Tulsi - A blessing books and stories free download online pdf in Gujarati

તુલસી - એક વરદાન

તુલસી


વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ।

કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||


(વૈજ્ઞાનિક નામ:Ocimum tenuiflorum; સંસ્કૃત: तुलसी) લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય (રૂંવાટી વાળી) હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ (petiole) દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અને તેમનો આકાર લંબગોળ હોય છે જે ૫ સેમી સુધી લાંબા થાય છે, તેની કિનારે થોડા ખાંચા પણ હોય છે. આને આછા જાંબુડી રંગના ઝીણાં ફૂલ આવે છે જે કલગી પ્રકારનાં પુષ્પવિન્યાસમાં હોય છે.મુખ્ય બે પ્રકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય છે—લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).

તુલસી સમશિતોષ્ણ પ્રદેશોની મૂળ નિવાસી છે, અને તેનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે, આ ઉપરાંત છુટા-છવાયા નિંદણ તરિકે પણ ઉગેલી જોવા મળે છે. તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ મટે થાય છે, અને તેના સુગંધી-તેલ માટે પણ. દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. વળી વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે.

તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે 'અદ્વિતીય', તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે .સનાતન ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે—"રામ તુલસી" જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને "કૃષ્ણ તુલસી" જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પુજા માટે મહત્વના છે.

ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યરેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે, વારાણસીમાં તો ખાસ.

તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. આ દિવસે વિવાહ-લગ્ન આદિ શુભ કાર્યમાટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. કારતક મહીનામાં દીવા પ્રગટાવવાની પ્રથા સાથે તુલસીની પણ પૂજા કરાય છે અને તેને શુકનવંતી મનાય છે. વૈષ્ણવો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.

તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે.

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.


આ છે તુલસીના ફાયદાઓ:

ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.

મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે.

જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો.

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઇ જશે.

જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.

ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

*સાર…*

1) તુલસી વિશે હિન્દુ માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે કે દરેક ઘરની બહાર તુલસીનો છોડ હોવો અનિવાર્ય છે. એટલું જ નહીં જો વ્યક્તિ પ્રતિદિન તુલસીનું સેવન કરે છે, તો તેનું શરીર અનેક ચંદ્રાયણ વ્રતના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત કરી લે છે.

2) જળમાં તુલસીદલ (તુલસીના પાન) નાંખી સ્નાન કરવું તીર્થસ્થળોમાં સ્નાન કરવા સમાન છે. ઉપરાંત તુલસી વાસ્તુદોષ દુર કરવા પણ સક્ષમ છે.

3) પ્રતિદિન તુલસીનું પૂજન કરવું અને છોડમાં જળ અર્પિત કરવું આપણી પરંપરા છે. જે ઘરમાં પ્રતિદિન તુલસીની પૂજા કરવામાં આવે છે. ત્યાં સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય બની રહે છે. ધનની ક્યારે અછત નથી સર્જાતી. આથી આપણે તુલસીનું પૂજન ખાસ કરવું જોઇએ.

4) ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય તો ઘરમાં કલેશ અને અશાંતિ દૂર થાય છે. ઘર-પરિવાર પર માં લક્ષ્મી જીની વિશેષ કૃપા બની રહે છે. એટલું જ નહી પ્રતિદિન દહીં સાથે ખાંડ અને તુલસીના પાનનું સેવન કરવું શુભ માનવામાં આવે છે.

5) પૌરાણિક શાસ્ત્રો અનુસાર તુલસીના પાનના સેવનથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે. દહીં અથવા દૂધની સાથે તુલસીનું સેવન કરવાથી ઘણા પ્રકારના આયુર્વેદિક લાભ પ્રાપ્ત થાય છે. દિવસભર કાર્યમાં મન લાગે છે. માનસિક તણાવ રહેતો નથી, શરીર હંમેશા ઉર્જાવાન બની રહે છે.


લેખન- સંકલન

પ્રા.રાજેશ કારિયા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED