અનહદ પ્રેમ - 1 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ પ્રેમ - 1

અનહદ પ્રેમ 💞
પાર્ટ -1

નમસ્કાર વાચક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ફરી એક વાર તમારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને પણ એટલો જ પ્રેમ આપશો જેટલો પ્રેમ મારી બીજી બધી નવલકથાને મળ્યો છે. રોમાંચથી ભરપૂર એક અલગ જ વાર્તાની સફરમાં હું તમને લઈ જઈ રહી છું. આશા છે કે વાર્તાની અંત સુધી આ સફરમાં મને તમારો સાથ મળી રહેશે. આ એક અનોખી જ પ્રેમ કહાની છે. આ એક એવા પ્રેમી યુગલની વાર્તા છે જે શરીરથી નહિ પણ આત્માથી જોડાયેલા છે. એક ઓનલાઇન એપ્લિકેશન્સ થી થયેલી મુલાકાત પહેલા તો દોસ્તી અને પછી બંને વચ્ચે પ્રેમ ક્યારે અંકુરિત થયો એ ખબર જ ના પડી. તો ચાલો માણીએ એક અનોખી પ્રેમ કહાની. આ નવલકથાના પાત્રો અને વાર્તા કાલ્પનિક છે વાસ્તવિક જીવનમાં તેનો કોઈ સંબંધ નથી. અને હા કોઈ ભૂલચૂક થતી હોય તો કહેતા રહેજો. તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. તમારા પ્રતિભાવ મને વધુ ને વધુ સારું લખવામાં મદદ કરશે. તો ચાલો માણીએ એક અનોખી પ્રેમ કહાનીની સફર..

***********************

આ કહાની છે મોહિતની. મોહિત પોતાના સપના પુરા કરવા આણંદ જેવા નાનકડા શહેર માંથી અમદાવાદ મુકામે આવેલો એક સાધારણ પરિવારનો સૌથી મોટો અને લાડકો દીકરો છે. સામાન્ય દેખાવ, ઉચો અને પાતળો એકસરખો બાંધો, રંગમાં થોડો શ્યામ વર્ણ પણ નમણાશ ઘણી. તેની બોલવાની એક અલગ જ અંદાજથી એ કોઈ પણ છોકરીને પોતાની તરફ આકર્ષિત કરી લેતો. તેનો સ્વભાવ તો જાણે ગોળની કટકી મોઢામાં જ રાખી હોય તેમ વાણીમાં મીઠાશ વર્તાય. પણ હા ગુસ્સો તો હંમેશા જાણે નાક ઉપર જ બેઠો હોય. પણ બધા સાથે સાકરની જેમ ભળી જાય. નાના મોટા બધાને મદદ કરવા હંમેશા તૈયાર રહે. તેના આવા સ્વભાવથી કોઈપણ મોહી જાય એવા મોહિત ને તેનાથી દૂર એક અલગ જ શહેરમાં રહેતી મિષ્ટી સાથે એક ઓનલાઇન એપ્લિકેશન દ્વારા અનહદ પ્રેમ થઈ ગયો. એક સામાન્ય ચેટ દ્વારા પેહલા એકબીજા સાથે દોસ્તી થઈ અને પછી એ દોસ્તી પ્રેમમાં ક્યારે ફેરવાઈ ગઈ એ ખબર જ ના પડી. આ પ્રેમ પણ ગજબ છેને ના રંગ જોવે ના તો રૂપ જોઈને થાય કે પછી ના તો કોઈ જાતપાતનો ભેદભાવ.અને હવે તો પ્રેમમાં ઉંમરની પણ કોઈ સીમા નથી હોતી. પ્રેમને ઉંમર સાથે પણ કોઈ લેવા દેવા નથી. એટલે જ તો કહ્યું છે કે પ્રેમ આંધળો છે. જોઈને પારખી પ્રેમ કોઈ દિવસ થાય જ નહિ. પ્રેમ તો બસ થઈ જાય. હા પ્રેમ છે કોઈ વ્યાપાર થોડો છે કે જોઈ પારખીને થાય હેને?. તો ચાલો માણીએ મોહિતના અનહદ પ્રેમની કહાની....


અરે મોહિત સવાર સવારમાં આટલો તૈયાર થઈને ક્યાં જાય છે. અને આ કુર્તો કેમ પેહર્યો છે? શું કોઈના લગ્નમાં જાય છે? મોહિતના ખાસ દોસ્ત વિજયે ખૂબ આશ્ચર્ય ભાવથી પૂછ્યું..

અરે વિજયા આજ તો મારા માટે બઉ જ ખાસ દિવસ છે. આજે મારી જાનનો જન્મ દિવસ છે. મારી જાન એટલે કે મારી મીષ્ટીનો બર્થડે છે આજે. મોહિતે ખુબજ ઉત્સાહ પૂર્વક જવાબ આપ્યો..

" મતલબ તું અત્યારે મિસ્ટીને મળવા સુરત જાય છે? એ પણ કુર્તો પહેરીને.વાહ! હમમ લાગે જ છે કે હવે તું પ્રેમમાં પૂરો પાગલ થઈ ગયો છે." વિજયે ટીખળ કરતા કહ્યું .

વિજયની વાત સાંભળી મોહિત ખડખડાટ હસતા બોલ્યો "અરે ના વિજયા મારી મીષ્ટી તો મારાથી અત્યારે બઉ જ દૂર છે. છતાં પણ આજે મિષ્ટુડીનો બર્થડે તો ઉજવાશે જ એક કામ કર વિજયા તું ચાલ મારી સાથે આજે એમ પણ ઓફિસમાં રાજા છે તો ચાલ આપણે મારી મિષ્ટીનો બર્થ ડે મનાવીએ."

" નારે ભાઈ મારે તારી સાથે ક્યાંય નથી આવું તું એકલો માનવ તારી મિષ્ટીનો બર્થડે" વિજયે વિરોધ કરતા કહ્યું..

"અરે યાર ચાલને મારા માટે તું એટલું નહિ કરી શકે. જોઈ લીધી હો તારી દોસ્તી"

" યે નોટંકી ક્યાં જવાનું છે એ કે પહેલા?" વિજયે કુતુહલતાથી પૂછ્યું...

"અરે તું બસ ચલ મારી સાથે હું તને લઈ જાવ છું. તું દર વખતે મને પૂછ્યા કરે છેને કે હું મારી મિષ્ટીને કેટલો પ્રેમ કરું છું. તો આજે તને સમજાય જશે કે મારી મિષ્ટી ભલે ગમે તેટલી મારાથી દૂર હોય તો પણ હું તેને મારી જાનથી પણ વધારે ચાહું છું. અને શું થયું કે એ મારાથી દુર છે છતાં એ મારી આસપાસ હોયને એવો અહેસાસ થાય છે."

" બસ બસ હવે બસ કર તું આ તારી પ્રેમની ફિલોસોફી. અને મારે તારી સાથે ક્યાંય પણ આવવું નથી. આલા આવો તો કોઈ પ્રેમ હોતા હશે તું અહીંયા અમદાવાદમાં અને પેલી ત્યાં સુરતમાં રહે. બંને એકબીજાને મળી તો શકતા નથી છતાં એ પાસે હોય એવો અહેસાસ થાય છે. એ કેવી રીતે બને કે જો મને." વિજયે જરા અકળાતા સ્વરે કહ્યું...

" અરે વિજય મારા દોસ્ત શું કહું હું તને. તે કોઈ દિવસ પ્રેમ નથી કાર્યોને એટલે તું આવું બોલે છે. પ્રેમમાં મળવું જરૂરી નથી એકબીજા પ્રત્યે મનમાં પ્રેમભાવ હોવો જોઈએ. પ્રેમમાં સ્પર્શ કરવો જરૂરી નથી બસ એકબીજા માટે લાગણી હોવી જોઈએ. તું ચાલ તો ખરી મારી સાથે મારી દોસ્તી માટે એટલું નહિ કરે? પ્લીઝ!" મોહિતે વિજયને આજીજી કરતા કહ્યું...

" હા ચાલો બીજું શું! તમારી દોસ્તી માટે એટલું તો કરવું જ પડશે.ચલ હવે"

" Thank you દોસ્ત "

" યે thank u વાળી ચલ બાઈકની ચાવી લાય બાઈક તો હું જ ચલાવીશ સમજ્યો"

"જો હુકુમ તમારો ભાઈબંધનું તો માનવું જ પડે ને "

" અરે રેવાદે મારું માનતો હોત તો આ મીષ્ટીના પ્રેમમાં આટલો ગાંડો થયો જ નાહોત. સારું ચલ હવે ક્યાં જવાનું છે એ બોલ"

"આપણે છે ને અત્યારે પુષ્પનાથમહાદેવના મંદિરે જવાનું છે. આજે મિષ્ટિ નો બર્થ ડે છે. મહાદેવ પાસે મિષ્ટી માટે આશીર્વાદ માંગવા તો જોવું જ પડશે ને" મોહિત પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા બોલ્યો..

" હા ચાલો મારે તો આવું જ પડશેને આ પાગલ પ્રેમીને જીવનભરનો દોસ્ત જો બનાવ્યો છે. હવે દોસ્તી તો નિભાવી જ પડશેને" વિજયે મોહિતની ટીખળ કરતા કહ્યું...

એટલું કહેતાં વિજયે બાઈક સ્ટાર્ટ કર્યું અને બને દોસ્તો નીકળી પડ્યા અમદાવાદમાં આવેલા પુષ્પનાથ મહાદેવના મંદિરે દર્શનારથે. મોહિતના ઘરથી લગભગ પંદર મિનિટના અંતરે જ પ્રખ્યાત પુષ્પનાથ મહાદેવના મંદિર પાસે પોહોચીને મોહિત બોલ્યો,"બસ બસ વિજયા અહીંયા ઊભી રાખ હું જરા મહાદેવ માટે ફૂલ લઈ લવ"

" અરે પણ અંદરથી લઈ લેજેને. અંદર પણ મળે જ છે અહીંયાથી લેવાની શું જરૂર છે" વિજયે મોહિત ની વિરુદ્ધમાં કહ્યું..

" ના ફૂલ તો હું અહીંયાથી જ લઈશ એ પણ પેલ માજી પાસેથી જ લઈશ." મોહિતે મંદિર ની બહાર થોડે દુર ફૂલનો ઢગલો લઈને બેઠેલા માજી તરફ ઈશારો કરતાં કહ્યું..

"પણ એ માજી પાસેથી જ કેમ?" વિજયે જરા આશ્ચર્ય ભાવથી પૂછ્યું .

" વિજય તને તો ખબર છેને કે હું દર સોમવારે મહાદેવના મંદિરે આવું જ છું"

"હા તો એનું શું પણ"

" તો હું દર વખતે આ માજી પાસેથી જ ફૂલ લવું છું. જ્યારે મે પહેલી વાર એ માજી પાસેથી ફૂલ લીધાને ત્યારે જ એ માજીએ મને દીકરો કહીને બોલાવ્યો હતો. ખૂબ જ પ્રેમાળ સ્વભાવના છે. અને દુઃખી પણ. બે બે દીકરા છે એ માજીને પણ બને માંથી કોઈ દીકરા સાચવતા નથી. અને તને તો મારા સ્વભાવની ખબર છેને જરૂરતમંદ લોકોની મદદ કરવી હું મારો ધર્મ માનું છું અને એ માજી ભીખ તો નથી માંગતાને આખો દિવસ અહીંયા તડકામાં બેસીને ફૂલ વેચે છે. જો મારા ફૂલ લેવાથી એમને પૈસાની મદદ થતી હોય તો કેમ ના લેવા જોઈએ? અને હું જ્યારે પણ એમની પાસે ફૂલ લવને ત્યારે એ મને આશિર્વાદ આપે. અને કયારેક ક્યારેક તો એ માજી પોતાના મનની વ્યથા કહીને મન હળવું કરે લે છે. હવે તું જ કહે કે મારે તે માજી પાસેથી ફૂલ લેવા જોઈએ કે નહીં"

" હા ભાઈ હા તું એક કામ કર તું જઈને ફૂલ લઈ આવ હું જરા બાઈક પાર્ક કરીને આવું પછી અંદર જઈએ. એક તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જરા જલ્દી કરજે."

ક્રમશ..
વધુ આવતા અંકે...


#Alwyas smile 😊❤️
✍🏼Meera soneji