Mungo Prekshak books and stories free download online pdf in Gujarati

મૂંગો પ્રેક્ષક

સવારના પહોરમાં જ વર્તમાન પત્રની હેડ લાઈન્સ વાંચી હું ચોંકી ઊઠયો . પૂનાના  જાણીતા અનીતિના ધામમાં ધાડ પડયાનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો . મારા બોસની તસવીર સાથે નીલાની તસવીર પણ છપાઈ હતી . તે નિહાળી મારા હૈયામાં વેદનાની અાગ ભડકી ઊઠી . મારી અાંખો સમક્ષ દશ્યોની લાંબી વણઝાર શરૂં થઈ ગઇ .

રાતના દસેક વાગ્યાના સુમારે ઓવર ટાઈમ કરી થાકયો પાકયો હું ઓફિસેથી નીકળી યુનિવર્સિટી માર્ગે ચર્ચગેટ ભણી અાગળ ધપી રહ્યો હતો ત્યારે બીજી વાર મેં નીલાને જોઈ હતી . તેણે સહાય માટે મારા ભણી મીટ માંડી હતી . પરંતુ પારકી પળોજણમાં ન પડવાના મારા શિક્ષણ , સંસ્કાર અાડા અાવ્યા હતા ! પોલીસ લફરાની બીકે હું માત્ર મૂંગો પ્રેક્ષક બની રહ્યો હતો ! હું થોભવા માંગતો નહોતો . પણ કૂતૂહલ , જિજ્ઞાસાએ મારા બઢતા કદમોને બાંધી લીધા ! તમાશો જોવાની લાલચે મને રોકી લીધો ! પાંચ કદમ ચાલી સિગારેટ સળગાવવાના બહાને હુ દૂર ઉભો રહી ગયો .

વાત અાગળ વધતી જતી હતી ! એક યુવાને નીલાને પડખામાં ઘાલી ચૂંબન ચોંડી દીધું હતુ : કોઇ અંગ્રેજી ફિલ્મના માદક દશ્ય જેવી ગુદગુદીનો વાસ હતો ..બીજા યુવાને પણ પ્રથમ યુવાનનું અનુકરણ કરવાની કોશિશ કરી . તે વખતે પોતાની બધી જ તાકાતનો ઈસ્તેમાલ કરી નીલાe
એ પોતાનો બગલ થેલો તેના માથે ઝીંકી દીધો . અાથી તે ઢીલોઢફ થઈ ગયો ! તેણે  બૂમરાણ મચાવતા લોકો જમા થઈ ગયા અને પેલા બંને પોબારા ગણી ગયા !

બગલ થેલાનો હથિયાર તરીકે ઉપયોગ કરવા જતાં તેની અંદરની વસ્તુઓ રસ્તા પર વેરણ છેરણ થઈ ગઈ હતી . પાપડ , ચોકલેટ ,  કેડબરી , અગરબત્તી , સાબુ , પેન્સિલ , રબર , નોટબુક ઈત્યાદિ ચીજો  નિહાળી મને  નીલાના વ્યવસાાયનો ખ્યાલ  અાવી ગયો  . તે  સાથે જ મને યાદ  અાવી ગયું ! 
નીલા એક વાર અમારી ઓફિસમાં અાવી હતી . અાંખોમાં અાંસુ સાથે તે વિખરાયેલી વસ્તુઓ ભેગી કરી રહી હતી ! માત્ર અાંખોની ઓળખાણ હતી . તે નાતે પળભર તેને મદદ કરવાની ઈચ્છા થઈ અાવી . પણ નકારાત્મક અનુભવોએ મને અટકાવી દીધો ! અને હું મૂક બની ચર્ચગેટ સ્ટેશન ભણી અાગળ વધી ગયો .

પરંતુ  મારું  મન ના જાણે ક્યાં અટવાઈ ગયું હતું ! 
કદાચ મેં મદદ કરી હોત . હું નામર્દ ન બન્યો હોત તો કદાચ નીલા અા માર્ગે ન ગઈ હોત ! અા વિચાર મને  અતીતની યાદોમાં ખેંચી  ગયો .

છેડતીની ઘટના બાદ પોતાની ચીજ વસ્તુઓ ખપાવવાના અાશયે  તે  અમારી ઓફિસમાં અાવી હતી ! મારા બોસની દાનત ખારા ટોપરા જેવી હતી . તે નીલાને નહીં છોડે . સ્ટાફના  અન્ય સભ્યો પણ અા મતલબની વાતો કરતા હતા ! બોસના મોઢે જ મેઁ તેનું નામ સાંભળ્યું હતું ! તે સદૈવ નીલાના પુષ્ટ સ્તન યુગ્મોને ઘૂરકયા કરતો હતો ! પહેલી વારમાં જ તેણે ૧૦૦ રૂપિયાનો માલ ખરીદી નીલાને ખુશ કરી દીધી હતી . એટલું જ નહીં પણ નાણાકિય સહાય કરવાની તત્પરતા પણ દાખવી હતી . ત્યારે તેણે ઘસીને ના પાડી દઈ પોતાની ખુદ્દારીનો પરચો દેખાડયો હતો . અા વાત મારા હૈયાને સ્પર્શી ગઈ હતી . પણ તે એક સ્ત્રી સહજ ભૂલ કરી ગઈ હતી . સહાનુભૂતિ પામવાના પ્રયાસમાં પોતાની વીતક કથા મારા બોસને સુણાવી દીધી હતી . અને  ?

બે ત્રણ મહિના બાદ  નીલા કયાંક અંતર્ધાન થઈ  ગઈ હતી ? છેલ્લે છેલ્લે તે ઘણી જ બદલાઈ ગઈ હતી . તે હર એક વખત નવા , અધતન તેમ જ અાધુનિક લિબાશમાં ઓફિસમાં જોવા મળી હતી જે કોઈ અન્ય વાતનો સંકેત દેતી હતી ! સ્ટાફના લોકો ગોસિપનો મારો ચલાવતા હતા ! ' સાહેબે પંખી સારૂં પકડયું છે ! ' બોસની રખાત છે !!

તેના વિશે મારી પાસે પણ અમુક માહિતી હતી . તેના પિતાએ ખૂબ જ નાની વયે ઘર છોડી સન્યાસ લઈ લીધો હતો ! તે ઘટનાથી તેની માતાને પણ અાઘાત લાગ્યો હતો . તે કોમામા સરી ગઈ હતી ! નીલાને ત્રણ ભાઈ બહેન હતા . ભાઈ બેકારીના અાલમમાં ઉંધે રવાડે ચઢી ગયો હતો . અા હાલતમાં ઘરની સારી જવાબદારી તેના માથે અાવી પડી હતી .

મારા બોસના શબ્દો સતત મારા કાનમા ગૂંજતા હતા ! ' માછલી જાળમાં ફસાય એટલે ગંગા નાહ્યાં ! '

મારા બોસને અાચાર્ય રજનીશમાં ભારે શ્રધ્ધા હતી . અા અંગે તેઓ વારંવાર પૂના જતા હતા . દરેક વખતે રોકડ રકમ યા ભેટ તેમના ચરણોમા ધરતા હતા !

અાવા જ કોઈ કામ માટે બોસના નાના ભાઈએ મને પૂના મોકલ્યો હતો . બોસ ત્યારે ' સંભોગ સે સમાધિ તક ' નું પ્રવચન સાંભળવા પૂનામા હતા !

ડેક્કન ક્વિનમાં પગ મુકતાં જ એક નારી મારા દેહ સાથે ઘસડાઈને ડબ્બામાં ઘૂસી ગઈ હતી . સ્ત્રી દાક્ષિણ્યનો ભાવ કે સહજ વિવેક અલ્લાહ જાણે . ' સોરી શબ્દ થૂંકના ગળફાની માફક મોઢામાથી બહાર   નીકળી ગયો હતો ! પરંતુ તે તો ખડખડાટ હાસ્ય કરતી અંદર ચાલી ગઈ હતી . તેના વર્તને મને સ્તબ્ધ કરી દીધો . નેતરની સોટીથી જરાક જાડી કહી શકાય તેવી અા નારી બીજી કોઈ નહીં પણ નીલા જ હતી . અમે બંને એકમેકને ઓળખી ચૂકયા હતા . તેના સામાનમાં કેવળ એક નાનકડી થેલી જ હતી . તે મળેલી જગ્યામાં લગભગ ચોંટીને બેસી ગઈ હતી . ડબ્બો તદ્દન ખાલી હતો ! છતાં તે નિ:સંકોચ પડખેના યુવાનની બાજુમાં ચપોચપ બેસી ગઈ હતી ! 
તે બરાબર મારી સામે જ બેઠી હતી .
મેં સિગારેટ પેટાવી ઊંડો કસ લીધો . તે જ વખતે મને પ્રાંતિજનો લેખક પરાજિત પટેલ સાંભરી અાવ્યો .' નારી તને ન ઓળખી ' શિર્ષક હેઠળ નારીના વિધવિધ રૂપના દર્શન કરાવનાર અા લેખકની વાતનો એક જ સાર કાઢી શકાય તેમ હતો . નારીને ઓળખવા માટે કોઈ બેરોમિટર હોતું નથી . 
ગાડી ઊપડવાને થોડી વાર હતી . તે જ વખતે એક કંગાળ , મુફલિસ દેખાતો શખ્સ નીલાને મળવા અાવ્યો હતો . તે જ ઘડીએ ગાડીની વ્હીસલ વાગી હતી .
' ભૈયા ! તુમ જાઓ , ગાડી ચલનેવાલી હૈં ! ' 
છતાં તે હટયો નહોતો . સ્ટાર્ટ લીધેલી ગાડી ગતિ પકડી રહી હતી . છૂટા પડતી વખતે ભાઈ બહેને હાથ મિલાવ્યા હતા .
કંપાર્ટમેન્ટમાં નીલા બધા યાત્રીઓની નજરમાં કૂતૂહલનો વિષય બની ગઈ હતી . મારી નિરીક્ષક અાંખો પણ તેની ઈર્દગિર્દ ઘૂમી રહી હતી . પરાયા યુવાનની અડોઅડ બેઠેલી નીલા ખામોશ હતી , છતાં મૌન અાંખો ઘણું બધું કહી રહી હતી ! અંગ મરોડ , પુષ્ઠ અંગો સાથેની ચેષ્ટા તેની વૃત્તિનો પોકાર કરી રહી હતી . તે યુવકના બે મિત્રો પણ કંપાર્ટમેન્ટમા મોજૂદ હતા . તેમની વાતચીતનો દોર તેમની નિયત વિશે શંકાના વમળ પેદા કરતા હતા . કોલેજીયન ટેસ્ટ તેમની વાતોમાં ઝળકતો હતો . ' યાર વહ લડકિયા દૂસરે ડિબ્બેમેં ચલી ગઇ . સાલા મજા કિરકિરા  હો ગયા ! વી ટી સ્ટેશને તેમના ruffian taste ની પરખ થઈ ચૂકી હતી . 
ગાડી તેજ રફતારથી દોડયે જતી હતી ... તેનાથી બમણી મારા વિચારોની ગતિ હતી . 
એક પછી એક સ્ટેશન પસાર થઈ રહ્યા હતા . દરમિયાનમાં પ્રવાસીઓની ચઢ ઉતર જારી હતી . મારી નજર સતત નીલાની પ્રત્યેક હરકતને ચેઝ કરી રહી હતી .
ઘણીવાર અમારી નજર અાપસમાં ટકરાતી હતી ! દરેક વખતે હું ગભરાઈને નજર ફેરવી લેતો હતો . બંને એકમેકને ઓળખતા હતા . પણ વાતચીતનો દોર અારંભાયો નહોતો ! 
બેઠા બેઠા સૂવાની નિરર્થક ચેષ્ટા કર્યા બાદ તેણે થેલીમાંથી એક નાનકડી ડબ્બી બહાર કાઢી . તેમ કરવા જતાં તેની કોણી યુવકને લાગી ગઈ . થયું તે ' સોરી ' કહેશે . પણ તે તો અચરજ સર્જતી જતી હતી .
નીલાએ ડબ્બીમાંથી તમાકુ કાઢી મોઢામાં મૂકયું ત્યારે દેહનો છડે ચોક સોદો કરતી પ્લે હાઉસની ધંધાવાળી યાદ અાવી ગઈ . વારંવાર તે બારી નજીક બેઠેલા શખ્સને ખભે હાથ દઈ થૂંકી લેતી હતી . નીલા પ્રતિપળ મારૂં કૂતૂહલ વધારી રહી હતી . તેના અાવા વર્તને પડખે બેઠેલો યુવાન મનોમન ખુશ થઈ રહ્યો હતો ! 
દરેક વ્યકિત જાણે તેને માપી ચૂકી હતી . તેના દેહનૈ અડકવાની તલબ તેમની અાંખોમાં ઝળકી રહી હતી . તેની બીજી બેઠેલા શખ્સે પોતાની થેલીનું ઓશિકું બનાવી લંબાવી દીધુ . વારંવાર નીલા પણ સૂવાનો પ્રયાસ કરતી હતી .. જાણ્યે અજાણ્યે તેનું માથુ યુવકના ખભા પર અાવી જતું હતુ!

નીલા પુરૂષના ડબ્બામાં એકલદોકલ પ્રવાસ કરી રહી હતી !  પૂનાની  મુસાફરી  કરતી નીલા જોનારને શરમાળ  લાગી  રહી  હતી . તેની ચિત્રવિચિત્ર 
   હરકતો શંકાના વમળો પેદા કરતી હતી . પૂનાની મુસાફરી  કરતી  નીલા મિતભાષી હોવાનો અંદેશો  પણ આપી  રહી હતી . 
 '  પૂના જાના હૈં ?
યુવકના પ્રશ્ન સામે માત્ર ડોકું હલાવી જવાબ દેતી નીલા મને અજબ ભાસી રહી હતી  .નવીન યુગની  પરિભાષામાં મારી ઓફિસના માણસોએ લગાડેલ '  ચાલૂ  પબ્લિક  કેરીએર જેવા  લેબલની સ્મ્રુતિ મારા અંતરને પરેશાન કરી હતી . માણસો આવી ટકોર કૈં  રીતે કરી શકે . ગાડી   લગભગ પોણી મજલ કાપી  ચૂકી  હતી .  પરંતુ મારું  મન તો ના જાણે  ક્યાંય  અટવાઈ ગયું હતું.  ત્રણ યુવાનિયાં  ચોથા પાર્ટનરની કંપની  ગોતી પાના  રમવા માંડ્યા  ..
બે યુવાનો  નીલાની પડખે બેઠા હતા બે મારી બાજુમાં  હું તેની  સામેની સીટ  પર બેઠો  હતો . મનમાં  વિચાર થયો  હતો  . તેમની  સગવડતા ખાતર નીલા પોતાની  સીટ બદલશે  . પણ તે  તો ભુલભુલામણી  સર્જતી  જતી  હતી . ઓફિસની મુલાકાતોમાં  તે વિવેકી ,  સંસ્કારી  હોવાની પહેલી છાપ  ભૂંસાતી ચાલી હતી . તેના ચેનચાળાએ હર કોઈ નું ધ્યાન તેના ભણી દોર્યું હતું . હું  ચોરી છુપી તેના  દેહ ઉભાર ને નીરખી  રહ્યો હતો  . વારંવાર સરી  જતો  સાડી નો  છેડો  તેના સ્તન  પ્રદેશના   દર્શન  કરાવતો હતો  . સરી  ગયેલા  છેડા ને પૂર્વવત  ગોઠવી  દેવાની ખાનદાની જોજન  દૂર  હતી  .કદાચ  તે સરી ગયેલા  સાડીના છેડાથી તે અંજાન હતી ? ત્યારે આવો સવાલ જાગ્યો હતો . શું તે Free minded છે ? મને કંઈ સમજ પડતી નહોતી  . સ્મ્રુતિ પટ  પર અતીત નું એક દ્રશ્ય  ઉપસી  આવ્યું . મારી  જ  ઓફિસ નો એક ચપરાસી અકસ્માત  તેની  જોડે  અથડાઈ  ગયો  હતો  . વાંક  નીલાનો જ હતો . છતાં તેણે પટાવાળાને ખખડાવી  નાખ્યો  હતો !
નજર તેના દેહ પર ચોંટી ગઈ હતી . સહયાત્રીની વાત સુણી મારું  ધ્યાન  એની  તરફ દોરાયું હતું . તેમની વાત મારી કર્ણેદ્રિયને સતેજ કરી ગઈ  હતી .
ક્યા આજ કે આદમી હૈ .. આગ લગી કે ભીડ જમાં . અકસ્માત હુઆ યા ઇમારત ટૂટીકે લોગ જમા હો જાતે હૈઁ . કોઈ લડકીકી છેડછાડ હુઈ તો ભી યહી હાલ ! છેલ્લી વાતે નીલાની છેડતીનો પ્રસંગ યાદ કરાવી દીધો . '  માનવી કેટલો નબળો , પોકળ છે ? સ્વાર્થ પરસ્ત દુનિયામાં લોકો ભર સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી જોઈ રહેલા પાંડવ જેવા થઈ ગયાં છે  
આગલા સ્ટેશને કોઈ માણસ કપાઈ ગયો હતો ..તેના મ્રુત્દેહની  આસપાસ લોકો ટોળે વળીને ઉભા હતા .તે જોઈ કોઈએ ટકોર કરી હતી . ' સમય નહીં ઐસી બાતે કરનેવાલે લોગ પાંચ મિનિટ રાશન કી લાઇનમેં ખડે રહ નહીં પાતે લેકિન તમાશા દેખને કે લિયે કાફી વક્ત હૈઁ .ફિલ્મી કલાકારોકો  દેખને કે લિયે ટાઇમ હી ટાઇમ હોતા હૈઁ .' 
કેટલી સાચી વાત છે ? ભીડ જમા થવા પાછળ માનવીનું કુતૂહલ તેની ઘેલછાજ  ભાગ ભજવતી હોય છે .  
ખંડાલા આવી ગયું હતું .પળભર ગાડી જાણે શ્વાસ લેવા વિરમી હતી . સિગારેટ લેવા ગાડીમાંથી નીચે ઊતર્યો હતો . ત્યારે તમાકું ચાવતી નીલાની સ્મ્રુતિ મારી સાથે હતી . યુવાનની પીઠ સાથે ઘસાતા તેનાં નાજુક દેહનું દ્રશ્ય મને ગલગલિયાં કરાવી રહ્યું હતું .
કામદેવનું રાજકારણ કેવું ન્યારું હોય છે . કંઈ લખવાની સામગ્રી તેની વિધવિધ મુલાકાતોએ બક્ષી  હતી .તેની સાથે વાત કરવાની ખૂબજ ઈચ્છા .થતી હતી . પણ વાત કરવાનો કોઈ  વિષય નહોતો ..આમ પણ હું સામે ચાલીને કોઈની સાથે વાત કરી શકતો નહોતો .શરમાળ સ્વભાવ મારે આડો આવી ગયો હતો . હું કેવળ તેની સઘળી હરકતોનો મૂંગો પ્રેક્ષક બનીને રહી ગયો હતો .
ગાડીની સિટી વાગતાં હું અડધી રહેલી સિગારેટ ફેંકીને ગાડીમાં ચઢી ગયો .રાત્રિના અંધકારમાં ખંડાલાનીઊંડી , વિશાળ ખીણો જોવા ના પામ્યો પણ નીલાના હદયની ખીણમાં ડોકિયું કરવાની પ્રાપ્ત થયેલી તક પણ ગુમાવી દીધી હતી  .તાજુબની વાત હતી  . નીલાની વેધક દ્રષ્ટિ મારી ચોરીને પામી ગઈ હતી . તેથી અપસેટ થઈ ગયો હતો . તે તાડૂકી ઊઠશે તેવી દહશત લાગી રહી હતી  .પણ તે તો અલગ દુનિયામાં વિહરી રહી હતી  .
તે ચુપ હતી . ખામોશ હતી . કોઈ શોક કે અફસોસ તેની આંખોમાં વર્તાતો નહોતો 
તે વખતે હું એક ફ્લેશ બેકમાં તણાઈ ગયો હતો .. 
છેલ્લી ઘડીએ તેને મૂકવા આવનાર ભાઈની લાગણી ગાડીની ગતિ સાથે બ્રેક થવાનો અનુભવ થયો હતો .વિદાય  વખતે  એકલી અટુલી હોવાને કારણે તેના ભાઈએ સહજ ભલામણ કરી નહોતી .
કદાચ તે એકલદોકલ મુસાફરી કરવા માટે સક્ષમ હતી ..તેને નિર્ભય , નીડર  ના માનવાનું પણ કોઈ કારણ નહોતું . બાકી સપ્ટેમ્બર મહિનામાં ઝાઝી ગીરદી નથી હોતી . ગભરુ સ્ત્રીતો મહિલા ડબ્બામાં જ  મુસાફરી કરે .
વિચારોની ગતિને કોણ કળી શક્યું છે ? જોતજોતામાં ખડકી આવી ગયું . તે દરમિયાનમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો . વાછટ અંદર આવતા યુવાને બારી બંધ કરી દીધી . પણ મારું કુતૂહલ તો unshuttered જ રહી ગયું  .  
'  પૂનામેં કહાઁ જાના હૈઁ ? '
એક ચૂપકીદી અને  ' માલૂમ નહીં '  કહી નીલા ખામોશ થઈ ગઈ . પુનઃ એજ પ્રશ્ન દોહરાવવામાં આવ્યો હતો . પણ તેની જીભે મણનું તાળું લટકતું હતું . તેને નિઃશબ્દ નિહાળી હું પુનઃ  વિચારોમાં અટવાઈ ગયો હતો . શું તે પહેલી વાર પૂના જઈ રહી હતી ? કોઈ તેને લેવા આવવાનું હશે .? આવા તો કંઈ કેટલાંય પ્રશ્નો મારા દિમાગમાં સળવળી  રહ્યાં હતા .જેમનો કોઈ જવાબ નહોતો  . 
ગાડી પૂના સ્ટેશનમાં દાખલ થઈ ચૂકી હતી .નીલાએ પડખે બેઠેલા યુવાનની કેડે હાથ દઈ બારી બહાર થૂંકી લીધું . .કેમ ના જાણે ફરી થૂંકવા મળવાનું ન હોય 
ગાડી ઊભી રહી ગઈ હતી . બધા મુસાફરો ઉતરવા માટે અધીરા થઈ રહ્યાં હતા . નીલા મારી આગળ જ હતી .માત્ર બે થી ત્રણ ઇંચનું જ અંતર હતું .આ તકનો લાભ લઈ હું તેની સાથે વાત કરી શક્યો નહોતો  તેની સાથે વાત કરવાની આખરી તક પણ મેં ગુમાવી દીધી હતી .
' મોના બાઈ ! '
વાતવરણમાં એકી સાથે બે અવાજ સંભળાયા . દરવાજા આગળ બે યુવાનો ઉભા હતા . તેમણે ઝટ દઈને લગભગ ઊંચકીને  ગાડીમાંથી નીચે ઉતારી દીધી . આ તો પેલા જ યુવાનો હતા ... જેમણે નીલાની  છેડતી કરી હતી  ! તેની સ્મ્રુતિ થતાં હું ચોંકી ઊઠ્યો . કંઈ  વિચાર કરું તે પહેલાં એક યુવાને તેને  આશ્લેષમાં લઈ તેનાં ગુલાબી ગાલો ચૂમી લીધા . તેણે મોઢામાં પાનનો ડૂચો ઘાલી આ હરકત કરી હતી ..પાનનો લાલ રસ તેનાં ગુલાબી ગાલને રંગી ગયો .અને નીલાએ જાણે કંઈ જ ના બન્યું હોય તેમ તેના ગાલ રૂમાલથી લૂછી નાખ્યા .
' ડાર્લિંગ !  ગુરુવાર પેઠ  મેં બમ્બઈ કે જાનેં માને શેઠ કુલદીપ  સિંગ યહાઁ પર આયે હુએ હૈઁ . આજ  રાત  ઉનકો ખુશ રખના હૈઁ  વહ દો હજાર દેનેવાલે હૈઁ  હમ તીનોં કી બરાબરકી ભાગીદારી . કહી તે યુવાન નીલાને સ્ટેશનના ગેટ ભણી દોરી ગયો 
મારા બોસ હોટેલમાં  ઉતર્યા હતા . હું તેમના રૂમમાં દાખલ થયો ત્યારે નીલા તેમના રૂમમાં હતી અને સિગારેટના ધૂમાડા કાઢી રહી હતી . તે જોઈ મારી આંખોમાં અચરજની લકીરોં ખેંચાઈ ગઈ . 

રૂમ ખાસ્સો મોટો હતો  છતાં બોસે મને બાજુના રૂમમાં રાખ્યો હતો  . આખી રાત હું તેમની ક્રિયા પ્રતિક્રિયા વિશે વિચાર કરતો રહ્યો હતો . તેઓ આચાર્ય રજનીશનું નામ લઈ પૂના આવ્યા હતા . તેઓ બંધ રૂમમાં  નીલા સાથે સંભોગથી સમાધિના જીવંત પ્રયોગ કરી રહ્યાં હતા .
નીલા ભલે મારી કૉઈ જ નહોતી . છતાં તેનાં પ્રત્યે મને કોઈ ગજબનું વળગણ થઈ ગયું હતું . પૂનાથી પાછા ફર્યા બાદ મારી બહેનની આત્મહત્યાના ખબર સુણી હું ભાંગી પડ્યો હતો . ચાર હેવાનોએ તેની ઇજ્જત લૂંટી  લીધી હતી . મારી બહેને ખૂબજ ધમપછાડા કર્યા હતા પણ કોઈની તેની વહારે જવાની હિંમત નહોતી.
નીલાને હું  એક વાર મળવા માંગતો હતો . તેને  બહેન બનાવવા ઓરતા પણ જાગ્યા હતા .તેની ધરપકડે મારી આશા પર પાણી ફરી ગયું હતું .
તે વેશ્યા હતી .. તેની જાણ મારા કુટુંબમાં હર કોઈને થઈ ચૂકી હતી . આ સ્થિતિમાં  તેને મળવાની વાત કહેવાની હિંમત પણ ઓસરી ગઈ હતી . મારી  કાયરતા પુનઃ મારી દુશ્મન બની  ગઈ હતી . હું મારી લાચારીના રોદણા રડવા સિવાય કંઈ જ કરી શક્યો નહોતો ..
oooooooooooo. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED