સનાતન પરંપરાઓ… ચાર મઠો Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનાતન પરંપરાઓ… ચાર મઠો

સનાતન પરંપરાઓ.... "આદિ શંકરાચાર્યજી અને ચાર મઠો"

---------------------------------------------


આદિ શંકરાચાર્ય એક મહાન બુદ્ધિજીવી અને ભાષાશાસ્ત્રની પ્રતીભા હતા, તેમજ તેઓ એક આધ્યાત્મિક પ્રકાશ અને ભારતનું ગૌરવ હતા. નાનકડી ઉંમરે જ તેમણે બતાવેલા ડહાપણ અને જ્ઞાનના સ્તરે તેમને માનવતાનો ઝળહળતો પ્રકાશ બનાવ્યો.

તેઓ એક મુક્તહસ્ત બાળક અને અલૌકિક ક્ષમતા ધરવતા અસાધારણ વિદ્વાન હતા. માત્ર બે વર્ષની વયે જ તેઓ કડકડાટ સંસ્કૃત બોલી અને લખી શકતા હતા. ચાર વર્ષની વયે તેઓ બધા વેદોનું પઠન કરી શકતા હતા અને બાર વર્ષે તેમણે સંન્યાસ લઈને ઘર છોડ્યું. અટલી નાની વયે પણ તેમના શિષ્યો થયા અને તેમણે દેશભરમાં આધ્યાત્મિક વિજ્ઞાનને પુનર્સ્થાપિત કરવા ભ્રમણ શરૂ કર્યું.

બત્રીસ વર્ષે તેમણે તેમનો દેહ ત્યાગ કર્યો પણ બારથી બત્રીસ સુધી, એ વીસ વર્ષ દરમિયાન તેમણે આખા દેશમાં અનેક વાર ભ્રમણ કર્યું, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, કેરળથી લઈને બદ્રીનાથ અને ત્યાંથી પાછા, તેઓએ બધી જ દિશામાં ભ્રમણ કર્યું. તેઓ ખૂબ જ ઝડપથી ચાલનારા રહ્યા હશે કારણ કે, આટલા ટૂંકા આયુષ્યમાં તેમણે આટલું ભ્રમણ કર્યું અને તેની વચ્ચે તેમણે હજારો પૃષ્ઠોનું સાહિત્ય રચ્યું.

પ્રાચીન ભારતીય સનાતન પરંપરા નો વિકાસ અને હિંદુ ધર્મ ના પ્રચાર પ્રસાર માં આદિશંકરાચાર્યનું મહાન યોગદાન છે. એમણે ભારતીય સનાતન પરંપરા ને પુરા દેશ માં ફેલાવવા માટે ભારત ના ચારેય ખૂણા માં ચાર શંકરાચાર્ય મઠો ની સ્થાપના કરી હતી અને દશનામી અખાડા અને નાગા ફૌજ બનાવી ધર્મ ની રક્ષા કરી આ ચારેય મઠ આજે પણ ચાર શંકરાચાર્યો ના નેતૃત્વ માં સનાતન પરંપરા ના પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે.

આદિ શંકરાચાર્ય એટલે ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય.

તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને એ ઋણ શંકરાચાર્યે માતાના અંતકાળ સુધી સ્વીકાર્યું. શંકરે નાની વયમાં જ સકલ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાની ઇચ્છા હતી કે તેઓ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, પણ તેમનું વલણ જુદું હતું. તેમણે સંન્યાસ ગ્રહણ કરવાની રજા માગી પણ માતા દુ:ખી થયાં. કહેવાય છે કે એક દિવસ શંકર નદીએ નાહવા ગયા હતા ત્યાં મગરે એમનો પગ પકડ્યો. તેમની ચીસ સાંભળી માતા દોડી આવ્યાં. શંકરે તેમને કહ્યું કે તમે મને સંન્યાસ લેવાની રજા આપો તો જ આ મગર મને છોડે. માતાએ તેમ કરવા સ્વીકાર્યું અને મગરે શંકરનો પગ છોડ્યો. આ કથાનું તાત્પર્ય એવું જણાય છે કે સંસારરૂપી નદીમાં મોહરૂપી મગર માણસને પકડે છે અને એના મુખમાંથી છૂટવાનો ઉપાય સંન્યાસ સિવાય બીજો નથી. અથવા માતાએ માનતા માની હોય કે મગર પગ છોડશે તો દીકરાને સંન્યાસી બનાવીશ. આ રીતે સંન્યાસ ગ્રહણ કરવાની રજા મળી, પણ જતાં જતાં માતાને વચન આપ્યું કે ‘તું જ્યારે સંભારશે, ત્યારે તારી સમક્ષ આવીને ઊભો રહીશ.’

શંકરાચાર્યે નર્મદા નદીના કિનારે ગોવિંદપાદાચાર્ય પાસે સંન્યાસની દીક્ષા લીધી અને વેદાંત સાથે યોગનું પણ જ્ઞાન મેળવ્યું. એમ કહેવાય છે કે તેઓ પ્રયાગ ગયા, જ્યાં કુમારિલ ભટ્ટે અગ્નિ પ્રગટાવીને પોતાનો દેહ હોમ્યો હતો અને અર્ધા બળી ગયા હતા. શંકરે તેમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. કુમારિલ ભટ્ટે તેમને પોતાના શિષ્ય મંડનમિશ્રને મળીને તેની સાથે વિવાદ કરીને તેના ઉપર વિજય મેળવવા કહ્યું. શંકરને એવી એંધાણી મળી કે જ્યાં ઘરને બારણે મેના-પોપટ વેદનું ઉચ્ચારણ કરતાં હોય તે ઘર મંડનમિશ્રનું. શંકર ત્યાં પહોંચ્યા અને તેમની સાથે મીમાંસા અને વેદાંતના સિદ્ધાંત સંબંધી વાદ થયો, જેમાં મંડનમિશ્રનાં પત્ની સરસ્વતી કે ભારતી મધ્યસ્થી થયાં અને એમ નક્કી થયું કે મંડન હારે તો તેઓ સંન્યાસી થાય. સરસ્વતીએ શંકરાચાર્યના જયની ઘોષણા કરી અને મંડન સંન્યાસી બન્યા. ત્યારપછી શંકરાચાર્યે આખા હિન્દુસ્તાનમાં પ્રવાસ ખેડી ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યો અને એના પ્રચાર અને રક્ષણ માટે દેશના ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યા તથા પોતાના મુખ્ય શિષ્યોને મઠાધીશ બનાવ્યા. આ મઠો દક્ષિણમાં શૃંગેરીમાં, પશ્ચિમમાં દ્વારકામાં, ઉત્તરમાં બદરીનાથમાં અને પૂર્વમાં પુરીમાં સ્થાપ્યા. એક પરંપરાગત માન્યતા એવી છે કે પાંચમો મઠ કાંચીમાં સ્થાપ્યો. તેમના દશનામી સંપ્રદાયના સંન્યાસીઓ આ દસમાંથી એક નામથી ઓળખાય છે – ગિરિ, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, પાર્વત, સાગર. અનુભૂતિની કક્ષા અનુસાર તેઓ બ્રહ્મચારી, દંડી, પરિવ્રાજક અને પરમહંસ કહેવાય છે.


શંકરાચાર્ય એ હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ ધાર્મિક નેતાનો દરજ્જો છે, જે બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપની સમકક્ષ છે. દેશમાં ચાર મઠમાં ચાર શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદ એકમાત્ર શંકરાચાર્ય હતા જેઓ બે મઠના વડા હતા.

આ પદની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય એક હિંદુ ફિલુસુફી અને ધાર્મિક વડા હતા, જેમને હિંદુ ધર્મના મહાન પ્રતિનિધિઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે આદિ શંકરાચાર્યએ ભારતના ચાર પ્રદેશોમાં ચાર મઠની સ્થાપના કરી.

ચાર મઠમાં મુખ્ય પદ ધરાવતા વ્યક્તિને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ મઠોની સ્થાપના કર્યા પછી, આદિ શંકરાચાર્યએ તેમના ચાર મુખ્ય શિષ્યોને ચાર મઠની ગાદી સંભાળવા આપી. ત્યારથી આ ચાર મઠમાં શંકરાચાર્ય પદની પરંપરા ચાલી આવે છે.દરેક મઠનું પોતાનું વિશેષ મહાવાક્ય(આશ્રમનું સૂત્ર) હોય છે.

મઠ એટલે એવી સંસ્થાઓ જ્યાં ગુરુઓ તેમના શિષ્યોને શિક્ષણ, ઉપદેશ વગેરે આપવાનું કામ કરે છે. આને પીઠ પણ કહેવામાં આવે છે. આ ગુરુઓ સામાન્ય રીતે ધાર્મિક ગુરુ હોય છે. આપવામાં આવતું શિક્ષણ મુખ્યત્વે આધ્યાત્મિક હોય છે. આશ્રમમાં આ કાર્યો ઉપરાંત સમાજસેવા, સાહિત્ય વગેરેને લગતા કાર્યો થતા હોય છે. બૌદ્ધ મઠોને વિહાર કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં, તેઓ મોનાટ્રી, પ્રાયોરી, ચાર્ટરહાઉસ, એબી વગેરે નામોથી ઓળખાય છે.

દેશભરના સંતો એક યા બીજા મઠ સાથે જોડાયેલા હોય છે. નિવૃત્ત થયા પછી, દીક્ષિતના નામની પાછળ એક વિશેષણ મૂકવામાં આવે છે, જે દર્શાવે છે કે આ સન્યાસી કયા મઠનો છે. વેદની પરંપરાના વાહક કોણ છે? બધા મઠ જુદા જુદા વેદના ઉપદેશકો છે.અને દિક્ષા બાદ તેના નામ પર નક્કી થાય છે કે જે તે સાધુ ક્યા મઠ સાથે જોડાયેલ છે.


શ્રુંગેરી મઠ:

દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે શૃંગેરીપીઠ તરીકે ઓળખાય છે.
શ્રુંગેરી શારદા પીઠ ભારત ના દક્ષીણ માં રામેશ્વરમ માં સ્થિત છે. શ્રુંગેરી મઠ કર્નાટક ના સૌથી પ્રસિદ્ધ મઠો માં થી એક છે. એની નીચે દીક્ષા લેવા વાળા સંસ્યાસીઓ ના નામ પછી સરસ્વતી, ભારતી, પૂરી સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાવાક્ય અહં બ્રહ્માસ્મિ છે. મઠ ની નીચે યુજુર્વેદ ને રાખવામાં આવ્યો છે. એની પહેલા મઠાધીશ આચાર્ય સુરેશ્વર હતા.

ગોવર્ધન મઠ:

પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.
ગોવર્ધન મઠ ઓરિસ્સા ના પૂરી માં છે. ગોવર્ધન મઠ નો સંબંધ ભગવાન જગન્નાથ મંદિરથી છે. બિહારથી લઈને રાજમુંદ્ર સુધી અને ઓરિસ્સાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી નો ભાગ આ મઠ ની અંતર્ગત આવે છે.ગોવર્ધન મઠ ની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી આરણ્ય સંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાવાક્ય છેપ્રદાન બ્રહ્મ અને આ મઠ ની નીચે ઋગ્વેદ ને રાખવામાં આવ્યો છે. આ મઠ ની નીચે મઠાધીશ આદિશંકરાચાર્ય ની પહેલા શિષ્ય પદ્મપાદ હતા.


શારદા મઠ:

પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ જે દ્વારિકા સ્થિત છે. શારદાપીઠ તરીકે ઓળખાય છે.
દ્વારકા મઠ ને શારદા મઠ ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ મઠ ગુજરાત માં દ્વારકાધામ માં છે. એની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી તીર્થ અને આશ્રમ સંપ્રદાય નામ વિશેષ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. આ મઠ નું મહાકાવ્ય છે તત્ત્વમસી અને એમાં સામવેદ ને રાખવામાં આવ્યો છે. શારદા મઠ ની પહેલા મઠાધીશ હસ્તામલક હતા. હસ્તામલક આદિશંકરાચાર્ય ના મુખ્ય ચાર શિષ્યો માં થી એક હતા.


જ્યોતિર્મઠ:

ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે ઉત્તરાખંડ સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે. જ્યોતિર્મઠ ઉત્તરાખંડ ના બદ્રિકાશ્રમ માં છે. એતિહાસિક રીત પર, જ્યોર્તિર્મઠ સદીઓથી વૈદિક શિક્ષા તથા જ્ઞાન નું એક એવું કેન્દ્ર રહ્યું છે.જ્યોતિર્મઠ ની નીચે દીક્ષા લેવા વાળા સંન્યાસીઓ ના નામ પછી ગિરી, પર્વત અને સાગર ચારેય દિશાઓ માં આદિશંકરાચાર્ય એ સ્થાપિત કર્યા હતા. આ ૪ મઠસંપ્રદાય નામ વિશેષણ લગાવવામાં આવે છે. જેનાથી એને એ સંપ્રદાય ના સંન્યાસી માનવામાં આવે છે. એનું મહાવાક્ય અયમાત્મા બ્રહ્મ છે. મઠ ની અંતર્ગત અથર્વવેદ ને રાખવામાં આવ્યો છે. એની પહેલા મઠાધીશ આચાર્ય તોટક હતા.


આદિ શંકરાચાર્યજી ને સ્વયં ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. સનાતન હિંદુ ધર્મ ના અસ્તિત્વ માટે

આદિ શંકરાચાર્યજી અને ગુરુ ગોરખનાથજીએ હિંદુ સનાતન ધર્મનું પુનર્ગઠન કર્યું. વિશ્વ ના સર્વે સનાતનીઓ પોતાના ધર્મ ના અસ્તિત્વ માટે સદા સર્વદા એમના કૃતજ્ઞ રહેશે.

સંકલન: રાજેશ કારિયા