Silent Spectator books and stories free download online pdf in Gujarati

મૂંગો પ્રેક્ષક

ઓફિસ ના કામ અંગે પુના જઈ રહ્યો હતો.

ડેકકન કવીન માં પગ દેતાં જ એક અજાણ નારી જોડે અથડાઈ ગયો.

" સોરી! "

શબ્દ મુખેથી સરી પડ્યો.

પણ તે તો અટ્ટહાસ્ય કરી કંપાર્ટમેન્ટ ની ભીતર ચાલી ગઈ.

આ નાનકડા અકસ્માતે મારું ચિત્ત ચોરી લીધું.

નમણી કાયા, ગેહુવર્ણ મારી આંખો માં વસી ગયો. નેતર ની સોટીથી જરાક જાડી કહી શકાય તેવી બહેન મલપતી ચાલે હાથમા થેલી ઝુલાવતી પોર્ટરે કરી આપેલી જગ્યા માં ગોઠવાઈ ગઈ.

તેણે પૈસાની માંગણી કરી. ગાડી ઘણી જ ખાલી હતી.
છતાં તેણે પોતાની પાઘડી ખાલી જગ્યા પર મૂકી સીટ બુક કરી લીધી હતી.

આઠ આના રૂપિયાની ખટપટ થઈ.

આખરે આઠ આનામાં પોર્ટર માની ગયો.

યુવતી પાસે પાસે છુટા પૈસા નહોતા.

બાજુના યુવકે પોતાના ખિસ્સામાંથી આઠ આના નો સિક્કો કાઢી પોર્ટરના હાથમા થમાવી દીધો.

" યહ લિજીયે. આઠ આના વાપસ કીજીયે. " કહી યુવતીએ રૂપિયાની નોટ તેના ભણી લંબાવી દીધી.

" રહને દો. ઉસ કી જરૂરત નહીં. " યુવકે વિવેક જતાવતા કહ્યું.

મારી નિરીક્ષક આંખો કેમેરા ની માફક તેના સમગ્ર બદન પર પરિભ્રમણ કરી રહી હતી.

યુવાનની અડોઅડ બેઠેલ નારીનો વિરોધી પોઝ નિહાળી અચરજ થયું.

કોઈનું ઋણ માથે ન ચઢાવવાની રઢ મારા લેખક હૈયા ને સ્પર્શી ગઈ.

સિગારેટ ના ધુમાડામા પ્રાંતિજ નો યુવાન લેખક પરાજિત પટેલ યાદ આવી ગયો.

' નારી તને ન ઓળખી ' શિર્ષક હેઠળ નારીના વિધવિધ સ્વરૂપો તે આકૃત કરતો હતો.

તેને ઓળખવાનું કોઈ જ બેરોમીટર શોધાયું નથી.

ગાડી ઉપાડવાને થોડી ક્ષણો બાકી હતી. ત્યાં જ છેલ્લી ઘડીએ એક કંગાળ મુફલિસ દેખાતો શખ્સ તે નારીને મળવા આવ્યો હતો.

તે જ વખતે ગાડીની વ્હિસલ વાગી. તે જોઈ નારીએ તેને સૂચિત કર્યો.

" ભૈયા તુમ જાઓ. ગાડી ચલને વાલી હૈં. "

તેના કહેતા વેંત જ ગાડી ચાલવા માંડી. અને તેનો ભાઈ ગાડી સાથે જ ભાગવા માંડ્યો.

તેણે બહેન જોડે હાથ મિલાવ્યા. અને ગાડી પ્લેટ ફોર્મ વટાવી ગઈ અને ભાઈ અટકી ગયો.

સામાન્યતઃ નારીને એકલી અટુલી નિહાળી પુરુષ લળી પડે છે. કામદેવની જીભ પાણી પાણી થઈ જાય છે. હું પણ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો.

હું પરણેલો હતો. અને તે નારીની હર કોઈ હિલચાલ મારા દિલો દિમાગમાં તરેહ તરેહ ના વિચારો જગાડી રહયા હતા.

પારકી સ્ત્રી પર નજર નાખવાની લાગણી ને રોકી શક્તો નહોતો.

હાથમાનુ પુસ્તક માત્ર બહાનું બની ખોળામાં બિરાજમાન હતું.

વિચારોની વણ થંભી મઝલ શરું થઈ ગઈ હતી.

તે નારી મારે માટે કુતુહલનો વિષય બની ગઈ હતી.

હિન્દી ભાષાના લઢણ પરથી તે યુ પી ની રહેવાસી લાગી રહી હતી.

કંપાર્ટમેન્ટમાં તે સર્વે યાત્રીઓની નજરમાં વસી ગઈ હતી.
પરાયા યુવક ની અડોઅડ બેઠલ નારી ખામોશ હતી. પણ તેની મૌન આંખો ઘણું બધું કહી રહી હતી.. તેનો અંગ મરોડ તેમ જ પુષ્ટ અંગો સાથેની ચેષ્ટા તેની ભીતર ની વાતોની ઘંટડી વગાડી રહી હતી.

તે યુવકના બે મિત્રો પણ તેની સંગાથે હતા. તેમની વાતચીતનો તેમના ચરિત્ર વિશે જાતજાતની શંકા જગાડતા હતા. કોલેજીયન ટેસ્ટ તેમની વાતોમાં ફલિત થઈ રહ્યો હતો.

" યાર વો લડકિયા દૂસરે ડીબ્બે મેં ચલી ગઈ. સાલ્લા મજા કિરકિરા કર દિયા.. "

વી ટી સ્ટેશને તેમની વાતો સુણી તેમના ટેસ્ટ ની જાણ થઈ ગઈ હતી.

ગાડી પૂરપાટ ભાગી રહી હતી. વિચારોની ગતિ તેનાથી વધારે તેજ હતી. વાનર કુદકા સમા વિચારો ખુદ લજ્જિત કરી રહ્યાં હતા!!

એક પછી એક સ્ટેશન પસાર થઈ રહ્યાં હતા. કેટલા સહયાત્રી ઊતરી ગયા હતા. કેટલા નવા યાત્રીઓનો ઉમેરો થયો હતો. છતાં મારી નજર તે નારીનો પીછો કરી રહી હતી. ઘણી વાર ચાર આંખો એક થઈ જતી હતી. તેણે મારી ચોરી પકડી પાડી હતી. તે જોઈ મને ગભરાટની લાગણી થઈ રહી હતી..

નારી એ જ હતી. પણ તેના પોઝ પળપળ બદલાતા જતાં હતા.

બેઠા બેઠા સુવાના નિરર્થક પ્રયાસ બાદ તેણે થેલીમાંથી એક નાનકડી ડબ્બી બહાર કાઢી. તેમ કરવા જતાં તેની કોણી જુવાનિયા ને અડી ગઈ...

થયું હમણાં વિવેક કરશે.

સોરી બોલશે...

પણ એવું કાંઈ જ ન થયું.

જુવાનિયાનો સ્પર્શ આકસ્મિક હતો? કે પછી જાણી જોઈને કર્યો હતો?

ડબ્બીમાંથી તમાકુ કાઢી મોઢામાં ખોસ્યું.. તે જોઈ દેહનો છડે ચોક વેપલો કરતી પ્લે હાઉસની દેહજીવિની યાદ આવી ગઈ.

વારંવાર તે બારી નજીક બેઠેલા યુવકને ખસેડી બારી બહાર થૂંકી લેતી હતી.

તે નારી હર પળ મારા કુતુહલ માં ઉમેરો કરતી હતી.

તે યુવક નારી ના આછા પાતળા સ્પર્શ થકી ગુદગુદી અનુભવતો હતો. અને મનોમન હરખાતો હતો.

દરેક વ્યક્તિ જાણે તેને ઘુરકી રહી હતી. અજાણતાનો ડોળ કરી તેને છેડવા મથી રહ્યું હતું.

તેની બાજુમાં બેઠેલા યુવાન પોતાની થેલીને ઓશિકુ બનાવી લાંબો થઈ ગયો.

તે નારી પણ વારંવાર સુવાનો પ્રયત્ન કરતી હતી. જાણે અજાણે તેની બીજી બાજુ બેઠેલા યુવાનના ખભા ને તેનું માથું ટકરાતું હતું.

મારૂં કુતુહલ વધતું જતું હતું.

એક મુફલિસ દેખાતા યુવાનની બહેન પુરુષના ડબ્બામાં એકલ દોકલ મુસાફરી કરી રહી હતી. તેની ચિત્ર વિચિત્ર હરકત શંકા ના વમળ ગૂંથી રહી હતી.

તે નારી ' શોર્ટ ઓફ વર્ડ્સ ' - ઓછા બોલી - મુંજી હોવાનો આભાસ જગાડી રહી હતી.

એક યુવકે સહજ સવાલ કર્યો :

" કહાં પૂના જાઓગી? "

તેનો જવાબ તેણે ડોકું હલાવી આપ્યો.

તે નારી અનેક તર્ક વિતર્ક કરવા પ્રેરી રહી હતી.

આજના યુગની પરિભાષામાં તે ' ચાલુ ' હોવાની છબી ખડી કરી હતી... પબ્લિક કેરિયર હોવાની છાપ ઊભી કરી રહી હતી.

તે યુવાનની બોડી લેન્ગવેજ પણ કાંઈ આવી જ પ્રતિક્રિયા વ્યક્ત કરી રહી હતી.

ગાડી લગભગ પોણી મઝલ કાપી ચૂકી હતી. પણ મારૂં મન તો ન જાણે ક્યાં અટવાઈ ગયું?

ત્રણ યુવાનિયા ચોથા પાર્ટનરની કંપની ગોતી પાના ટીચવા માંડ્યા. બે યુવાન તે નારી ની અડખે પડખે બેઠા હતા.

ક્ષણિક વિચાર ઉદભવ્યો. તેમની સરળતા સગવડતા માટે તે નારી પોતાની સીટ તેમને આપશે. પણ તે તો ભૂલ ભુલામણી સર્જી રહી હતી. વિનય વિવેક તેનાથી જોજન દૂર હતો. કદાચ આ તેને મળેલા સંસ્કાર ની દેન હતી.

તેના ચેન ચાળા અનેક તર્ક જગાડી રહ્યાં હતા!

હજી પણ હું ચોરી છુપી થી આંખો વડે તેના દેહ સૌંદર્ય ને
પી રહ્યો હતો.

વારંવાર સરી જતાં સાડીના છેડાને પૂર્વવત ગોઠવી દેવા બાબત તે બિલ્કુલ બેપરવા દિસી રહી હતી.

શું તે અજાણ હતી?

શું તે free minded છે?

હું તેની વ્યાખ્યામાં ગૂંચવાઈ ગયો.

સ્મૃતિ પટ પર એક જાણીતી છબી ઊભરી આવી.

આછો પાતળો, જાણ્યે અજાણ્યે થતો સ્પર્શ આજની નારીને ફાવી ગયો છે. તેની મનોમન મજા માણી લે છે. તે કોઈ વાંધો દર્શાવતી નથી. પણ પુરુષની વૃત્તિ હર યુગમાં આંગળી આપતા પોચો પકડવાની રહી છે. આ સનાતન સત્ય જાણવા છતાં સ્ત્રી ની સમજ બહાર જઈ રહ્યું છે.

નજર હજી પણ તેના દેહની આસપાસ પરિભ્રમણ કરી રહી હતી.

સહયાત્રી ની વાતે દયાન ભંગ થયું. તેમની વાતે કરણેન્દ્રિય સતેજ થઈ ગઈ.

" ક્યા આજ કે આદમી હૈં..? આગ લગી કે ભીડ, અકસ્માત હુઆ કે ભીડ, ઇમારત તૂટી કે લોગ જમા!"

સ્ટેશન પર મૃતદેહની આસપાસ જમા થયેલી મેદની નિહાળી કોઈ એ ટકોર કીધી.

" સમય નહીં કી બાતે કરને વાલે લોગ પાંચ મિનિટ સ્ટેશન પર ક્યૂ મેં ખડે રહ નહીં પાતે.. કિંતુ ફિલ્મ કલાકાર યા અન્ય તમાશા દેખને કે લિયે તૈયાર હો જાતે હૈં! "

કેટલી સાચી વાત હતી? ભીડ જમા થવા પાછળ માનવીનું કુતુહલ, તેની ઘેલછા જ કારણ ભૂત હોય છે ને? મનમાં વિચાર સ્ફૂર્યો.

ખંડાલા આવી ગયું.

ગાડી પળભર થંભી ગઈ.

સિગારેટ લેવા માટે હું ગાડીમાંથી નીચે ઉતર્યો.

સિગારેટ સળગાવી ને બે ચાર ઊંડા કસ લીધા.

ત્યાં જ વ્હિસલ વાગી અને હું પુનઃ ગાડીમાં ચઢી ગયો.

અચાનક તે નારી પર નજર પડી. તે તમાકુ ચાવી રહી હતી. અને તેનો નાજુક દેહ તે યુવાન જોડે ઘસાઈ રહ્યો હતો.

તે જોઈ મને ગલગલિયા થવા માંડ્યા.

કામદેવનું રાજકારણ કેવું ન્યારું છે?

કાંઈ લખવાની સામગ્રી લઇ તે નારી મારી સમક્ષ આવી હતી.

તેની સાથે વાત કરવાનું મન થતું હતું. પણ કંપાર્ટમેન્ટ મા અનેક લોકો મોજુદ હતા. આ કારણે મારી જીભ જવાબ દઈ ગઈ હતી.

તેનું નિરીક્ષણ કરવા સિવાય મારી પાસે કાંઈ બચ્યું નહોતું.

રાત્રિના અંધકારમાં ખંડાલાની ઊંડી વિશાળ ખીણો જોવાની તક ન મળી પણ એક નારીના હદયની ખીણ માં ડોકિયું કરવાની મળેલી તકે સંતોષ ની લાગણી જગાડી.

તાજુબની વાત હતી. તેની કાતિલ વેધક નજર મારી ચોરી ને પામી ગઈ હતી. હું કાંઈ ખોટું કરી રહ્યો હતો. કદાચ તેથી મારા દિમાગમાં વિચાર જાગ્યો. જાણે તે કહી રહી હતી.

" ઘર મેં મા બહન હૈં કે નહીં? "

તે ચૂપ હતી. ખામોશ હતી. તેની ચિત્રવિચિત્ર દેહની હિલચાલ તેની ભીતર ભડકી રહેલી જીજીવિષા ની ચાડી ખાઈ રહી હતી.

એક ફ્લેશ બેક માં ખેંચાઈ ગયો.

છેલ્લી ઘડીએ તેને મુકવા આવનાર ભાઈ ની લાગણી ગાડીની ગતિ સાથે અલોપ થઇ ગયાની લાગણી નીપજી.
વિદાય વખતે તે એકલી હતી. છતાં પણ તેણે કોઈને ભલામણ કરી નહોતી.

" મેરી બહન કા ખ્યાલ રખના. "

આ સ્થિતિમાં હું માનવા પ્રેરાયો હતો.

નારીને એકલ દોકલ મુસાફરી કરવાની આદત હતી.

તે નિર્ભય નીડર હતી. તે વાતનું પણ કોઈ સમર્થન નહોતું.

બાકી સપ્ટેમ્બર મહિનામા વધારે ગર્દી હોતી નથી. ગભરુ સ્ત્રી તો લેડીઝ કંપાર્ટમેન્ટમાં જ મુસાફરી કરે.

વિચારોની ગતિ કળવી મુશ્કેલ થઈ રહી હતી.

જોતજોતામાં ખડકી આવી ગયું

ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો.

યુવાને કાચની બારી ઢાળી દીધી. પણ મારૂં કુતુહલ unshuttered જ રહ્યું.

" પૂના મેં કહાં જાના હૈં,? "

મેં તેને સવાલ કર્યો.

" માલુમ નહીં. " કહી નારી ખામોશ થઈ ગઈ.

આ સ્થિતિમાં યુવાને સવાલ કર્યો.

" મૌન વ્રત હૈં ક્યા? '

મારી બાજુના યુવક ના પ્રશ્ન થી untouched નારી કોયડો બની રહી હતી.

બેધડક અજાણ્યા પુરુષ ની બાજુમાં બેસતી, તેના દેહ જોડે અથડાતી તેની કાયા તેનું મૌન એક ગજબ નો વિરોધાભાસ ઊભું કરતા હતા.

તેના જવાબમા ખરેખર અજ્ઞાનતા હતી કે જુવાનિયાની દાનત ખોરી હોવાનો સંશય. તે સમજવું કઠિન હતું.

તેનો જવાબ શોધવા ઘણું જ મથ્યો.

તે જ વખતે ગાડી પૂના સ્ટેશન ની અંદર દાખલ થઈ.

અને વિચારોની ગતિ થંભી ગઈ.

ઉઠતા ઉઠતા બાજુના યુવક ના ખભે હાથ મૂકી નારીએ બારી બહાર થૂંકી લીધું... જાણે ફરી થુંકવા મળવાનું જ ન હોય.

પૂના સ્ટેશને નજીવી ભીડ હતું.

રાત્રિના સુનકાર વાતાવરણમાં એકી સાથે બે બૂમો સંભળાઈ.

મોના બાઈ!

અવાજ સાંભળી તે નારીએ તેમને પોતાની પાસે બોલાવ્યા.

બારણામા ઉભા રહીને હાસ્ય પાથરતી નારીને એક વ્યક્તિ ને ફૂલની જેમ ઉંચકીને ગાડીમાંથી નીચે ઉતારી દીધી.

એક આછો બુચકારો સંભળાયો.

તે જોઈ મારા બઢતા કદમ થંભી ગયા.

તે નારી જુવાન વયના શખ્સની બાહો માં સમાઈ ચૂકી હતી.

દારૂના નશા માં એનઘેન યુવકના પાનનો લાલ રંગ તેના ગાલો ને રંગી ગયો.

" અચ્છા હુઆ ડાર્લિંગ તુમ આ ગઈ. રાય બહાદુર કુલદીપ આજ રાત કે દો હજાર થૂંક દેંગે. હમારી ભાગીદારી ફિફ્ટી ફિફ્ટી. "

" મિલાઓ હાથ " કહી હાથ લંબાવી તેનો કોમળ હાથ દબાવી દીધો. અને તેની કમરે હાથ દઈ ગેટ ભણી પ્રયાણ કીધું.

વર્ષાના જોરદાર ઝાપટામાં મારૂં કુતુહલ દુમ દબાવી ને નાસી ગયું.

000000000000000







.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED