Sifilis books and stories free download online pdf in Gujarati

સિફિલિસ - ટૂંકી વાર્તા

જબ અપની નજર મેં હી ગિરને લગો

અંધેરો મેં અપને હી ધીરને લગો
તબ તુમ મેરે પાસ આના....

થાકેલ હારેલ અવસ્થામાં મોતને પંથે ડગ ભરતા તેને શનિનું ગીત યાદ આવી ગયું. અને તેના બઢતા કદમ જાણે ચેતન ગુમાવી બેઠા. નાજુક, પ્રેમાળ હૈયા ને ઊંડી ચોટ પહોંચાડ્યાની  સ્મૃતિ એ અભિરુચિની પરેશાની ને બમણી કરી દીધી.

સની એ તેને સંકટ સમયે તેને મદદ કરી હતી.

આ વખતે પણ તેણે મદદ કરી હોત. પરંતુ તેણે તો નાજુક સંબંધના તાર જ ગૂંચવી નાખ્યા હતા.

શું મોઢું લઈ ને જવું?

અભિરુચિ દ્વિઘાની લાગણી અનુભવી રહી હતી.

શાયદ તેણે પોતાના પ્રેમનો એકરાર સની સમક્ષ કર્યો હોત તો ?

એક વાર પોતાના નિર્ણય વિશે પેટ છૂટી વાત કરી હોત તો?
તેના લાગણી ભર્યા સૂચનો કાને ધર્યા હોત તો? નિ:શક પોતાના જીવનને બરબાદી ના પંથે જતું રોકી શકી હોત! પણ તેને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હતું.

અલ્પેશ સાથેના બોલવા ચાલવાના, વ્યવહારના પ્રારંભિક તબક્કે સની એ તેની દાનત પારખી લીધી હતી. તેને ગુરુ ઘંટાલ નો શિરપાવ આપ્યો હતો.

તેણે અભિરૂચિને ચેતવી પણ હતી. કિંતુ અલ્પેશ સાથેના પ્રેમમાં ગળાડૂબ તેણે આંખ આડે કાન કર્યા હતા.

તેના આવા વલણથી શનિને માઠું લાગ્યું હતું.

સંવેદનશીલ સનીએ આંસુ ભીના ચહેરે પોતાની હૈયા વરાળ બહાર કાઢી હતી.

અલ્પેશે તેને સની વિરુદ્ધ ભડકાવી હતી.  આથી તેના પ્રત્યે નો અભિગમ સાવ જ બદલાઈ ગયો હતો.

બંને વચ્ચે ગેર સમજણની અભેદ દીવાલ ચણાઈ ગઈ હતી.

સનીએ આ દીવાલ તોડવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો. પણ તે અભિરુચિનું નસીબ બદલી શક્યો નહોતો.

સત્ય ઓકી દેવાની હિંમત ના અભાવે કેવી કરુણતા સર્જી હતી...

આ ખ્યાલે અભિરુચિ ડુસકુ નાખી ગઈ..

વાર્યા ન વળે તે હાર્યા વળે.. આ કહેતી અભિરુચિ એ સાચી ઠેરવી હતી.

સાડલા ના છેડે તેણે આંસુ લૂંછી નાખ્યા.

તે જ વખતે તેના અંતરને ભેદી નાખતું સનીનું અરજ કાવ્ય તેના કાને અથડાયું.

એક અજાણી શક્તિ તેને સની ના ઘર ભણી ખેંચવા માંડી :

તેના હાથની મેંદી હજી સુકાઈ નહોતી. ત્યાં જ જીવનને પૂર્ણવિરામ મુકવાની નોબત આવી હતી!!

આગલી રાતના દ્રશ્યોની વણઝાર તેની આંખો સામે નર્તન કરવા માંડી :

તેના પતિ ભુવનેશે પડખે સુવાની ના પાડતા તેના સઘળાં  આવરણ ખેંચી કાઢ્યા હતા.

અભિરુચિની ખુલ્લી જાંઘ પર ચિત્ર વિચિત્ર ઢેફાં જેવા ફોલ્લા નિહાળી ડરી ને ઊભો થઈ ગયો.

તેને કોઈ ગંભીર બીમારીનો સંદેહ જાગ્યો.

તે બીજે દિવસે સવારે જ તેને ડોક્ટર પાસે લઇ ગયો.

ડોક્ટરનું નિદાન સુણી તેની આંખે અંધારા આવી ગયા.

તેણે છુપાવેલી વાત આપોઆપ બહાર આવી ગઈ હતી.

તેણે કોઈ બીમાર પુરુષ જોડે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

તેની પત્ની એ તેની જોડે છળ કપટ કર્યું હતું.

આમ કેમ થયું?

રોગિષ્ટ પુરુષ સાથે તેની પત્ની ને શારીરિક સંબંધ હતા.

ડોક્ટરની વાત સુણી તેણે બેવફા પત્ની ને ઘરમાંથી હાંકી કાઢી હતી.

' ઉજળું એટલું દૂધ નહીં! '

સનીએ અલ્પેશ વિશે ટકોર કરી હતી.

તેના પ્રેમમાં આંધળી ભીંત બની તેના દામનને કાળો ધબ્બ બનાવી દીધો હતો.

ભુવનેશે ચેપી રોગથી બચવા માટે અભિરુચિ નો ત્યાગ કર્યો હતો.

ઉપર ગગન નીચે ધરતી જેવી હાલત હતી.

તેના પિતાએ તો હકીકત જાણી ગળે ફાંસો દઈ પોતાની જાતને ખતમ કરી દીધી હતી.

અને અભિરુચિ એકલ હાથે પહાડ જેવા દુઃખને ઝીરવી જવા કટિબદ્ધ થઈ હતી.

તે ખરેખર પોતાની જ નજરોમાંથી ઊતરી ગઈ હતી.  દીવો લઈને કુવામાં પડ્યા જેવો ઘાટ હતો

તેને સહાનુભૂતિ, સાંત્વનાની જરૂર હતી .

તે મન દઈને કોઈની સામે પોતાનું દુઃખડુ રોવા ચાહતી હતી.

સારી દુનિયામાં કેવળ બે જ વ્યકિત હતી. જે તેને સમજી શકે તેમ હતા. પણ તેણે પોતાની નાદાની થકી આ પ્રેમાળ દંપતિ ને દઝાડ્યા હતા. તે ખ્યાલે તેના પગ પાછા પડતાં હતા. છતાં તે પોતાની જાત સાથે લડી સનીના ઘર તરફ ચાલી નીકળી.

માર્ગ મા તેનું મન વિચારો અને અતીતની જુગલબંદી મા અટવાઈ ગયું.

" શ્રેષ્ઠ ચીજ મેળવવી ખૂબ જ અઘરું છે. "

ડેલ કારનેગીનું આ કથન સનીએ બરાબર પચાવ્યું હતું..

તે માત્ર દોઢ વર્ષની હતી ત્યારે તેની માતાનુ અપહરણ થયું હતું.

તેને કિંમતી ઘરેણાં પહેરવાનો ગાંડો શોખ હતો.

એક પાર્ટી માં થી પાછા ફરતી વેળા એ ગુંડાઓ તેને ઉપાડી ગયા હતા.

બીજે દિવસે તેની નગ્ન લાશ મળી આવી હતી.

તે જોઈ અભિરુચિના પિતાને માથે આભ તૂટી પડ્યું હતું. છતાં તેમણે દીકરી ખાતર પોતાની જાત ને સંભાળી લીધી હતી.

તેમના ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી. ખુદનો બંગલો હતો. નોકર ચાકર હતા. ગાડી હતી. અભિરુચિ જ તેનું સર્વસ્વ હતી.

તેમણે ફરી લગ્ન કરવાનો વિચાર પણ મનમાં આણ્યો નહોતો..

શેષ જીવન વિધુર રહેવાનો તેમનો સંકલ્પ હતો.

તેના પૈસે જલવા કરવા માટે હર કોઈ તત્પર હતું. પણ અભિરુચિ કોઈને દાદ આપતી નહોતી. છતાં સાચા પ્રેમની ભૂખ તેને સતાવતી હતી.

સની તેના જ પિતાની કંપની માં કામ કરતો હતો.

કંપનીના ભાગીદાર હોવાને નાતે અભિરુચિ વારંવાર ઓફિસે જતી હતી

પ્રથમ નજરે જ તેની વાચાળતા કંપની ના એકાઉન્ટ મેનેજર ને સ્પર્શી ગઈ હતી.

લોકો તેને સનીના નામે જ ઓળખતા હતા.

અભિરુચિ ભરપૂર પ્રેમની કામના કરતી હતી.

તે ખૂબ જ લાડકોડ માં ઉછરી હતી.

તે બી એસ સી પાસ થઈ હતી. છતાં તે દુનિયાદારી વિશે અજાણ હતી.

તે સહજ સની ભણી ખેંચાવા માંડી હતી.. ન જાણે તેનામાં શું ખાસ હતું. ભગવાન જાણે.. તે સનીની દિવાની બની ગઈ હતી. સની એ તેને એક બહેનની નજરે જ નિહાળી હતી.

તેના દિલમાં અભિરુચિ પ્રત્યે નિર્મળ, નિ :વ્યાજ લાગણી ધબકી રહી હતી જેનો તેણે ગલત અર્થ ઘટાવ્યો હતો.

તેણે સનીને પામવા આખું ઘર માથે લઈ લીધું હતું.

" મને સની જોઈએ છે.  હું તેના સિવાય બીજા કોઈને નહીં પરણું. "

નાનું બાળક કોઈ રમકડું માંગે તેવી અભિરુચિની મન :સ્થિતિ હતી.

સની બે બાળકો નો પિતા હતો. છતાં અભિરુચિ તેની પાછળ દિવાની થઈ ગઈ હતી.

ભગવાન રામ ચંદ્રે બાળપણ માં જીદે ચઢીને માતા કૌશલ્યા પાસે આકાશનો ચાંદો માંગ્યો હતો. કૌશલ્યા એ કુનેહ દાખવી એક થાળીમાં પાણી રેડી તેમાં પડતાં ચાંદા ના પ્રતિબિંબ ને બતાવી રામની જીદ સંતોષી હતી. પણ અભિરુચિની જીદ કેમ પોષાય? તેના પિતા ભારે વિમાસણ માં મુકાઈ ગયા હતા.

તેને ફિલ્મો જોવાનો પણ ગાંડો શોખ હતો. અઠવાડિયામાં ત્રણ ચાર સિનેમા જોઈ લેવા તેને માટે સામાન્ય વાત હતી. વળી તેની સાથેની સહેલીઓને ઢગલા બંધ બોય ફ્રેંડ્સ હતા. બે ત્રણ ની સગાઈ પણ થઈ ગઈ હતી.. તેમના લગ્નની શરણાઈ ના કાલ્પનિક સૂર અભિરુચિના કાનમાં ગુંજતા હતા.  તે હીનતા અનુભવી રહી હતી. સિનેમા ઉપરાંત નવલકથા પણ તે વાંચતી હતી. છીછરા બિભત્સ તેમ જ બહેકાવનારા પુસ્તકો પણ પિતાથી છુપાવીને વાંચતી હતી. તે બ્લુ ફિલ્મો પણ નિહાળતી હતી.

' મેં તુલસી તેરે આંગન કી 'સની પ્રત્યેની ચાહના વધુ પ્રબળ બનાવી હતી. તેના દિમાગ પર સનીને મેળવવાનું ભૂત સવાર થઈ ગયું હતું.

ઘેલછાથી ઉશ્કેરાઈને તે ઘરમાંથી ભાગી ગઈ હતી.

સતત અજંપા ભરી હાલતમાં તેણે આત્મ હત્યા કરવાની કોશિશ કરી હતી. મોત તો ના આવ્યું. પણ તે ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી. તે વખતે સની એ જ તેને લોહી આપી બચાવી હતી. એટલું જ નહીં પણ તેની પત્ની નિશાએ પણ તેની સાર સંભાળમાં કોઈ કસર બાકી છોડી નહોતી.

હોસ્પિટલના બિછાને પડ્યા બાદ અભિરુચિ ને પોતાના વર્તાવ બદલ પસ્તાવો થયો હતો. અને તે નિશા સાથે આત્મસાત થઈ ગઈ હતી.

સની તેનો ભાઈ જ હતો. એક સરખા લોહી એ તેનું પ્રમાણ પત્ર આપ્યું હતું.

ત્યાર બાદ સની સાથે ઓફિસ માં કામ કરતાં અલ્પેશ જોડે અભિરુચિ પરિચયમાં આવી હતી. તે વયમાં અભિરુચિ થી બે ત્રણ વર્ષ નાનો હતો. તે ઝાઝુ ભણ્યો નહોતો.. સ્વભાવે તે અત્યંત આળસુ તેમ જ કામચોર હતો. રખડી ખાવાની તેને આદત હતી. સનીએ તેને દયા ખાઈને કામ પર રખાવ્યો હતો. તેના માતા પિતા ખુબ જ નાની વયે અકસ્માતમાં હોમાઈ ગયા હતા. તેની દાદી મા એ તેનો ઉછેર કર્યો હતો.

તેમની અસીમ લાગણી તેમ જ સમજ વગરના હેતે તે કુછંદે ચઢી ગયો હતો.  તેને વાપરવા માટે છૂટથી પૈસા મળતા હતા. પારકે પૈસે તેને તાગડ ધીન્ના કરવાનો મોકો મળ્યો હતો. સોળ વર્ષની નાની ઉંમરે તેને દારૂની લત લાગી ગઈ હતી. તે ધંધા વાળી પાસે પણ જતો થઈ ગયો હતો.

અભિરુચિ અત્યંત સુંદર હતી. તેના પિતા પાસે સાત જન્મ પણ ના ખૂટે તેટલું ધન હતું. તેથી જ અલ્પેશે આ સોનેરી માછલી ને જાળમાં ફસાવી હતી.

સની તેની દરેક પ્રવૃત્તિથી માહિતગાર હતો. તેની મેલી મુરાદ ને પણ ભલી ભ્રાંતિ પિછાણતો હતો. આથી જ તેણે અભિરુચિ ને તેના માર્ગે જતી રોકવાના શક્ય પ્રયાસ કીધા હતા. પણ અલ્પેશે તેના પર જાદુ ટોણો કર્યો હતો.

અભિરુચિ સની થી કોઈ વાત છુપાવતી નહોતી. તેનું સની ને અભિમાન હતું. પણ તે કોઈ વાત માનતી નહોતી. આ વાતનો સનીને ઘણો જ અફસોસ થતો હતો

તેની લાગણી પામી સની ધન્યતાની લાગણી અનુભવતો હતો. પણ તેને અલ્પેશ પ્રત્યે સુગ હતી. એક જાતનો અણગમો હતો. તે જ કારણે તેણે અમુક વાતોથી સનીને દૂર રાખ્યો હતો. જો તેણે સની અને નિશાને બધી વાતો કરી હોત તો પરિણામ અલગ જ હોત.

અલ્પેશ સાથે લગ્ન કરવાની લાલચે તેણે ઘર છોડ્યું હતું.

રાતના એક મિત્ર ના ઘરે રોકાઈ વહેલી સવારે ઉદયપુર જવાની યોજના તેણે અભિરૂચિને સમજાવી હતી. માર્ગમાં પૈસા ની જરૂરત પડશે. લગ્ન માટે પણ પૈસા જોઈશે. તેવું કહી અલ્પેશે 10000 રૂપિયા રોકડા તેમ જ ઘરેણાં સાથે લઈને નીકળવાની વાત કરી હતી. અને પ્રેમાન્ધ અભિરુચિ પિતાને અંધારામાં રાખી નીકળી પડી હતી.

યોજના પ્રમાણે અલ્પેશ તેને મિત્રના ઘરે લઈ ગયો. ઘરમાં તેની પત્ની પણ મોજુદ હતી. તેથી અભિરૂચિને કોઈ સંકોચ નડ્યો નહોતો.

" થોડી વારમાં પાછો આવું છું. " કહી અલ્પેશ પોટલી લઈ જતો રહ્યો.

કાલે શું થશે? તેની ચિંતા મા અભિરુચિ રાત ભર સૂઈ શકી નહોતી. પિતા ને છોડયાનો અફસોસ તેના હૈયે વસતો હતો. સની અને નિશા ને અંધારામા રાખવા બદલ તેનો આત્મા ડસી રહ્યો હતો.

સવારે વહેલા ઊઠવાનું હતું. પણ નવીન વાતાવરણ અને ચિંતા ને કારણે તે ઊંઘવા પામી નહોતી. નવજીવન ની આશે તેણે પિતા, સંપત્તિ તેમ જ સગા ભાઈ ભાભીથી અદકુ હેત ઘરાવતા સ્વજનો ને પાછળ મૂકી દીધા હતા.

માંડ આંખ મળી ત્યાં બારણે ટકોરા પડ્યા.

લાઈટ ચાલું હતી.

અલ્પેશ જ હશે તેવું માની તેણે દરવાજો ખોલી નાખ્યો.

સામે જ અલ્પેશ નો યજમાન મિત્ર ઊભો હતો. તે જોઈ અભિરુચિ ભોંઠી પડી ગઈ.

" માફ કરજો! તમારા ખંડની લાઈટ ચાલુ નિહાળી તમારૂં બારણું ખખડાવ્યું. "

એટલું બોલી તે ' વોય મા ' કરતો બાજુની ખુરશીમા બેસી ગયો.

યજમાન મિત્ર સતત માથામાં સણકા મારતા હોવાની ફરિયાદ કરી રહ્યો હતો.

તેની પીડા નિહાળી અભિરુચિ ને તેની દયા આવી.

તેની પત્ની સૂઈ ગઈ હતી. તેવું કહી યજમાન તેના કમરામાં આવ્યો હતો.

એક મહેમાન તરીકે પોતાની જવાબદારી સમજી તેણે નિર્ભય પણે યજમાનના કપાળે બામ ઘસવા માંડ્યો.

તેની નાજુક આંગળીના સ્પર્શે યજમાન ની હવસ ને આહવાહન આપ્યું. તેણે કામાંધ બની અભિરુચિને પોતાના બાહુપાશ મા જકડી લીધી. યજમાન ના ઓચિંતા હુમલા થી અભિરુચિ ડઘાઇ ગઈ. તેણે બાહુપાશ મા થી છૂટવા અનેક ફાંફા માર્યા.. પણ સિંહ ના મોઢામાં ફસાયેલી હરણી જેવી હાલત હતી. તેની પકડમાંથી છૂટવું અત્યંત દુષ્કર કાર્ય હતું.

એક હાથે અભિરુચિનું મોઢું ડાબી તેના કપડાં ખેંચવા માંડયા. તેના મોઢા પરથી પકડ ઢીલી થતાં તેણે મદદ માટે પોકાર કર્યો.

તે સાંભળી યજમાનની પત્ની બારણાંમા આવી ને ઊભી રહી ગઈ. તેને જોઈ અભિરુચિ એ આજીજી કરી હતી. પણ તેણે કોઈ જ મદદ કરી નહીં. યજમાન ગીઘડા લાશ ફોલે તેમ અભિરુચિના દેહને ફોલી નાખ્યો.

એક અબળા પર થતો અત્યાચાર નિહાળી પેલી સ્ત્રી મંદ મંદ મલકાઈ રહી હતી.

તે યજમાન પત્ની નહોતી. અભિરુચિ જેવી અનેક અબળા આ સ્થિતિ મા આવી પોતાનું શિયળ ગુમાવી વેશ્યા બની ગઈ હતી.

અભિરુચિ ના કહેવાતા મિત્રે અભિરુચિની ઇજ્જત લૂંટી લીધી હતી એટલું જ નહીં દારૂમાં છટકેલ મિત્રો એ તેના દેહની ઉજાણી કરી હતી.

ત્રાસ ને કારણે અભિરુચિ કણસી રહી હતી. ત્યારે દૂર ઊભો અલ્પેશ તેના દેહની કિંમત વસૂલી રહ્યો હતો. લગભગ છ એક 6 થી વિશેષ નરાધમો એ તેની ઇજ્જત લૂંટી હતી.

દારૂની મહેફિલ જામી હતી. તે તક નો લાભ લઈ અભિરુચિ જીવતા દોઝખમા થી છટકી ગઈ હતી. પિતા ની કોટે વળગી પોતાની ભૂલી કબૂલી હતી. પ્રાયશ્ચિત પણ કર્યું હતું. તેના પર ગુજારવામાં આવેલ અત્યાચાર ની વાત તે કોઈને કહી શકી નહોતી.

અને થોડા જ દિવસમા પિતા એ પસંદ કરેલા યુવાન સાથે લગ્ન ગ્રંથિ થી બંધાઈ ગઈ હતી.

તે નવી ઇનિંગ્સ શરૂ કરવા માંગતી હતી. પણ તેના માટે કુદરતે પણ હાથ ધોઈ નાખ્યા હતા.

લગ્ન ની રાતે જ તેના ગુપ્ત અંગો મા પીડા ઉપડી હતી. તે રાતે તો તેણે બહાનું બતાવી પતિ ને છેટો રાખ્યો હતો.

પણ આવું કઈ રીતે ચાલી શકે?

ભાંડો ફૂટી ગયો.. અને સઘળું ખતમ થઈ ગયું.

સની ના ઘર તરફ આગે કૂચ કરી અતીત ને વાગોળી રહી હતી.

તે સનીના કમ્પાઉન્ડ મા પ્રવેશ કર્યો.

તેનું હૈયું એક અજાણ્યા ભય થી ફફડી રહ્યું હતું.

તે જાકારો આપશે તો? હવે તેનો કયો અધિકાર હતો,?

ધ્રુજતી આંગળી એ તેણે ડોર બેલ વગાડી.

થોડી વારે બારણું ખુલ્યું.

સામે જ સની ઉભો હતો.

તેણે સઘળું ભૂલી અભિરુચિ ને ભાવ ભીનો આવકાર આપ્યો. તેની આંગળી ઝાલી બેઠક રૂમમાં લઈ ગયો. અને પત્ની ને sad દીધો.

" નિશા! જો તો કોણ આવ્યું છે? "

નિશા કિચનમાં લોટ બાંધી રહી હતી.

અભિરુચિ ને નિહાળી તે ચકિત થઈ ગઈ.  હસતા ચહેરે તેનું અભિવાદન કરતી વખતે નિશાએ પૃચ્છા કીધી.

" એકલા કેમ? "

તેનો પ્રશ્ન બિલ્કુલ સહજ કર્યો હતો.

પણ તેથી અભિરુચિ ના ઘા તાજા થઈ ગયો. તેનો ચહેરો કાળો ધબ્બ થઈ ગયો. તેણે પોતાના આંસુ ખાળી લીધા.

જન્માષ્ટમી ના ઉપક્રમે ટી વી પર કૃષ્ણ ભગવાનને લગતો કાર્યક્રમ ચાલુ હતો.

ઉદઘો્ષ મધુર વાણી મા કૃષ્ણ ભગવાનના મહિમા ને સમજાવી રહ્યો હતો.

ભર સભામાં દુ :શાસન દ્રૌપદી ના વસ્ત્રો ખેંચી રહ્યો હતો.

આ સ્થિતિ મા કૃષ્ણ ભગવાને તેનું રક્ષણ કર્યું હતું. તેને ચીર પૂર્યા હતા.

પણ તેના રક્ષણ ખાતર કોઈ કૃષ્ણ પડખે નહોતો.

આ ખ્યાલે અભિરુચિ હતાશ થઈ ગઈ.

તેની હાલત નિહાળી પ્રેમાળ દંપતીના જીવ અધ્ધર થઈ ગયા.

કાંઈક અવનવું બન્યાના ખ્યાલે તેઓ ગૂંચવાઈ ગયા.

કડવું ઓસડ મા જ પિવરાવે. તે ન્યાયે બંનેએ અનેક વાર તેને ટોકી હતી. પણ અભિરુચિ એ તેના પ્રત્યે લક્ષ આપ્યું નહોતું. આ જ કારણે તેઓ તેના દુઃખનું કારણ જાણવા માટે ક્ષોભ ની લાગણી જન્માવી હતી.

તેમના હૈયે લાગણી નો ધોધ વહી રહ્યો હતો.

અભિરુચિ પોતાનું દુઃખડુ રોવા માટે કોઈ નો ખભો શોધી રહી હતી

સની અને નિશા તેને માટે સામે જ ઉભા હતા.

પણ નિષ્પાપ લાગણી ભર્યા હૈયાને અંધારામાં રાખવા બદલ તેનો આત્મા તેને દંખી રહ્યો હતો.

તેની હાલત નિહાળી નિશા એ સ્નેહ પૂર્વક અભિરુચિની પીઠ સહેલાવવા માંડી. આથી તેના આંસુ મોકળા થયા.

થોડી વારે તેનું રૂદન શમી ગયું.

નિશા એ પોતાના હાથે તેને પાણી પિવડાવ્યું.

અને તેણે ભારે દિલ પોતાની વ્યથા શબ્દશ દાસ્તાન રજૂ કરી દીધી.

તેને સિફિલિસ થયો હતો.

પેલા નરાધમો એ તેના દેહની જ્યાફત ઉડાવી અભિરુચિ ને આ ભયાનક બીમારી ની ભેટ આપી હતી!!

સઘળું ભૂલી સનીએ અભિરુચિ ને પોતાના ગળે વળગાડી દીધી.

તેની આંખો મા હરખનાં આંસુ નો સ્ત્રોત વહી નીકળ્યો.

નિશા તેની ટચલી આંગળીએ લૂંછી નાખ્યા.

કૃષ્ણ ભગવાને દ્રૌપદી ની લાજ બચાવી હતી.

જયારે તેનો પતિ કાંઈ જ કરી ન શક્યો. તે વાતનો અફસોસ કરતી નિશા pun: રસોડામાં ઘૂસી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED