કહી જાઈયેગા મત Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહી જાઈયેગા મત

‘ ગૌર સે દેખિયે યે ઇન્સાન કો ... હો શકતા હૈ ઇસે આપને ભી કહી દેખા હો ‘ તમારી તરફ ચીન્ધાયેલી આંગળી સાથે ગરજતા કે તમને ડરાવતા શખ્શ ના આ એક જ વાક્યે તમે પણ સોફા માં પગ ઉપર કરી ને , આખો જીણી કરી ને દિમાગ ને જોર આપવા માંડો . તમને પણ થાય કે સાલું આ વિકરાળ આટલો આગ્રહ કરી ને કહે છે તો બની શકે ક્યાંક આને જોયો પણ હોય . ક્રિકેટ મેચ ના આગલા દિવસથી કે મેચ ના દિવસે સ્ટુડિયો માં બેઠેલા મહાન ક્રિકેટરો ની સલાહો અને મેચ ના પરિણામ ના અંદાઝ સાંભળી ને આપણને ય એક વાર તો શક થઇ જાય કે સાલું ક્યાંક આ લોકો મેચ તો નથી ફિક્સ કરતા ને ? સચિન ને કે ધોની ને ભૂતપૂર્વ ક્રિકેટરો સલાહો આપે એ તો સમજ્યા પણ લાગે હાથ એન્કર પણ શિખામણ ના બે બોલ ફટકારી જ દે ત્યારે આપણને એના પર માન થઇ જાય . તેજ્પાલભાય ના તરુણીયા ની રાસલીલા ની ચાલતી ચર્ચા માં આડું અવળું બોલનાર ને અંદર ઘુસી ને એક લાફો વળગાડી દેવાનું ક્ષણિક જનુન ઘરવાળી ના ચહેરા પર જોઇને તમનેય બીક લાગે કે હવે તરુણભાઈ ની ખેર નથી .હહહહહ ... વેઇટ આજે હાસ્યલેખ લખવાનો કોઈ ઈરાદો નથી પણ હા આજે જરા હળવે હૈયે માંડવી છે ઇડીયટ બોક્ષ ની રામ કહાની ઓહ સોરી ...ઇડીયટ બોક્ષ માં થી નોનસ્ટોપ નીકળતા ન્યુઝ બોલે તો સમાચાર બોલે તો ન્યુઝ ચેનલ્સો ની ખબરબાઝી ની . બસ ..તો પંખે કો થોડા ફાસ્ટ ઘુમાકે ... ચસ્મે કો થોડા ઉપર ખીચકે ( જો હોય તો )...પૈરો કો થોડા લંબા ફૈલાકે ...થઇ જાવ તૈયાર ઘર બેઠા ચોવીસે કલાક વહેતી સમાચારગંગા માં ડૂબકીદાવ રમવા .

આંખનું મટકું ય માર્યા વગર અને ચહેરા પર એક પણ ભાવ લાવ્યા વગર સમાચાર વાંચતી સલમા સુલતાન , વેદ પ્રકાશ કે મુચ્છ્ડ શમ્મી નારંગ જેવા દુરદર્શનીયા સમાચાર વાચકો તો ક્યારના પાછળ રહી ગ્યા છે હવે તો જમાનો છે ધાણીફૂટ અંગ્રેજી બોલતા અરનબ ગોસ્વામી , એકદમ ઓછા પણ વેધક શબ્દો માં સામેવાળાની ખબર લઇ લેતા રવીશકુમાર કે ભારોભાર નાટકીય એવા દીપક ચોરસિયા કે પછી વુમન પાવર બરખા દત્ત કે પછી ચુચરી આખો થી દર્શકો પર ત્રાટક કરતા રજત શર્મા નો . દુરદર્શન વખતમાં ફક્ત સવાર બપોર ને સાંજ કે રાત એમ ૩-૪ વાર જ ન્યુઝ બ્રોડકાસ્ટ થતા ને એય અંદાજે ૧૫ મિનીટ ના જયારે હવે તો આ લોકો સમાચાર ની સરિતા ચોવીસે કલાક ચાલુ રાખે છે . રાતે ૩ વાગે પણ જો ઊંઘ નાં આવતી હોય ને ભૂલથી ન્યુઝ ચેનલ નું બટન દબાવાય ગયું તો ખલાસ .... રાતે ૩ વાગે પણ ક્યાંક ને ક્યાંક બ્રેકીંગ ન્યુઝ આવતા જ હોય . આ બ્રેકીંગ ન્યુઝ શબ્દ ની જેણે શોધ કરી હશે એને સ્વપ્ને ય ખ્યાલ નહિ હોય કે સવાઈ માધોપુર માં હડકાયા કુતરા જો ૩-૪ ને કરડશે તો એને પણ ભવિષ્યમાં બ્રેકીંગ ન્યુઝ શ્રેણી માં જ સમાવાશે . ઘણી વાર તો સવારે બનેલા બનાવ બ્રેકીંગ ન્યુઝ તરીકે ૨૪ - ૨૪ કલાક સુધી બતાવી કાઢે છે . શું કરે યાર ? ચોવીસ કલાક સમાચારો ક્યાંથી કાઢવા ? છતાય વિચાર તો કરો ક્યા ક્યા થી અને કેવા કેવા સમાચારો શોધી લાવવા પડે છે તમને જકડી રાખવા . જો કે આવડા મોટા દેશ માં કોઈક ને કોઈક ખૂણે કઈક ને કઈક થતું જ રહેતું હોય છે . ને નાં થતું હોય તો પણ આ લોકો કૈક ને કૈક બનાવતા જ રહેતા હોય છે . સમાચાર માટે એમ કહેવાય છે કે એ જો મળે નહિ કે બને નહિ તો બનાવવા પડે છે . ને બેધડક બનાવે પણ છે .

કોઈ હીરો એ કોઈ હિરોઈન સાથે કરેલી વાત કે મુલાકાત નો માંડ અઢી મીનીટનો વિડીયો હોય છે પણ કમાલ જુવો એમની ...એ અઢી મિનીટ ને ચુઇન્ગગમ ની જેમ ખેચી ખેચી ને અર્ધા કે એક કલાક નો પ્રોગ્રામ એ તમારે માટે બનાવી કાઢે ને એય પાછો એવો કે ભલે ને વચ્ચે ચાર બેક પાડે પણ તમે હલો નહિ સીટ પરથી... . ખરેખ્રર કાબીલેદાદ છે . ને એમાય જો ક્યાંક હાઈ પ્રોફાય્લ મર્ડર થયું તો તો પછી વાત જ જવા દો. હજુ તો પોલીસ ઘટના સ્થળે પહોચે ત્યાં તો સ્ટુડિયો માં ખટલો ય ચાલવા માંડે ...સંભવિત ગુનેગાર ની પહેચાન પણ થઇ જાય ..કાયદા નિષ્ણાતો ની સાથે સાથે બેય પક્ષના કલ્પિત વકીલો ય આવી જાય ને જોતજોતામાં તો ક્લીનશેવિયો ટાઈધારી એન્કર એનો ફેસલો ય સુણાવી કાઢે. સાલું આપણને થાય કે કાયદો તો આમ જ કામ કરવો જોઈએ .ઐસે હી હોના ચાહિયે ઈન્સાફ .!!! અમિતાભ કે સલમાન નું સુપરહિટ ફિલ્મ જોઇને બહાર નીકળતા પ્રેક્ષકો જેવા સંતોષ ના ભાવ આપણા ચહેરા પર તરવરી ઉઠે . આ હેય ...મજ્જા આવી ગઈ . બિલકુલ આવીં જ પાણીપતની લડાઈ જોવા મળે રાજકીય ડીબેટ વાળા પ્રોગ્રામ માં . એકબીજા ને આદરભર્યા સંબોધનો થી શરુ થયેલી રાજકીય પ્રતીધ્વંધીઓ ની આ ચર્ચા જોતજોતામાં શાક્બકાલા માર્કેટ કરતા પણ વધુ શોરગુલ માં ટ્રાન્સફર થઇ જાય ખુરસી ના ખૂણે બેઠેલા આપણને એ જ ખબર નાં પડે કે આમાં કોણ કઈ બાજુ બોલે છે ને એન્કર બાપડો સિગ્નલ પર ઉભેલા ટ્રાફિક જમાદાર ની જેમ ચારે બાજુ થંભા થંભા નાં ઈશારા કરતો અંતે અચાનક બ્રેક ની ઘોષણા કરે ને આપણે મ્યુટ બટન તરફ આંગળી લંબાવીએ . આ તો જેને રાજકારણ માં રસ હોય એ મ્યુટ બટન દબાવે પણ જેને એમાં જ્યુસ નાં હોય એ શું કરે ? નો પ્રોબ્લેમ સર .... યહા સબ કે લિયે કુછ ના કુછ મિલ હી જાતા હૈ ..!!

યુ નો આમ તો આ ચેનલો નું ઓફીશીયલ નામકરણ તો ન્યુઝ ચેનલ છે બટ સમાચાર સિવાય પણ ઘણું ઘણું બતાવી કાઢે છે ઓફકોર્સ સમાચાર ના નામે જ તો .રોજ સવાર માં આ ચેનલો અચૂક એકાદ બાબા કે સંત ના આશીર્વચન નો તમને લાભ આપે છે એમને ખબર પડી જ જાય કે હવે તમે જાગી જ ગયા હશો એટલે ધાર્મિક આરતીઓ , પ્રવચનો નો મારો ચાલુ કરી દે. ભલે ને આ સમાચાર નાં હોય તો શું થઇ ગયું ? તમારે બાબા ના બોલબચ્ચ્ન નથી સાંભળવા ? કોઈ બાત નહિ ફેરવો ચેનલ એટલે ક્યાંક કોઈ આશ્રમ માં યાની કી ચેનલ પર આપનો આજનો દિવસ કેવો રહેશે એનો આગોતરો ચિતાર મળી જશે ને લગે હાથ જો શની કે રાહુ નડતો હશે તો એનો ઉપાય પણ જાણવા મળી જશે. ઓ.કે. કશું જ નાં નડતું હોય એવા સદનસીબ હો તો એય ને કોઈ લશ ગ્રીન ગાર્ડનમાંથી શિલ્પા શેટ્ટી કે બહુ સારા નસીબ હોય તો જેન ફોન્ડા તમને ચુસ્ત બનાવવા માટે આતુર હોય છે . જો એના કહ્યા પ્રમાણે બધા કસરતો કરતા હોત તો આજે અર્ધી પ્રજા તંદુરસ્ત હોત ...એની વે ફરગેટ ઈટ !!!..તમે ફોન્ડા - શેટ્ટી થી દુર રહેવા માંગતા હો તો આગળ વધો કહી કિસી કોને મેં આઈ મીન ચેનલ પે અખબારો સે નામનો સાત્વિક અને માહિતીપ્રદ કાર્યક્રમ તમારી રાહ જોઈ રહ્યો હશે જ . ઘર બેઠા તમે નામ પણ નાં સાંભળ્યા હોય એવા એવા અખબારો ના વાંચન નો આપ મહા મુલ્યવાન લાભ ઉઠાવી શકશો.. છે ને ન્યુઝ યાની ન્યુઝપેપર લાઈબ્રેરી ...!!

દિવસ ના શરૂઆત ના ન્યુઝ તો એકદમ સલુકાઇ અને ખરેખર સમાચાર સભર જ હોય છે .ટચુકડા પડદા પર રૂપાળી એન્કર ની આપેલી આપકા દિન મંગલમય હો વાળી શુભેચ્છા લઈને હરખભેર નીકળી પડીએ છીએ કામધંધે.. સવાર માં નિયમિત વહેતો સમાચાર રૂપી પ્રવાહ જેમ જેમ દિવસ ચડતો જાય એમ એમ ઈતર વાતો તરફ ફંટાતો જાય . હળવેકથી અર્ધોક કલાક નો ફિલ્મ નો પ્રોગ્રામ જીકી દેવામાં આવે . અરે ભાઈ ન્યુઝ રીડર ને ચાં નાસ્તો કરવાનો ટાઈમ આપવાનો કે નહિ ? ને પછી એકાદ સ્પોર્ટ્સ નો , એકાદ ગોસીપ નો , એકાદ વિજ્ઞાનનો .... એમ એક પછી એક આવા પુરક પ્રોગ્રામો ની વચ્ચે વચ્ચે એક બે વાર ન્યુઝ પણ બ્રોડકાસ્ટ કરતા જાય..પણ એક વસ્તુ છે સમાચાર ને એ રીતે પેશ કરે ને કે ભલે ને છેલ્લે ખોદા પહાડ નિકલા ચૂહા નીકળે પણ તમને છેક સુધી ઉઠવા તો નાં જ દે મતલબ ચેનલ બદલવા ના દે. દેશ માં જો કોઈ ઘટના બની એ જો મોટી હોય તો બધા પ્રોગ્રામ કેન્સલ અને એક્સક્લુઝીવ અને બ્રેકીંગ ન્યુઝ થી સ્ક્રીન ભરાઈ જાય . એક જ વિડીયો કે ફોટો બધી ચેનલો એક્શ્ક્લુંઝીવ જ બતાવે ..સબ સે પહેલે ની હોડ ચાલુ થાય ...બીજી ચેનલ થી વહેલા સમાચાર આપવાની હોડ માં કાચું ય કપાય . વિડીયો નાં મળે તો ગ્રાફિક્સ થી એનો અંદાઝ અપાય ...વિશ્લેશનો થાય ...આકડાઓ અપાય ...સરવાળે બધી જ મહેનત દર્શક ને ખુસ ને સંતોષ આપવા કરાય. ને આખા દિવસ માં કાઈ ના બને તો ટેબલ સ્ટોરી ઓ તૈયાર જ હોય ... અબ ખુલેગા પાતાલ કા રાઝ ....દેખિયે કૈસે પૈદા હુઆ ડાઈનાસોર... . એક ગાવ જહાં આજ ભી ભૂત રહેતે હૈ ...જેવા પ્રોગ્રામો તૈયાર જ હોય .... કૌન સા દેખના માંગતા બોલો ભાયજાન ? ઘણા લેટ લતીફો માટે અને રાત ઉજગરિયાઓ માટે ક્રાઈમ ...ખૂન...હત્યા ...બલાત્કાર ...ફ્રોડ જેવા બનાવોની સનસનીખેજ દાસ્તાનોવાળા હોરર કાર્યક્રમો મોડી રાતે સનસની ફેલાવતા રહેતા હોય છે . તો ક્યાંક મોડી રાત સુધી વિદેશી નટીઓ હિન્દી ભાષા માં આપણને વજન કમ કરવાની દવા / નુશખા બતાવતી રહે છે ...ક્યાંક ફોન લગાવો ને રૂપિયા જીતો જેવી લોટરી છાપ હાટડીઓ ખુલી જાય તો ક્યાંક વળી કોઈ બાબા નવેસરથી પોતાના ભક્તો પર ક્રિપા વરસાવતા નજરે પડે છે તો ક્યાંક વળી ઓનલાઈન શોપ વાળા ઇલેક્ટ્રિક ઝાડું કે ૧૨૦૦૦ ની વસ્તુઓ તમને ૨૩૦૦ માં પધરાવવાની લાલચો આપતા રહેતા હોય છે .

જો કે હળવી બાજુ ને ભૂલી ને જોઈએ તો આજે સમાચાર ચેનલો આપણને ઘડી ના છઠ્ઠા ભાગ માં ધરતી ના કોઈ પણ ખૂણે બનતી ઘટના ત્વરિત બતાવે છે . માહિતી ના માધ્યમ ની આ જ મજા છે . નો ડાઉટ પહેલા બનવાની હોડ માં ક્યાંક અતિશયોક્તિ પણ થાય છે , કાચું ય કપાઈ છે પણ સરવાળે ફાયદો તો દર્શકો નો જ છે . સરવાળે તો મનોરંજન દર્શકોનું જ થાય છે ને ? અને અધર ધેન ન્યુઝ એ પણ અંતે તો એક પ્રકાર ના ન્યુઝ જ છે ને . ઘણા તો ન્યુઝ ચેનલ ને જ સૌથી શ્રેષ્ઠ મનોરંજક ચેનલ ગણે છે . ને વાત ય સાચી જ છે ને . એક ને એક સમાચાર કેટલીક વાર જોવા ના ? એટલે તો આ લોકો વેરી સ્માર્ટ છે ...એ બધું જ બતાવે છે ...સમાચાર નાં નામે ...!!!!!! ખીચડી સીરીયલ ના પ્રફુલ્લ ની સ્ટાઈલ માં કહીએ તો ..’ એન્ટરટેઈનમેન્ટ કા એન્ટરટેઈનમેન્ટ ....ન્યુઝ કે ન્યુઝ ....’ !!!!

રીમાઈન્ડર :

હેડલાઈન : ઓસામા મારા ગયા - બ્રેકીંગ ન્યુઝ : ઓબામાં કે સર પર લગી ગોલી ( ઇન્ડિયા ટીવી )

હેડલાઈન : કલ ઓપરેશન મેં મારા ગયા લાદેન - બ્રેકીંગ ન્યુઝ : ઓબામાં કે મૌત સે રાહત - બ્રિટેન ( આઇબિએન ૭ )

--- લાદેન ના મોત વખતે બે ચેનલો પર ચમકેલા બ્રેકીંગ ન્યુઝ !!!!!!!