ગણપતિ, જેને ગણેશ અથવા વિનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિંદુ ધર્મના સૌથી પ્રિય અને આદરણીય દેવતાઓમાંના એક છે. તેમનો વિશિષ્ટ હાથી-માથાવાળો દેખાવ અને બહુપક્ષીય પ્રતીકવાદ તેમને હિંદુ પૌરાણિક કથાઓ અને પૂજામાં એક અગ્રણી પૂજ્ય દેવ ગણાય છે.
ગણપતિ તેના અનન્ય ભૌતિક લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે:
હાથીનું માથું: તેનું હાથીનું માથું શાણપણ, બુદ્ધિ અને અવરોધોને દૂર કરવાની ક્ષમતાનું પ્રતીક છે.
માનવ શરીર: તેની પાસે માનવ શરીર છે, જે ઘણીવાર ચાર હાથથી દર્શાવવામાં આવે છે.
તૂટેલી દાંડી: ગણપતિને ઘણીવાર તૂટેલી દાંડી સાથે ચિત્રિત કરવામાં આવે છે, જે તેમના બલિદાન અને ડહાપણને દર્શાવે છે.
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી, દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની, શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી, સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતી જ છે.
૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે.
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે…
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન પરીવાર…
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
ગણપતિજીને…
-અવરોધો દૂર કરનાર: ગણપતિને “અવરોધો દૂર કરનાર” તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે અને સફળતા અને અવરોધોને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો અને ધાર્મિક વિધિઓની શરૂઆતમાં આહ્વાન કરવામાં આવે છે.
-શરૂઆતના ભગવાન: તેને “શરૂઆતના સ્વામી” તરીકે પણ ઓળખવામાં આવે છે અને નવા સાહસો, જેમ કે લગ્નો, ઘરવપરાશના સમારંભો અને શૈક્ષણિક કાર્યો દરમિયાન તેમને બોલાવવામાં આવે છે.
-શાણપણ અને અધ્યયન: ગણપતિ જ્ઞાન, અધ્યયન અને સાહિત્ય સાથે સંકળાયેલા છે. એવું માનવામાં આવે છે કે તેમણે મહાભારત, એક પ્રાચીન ભારતીય મહાકાવ્ય, ઋષિ વ્યાસ દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
-રક્ષક અને સંરક્ષક: થ્રેશોલ્ડ અને ગેટવેના રક્ષક તરીકે, ગણપતિ મંદિરો અને ઘરોના પ્રવેશદ્વારની રક્ષા કરે છે, નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે.
ગણપતિના જન્મ વિશે વિવિધ પુરાણકથાઓ છે.
એક કથા અનુસાર શિવ અને પાર્વતી હસ્તી-હસ્તિની સ્વરૂપે વનવિહાર કરતાં હતાં ત્યારનું તેમનું સંતાન તે ગજાનન ગણપતિ. અન્ય એક કથા અનુસાર શિવે તપપ્રભાવથી એક સુંદર કુમારનું સર્જન કર્યું. પોતાના સાહચર્ય વિના જ શિવે આ કુમારનું સર્જન કર્યું, તેથી મત્સરવશ પાર્વતીએ તેને કુરૂપ બનાવ્યો. તેનું મસ્તક ગજશીર્ષ થઈ ગયું.
એક બીજી કથા પ્રમાણે શિવની અનુપસ્થિતિમાં એકલાં પડેલાં પાર્વતીએ એકલવાયાપણું ટાળવા સારુ પોતાના અંગમલમાંથી એક કુમારમૂર્તિ ઘડી, સજીવ કરી. એક વખત પાર્વતી સ્નાનગૃહમાં હતાં અને કુમાર ઘરનું ધ્યાન રાખતો હતો તેવામાં શિવ આવ્યા. કુમારે તેમને ઘરમાં પ્રવેશતા રોક્યા. તેમાંથી યુદ્ધ થઈ પડ્યું અને ક્રોધવશ શિવે ત્રિશૂલનો પ્રહાર કરી કુમારનું મસ્તક ઉડાવી દીધું. આથી અત્યંત શોકાકુલ થયેલાં પાર્વતીના સાંત્વન સારુ શિવે કુમારના ધડ ઉપર ઇન્દ્રના હાથીનું મસ્તક મૂકી તેને સજીવ કર્યો. આને લીધે કુમાર કુરૂપ થયા, પણ શિવે તેને પોતાના પ્રમથ ગણોનો અધિપતિ બનાવ્યો અને સર્વ ધર્મકાર્યોમાં તેને અગ્રપૂજાનો અધિકારી બનાવ્યો. એ રીતે તે ગણાધિપતિ અને મંગલમૂર્તિ દેવ બન્યા.
આવી જ બીજી એક કથા પ્રમાણે પાર્વતીના આ સુંદર કુમારને જોવા શનૈશ્ર્ચર આવ્યા. તેમની ક્રૂર દ્રષ્ટિ પડતાં જ કુમારનું મસ્તક વિદીર્ણ થઈ ગયું. બ્રહ્માજીએ કૃપા કરી કુમારના ધડ પર ગજમસ્તક મૂકી તેને સજીવ કર્યો. આ સર્વ કથાઓમાં ગણપતિને અયોનિજન્મા બતાવ્યા છે એ હકીકત તેમના પરબ્રહ્મસ્વરૂપનો સંકેત કરતી લાગે છે.
-પ્રાચીન સમયમાં પણ આપણી તબીબી વ્યવસ્થા ઉચ્ચ ગુણવત્તાની હતી અને પુરાવો પણ શ્રી ગણેશજી છે.
અંગ પ્રત્યારોપણના પ્રથમ ઉદાહરણ ગણેશજી છે. ક્રિટિકલ કેર એક્સપર્ટ અરવિંદ ડોગરા કહે છે કે ભારતીય પૌરાણિક કથા એ વાતનો પુરાવો છે કે પૌરાણિક સમયમાં પણ આપણી મેડિકલ સિસ્ટમ ઉચ્ચ ગુણવત્તાની હતી. ગણેશજી આપણને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન માટે પ્રેરણા આપે છે. ગણેશ ચતુર્થીના અવસર પર તેમની પૂજા કરવાની સાથે આપણે અંગદાનના શપથ પણ લેવા જોઈએ.
શ્રી ગણપતિ સ્થાપન વિષે…
શાસ્ત્રો અનુસાર, કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમ શરૂ કરતા પહેલા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. વૈદિક કેલેન્ડર મુજબ ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ થયો હતો. આ દિવસે ભગવાન ગણેશ ઘણા લોકોના ઘરમાં વાસ કરે છે અને આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે, જે પણ ભક્ત આ 10 દિવસો સુધી ભગવાન ગણેશની સાચા મનથી પૂજા કરે છે, ભગવાન ગણેશ તેને તમામ વિઘ્નોથી મુક્ત કરે છે. આ વખતે 300 વર્ષ બાદ બે વિશેષ યોગ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો જાણીએ મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય અને યોગ.
વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 18 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 02:10 વાગ્યે શરૂ થઈ રહી છે અને ચતુર્થી તિથિ 19 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 03:12 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ગણેશ ચતુર્થી અને 10 દિવસીય ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ વર્ષે લગભગ 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર એક ખાસ સંયોગ સર્જાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ યોગ અને શુક્લ યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે, જે પંચાંગ અનુસાર લગભગ 300 વર્ષ પછી બની રહ્યા છે.
ભગવાન ગણેશની મૂર્તિ હંમેશા ઘરમાં કે અન્ય કોઈ જગ્યાએ શુભ સમયે સ્થાપિત કરવી જોઈએ. આવી સ્થિતિમાં 19 સપ્ટેમ્બરે સવારે સૂર્યોદયથી 12:52 વાગ્યા સુધી કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિમાં ભગવાન ગણેશની સ્થાપના થઈ શકે છે. તમે અભિજીત મુહૂર્તમાં પણ મૂર્તિની સ્થાપના કરી શકો છો. આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11.35 થી શરૂ થશે અને બપોરે 12.23 સુધી ચાલશે.
બીજી તરફ 19 સપ્ટેમ્બરે સવારે 10:43 થી 12:15 સુધી લાભ ચોઘડિયા રહેશે. તેમજ 19 સપ્ટેમ્બરે બપોરે 12:14 થી 1:47 સુધી અમૃત ચોઘડિયા રહેશે. તમે આ શુભ સમય દરમિયાન પણ મૂર્તિની સ્થાપના કરી શકો છો.
આ દિવસે સવારે વહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. તેમજ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા તમારા ઘરના ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ ભાગમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. આ પછી ધૂપ, અગરબત્તી અને દીવા પ્રગટાવો. નવગ્રહ પણ બનાવો. પૂર્વ ભાગમાં કલશ મૂકો. આંબાનાં પાન પણ કલશમા નાખો. ભગવાન ગણેશને દુર્વા ચઢાવો અને મોદક ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. આથી ભગવાન ગણેશને ચણાના લોટના મોદક અર્પણ કરો. ગણેશજીની આરતી કરો અને પછી ઘરના તમામ સભ્યોમાં પ્રાસનનું વિતરણ કરો.
લેખન અને સંકલનઃ- પ્રા. રાજેશ કારિયા 🙏