Mitra ane Prem - 17 books and stories free download online pdf in Gujarati

મિત્ર અને પ્રેમ - 17

થીક છે બધું જણાવીશ પણ અહીંયા આ લોકોની સામે નહીં : આલોકે દર્શન અને તેના મિત્રોની સામે જોતા કહ્યું

થીક છે તો પછી ઘરે જઈને વાત કરીએ : આશીતાએ કહ્યું

થીક છે. : આલોકે કહ્યું

આશીતા જરા સંભાળીને...તેની સાથે જવાનુ જોખમી થશે : દર્શને કહ્યું

નહીં..તે તેના મમ્મી-પપ્પા નું બહુ માને છે..તેના ખાતર તો મને કાંઈ પણ કરી નહીં શકે : આશીતાએ કહ્યું

હું આવું સાથે : દર્શને કહ્યું

ઓ ભાઇ આ અમારા વચ્ચેની વાત છે અમે હેન્ડલ કરી લઈશુ : આલોકે કહ્યું

નહીં આપણા વચ્ચેની નહીં..માત્ર તારી જ વાત છે. તે મારો ક્લાસ મેટ છે ફ્રેન્ડ છે તો તે બોલી શકે છે બરોબર : આશીતાએ કહ્યું

એવું જ હોય તો તેની સાથે લગ્ન કરને ? : આલોકે ગુસ્સે થતા કહ્યું

એ તો બહુ આગળની વાત છે. પહેલાં અત્યારની વાત કરીએ કે તે આવું શું કામ કર્યું : આશીતાએ કહ્યું

જો ના કહ્યું તો ? : આલોકે ફરી પાછો ગુસ્સે બોલ્યો

તો કાંઈ નહીં..મારા ફોનનું રેકોર્ડિંગ તારા પપ્પાને અને મમ્મીને હું પહોંચાડીશ : દર્શને કહ્યું

આ વખતે હું ખોટું નથી બોલતો મિ. આલોક. દર્શને પોતાનો ફોન બતાવતા કહ્યું

શું કરવું તે હું તારા પર ઢોળી રહી છું. સચ્ચાઈ બતાવીશ તો હું કોઈને ખબર નહીં પડે અને આ વાત અહીયા જ પુરી થઈ જશે નહીંતર આ વાત આપણા ઘરમાં બધાની વચ્ચે થશે. : આશીતાએ કહ્યું

આપણે કાલે શાંતિથી બેસીને વાતો કરીએ. અત્યારે બહુ મોડું થઇ ગયું છે : આલોકે કહ્યુ

થીક છે.. તમે લોકો જાવ હું આલોક સાથે ઘરે પહોંચી જઈશ : આશીતાએ તેના મિત્રોની સામે જોતા કહ્યું

આશીતા અને આલોક ઘર તરફ જવા રવાના થયા. રસ્તામાં બંને માંથી કોઈ એક શબ્દ પણ ના બોલ્યું. જ્યા સુધી આશીતાનુ ઘર ના આવ્યું ત્યાં સુધી બંને વચ્ચે મૌન જળવાઈ રહ્યું.

હું કાલે તને લેવા આવીશ : આલોકે આશીતા તરફ જોતા કહ્યું

ઓકે

બીજી વાત માત્ર આપણે બે લોકો જ બીજું કોઈ નહીં : આલોકે કહ્યું

થીક છે આપણે બે જ હોઈશું.

આલોક ત્યાંથી નીકળી જાય છે.

આશીતા ધરમાં જાય છે અને કાંઈ પણ બન્યું જ ના હોય તેમ તેના પપ્પા સાથે સામાન્ય વાતચીત કરી પોતાના રૂમમાં જાય છે.
આશીતા પોતાની રૂમમાં જઈ રડવા લાગી. આલોક આવો નિકળશે તેવું તેને સપનામાં પણ વિચાર્યું નહોતું.
આ સંબંધ તે તેના પિતાના લીધે જ કરવા માંગતી હતી. ઉપરાંત મમ્મી ની છેલ્લી ઈચ્છા પણ એવી જ હતી.અને જ્યારે તેના પિતાને આલોક ની હકીકત વિશે જાણ થશે ત્યારે મારાથી વધારે મારા પપ્પા દુઃખી થશે.
આશીતાએ પોતાના આંસુ લુછી નક્કી કર્યું કે હું એવુ કાંઈ કરીશ કે આલોક ની હકીકત તેના પપ્પાને ખબર પણ ના પડે અને આ લગ્ન પણ ન થાય.
"સાપ ભી મર જાયે ઓર લાઠી ભી ના તુટે" આશીતાએ મનોમન વિચાર્યું.
બીજે દિવસે આલોક આશીતાને લેવા તેમના ઘરે આવ્યો.
આલોક અને આશીતા કતારગામ લક્ષ્મી એન્કલેવ માં મેકડોનાલ્ડમા ગયા.
ખાવાનું મુંડ તો નહોતું તેમ છતાં આશીતા તેની સાથે ત્યાં ગઈ.
હવે મને કહીશ વાત શું છે? : આશીતાએ કહ્યું
પ્રિયા અને હું બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તે મારા પપ્પા ના એક બિઝનેસમેન દોસ્તની દિકરી છે : આલોકે કહ્યું
તો હું જ મળી હતી તને ? : આશીતાએ ગુસ્સે થઈ કહ્યું આગળ બોલવા જતી હતી ત્યારે આલોકે કહ્યું
જો આપણા લગ્ન નથી થયા હજુ અને તેની પેલા તને હું આ વાત કરવાનો જ હતો. મારો વિશ્વાસ કર.
તારા ઉપર વિશ્વાસ કરૂ ? આશીતાએ જોરથી કહ્યું. આજુબાજુના ટેબલના લોકો જોવા લાગ્યા
જો શાંત થઈ જા...હું જાણું છું મારી ભુલ છે. મેં તને કહ્યું નહીં..મારા મમ્મી ના સમ ખાઈને કહું છું મારો તને છેતરવાનો કોઈ હેતુ નહોતો: આલોકે સાવ નાના છોકરાની જેમ કહ્યું
તો અત્યાર સુધી વાત કેમ છુપાવી ?
મારા મમ્મીને કારણે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED