coward books and stories free download online pdf in Gujarati

નામર્દ

ટેલિફોનની ઘંટડી રણકી ઊઠે છે.

" મિસ્ટર શાહ! તમારો ફોન છે. "

ટેલિફોન ઓપરેટર નો અવાજ સાંભળી તેણે પોતાનો ફોન ઉપાડ્યો.

સમાચાર સુણી તેનો શ્વાસ જાણે રૂંધાઈ ગયો.

ઝટપટ ટેક્સી કરી તે ઘરે પહોંચ્યો.

સઘળા કુટુંબી જનો પોક મૂકીને રડી રહ્યા હતા.

તેમના હૈયાફાટ કલ્પાંતે તેનું હૈયું ચિરાઈ ગયું.

" ભાઈ ! સંગીતા ભાભી એ આત્મહત્યા કરી! '

બહેન ની આંખોમાં આંસુ થમતા નહોતા.

નાનકડો બાળક ' મમ્મી.. મમ્મી ' પોકારતો તેના મૃતદેહ ભણી દોડી જતો હતો!!

પત્ની ની બળી ગયેલી નિષ્પ્રાણ કાયા નિહાળી તેને ચક્કર આવી ગયા. તેના હોઠ જાણે તેના હૈયા ના ભાવોનું વર્ણન કરી રહ્યાં હતા!

' નામર્દ '!

લાશ ને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવામાં આવી!

અને મિસ્ટર શાહ અતીત ની યાદો માં અટવાઈ ગયો.

આગલે દિવસે જ તેણે ન્યુઝ પેપર માં વાંચ્યું હતું!

16 -17 વર્ષ ની છોકરી પર બળાત્કાર કરી 6 નરાધમ શખ્સો એ તેને ખંડાલા ની ખીણ માં ફંગોળી દીધી હતી.

સમાચાર વાંચી મિ શાહનું સંવેદનશીલ હૈયું ફાટી ગયું હતું.

સંગીતા પણ આ સમાચાર વાંચીને થથરી ગઈ હતી. તે રાત ના શો માં ફિલ્મ જોવા માંગતી નહોતી. પણ મિ શાહ જીદ કરીને છેલ્લાં શો માં પત્ની અને બાળક ને લઈ ગેલેક્સી થિયેટર માં ' કાલા પથ્થર ' ફિલ્મ જોવા પહોંચી ગયો હતો.

અને?

પિકચર ટેક્નિકલ ખરાબી ને કારણે મોડું છૂટ્યું.

બાળકની આંખો ઘેરાઈ રહી હતી. દિનભર ના અથાગ પરિશ્રમને કારણે સંગીતા પણ થાકી ગઈ હતી. બંને તરફ સ્ટેશન દૂર હતા!

' એક રાસ્તા હૈં જિંદગી ' આદત મુજબ તેના હોઠો પર ગુંજી રહ્યું હતું.

જિંદગી ના રસ્તા પર કોઈ ટેક્સી ના દર્શન ન થયા. રસ્તો તદ્દન સુમસામ હતો. ટેક્સી મળવાની આશમાં તેઓ ટાંટિયા ધસડી આગળ વધી રહ્યાં હતા!

તે જ વખતે ચરરર અવાજ સાથે એક ફિયાટ ગાડી તેમની નજીક આવી ને થંભી ગઈ :

" ક્યાં જવું છે? " બારી નો કાચ ખોલી વૃદ્વ સદ્દગ્રહસ્થે વિવેક ભર્યા સ્વરે સવાલ પૂછ્યો : તેની બાજુમાં ડ્રાઈવર ગાડી હંકારી રહ્યો હતો.

એટલું જ નહીં ગાડીનું બારણું ખોલી અંદર બેસી જવાનુ આમંત્રણ આપ્યું.

જરૂરિયાત આગળ કોઈ ના મનમાં અન્ય કોઈ વિચાર આવવાની શક્યતા નહોતી.

મિસ્ટર શાહ પત્ની અને બાળક ને લઇ પાછળ ની સીટ પર ગોઠવાઈ ગયો.

અને ગાડી નિર્જન રસ્તે ભાગવા માંડી.

' થૅન્ક યુ ' શબ્દ ગળામાં જ અટકી ગયો!

બાળક તો મા ની ગોદમાં જ લેટી ગયું હતું!!

જોતજોતામાં વિલે પાર્લા આવી ગયું!

"હાશ! બે ત્રણ મિનિટ માં જ ઘરે પહોંચી જશું! "

સંગીતા એ નિરાંત ની લાગણી અનુભવી.

તે જ વખતે ગાડી જૂહુ ના રસ્તે ફંટાઈ ગઈ.

અને સદ્દગ્રહસ્થે ડ્રાઈવર ને કોઈ સંકોચ દીધો. અને તેણે મિ શાહ ને કડકાઈ ભર્યા સ્વરે આદેશ દીધો :

" તુમ દોનો બીવી કો છોડકર યહી ઉતર જાઓ!"

તેની વાત સાંભળી બંને ગભરાઈ ગયા.

અને સદગ્રહસ્થ મૂછ માં મલકાઈ રહ્યો હતો.

તે જોઈ સંગીતા ને ખીજ ચઢી.

તેનો અનાદર થતાં ડ્રાઈવરે રામ પૂરી કાઢી ધમકી ઉચ્ચારી :

" તેરે શોહર કોઈ બોલ બચ્ચે કો લેકર ઉતર જાયે! વર્ના દોનો કી ખાલ ઉખાડકર કુત્તે કો ખિલા દૂંગા. "

સંગીતા પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો. પતિ અને બાળક ને બચાવવા માટે કોઈ ઈલાજ બચ્યો નહોતો. છતાં તેણે ધમકી ની અવગણના કરી.

આ સ્થિતિ માં ડ્રાઈવરે નિર્દય બની પોઢેલા બાળક ને લપડાક લગાવી દીધી. આથી તે રડવા લાગ્યું. પણ ડ્રાઈવર ની ધાક સુણી ચૂપ થઈ ગયું.

અને સંગીતા એ શરણા ગતિ સ્વીકારી લીધી. તેના કહેવાથી મિ શાહ બાળક ને લઈ ઊતરી ગયો.

તેને લઈ ગાડી ગાઢ અંધકારમાં અલોપ થઈ ગઈ.

વાતાવરણ ' મમ્મી મમ્મી ' ના આર્તનાદ થી ખળભળી રહ્યું હતું.

વહુ ને સાથે ન જોતા માતા પિતા એ પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી. બાળકનો સુઝેલો ગાલ ઘણું બધું કહી ગયો.

તે વારંવાર દર્દથી રાડ પાડી રહ્યો હતો. મમ્મી ની રઢ પકડતો હતો. સવાલો કરતો હતો :

" દાદા. તેઓ મારી મમ્મી ને ક્યાં લઈ ગયા? શા માટે લઈ ગયા? "

તેના પ્રશ્નો સુણી ઘરમાં આતંક ની લાગણી વ્યાપી ગઈ.

" દાદી! તેઓ મમ્મીને મારી નાખશે!કેવડો મોટ્ટો ચપ્પુ હતો તેની વાત સાંભળી સૌ કોઈના કાળજા ફફડી ગયા.

' દાળ માં કાંઈ કાળું 'હોવાની ગંધ આવી.

પોતે ખરેખર ' નામર્દ ' સાબિત થયો હતો.

પોતાની જાનના ભોગે પણ તેને પત્ની ને બચાવવાની જરૂર હતી. પણ તે પોતાની ફરજ ભુલ્યો હતો.

આખી રાત સૌની અજંપામાં વ્યતિત થઈ હતી.

વહેલી સવારે સંગીતા પાછી ફરી હતી. અને તે પણ એ જ ગાડી માં!!

તેથી હર કોઈને અચરજ ની લાગણી નીપજી હતી!!

ડ્રાઈવરને તેણે " આવજો!" કહ્યું હતું. આ વાતે પત્ની ના ચરિત્ર વિશે મિ શાહના દિમાગમાં શંકા ના બીજ વાવ્યા હતા. તે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ઓફિસે જતો રહ્યો હતો. આ વાત સંગીતા ઝીરવી શકી નહોતી. આ હાલત મા તેણે મોત ને વ્હાલું કર્યું હતું? તેની હાલત સીતા મૈયા થી પણ બદતર થઈ ગઈ હતી.

મારતા પહેલા તેણે નણંદ ને સચ્ચાઈ બયાન કીધી હતી. પણ તેને પણ ભાભી પર વિશ્વાસ નહોતો કર્યો.

તે જાણે પોતાની કથની પતિ ને સુણાવી રહી હતી.

" સ્વામી! તમારાથી દૂર તેઓ મને જૂહુ કિનારે તેમના એકાંકી બંગલામાં લઈ ગયા હતા. ડ્રાઈવર જોડે બેઠેલો શખ્સ જ તે ગાડી નો માલિક હતો. તેમને આ ઉંમરે પણ શરાબ સાથે શબાબની આદત હતી.

ગાડીમાંથી નીચે ઊતરતા વેંત જ તેણે ડ્રાઈવર ને મધપાન નો ઈશારો કર્યો હતો અને મને બંગલાની અંદર ઘસડી ગયો હતો.

થોડો સમય ચુપકીદી માં વ્યતીત થઈ ગયો..

ભયના માર્યા મારું સમગ્ર બદન કાંપી રહ્યું હતું.

' શું થશે? '

' મારી ઈજ્જત લૂંટાઈ જશે!'

'લોકોને શું મોઢું બતાવીશ? '

અનેક સવાલો મારી નજર સમક્ષ સંતાકૂકડી ખેલી રહ્યા હતા!!

તે જ વખતે દારૂની બોટલ લઈ તે મારી પાસે આવ્યો. દારૂ પી તેણે ખમીસ ના બટન ખોલી નાખ્યા. બનિયન પણ કાઢીને દૂર ફગાવી દીધું. બેલ્ટ કાઢીને ફેંકી દીધો.

આ જોઈ મારી ગભરામણ વધી ગઈ.

તેણે મારી નજીક સરકીને પોતાના બાહુપાશમાં જકડી લેવાની મથામણ કરવા માંડી. પણ મેં તેને દાદ ન આપી. અને ઊંચા અવાજે મદદ માટે ચીસો પાડવા માંડી. મારો અવાજ બંગલા ની ચારે દીવાલે અથડાઈને પાછો ફર્યો.

મેં સમગ્ર તાકાત નો ઉપયોગ કરીને તેના પેટની નીચે લાત ફટકારી દીધી અને તે જમીન પર ઢળી પડ્યો.

અને તેણે મારો પગ પકડી જમીન ભેગી કરી દીધી.

તે જ વખતે એક ગોળી તેના શરીર ને વીંધી ગઈ. તે હાલતમાં તેણે ઉભા થવાની koshi કરી. તે જ વખતે એક પછી એક એમ બે ગોળીએ તેમની છાતી ને વીંધી ગઈ.

ભગવાન નો પાડ માની મેં ગોળી ની દિશામાં નજર દોડાવી. તે સાથેજ કાંઈ પડવાનો અવાજ મારા કર્ણપટે અથડાયો.

એક પૌદ્ધ વયની સ્ત્રી મૂરછા ખાઈને ઢળી પડી હતી.

થોડી વારમાં તે ભાનમાં આવી ગઈ.

મેં તે દેવીનો અંતઃકરણ પૂર્વક પાડ માન્યો. તે સ્ત્રી તે સદ્દગ્રહસ્થની પત્ની હતી. જે વર્ષોથી પથારી વશ હતી. જેને લઈને તે પોતાના પતિને શારીરિક સુખ આપી શકી નહોતી. જેને કારણે તેની હાલત એક બળાત્કારી થી પણ બદતર થઈ ગઈ હતી!!

તે હાલી ચાલી પણ નહોતી શકતી. ને જાણે ક્યાંથી તેનામાં આવી શક્તિ નો સંચાર થયો હતો. તેનો પતિ જરૂરિયાત માટે ક્યાં પણ જાય તે બાબત કોઈ વાંધો નહોતો. પણ નસીબે તેને બળાત્કારી બનાવી દીધો હતો. તે કોઈના પર બળાત્કાર કરે તે વાત તે સહી શક્તિ નહોતી.

આ જ કારણે તેને રોકવા માટે તેણે આવો ખતરનાક માર્ગ અપનાવ્યો હતો.

તેમના પડખે રહેવાની મારી ફરજ સમજી હું રાતભર તેમની સરભરા માટે રોકાઈ હતી.

સવારે તેમના જ કહેવાથી ડ્રાઈવર મને ઘરે છોડી ગયો હતો.

પણ તમે ખુદ મને જાકારો દીધો. તે જોઈ મારું હૈયું વિંધાઈ ગયું. સ્ત્રી બધા ઘા ઝીરવી શકે છે. પણ તેના ચરિત્ર પર કરવામાં આવેલો ઘા કદી નથી સહન કરી શકતી નથી.

એક પતિ જ ઊઠી ને શંકા કરે તો પત્ની ક્યાં જાય?

તમે ન તો પૂછવાનો પ્રયત્ન કર્યો ન તો મને સચ્ચાઈ કહેવાનો મોકો આપ્યો.

મેં સીતા મૈયા ની માફક એક અજાણ્યા શખ્સ જોડે રાત વિતાવી હતી. તેઓ નિર્દોષ હતા. છતાં પણ તેઓ સાબિત નહોતા કરી શક્યા. અને તેઓ ધરતી માં સમાઈ ગયા હતા. આજે ઇતિહાસ પુનઃ દોહરાયો છે. હું પણ મારી નિર્દોષતા સાબિત કરવામાં વામણી પુરવાર થઈ.

જે ડ્રાઈવરે આપણી સાથે અત્યાચાર કર્યો. તેની વાત તમે કેમ માની શકો? આ સવાલ આપણા દાંમ્પત્ય જીવન ની આડે આવી ગયો.

હું નિષ્કલંક હતી. તેની એક માત્ર સાક્ષી તે દેવી છે. તે પથારીમાં થઈ ઉભી થઈ શકે તેમ નથી. તેના ડ્રાઈવરને મેં આવજો કીધું. બસ આટલી વાત થી સૌ એ મોઢું બગાડ્યું!!

સંગીતા નો ખુલાસો ભર્યો પત્ર વાંચીને મિ શાહ ભાંગી પડ્યો. તે રાતે શું થયું હતું? તે જાણવાની પણ ચેષ્ટા ન કરી. અને બદલામાં પત્ની ને ખોઈ બેઠો. એક બાળક થી તેની માં છીનવી લઈ ઘોર અપરાધ કર્યો હતો.

તેના અંતર માં વેદના ની આગ ભડકી રહી હતી. તેનો અગ્નિદાહ દેતા તેની આંખો ગંગા જમની વરસાવી રહી હતી.

" મમ્મી રામપુરી થી બચી તો દીવાસળી ની કાંડી તેને ભરખી ગઈ! '

બાળક ના મોઢે વાત સાંભળી મિ શાહ પરેશાન થઇ ગયો. તેણે પુત્ર ને ગળે લગાડી વ્હાલ કર્યું.

0000000000000000

આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED