મિત્ર અને પ્રેમ - 15 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 15

આલોક કોઈ હિસાબે આ લગ્ન કરવા માંગતો ન હતો. તે જાણી જોઈને આશીતા સાથે ખરાબ વર્તન કરતો હતો. જેથી તે સામેથી સગાઈ તોડી નાખે બીજી બાજુ આશીતા આ સગાઈ કરવા મજબુર હતી. તે તેના પપ્પાની લાડલી હતી અત્યાર સુધીમાં તેની બધી જરૂરિયાત એના પપ્પાએ પૂરી કરી હતી અને આવી મહત્વની ઘડીએ તેના પપ્પાને ના પાડી દે તો તેના પપ્પાને ખૂબ ખરાબ લાગશે એવું વિચારી આશીતા આ સંબંધમાં બંધાઈ જવા તૈયાર થઈ હતી. બંને માટે આ સંબંધમાં આગળ વધવું એટલે ભવિષ્યની બરબાદી જ હતી જેનાથી આલોક વાકેફ હતો પરંતુ આશીતા હજુ અંધારામાં જ હતી. આલોકની ચાલ જુદી જ હતી જે કદાચ આશીતા સમજી નહોતી શકી પરંતુ તેનો મિત્ર દર્શન સમજી ગયો હતો.

********************************************

પ્રિયા એક મોટી લેધરની ચૅર પર બેઠી હતી. તેની સામે white apple નું કોમ્પ્યુટર હતું .ઓફિસમાં અંદર પ્રવેશતા જ ઠંડા થઈ જઈએ એટલું ફાસ્ટ એ.સી ચાલતું હતું. દરવાજા ની બાજુમાં મહેમાનોને બેસવા માટે ગાદીવાળા સોફા હતા. ટેબલ ઉપર અમુક કાગળ, ફાઈલ, સ્ટેશનરી મૂકેલી હતી. પ્રીયાની ખુરશીની પાછળ અમુક સર્ટિફિકેટ ફ્રેમ કરીને મુકેલા હતા. બાજુમાં ફૂલદાની હતી અને તેની થોડી બાજુમાં દિવાલ ઉપર રાધાકૃષ્ણની મોટી છબી લગાડેલી હતી. સોફાની આગળ કાચની ટીપાઈ મૂકેલી હતી તેના પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઇમ્સ જેવા અંગ્રેજી ન્યૂઝપેપર મુકેલા હતા અને પાણીની બોટલ પર મૂકેલી હતી.

તારી ઓફિસ તો બહુ સુંદર છે : આલોકે અંદર પ્રવેશતા કહ્યું

બહુ વહેલો આવ્યો : પ્રિયાએ કોમ્પ્યુટરની બહાર મોઢું કરીને કહ્યું.

તેના ચહેરા પર હંમેશાંની જેમ સ્માઈલ હતી. વાળ ખુલા હતા. કાળા કલરની ફ્રેમના ચશ્મા પહેર્યા હતા. તેમણે બ્લેક એન્ડ વ્હાઈટ શુઈટ પહેર્યું હતું.

આજે તમે ખરા અર્થમાં બિઝનેસ લેડી લાગો છો : આલોકે વખાણ કરતા કહ્યું

આ મારો ઓફિસ ડ્રેસ જ છે. દરરોજ હું ઓફિસ પર સુઈટ જ પહેરૂ છું. તારે કાઈ કામ હતું એવું તુ કહેતો હતો : પ્રિયાએ વાતને બીજી તરફ વાળતા કહ્યું

તુ તો કંપનીના માલિકની છોકરી છે ગમે એવા કપડાં પહેરીને આવી શકે

રૂલ્સ આર રૂલ્સ ફોર એવરીવન...તેમાં મારા પપ્પા પણ આવી જાય - પ્રિયાએ કહ્યું

હા, તમારી પાસેથી ઘણું શીખવાનું છે પણ એટલી જલ્દી શું છે ? : આલોકે કહ્યું

જેટલું જલ્દીથી શીખશો કમાણી એટલી જ જલ્દીથી થશે : પ્રિયાએ કહ્યું

તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે ? : પ્રીયાએ બીજો સવાલ કરતા કહ્યું

100000

અત્યારે ક્યાં સેક્ટરમાં નાણાં રોકેલા છે ?

મને મહેશે જે પ્રમાણે કહ્યું તેમ મેં રીયલ એસ્ટેટ અને પ્રાઈવેટ બેંકમાં નાણાં રોકેલા છે : આલોકે કહ્યું

નોટબંધી ને કારણે રીયલ એસ્ટેટ સેકટર ખાડે ગયું છે. અત્યારે કોરોના મહામારીને કારણે અને લોકડાઉન ને કારણે બેંક ની એન.પી.એ વધશે. તેથી બંને સેક્ટરમાં ખોટું રોકાણ કર્યું છે : પ્રિયાએ કહ્યું

તમે કહો ક્યાં સેક્ટરમાં નાણાં રોકવા જોઈએ : આલોકે પૂછ્યું

ફાર્મા સેક્ટરમાં અને સોલાર પાવર સેક્ટરમાં લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ : પ્રિયાએ કહ્યું

મને સમજાવશો એવું શા માટે ?

કોરોના ને કારણે ફાર્મા સેક્ટરમાં દવા બનાવવાનુ અને રીસર્ચ વર્ક વધશે. માર્કેટમાં દવા માટે ડિમાન્ડ વધશે જેનો સીધો ફાયદો ફાર્મા સેક્ટરમાં થશે. સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા આપણે સુર્ય પ્રકાશની મદદથી વિજળી મેળવી શકીશું જેને કારણે તેની કોસ્ટ આછી આવશે અને સોલાર પાવર જનરેશન કંપનીને અન્ય પાવર જનરેશન કંપનીઓ કરતાં વધારે નફો થશે અને ખર્ચ પણ ઓછો થશે : પ્રિયાએ કહ્યું

શું વાત છે લાગે છે ઘણું રીસર્ચ વર્ક કર્યું છે : આલોકે કહ્યું

શેરબજારમાં નાણાં કમાવવા માટે સૌથી મહત્વની વાત છે નોલેજ, માર્કેટમાં ડિમાન્ડ, ગ્લોબલ માર્કેટ, આત્મવિશ્વાસ છે ઘણા લોકો પાસે નથી હોતો અને પોતાના નાણાં ગુમાવી બેસે છે. પછી ગામમાં નેગેટિવ વાતોનો પ્રચાર કરે છે શેરબજારમાં સટ્ટો છે, જુગાર છે.
એ મુર્ખ લોકો એટલું પણ નથી જાણતા કે સમજતા કે આજે જે કંપનીઓના શેરના ભાવ છે તે તે લોકોજ નક્કી કરતા હોય છે.

કેવી રીતે ?

તારી પાસે ટાઈટનની ઘડીયાળ છે તો તે ટાઈટન કંપનીનો નફો છે. તું Inox, pvr માં મુવી જોવા જાય છે તો તે તેનો નફો છે. તું ઘરમાં કોલગેટ વાપરે તો કોલગેટ કંપનીને જ ફાયદો થશે. બ્રિટાનિયા ના બિસ્કીટ કે હિન્દુસ્તાન યુનીલીવર નો સાબુ, શેમ્પૂ, સીમ્ફની નું કુલર આ બધું જે તે કંપની માટે નફો જ તો છે : પ્રિયાએ કહ્યું

આજના માટે આટલું કાફી છે...હવે વધારે નથી સાંભળવું
આપણે બહાર ફરવા જઈએ : આલોકે કહ્યું

ક્યાં ?

Pvr કે Inoxને ફાયદો કરાવવા : આલોકે હસતા હસતા કહ્યું

મારે પપ્પાને પુછવુ પડશે

અરે તું કોઈ નાની છોકરી થોડી છે કે આટલી નાની વાતમાં તારા પપ્પાને પુછવુ પડે : આલોકે કહ્યું

આલોક, આ તારા માટે નાની વાત કહેવાય પણ મારા માટે બહુ મોટી વાત છે. મારા પપ્પાને ખબર પડી જાય કે તેને પુછ્યા વગર હું બહાર મુવી જોવા ગઈ તો તે બધાની વચ્ચે મારો ઉધડો લઈ લે..: પ્રિયાએ કહ્યું

થીક છે તો પછી થવા દે નુકસાન મારું બીજું શું ? : આલોકે કહ્યું

નુકસાન...કેવી રીતે ?

મે બે મુવી ટીકીટ બુક કરાવી લીધી હતી.

આલોક, તારે એટલીસ્ટ મને પુછવુ તો જોઈતું હતું..કાંઈ વાંધો નહીં આગળની વખતે ટીકીટ હુ ખરીદીશ : પ્રીયાએ કહ્યું

પ્રિયા નો લેન્ડ લાઈન પર ફોન આવે છે. તેનો ચહેરો બગડી જાય છે. તે થોડી વાર વાત કરીને ફોન કટ કરી નાખે છે.

કેમ શું થયું ? આલોકે પૂછ્યું

પપ્પાએ તેના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે મિટીંગ બોલાવી છે તેમાં મારે જવું પડશે. મને મિટીંગ એટેન્ડ કરવી બિલકુલ નથી ગમતી. મારે ના છુટકે જવું પડશે : પ્રિયાએ કહ્યું

પણ તું તારા પપ્પાને ના કેમ નથી કહેતી... મિટીંગ માં એટલો જ કંટાળો આવતો હોય તો? : આલોકે કહ્યું

તુ તારા પપ્પાને ના કહી શકે છે ?

બંને હસવા લાગ્યા.. થોડી વારે આલોક ઓફિસ માંથી નીકળી ગયો.

પ્રિયાએ કોઈને ફોન લગાવ્યો

હું ધીમે ધીમે તેને વિશ્વાસમાં લઉ છુ..આજે તો તેમણે મને મુવી જોવા જવાનું કહ્યું..થોડા સમયમાં તે આપણી વાતમાં આવી જશે..

તે એટલું કહી હસવા લાગી.