અનહદ પ્રેમ 💞
પાર્ટ - 5
" આરવી શાહ. તેના ચહેરા પર એટલી માસૂમિયત છલકતી હતી કે મે એ રીલ વારંવાર જોયા જ કરી. તેની પાણીદાર આંખોમાં ગજબનું તેજ હતું. દેખાવે રૂપાળી અને આકર્ષક બાંધો. અને હોઠ તો જાણે ગુલાબની પાંખડીઓ જ જોઈલો. તેના સહેજ કથ્થઈ રંગના પાતળા વાળ અને આંખોમાંનું કાજળ તેના ચહેરાને વધુ સુંદર બનાવતું હતું. દિલને ઠંડક આપી જાય એવું તો મોહક સ્મિત હતું. કાળાશનો એક ડાઘ પણ તેના હદયને લાગ્યો ન હોય તેવો સ્વરછ અને વહાલ ઉપજાવે તેવો તેનો ચહેરો હતો. તેના ચહેરા પર નિખાલસતા અને નિર્ભયતા નું તેજ હતું. વળી તેના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ છલકતો હતો. બ્લેક કલરના ડ્રેસમાં તે વધુ આકર્ષક લાગતી હતી. આમ તો તે એક આધેડ વયની પરિપકવ સ્ત્રી લાગતી હતી પણ તેની સુંદરતા વીસ વરસની છોકરીને પણ હંફાવે તેવી હતી. તેના પહેરવેશ ઉપરથી તો કોઈ મોટા ઘરની જાજરમાન વહુ લાગતી હતી.
મે તેના એકાઉન્ટમાં જઈને તેનો બાયો ચેક કર્યું. જેમાં લખ્યું હતું કે મારા પિતા મારી ઇન્સ્પ્રેશન છે. અને પ્રોફાઈલ ફોટો પણ તેના પિતા સાથે જ હતો. ફોટો જોઈને લાગ્યું કે તે તેના પિતાની સૌથી વધુ નજીક હશે. તેનો એકાઉન્ટ ચેક કરતા જાણવા મળ્યું કે ટિક્ટોકના સમયમાં એ ટિક્ટોક સ્ટાર પણ રહી ચૂકી હતી. ઈન્સ્ટાગ્રામમાં પણ તેના ઘણા બધા ફોલોવર્સ હતા. મે તેની બધી રીલ ચેક કરી. ક્યાંક કોમેડી વિડિયો હતા તો ક્યાંક એટીટ્યુડ ભર્યા વિડીયો હતા.
અચાનક એક વિડીયો ઉપર મારી નજર પડી. તેને પોતાના ફોટો દ્વારા એ વિડ્યો બનાવ્યો હતો. વીડિયોની લાઈન હિન્દીમાં હતી અને લાઈન કંઈક એવી હતી. "એક સ્ત્રી કી આંખે સુંદર લીખી ગઈ કહી કવિતાઓ મેં તો કહી સાહિત્ય મેં લેકિન કહીં પડી નહીં ગઈ આંખો કે પીછે છુપી હુઈ યાતનાએ" મે એ વિડ્યો વારંવાર જોયો. અને ખરેખર તેની આંખોમાં નીરખીને જોયું ને ખુદ મહેસૂસ કર્યું કે તેની ધારદાર આંખો પાછળ એક ઉદાસીનતા છુપાયેલી છે.
ખુશમિજાજ લાગતા એ ચહેરાની એ ઉદાસ આંખો મારા દિલને સ્પર્શી ગઈ. એ અમુક વિડિયોમાં નાના બાળકની જેમ હાસ્ય કરતી નજર આવતી હતી. કહેવાય છેને કે સ્ત્રી ગમે તેટલી મોટી થઈ જાય પણ તેનું મન તો બાળક જેવું જ નાજુક ફૂલ જેવું હોય. મને વિચાર આવ્યો કે એક મેસેજ કરીને કહું કે તમે વિડિયો ખૂબ સરસ બનાવો છો. પણ રાતના આગિયાર વાગી ગયા હતા. એટલે મને મેસેજ કરવું યોગ્ય ન લાગ્યું. હું તેની બધી રીલ સ્ક્રોલ કરીને જોતો રહ્યો. રીલ જોતા જોતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી...
થોડા દિવસ પછી મને મારી ઓફિસમાંથી એક પ્રોજેક્ટ મળ્યો. જેમાં એક ઇમિટેશન જ્વેલરી નું પ્રમોશન કરાવવાનું હતું.અને તેના માટે મારે એક નવો જ ચહેરો ગોતવાનો હતો. તરત જ મારા નજર સામે એક ચહેરો દેખાયો આરવી શાહનો. હા એ ચહેરો આ પ્રમોશન ના એડ માટે એકદમ પરફેક્ટ બેસતો હતો. બસ પછી મનમાં વિચારી લીધું કે ઘરે જઈને હું એમને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ દ્વારા કોન્ટેક કરવાની કોશિશ કરીશ. પણ તેનો રીપ્લાય આવશે કે નહીં હું એ મૂંઝવણમાં હતો. છતાં પણ વિચાર કર્યો કે એક વાર કોશિશ તો કરવી જ જોઈએ. કદાચ તેનો રીપ્લાય આવી જાય....
ઘરે આવીને ફ્રેશ થઈને જમવા બેસતા પહેલા જ મે ઈન્સ્ટાગ્રામમાં તેનું એકાઉન્ટ ખોલીને મેસેજમાં હાય મોકલી દીધું. થોડીવાર રાહ જોઈ કે કદાચ રીપ્લાય આવે પણ રીપ્લાય ના આવ્યો એટલે હું જમવા બેસી ગયો. હજુ હું જમવાનું ફિનિશ કરું ત્યાં જ મારા મોબાઈલમાં મેસેજ ની રીંગટોન વાગી. કદાચ એનો જ મેસેજ હશે એવા ઉત્સાહથી તરત હાથમાં મોબાઈલ લઈ લીધો અને જોવા લાગ્યો.
અને સાચે જોયું ને તો તેનો જ મેસેજ હતો. તેનો મેસેજ જોતા જ જાણે મે રાહતનો શ્વાસ અનુભવ્યો અને મારા મોઢા ઉપર સમાઇલ આવી ગઈ. તેનો મેસેજ જોઈને જમવાનું પડતું મૂકીને ફટાફટ ડીશ રસોડામાં મૂકી આવ્યો. ત્યારે તો હું એકલો જ રહેતો હતો એટલે ડીશ પણ મારે જ સાફ કરવાની હતી. પણ તેનો મેસેજ જોઈને હું એટલો એકસાઇટેડ થઈ ગયો કે બધું જ પડતું મૂકીને હું તેને રીપ્લાય કરવા ગયો.
"Hi કેમ છો?" મે ખૂબ જ ઉત્સાહભેર મેસેજ કર્યો.
સામેથી પણ તરત મેસેજ સીન થઈ ગયો અને રીપ્લાય આવ્યો" હું એકદમ મજામાં છું તમે કેમ છો?"
"બસ હું પણ મજામાં છું. મારા મેસેજનો રિપ્લાય કરવા માટે તમારો ખુબ ખુબ આભાર. મને તો વિશ્વાસ જ નહતો કે તમે રીપ્લાય કરશો મને"
" હા મે તમારું એકાઉન્ટ ચેક કર્યું. સેમ કાસ્ટ હોવાને કારણે મને પણ થયું કે મારે રિપ્લાય કરવો જોઈએ." સામે આરવી એ પણ રીપ્લાય કરતા કહ્યું...
"અચ્છા મારે તમારું એક કામ હતું. તમારી પાસે સમય હશે અત્યારે?" મે મેસેજમાં જ પૂછ્યું...
"હા કહો ને શું કામ હતું" આરવી એ પણ સામે ઇન્ટરેસ્ટ બતાવ્યો.
" મારું નામ તો તમને ખબર પડી જ ગઈ હશે. મોહિત શાહ. હું એક એડ એજન્સીમાં કામ કરું છું. એક ઇમિટેશન જ્વેલરીની પ્રમોશન એડ માટે અમને એક નવા જ ચહેરાની તલાશ હતી. શું તમને ઇન્ટરેસ્ટ છે આ એડ કરવા માટે?" મે હળવેકથી પૂછ્યું..
" મને થોડું ડિટેલ્સમાં સમજાવશો?" આરવીએ વળતા જવાબમાં પ્રશ્ન કર્યો..
" હા શું અત્યારે કોલમાં વાત થઈ શકશે?" મે પૂછ્યું..
આરવીએ વળતા જવાબમાં તરત હા લખી દીધું. ત્યારબાદ મે તેને મારો નંબર શરે કર્યો. મારા નંબર વાળો મેસેજ સીન કરીને તે તરત ઓફ્લાઈન થઈ ગઈ. હું કાગ ડોળે તેના કોલની રાહ જોતો હતો. ત્યાં અચાનક જ એક અનનોન નંબર પરથી કોલ આવ્યો. આ કોલ એનો જ હશે એમ વિચારીને મે તરત કોલ ઉપાડ્યો અને હાઈ કહ્યું..
સામે છેડેથી એક મીઠો આવાજ મારા કાને પડ્યો." જી આ મોહિત શાહ નો નંબર છે?"
હું જરા ખોંખારો ખાતા બોલ્યો" જી હા, હું મોહિત શાહ બોલું છું. તમારો ખુબ ખુબ આભાર મેમ તમે મારા માટે તમારો કિંમતી સમય કાઢ્યો.જનરાલી કોઈ લેડીઝ અનનોન પર્સનના મેસેજનો રીપ્લાય નથી આપતા પરંતુ તમે રીપ્લાય પણ આપ્યો અને કોલ પણ કર્યો તેના માટે ખુબ ખુબ આભાર"
" અરે એમાં શું આભાર માનવાનો હું પણ ઘણા સમયથી વિચારતી હતી કે આવું કંઇક કામ કરવું જોઈએ. અને મને તમારી ઓફર સારી લાગી એટલે મને ઇન્ટરેસ્ટ પડ્યો. એમ થયું કે ના કોલ કરવો જોઈએ મારે."
" હા એ સારું કર્યું એમ પણ મેસેજમાં હું કેટલું તમને સમજાવી શકું? કોલ માં હું તમને સારી રીતે બધી ડિટેલ્સ આપી શકું. તો વાત જરા એમ છે કે મારી કંપની તમને અહિયાથી જ્વેલરી મોકલશે તમારે ફક્ત એ જ્વેલરીને પહેરીને ફોટો શૂટ કરવાના છે. અને એ ફોટોસ અમને મોકલવાના છે. અને ઈન્સ્ટાગ્રામમાં અમે તમારા એ ફોટોઝ અપલોડ કરીશું અને તમને કોલોબ્રેશન પણ આપશું. અને તમારે પણ બને એટલું સ્ટોરીઝ મૂકીને અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી જ્વેલરીનું પ્રમોશન કરવાનું છે." મે તેને બધું સમજાવતા કહ્યું..
" અચ્છા ઓકે હું સમજી ગઈ મારી ઘણી બધી ફ્રેન્ડ્સ આ રીતે પ્રમોશન કરે છે અલગ અલગ પ્રોડક્ટસ નું પણ હું આ પહેલી વખત કરવા જઈ રહી છું. તો આ પ્રમોશન નું મને શું પેમેન્ટ મળશે?" આરવી સામે સવાલ કર્યો..
" જી હા એ તો કેહવાનું રહી જ ગયું. તમને ફેશન જ્વેલરી તરફથી પાંચ હજારનું પેમેન્ટ મળશે અને તમે જે પણ જ્વેલરી પહેરીને શુટ કરશો એ બધી જ તમને એઝ અ ગિફ્ટ મળશે."
મારી ઓફર સાંભળીને આરવી પણ ખુશ થઈ ગઈ. એને કહ્યું કે આમતો મને પૈસાની કોઈ જરૂર નથી પરંતુ પોતાની ઇન્કમની ખુશી કોને ના હોય. ત્યારબાદ અમે થોડી ઘણી ઓપચારિક વાતો કરીને ફોન મૂકી દીધો.
મેં બીજા જ દિવસે જ્વેલરીનું પાર્સલ તેના એડ્રેસ પર મોકલી દીધું. તેને પણ એ બધી જ જ્વેલરી પહેરીને ફોટોસ પણ મોકલી દીધા. હું એના ફોટોસ જોઈને ચકિત થઈ ગયો હતો. સિમ્પલ મેકઅપ સાથે જ્વેલરીમાં એ એટલી સુંદર લાગતી હતી કે જાણે ચાંદ પણ તેની આગળ ફિક્કો લાગે.
એ દિવસ પછી તો ઘણા દિવસ સુધી અમારી કોઈ વાત જ ના થઈ. પણ હા એકબીજાના નંબર સેવ હોવાના કારણે વોટ્સએપ માં એકબીજાના સ્ટેટસ રોજ જોતા હતા. એક દિવસ એણે એક નાનકડી છોકરી સાથે સ્ટેટસમાં ફોટો મુક્યો. એ છોકરી પણ એના જેવી જ ક્યુટ લાગતી હતી. એટલે મેં તરત જ સ્ટેટ્સમાં કૉમેન્ટ કરતા પૂછ્યું "કોણ છે તમારી સાથે આ છોકરી?..
ક્રમશ...
વધુ આવતાં અંકે...