સોશિયલ સાઈટ્સ અને સબંધો નું શોકેશીંગ....... ટફ છે Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સોશિયલ સાઈટ્સ અને સબંધો નું શોકેશીંગ....... ટફ છે

જે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટસ વાપરતા હશે એ લોકો માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર વિષે તો જાણતા જ હશે . ટ્વિટરમાં તમારી વાત કહેવા માટે યુઝર્સને ૧૪૦ શબ્દો મળે છે . આટલા ઓછા શબ્દોમાં કોઈ અભિવ્યક્તિ કરવી થોડી મુશ્કેલ છે પણ આ જ ૧૪૦ શબ્દોની માયાજાળે જ સુનંદા થરૂરની જીન્દગી એટલી મુશ્કેલ બનાવી દીધી કે અંતે એણે ટ્વિટરના બોક્ષ માં ૧૪૦ શબ્દો લખવા કરતા દુનિયા છોડી જવી વધુ મુનાસીબ માની . સુનંદા થરૂરને ભારતમાં નહિ જાણતું હોય એવું લગભગ કોઈ નહિ હોય .. કેન્દ્રીય પ્રધાન અને તબિયતથી રંગીલા અને સતત વિવાદોમાં રહેવા જાણીતા શશી થરૂરની આ બોલ્ડ અને બ્યુટીફુલ પત્નીનો મૃતદેહ દિલ્હીની પોશ હોટેલ ધ લીલાના કમરા નમ્બર ૩૪૫ માં શુક્રવારે રાત્રે મળી આવ્યો . પ્રથમ નજરે વિવિધ બીમારીઓથી પીડાતા સુનંદા થરૂરનું મૃત્યુ દવાના ઓવરડોઝથી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે પણ આ મર્ડર મિસ્ટ્રીનો એક છેડો નીકળે છે સોશિયલ સાઈટ્સ ટ્વિટર બાજુ , એક છેડો નહિ પણ એમ કહી શકાય કે આ આખી ઘટનાના મૂળમાં રહેલું છે ટ્વિટર . ટ્વિટર પર શરુ થયેલી અને સરાજાહેર થયેલી એક નાનકડી ચિનગારી એ થરૂર દમ્પતીના હસતા રમતા પરિવારમાં આગ લગાડી દીધી .

આપણી એક જૂની કહેવત છે કે “ નેકી કર ઓર દરિયા મેં ડાલ “, પણ આજના આધુનિક અને સતત ગતિમય યુગમાં આ જ વાત નવા સ્વરૂપે કહી શકાય કે “ કુછ ભી કર ઓર સોશિયલ સાઈટ્સ પર ડાલ “ વર્ષોથી મનુષ્ય પોતાના મનોભાવ વ્યક્ત કરવા માટે વિવિધ વિવિધ પદ્ધતિઓ અપનાવતો રહ્યો છે . પોતે શું કરી રહ્યો છે અથવા શું કરવા જઈ રહ્યો છે કે શું કરવાનો છે એનો પ્રચાર – પ્રસાર કરવો એ મનુષ્ય સ્વભાવની ખાસિયત રહી છે અને આજે જ્યારે આ પ્રચાર પ્રસારના માધ્યમો અનેક ગણા અને એકદમ હાથવગા થઇ ગયા હોય આવા પ્રચાર કે પ્રસારમાં ઉછાળો આવતો જાય છે . વીજાણું દુનિયા એ ભરેલી હરણફાળના પગલે પગલે સસ્તા અને હાથવગા થયેલા વીજાણું ઉપકરણોને લીધે અભિવ્યક્તિ અથવા તો એક્શ્પ્રેશન ત્વરિત અને વ્યાપક બનતું જાય છે .

સુનંદાના અચાનક મોતમાં સોશિયલ સાઈટ્સની ભૂંડી ભૂમિકાથી ફરી એક વાર કુછ ભી કર અને સોશિયલ નેટવર્ક પર ડાલ ના નવા કોન્સેપ્ટ પર એક બહેસ શરુ થઇ ગઈ છે . જો કે ભૂંડી એટલા માટે કહી શકાય કે આમ તો પહેલી નજરે પતિ , પત્ની ઓર વો નો કિસ્સો લાગતો આ બનાવ ફરી એક વાર એ વિચારવા મજબુર કરી દે છે કે જેમ જેમ ઈન્ટરનેટ અને નેટવર્કિંગનું જોર મનુષ્ય દિમાગ પર કબજો કરતું જાય છે તેમ તેમ સબંધોની મર્યાદાઓ લોપાતી જાય છે . જે વાત ઘરની ચાર દીવાલો વચ્ચે દફન થઇ શકે એમ હતી કે આપસમાં બેસીને સુલઝાવી શકાય એમ હતી એને સરાજાહેર ચર્ચવામાં આવી અને પરિણામે એક બેહદ ખુબસુરત માનવીએ પોતાની સફળ અને સુખી જીન્દગીથી હાથ ધોવા પડ્યા . એક બીજા પ્રત્યેના પ્રેમનું ખુલ્લેઆમ પ્રદર્શન કરતા સતત સાથે ને સાથે જોવા મળતા અને બેહદ આકર્ષક દેખાતા આ હાઈ પ્રોફાઈલ કપલ વચ્ચે એવું તો શું બન્યું કે આ હસમુખી અને ચાર્મિંગ જોડી ખંડિત થઇ ?

આજકાલ અનેક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઇન થીંગ છે . ફેસબુક અને ટ્વિટર આમાં પ્રમુખ છે . અબી હાલ જ બનતી ઘટના ને એટ એ ટાઈમ તમે લાકો કરોડો લોકો સુધી પહોચાડી શકો છો . ફેસબુક કે ટ્વિટર પર મુકેલી તસ્વીર , લખાણ કે ચર્ચા જોતજોતામાં દેશ અને દુનિયાના કરોડો લોકો સુધી મટકું મારતા જ પહોચાડી શકાય છે અથવા તો એમ કહો ને કે જણાવી શકાય છે .અને પછી શરુ થાય છે આના આઘાત કે પ્રત્યાઘાત . સોશિયલ સાઈટ્સ પર વગાડાતા ઢોલ નગારા કે બ્યુગલોનો રીસર્ચ જાણવા જેવો છે . એક અહેવાલ મુજબ ૬૨% લોકો સારા સમાચારો શેર કરવા માટે નેટવર્કિંગનો ઉપયોગ કરે છે ,જયારે ૮૪% લોકો દોસ્તો કે રિશ્તેદારો સાથે ટચ માં રહેવા . જો કે આ ૮૪% માંથી પણ મોટાભાગના પોતાનાથી દુર રહેતા લોકો સાથે કીપ ઇન ટચ માટે આનો વપરાશ કરે છે . દિવસે ને દિવસે વધુને વધુ લોકો આ વર્ચ્યુલ વર્લ્ડની ઝપેટમાં આવતા જાય છે . જો કે એમાં મોટાભાગે કાઈ ખોટું પણ નથી બશર્ત કે એનો સહી ઇસ્તેમાલ થાય . સાવ એવું પણ નથી કે આ સાઈટસોના પ્રતાપે સુનંદા જેવા કેસ જ બને છે આના ઘણા સારા ઉપયોગો પણ છે જ . એક સર્વે મુજબ ૩૯% લોકો આનાથી પોતાનું એકલવાયા પણું દુર કરે છે . આપણે ત્યાં હજુ પણ સહજીવન અને કુટુંબ ભાવના જેવા બેઝીક તત્વો જળવાઈ રહ્યા છે પણ વિદેશોમાં આ બધું તીતર બીતર હોય છે એવા સમયે વર્ચ્યુલ વર્લ્ડમાંથી મળેલા દોસ્તો કે સાથીઓ મહદઅંશે સારી અને સાચી કમ્પની પુરવાર થાય જ છે .

એક ઉઘાડું સત્ય એ પણ છે કે જેમ જેમ તમે આ સાઈટ્સના આદિ થતા જાવ તેમ તેમ તમે એકલા પડતા જાવ ખાસ કરી ને સુનંદા જેવા કેસમાં . પહેલા એવું રહેતું કે આવી મુશ્કિલ સ્થિતિઓમાં તમારી આસપાસ કોઈ એવા વ્યક્તિઓ રહેતા કે જેની સાથે તમે ખુલ્લા મને વાતચીત કરી શકો , સલાહ લઇ શકો અથવા તો એમના પ્રયાસોથી સમસ્યાનો કોઈ હલ કાઢી શકો . એનાથી વિપરીત સોશિયલ નેટવર્કિંગ પર જ્યારે સબંધો એરણે ચડે છે ત્યારે એને સંભાળવા મુશ્કેલ બનતા હોય છે . એક રીસર્ચ મુજબ ક્રોધ કે ગુસ્સા ની સ્થિતિ માં આવી સાઈટ્સ પર મુકવા માટે ટાઈપ કરાતા સંદેશાને ( મેસેજીસ ને ) ફક્ત ૨૨% લોકો જ ફરીવાર વાંચે છે . મતલબ કે જે મનમાં આવે એ વગર વિચાર્યે કે પરિણામની પરવા કર્યા વગર પોસ્ટ કરી દેવામાં આવે છે અને પરિણામે આપણને સુનંદા જેવા મોતના સમાચારો મળે છે . બીજું ઉડી ને આખે વળગે એવું ભયાનક ચિત્ર એ છે કે આવા વખતે સંબંધોનું ગંભીરતા કે મુલ્યનું ટોટલ બાષ્પીભવન થઇ જાય છે .

સામાન્ય માનવીની સાથે સાથે આવી સાઈટ્સ નો ઉપયોગ સેલીબ્રીટીઓ બેહદ વ્યાપક પ્રમાણ માં કરે છે . રાજનેતાઓ , ફિલ્મસ્ટારો , ખેલાડીઓ પોતાના પ્રચાર – પ્રસાર માટે દર બે મીનીટે એક ટ્વિટ કે સ્ટેટ્સ મુકતા રહેતા હોય છે . કોઈ પણ બનાવ કે પ્રસંગના અહેવાલ માટે કે તસ્વીરો માટે હવે તમારે બીજી સવારે આવતા અખબાર કે ટેલીવિઝન પર આધાર નથી રાખવો પડતો . અધિકૃત વ્યક્તિ દ્વારા જ ૧૦૦% અધિકૃત ઇન્ફોર્મેશન તમને તરત જ મળે છે અને સૌથી મોટી બાબત એ છે કે એના પર તમે પ્રત્યાઘાત પણ આપી શકો છો અથવા તો મેળવી શકો છો . મતલબ અબી ચ કે અભી ચ . આવી સાઈટ્સ પર વાદ વિવાદ , આરોપ પ્રત્યારોપ જેવા વરવા દ્રશ્યો હવે આમ થતા જાય છે . એના સારા કે ખરાબ પરિણામો પણ સરાજાહેર ચર્ચાતા થયા છે .

હાથવગા આ માધ્યમથી સબંધોના ફુરચે ફૂરચા ઉડવાની ઘટનાઓ લગભગ રોજબરોજની થતી જાય છે . સુનંદાના મોતના સંદર્ભ માં વિચારીએ તો ભલે એની બીમારીઓ કદાચ અનેક કારણો માહે નું એક કારણ રહ્યું હશે પણ સુનંદા જેવી સવેદનશીલ વ્યક્તિ માટે એનાથી પણ કદાચ વધુ મહત્વનું રહ્યું હશે સબંધોમાં તિરાડ અને પાકિસ્તાની પત્રકાર મેહર તરારે સોશિયલ મીડિયા પર કરેલું સબંધોનું ખુલ્લેઆમ અપમાન . ફક્ત ૧૦-૧૨ ટ્વિટસમાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં આખાય ભારતને શશી અને સુનંદા વચ્ચે કૈક અણબનાવ છે એવો અંદાઝ આવી ગયો . ટ્વિટર પર શરુ થયેલું આ ટ્વિટ યુદ્ધ જોતજોતામાં ગંભીર બની ગયું . ત્રિકોણના ત્રણેય ખૂણામાંથી ટ્વિટસના તીરો છૂટવા માંડ્યા અને આ તીરોએ ભોગ લીધો સબંધોનો, વિશ્વાસનો , પ્રાયવસીનો. સચ્ચાઈ જે હોય તે અને જે બહાર આવે તે પણ સોશિયલ સાઈટસ પર શશી , સુનંદા અને મેહર દ્વારા મુકાયેલા મેસેજોને જ સાચા માનીને ચાલીએ તો ફરી એક વાર એક જ ઘરમાં રહેતા બે માણસ વચ્ચે વાતચીત થવા ને બદલે આખોય મામલો સોશિયલ પ્લેટફોર્મ પર ઓપન થઇ ગયો અને કદાચ એવું પણ બન્યું હોય કે ખુલ્લા પડી ગયેલા આ ઘાવને સંતાડવા કરતા સુનંદાએ એના પર ચિતાની આગ લગાડી દેવાનું વધુ મુનાસીબ માન્યું હોય . ગમે તે અને બધું જ સોશિયલ સાઈટ્સ પર ડાલતા રહેતા લોકો માટે આ એક લાલબત્તી પણ છે . એક ચેતવણી પણ છે જ કે વર્ચ્યુલ વર્લ્ડ પર દેખાય છે એટલી નજદીકિયા નથી હોતી . સુનંદાના મોત પછી આંસુ સારતા એના રીયલ દોસ્તો કે સગા સબંધીઓ એ આ આખુય પ્રકરણ જયારે બની રહ્યું હતું ત્યારે બહુ ઓછી પ્રતિક્રિયા કે સમાધાન ના શબ્દો કહ્યા હતા . એક પ્રયાસ તરીકે શશી અને સુનંદા એ એવું ટ્વિટ કરેલું કે એકાઉન્ટ હેક થઇ જવા ને લીધે ખોટા સંદેશઓ મુકાતા હતા પણ આખરે એ સાબિત થયું કે એકાઉન્ટ નહિ પણ લગ્નજીવન જ હેક થઇ ગયેલું .

આખાય પ્રકરણ માં યક્ષ પ્રશ્ન એ છે કે શું આવી રીતે સબંધોને ખુલ્લા પાડવા કે એના વિષે પોતે જ જગજાહેરાત કરવી જરૂરી હતી ? સુનંદાના મોત પછી મોટાભાગનાઓ નો જવાબ તો ના માં જ આવશે . અરે આવું તે કાઈ કરાતું હશે ? પણ હકીકત એ છે કે માઈક્રોબ્લોગીંગ અને સોશિયલ સાઈટ્સ પર ફક્ત જાણકારી માટે કરાતી ટ્વિટ કે સંદેશ ક્યારે વિકરાળ રૂપ લઈ લ્યે છે એ નક્કી નથી કરી શકાતું અને એક સમય એવો આવે છે કે આખીય ઘટના કાબુ બહાર જતી રહે છે . તમે શરુ કરેલી બબાલ કોઈ બીજા જ હાથો દ્વારા હાઈજેક થઇ જાય છે . એક માં થી બીજું અને બીજા માં થી ત્રીજું એમ એક પછી એક વિવાદો અને આરોપો લાગતા કે લગાવાતા જાય છે અને એક સમય એવો આવે છે કે તમારી ઘટના , વાત કે સ્થતિ તમારા જ ગળાની ફાસ બની ને રહી જાય છે . તમે એમાંથી નીકળવા ઈચ્છો તો પણ નીકળી નથી શકતા ઉલટા ના વધુ ને વધુ ફસતા જાવ છો .સરવાળે સુનંદા જેવી ઘટના બને છે .

સાઈટ્સ પર મુકતા ફોટાઓ , પ્રવાસની વિગતો કે કુટુંબની વિગતોના દુરુપયોગ વિષે લખવા બેસીએ તો ઘણું લાંબુ થઇ જાય પણ ચોક્કસપણે આ પણ સોશિયલ સાઈટસ પર ઉઘાડા થતા સબંધો નું એક સ્વરૂપ જ છે . કાલ સુધી ગલીમાં કે સીમિત વર્તુળોમાં ચર્ચાતો સબંધ જોતજોતામાં આખાય જગતમાં દાવાનળની જેમ ફેલાઈ જાય છે અને આ દાવાનળમાં અનેકો જીન્દગી હોમાય જાય છે અને પાછળ રહે છે એક પડઘાતો પ્રશ્ન ...તૂટેલા સબંધો કે એક સવાલિયા ભવિષ્ય .મોટા ઉપાડે રીલેશનશીપમાં હોવાના ઢોલ નગારા પીટતા લોકો જયારે એ સબંધો તૂટે છે કે એમાં કોઈ ગાંઠ આવે છે ત્યારે ફરીથી ફેસ ટુ ફેસ થવા ને બદલે આવી જગ્જાહેરાત કરતી સાઈટ્સની અગાસીએ ચડી ને બુમાબુમ કરે છે . સાંભળે તો બધા જ છે પણ કોઈ સામો હોકારો નથી મળતો અને જે મળે છે એ પણ વર્ચ્યુલ હોય છે અથવા એટલો દુર હોય છે કે એની સ્વીકાર્યતા મહદઅંશે ઓછી હોય છે , અંતે કંટાળી ને જે બાબત ને ઢાકી શકાતી હતી તેને ઉઘાડી કર્યાના આઘાતમાં એ જ અગાસી પરથી પડતું મુકે છે . અગાઉ લખ્યું એમ સારા સમાચારોની સ્પ્રેડ કરવા માટે આ પ્લેટફોર્મ ઓ.કે. છે કે પછી દોસ્તો બનાવી ને કોઈ ગંભીર સ્થતિ સુધી પહોચ્યા વગર વર્તુળ બનાવવું સારી વાત છે . અરસપરસ ચર્ચા કે ખુશી વહેચવા સુધી બરાબર પણ જ્યારે એ જ વર્તુળ કે પ્લેટફોર્મ પર તુટતા સબંધો ના ધજાગરા ઉડે છે ત્યારે એ લડાઈ કે પરીસ્થીતીને ફેસ કરવાની નોબત ફક્ત એ બે કે ત્રણ પાત્રો ને જ આવે છે પરિણામે મુંજવણ ને મોકળાશનો મારગ નથી મળતો અને સ્વકેન્દ્રી માનસિકતાને લીધે સાચી નિર્ણયશકતીનો મોટાભાગે વિનાશ થતો જોવા મળે છે . પરિણામે ઉતાવળિયા પગલા કે અહમ ને ઠેસ પહોચવી જેવા બનાવો બને છે જે ધીરે ધીરે ગુસ્સા કે નફરતમાં પલટાઈ જાય છે અને ઉઘાડી થાય છે સબંધોની વરવી બાજુ અને એ પણ આખીય દુનિયા સામે . એક્જેટલી એ જ બન્યું શશી – સુનંદાના કેસમાં . મૃત્યુના બે દિવસ અગાઉ શરુ થયેલું આ ટ્વિટ યુદ્ધ બંધ થવા ને બદલે અર્થહીન દલીલો અને આરોપ પ્રત્યારોપ ને લીધે લંબાતું ગયું . મેહરની વાત જવા દો તો પણ મહદ થોડા જ કીલોમીટર પાસે પાસે રહેલા શશી અને સુનંદા પણ એકબીજા સાથે વાત કરવાને બદલે પોતાના તૂટેલા સબંધોની હિન્ટ આપતા રહ્યા અને સરવાળે સુલઝી શકે એવી કે પૂરી શકાઈ એવી એક તિરાડ વધુ પહોળી થતી ગઈ .

અહી ચર્ચા શોશીયલ સાઈટ્સના ફાયદા ગેરફાયદાઓની નથી . નો ડાઉટ ફાયદા પણ ઘણા છે પણ વાત છે આવી રીતે ઓપન પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ ઉઘાડા થતા , તુટતા , બચતા , ચીરાતા , અને ક્યારેક કરુણ તબક્કે પુરા થતા સબંધોની અને એના વગર વિચાર્યે થતા શોકેશિંગ ની .....!!!!!

૧૯ મી તારીખે અવસાન પામેલી વીતેલા જમાનાની ખુબસુરત અભિનેત્રી સુચિત્રાં સેને વર્ષ ૨૦૦૫માં એમને મળેલો દાદાસાહેબ ફાલકે એવોર્ડ લેવાની એટલા માટે ના પાડેલી કે એમને ફરીથી કોઈ ઝાકઝમાળ વાળી દુનિયા જોવી જ નહોતી .