હું અહીં જ છું સર્વત્ર છું Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અહીં જ છું સર્વત્ર છું

"હું અહીં જ છું સર્વત્ર છું "


પ્રથમે પ્રથમ વખત ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
પિતાજીએ કહ્યું હતું કે જો થાકી જાય તો દર્શન કરીને પાછો આવજે.
પણ ગુરુજીએ કહ્યું હતું કે તારે ઘણી સફર કરવાની છે. શીખવાનું છે. બધે ફરીશ તો નવું જાણવા મળશે.

એક વખત ગુરૂજીએ ધાર્મિક વાર્તા કહેતી વખતે ભગવાન પરશુરામ વિશે કહ્યું હતું.
મહાભારત કથા વખતે ચિરંજીવી અશ્વત્થામા વિશે કહ્યું હતું.
પ્રથમને અશ્વત્થામા વિશે જાણવાની ઈચ્છા હતી.

આખરે જાણવા મળ્યું કે અશ્વત્થામા વર્ષમાં એક વખત ગિરનાર આવે છે અને કાયમ નર્મદા કિનારે જ ફરતા રહે છે. ક્યારે ક્યાં જાય છે એ કોઈને ખબર નથી તેમજ કોઈએ જોયા હોય એવું લાગતું નહોતું.
લોકવાયકા મુજબ ઘણાએ અશ્વત્થામાને જોયા હોય એવું કહેવાય છે.

સાંભળ્યું છે કે અશ્વત્થામા મહાદેવજીની પૂજા કરવા માટે ઓમકારેશ્વર આવે છે.

પણ પ્રથમને એ વાતનું આશ્ચર્ય થતું હતું.

પ્રથમને પાછું આવવાનું મન નહોતું.

ગુરૂજીએ કહ્યું હતું કે તું સતના જજે. નજીકમાં મહિયર દેવી મંદિર છે.માતા શારદાનું મંદિર છે ને શક્તિ પીઠ છે. કદાચ તને ઈશ્વરના સાક્ષાત્કાર થશે.

પહાડીની ટોચ પર શારદા માતાજીનું મંદિર છે.
અહીં આવતા પ્રથમે આલ્હા ઉદલની વાતો સાંભળી.

પ્રાતઃ કાળે આલ્હા ઉદલ માતાજીની પૂજા કરીને અલોપ થઈ જાય છે.
આસ્થા અને વિશ્વાસનો વિષય છે.
બની શકે છે..

પહાડ પર જવા માટે ઉડન ખટોલા હતા.
પણ પ્રથમે નક્કી કર્યું હતું કે આપણે પહાડી પર પગદંડી માર્ગે જ ટોચ પર પહુંચવુ છે.

એવું સાંભળ્યું હતું કે શ્રી રામચંદ્ર વનવાસ દરમિયાન અહીંની તળેટીમાં બે ચાર મહિના રોકાયા હતા.

જેમ ચાલતો જાય છે એમ પ્રથમને આલ્હાદક વાતાવરણનો અનુભવ થાય છે.

એટલામાં વાઘની ગર્જનાનો અવાજ સંભળાયો.

ચાલનારા બહુ ઓછા દેખાતા હતા.


પ્રથમને કોઈએ કહ્યું કે ઘણી વખત વાઘ આવે છે પણ એને છંછેડો તો હુમલો કરે છે. માટે ડરવું નહીં.

પ્રથમનો ડર ઓછો થયો.

પ્રથમે જોયું તો હવે આગળ પાછળ ચાલનારા દેખાતા નહોતા.

થોડે આગળ જતાં એક નાની બાલિકાને જોઈ.

પ્રથમને નવાઈ લાગી.
અહીં એકલી ને ચાલતી?
એના માતાપિતા પણ દેખાતા નથી.

પ્રથમ એ બાલિકા પાસે આવ્યો.

બાલિકાના મુખ પર નિર્દોષ સ્મિત આવી ગયું.

પ્રથમ:-' હે બાલિકે, તને બીક લાગતી નથી? તારા માતાપિતા ક્યાં છે? હમણાં વાઘની ગર્જના તેં સાંભળી નથી? છતાં પણ‌ એકલી ચાલે છે. ચાલ તને તારા માતાપિતા પાસે લઈ જાઉં.'
-------------

"હું અહીં છું સર્વત્ર છું"


આ સાંભળીને બાલિકાએ આજુબાજુ જોયું.
પછી પર્વત પર દેખાતા મંદિર તરફ જોયું.
પાછું પ્રથમ તરફ જોઈને માસુમ હાસ્ય કર્યું.

બાલિકા નું હાસ્ય પ્રથમને આલ્હાદક આનંદ આપતું હોય એવું લાગ્યું.
એને થતું હતું કે આ આમ જ સ્મિત કરતી રહે. દર્શન કરવામાં મોડું થાય તો વાંધો નથી.આ બાલિકાના માતાપિતા પાસે પહોંચાડી શકું તો ઘણું છે. આ મારા માટે અજાણ્યો રસ્તો છે એમ આના માટે પણ અજાણ્યો જ હશે.એને પુંછું કે આ પહેલા તું આવી છે?

પ્રથમ:-' હે બાલિકા.. તારું નામ શું છે? તું પહેલી વખત દર્શન કરવા આવી છે? ને તારા માતાનું નામ શું છે?'
આટલું બોલીને પ્રથમે બાલિકા તરફ જોયું.
બાલિકાએ યલો કલરનું ફ્રોક પહેર્યું હતું.
એના નાનકડા હાથમાં જ્યૂટની નાનકડી બેગ હતી.
પ્રથમને નવાઈ લાગી.
હવે તો નાના બાળકો પણ બેગના શોખીન થતાં જાય છે.કોઈ ગુંડો લફંગો ચોરી જાય એ એના માતાપિતાને ખબર નહીં પડતી હોય? ને માબાપ પણ કેવા કહેવાય.. છોકરીનું ધ્યાન પણ રાખતા નથી ને દર્શન કરવા માટે આગળ આગળ દોડી જાય છે.આમ જ છોકરાઓ ગુમ થઈ જાય છે.ને નીચે કેટલી ઉંડી ખીણ છે.લપસી જવાય તો રામ રમી જાય.
ઓહ..રામ... રામચંદ્ર ભગવાન સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ પાવન તીર્થમાં રહ્યા હતા. હું ધન્ય બની ગયો છું.
એટલામાં પેલી બાલિકાને ફરીથી હસતી જોઈ.

બાલિકા:-' ભાઈ... તું પ્રથમ વખત દર્શન કરવા આવ્યો છે?'

પ્રથમે બાલિકાના મુખેથી મધુર સ્વરે ભાઈ શબ્દ સાંભળ્યો.
આહ..એમ થાય છે કે ભાઈ ફરીથી બોલે. સ્વર્ગ નું સુખ મળ્યું હોય એવું લાગે છે ને માનસિક શાંતિ કેવી લાગે છે? અજાણ્યા સાથે વાતચીત કરતા બીક પણ લાગતી નથી.

પ્રથમ:-' હા.. હું પ્રથમ વખત દર્શન કરવા આવ્યો છું. મારું નામ પ્રથમ છે ને તું પહેલી વખત આવી છે? તારું નામ શું છે?'

પેલી બાલિકાના મુખ પર મોહક સ્મિત આવી ગયું.
બોલી:-' ના રે ના.. હું કેટલીય વખત આવી છું એટલે મને રસ્તો ખબર છે માટે માબાપ નિશ્ચિત છે. મારું નામ? મારા નામ પુછીને શું કરીશ ભાઈ? આપણે તો અજાણ્યા માર્ગે ભેગા થયેલા મિત્રો છીએ.'

પ્રથમને હસવું આવ્યું.
આટલી નાની ટેણી છે ને મારી સાથે મિત્રતા ભરી વાતો કરે છે જાણે મને ઘણા વખતથી ઓળખતી ના હોય? કોણ હશે આ બાલિકા?

- કૌશિક દવે

"હું અહીં છું સર્વત્ર છું "




બાલિકા બોલી:-' ના રે ના.. હું કેટલીય વખત આવી છું એટલે મને રસ્તો ખબર છે માટે માબાપ નિશ્ચિત છે. મારું નામ? મારા નામ પુછીને શું કરીશ ભાઈ? આપણે તો અજાણ્યા માર્ગે ભેગા થયેલા મિત્રો છીએ.'

પ્રથમને હસવું આવી ગયું.
બોલ્યો:-' છતાં તારું નામ કહે. તારું સ્મિત મોહક છે એમ લાગે છે કે માતાજી બાલ સ્વરૂપે મારી સમક્ષ છે.તારા માબાપનું નામ?'

બાલિકા:- ઓહ નામ મેં ક્યા રખ્ખા હૈં?કોઈ મુજે દેવી કહેતે હૈ કોઈ સીતા. કોઈ લક્ષ્મી..પણ મારું સાચું નામ ગૌરી છે. ને હું એકલી ક્યાં છું?સાથે મારો મોટા ભાઈ છે.'

બાલિકાની નજર પ્રથમના હાથ પર પડી.
બાલિકા:-' ઓહ.. ખાલી હાથે! હાથમાં નાડાછડી નથી બાંધી? ને પ્રસાદમાં શું છે?'

પ્રથમ:-' મને એમ કે દર્શન કરતાં પહેલાં મંદિરમાં નાડાછડી બાંધીશ. પ્રસાદમાં સાકર લીધી છે.'

બાલિકા:-' ઓકે મારી પાસે નાડાછડી છે. ને સાકર છે કે સાકરિયા છે? મને આખી સાકર ભાવે છે. સાકરિયા પણ. જો સાકર હોય તો સાકરિયા ના ખાઉં. ચાલો તને નાડાછડી બાંધું એટલે બહેન તરીકેની ફરજ બજાવું.'

આમ બોલીને બાલિકા ગૌરીએ નાનકડી બેગ ખોલીને નાડાછડી કાઢી.એ વખતે બેગમાંથી બે પીળા ફૂલ પડી ગયા ને ગૌરીના પગ પાસે પડી ગયા.

પ્રથમ:-' માતાજી માટેના ફૂલ પડી ગયા. હવે શું કરીશ?'

બાલિકા:-' નસીબમાં જે હોય એ. આખો પર્વત પવિત્ર છે એટલે માતાજીને પુષ્પ મળી ગયા. હવે નાડાછડી બાંધવી છે કે હું ચાલતી થાઉં.'

નાનકડી ગૌરી જાણીજોઈને રિસાઈ ગઈ.

પ્રથમ:-' ઓહ મારી માતાજી.ઓ મારી મોટી બહેન તારી ઈચ્છા હોય તો બાંધ.'

ગૌરીએ પ્રથમના હાથ પર નાડાછડી બાંધી.
બોલી:-' ભાઈ મને ભૂખ લાગી છે. નાસ્તો માબાપ પાસે છે. આ નાડાછડી બદલે મને નાસ્તો નહીં આપે? તારી પાસેની બેગમાં નાસ્તો હશે જ.'

પ્રથમ:-' મમ્મી એ મારા માટે સુખડી બનાવી છે એ તને આપું ને તને સાકર ભાવે છે તો એ પણ ગ્રહણ કર.'

ગૌરી:-' પછી માતાજી માટે પ્રસાદ?'

પ્રથમ:-' મારી પાસે બે પડિકા છે એક તું લે ને બીજાનો પ્રસાદ ચઢાવીશ.'

ગૌરીએ સુખડી અને સાકર ખાધી.
ગૌરી:-' હાશ મને સંતોષ થયો. હવે હું જલ્દી ભાગીને માબાપ પાસે જતી રહું.'

એમ બોલીને ગૌરી દોડવા લાગી.
પ્રથમ હસવા લાગ્યો.
નાનકડા બાળક ભગવાનનું સ્વરૂપ છે. કદાચ ભગવાન પરીક્ષા લેવા આવ્યા હોય.

એટલામાં પાછળ બે યાત્રીઓ આવતા હતા.
બોલ્યા:-' આ તમે એકલા એકલા કોની સાથે વાત કરતા હતા? અમે દૂરથી જોઈ રહ્યા હતા.'

પ્રથમને નવાઈ લાગી.
બોલ્યો:-' એક બાલિકા ભૂલી પડી હતી એને ભૂખ લાગી હતી એટલે પ્રસાદ અને સુખડી આપતો હતો.'

યાત્રી હસી પડ્યા.
બબડતા ગયા..
આ ચાલીને આને ભ્રમણા થઈ લાગે છે. કોઈ દેખાતું નહોતું.

પ્રથમ થોડીવારમાં શારદા માતાજીના દર્શન કરવા મંદિરે પહોંચી ગયો ને દર્શન કર્યા પણ એને ક્યાંય ગૌરી નાનકડી બાલિકા દેખાઈ નહીં.

પ્રથમની નજર હાથ પરની નાડાછડી પર પડી.
ઓહ.. માતાજી બાલ સ્વરૂપે આવ્યા હતા એવું લાગે છે.
એટલામાં પવન આવ્યો.ને પ્રથમને બાલિકાનો અવાજ સંભળાયો.

ભાઈ સંભાળીને જજે ને અમરકંટકમાં તને કોઈ મળશે.
મહાદેવજીના દર્શન કરજે. હું અહીં છું હું સર્વત્ર છું.

પવન ઓછો થયો.
પ્રથમે આજુબાજુ જોયું પણ એ બાલિકા દેખાઈ નહીં.
પ્રથમે ફરીથી માતાજીને પ્રણામ કર્યા ને અમરકંટક જવા રવાના થયો.
- કૌશિક દવે