મિત્ર અને પ્રેમ - 16 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 16

આલોક અને આશીતા નીચે ઉતાર્યા ત્યારે દર્શને આલોકને જોયો.
તમે બહાર ઉભા રહો હું પાર્કિંગ માંથી ગાડી લઈને આવું : આલોકે કહ્યું
તે પાર્કિંગ તરફ ગયો. તેમની પાછળ પાછળ દર્શન પણ પાર્કિંગ તરફ ગયો.

આલોક પોતાની ગાડી તરફ જતો હતો ત્યારે જ પાછળથી તેમને અવાજ આવ્યો

આલોક ...તેમને પાછળ ફરીને જોયું

તમે ? : તેમણે કહ્યું

દર્શન..આટલી જલ્દી ભુલી ગયા

અરે ના એવું કાંઈ નથી : આલોકે કહ્યું

તમને એક વાત પુછવી હતી : દર્શને કહ્યું

બોલો ...શું પુછવુ હતું

પ્રેમ કોઈ બીજાને કરીએ અને લગ્ન બીજા કોઈ સાથે કરીએ તો ચાલે ? દર્શને પુછ્યું

આ કેવી મજાક છે..એવું થોડું ચાલે

હું પણ એમજ કહું છું એવું ના ચાલે તો તમે આશીતા સાથે મેરેજ શું કામ કરો છો ? : દર્શને કહ્યું

મતલબ..હું કાંઈ સમજ્યો નહીં

બધું સમજાઈ જશે મિ. આલોક તમે કોઈ પ્રિયા નામની છોકરીને પ્રેમ કરો છો પરંતુ લગ્ન કરી રહ્યા છો આશીતા સાથે એવું શું કામ ? દર્શને કહ્યું

લુક મિસ્ટર...હું કોઈને પ્રેમ નથી કરતો

તો પછી થિએટરની બહાર તમે કોઈ પ્રિયા નામની છોકરીને આઈ લવ યુ કહેતા હતા તે કોણ હતી ?
તમારી વાત પરથી તો એવું જ લાગતું હતું કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હોય અને બીજી વાત તમારું વિડીયો રેકોર્ડિંગ મેં કરી લીધું છે તમને સાચુ નામ લાગતું હોય તો હમણાં જ આશીતાને મોકલું...બધી જ પોલ ખુલી જશે : દર્શને કહ્યું

હકીકતમાં તેમણે કોઈ રેકોર્ડિંગ કર્યું નહોતું ‌ તે આલોક નો ચહેરો જોવા માંગતો હતો. તે ડરે છે કે નહીં તે જોવા માંગતો હતો.અને હકીકતમાં બન્યું પણ એવું જ કાંઈક

નહીં.. પ્લીઝ તે વિડીયો તમે આશીતાને હમણાં ના બતાવશો...હા એ વાત સાચી છે કે હું બીજા કોઈ ને પસંદ કરું છું પરંતુ હું આશીતાને અંધારામાં રાખવા નથી જ માંગતો.. યોગ્ય સમયે હું તેમને વાત કરવાનો જ હતો : આલોકે બચાવ કરતા કહ્યું

ક્યારે... લગ્ન થઈ જાય પછી ? દર્શને કહ્યું

ના..તેની પહેલાં...હું કોઈ સાથે છેતરપિંડી કરવા નથી માગતો. મારા મમ્મીનાં કહેવાથી મેં હા પાડી હતી.

તારી પાસે એક દિવસ જ છે તેની પહેલાં તેને બધું જણાવી દે નહીંતર હું જાતે તેમને તારા વિશે જણાવી દઈશ : દર્શને કહ્યું

આલોક હસવા લાગ્યો

તને શું લાગે છે તારા કહેવાથી તે માની જશે.....હું જાણું છું તે કોઈ રેકોર્ડિંગ કર્યું નથી. હકીકતમાં મેં તને ફોન કરતી વખતે જોઈ લીધો હતો : આલોકે કહ્યું

તુ આવું કેવી રીતે કરી શકે તેની સાથે : દર્શને ગુસ્સામાં આલોકનો કોલર પકડતા કહ્યું

આલોકે પોતાનો કોલર છોડાવ્યો..

પૈસા માટે ? : આલોકે કહ્યું

શું ?

તેમની સાથે લગ્ન કરવાથી તેના પપ્પાની સંપતી પણ મળશે અને મારી મમ્મીનુ માન પણ રહી જશે : આલોકે કહ્યું

મને એક વાત સમજમાં નથી આવતી..તારી પાસે આટલા બધા પૈસા છે તો તું પૈસાને ખાતર કોઈ છોકરીને કેવી રીતે છેતરી શકે ?

ધેટ્સ નન ઓફ યોર બિઝનેસ : આલોકે કહ્યું

થીક છે...પણ તું તારી ગર્લફ્રેન્ડને શું કહીશ ? દર્શને કહ્યું

કમ ઓન.. આજકાલ આવા રીલેશન કોમન થઈ ગયા છે. ઘરવાળી હોવા છતાં ગર્લફ્રેન્ડ રાખવી મુંબઈ જેવા મોટા શહેરોમાં સામાન્ય વાત છે. જે તારી જેવા નાના શહેરમાં રહેતા લોકો નહીં સમજી શકે : આલોકે કહ્યું

તેના ગાલ પર જોશથી એક તમાચો પડ્યો.. તેના ગાલ પર આગંળીની છાપ પડી ગઈ હતી. અચાનક થયેલા પ્રહારથી તેનુ માથુ બીજી દીશામાં નમી ગયું

તે આશીતા હતી.

આશીતા તું અહીંયાં : આલોકે ગાલ પર હાથ ફેરવતા કહ્યું. તમાચો બહુ જોશથી પડ્યો હતો તેનો અંદાજ આવી ગયો

તે સાચું કહ્યું હતું. મારી પાસે કોઈ રેકોર્ડિંગ નહોતું. એટલે જ જ્યારે તું નીચે પાર્કીગમા આવ્યો ત્યારે મેં આશીતાને ટેક્ષ્ટ મેસેજ મોકલી અહી બોલાવી હતી : દર્શને કહ્યું

એટલામાં તો દર્શનના મિત્રો પણ પાર્કિંગ માં આવી ગયા હતા.

મે તારી બધી વાત સાંભળી લીધી છે. હવે કહીશ મને કે આવું શું કામ કર્યું ? : આશીતાએ કહ્યું