Anhad Prem - 2 books and stories free download online pdf in Gujarati

અનહદ પ્રેમ - 2

અનહદ પ્રેમ 💞
Part 2

મોહિત આકાશમાં ઘેરાયેલા વાદળોને નિહાળતો કઈક યાદ આવી ગયું હોય તેમ મલકાય છે. અને વિચારે છે " કે કાશ મારી મિષ્ટી અહીંયા હોત તો કેવી મજા આવત. આ વરસતા વાદળ, ભીની માટીની મહેક રોમે રોમ રોમાંચક બનાવી દે છે. એમાં પણ હું ને મીષ્ટી ,મારા હાથોમાં મિષ્ટિનો હાથ હોય આહા કેટલું સુકુન છે એ પળમાં!, જેમ વરસાદની બુંદો ધરતી પર પડતાં જ માટીની મહેક પ્રસરી જાય છે એમ હું પણ મિષ્ટીની લાગણીના સ્પર્શથી મહેકી ઉઠું છું. આ વરસાદ પણ ગજબ છે જ્યારે પણ આવે ને ત્યારે મિષ્ટીની યાદ સાથે લઈને જ આવે છે. એટલામાં પાસે આવેલી એક ચાની ટપરી પર સોંગ વાગે છે." જબ મે બદલ બન જાઉં તુમ ભી બરિસ બન જાના જો કમ પડ જાયે સાંસે તું મેરા દિલ બન જાના" આ સોંગ સાંભળતા જ મોહિતના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ઊઠે છે. મંદ મંદ સ્મિત કરતાં બોલી ઊઠે છે અરે આ તો મારી મિષ્ટીનું ફ્રીવરેટ સોંગ છે. જો ખરેખર મિષ્ટી અહીંયા હોત ને તો આ સોંગ સાંભળતા જ નાચી ઊઠી હોત. અને હું તેને આમ જ નિહાળતો રહ્યો હોત. આ ઠંડા પવનની લેહરો જાણે મિષ્ટી મારી આસપાસ જ હોય એવો અહેસાસ કરાવે છે. મોહિત મિષ્ટીના વિચારોમાં એટલો ખોવાય જાય છે કે તે ભૂલી જાય છે કે તે અત્યારે મહાદેવના મંદિરની બહાર ઊભો છે. એટલામાં એક જાણીતો સ્પર્શ તેના ખભા પર થયો અને મોહિત મિષ્ટીની દુનિયામાંથી બહાર આવી ગયો. વિજય મોહિતને આમ વિચારોમાં ખોવાયેલો જોઈને બોલી ઉઠ્યો" શું આમ બાઘાની જેમ ઉભો છે તને ફૂલ લેવા જવાનું કિધૂતું ને અને તું હજુ પણ અહીંયા ઊભો છે. શું વિચારી રહ્યો છે. આ તારા કાકા વાદળાંઓ જો કેવા ગરજે છે હમણાં વરસાદ તુટી પડશે. શું આમ જોવે છે શું મારી સામે?"

મોહિત ને તો જાણે વિજયે ઠાબોડીને મીઠા સપના માંથી જગાડી દીધો હોય તેમ વિજયની સામે જોઇને બોલ્યો" શું યાર તારું તો આ રોજનું છે. જ્યારે પણ હું મિષ્ટી સાથે કોઈ રોમેન્ટિક સપનું જોતો હોવને ત્યારે તું દર વખતે મને સપનાં માંથી બહાર ખેચી જ લાવે. ખબર નથી પડતી કે તું મારો દોસ્ત છે કે દુશ્મન હમમ"

" એ મિષ્ટીનો આશિક હું તારો સાચો દોસ્ત જ છું. એટલે જ તને હકીકતની દુનિયામાં લઈ આવું છું. આમ સપના જ જોતો રહીશને તો એક દિવસ બરબાદ થઈ જઈશ." વિજયે વળતા જવાબમાં કહ્યું...

" બસ હો આજે તો તુ કઈ બોલતો જ નહિ. આજે મારી મિષ્ટુડી નો બર્થડે છે આજે હું તારું કંઇજ નઈ સાંભળું."

" તો પછી ફૂલ લેવા તું જાય છે કે હું જાવ" વિજયે જરા મોટા આવજે કહ્યું ..

"અરે હા હવે જાવ છું" એમ કહેતો મોહિત સામે ફૂલનો ઢગલો લઈને બેઠલા માજી પાસે દોડી આવ્યો ..

"અરે બેટા તમે કેમ આજે!. તમે તો દર સોમવારના આવો છોને આજે કેમ શનિવારે સમય મળી ગયો?" ફૂલનો ઢગલો લઈને બેઠેલા માજીએ મોહિત ને આશ્ચર્યથી પૂછ્યું...

"અરે હા માજી આજે મારા માટે બહુ જ ખાસ દિવસ છે. આજે મારા જીવનની સૈવથી ખસમાં ખાસ વ્યક્તિ નો જન્મદિવસ છે. એટલે એના માટે મહાદેવ પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું." મોહિતે માજીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું...

" અચ્છા ભગવાન તમને બંનેને ખૂબ ખુશ રાખે. મારા આશીર્વાદ પણ તમારા બંનેની સાથે જ છે"

આ સાંભળતા જ મોહિત એકદમ ખુશ થઈ ગયો. અને બોલી ઉઠ્યો " અરે વાહ માજી આ જ તો મારે જોઈતું હતું. બસ તમારા આશીર્વાદ મળી ગયા એટલે હવે આજનો દિવસ ખૂબ સારો રહેશે. મારા માટે પણ અને મારી એ ખાસ વ્યક્તિ માટે પણ. બસ હવે જલ્દી એ વ્યક્તિની લાંબી ઉંમર માટે મહાદેવની પૂજા કરી લવ. લાવો જલ્દી મને ફૂલ આપી દો. અને હા જોવો હું તમારો વિડિયો બનાવું છું. તમારે વીડિયોમાં એ વ્યક્તિને આશીર્વાદ આપવાના છે. હોને! એ વ્યક્તિનું નામ છે મિષ્ટી. ચાલો હવે હું વિડ્યો બનાવું છું તમારે મિષ્ટિને આશીર્વાદ આપતા કઈક કહેવાનું છે. ઓકે!

" હા મિષ્ટી બેટા ખૂબ ખુશ રહો. હંમેશા હસતા રહો એવા આશીર્વાદ છે બેટા!" માજી એ મોબાઈલના કેમેરા સામે હાથ ઉપર કરી મિષ્ટીને આશીર્વાદ આપ્યા. અને મોહિતે તેનો વિડ્યો ઉતારી લીધો.

મોહિત માજી પાસેથી ફૂલ ખરીદીને દોડતો વિજય પાસે આવે છે. અને વિજયનો હાથ પકડી તેને ખેંચીને મહાદેવના મંદિરમાં લઈ જાય છે. વિજય પણ કશું બોલ્યા વગર જ મોહિત ની પાછળ પાછળ ખેંચાઈ ગયો. અંદર મંદિરમાં પ્રવેશતા જ ત્યાંના શુદ્ધ અને પવિત્ર વાતાવરણથી મોહિતનું મન પ્રફુલ્લિત થઇ જાય છે. મોહિતે મંદિરના પૂજારી પાસે જઈને તેમને ફૂલ આપતા કહ્યું " આ લો મહારાજ આ ફૂલ. મે તમને કાલે ફોન કરીને જણાવ્યું હતું ને કે મારે એક ખાસ વ્યક્તિ માટે પૂજા કરાવી છે. તો આજે એ ખાસ વ્યક્તિનો જન્મ દિવસ છે. મહાદેવના આશીર્વાદ મળે તે માટે એક નાનકડી પૂજા કરવી આપોને!...

" હા હા તમે લોકો અહીંયા બેસીને મહાદેવને જળથી અભિષેક કરજો. હું મંત્રોચ્ચાર કરીશ. ખૂબ જ શ્રદ્ધા ભાવથી અભિષેક કરજો તો મહાદેવ અચૂક પ્રસન્ન થશે. અને ચોકકસ આશીર્વાદ આપશે." મહારાજે સમજાવતા કહ્યું..

મોહિત અને વિજય પણ મહારાજના કહેવા પ્રમાણે મહાદેવની સામે ગોઠવાય ગયા. અને મહારાજે પૂજા શરૂ કરી ત્યાં જ મોહિતને કંઈક યાદ આવતા મહારાજને અટકાવતા કહ્યું" અરે મહારાજ એક મિનિટ જરા મારે પૂજાનો વિડિયો ઉતારવો છે જરા એક જ મિનિટ હું મારા દોસ્તને વિડિયો બનાવવા મોબાઈલ આપી દવ. લે વિજય જરા વિડિયો ઉતરજે મારી મિષ્ટી પણ આ પૂજાના દર્શન કરી શકેને."

" હે ભગવાન તે કેટલા આવા પાગલ પ્રેમી બનાવ્યા છે" વિજય મોબાઈલ હાથમાં લેતાં જરા અકળાતો બોલ્યો.

" ઓકે તો મહારાજ હવે આપણે પૂજા શરૂ કરી દઈએ"

લગભગ એક કલાક મહાદેવના અભિષેકની પૂજા ચાલી. અને વિજયે શરૂવાતથી અંત સુધીની પૂજાનો વિડિયો મોબાઈલમાં કેદ કરી લીધો. અંદર મહાદેવનું અભિષેક ચાલતું હતું અને જાણે આ પૂજામાં મેઘરાજાએ પણ હાજરી પુરાવી હોય એમ બહાર જોરદાર વરસાદ તુટી પડયો. જાણે મેઘરાજા પણ મિષ્ટીને આશિર્વાદ આપવા પહોંચી ગયા હોય.પૂજાના અંતમાં મહારાજે મિષ્ટી અને મોહિત ને આશીર્વાદ આપ્યા. અને સાથે મહાદેવનો પ્રસાદ પણ આપ્યો. મોહિતે મહારાજનો આશીર્વાદ આપતો વિડિયો પણ મોબાઈલમાં કેદ કરી લીધો. વિજય આ બધું જોઇને આજીબ અકળામણ અનુભવી રહ્યો હતો. અનેક પ્રશ્નો તેના મનમાં તેને અકળાવી રહ્યા હતા. મોહિત નો મિષ્ટી પ્રત્યેનો આવો અનહદ પ્રેમ જોઈને તેને એક અજીબ ચિંતા સતાવી રહી હતી. બંને જણા પૂજા પતાવીને મંદિરની બહાર આવી જોવે છે તો વરસાદ પણ બંધ થઈ ગયો હતો. આકાશ પણ ચોખું થઈ ગયું હતું. અને રોડ વરસાદના પાણીથી ધોવાઈ ગયા હતા. વાતાવરણ એકદમ ઠંડુ અને ખુશનુમા થઈ ગયું હતું. મોહિત આકાશ તરફ જોઈને કઈક વિચારતાં બોલ્યો" યાર વિજય વાતાવરણ તો જો કેવું મસ્ત થઈ ગયું છે. આવા મોસમમાં ગરમ ગરમ ચા પીવાની મજા જ કાંઈક અલગ છે. ચાલ અહીંયા બાજુ ની ચાની કિટલી પર ચા પીએ."

એટલું કહેતાં મોહિત ચાની કીટલી તરફ ગયો અને વિજય પણ કંઇક વિચારતા વિચારતા ચૂપચાપ મોહીતની પાછળ પાછળ દોરાઈ ગયો. મોહિત એ ચાની કીટલી પર કામ કરતા છોટુને 2 કટિંગ ચા નો ઓડર આપ્યો અને ત્યાં પાસે રાખેલા ટેબલ પર ગોઠવાઈ ગયો. અને વિજય સામે ટેબલ તરફ ઈશારો કરતા તેને બેસવાનું કહ્યું. વિજયનો ચહેરો એકદમ ચિંતિત હતો. મોહિત તેના આવો ચિંતાતુર ચહેરો જોઈને બોલી ઉઠ્યો " ઓ વિજય સાહેબ શું વિચારોમાં ખોવાયા છો. ચહેરો કેમ આટલો ગંભીર છે. જાણે કોઈ ચિંતાથી ઘેરાયેલા હોય."

વિજય એક ઊંડો નિસાસો નાખતા બોલ્યો" મોહિત મને તારી ચિંતા થાય છે. તને ખબર જ છે તારા આ પ્રેમનું કોઈ ભવિષ્ય નથી. તને મિષ્ટી ક્યારેય મળવાની જ નથી. છતાં આટલો અનહદ પ્રેમ શા માટે? તારો આ પ્રેમ તને ક્યાં અને કઈ સ્થિતિ એ લઈ જશે. એની મને ચિંતા થાય છે."

ક્રમશ...
વધુ આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED