અનહદ પ્રેમ - 9 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ પ્રેમ - 9

અનહદ પ્રેમ 💞
પાર્ટ - 9

આરવી ને આમ અચાનક ઓફ્લાઈન થતા જોઈને હું મૂંઝાયો મને થયું કદાચ મારા આઇ લવ યુ નો મેસેજ જોઈને એ મારા પર ગુસ્સે થઈ ગઈ હસે. એટલે મે ફરી મેસેજ કર્યો." આઈ લવ યૂ એઝ અ ફ્રેન્ડ"..

આરવી એ તરત મેસેજ જોયો અને હસવા વાળું ઈમોજી મોકલી દીધું. અને તરત ગુડ નાઈટ કહીં દીધું. મે તરત મેસેજ કર્યો." એક વાત કહું"

" હવે શું કહેવું છે? બોલ જલ્દી મારે સૂઈ જવું છે. કાલે સવારે વહેલા ઊઠવાનું છે. તમારી જેમ નથી સાહેબ કે નવ નવ વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહીએ." આરવી એ મને ટોન્ટ મારતાં કહ્યું...

મે જરા સંકોચ અનુભવયો. છતાં ફરી મેસેજ કર્યો," હા હા ખબર છે. પણ તારો વધારે સમય નહિ લવ. બસ ખાલી એટલું કહવું હતું કે શું હું તને મારું મનગમતું નામ આપી શકું?"

"એટલે? હું કંઈ સમજી નહિ તું શું કહેવા માંગે છે."આરવી જાણે જાણતા છતાં અજાણતાનો ડોળ કરી રહી હતી .

" તું મારી મનપસંદ વ્યક્તિ છો. જેની સાથે હું મારા દિલની બધી જ વાત કહી શકું છું. એટલે હું તને મારા મનગમતા નામથી સંબોધવા માંગુ છું." મે એને ફરી સમજાવતા કહ્યું..

"અચ્છા શું નામ?"

"મિષ્ટી, આ નામ મને ખૂબ પ્રિય છે. તો મારું મનગમતું નામ મારા મનગમતા વ્યક્તિ ઉપર ખૂબ શોભે છે." આટલું લખીને હું સામે તેના મેસેજનો જવાબની અધિરાયપણે રાહ જોતો રહ્યો. મનમાં એક અજીબ ડર પણ હતો. કે આરવી મારા વિશે શું વિચારશે.

આરવી ઓનલાઈન હોવા છતાં પણ જવાબ આપતી નો હતી. મારા મનમસતિકમાં હજોરો વિચારોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. હું ફરી મેસેજ ટાઇપ કરવા લાગ્યો. ત્યાં જોયું કે આરવી પણ કંઇક મેસેજ ટાઈપ કરતી હતી. આ જોઈને હું વોટ્સઅપ મેસેન્જર માંથી ડાયરેક્ટ બહાર નીકળીને તેના મેસેજની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં મેસેજ ની રીંગ ટોન વાગી. હું અંદરથી એકદમ નર્વસ ફીલ કરી રહ્યો હતો. છતાં મેસેજને જલ્દી વાંચી લેવાની એક તાલાવેલી તો હતી જ એટલે મોબાઈલ સ્ક્રીન પર આવેલા નોટિફિકેશનમા જ મેસેજ વાંચી લીધો.

" હા તું મને મિષ્ટી કહી શકે છે. પણ મે પણ તારું એક નામ વિચારી રાખ્યું છે."
મેસેજ વાચતા જ મે તરત વોટ્સઅપ ખોલી મેસેજ કર્યો," શું નામ?"

"કાળિયો" આટલું કહીને તેને હસવાના ઈમોજી મોકલી દીધા..

"અચ્છા મારું આ નામ તને અર્પિતા એ કહ્યું લાગે છે. ચાપલી આટલું મોટું રાઝ એને ખોલી કાઢ્યું. એ પણ તારી સામે હે ભગવાન હવે શું થશે મારું."

" હા તેરા ક્યાં હોગા કાળિયા" આરવી મારી મસ્તી કરતા બોલી..

" એ હલ્લો મેડમ કાળિયો મને નાનપણમાં મારા દાદી બોલાવતા હતા. હવે હું કાળિયો નથી એકદમ ગોરો ગોરો છું. છોકરીઓ મરે છે મારા રંગ પર." મે પણ તાવમાં કહી દીધું

"અચ્છા સારું ને ભલે મરી જતી પણ હું તો હવે તને કાળિયો જ કહીશ."

બસ એ દિવસે પછી તો હું આરવીને મિષ્ટી કહેવા લાગ્યો. અને તે પણ મને ઘણી વાર કાળિયો કહીને ચિડવતી. તે મને મારા કામમાં પણ મોટીવેટ કરતી. ક્યારેય પણ કોઈ વાતને લઈને હું ઉદાસ હોવ તો ખૂબ પ્રેમથી સમજાવતી. હંમેશા કહેતી કે" જો મોહિત તારી ઉંમરમાં જોશ હોય હું માનું છું. પણ એ જોશ આપણા ગ્રોથ પ્રત્યે અને કામ પ્રત્યે હોવુ જોઈએ. દરેક વખતે લાગણીમાં વહી જવું જરૂરી નથી. એ પણ. એવા લોકો માટે જેને આપણી કોઈ વેલ્યુ જ નાં હોય"..

બસ કઈક આવી જ રીતે આ દોસ્તી મારા માટે અનહદ પ્રેમ માં ફેરવાઈ ગઈ. હવે તું જ કહે વિજય આવી છોકરીને પ્રેમ કરીને મે ખોટું કર્યું છે?. હા એ વાત અલગ છે કે એ મારા માટે જે કંઈ પણ કરે છે. એ દોસ્તી ખાતર દોસ્તીમાં રહેલા નિસ્વાર્થ પ્રેમ ભાવથી કરે છે. અને હું એને મારું દિલ દઈ બેઠો છું. પ્રેમ કરી બેઠો છું. મારો પ્રેમ પણ પવિત્ર છે. મને તેના શરીરની કોઈ ચાહ નથી. મને તેને કોઈ પામવાની પણ ઈચ્છા નથી. બસ જીવનભર આમ જ રહેવા પણ ત્યાર છું. મે મારું જીવન એને નામે કરી દીધું છે. મારી મિષ્ટિ ઉર્ફ આરવી નાં નામે.

" મોહિત મિષ્ટી મેરીડ છે. એ તને ક્યારેય મળી જ નહિ શકે. એ જાણવા છતાં આટલો પ્રેમ શા માટે?" વિજયે આતુરતાથી પૂછ્યું..

"શું કરું વિજય મિષ્ટી છે જ એવી કે પ્રેમ થઈ જાય. તને કહું એક દિવસ હું બઉ જ બીમાર પડ્યો હતો. આખી રાત મને તાવ આવ્યો હતો. એને બીજે દિવસે સવારે ખબર પડી એટલે તરત મારી મમ્મીને કોલ કર્યો અને કહું કે તમે જલ્દી થી અમદાવાદ પહોંચો અને મોહિત ને સારી હોસ્પિટલમાં લઇ જાવ. અને જ્યાં સુધી હું સાજો નાં થયો ત્યાં સુધી એ મને રોજ કોલ કરીને મારી કેર કરતી. બધુજ પૂછતી તું જમ્યો? તે દવા લીધી? હવે કેવું લાગે છે મોહિત?"

"તો શું એ પણ તને પ્રેમ કરતી હશે?"

" શું ફેર પડે છે. કે એ મને પ્રેમ કરે કે ન કરે હું તો બસ મારી મિષ્ટીને જ પ્રેમ કરીશ.અને આ જીવન કરતો રહીશ. ખબર છે કે તે મને મળવાની નથી તો પણ મે મારું જીવન તેને નામ કરી દીધું છે. અને હવે હું આમ જ રહીશ"

" જો મોહિત તારી આ જ વાતો મને અકળાવી મૂકે છે. આખી જિંદગી આમ રહેવું સહેલું નથી. તને પણ સંસાર માંડવાનો હકક છે. તારા મમ્મી પપ્પાને તારા થી કઈક તો ઉમીદ હશેને. એમનું તો વિચારીને ભવિષ્યમાં લગ્ન કરવા જ પડશે."

"ના હું કોઈ છોકરી સાથે અન્યાય નથી કરવા માંગતો. કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીને શું ફાયદો જ્યારે મારું દિલ મિષ્ટીમાં હોય. હું કોઈ છોકરી નું જીવન ખરાબ નથી કરવા માંગતો. ભલે હું જેને ચાહું છું એ મને ના મળે પણ મને કોઈ હક્ક નથી. કોઈના જીવન સાથે રમત કરવાનો. દિલમાં મિષ્ટી વસી હોયને તેનાથી કોઈ બીજા સાથે રહું એ મારા મતે યોગ્ય તો નથી જને. એ તો કોઈને છેતરવું કહેવાય. એ પાપ મારાથી નહિ થાય." મે વિજયની વાતનો વિરોધ કરતા કહ્યું...

"અરે શું પાપ ને પુણ્ય એ નક્કી કરવા વાળો તું કોણ છે ભાઈ? એ બધું ભગવાન પર છોડી દેને. આપણું આપના માં બાપ પ્રત્યે પણ કોઈ ફરજ છેને? . આપણા મા બાપનું દિલ દુઃખાવું એ તો સૌથી મોટું પાપ છે. તારી એ લોકો પ્રત્યે પણ કોઈ જવાબદારી હોય કે ન હોય. અને ભાઈ ઘણા તારા જેવા સાચા પ્રેમીઓ માં બાપ ખાતર પોતાના પ્રેમને ભૂલીને જીવનમાં આગળ વધે જ છે. કદાચ સુખી પણ છે. તું એકલો નથી જેના જીવનમાં આવી વિકટ પરસ્થિતિ આવી હોય સમજ્યો." વિયજ એકદમ જ મોહિત પર ગુસ્સે થતા બોલ્યો. અને તરત ત્યાંથી નીકળીને રીવરફ્રન્ટનાં ગેટ તરફ ચાલવા લાગ્યો..

મોહિત પણ વિજયના ગુસ્સા પાછળના ભાવને સમજતો હતો. તેના ગુસ્સા પાછળ તેના પ્રત્યેના પ્રેમને અનુભવી રહ્યો હતો. એટલે મોહિત પણ કંઈ બોલ્યા વગર તેની પાછળ પાછળ દોરાઈ ગયો. વિજયે તરત બાઈક સ્ટાર્ટ કર્યું અને મોહિતને બેસી જવા માટે ઈશારો કર્યો. મોહિતનાં બેસતાં જ વિજયે બાઈક પુર ઝડપે દોડતી મૂકી. થોડીવાર સુધી તો કોઈ કશું બોલ્યું જ નહિ. થોડે આગળ એક રેસ્ટોરન્ટ પાસેથી પસાર થતા મોહિત બોલ્યો," અરે વિજય બાઈક ઉભુ રાખ આપણે અહીંયા જમી લઈએ. બઉ ભૂખ લાગી છે યાર.

વિજયે તરત રેસ્ટોરન્ટની સામે બાઈક ઊભી રાખી દીધી. અને ચૂપચાપ કાઈ પણ બોલ્યા વગર રેસ્ટોરન્ટમાં જતો રહ્યો. મોહિત ને ખબર હતી કે વિજય તેનાથી નારાજ છે. પણ તેની નારાજગી માં પણ તેના પ્રત્યેની લાગણી રહેલી હતી. વિજયને આમ ચૂપચાપ જતા જોઈ મોહિતને પણ તેના પ્રત્યે લાગણી ઉભરાઈ આવી. મહિતને થયુ કે દોડીને વિજયને પાછળથી એક જાદુની ઝપ્પી આપી દવ પણ તેને પોતાની લાગણી પર કંટ્રોલ કરીને તેની પાછળ પાછળ દોરાઈ ગયો.

બંને જણા પોતપોતાની પસંદગીની વાનગી મંગાવીને ચૂપચાપ જમી રહ્યા હતા. બંને વચ્ચે નીરવ શાંતિ જાળવાઈ રહી હતી. અંતે મોહિતે પોતનું મૌન તોડતા કહ્યું," વિજય યાર તું આમ મારાથી નારાજ ના રહીશ. તને ખબર છે આ અમદાવાદ શહેરમાં એક તું જ છે જેની હું સૌથી નજીક છું. તું જે કહે હું મારા દિલને કેવી રીતે સમજાવું. હું મિષ્ટીને ખુબ પ્રેમ કરું છું. એનાથી અલગ થઈને હું જીવવી જ નહિ શકું."

" શું તારી મિષ્ટીને ખબર છે કે તું એને એટલો અનહદ પ્રેમ કરે છે? તે ક્યારેય તારા પેમનો એકરાર કર્યો તેની સામે?" વિજયે સહેજ મોટા અવાજે મોહિતને પ્રશ્ન કર્યો

આટલું સાંભળતા મોહિત હસવા લાગ્યો. મોહિત ને આમ હસતા જોઈને વિજય અચરજ પામ્યો અને બોલ્યો, " શું હસે છે?"

" હા ભાઈ કહ્યું હતું. અને મિષ્ટી મેડમ આ સાંભળીને મારાથી નારાજ થઈ ગયા હતા. પૂરા સાત દિવસ હા એક અઠવાડિયું એને મારી સાથે વાત ન કરી. એને મનાવતા મનવતા નાકે દમ આવી ગયો તો ભાઈ." આટલું કહેતા એ ફરી હસી પડ્યો ..

" મતલબ શું થયું હતું. એને શું કહ્યું તને?" વિજયે આતુરતાથી પૂછ્યું...

ક્રમશ...
વધુ આવતા અંકે....