અનહદ પ્રેમ - 10 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અનહદ પ્રેમ - 10

અનહદ પ્રેમ 💞
પાર્ટ - 10

" હા હા બધું કહીશ તને પણ અત્યારે તો મારું મોઢું ખાવામાં વ્યસ્ત છે. પેટના બિલાડા જોર જોરથી બૂમ પાડીને કહે છે. કે ચુપ ચાપ ખાવા માંડ. એટલે મિસ્ટર વિજય થોડી ધીરજ રાખો આજે જ બધું જાણી લેવું છે. તમારે?" મોહિતે હસતા હસતા આગળ શું થયું એ જાણવા માટે થનગની રહેલા અરમાન પર પાણી ફેરવતા કહ્યું ..

વિજય બેઘડી મોહિત સામે આક્રોશ ભરી નજરે જોતો રહ્યો. મોહિતને તો લાગ્યું કે હમણાં વિજય તેની પર આકરા શબ્દોનો પ્રહાર કરશે.પણ તે તો પોતાની જાત પર સંયમ રાખીને ચૂપચાપ જમવા લાગ્યો. મોહિત વિજયને નાનપણથી ઓળખતો હતો. વિજયને જેટલું જલ્દી ગુસ્સો આવે એટલો જલ્દી ગુસ્સો ઠંડો પણ થઈ જાય. બહારથી સખત દેખાતો વિજય અંદરથી નરમ દિલ માણસ હતો. પોતાની જાતને ફીટ રાખવામાં ખૂબ માનતો કહેતો મોહિત ભગવાને આપણને આટલું સરસ કુદરતની અદભુત રચના તરીકે માનવ શરીર આપ્યું છે તો આપણે તેને સાચવવું જોઈએ. વિજય રોજ પોતાના શરીરને કસવા જીમ જતો.

બંને જણા ભોજન પતાવીને ઘર તરફ જવા રવાના થઈ ગયા. બંને જણા ઘરે આવ્યા ત્યારે લગભગ સાડા આઠ જેવું થયું હતું. ઘરે આવીને મોહિત ને થયું લાવ મિષ્ટી ને મેસેજ કરું. પણ પછી વિચાર આવ્યો કે આજે એનો બર્થડે છે. એ તેના ફેમેલી સાથે એન્જોય કરતી હશે. અરે હા એ કહેતી હતી કે આજે એ તેની બધી ફ્રેન્ડસ મળીને પાર્ટી કરવાના છે. તો પછી મેસેજ કરીને ડિસ્ટર્બ નથી કરવુ. એક તો માંડ આટલા વર્ષ પોતાના ફ્રીન્ડ્સ સાથે બહાર ગઈ છે. તેની સાસુએ માંડ માંડ જવાની પરમિશન આપી છે. આજે તો એ બઉ જ ખુશ હશે પોતાના મિત્રોને મળીને. અને જ્યારે એ આ વિડીઓ જોશેને કે કઈ રીતે મે એનો બર્થડે ઉજવ્યો છે. તો એ એટલી ખુશ થઈ જશે ને ખુશીથી ઝૂમી ઉઠશે.

મોહિત ને વિડિયો વાળી વાત યાદ આવતા મોબાઈલ લઈને ચૂપચાપ પલંગ પર બેઠા બેઠા બધા વીડિયોને મિક્સ કરતો વિડિયો બનાવવા લાગ્યો. અને વિજય તેની પાસેની ખુરશીમાં બેઠો બેઠો ટીવી જોવા લાગ્યો. પરંતુ તેનું મન ટીવીમાં લાગતું જ ન હતું. વારે ઘડીયે ચેનલો ગુમેડ્યા કરતો હતો. તેને જોઈને સ્પષ્ટ લાગતું હતું કે તેને કોઈ વાત અકળાવી રહી હોય. મોહિત પણ તેની હાલત જોઈને સમજી ગયો. કે વિજય આગળ શું થયું એ જાણવા માટે અધીરો બન્યો છે. અને જ્યાં સુધી હું કહીશ નહિ ત્યાં સુધી એને ચેન પણ નહિ પડે.

મોહિતે ઘડિયાળમાં જોયું તો હજુ નવ જ વાગ્યા હતા. મોહિતે વિચાર્યું કે મિષ્ટીનો મેસેજ કદાચ અત્યારે તો નહિ જ આવે વિડ્યો પણ બની ગયો છે. તો હવે વિજય સાથે આગળ વાત કરી જ લેવી જોઈએ. એમ વિચારી તેને વિજયને કહ્યું, " સુન ભાઈ, ચલ તારે જાણવું છેને આગળ શું થયું તો એક કામ કરીએ તું મસ્ત ચા બનાવી ને બાલ્કનીમાં આવ. આપડે બાલ્કનીમાં બેઠા બેઠા ઠંડા પવનની મજા માણતા ચાની ચુસ્કી સાથે વાત કરીએ.

વિજયે પણ મોહિત ની વાત માનીને ફટાફટ ચા બનવવા ગયો. અને મોહિતે બલકનીમાં ખુરશીઓ ગોઠવી. થોડી જ વારમાં વિજય ચા લઈને આવ્યો અને મોહિતના હાથમાં ચા નો કપ પકડવતા બોલ્યો" હા તો બોલ કેવી રીતે મિષ્ટીને ખબર પડી કે તું એને પ્રેમ કરે છે?"

વિજયનો સવાલ સાંભળીને મોહિતના ચહેરા પર સ્મિત ફરી વળ્યું અને ફરી ભૂતકાળને યાદ કરતા બોલ્યો," અમારી દોસ્તીને લગભગ એક વરસ થઈ ગયું હતું. Lockdown પણ ખુલી ગયું હતું. એટલે મિષ્ટી અમદાવાદ તેના બાળકો સાથે તેના પિયરમાં રોકાવા આવી હતી. એક દિવસ મિષ્ટીએ મને તેના ઘરે લંચ પર ઇન્વાઇટ કર્યો. હું મિષ્ટીને પહેલી વખત મળવા જઈ રહ્યો હતો. ફોન ઉપર તો રોજ વાતો થતી હતી. પણ આજે મળીને વાતો થશે એની વાતો સાંભળીશ એ વાતની ખુશી જ કંઈક અલગ હતી. મિષ્ટીને ચોકલેટ ખૂબ ભાવે એટલે હું તેની માટે બઉ બધી ચોકલેટ લઈને તેનાં પિયરે પહોંચી ગયો.

ત્યાં મિષ્ટીએ મને તેની મમ્મી સાથે, ભાઈ ભાભી બધા સાથે મુલાકાત કરાવી. તેની મમ્મીનો સ્વભાવ પણ ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ. એમને મળીને મને લાગ્યું જ નહિ કે હું એમને પહેલી વાર મળી રહ્યો છું. અમે બધા સાથે મળીને ખૂબ વાતો કરી ખૂબ મજા આવી. મિષ્ટી ની મમ્મીએ મને કહ્યું કે "બેટા મોહિત તું અહીંયા અમદાવાદમાં એકલો રહ્યુ છું તો ગમે ત્યારે ફેમિલીની યાદ આવે ત્યારે અહીંયા આવી જવાનું. તું પણ મારો દીકરો જ છેને. જરા પણ સંકોચ રાખ્યા વગર આવી જવાનું"

હું પણ ત્યારે એકદમ ઈમોશનલ થઈને તેમને ભેટી પડ્યો. તેમની સાથે જરા પણ અજાણ્યું લાગ્યું જ નહિ. મે પણ તેમની વાતનો સ્વીકાર કરતા કહ્યું. " હા આન્ટી ચોક્કસ. આન્ટી ખરેખર આજે મને સમજાયું કે મિષ્ટી આટલી સારી કેમ છે. કારણકે એ તમારી દીકરી છે."

વાતો વાતોમાં સાંજના પાંચ વાગી ગયા હશે. એટલે મિષ્ટી બોલી" ચલ ઓય કાળિયા મને તારી ખાસ જગ્યાએ લઈ જા રિવરફ્રન્ટ જ્યાં તું રોજ બેસે છે."

મે જરા મસ્તીના અંદાજમાં કહ્યુ " ઓહોહો મેડમ તમે અમારી સાથે રિવરફ્રન્ટ આવશો તો તો અહોભાગ્ય અમારા. રિવરફરન્ટનાં નસીબ ખુલી જશે. ચાલો ચાલો હું તમને લઈ જાવ છું."

મને તો જાણે જોઈતું મળી ગયું. મિષ્ટી સાથે મને એકલામાં ટાઈમ સ્પેન્ડ કરવા મળશે એ વાતથી જ હું બઉ જ ખુશ હતો. અચાનક કંઇક યાદ આવતા હું બોલ્યો," મીસ્ટી મેડમ હું તમને રિવરફ્રન્ટ લઈ તો જાવ પણ એક શરત છે. મને તમારા હાથની ચા પીવડાવી પડશે."

" હે ભગવાન આ તું આટલી ચા પીવે છેને એટલે જ આટલો કાળિયો છે." મિસ્ટી મારી ટીખડ કરતા બોલી.

મે પણ જરા મસ્તીના મૂડમાં નારાજ થવાની એક્ટિંગ કરીને એક બાજુ મોઢું ફુલાવીને બેસી ગયો. આ જોઈને મિષ્ટીનને હસુ આવી ગયું. અને જોર જોરથી હસતા હસતા બોલી," લે બોલ આ કાળિયો તો નારાજ થઈ ગયો. સારું હેડ હવે બનાવી દઉં છું તારા જેવું કોણ થાય. પણ પછી તારે પણ મને પાણીપુરી ખાવા લઈ જવું પડશે."

" હા તો કોને ના પાડી છે. ચાલ તને એક બેસ્ટ જગ્યાએ પાણીપુરી ખાવા લઈ જઈશ તું પણ યાદ રાખીશ. કે આ કાળિયા દિલનો બઉ મસ્ત છે." મે પણ એટીટ્યુડ સાથે કહી દીધું.

ત્યારબાદ મિષ્ટીએ મારા માટે ચા બનાવી અને ચા પીને અમે બંને રિવરફ્રન્ટ માટે નીકળી પડ્યા. સાંજના છ વાગવા આવ્યા હતા છતાં પણ હજી હલકો હલકો તડકો આંખને લાગી રહ્યો હતો. પવન પણ સહેજ ગરમ લાગતો હતો. આકાશ એકદમ ચોખ્ખું હતું. વાદળનું નામો નિશાન નહિ. એકતો સાંજનો સમય હતો એટલે ટ્રાફિક પણ ઘણો બધો હતો. કોઈને ઓફિસથી ઘરે જવાની ઉતાવળ હતી. તો ક્યાંય સ્કૂલ કોલેજ ના બાળકોના ચહેરા પર ઘરે જવાનો આનંદ હતો. લગભગ અડધી કલાકમાં હું ને મિષ્ટી રિવરફ્રન્ટ પર પહોંચી ગયા.

હું મીષ્ટીને મારી રોજની જગ્યા એટલે કે સાબરમતી નદી પાસેની પાળી પર બેસવા લઈ ગયો. મિસ્ટી ત્યાંના રિવરફ્રન્ટનો માહોલ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. અને બોલી," અરે વાહ મોહિત શું મસ્ત નજારો છે. આ ખુલ્લુ આકાશ, વહેતી નદી, ઢળતો સુરજ અહીંયા તો તારે ગર્લફ્રેન્ડને લઈને આવવાની જરૂર હતી."

"હા તો એને લઈને જ તો આયો છું" એટલું કહેતાં હું જાણે હું કઈ બોલ્યો જ નથી એવું ડોળ કરવા લાગ્યો.

"શું શું બોલ્યો તું" મિસ્ટીએ જરા ઊંચા અવાજ પૂછ્યું..

"અરે કાઈ નહિ મસ્તી કરતો હતો. પણ હા એક વાત તો છે હો જો ગર્લફ્રેન્ડ તારા જેવી મળે ને તો લાઈફ બની જાય."

" અચ્છા કેમ એવું શું છે મારામાં?"

" દેખાવે તો તું હિરોઈન જેવી છો જ પણ મારા મતે રૂપ કરતા પણ તારી આત્મા વધારે સુંદર અને માયાળુ છે. મેં તારી અંદર રહેલી એક માસુમ નટખટ બાળક જેવી મિષ્ટીને જોઈ છે. અને તારી આ ઉદાસ આંખો ઘણું બધું કહી જાય છે. મેં જ્યારે પહેલીવાર તને રીલમાં જોઈતી ને ત્યારે આ તારી આંખો એ જ મને તારું આઈડી ચેક કરવામાં મજબૂર કરી દીધો હતો. અને ખરેખર તું એક એવી વ્યક્તિ છો જે મને મારી લાઇફમાં કોઈપણ કિંમતને જોઈએ જ જોઈએ. તારા માટે મને ખરેખર બહુ માન છે."

" કેવું કહેવાય નહીં મોહિત જે લોકો આપણી સાથે હોય તેને આપણી કદર નાહોય અને જે લોકો આપણી સાથે નાહોય એ લોકો જ આપણી ખરી કિંમત જાણતા હોય. અર્જુને મારી ક્યારેય કદર કરી જ નહિ." મિસ્ટિ જરા ઉદાસ થતા બોલી.

"અરે તું ઉદાસ કેમ થાય છે હું છુને તારો દોસ્ત. તને ખુશ રાખવાની જવાબદારી મારી પણ છે." મે મિષ્ટીનો હાથ પકડતા કહ્યું
મિષ્ટિએ પણ પોતાનું માથું મારા ખભા ઉપર ઢાળતા કહ્યું,"પણ કાશ આ વાત અર્જુન સમજતો હોત."

એટલું કહેતાં એ ચૂપ થઈ ગઈ અને મારા ખભા પર માથું રાખીને વિચારવા લાગી. થોડીવાર તો અમારા બંનેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. પછી મને ફીલ થયું કે મિષ્ટી રડી રહી છે. એટલે મારાથી ના રહેવાયું. મે તેના ચહેરાને મારા હાથમાં લઈને આંસુ લૂછતાં કહ્યું," અરે મિષ્ટી તું રડે છે કેમ હું છું ને તારી સાથે"

તેને આમ રડતા જોઈને મારાથી રહેવાયું જ નહીં. અને મે તેને મારી બાહોમાં જકડી લીધી. તેને હગ કરીને શાંત પાડવાની કોશિશ કરી. મિષ્ટી પણ મારો પ્રેમાળ સ્પર્શ થતાં ભાન ભૂલીને મને વધુ ભેટીને રડવા લાગી. હું પણ તેના સ્પર્શથી ભાન ભૂલી ગયો કે મિષ્ટી એક પરણિત સ્ત્રી છે. અને તેના ચહેરાને મારી હાથોમાં લઈને તેના હોઠ ઉપર મારા હોઠ બીડીને કિસ કરવા જઈ જ રહ્યો હતો ત્યાં જ મિષ્ટીને સમય,સંજોગ અને મર્યાદા નું ભાન થતા તરત મિષ્ટી મારી બહોમાંથી છૂટીને ઊભી થઈ ગઈ. અને ગુસ્સામાં બોલી," મોહિત તું હાલને હાલ મને મારા ઘરે મૂકી જા અને આજ પછી મને કોલ કે મેસેજ પણ ન કરતો."

આ સાંભળીને હું ચોંકી ગયો..

ક્રમશ..
વધુ આવતા અંકે...