Anhad Prem - 3 books and stories free download online pdf in Gujarati

અનહદ પ્રેમ - 3

અનહદ પ્રેમ 💞
Part-3

વિજયની વાત સાંભળીને મોહિતના ચહેરા પર નિરાશા છવાય ગઈ. પરંતુ થોડીવાર કઈક ઊંડો વિચાર કરીને નિસાસો નાખતા બોલ્યો" હા ખબર છે મને કે હું અને મિષ્ટી આ જન્મમાં તો એક થઈ શકવાના જ નથી. પણ મિષ્ટી મને નહિ મળે એ વિચારીને હું એને પ્રેમ કરવાનું બંધ કરી દવ તો એને પ્રેમ થોડો કેહવાય. પ્રેમમાં પામવાનો કોઈ મોહ હોતો જ નથી. અને મારો અને મિષ્ટીનો સબંધ કઈક અલગ જ છે. મિષ્ટી સાથે ભલે હું શરીરથી નથી મળી શકતો પણ અમારું આત્માનું મિલન તો ક્યારનું થઈ ગયું છે. રાધા કૃષ્ણ ની જેમ શરીર ભલે અલગ છે પણ અમારી આત્મા તો એક જ છે. મિષ્ટી ભલે મારાથી દુર છે. પણ દિલથી હંમેશા મારી સાથે જ હોયને એવો અહેસાસ થાય છે. અમારો સંબંધ પ્રેમ કરતા પણ વધુ સમજણનો છે. તને ખબર છે ક્યારેક તો એ મારા અવાજ ઉપરથી સમજી જાય છે. કે આજે હું ઉદાસ છું કે મારો મૂડ સારો નથી. તરત મને પૂછશે અરે મોહિત કેમ આજે ઉદાસ છે? કઈ થયું છે? હવે આનાથી વિશેષ તો પ્રેમનું પ્રમાણ શું હોય."

"દોસ્ત શું જિંદગીભર આમજ તેને પ્રેમ કરતો રહીશ?." વિજયે મોહિતના હાથ પર હાથ રાખતા કહ્યું..

" કેમ તને શું લાગે છે. આ કંઈ બે ઘડીનો પ્રેમ છે. ના વિજય મારી તો જિંદગી જ મારી મિષ્ટી છે. એના વગર જીવન અધૂરું લાગે દોસ્ત. મોહિતે થોડા ચહેકતા અંદાજે કહ્યું..

એટલામાં ચાની કીટલી પર કામ કરતો છોટુ બે કટીંગ ચા લઈને આવ્યો અને બોલ્યો"ઓર કુછ ચાહીયે સાહેબ."

મોહિતે તેને ફક્ત ઇશારાથી નાં કહ્યું અને છોટુ ત્યાંથી રવાના થઈ ગયો. અને પોતે ચાની ચુસ્કી માણવા લાગ્યો. અચાનક કંઈક યાદ આવતા એ બોલ્યો." અરે વિજ્યા હેડ જલ્દી ચા પીલે. હજુ આપણે બીજે પણ જવાનું છે. એક ખાસ કામ તો હજુ બાકી જ છે. ચાલ હેડ જલ્દી ફટાફટ કર."

" હવે ક્યાં જવાનું છે.પૂજા તો થઈ ગઈ." વિજયે આશ્ચર્યથી પૂછ્યું...

"અરે તું ચાલ તો ખરી" ફટાફટ ચા પીને કીટલી વાળાને ચાના પૈસા આપતા મોહિત બોલ્યો...

" હા ચાલો બીજું શું ! પણ પેલા કહીશ ક્યાં જવાનું છે."

" જો ભાઈ તું એક કામ કર. અહીંયાથી થોડે આગળ જમણી બાજુ એક ખોડીયાર ડેરી છેને આપણે ત્યાં જવાનું છે. લે ચલ બાઈક તું જ ચલાય લે." મોહિતે વિજયને આદેશ આપતા કહ્યું..

" પણ કેમ ખોડીયાર ડેરીમાં શું લેવાનું છે? અચ્છા હવે મીઠાઈ લેવી છે તારે? પ્રસાદ માટે પણ પૂજા તો થઈ ગઈ ને હવ શું?" વિજયે એક ધાર્યા પ્રશ્નો પર પ્રશ્નો કરવા માંડ્યા..

"કેટલા સવાલો પૂછે છે. ચૂપ ચાપ બાઈક ચલાય હેડ"મોહિતે થોડા અકડાતા સ્વરે કહ્યું...

વિજયે પણ મોહિત ની વાત માનીને બાઈક સ્ટાર્ટ કર્યું અને બંને જણા ખોડીયાર ડેરી તરફ નીકળી ગયા.મંદિરથી દસ જ મીનીટના અંતરે આવેલી ખોડીયાર ડેરી પાસે બાઇક ઊભું રાખતા વિજય બોલ્યો," લે આવી ગઈ તારી ખોડીયાર ડેરી જા હવે જે લેવાનું હોય એ લઈ લે. પણ જો ધ્યાન રાખજે વરસાદના કેટલા પાણી ભરાયાં છે. કેમનો જઈશ તું આમાં જો તો ખરા."

"હા યાર પાણી તો ખૂબ જ ભરાયા છે. પણ શું થાય જવુ તો પડશે જ કારણકે આજે મિષ્ટી નો બર્થડે છે.. " મહિતે ઉત્સાહ પૂર્વક કહ્યું..

આ સાંભળીને વિજયને થોડો ગુસ્સો પણ આવ્યો અને હસુ પણ આવ્યું અને જાણે ભગવાને ફરિયાદ કરતો હોય તેમ બોલ્યો," હે પ્રભુ આ શું હાલત કરી નાખી છે. તે મારા દોસ્તની. પ્રેમમાં શું ખરેખર લોકો પાગલ થઈ જતાં હોય છે? પ્લીઝ પ્રભુ મારે તો ક્યારેય આ પ્રેમ નામના દરીયાંમાં ડૂબકી મારવી જ નથી. આપણે પ્રેમથી દૂર જ સારા"

મોહિત વિજયની વાત સાંભળીને જોર જોરથી હસવા લાગ્યો. માંડ માંડ પોતાની હસી રોકતા બોલ્યો," પાગલ હું નહિ તું છે. પ્રેમ શું છે એ તને ખબર જ ક્યાં છે પાગલ. અને પ્રેમને કરવાનો નાં હોય એ તો થઈ જાય. બેશક પ્રેમમાં તકલીફો ઘણી છે પ્રેમ જેવો મીઠો અહેસાસ બીજો કોઈજ નથી. અને એક વાર આ લાગણીના દરિયામાં ડૂબકી મારો એટલે એમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો પણ નથી. પણ હા એનો અહેસાસ ખૂબ જ રોમાંચક છે."

" બસ બસ લવ ગુરૂ જાવ જાવ હવે તમારે જે લેવાનું હોય એ લઈ લો પણ આ પ્રેમનું ભાષણ મારે નથી સંભાળવું પ્લીઝ" વિજય મોહિતને ટોકતા હાથ જોડીને બોલ્યો..

"ઠીક છે જવ છું. પણ પેલા આ લે મારો મોબાઈલ અને એમાં તારે હું ડેરીની અંદર જવ છું અને પાછો જ્યારે બહાર આવું છું એનો વિડિયો બનાવવાનો છે" મોહિતે વિજયને મોબાઈલ આપતા કહ્યું...

" શું વિડિયો? એ શેના માટે પણ?" વિજયે આશ્ચર્ય ભાવથી પૂછ્યું...

" અરે તું આમ પણ બણ નહિ કર. તને કવ છુ એટલું કર ને મારે મિષ્ટુ ને બતાવું છે કે મે તેનો બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કર્યો. તું બસ વિડિયો સુટ કર બસ બીજો કોઈ સવાલ નહિ કરતો હવે." મોહિતે વિજયને આદેશ આપતા કહ્યું...
વિજયે પણ મોહિતના વાત સામે મુક સંમતિ દર્શાવી વિડિયો બનાવવા માટે હા કહી દીધી. અને તે મોબાઈલમાં મોહિત ડેરીમાં અંદર જાય છે તેનો વિડિયો ઉતારવા લાગ્યો. થોડી જ વારમાં મોહિત બઉ જ બધી ચોકલેટો લઈને ડેરીમાંથી બહાર નીકળે છે. અને વિજય આ પણ મોબાઈલના કેમેરામાં કેદ કરે છે. મોહિત ચોકલેટો લઈને મોબાઈલના કેમેરા સામે ઊભો રહે છે. અને ચોકલેટો કેમેરા સામે બતાવતા બોલે છે," આ જોવો હું શું લાવ્યો છું? આટલી બધી ચોકલેટ. હવે આપણે આનું શું કરવાનું છે ? આપણે આ ચોકલેટો નાના નાના ગરીબ બચાઓમાં વહેચવાની છે. કેમકે આજે મિષ્ટીનો બર્થડે છે. તો ચાલો વિજયભાઈ બાઈક સ્ટાર્ટ કરો અને અહીંયાથી થોડે આગળ આવેલી ઝુંપડપટ્ટી પાસે ઊભી રાખજો."

વિજયે પણ કંઇજ બોલ્યા વગર ચૂપચાપ બાઈક ઝૂંપપટ્ટી તરફ દોડાવી દીધું. લગભગ દસેક મિનિટમાં અંતરે આવેલી એક ઝુંપડપટ્ટી પાસે વિજયે બાઈક ઉભુ રાખ્યું. અને મોહિત ફરી ખીસ્સા માંથી મોબાઈલ કાઢીને વિજયને આપ્યો અને ઇશારાથી જ વિડિયો સુટ કરવાનું કહ્યું..

વિજયે પણ ખોટી કોઈ પણ અર્ગ્યુમેટ કર્યા વગર જ વિડિયો બનાવવા માટે હા કહી દીધી. મોહિત ચોકલેટો લઈને ઝૂંપડપટ્ટીમાં જાય છે. અને વિજય પણ તેની પાછળ પાછળ વિડિયો સુટિંગ કરવા લાગે છે. ત્યાં અંદર જતા જ એક નાનો છોકરો સામે મળે છે. અને મોહિત તેને ચોકલેટ આપતા બોલ્યો," લે બેટા ચોકલેટ ભાવે છેને તને?"

છોકરાએ હા કહેતા મોહિતના હાથમાંથી ચોકલેટ લઈ લીધી. મોહિતે ફરી કહ્યું," જો બેટા આ મોબાઇલ સામે જોઇને હેપી બર્થડે મિષ્ટી દીદી એમ બોલજે. ઓકે.પછી જ ચોકલેટ ખાવાની છે હો."

તે છોકરો થોડો સંકોચ અનુભવતો હતો પણ મોહિતના કહ્યા પ્રમાણે તેને પોતાની તુટક ભાષામાં કહ્યું," હે હેપી બ બર્થડે મિષ્ટી દીદી."

" એમ કહે તમે હંમેશા ખૂબ ખૂબ ખુશ રહો મિષ્ટી દીદી." મોહિત ફરી તેને આદેશ આપતા બોલ્યો .

છોકરો કેમેરા સામે સહેજ શરમાઈને બોલ્યો, "તમે તમે ખૂબ ખુશ રહો."
એટલું કહેતાં તે છોકરો શરમાઈને ત્યાંથી ભાગી ગયો. મોહિતે આગળ મળતા તમામ નાના નાના ગરીબ બાળકોને ચોકલેટ આપી અને બધા પાસે મિષ્ટીને બર્થડે વિશ કરવાનું કહ્યું અને તે બધું જ વીડિયોમાં કેદ કરી લીધું. એજ ઝુંપડપટ્ટીમાં અંદર જતા એક દાદા દાદી સાવ એકલા જ રહેતા હતા અને નિસંતાન હતા. મોહિતે તેમની પાસે જઈને કહ્યું" લો બા દાદા ચોકલેટ ખાવ આજે મારી મિષ્ટીનો જન્મ દિવસ છે. અને હા જોવો તમારે મોબાઈલના કેમેરા સામે જોઇને મારી મિષ્ટી ને આશીર્વાદ આપવાના છે હો"

" મિષ્ટી બેટા આજે તમારો જન્મદિવસ છે એ નિમિતે અમે આ ચોકલેટ ખાઈએ છીએ તમે ખૂબ ખુશ રહો. તમારી જોડી સદા સલામત રહે એવા અમારા આશીર્વાદ છે. હો બેટા" દાદા દાદી બંને મોબાઇલના કેમેરા સામે જોઈ આશીર્વાદ આપતા કહ્યું..

આ સાંભળી મોહિત એકદમ ગદગદ થઈ ગયો. જાણે કોઈ મહત્વનું કામ પૂરું થયું હોય તેમ તેના ચહેરા પર એક હાશકારો વર્તાતો હતો. તેનો ચહેરો ખૂબ જ પ્રસન્ન હતો. બાકી વધેલી ચોકલેટો પણ ત્યાં બેઠેલા ગરીબોમાં વહેંચી દીધી અને ઝુંપડપટ્ટી માંથી બહાર નીકળતા બોલ્યો, " હાશ ખૂબ જ સારી રીતે મિષ્ટીનો બર્થ ડે ઉજવાઈ ગયો ચલ હવે આપણે આપણી જગ્યાએ જઈએ આપણી બેઠકે રિવરફ્રન્ટમાં પરની પાળીમાં બેસી મસ્ત ચા ની મજા માણીશું. એટલામાં વિજયના મોબાઈલની રીંગ વાગે છે અને મોબાઈલની સ્ક્રીન પર જોવે છે તો દિશાનો કોલ હોય છે...

ક્રમશ..
વધુ આવતા અંકે...

#Alwyas smile 😊❤️
✍🏼Meera soneji

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED