અનહદ પ્રેમ 💞
Part- 8
અર્પિતા સાથે વાત થયા પછી આરવી વધુ ચિંતામાં રહેવા લાગી. અનેક વિચારોથી ગહેરાવા લાગી. ફરી તેને મને મેસેજથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. " હલો મોહિત, ક્યાં છે તું?, તારી તબિયત તો સારી છેને?, કેમ મેસેજનો જવાબ નથી આપતો?, કઈ થયું છે?" આરવી એ મેસેજમાં ધડાધડ પ્રશ્નનો વરસાદ કરી દીધો.
આ વખતે મે તેના મેસેજ સીન કર્યા ખરા પણ કોઈ જવાબ ન આપ્યો. એટલે આરવી એકદમ ગુસ્સામાં બોલી," ઓહ તું મારા મેસેજ જોવે છે પણ જવાબ નથી આપતો. મતલબ તું મને ઇગનોર કરે છે. જો એ મોહિતયા દસ મિનિટમાં તારો મેસેજ નાં આવ્યોને તો હું તને બ્લોક કરી દઈશ."
આરવીનો ગુસ્સો સવભાવિક હતો. હું સમજી શકતો હતો એના ગુસ્સા પાછળના ભાવને. આરવીની આવી ધમકીથી મને પણ અહેસાસ થયો કે હું એના મેસેજ ઈગનોર કરીને ખોટું કરું છું એટલે મે એક ઊંડો નિસાસો નાખતા જવાબ આપ્યો," હા આરવી બોલ સોરી હું જરા કામમાં વ્યસ્ત હતો એટલે તારા મેસેજનો જવાબ આપી નહોતો શકતો."
"કોની સામે જૂઠું બોલે છે મોહિત? હું તને નથી ઓળખતી? મને ખબર છે કે તું કોઈ ટેન્શનમાં છો. હવે ખોટા નાટક કર્યા વગર બોલ શું થયું છે?
" અરે આરવી સાચે એવું કંઈ જ નથી" મે આરવીની વાતને નકારતા કહ્યું..
"અચ્છા તો ચલ મારા સમ ખાઈને કે કે કાંઈ નથી થયું" આરવી એ મારા પર થોડો દબાણ નાખતા કહ્યું...
આવીએ સમ આપ્યા એટલે હું પણ થોડો ઢીલો પડી ગયો. અને આરવી ને કોલ કરવા માટે પૂછ્યું. આરવી એ મેસેજ જોતા તરત મને કોલ કર્યો. કોલમાં મારો અવાજ સાંભળતાં જ એ બોલી." આ જો તારો અવાજ જ કહી દે છે. કે તું કેટલો ટેન્શનમાં છો. બોલ હવે શું થયું છે?."..
હું એક ઊંડો નિસાસો નાખતા બોલ્યો, " આરવી તને તો ખબર છે ને કે મારું અને મારા પપ્પાનું બોર્ડિંગ જરાય સારું નથી. અમારા બંને વચ્ચે વાતચીત ખૂબ ઓછી થાય છે. અને અત્યારે જ લોકડાઉનમાં હું આખો દિવસ ઘરમાં જ હોઉં છું. પપ્પા ની સામે જ હોવ છું."
"હા તો સારું ને આજ સમય છે તારા ને તારા પપ્પાના સંબંધને સુધારવાનો જે સમય મળ્યો છે એનો લાભ ઉઠાવને એમની વધુ નજીક જવાની કોશિશ કર વાતચીત કરવાની કોશિશ કર. વાતચીત કરવાથી સંબંધ સુધરશે. મને નથી ખબર કે તારા ને તારા પપ્પા વચ્ચે શું પ્રોબ્લેમ થઈ છે. પણ હા આજ સમય છે. સંબંધને સુધારવાનો." આરવી તરત મને અટકાવતા બોલી..
" હા તું સાચું કહે છે પણ કદાચ મારી કિસ્મત જ મારો સાથ નથી આપતી. એમાં થયું એવું કે બે દિવસ પહેલા મારાથી એક ખુરશી તૂટી ગઈ. ખુરશી ભૂલથી તૂટી હતી છતાં પણ પપ્પા મને ખૂબ બોલ્યા. અને મારાથી પણ ગુસ્સામાં પપ્પાને સામે કહેવાય ગયું. અમારા વચ્ચે સંબંધ સુધરવાની વાત તો દૂર રહી પણ નાની નાની બાબતે આર્ગ્યુમેન્ટ થવા લાગી છે. બસ એ વાતનું મને બહુ દુઃખ થયું. મને પણ એટલો બધો ગુસ્સો આવ્યો ને કે હાલ ને હાલ એક ખુરશી લઈ આવું. પણ શું કરું? અત્યારે લોકડાઉનના લીધે બધું જ બંધ છે. અત્યારે હું અને પપ્પા એકબીજા સાથે વાત પણ નથી કરતા. એટલે બે દિવસથી હું થોડો પરેશાન છું." મે આરવી ને મારા દિલની બધી j વ્યથા કહી દીધી....
" બસ આટલી નાની વાતમાં તું પરેશાન છે. અરે મોહિત એ તારા પપ્પા છે તને બોલ્યા તો શું થઈ ગયું. એ તારાથી મોટા છે. તો કહે એમાં આટલું બધું મન પર લેવાની શું જરૂર છે." આરવીએ જાણે મારી વાતનો વિરોધ કરતા કહ્યું..
"અરે પણ મારો કોઈ વાંક હતો જ નહિ. આરવી ખુરશી ભૂલથી તૂટી છે. અને હવે હું નાનો નથી કે એ મારી પર આટલી નાની બાબતમાં રડો નાંખે છે." મેં પણ મારી વાતને મહત્વ આપતા કહ્યું..
" જો મોહિત છોકરાઓ ગમે તેટલા મોટા થઈ જાય ને તો પણ મા બાપ માટે તો એ લોકો નાના જ રહે. જેટલો હક એમનો તને પ્રેમ કરવાનો છે એટલો હક તારી ભૂલ હોય ત્યાં તને ખીજાવાનો પણ છે."
"હા તો ભૂલ હોય ત્યાં કહેને પણ મારી કોઈ ભૂલ હતી જ નહીં. છતાં પણ એ મને કેટલું બધું બોલ્યા." મેં આરવીની વાત વચ્ચે જ કાપતા કહ્યું...
" હા તો હોય શકે કે તારા પપ્પા કોઈ ટેન્શનમાં હોય અને કદાચ એનું ફ્રેશસ્ટેશન તારા ઉપર નીકળી ગયું હોય. મોહિત અત્યારે ઘરે ઘરે બધાની હાલત એવી જ છે. લોકડડાઉન ના લીધે બધાના કામ ધંધા બંધ થઈ ગયા છે. બધા ટેન્શનમાં છે કે આવનાર સમય કેવો આવશે. અને તારાથી પણ ખુરશી તો તૂટી જ છે ને ભલે ભૂલથી તો ભૂલથી. તો એ વાતનો સ્વીકાર કરીને ભૂલ સુધારો. ક્યારેક એવું પણ થાય કે આપણી ભૂલ ના હોય ને તો પણ માફી માંગી લેવી જોઈએ. કારણ કે એ આપણાથી મોટા છે. આમ આર્ગ્યુમેન્ટ કરવાનો શું ફાયદો. આમ સામા જવાબ આપવાને બદલે ત્યારે જ જો ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી હોત તો વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હોત." આરવી એ મને સમજાવતા કહ્યું...
" હા આરવી તું સાચું કહે છે. પણ ખબર નહિ કેમ મને મારા ગુસ્સા ઉપર કંટ્રોલ જ ના રહ્યો અને હું સામે બોલી ગયો."
" તું કંટ્રોલ કરતાં શીખો. એ તારા મમ્મી પપ્પા છે એ ગુસ્સો કરે એ વ્યાજબી છે. પરંતુ તું એમના પર ગુસ્સો કરે એ સારું નથી. અને આપણા મા-બાપ આપણું ક્યારેય ખોટું તો નહીં જ ઈચ્છે. અને એ તને બોલ્યા એની પાછળ કંઈક કારણ પણ હશે ને. અને તું વિચાર એ ખુરશી ભલે બહુ કીમતી નહીં હોય પરંતુ એમના મહેનતનાં પૈસાની તો છેને. જે વસ્તુ કદાચ તારા માટે સામાન્ય ગણાતી હોય પરંતુ એમને ખબર હોય કે એક વસ્તુ વસાવવા માટે એમને કેટલી મહેનત કરી છે. એ જ્યારે તું તારા પૈસાની ખુરશી લાવે ને ત્યારે તને એની ખરી કિંમત સમજાશે."
આરવીની આવી સમજદારી ભરી વાતો સિદ્ધિ મારા દિલ પર ઉતરી ગઈ. એ દિવસે મને એ છોકરી પ્રત્યે ખૂબ માન થયું. હું ખરેખર પોતાની જાત પર ગર્વ મહેસુસ કરતો હતો કે મને આરવી જેવી સમજદાર છોકરી એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે મળી. બસ એ જ વખતે દિલમાં તેના પ્રત્યે લાગણી જાગી બસ દિલમાંથી એક અવાજ આવ્યો. કે જો આના જેવી છોકરી જીવનમાં મળી જાય ને તો બોસ આપણું જીવન મસ્ત બની જાય.
તેને મારી આગળ પ્રોમિસ માંગ્યું. કે હું આજે જ પપ્પા સાથે પ્રેમથી વાત કરીશ. અને મારા વ્યવહાર બદલ માફી પણ માંગીશ. તેને મને સમજાવતા કહ્યું કે "મોહિત તારા અને તારા પપ્પા વચ્ચે જે કાંઈ પણ થયું હોય પણ સંબંધને સુધારવાની જવાબદારી પહેલા તારી છે."
મે પણ આરવી ની વાત માનીને પપ્પાને મનાવવાનું પ્રોમિસ આપ્યું. અને કહ્યું કે હું મારા તરફથી પૂરો પ્રયત્ન કરીશ. કે મારા અને પપ્પા ના સબંધ સુધરી જાય..
એ દિવસે રાત્રે બધા જમીને ટીવી જોઈ રહ્યા હતા ત્યારે મેં મોકો જોઈને પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરી. અને માફી પણ માંગી. પપ્પાએ પણ મને માફ કરીને મારી સાથે વાત કરવાની શરૂવાત કરી. ઘણા વર્ષો સુધી મારા અને મારા પપ્પા વચ્ચે ખાટી મીઠી ટકરાર ચાલતી જ રહેતી હતી પરંતુ એ દિવસે મારા પપ્પાએ મારા માથા ઉપર હાથ મૂક્યો. અને કહ્યું," હશે બેટા ભૂલ તો થાય પરંતુ ભૂલને સ્વીકારીને સુધારવી એ વધુ મહત્વનું છે. લોકો આ જ ભૂલ કરે છે પોતાની ભૂલને સ્વીકારવાને બદલે પોતાની ભૂલ નથી એ સાબિત કરવામાં પોતાનો સમય વેડફે છે. અને એટલે જ લોકો કંઈ નવું શીખી જ નથી શકતા."
અને ખરેખર એ દિવસે મારા ઘરનો માહોલ ખુબ સરસ હતો. હું મારા પપ્પા મમ્મી બહેન અમે બધા એકસાથે બેસીને વાતો કરતા હતા. એ દિવસે મારી બહેન અર્પિતાએ ઘરે આઈસ્ક્રીમ બનાવવાનો એક્સપરિમેન્ટ કર્યો હતો. લોકડાઉનના લીધે બધું બંધ હોવાથી ઘરે આઈસ્ક્રીમ બનાવ્યો હતો. અમે બધા એ સાથે આઇસ્ક્રીમ ખાધો. કેટલા દિવસ પછી મેં આવો માહોલ મારા ઘરમાં જોયો હશે. અને એનું બધું જ ક્રેડિટ આરવીને જાય છે. બસ એ જ દિવસથી મને એ છોકરી પ્રત્યે લાગણી જાગી.
ત્યાં આરવીને પણ ચિંતા હતી કે મેં પપ્પા સાથે વાત કરી હશે કે નહીં એટલે રાતના લગભગ આગ્યાર વાગ્યા પછી એનો મેસેજ આવ્યો." શું થયું મોહિત તે પપ્પા સાથે વાત કરી?"
" હા બધું જ બરાબર થઈ ગયું છે." આટલું કહેતા મે તેને અમારા બધાનો આઈસ્ક્રીમ ખાતો ફોટો મોકલ્યો..
આરવી પણ અમારો ફોટો જોઈને એકદમ ખુશ થઈ ગઈ. અને સામેથી ખાલી ગુડ બોય નો મેસેજ કર્યો. મે પણ ખુશ થતા તેને કહું ." આનું બધું જ ક્રેડિટ તને જાય છે. તું ખરેખર બેસ્ટ માં બેસ્ટ છો. આજે તારા કારણે જ અમે બધા સાથે બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. થેન્ક્યુ આરવી."..
મારું થેન્ક્યુ નો મેસેજ જોઈને આરવીને જરાક ગુસ્સો આવી ગયો અને તેને ગુસ્સાવાળા ઈમોજી મોકલી દીધા. અને તરત બોલી."બસને થેન્ક્યુ વાળી ગાળો આપીને તે બધા ઉપર પાણી ફેરવી દીધું..
"અરે ના ના આરવી એવું નથી. આરવી હું તને એક વાત કહું."
" હા બોલને" આરવી એ સહેમતી આપતા કહ્યું..
મે જરા એક્સાઇટેડ થયા તેને આઇ લવ યુ કહી દીધું. મારો મેસેજ જોતા જ આરવી ઓફલાઈન થઈ ગઈ...
ક્રમશ...
#Alwyas smile😊❤️
✍🏼Meera soneji