Anhad Prem - 11 books and stories free download online pdf in Gujarati

અનહદ પ્રેમ - 11

અનહદ પ્રેમ 💞
પાર્ટ - 11

"જો મિષ્ટી સોરી મારાથી આવેશમાં આવીને આવું થઈ ગયું બાકી હું મારી મર્યાદા જાણું છું. મિષ્ટી સોરી પ્લીઝ" મે મિષ્ટીને માફ કરી દેવા વિનંતી કરી પણ મિષ્ટીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો.

" મારે કશું નથી સંભાળવું તું મને હાલને હાલ મારા ઘરે મૂકી જાય છે કે હું જાતે જતી રહું" મિષ્ટીનાં અવાજમાં કંપન હતું. તેના આંખો માંથી આંસુની ધારા વહી રહી હતી. મિષ્ટી સડસડાટ રિવરફરન્ટની બહાર નીકળી ગઈ. હું પણ તેની પાછળ પાછળ તેને મનાવવા દોરાઈ ગયો.

" મિષ્ટી પલીઝ તું રડ નહિ હું તારા આંખોમાં આંસુ નહિ જોઈ શકું . મને સમજાવાનો એક મોકો તો આપ પ્લીઝ. હું તને પ્રેમ કરું છું મિષ્ટી." એટલું કહેતાં મે તેનો હાથ પકડી લીધો.

આ સાંભળીને મિષ્ટી એકદમ આશ્ચર્યચકિત થઈ ને બોલી ઉઠી," તું શું બોલે છે તને કંઈ ભાન છે? હું એક મેરીડ વુમન છું. તું આવું વિચારી પણ કેમ શકે."

"મને ખબર છે મિષ્ટી કે તું મેરીટ છે. તારો એક સુખી સંસાર છે. મને એ પણ ખબર છે કે તું મને જિંદગીમાં ક્યારે મળવાની નથી. પણ ખબર નહિ મિષ્ટી મને તારાથી પ્રેમ ક્યારે થઈ ગયો. અને ખરેખર મને તારા શરીરની કોઈ ચાહ નથી. અને હું એમ પણ નથી કહેતો કે તું પણ મને પ્રેમ કર."

મિષ્ટી પોતાનો હાથ છોડાવતા બોલી," બસ હવે મારે આગળ કંઈ નહિ સાંભળવું. તું આજ પછી મને કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરતો.

એટલું કહેતાં મિષ્ટી ઓટોરિક્ષામાં બેસીને ચાલી ગઈ. અને હું નિરાધાર થઈને તેને જતા જોઈ રહ્યો. જેમ જેમ એ ઓટો રીક્ષા દૂર જઈ રહી હતી તેમ તેમ મારું કાળજુ કપાઈ રહ્યું હતું. મેં મિષ્ટીને કોલ કર્યો. પણ મિષ્ટીએ મારો કોલ કાપી નાખ્યો. અને પછી સોશિયલ મીડિયા કોલ બધેથી મને બ્લોક કરી નાખ્યો. હું સાવ નિરાશ થઈ ગયો. શું કરું કેવી રીતે મિષ્ટીને સમજાવું કંઈ સમજ નહોતી પડતી.

શું કોઈને નિ:સ્વાર્થ આજીવન ચાહતા રહેવું કોઈ ગુનો છે.? મે કોઈ પાપ તો નથી કર્યો કે મને એની એટલી મોટી સજા મળે. આટલા એક વરસમાં મને જાણે મિષ્ટીની દરેક વાતથી પ્રેમ થઈ ગયો હતો. એનો પ્રેમ મને નહીં મળે એ મારી ક્યારેય થવાની જ નથી એ વાત તો નક્કી હતી જ પણ એના સાથ વગર હું અધૂરું છું.

હું ખાસી વાર ત્યાં જ ઉભો ઉભો એ દિશામાં તાકી રહ્યો જે દિશામાં ઓટોરિક્ષા ગઈ હતી. પછી અંતે થાકીને હું ફરી પાછો રિવરફ્રન્ટ એ જ જગ્યાએ જઈને બેઠો. મારુ મન વિચારોથી ઘેરાઈ ગયું હતું. શું કરું શું ના કરું એ સમજાતું નહોતું. એક બાજુ મિષ્ટી સહી સલામત ઘરે પહોંચી ગઈ હશે કે નહીં. એ ચિંતા પણ સતાવતી હતી. પણ કેવી રીતે પૂછું? મિષ્ટીએ તો મને બ્લોક કરી દીધો હતો. ઘણી મથામણો કર્યા બાદ વિચાર આવ્યો કે મારી બહેન અર્પિતાને જ કહું છું કે તે મિષ્ટીને પૂછે કે તે સહી સલામત પહોંચી તો ગઈ છેને.

મેં મારી બહેન અર્પિતાને ફોન કર્યો. અને તેને મિષ્ટીને મેસેજ કરવાનું કહ્યું. અર્પિતાએ તરત મિષ્ટીને મેસેજ કર્યો. મિષ્ટીએ અર્પિતાને પણ ગુસ્સામાં કહી દીધું કે "એને કહી દેજે કે આજ પછી મને કોઈ રીતે કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરે. હું એનું મોઢું પણ જોવા નથી માંગતી." આ સાંભળીને અર્પિતા પણ આશ્ચર્યમાં પડી ગઈ. કે એવું તો શું થયું હશે આ બંને વચ્ચે.

અર્પિતાએ મને પણ પૂછ્યું કે " શું થયું છે? કેમ આરવી આવું હકે છે ભાઈ." આરવી ને ફક્ત હું જ મિષ્ટી કહીને બોલાવતો. મે પણ મારી બહેનના સવાલો ટાળ્યા અને કહી દીધું કે" એ જરા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. એ તો ડોન્ટ વોરી માની જશે અત્યારે ગુસ્સામાં છે. એટલે બોલે છે. ગુસ્સો ઉતરી જશે એટલે માની જશે. આટલું કહીને મે અર્પિતાનો ફોન કટ કરી નાખ્યો. અને હવે શું કરવું એ વિચારમાં પડી ગયો ..

ઘણા વિચાર્યા બાદ મેં નક્કી કરી લીધું કે હું આ સંબંધ નહિ ગુમાવુ. ભલે તે મને પ્રેમ ના કરે પણ એક દોસ્ત તરીકે તો મને મિષ્ટીનો સાથ જોઈએ જ જોઈએ. હું એને આમ મારાથી દુર નહીં જવા દઉં. હું એને ગમે તેમ કરીને મનાવીને જ રહીશ.

હું રિવરફ્રન્ટથી ઘરે જવા નીકળ્યો. આખા રસ્તે હું મિષ્ટી વિશે વિચારતો રહ્યો. મારે બસ ગમે તે કરીને મિષ્ટીને મનાવી જ છે. પણ કેવી રીતે માનવું એ મૂંઝવણમાં હતો. ઘરે પહોંચીને હું કઈ પણ ખાધા વગર જ પલંગ પર જઈ સૂવાની કોશિશ કરી. પણ ઊંઘ આવે ક્યાંથી બસ એક જ વિચાર મનમાં ગુમરાયા કરતા હતા. બસ મિષ્ટીને મનાવવાના વિચારે મને આખી રાત સુવા નથી દીધો. જોત જોતામાં સાડા પાંચ વાગી ગયા.

મે મોબાઈલમાં જોયું તો આજે મિષ્ટીનાં કોઈ મેસેજ નહિ. રોજ મિષ્ટીનો આ ટાઈમે મેસેજ આવી જ જતો પણ આજે એક પણ મેસેજ નહિ. એના ગુડ મોર્નિંગ વગર તો જાણે મારે સવાર ના પાડતી. ક્યારેય મારું નવ વાગે ગુડ મોર્નિંગ નાં આવે તો મને કોલ કરીને પણ ઉઠાડતી. અને કહેતી" કેમ આજે ઓફિસ નથી જવાનું તું હજુ સુધી સૂતો છે.તબિયત તો સારી છે ને તારી?" એનું વઢવું અને ચિંતા કરવી એ પણ બને એક સાથે મને ખૂબ વ્હાલું લાગતું.

પણ આજે મિષ્ટીનો મેસેજ ન આવતા મને મારી ઉપર ગુસ્સો આવી રહ્યો હતો મન થતું હતું કે ફોન ફેંકી દવ. પણ પછી મિષ્ટીને કેવી રીતે માનવીસ એ વિચારીને અટકી ગયો. અને નક્કી કર્યું કે અર્પિતા ને કહું કે ફરી ફોન કરી મારા તરફથી સોરી કહે. અને વાત કરવા માટે મનાવે. સમયનું ભાન ભૂલીને મે તરત અર્પિતાએ ફોન લગાડ્યો.

"અરે ભાઈ આટલી સવાર સવાર કેમ ફોન કર્યો. તબિયત તો ઠીક છે ને?" અર્પિતા સવારના પહોરમાં આશ્ચર્ય પામતા બોલી..

અર્પિતાની વાત સાંભળીને મને જરા સંકોચ થયો. તો પણ હું જાણે મને કંઈ ખબર જ નથી એમ બોલ્યો," લે બોલ હજુ સાડા પાંચ જ થયા છે. પણ મને ક્યાંથી ખબર રહે. અહીંયા સુતું જ છે કોણ?

" કેમ ભાઈ સુતા નથી? કઈ થયું છે? કોઈ તકલીફમાં છો તમે?" અર્પિતા ચિંતિત સ્વરે બોલી...

" ના ના અર્પિતા હું એકદમ ઠીક છું. પણ મિષ્ટી"

" શું થયું એમને?" અર્પિતાએ આશ્ચર્ય થી પૂછ્યું.

" એને કશું નથી થયું બસ અમારા વચ્ચે એક નાનકડો ઝગડો થયો હતો એટલે એ મારા થી નારાજ છે. તો તું આજે ગમે ત્યારે મોકો જોઈને એને કોલ કરજે. અને કે જે એક વાર મારી સાથે વાત કરે. મને એક મોકો આપે."

"શું ભાઈ તમે પણ જ્યારે તેમના વગર ચાલતું જ નથી તો ઝગડો છો સુકમ?" અર્પિતાએ મને ઠપકો આપતા કહ્યું..

" હા હા બસ હવે તું પણ શરૂ ન થઈ જા." હું અર્પિતા ઉપર પણ ગુસ્સે થઈને બોલ્યો. ..

" સારું આજે બપોરે કોલ કરીશ અત્યારે તો સૂતા હશેને એ."

"હા સારું" એમ કહીને મે ફોન મૂકી દીધો. અને ફૉન ને તાકીને મિષ્ટી વિશે વિચારવા લાગ્યો. વિચારોમાં ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. લગભગ નવ વાગે અચાનક મારી આંખ ખુલી ગઈ. ઓફિસમાં એક અગત્યનો પ્રોજેક્ટ હતો. એટલે ફટાફટ હું રેડી થઈને ઓફિસ જવા નીકળ્યો. કામમાં વ્યસ્ત હોવા છતાં પણ મારું મન જાણે મિષ્ટીમાં જ હતું. વારે ઘડીયે ફોન પણ જોયા કરતો કે કાશ એનો મેસેજ આવી જાય.

મે ઓફિસ માંથી ફ્રી થઈને અર્પિતાએ કોલ કરીને પૂછ્યું તો અર્પિતા એ કહ્યું," ભાઈ આરવી વાત કરવાની જ નાં પાડે છે. એને તરત એમ જ કહી દીધું કે મોહિત ને કહિદે મને કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરે મારે વાત નથી કરવી. આ સાંભળીને હું નિરાશ થઈ ગયો શું કરું એ કંઈ જ સમજાતું ન હતું. હું સોશિયલ મીડિયામાં બધે થી બ્લોક હતો. એના તરફ જવાનો કોઈ રસ્તો મને દેખાતો જ નહતો.

અચાનક મને રૂપાલી યાદ આવી. મિષ્ટીની ખાસ ફ્રેન્ડ. તે બંનેની ફ્રેન્ડશીપ જાણે દો જીસ્મ એક જાન હોય. રૂપાલી મને સારી રીતે ઓળખતી હતી. મે ઘણી વાર એની સાથે વાત પણ કરી હતી. મને લાગ્યું કે આ છેલ્લો રસ્તો છે. એના સુધી પહોંચવાનો. મે તરત રૂપાલી ને કોલ કર્યો.

હું રૂપાલી ને કઈક કહું એ પહેલાં જ ગુસ્સાના ટોનમાં બોલી," મોહિત આ શું છે.? તને ખબર છે ને મિષ્ટી મેરીડ છે. તો તારી હિમ્મત કંઈ રીતે થઈ આવી હરકત કરવાની."રૂપાલી પહેલેથી જ બધું જાણતી હતી.

" સોરી રૂપાલી હું એ બાબત માટે માફી માગવા ત્યાર છું એક વાર નહિ હજાર વખત બસ પણ તમે એક વાર એને કહો કે મારી સાથે વાત કરે. મને એક મોકો આપે. પ્લીઝ" મે રિકવેસ્ટ કરતા કહ્યું..

"ના એ તારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી." રૂપાલી એ જરા ઉચા આવજે કહ્યું .

" પ્લીઝ રૂપલી એક મોકો બસ જો પછી પણ એ નહિ મને તો હું એને ક્યારેય કોન્ટેક્ટ નહિ કરું બસ."મે ફરી રિક્વેસ્ટ કરતાં કહ્યું..

ક્રમશ..
વધુ આવતા અંકે...

#Alwyas smile 😊❤️
✍🏼Meera soneji

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED