ પિંટુજ હતો ? ? એનું મન આશ્વાસન આપતુંકે ના એ પિંટુ નહોતોજ . . " પણ હું તો ર્માં છું . મારી આંખો થોડી ધોખો ખાય? " સમયનાં ભલભલા થપાટ ખાઈને ઘડાયેલી છે તું , આમ હારી જાયતો તું શ્વેતા નથીજ " અને એ સ્વસ્થ થવાની નિરર્થક કોશિશ કરતી જઈને બેઠી થઈ . અત્યાર સુધી લોકોની વાતોમાં આંખ આડા કાન કરી લેતી શ્વેતાની આંખો આજે બરાબર ઉઘડી ચૂકી હતી. પણ હાર માની જાય એ ર્માં નહીં .

બીજીજ સવારે એ ફરી પેલા એરિઆમાં ગઈ . પિન્કિને મળી . અને પેલા બાઈક લઈને આવેલા હીરો જેવાં લાગતાં છોકરા વિશે પૂછ્‌યું. અને અહીં એના માથે કુદરતની એક ઔર ક્રુર મજાક તૈયાર હતી .

" હાં એતો અમારો લાડલો પિંટુ છે , છેલ્લા એક વર્ષથી આંતરે દિવસે એ અહીં અચૂક આવે છે. અને એને જેવી ગમે એવી છોકરી અમે લાવી આપવાનીં કોશિશ કરીયે છે " પિન્કિ નિર્લજ્જ્તાથી બોલી રહી હતી

તો કાલે તમે શું જીભાજોડી કરતા હતાં? શ્વેતાએ સ્વસ્થ થતા જઈને પૂછ્‌યું..

" કાલે તમે અને પેલા બેન અહીંથી નિકળ્યા અને તરત એ આવ્યો હતો. તમને બન્નેને પાછળથી જોઈને એ ગાંડો થઈ ગયોહતો. એને એવું હતુંકે પિન્કી નવો માલ લાવી. અને એને કીધું પણ નહીં. " આ બન્ને માંથી એક ભાભી લાવી આપો. જોઈએ એટલા પૈસા હું આપીશ ". આ પેટી છોડો બેન. કલાકનાં પાંચ હજાર મળસે . અને બક્ષિસ અલગ, છોકરો મોટા ઘરનો છે. ફોટો બતાવીશ તો દસભી આપીદે એટલો ફિદા થઈ ગયો હતો . " અને બોલતા જઈને પિન્કી નિર્લજ્જતાથી મોટેમોટેથી હસવાં લાગી . રોકાઈ જાઓ બેન સાંજે દસ લઈને જજો..

શ્વેતાનાં પગમાં માણીનીં સાંકળો બંધાઈ ગઈ હતી. માથે આભ ફાટે એ સાંભળ્યુ હતું . આજે અનુભવી લીધું હતું . પણ હાર માની જાય એ ર્માં નહીં .. . એ તરત સ્વસ્થ થઈને બોલી ઉઠી... પંદર વર્ષથી પેટી લઈને ફરૂં છું , સુક્કી ભલે હોય પણ હલાલ રોટી ખાંઉછું.. પિન્કીને થોડું સન્માન જાળવ્વાનું કહીં શ્વેતા ત્યાંથી નિકળી ગઈ.

એની ઊંંઘ અને ભૂખપ્યાસ બધું કાયમ માટે ઉડી ચુક્યા હતાં. કંઈ સુઝ પડતી નહોતી. આવું કહે તો પણ કઈરીતે કહે કોઈનેકે પોતાની ઓલાદજ એના ભાવ લગાવે છે ? અને એનું છેજ કોણ ?

ફરી કુદરત જાણે થોડું મલમ લગાવી રહી હતી. એને ભાઈ યાદ આવ્યો કે માજિદને સઘળી હકીકત કહું! બીજે દિવસ એ વહેલી કામે નિકળી અને ભાઈને અત થી ઈતિ સુધી વાતકરી. " તુમ ચિંતા મત કરો બહેન , અલ્લાહ સબ આસાન કર દેગાં . થોડી હમારીભી ગલતી હે. હમારી પરવરિશમેં કુછ કમીયા રહ જાતી હે , હમારા અંધા લાડપ્યાર કભીકભી બચ્ચોંકો બિગાડ દેતાહે ઔર હમભી ઈતને અંધે હોજાતે હૈ કી કિસીકી કોઈ બાત હમ નહીં સુનતેહે . ખેર જો હોગયા વો હોગયા . . " અને બન્ને ભાઈબેન લામ્બી ચર્ચા કરીને છૂટાં પડયા.

બીજી સવારે ફોન રણકયો , શ્વેતા જાણીજોઈને પોતાનાં ઘરકામમાં વળગી રહી. બેવાર રિંગ પુરી થઈ ગઈ. " મમા ફોન ઉઠાવને યાર ".. પિંટુ અર્ધી ઊંંઘમાં બરાડા પાડતો હતો . " બેટા જરા જોઈલેને શાક બળી જશે. " શ્વેતા એ કહ્યું

સવારસવારમાં ઊંંઘ બગાડે છે સાલા, બબડતો જઈને પિંટુએ ફોન ઉંચકયો.

- હેલ્લો

- નિધિ કો કિતને બજે ભેજેગા ?

- કોન બોલતા હે ?

- અબે તુઝે પૈસોસે મતલબ , મે કોન હું ઉસસે કયા મતલબ હે તેરે કો?

- કૈસે પૈસે ? ?

- અરે ચલ દસ નહી પન્દ્રહ પૂરે દુંગા

- ર્મુંહ તોડ દુંગા તેરા જુબાન સમ્ભાલ કે બાત કર રાસ્કલ

- જ્યાદા પૈસે ચહિયે? ? તો ઐસી બાત કરના

- યુ બ્લડી.. બાસ્ટર્ડ તું હૈ કોન ? સાલે મેરી બહેનકે બારેમે ઐસા બોલતા હે. તેરા જીના હરામ કર દુંગા.

અને જોરજોરથી ગાળો દઈ ચિલ્લાવ્વા લાગ્યો .

- અવાજ નીચી કર કમીને , તું મેરી બહેનકી બોલી લગા સકતાહે , અરે તું કિતના નીચહૈ . ખુદ કી ર્માં કે સિર્ફ પાંચ હજાર ભાવ બોલકે આયા ? ?

સામે થી ગુસ્સામાં કંપતો અવાજ ગુંજી રહયો હતો.

જુબાન તો મે તેરી ખીંચ લૂંગા. રંડી બજાર મેં જાકે તૂને મેરી બહેન કી ફર્માઈશ કી..

જિસ ઔરતને અપની પુરી જિંદગી ઈજ્જત પે આંચ નહીં આને દી તું કયા ઉસકી બોલી લગાયેગા? ? જો ઓરત તેરે શોખ પૂરે કરને દિનરાત એક કરતી હે, વો કોઈ અધિકારી નહી હે, ના કોઈ ઓફિસ મે કામ કરતી હે. મેરી મશ્ગલ મે કામ કરતી હે સિલાઈ કા, ગ્યારહ સે પાંચ કા વક્ત હે. વોહ નવ બજે આ જાતી હે ઔર છેહ બજે જાતી હે. તાકી સૌ રૂપિયો કા કામ જ્યાદા હો. પૂરે મહિને વો આઠ- નૌ હજાર રૂપિયે અપની મેહનતકે લે જાતી હૈ. નહી કે જિશ્મ ફરોસિ કે.. ઔર તાકી તુમ સર ઉઠાકે જી શકો અચ્છી પઢાઈ કર સકો. નહી કે રંડીબાજી કરો..

પિંટુને પોતાની ભૂલ નોં એહસાસ થઈ રહયો હતો, શરમનાં માર્યા ધરતીમાં સમાંય જવા મન કરતું હતું.. મામા મુઝે માફ કરદો..

શું થયું બેટા ? ?કોનો ફોન છે ? ? શ્વેતાનોં હેતભર્યો અવાજ ગુંજી ઉઠ્‌યો..

અને ધડામ દઈને એ શ્વેતાનાં ચરણોમાં પડયો અને પગ પકડી લીધાં.. માં મને માફ કરી દે.. ડુમો બંધાયેલા અવાજે એ બોલ્યો..

હાર માને એ ર્માં નહીં... " ચલ ઊંભો થા, પ્રાયશ્ચિત કરવું પોતાની ભૂલનું એ પણ મહાનતા છે.. ફરી આવી ભૂલ કરતો નહી, આ તારી ભણવાનીં ઉંમર છે , ભણીને તારા બાપનું નામ રોશન કર..."

અને કેટલાયે દિવસો સુધી એ નજર ના મળાવી શક્યો , નત મસ્તક રહયો ! !

સાત વર્ષ પછી...

બી. જે. મેડિકલ કોલેજનો પદવીદાન સમારંભ હતો... ડોક્ટર પ્રિતેશ (પીંટુ)ને સર્જરીમાં ગોલ્ડમેડલ એનાયત થયો.. સ્ટેજ ઉપર એની સ્પીચ હતી.. માત્ર એટલુંજ બોલી શક્યો

" હું સાત જનમ તારોજ બેટો બનીને દુનિયામાં આવવા માંગુછું, હર જનમ હું તારા ચરણ ધોઈને પાણી પીવીસ તોપણ તારૂં ઋણ નહીં ચૂકવી શકું ર્માં.. બસ એટલુંજ કહીશ... ર્માં તુઝે સલામ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED