Instant Messaging: Zadpi, Aadhunik Ane Zabardast!!! books and stories free download online pdf in Gujarati

ઇન્સ્ટન્ટ મેસેજિંગ : ઝડપી, આધુનિક અને જબરદસ્ત!!!

દોસ્તના લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં નાચતા જીગરીનો પાડ્યો ફોટો (સેન્ડ) !! ..... સવારે ઓફિસે જતા ચાર રસ્તા પર બી.એમ.ડબલ્યુના ચાલકે મારેલી એક્ટીવાને ટક્કરનો લાઈવ વિડીયો (સેન્ડ) !!..... મુંબઈમાં ગુમ થયેલી બાળકીના ફોટા સાથે એડ્રેસ અને ક્યાય જોવા મળે તો જાણ કરવાની વિનંતી સાથેનો મેસેજ (સેન્ડ) !!....સગાવહાલાને એકઠા કરીને બનાવેલા ગ્રુપમાં પારિવારિક પ્રસંગો કે સારી ખરાબ ઘટનાઓની ત્વરિત જાણ (સેન્ડ) !!...રાજકીય નેતાઓના પ્રચાર કે પછી ઠઠ્ઠા મશ્કરીવાળા કાર્ટુન્સ (સેન્ડ) !!......મુશાયરામાં કે સંગીતના જલસામાં બેઠા છો અને શેર કરવો છે સંગીતનો જાદુ તો બનાવો ઓડિયો નોટ અને કરો શેર ..આઈ મીન કરો સેન્ડ .....યસ , ઉપરનું બધું જ શેર અને સેન્ડ યાની કી વહેચી અને મોકલી શકાય છે અને એ પણ અબી ચ કે અભી ચ ...એકદમ ત્વરિત ...ઇન્સ્ટન્ટ ...એઝ ઇટ હેપ્પ્ન્સ ....બિલકુલ લાઈવ જ ....!!!!!!! આ છે ઇન્સ્ટન્ટ મેસેજિંગનો જાદુ ....આ છે આજના યુગની ઇન્ફોર્મેશન શેરિંગ એન્ડ સેન્ડીંગ.....અને આને યાદ કરવાનું કારણ છે નીચેના લખાણમાં ....!!!

ફેસબુકના તરવરીયા માર્કભાય ઝુગરબર્ગ વોટ્સઅપ નામના ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ પ્રોવાઈડ કરતી કમ્પનીને ૧૯ અબજ ડોલર એટલે કે અંદાજે ૧૧૮૨ અબજ રૂપિયા આપીને ખરીદવા જઈ રહ્યું છે એવા સમાચારે ૨૧ મી ફેબ્રુઆરીએ માધ્યમોમાં આગ લગાવી દીધી . છાપાઓ અને ન્યુઝ ચેનલોમાં આ સમાચાર હેડ લાઈન બની ગયા અને પાનાંઓ ભરી ભરીને કેવી રીતે સોદો થયો તેનાથી લઈને આ સોદેબાજીથી માર્ક્ભાય ને શું લાભ કે ગેરલાભ થશે કે વોટ્સઅપના માલિકો અથવા તો ટેકનો લેન્ગ્વેજમાં કહીયે તો બ્રિયાન એક્ટમ અને જૈન કોમને કેટલો ફાયદો થશે એના વિસ્તૃત અહેવાલો છપાયા કે રજુ કરાયા અને હજુ પણ છપાતા કે રજુ કરાતા રહેશે એટલે અહી એની એ જ વાત ફરીથી રજુ કરવાનો અને તમને વાચકો ને પુનરાવર્તન કરાવવાનો કોઈ જ ઈરાદો નથી . ૨૦૦૯માં જ લોન્ચ થયેલા આ મોબાઈલ મેસેજિંગ એપે ફક્ત ચાર જ વર્ષમાં આવડી મોટી રકમનો સોદો કરી બતાવ્યો એ જ બતાવે છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગની દુનિયા ધીરે ધીરે પણ નક્કર રીતે કેટલી બધી વિશાળ , લોકભોગ્ય અને માલદાર ( લીટરલી !!!) બનતી જાય છે . જો કે વોટ્સ અપના માલીકોને મળનારી આવડી મોટી રકમના આ દલ્લા પાછળ માર્કની દુરન્દેશી અને સતત નવું કરતા રહેવાની સાહસવૃત્તિનો પણ એટલો જ ફાળો છે . ભલે ને માર્કે આ ડીલ એના આવીશ્કારિક સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકને પ્રાણવાયુ મળે એ સંદર્ભમાં લીધી હોય તો પણ ટચુકડા મેસેજીસ અથવા તો ત્વરિત સંદેશાઓ મોકલવાની સગવડતા આપતી આવી બીજી સેવાઓના ફેફસામાં પણ એક્સ્ટ્રા શ્વાસો તો ભરી જ દીધા છે એમ કહી શકાય. વોટ્સ અપ અને ફેસબુકના આ જોડાણને લીધે ટચુકડા મેસેજોની આપલે કરવાની સુવિધા મુહૈયા કરાવતા આ ટચુકડા ડેવલોપરોની આખી દુનિયા અચાનક જ લાઈમ લાઈટ માં આવી ગઈ અને આ ગંજાવર કહી શકાય એવી રકમનો સોદો ઇન્સ્ટન્ટ મેસેજિંગની સાવ નાનકડી ઇનિંગનો માઈલ સ્ટોન કહી શકાય .

એ એક અહમ સત્ય છે કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે , સમાજ વચ્ચે રહેવું એના માટે આવશ્યક છે અને સમાજ સાથે જોડાઈ રહેવા માટે વ્યક્તિ , સમૂહ કે સંસ્થા સાથે વાર્તાલાપ જાળવી રાખવો એ જરૂરી વસ્તુ છે . સમાચારો / સંદેશાની આપ–લે આનો એક અહમ અને મુખ્ય હિસ્સો છે . કબૂતરોના પગે બંધાતી ચિઠ્ઠીઓ દ્વારા મોકલાતા સંદેશાઓના એક યુગમાંથી પસાર થતા થતા વીજાણું ક્રાંતિના પરિણામે અને સમાજના વિસ્તરેલા ફલક અને વ્યાપને ધ્યાનમાં લેતા સંદેશની આપલે ત્વરિત અથવા તો શક્ય એટલી ઝડપથી થાય એવી શોધો ક્રમે ક્રમે થતી રહી છે . મોબાઈલના આગમનની સાથે સંદેશાને વાતચીત સિવાયના પણ એક માધ્યમથી પહોચાડવાની નવી સુવિધા સામે આવી અને એ હતી એસ.એમ.એસ. યાનીકી શોર્ટ મેસેજિંગ સર્વીસીસ. ટુંકાણમાં મોકલાતા સંદેશા . ૩ ડીસેમ્બર ૧૯૯૨માં બ્રિટનમાં સૌથી પહેલો એસ.એમ.એસ. મોકલાયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં સંદેશાની આ દુનિયામાં અનેકો ફેરફાર નોંધાયા છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીની નિરંતર ક્રાંતિ અને નીતનવા સંશોધનોને પ્રતાપે સંદેશો મોકલવાની પદ્ધતિઓ અને સગવડતાઓમાં અભૂતપૂર્વ ફેરફારો આવેલા છે , વોટ્સઅપ એ ફેરફારો અને ક્રાંતિઓની હારમાળા ની જ એક કડી છે . બ્રિયાન એક્ટમ અને જૈન કોમ સાથે જમતા જમતા જ માર્કે લીધેલા આ કદમની વાત ને વધુ ચગળાવ્યા કરતા આવો નજર નાખીએ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર ટ્રીંગ અવાજ સાથે ટપકી પડતા મેસેજીસ પ્રોવાઈડ કરતી બીજી ટોચની અને લોકપ્રિય એપ્સની આરપાર.

શરૂઆતમાં અમલમાં આવેલા એસ.એમ.એસ. ની સગવડતામાં સૌથી મોટી અગવડ હતી શબ્દોની મર્યાદા . અમુક જ શબ્દો સુધીનો મેસેજ એક વખતમાં મોકલી શકાતો જો કે મોબાઈલ ડીવાઈસોના આધુનિકીકરણ સાથે એ અગવડ અમુક હદ સુધી દુર થઇ ગઈ પણ આ મોર્ડન ઇન્સ્ટન્ટ મેસેજીસ એપ્લીકેશનો એનાથી પણ ચાર કદમ આગળ નીકળી ગયા . સ્માર્ટફોનોના આગમન સાથે અને દુનિયામાં ઈન્ટરનેટના વિસ્તરતા જતા જાળાના પ્રતાપે આવી કંપનીઓ દ્વારા અપાતી સુવિધાઓમાં સંદેશા મોકલવાની વિવિધ પદ્ધતિઓ નો ભરપુર સમાવેશ થતો ગયો . ટેક્સ્ટ મેસેજ ઉપરાંત ચિત્ર અને વિડીયો પણ મોકલી શકવાની સુવિધા ઉમેરાઈ . સાદી ભાષામાં મેસેન્જર તરીકે પ્રચલિત અને વેબ કે મોબાઈલથી ચાલતા આ એપ્સની મદદથી વોઇસ કે ટેક્સ્ટ મેસેજોની આપલે કરી શકાય છે . વોટ્સઅપને ખરીદી લેનાર માર્કનું જ ફેસબુક મેસેન્જર પણ આવું જ એક લોકપ્રિય એપ છે . ઓગસ્ટ ૨૦૧૧માં લોન્ચ થયેલું ફેસબુક મેસેન્જર શરૂઆતમાં સાદી ચાટ કે મેસેજીસ ની આપલે કરતા કરતા હવે વિડીયો કોલ અને પિક્ચર મેસેજીસ દ્વારા એના યુઝર્સને એકબીજા સાથે જોડી રાખવા માટે મશહુર છે . ફેસબુકના વપરાશકારોમાં નોંધાયેલા ઘટાડાએ જ માર્ક ઝુકરબર્ગને વોટ્સઅપની સાથે સોદાબાજી કરવા મજબુર કરી મુકેલ છે કારણ કે વોટ્સઅપની સરળ અને ત્વરિત તેમજ વિવિધતાસભર સેવાઓથી એના યુઝર્સમાં દિન પ્રતિદિન ઉછાળો જોવા મળતો હતો . રોજના લગભગ ૨ લાખ નવા યુઝર્સ વોટ્સઅપ સાથે જોડતા જતા હતા હવે ફેસબુક સાથે થયેલી ડીલ ને લીધે વોટ્સઅપના દુનિયાભર માં ફેલાયેલા ૪૫૦ લાખ યુઝર્સ આપમેળે જ ફેસબુકના યુઝર્સ ગણાઈ જશે અને આમ વોટ્સઅપની મદદથી ફેસબુક ફરીથી મેસેજિંગની દ્રષ્ટીએ એક પગથીયું ઉપર ચડી શકશે .

વોટ્સઅપ અને ફેસબુક મેસેન્જર જેવું જ લોકપ્રિય મોબાઈલ મેસેજિંગ એપ્પ્લીકેશન છે લાઈન . ૨૦૧૧માં સાઉથ કોરિયન કમ્પની દ્વારા ડેવલોપ કરાયેલું આ એપ યુઝર્સને ફ્રી વોઇસ કોલ , ટેક્સ્ટ મેસેજિંગની સાથે સાથે લાઈન ફ્રેન્ડ્સની સાથે ગેમ રમવાની સગવડતા પણ પૂરી પાડે છે . જો કે આમ જોવા જાવ તો લગભગ બધા જ મેસેજિંગ એપ્લીકેશનમાં આ બધા જ ફીચરો કોમન હોય છે . લાઈન જાપાન અને સાઉથ એશિયન દેશો ખાસ કરીને થાઈલેન્ડમાં જબરદસ્ત પોપ્યુલર છે . ત્રણ જ વર્ષમાં લાઈન વાપરનારની સંખ્યા ૩૦ કરોડને આંબી ગઈ છે . જો કે લાઈનનો વપરાશ ઉપરોક્ત દેશો સિવાય બીજા દેશોમાં હજુ જોઈએ એવો થતો નથી છતાં પણ ધીરે ધીરે આ એપ્સ પણ લોકપ્રિયતા તરફ આગળ વધી રહેલ છે . લાઈન જેવું જ અને લગભગ એટલા જ વપરાશકારો ( ૨૮ કરોડ ) ધરાવતું પરંતુ ફ્રી કોલિંગ માટે વધુ વપરાતું એપ્સ છે વાઈબર. ડેટાપ્લાન કે વાઈફાઈ દ્વારા થઇ શકતા ફ્રી ફોન કોલની સગવડતાવાળું આ એપ્સ કદાચ જાપાનના ગેમિંગ ડેવલોપર જાયન્ટ દ્વારા ૯૦૦ મીલીયન ડોલરમાં ખરીદાઈ જશે એવા સમાચાર પણ છે , ચાઈનીસ ઈન્ટરનેટ કમ્પની ટેનસેન્ટ દ્વારા ૨૦૧૧માં બજાર માં મુકાયેલું આ એપ્સ પણ ફ્રી કોલિંગ , મેસેજીસ જેવી સુવિધાઓ વાપરતા લગભગ ૨૭ કરોડ ગ્રાહકો ધરાવે છે જો કે એમાંથી ત્રીજા ભાગના જ ચીન બહારના છે .

મેસેન્જરોની જ વાત નીકળી છે તો બીબીએમ ( બ્લેક બેરી મેસેન્જર ) ને તો કેમ ભુલાય . હવે તો લગભગ ખત્મ થવાના આરે આવેલી બ્લેકબેરી કમ્પનીના મોબાઈલ્સનું જો કોઈ ખાસ અને અગત્યનું આકર્ષણ હતું તો એ હતું આ બીબીએમ. પોતાના સિક્યોર નેટવર્ક ને લીધે મશહુર બની ગયેલું આ મેસેન્જર ફક્ત અને ફક્ત બ્લેકબેરીના ફોન્સમાં જ આવતું હતું પણ કમ્પની ની થયેલી પડતીના પ્રતાપે હવે તો બીબીએમ એન્ડરોઈડ ( સેમસંગ ..વગેરે ) , મેક ( એપલ ) અને સામ્બિયન ( નોકીયા ) માં પણ વાપરી શકાય છે . એમ કહેવાતું કે બીબીએમ પર મોકલતા સંદેશા ટ્રેસ નથી કરી શકાતા અથવા તો હેક ન થઇ શકે એવું સજ્જડ નેટવર્ક ગોઠવેલું પરંતુ ધીરે ધીરે સુરક્ષાની દ્રષ્ટીએ ખતરનાક લાગતી આ સગવડ સામે વિવિધ દેશોમાં નોંધાવાયેલા વિરોધોને લીધે અને બીજા મેસેન્જરોની લોકપ્રિયતા અને બહેતર સર્વિસીસની આંધીની વચ્ચે બીબીએમની એ એકહથ્થુ સુવિધા પણ હવે આમ થઇ ગઈ છે . ૮૫૦ કરોડમાં ૨૦૧૧ માં માઈક્રોસોફ્ટ દ્વારા ખરીદાયેલું સ્કાઈપ ( કે સ્કાઈપે ? ) પણ વધુ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જ છે . ટેક્સ્ટ કે ફોટો મેસેજિંગની બદલે મોટાભાગે વિડીયો કોલિંગ માટે વધુ વપરાતું આ એપ ઇન્સ્ટન્ટ મેસેજિંગ કે કોલિંગ માટેનું હાથવગું હથિયાર છે .

જો કે હવે તો મોબાઈલની સાથે સાથે જ વાઈબર , ફેસબુક મેસેન્જર , સ્કાઈપ , લાઈન જેવા ઇન્સ્ટન્ટ મેસેન્જરો ડેસ્કટોપ પરથી પણ વાપરી શકાય એવી રીતે જ ડેવલોપ કરાય છે પરંતુ જ્યારે મોબાઈલ એપ્સની સુવિધા નહોતી અથવા તો સ્માર્ટ ફોનોનો આવો જમાનો નહોતો આવ્યો એ અગાઉના સમયમાં પણ અનેક ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ પ્રચલિત હતી એમાંથી યાહુ અગ્રેસર હતી જો કે હવે વોટ્સઅપ જેવા આધુનિક એપ્સના મુકાબલે પાછળ પડી જવાથી યાહુ મેસેન્જરના વપરાશકર્તાઓમાં પણ જબ્બર ઘટાડો નોંધાયો છે છતાં પણ યાહુ મેસેન્જર ડેસ્કટોપ મેસેન્જર ની દુનિયાનું સરતાજ હતું , એ પછી ગુગલનું જી-મેલ અસ્તિત્વ માં આવ્યું અને જી-ટોક મેસેન્જરે યાહુ મેસેન્જર નું સ્થાન ધીરે ધીરે પચાવી પાડ્યું . આજે જો કે મોબાઈલ એપ્લીકેશનોના વધતા ચલણને લીધે ડેસ્કટોપ મેસેજિંગનો વપરાશ કદાચ બહુ ઓછો અને ખપ પુરતો જ થઇ રહ્યો છે . આ બંને સિવાય પણ એ.ઓ.એલ.( અમેરિકા ઓનલાઈન ) અને એમએસએન મેસેન્જરનો પણ એક જમાનો હતો . આજે સ્માર્ટફોનોમાં મળતી સગવડતા અને ડેસ્કટોપ પર બેસવા માટેના ટાઈમની અછત ને લીધે ડેસ્કટોપ મેસેન્જરો લગભગ નામશેષ થતા જાય છે જો કે એના જ હલ સ્વરૂપે એ જ બધા મેસેન્જરો હવે સ્માર્ટ ફોનના એપ બની ને કાર્યરત રહી શક્યા છે .

ઇન્સ્ટન્ટ મેસેજિંગના આ મહારથીઓ અબજો કમાય છે તો સામે ગ્રાહકને પણ પૂરેપૂરું વળતર પણ આપે છે . કેવી રીતે ? આવો જોઈએ ... રેગ્યુલર મેસેજીસ ( એસ.એમ.એસ )ના કરતા વોટ્સઅપ કે બીજી એવી કોઈ એપ્સ પરથી કરેલો મેસેજ વધુ સસ્તો પડે છે . બીજું કે મેસેજ વિશ્વભરમાં ગમે ત્યાં મોકલો કોઈ રોમિંગ ચાર્જ કે અલગથી ચાર્જ નથી લાગતો , મેસેજ મોક્લાવની કોઈ લીમીટ નથી મનચાહે એટલા મેસેજો , તસ્વીરો , વિડિયોઝ મોકલી શકો છો . હા , આ બધા માટે તમારે એક નોર્મલ ઈન્ટરનેટ ડેટા પ્લાન લેવો જરૂરી છે પણ આજની ગળાકાપ સ્પર્ધામાં એ પણ સસ્તા ભાવે મળી જ રહે છે . આમ સરવાળે જોવા જાવ તો નોર્મલ ટેલીફોન કંપની કે મોબાઈલ કમ્પનીના મેસેજીસ ચાર્જીસ કરતા આમાં વધુ સસ્તી , સરળ અને વિવિધતાસભર સેવાઓ મળે છે .

જો કે ફાયદાઓની સાથે સાથે ગેરફાયદાઓ પણ છે જ , જેમ કે વોટ્સએપ જેવી સર્વિસ પ્રોવાઈડરના સર્વર માં તમારો મોબાઈલ નમ્બર સ્ટોર થઇ જાય છે જેને હેક કરીને એનો ગેરઉપયોગ પણ થઇ શકે છે અથવા તો ફેસબુક જેવા એપ્સમાં કે જ્યાં તમારી પર્સનલ ઇન્ફોર્મેશન , ઈમેલ આઈડી , વગરે હોય છે તેનો પણ મિસયુઝ થઇ શકે છે . એટલું જ નહિ પણ હવે તો ડાઉનલોડ વખતે જ તમારી કોન્ટેક્ટ બુક અને કોલ ડીટેલ માં ગમે ત્યારે એન્ટ્રી મારવાની કે ડોકાચિયું કરવાની છૂટ લઇ લે છે આમ લગભગ દરેક ઇન્સ્ટન્ટ મેસ્જીંગ વાપરતા મોબાઈલ ધારકનો કોલ અને કોન્ટેક્ટ ડેટા એની પાસે પહોચી જાય છે જેને એ લોકો પોતાના લાભ મુજબ ઉપયોગમાં લઇ શકે છે . વોટ્સઅપ પાછળ ૧૨૦૦ અબજ ડોલર જેવી જંગી રકમ ખર્ચવા પાછળનું એક કારણ આ પણ છે કે માર્કની કંપનીને બૈઠે બિઠાયે ૪૫૦ લાખ યુઝર્સની ડીટેલ મળી જશે . હમણાં જ પ્રકાશિત થયેલા એક રીપોર્ટ મુજબ મોબાઈલ માટેનું ફેસબુક મેસેન્જર એપ એ સૌથી ઓછું સુરક્ષિત ચાટ મેસેન્જર છે . એના પછીના ક્રમ માં યાહુ અને વિન્ડોઝ લાઈવ મેસેન્જરના મોબાઈલ એપ્સ છે . એ જ રીતે જો વાઈફાઈ વાપરતા હો તો મોલ , થીયેટર કે જાહેર જગ્યાઓ એ મળતું ઓપન નેટવર્ક વાળું વાઈ ફાઈ વાપરી ને કરાતુ ઇન્સ્ટન્ટ મેસેજિંગ જોખમકારક બની શકે છે કારણ કે ઓપન નેટવર્ક થ્રુ તમારા મેસેન્જર કે મેસેજીસ ને બ્રેક કરી શકાય છે . શક્ય હોય ત્યાં સુધી જાહેર જગ્યા એ ઓપન વાયફાય નેટવર્કનો યુઝ ટાળવો . એક સરખા કે ભળતા નામ ધરાવતા અથવા તો ભ્રામક રીતે અસલ એપ્સનું નામ વાપરતા મેસેજિંગ એપ્લીકેશન ડાઉનલોડ કરતા પહેલા કે વાપરતા પહેલા ડબલ ચેક કરવું . જો કે એવી ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ આજ સુધી કોઈએ વાચી છે તે હવે વાંચવાના ?

નરેન્દ્ર મોદી ની “ ચાય પે ચર્ચા “ સામે અરવિંદ કેજરીવાલ જો આવો જ કાર્યક્રમ શરુ કરે તો એનું નામ હશે “ કફ-સીરપ વિથ કેજરીવાલ “ .....!!!!!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED