પ્રકરણ 51 આશા નું અવતરણ ... !!
" અરે , બા ... આવોને ... "
" ના .. હર્ષા... હર્ષા ...બસ એટલું જ કહેવા આવી છું કે આવતા મહિને તમે રૂમ ખાલી કરી દેજો .... "
" પણ કેમ બા શું થયું ... ?? "
" બસ કંઈ નહિ મકાન વેચવાનું છે એટલા માટે..."
હર્ષા કઈ બોલે એ પહેલાં જ બા ત્યાંથી નીકળી જાય છે અને હર્ષ ચિંતાતુર બની અવનિશ પાસે આવે છે ... અને અવનિશને બધી વાત કરે છે...
લગભગ એક મહિનાની અંદર અવનીશ અને હર્ષા એ મકાન ખાલી કરી દે છે ... અને અમદાવાદ શહેરના એ કોણ એક ખૂણામાં ભાડેથી મકાન રાખી ત્યાં રહેવાનું શરૂ કરે છે .... અને ત્યાં ગયા પછી બંને સુખી જીવન જીવે છે .... ફરીથી હસી મજાક ... ક્યારેક ઝઘડો તો ક્યારેક મસ્તી .... ક્યારેક મુવી તો ક્યારેક ઉદાસી .... સાથે હર્ષા અને અવનીશ નું જીવન પસાર થવા લાગ્યું .. આ ઘટના પછીના લગભગ દોઢેક વર્ષ વીતી ચુક્યા છે .... હર્ષાનો ખોળો ભરાઈ ચૂક્યો છે બસ એનું અવતરણ થવાની તૈયારી છે ....
હર્ષા ના સાસુ સસરા એટલે કે અવનીશના મમ્મી પપ્પા પણ ઘરે આવી ચૂક્યા છે ... હર્ષા ના જીવન માં જાણે ચાર ચાંદ લાગ્યા હોય એવો ખુશી નો માહોલ છે ... સદ્દભાગ્યે હર્ષાના ગર્ભમાં બે જુડવા બાળકો છે અને બંને સ્વસ્થ છે...
હોસ્પિટલમાં હર્ષા એડમિટ છે .... અવનિશના ચહેરા પર ચિંતા દેખાય છે .... અને આતુરતા પણ દેખાય છે ... જોત જોતા માં અવનીશ બે જુડવા બાળકોને જન્મ આપે છે .... એક દીકરો અને એક દીકરી .... બંને બાળકોને જોઈને અવનીશના મમ્મી પપ્પા અને અવનીશના ચહેરા પર ખુશી છવાય ગઈ છે ... સાથે હર્ષાની ખુશી પણ સમાતી નથી ....
હોસ્પિટલમાં હર્ષા બેઠી છે અને અવનિશના મમ્મી પપ્પાના હાથમાં એક એક બાળક છે બંને એ બાળકોના ચહેરા જોઈને અદભુત આનંદ અનુભવી રહ્યા છે ... અને અવનીશ એ બંનેને જોઈને અત્યંત આનંદિત થઈ ઉઠ્યો છે ... અને વાતોમાં બધા જ મશગુલ થઈ ગયા છે....
એવામાં માતા પૂછી ઉઠે છે ...
" બેટા , તમે બંનેએ મળીને કંઈ નામ વિચાર્યું છે કે નહીં... "
" ના , રે મમ્મી ... "
" હર્ષા તે બેટા ... ? "
" હા ... મમ્મી .... "
" શું બેટા... "
" જો તમને લોકોને પસંદ આવે તો.. ? "
" અરે , બેટા ... તું બોલ તો ખરા... "
" પણ .. પપ્પા .... "
" હા , હર્ષુ ... બોલ ને ... "
" બેબી બૉય માટે અહીશ અને બેબી ગર્લ માટે આશા ... "
" વાહ ... બેટા , મસ્ત નામ છે... "
" પણ , મમ્મી ... અવનીશને... "
" અરે ... અવનીશ ને હું કહું એટલે ફાઇનલ નહિ બેટા... "
અવનીશ મમ્મી અને પપ્પાની સામે જ હર્ષાને ભેટી પડે છે...
" અરે ... પાગલ ... "
" હર્ષા ... હું નસીબદાર છું ... "
અવનીશનાં મમ્મી અને પપ્પા અવનિશને જોઈને હસવા લાગે છે... અને એ પરિવાર આજે જાણે સંપૂર્ણ થઈ ગયો છે ... દરેકના ચહેરા પર ખુશી દેખાય છે અને આખરે જે પ્રેમની કદર અવનીશ નહોતો કરી શક્યો એ જ પ્રેમને આવકાર હર્ષા આશા નામ આપીને કરે છે ... અવનીશ પોતે ખુશ છે કારણ કે એનો પરિવાર આજે સુખી જીવન જીવી રહ્યો છે ... અવનીશ અને હર્ષા પણ રોજ દિવસમાં એક વાર તુલસી પાસે જાય છે અને એનું ઋણ અદા કરવાની કોશિશ કરે છે કારણ કે એ સ્ત્રીએ અવનીશના પરિવારને સુખ આપવા પોતાના પતિનો ત્યાગ કર્યો છે .... અને એ પરિવાર આજે સંપૂર્ણ બની એ દરેકના ચહેરા પર ખુશી બનીને ચમકી રહ્યો છે ... એ પરિવારમાં એ બે નામ સુવર્ણ અક્ષરે ગુંજી રહ્યા છે ... અહીશ અને આશા ...
To be continue...
#hemali gohil " Ruh"
@Rashu
Happy Ending ..
ભગવાન જીવનમાં સૌને પારિવારિક સુખથી ભરપુર રાખે એવી પ્રાર્થના સહ ...
સમાપ્ત