અનહદ પ્રેમ💞
પાર્ટ - 6
પછી તો ઘણી વાર સુધી રાહ જોઈ કે કોઈ રીપ્લાય આવે. પરંતુ કોઈ રીપ્લાય ના આવ્યો. એટલે અંતે થાકીને વિચાર્યું કે કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે. હું પણ એ દિવસે ઓફિસના કામ થી ખુબજ થાકી ગયો હતો. એટલે વિચાર્યું કે હવે નેટ ઓફ કરીને સુઈ જાવ. હું નેટ ઓફ કરવા જઈ રહ્યો હતો જ ત્યાં જ તેનો રીપ્લાય આવ્યો."એ મારી ડોટર છે"
મેં ફટાફટ તેનો મેસેજ ઓપન કરીને સીન કર્યો અને તરત સામે મેસેજ કર્યો "અરે વાહ માનવામાં નથી આવતું કે તમારે આટલી ક્યુટ ડોટર પણ છે. કેટલા વર્ષની છે તમારી ડોટર?" મે આશ્ચર્ય ભાવથી પૂછ્યું..
" હા પાંચ વર્ષની છે મારી ડોટર. અને એનાથી પણ મોટો એક દસ વર્ષનો સન પણ છે" તેને નિખાલસતાથી જવાબ આપ્યો..
"ઓહો તમને જોઈને એવું લાગતું નથી. કે તમને બે બાળકો પણ હશે. ઉંમર પણ નાની હોય એવું લાગે છે. મને તો વિશ્વાસ જ નથી આવતો." મે એકદમ ચકિત થતા કહ્યું..
"કેમ તમને શું લાગ્યું કે મારી ઉંમર કેટલી હશે?" તેને પણ જાણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય એમ પૂછી જ લીધું...
એના આવા પ્રશ્નથી હું થોડો મુઝવણમાં પડ્યો. પેલું કહેવાય છેને કે સ્ત્રીની સાચી ઉંમર જાણી જ નાં શકાય. મે પણ થોડું વિચારીને જવાબ આપ્યો." વાતો ઉપરથી તો એક મેચ્યોર અને સમજદાર લાગો છો. પણ મન એક નાના બાળક જેવું નાદાન છે. અને તમારી આંખો કોઈ પુખ્ત વય ની છોકરી જેવી મસ્તીખોર છે."
"ઓહો શું વાત છે ફ્લર્ટ કરો છો?" તેને પણ બિન્દાસ પૂછી લીધું..
" અરે ના ના તમે ગલત સમજો છો હું એવો છોકરો નથી." મને તેના આવા અણધાર્યા પ્રશ્નથી થોડો સંકોચ થયો. અને થોડો ગુસ્સો પણ આવ્યો. જાણે મે એવું તે શું કહી દીધું કે એને એવું લાગ્યું કે હું ફ્લર્ટ કરું છું. વિચાર આવ્યો કે નેટ બંધ કરીને સુઈ જાવ ત્યાં જ સામેથી તેનો ફરી મેસેજ આવ્યો....
" અરે તમે તો સિરિયસ થઈ ગયા. હું તો મજાક કરતી હતી."
મે થોડીવાર વિચારીને જવાબ આપ્યો" મને લોકોની આવી મેન્ટાલીટી સમજાતી જ નથી. કોઈ છોકરો કોઈ છોકરી સાથે વાત કરે છે. તો લોકો તેનો ઊંધો મતલબ જ નીકાળશે. શું એક છોકરો અને છોકરી બેસ્ટ ફ્રેન્ડ બનીને ના રહી શકે. હું તો કહું છું એક સ્ત્રી અને પુરૂષ વચ્ચે જો કોઈ બેસ્ટ રિલેશન હોયને તો એ દોસ્તીનો છે. બાકી બધા રિલેશનમાં પ્રોબ્લેમ ખૂબ છે. પણ દોસ્તીમાં સુકૂન છે. તેમાં તમે દિલ ખોલીને એકબીજા સાથે વાત તો કરી શકો. દરેકના જીવનમાં કોઈ એક વ્યક્તિ તો એવું હોવું જ જોઈએ કે જેની સાથે વિચાર્યા વગર વાતો કરી શકાય. તેની સામે રડી શકાય. હસી શકાય. તેની પાસે ભલે તમને તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન નાં મળે પણ તેની સામે પોતાનું દુઃખ ઠાલવીને હળવા ચોક્કસ થઈ શકો. આવ મિત્રો જેની પાસે હોયને મેડમ એ લોકો ખૂબ નસીબદાર હોય છે."
"ઓહ.. હો તમે તો બઉ ડાહી ડાહી વાતો કરો છોને. હમમ ગમ્યું મને" તે મારાથી જરા ઇમ્પ્રેશ થતા બોલી ..
"મેડમ હું માણસ પણ ગમે એવો જ છું. વિશ્વાસ ન આવતો હોય તો એક વાર દોસ્તી કરી તો જોવો. ને હા હું ખાલી દોસ્તી માટે જ કહું છું. મને મારી લિમિટ ખબર છે." મે એકદમ કોન્ફિડન્સથી દોસ્તી માટે પૂછી જ લીધું...
સામે કંઇક જવાબ આપવાને બદલે એ ઓફ્લાઇન થઈ ગઈ. મને લાગ્યું કે એને કદાચ ખરાબ લાગ્યું હશે. એટલે મેં ફરી મેસેજ કર્યો " અરે મેડમ ગુસ્સે ના થાવ હું ફક્ત દોસ્તી માટે જ કહું છું. મને ખબર છે તમે એક સારા ઘરના ઇજ્જતદાર સ્ત્રી છો. તમારો એક સુખી સંસાર છે. બે સરસ મજાના ક્યુટ બાળકો છે. એક સ્ત્રીની ઈજ્જત શું હોય એ મને ખબર છે. અને હું ઓલવેઝ સ્ત્રીઓને ઈજ્જતની નજરથી જ જોવું છું. તમે મારા પર ટ્રસ્ટ કરી શકો છો...
પણ સામેથી કોઈ રીપ્લાય ના આવતા હું નિરાશ થઈ ગયો. મેં થોડી વાર રાહ પણ જોઈ કે કદાચ એનો કોઈ મેસેજ આવી જાય પરંતુ સામેથી કોઈ જ રીપ્લાય ના આવ્યો. એટલે મેં પણ પછી ઓફલાઈન થઈને સૂવાની ત્યારી કરી. આખી રાત પલંગ પર પડ્યા પડ્યા સુવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ આવે જ નહિ. વિજય તને તો મારા સ્વભાવની ખબર જ છે કે મેં ક્યારેક કોઈ છોકરીને પણ આવી રીતે ડાયરેક્ટલી દોસ્તી માટે નથી પૂછ્યું અને આ તો એક મેરીડ સ્ત્રી છે. તે મારા વિશે શું વિચારશે એ વિચારોમાં વિચારોમાં મને આખી રાત ઊંઘ ના આવી.
માંડ માંડ પાંચ વાગ્યે આંખ મિચાઈ હશે ત્યાં ફરી મેસેજ ની રીંગટોન વાગી. મને થયું આટલી સવાર સવારમાં કોનો મેસેજ આવ્યો હશે. મોબાઇલની સ્ક્રીન પર જોયું તો આરવી શાહનો ગુડ મોર્નિંગ નો મેસેજ હતો. તેનો મેસેજ જોઈને હું એકદમ જ ચોંકીને સફાળો બેઠો થઈ ગયો. તરત મેસેજ સીન કરી અને સામે ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો...
તેને પણ તરત મારો મેસેજ સીન કરીને રીપ્લાય કર્યો,"ઓ તું પણ આટલી જલ્દી ઉઠી જાય છે."
પહેલા તો તેનું આમ અચાનક જ મને તું કહીને સંબોધવું મને કંઈક અજીબ જ લાગ્યું. પણ તેનું મને તું કહેવું દિલને સારું પણ લાગ્યું. તેના તું કહેવામાં આત્મીયતા હતી. જાણે મારી દોસ્તીનો સ્વીકાર હતો. મે તરત મોઢા પર એક મસ્ત સ્માઇલ સાથે ફરી મેસેજ કર્યું," તમે ઉઠવાની વાત કરો છો મેડમ અહીંયા સુતું છે જ કોણ? કાલે આખી રાત મને ઊંઘ નથી આવી"
" કેમ ઊંઘ નથી આવી? શું થયું? તબિયત તો સારી છેને?" તેને જરા ચિંતા જતાવતા પ્રશ્નો કર્યા ...
તેનું મારા માટે આમ ચિંતા કરવું મને ખૂબ સારું લાગ્યું. તેની ચિંતામાં ગજબનું ખેંચાણ હતું. આત્મીયતા હતી. મે થોડું વિચારીને જવાબ આપ્યો " ના ના તબિયત તો સારી જ છે. પણ તમારા કારણે મને કાલે આખી રાત ઊંઘ ન આવી."
" શું મારા કારણે? મે શું કર્યું?" આરવી જરા આશ્ચર્યચકિત થતા બોલી...
" હા મેડમ, તમે કાલે અચાનક વાત કરતા કરતા ઓફલાઈન થઈ ગયા. મારા સવાલ નો જવાબ પણ ન આપ્યો. એટલે મને એમ કે મે તમને ફ્રેન્ડશીપ માટે પૂછ્યું એટલે તમને ખોટું લાગી ગયું હશે. જોવો મેડમ હું એક સારા ઘરનો છોકરો છું. ભલે તમારાથી નાનો છું પણ એક સ્ત્રીના મનને સારી રીતે સમજી શકું છું. હું મારી મર્યાદા ખૂબ સારી રીતે જાણું છું. મને ખબર છે કે તમે એક સારા ઘરની ઈજ્જતદાર સ્ત્રી છો તો તમારી ઈજ્જત પર આંચ આવે એવું હું કોઈ કામ નહિ કરું એટલો વિશ્વાસ રાખજો."..
" અરે ભગવાન બસ આટલી નાની વાતનો આટલો બધો લોડ લઈ લીધો. અરે એવું કાઈ જ નથી. અત્યારે કોરોના કાળમાં લોકડાઉનના લીધે ઘરનું કામ બહુ જ રહે છે. છોકરાઓ આખો દિવસ ધમાલ મસ્તી કરીને ઘર ગંદુ કર્યા રાખે. એટલે થાક ના કારણે વાત કરતા કરતા મને નીંદર ક્યારે આવી ગઈ એ જ ખબર ના પડી.
અને રહી વાત વિશ્વાસની તો ખબર નહીં કેમ મને પણ તારા પ્રત્યે અંદરથી વિશ્વાસ જાગ્યો છે. એક સ્ત્રી કોઈ પુરુષ સાથે વાત ત્યારે જ કરે જ્યારે એને તેના પર વિશ્વાસ હોય. મારા મત મુજબ એક પુરુષ સાથે તમે દોસ્તી ત્યારે જ કરી શકો. જ્યારે એક દીકરીને પોતાના પિતા પ્રત્યે જેટલી સેફ ફીલિંગ આવેને તેટલી જ સેફ ફિલિંગ તે પુરુષ પ્રત્યે પણ આવી જોઈએ. તો જ વાત કરી શકાય. અને હું પણ મારી મર્યાદા જાણું છું. અને મને ખબર છે એક પુરુષ મિત્ર હોવું એનો મતલબ શું છે. પુરુષ મિત્ર એટલે એક એવો ખૂણો કે જ્યાં આપણને ખબર હોય કે કોઈ નહીં સમજે ને ત્યારે એ આપણને સમજશે."
આરવીનાં આવા વિચાર સાંભળીને મને અંદરથી એક હાશકારો થઈ ગયો. પછી તો લગભગ રોજ અમારી વાતો થતી રોજ સવારે વહેલા એનું ગુડ મોર્નિંગ આવી જતું. એ રોજ સવારે પાંચ વાગ્યે ગુડ મોર્નિંગ કહે અને હું રોજ મોડો ઉઠું અને નવ વાગે ગુડ મોર્નિંગ નો રીપ્લાય કરું. એટલે તરત મેસેજ આવે," આટલું બધું લેટ ઉઠાય કોઈ દિવસ વહેલો ઉઠતો જા." એની આવી મીઠી ટકોર મને ખૂબ ગમતી ..
એ નાના બાળકની જેમ મારી કેર કરવા લાગી. તેનો આવો કેરિંગ નેચર મને ખૂબ ગમવા લાગ્યો હતો. કોઈપણ નાનામાં નાની વાત મારી સાથે શેર કરતા અચકાતી નહીં. એકદમ નિખાલસતાથી બધી વાત કહી દેતી.
એક દિવસની વાત છે. ફરી એક પ્રોડક્ટના એડ માટે મેં એને ફોન કર્યો. ફોન ઉપાડતા જ મને આરવીના રડવાનો અવાજ સંભળાયો. હું એના રડવાનો અવાજ સાંભળીને એકદમ ડઘાઈ ગયો. અને તરત બોલી ઉઠ્યો,"અરે આરવી કેમ રડો છો તમે? "....
ક્રમશ..
વધુ આવતાં અંકે...
#Alwyas smile 😊❤️
✍🏼Meera soneji