અનહદ પ્રેમ 💞
પાર્ટ - 7
એ ભલે મને તું કહીને બોલાવતી પરંતુ મેં ક્યારેય મારી મર્યાદા નહોતી ઓળંગી. હું હંમેશા તેને તમે કહીને આદરથી જ બોલાવતો હતો. એના રડવાનો અવાજ મારા દિલમાં ખુપી રહ્યો હતો. મેં તેને ફરી પૂછ્યું "આરવી શું થયું છે? મને કહો તો ખરી?"
સામેથી ફક્ત રડવાનો જ અવાજ આવ્યો. હું થોડીવાર મૌન રહી સાંભળતો રહ્યો. મારાથી તેનું રડવાનું સહન ન થયું એટલે મે કોલ કટ કરી નાખ્યો. મને એક અજીબ બેચેની મહેસુસ થઈ રહી હતી. એટલે મે ફરી કોલ કર્યો. તેને જરા સ્વસ્થ થઈને ફોન ઉડ્યો અને કહ્યું." હા મોહિત બોલ શું કામ હતું?..
" પહેલા એ કહો કે કેમ રડતા હતા?" મે જરા પ્રેમથી પૂછ્યું..
"કઈ ખાસ નહિ. એમ જ આજે જરા મમ્મીની યાદ આવતી હતી. અને હમણાં જ થોડા ટાઈમ પહેલા જ મારા પિતાનું અવસાન થયું છે તો એમને યાદ કરતા રડી જવાયું. તું કે શું કામ હતું?"..એના અવાજમાં કંપન હતી એક દર્દ હતું જે હું મેહસૂસ કરી શકતો હતો. મને અંદરથી એવું ફીલ થતું હતું કે તે ખોટું બોલે છે...
"મે જરા હસીને કહ્યું,"આરવી મને તો એમ હતું કે દોસ્ત ક્યારેક ખોટું ન બોલે. કદાચ મારી દોસ્તીમાં જ કંઈક ખામી રહી ગઈ લાગે છે. એટલે જ આજે તમને ખોટું બોલવું પડે છે. હેને?...
" અરે ના એવું નથી. અને તું મને તું કહીને બોલાવી શકે છે. ભલે તું મારાથી નાનો છે પણ આપણે દોસ્ત છીએ. તો દોસ્તીમાં તુકરો હોય તો જ મજા આવે. તુમા આત્મીયતા છે. પોતાના હોવાનો અહેસાસ છે."
" અચ્છા એવું છે. પણ જો જો હો પછી તું કહ્યા પછી વધુ નજીક આવી ગયો તો." મે જરા મસ્તીના અંદાજમાં કહ્યું...
" તો બે લાફા પડશે તને. મને મારી લિમિટ ખબર છે. મને ખબર છે કે દોસ્તીની લિમિટ શું હોય છે. અને તારા ઉપર એટલો વિશ્વાસ પણ છે કે એ લિમિટ તું ક્રોસ નહિ કરે." તે જરા બનાવટી ગુસ્સા સાથે બોલી અને પછી તરત હસી પડી..
" બસ જો આ જ હસી મને જોઈએ હંમેશા તારા મોઢા ઉપર. ચાલ હવે તો મે પણ તુકારો કરી દિધો. હવે તો કહે શું થયુ હતું." મે તેને ફરી રડવાનું કારણ પૂછ્યું..
સામે છેડે ફરી મૌન છવાઈ ગયું. ફોનમાં તેના શ્વાસોશ્વાસની ક્રિયા મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. એ એક ઊંડો નિશાસો નાખતા બોલી." શું કહું મોહિત તને. અર્જુનએ મારી સાથે લગ્નના સાથ ફેરા તો ફરી દીધા. પણ લગ્નનાં એ સપ્તપદી વચન ક્યારેય નિભાવવ્યા જ નહિ. મારા મમ્મી પપ્પાએ મોટું ઘર જોઈને પરણાવી તો દીધી પણ કહે છેને કે બહારથી મોટા દેખાતા મકાનો અંદરથી સાવ ખોખલા હોય છે. અર્જુન એક દીકરા તરીકે દરેક ફરજ બજાવશે. પરંતુ એક પતિ તરીકે એક પિતા તરીકે સાવ લાપરવા, બેદરકાર અને અલ્લડ મિજાજી છે. વાત વાતમાં ગુસ્સો કરવો. પોતાની જીદ પૂરી ન થાય તો ક્યારેય હાથ પણ ઉપાડી લે. ગમે તેટલું કરો તો પણ કોઈ કદર જ નહિ. મને તો એજ નથી સમજાતું કે અમુક લોકો સ્ત્રી ઉપર હાથ ઉપાડવાને પોતાની મર્દાનગી સમજે છે. પરંતુ ખરી મર્દાનગી તો એ છે. જે પોતાની પત્નીની નાની નાની ઈચ્છાઓનું માન રાખે તેને સમજે....
દરેક સ્ત્રીને એક ઉંમર પછી એક એવા સાથની ઝંખના હોય છે જે એને સમજે, એના મનમાં ચાલતી વ્યથાવોને સાંભળે. ક્યારેક મૂડ સ્વિંગ્સ થવાના કારણે મન ભરાય જતું હોય વગર કારણે રડું આવી જાય તો તેને વગર કહે સમજે. તેનાં તનને સ્પર્શે એવું નહિ પણ મનને સ્પર્શી જાય એવું જોઈએ. મે તો હંમેશા અર્જુનને એક પત્ની તરીકે ડગલેને પગલે સાથ આપ્યો છે. અને હંમેશા એક દોસ્ત બનીને તેને સમજવાની કોશિશ કરી છે. પણ અફસોસ કે તેને ક્યારેય મને સમજી જ નહિ.
એને ખબર છે અત્યારે લોકડાઉનના કારણે આખો દિવસ છોકરાઓ ધમાલ મસ્તી કરતા હોય છે. ઉપરથી દસ જણાનું કામ મારા એકલા હાથે કરવાનું. આખા ઘરની જવાબદારીઓ પૂરી કરો. ઉપરથી મારી જેઠાણી પણ બીમાર રહે છે. તેનું સાચવો. આખો દિવસ કામ કરીને થાકી જાવ છું. એટલે આજે થાકના કારણે બપોરે જરા આખ લાગી ગઈ. અને ઉઠવામાં મોડું થઈ ગયું. સાંજની ચા ટાઈમ સર ન મળવાથી મારા સાસુએ અર્જુનના કાન ભંભેરા કર્યા. આટલી નાની બાબતને લઈને અર્જુનએ મારી સાથે ઝગડો કર્યો અને મને ગાળો પણ આપી દીધી. શું આ છે મોટા ઘરની ખાનદાની? પોતાની જ પત્નીને ગાળો આપવી. તેનું અપમાન કરવું. છતાં સારા સારા કપડાંને ઘરેણાં પહેરાવીને એવો દેખાડો કરવો કે અમે તો અમારી વહુને રાણીની જેમ રાખી છી. રાણી કે નોકરાણી એ જ નથી સમજાતું..
આટલું કહેતા એ ફરી હીબકે હીબકે રડી પડી. તેનો રડવાનો અવાજ સાંભળીને મારા દિલમાં એક અજીબ દર્દ ઉઠ્યું હતું. મને દિલથી તેના માટે સહાનુભૂતિની લાગણી જન્મી. મે સાંત્વના આપતા કહ્યું," બસ આરવી હવે વધારે નહિ રડો પછી તમારી જ તબિયત પર અસર થશે. હું બઉ સારી રીતે સમજી શકું. મે તો આ ખૂબસૂરત આખો પાછળની ઉદાસી ક્યારની પારખી લીધી હતી.
ખબર નહિ કેમ પણ ભગવાને મને સ્ત્રીના મનને સમજવાની અદભુત શક્તિ આપી છે. મારી મમ્મી કે બહેન ક્યારેક ઉદાસ હોય ને તો હું તેમનો ચહરો કે અવાજ સાંભળીને જ સમજી જાવ છું કે નક્કી આજે કંઈક તો થયું છે. અને ખબર નહિ કેમ તમને જોતા મારા અંદરથી એક અવાજ આવ્યો. અને એવું મહેસુસ થયું કે નક્કી તમે બહારથી જેટલા ખુશ દેખાવ છો અંદરથી એટલા ખુશ નથી. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી હું છું ને તમારો દોસ્ત બસ હવે રડવાનું બંધ કરો. શાંત થઈ જાવ..
" પેહલા તો તું તમે તમે કહેવાનું બંધ કરી દે પછી જ હું ચૂપ થઈશ" એટલું કહેતાં એ હસી પડી અને સાથે મને પણ હસુ આવી ગયું..
" બસ તું આમ જ હસતી રહે એ જ દિલથી દુવા છે. હું કદાચ તારું દુઃખ ઓછું તો નહિ કરી શકું. પણ હા એટલું જરૂર કહીશ કે જ્યારે પણ તું દુઃખી હોઈશને ત્યારે તને હસવાની જવાબદારી મારી. એક દોસ્ત તરીકે હું તારા દુઃખ ફક્ત સમજી શકું એવું નથી પણ મહેસુસ પણ કરી શકું છું.
તને ખબર છે મને આ દુનિયાની રીત સમજાતી જ નથી. સ્ત્રીઓ જો પોતાના માટે જીવવાનું ચાલુ કરેને તો તરત લોકોની જીભ બે વેંત લાંબી થઈ જાય ડોડા તો જાણે બહાર આવી જાય. તરત કહેશે અરે વાહ આને તો પાંખો આવી ગઈ. પણ અલા ભઈ એને પાંખો તો જન્મતા જ હતી. પણ તેને પોતાની મરજીથી સંસ્કાર અને જવાબદારીના લીધે ક્યારેય પોતાની પાંખો ફફડાવી જ નથી. પોતાની મરજી હોય કે ન હોય તો પણ બધું હસતા મોઢે સ્વીકારે છે. અને ઉપરથી તમારા જેવાની ગાળો પણ સહન કરે છે.
અને હું તો કહું શું થઈ ગયું અગર કોઈ સ્ત્રી પોતાની મરજીથી જીવ માંગે છે. એને પણ પૂરો હક્ક હોય છે જીવવવાનો.
" મોહિત બધા સરખા નથી હોતા ને બધા બઘું સમજે એ જરૂરી પણ નથી. બસ કોઈ એક સમજે એટલે બસ. તું છેને મારો દોસ્ત જ્યાં બીજી કોઈ અપેક્ષા તો નથી પણ એક એવો ખૂણો હશે જયાં હું મારી મરજી મુજબ રહી શકું. જ્યાં મને કોઈ ડરના લાગે." આરવી એ ખૂબ સહજતાથી કહ્યું
મને આરવીની આ વાત ખૂબ ગમી. તે દિવસ પણ મને તેના માટે એક અલગ લાગણી બંધાઈ ગઈ. પછી તો રોજ એ મારી સાથે નાનામાં નાની વાત શેર કરતી. હું અહીંયા એકલો રહેતો પણ કોરોનો આવ્યો એટલે હું પણ મારા ઘરે આણંદ રહેવા જતો રહ્યો હતો.
એ દરમિયાન મે આરવી ને મારી મમ્મી અને બેહન સાથે ઓળખાણ કરાવી. મારી બહેન પણ આરવી સાથે ખૂબ હળીમળી ગઈ હતી. એ મારાથી મોટી છે એટલે ક્યારેક મારી કોઈ ભૂલ થઈ હોય તો મને ખીજાતી પણ ખરી. અને હું તેની વાત નતમસ્તકે ચૂપચાપ માની પણ લેતો. મારી બહેન અર્પિતાને તો જાણે એક હથિયાર મળી ગયું હોય એમ મને કહેતી જો જો હો ભાઈ તમે મને હેરાન કર્શોને તો હું આરવીને કહી દઈશ. આરવી પણ અર્પિતાનો સાથ આપતી.
એક વખત બન્યું એવું કે મે બે દિવસ સુધી આરવી ને કોઈ મેસેજ પણ ન કર્યો. તેના ગુડ મોર્નિંગનો પણ રીપ્લાય ના કર્યો. તેના કોલ આવે તો કોલના પણ જવાબ નહોતો આપ્તો. આરવી મેસેજનો કે કોલનો જવાબના મળતા પરેશાન થઈ ગઈ. તેને મારા માટે ચિંતા થવા લાગી. શું થયું હશે? મોહિત કોઈ મુસીબતમાં તો નહિ ફસાયો હોયને? તેની તબિયત તો સારી હશેને ? એવા વિચારોથી પરેશાન રેહવા લાગી. અંતે થાકીને તેને મારી બહેન અર્પિતાને મેસેજ કરી મારા વિશે પૂછ્યું. પણ અર્પિતાએ પણ એવું કહ્યું કે તમે ભાઈને જ પૂછી લેજો કે શું થયું છે. એટલે આરવી વધુ મુઝવણ રહેવા લાગી..
ક્રમશ..
વધુ આવતા અંકે..
#Alwyas smile 😊❤️
✍🏼Meera soneji