Anubhuti books and stories free download online pdf in Gujarati

અનુભૂતિ

લગ્નની પ્રથમ રાત હતી . શરણાઈના સૂરો હજી પણ નવદંપતિના કાનોમા પડઘાઈ રહ્યા હતા ! અનુભૂતિએ અત્યંત ભાવુક બની પતિના ખોળામાં માથું ઢાળતાં પોતે લીધેલા શપથ દોહરાવતા કહ્યું હતું !

' અાલોક ! તું લગીરે ચિંતા ન કરીશ . તારી વ્હાલસોઈ , લાડકવાયી બહેનને સાચવવાનો વાયદો હું અાખરી શ્ર્વાસ સુધી નિભાવીશ ! '

નવોઢા પત્નીએ પોતાની નાની બહેન મંદાને સંભાળવાની જવાબદારી પોતાના શિરે ઓઢી લીધી . તે જાણી અાલોકના માથેથી ચિંતાનો મસમોટો પહાડ હટી ગયો . અનુભૂતિ તેની પરણેતર તેની બહેનને નહીં સાચવે તો ? અા પ્રશ્ર્ન અાલોકને સતત પજવતો  હતો . સારી દુનિયામાં મંદા સિવાય પોતાનું કહી શકાય તેવું કોઈ નહોતું !

અનુભૂતિ તદ્દન ભોળી તેમ જ સરળ હતી . પતિ સાથે સૂકો રોટલો ખાઈ નિર્વાહ કરી શકતી હતી . કાંટાની સેજ પર સૂઈ શકતી હતી . તેણે પતિને દીધેલા કૌલનું અક્ષરસ: પાલન કર્યું હતું , પણ તેની અસંતુષ્ટ , અભણ તેમ જ અસંસ્કારી જનેતાએ દીકરીના જીવતરમા વિષ પાથરી દીધું . પતિના સગાને પોતાના ગણવાનું તેની માતાનું ગણિત નહોતું . તે દીકરીને સતત ઊલટા પાઠ પઢાવતી હતી !

કૌલેજના પ્રથમ વરસે અાલોક અને અનુભૂતિ એકમેકના પરિચયમાં અાવ્યા હતા . ચંદ મુલાકાતમાં જ બંને પ્રણય હિંડોળે ઝૂલવા માંડયા હતા .એકમેકને પરણવાનો કોલ પણ દઈ દીધો  હતો . પરંતુ અનુભૂતિની કાચી વય તેમના માર્ગમાં રૂકાવટ બની ગઈ હતી . તેના માતા પિતા મ્અા સંબંધને કોઈ પણ રીતે માન્યતા નહીં અાપે . અા વાત ખુદ અનુભૂતિ જાણતી હતી . તે કોઈ પણ ભોગે અાલોકને પરણવા માંગતી હતી ! અાથી સબ સે બડી ચૂપનો તેણે મંત્ર અપનાવી લીધો હતો . તેને ૧૮ વરસ પૂરા થતાં જ અનુભૂતિના માતા પિતાને જણાવ્યા વગર અાલોકના માતા પિતા અને અન્ય સંબંધીની હાજરીમાં અાર્ય સમાજ વિધિ મુજબ લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા .

અા લગ્નથી દેખીતી રીતે અનુભૂતિના માતા પિતાએ નાક કપાઈ ગયાનો ડોળ કર્યો હતો , પણ અંદર ખાને  બહું જ ખુશ થયા હતા . લગ્નનો ખર્ચ બચી ગયાનો હરખ અનુભવતા હતા ! છતાં અન્ય કુટુમ્બીજનોની હાજરીમાં મહેણા મારવાનું ચૂકતા નહોતા !

' અમારી પસંદગીના છોકરા જોડે ઘર માંડયુંં હોત તો ? કેટલું સોનું મળત ? ! લીલા લહેર થઈ જાત ! '

સાસુની અાવી ટકોર સુણી અાલોકને હાડોહાડ લાગી અાવ્યું હતું . તે પોતાની સાસુનું મોઢું તોડી લેવા માંગતો હતો . પણ અનુભૂતિના ખ્યાલે તે મૂંગો રહેતો હતો .

ત્રણ વરસના ટૂંકા ગાળામાં અનુભૂતિની ગોદમાં અપૂર્વ અને માનસી ખેલતા થઈ ગયા હતા . અા સ્થિતિમાં પણ તેણે પતિને મંદા બાબત કોઈ ફરિયાદ કરવાની તક અાપી નહોતી . તેણે નણંદને કોઈ વાતે ઓછું અાવવા દીધું નહોતું . બસ અા જ વાત અાલોકને ખૂબ  જ રાહત બક્ષતી હતી !

મંદા પણ પોતાની જવાબદારી નિભાવતી હતી ! ભાભીની બંને સૂવાવડ તેણે કરી હતી એટલું જ નહીં પણ અપૂર્વ અને માનસીની દેખરેખની સંપૂર્ણ જવાબદારી તેણે ઉપાડી લીધી હતી !

કાળચક્ર પલટાઈ ગયું ! સંજોગો બદલાયા અને મંદા કુષ્ઠ રોગનો ભોગ બની ગઈ . તેની બીમારીની વાત જાણી તેના સાસરિયા પક્ષે તરત જ સગાઈ ફોક કરી નાખી હતી . અાથી મંદાના જીવનમાં અંધારપટ છવાઈ ગયો . તેની કરૂણાર્દ હાલત નિહાળી અાલોકના હૈયામાં વ્યથાની અાગ ભડકી ઊઠી હતી .

નણંદની બીમારીની વાત સુણી અનુભૂતિમા ગજબનો બદલાવ અાવી ગયો હતો . 

કુષ્ઠ રોગ ચેપી નથી , તે ધડમૂળથી મટી જાય છે  . અાલોકે તેની પત્નીને અા વાત સમજાવી હતી . અનુભૂતિ ખુદ અા વાત જાણતી હતી . તેણે અા વાત કયાંક વાંચી , સાંભળી હતી .નાટક સિનેમામાં પણ નિહાળી હતી . પણ ન જાણે કેમ તેની માતા દુર્ગા બહેનને મંદા અાંખના કણાની માફક ખૂંચતી હતી . તેમની વધુ પડતી દખલગીરી અને અાડખીલી અનુભૂતિ માટે શાપ રૂપ નીવડી હતી . જેને કારણે તેના હૈયામા વહેતું લાગણીનું ઝરણું સુકાઈ ગયું હતું ! 

અામ પણ તેના પિયેરમાં લાગણીની કોઈ વિસાત નહોતી . ' તારૂં મારૂં સહિયારૂં મારૂં મારા બાપનું જેવો હિસાબ હતો . તેઓ પ્રથમ અદના સ્વાર્થી , મતલબી હતા ! મંદાની સગાઈ ફોક થવામાં તેમણે એક ખલ નાયિકાની ભૂમિકા નિભાવી હતી !

શેખર મૂળે તો અનુભૂતિની નાની બહેનને જોવા અાવ્યો હતો ! પણ તેને જોતાં વેંત મંદા પસંદ પડી ગઈ હતી .પોતાની બાજી હાથમાંથી સરી જતાં દુર્ગા બહેનના સપનાના મિનારા કકડભૂસ થઈ ગયા હતા !


તેમની ચઢામણીથી જ શેખરના માતા પિતાએ સગાઈ ફોક કરી નાખી હતી . અાથી દુર્ગા બહેનનો ઈરાદો બર અાવ્યો હતો . સહાનુભૂતિનો લેપ લગાડી તેમણે શેખર જોડે પોતાની સ્વછંદી દીકરી અલકાનો મેળ બેસાડી દીધો હતો ! છતાં પણ તેમને જંપ વળ્યો નહોતો 
મંદાને અત્યંત  લાગણી તેમ જ સારસંભાળની અાવશ્યકતા હતી . તેની બીમારીનો ઈલાજ ઘેર બેઠા થઈ શકે તેમ હતો , છતાં દુર્ગા બહેને જમાઈને વણમાંગી સલાહ અાપી હતી . દીકરીના કાન પણ ભર્યા હતા 
' અા એક અત્યંત ચેપી રોગ છે ! મંદાને  હોસ્પિટલમાં ભરતી કરી દો . માતાની ચઢામણીથી અનુભૂતિ પણ જીદ પર અાવી ગઈ . સાસુની વાત સાંભળી અાલોક સમસમી ગયો . છતાં પત્ની ખાતર તે મૂંગોમંતર બની ગયો . તેની અાર્થિક હાલત અત્યંત સામાન્ય હતી !  તે હોસ્પિટલનો ખર્ચ ઉપાડી શકે તેમ નહોતો . બીજી તરફ સતત વ્યસ્ત હોવાનો ડોળ કરી નણંદની દેખભાળ પ્રત્યે બેદરકારી દાખવી રહી હતી . અા વાતે  તેમના દાંપત્ય જીવનના મિનારા હચમચાવી મૂકયા હતા ! લાગણીનું સ્થાન ઘૃણાએ લઈ લીધું હતું !  રોજબરોજ મીઠું મરચું ભભરાવી અનુભૂતિ પતિના કાન ભરવા માંડી . પોતાની બહેન વિશે નિતનવી ફરીયાદ સુણી અાલોક ની બરદાસ્ત શક્તિ હાથ તાળી દેવા લાગી હતી ! તે ઓફિસેથી થાકયો પાકયો માંડ ઘરે અાવે કે તરત જ અનુભૂતિની રેકર્ડ ચાલું થઈ જતી હતી . 


રોજરોજના વાક્પ્રહાર , જીભાજોડી તેમજ મહેણાટોણાથી કંટાળી જઈને અાલોકે દેવું કરીને પણ પોતાના જિગરના ટુકડા સમી મંદાને સેનેટોરિયમાં ભરતી કરી દીધી હતી !

અાલોક તેની નાની બહેનને જાનથી પણ અધિક પ્રેમ કરતો હતો . તેના વગર એક પળ પણ રહી શકતો નહોતો . અા વાતે અનુભૂતિના હૈયામાં જલન પેદા કરતી હતી ! અાલોક બધા કામ પડતાં મૂકીને મંદાને નિયમિતપણે મળવા જતો હતો . અા વાત અનુભૂતિ બરદાસ્ત કરી શકતી નહોતી !

લગ્નની પહેલી રાતે જ તેણે ભાવુકતાના વહેણમાં તણાઈ જઈ નણંદને સાચવવાનો કોલ દીધો હતો . પણ માતાની ચઢામણી થકી તેણે પોતાનો વાયદો અભરાઈએ ચઢાવી દીધો હતો . તેની સ્મૃતિ અાલોકને વેદનાની અાગમાં ઝોંકી દીધો હતો . તે અનુભૂતિને બેહદ પ્રેમ કરતો હતો . પત્ની અને બહેન પ્રત્યેની લાગણીનું સંતુલન જાળવવાની કોશિશ કરતો હતો . અનુભૂતિ પણ તેને અનહદ ચાહતી હતી , પણ સ્રી સહજ સ્વભાવ ભાગીદારી સ્વીકારવા તૈયાર નહોતો ! 
શેખર કરોડપતિ બાપનો લાડકવાયો એક માત્ર પુત્ર હતો . સગાઈ ટાણે તેના માતા પિતાએ ઠાંસી ઠાંસીને વ્યવહાર  નિભાવ્યો  હતો . પૈસો જોઈ અનુભૂતિના માતા પિતા ચળી ગયા હતા .


સાસરિયા તરફથી અલકાને મંદા કરતાં પણ વધારે કપડાલત્તા , દરદાગીના  - જર ઝવેરાત પ્રાપ્ત થયા હતા . અલકા પોતાની પસંદગીના યુવાનને  પરણી રહી હતી .તેથી તેને કેટલું સુંદર મજાનું ખાતું પીતું ઘર મળ્યું હતું તે વાતનો અાખા ગામમાં ડંકો વગાડતા હતા ! એટલું જ નહીં પણ જ નહીં પણ અનુભૂતિને જલાવવા ખાતર અલકાને સજાવી ધજાવી તૈયાર કરી તેના ઘરે મોકલાવતા હતા !

બહેનનું સુખ નિહાળી અનુભૂતિના હૈયામાં સુપ્ત પડેલી ભૌતિક સુખની ભૂખે ઉછાળો માર્યો . અલકા રોજબરોજ નિતનવા ફેશનેબલ લિબાશ ધારણ કરતી હતી ! તે જોઈ અનુભૂતિના હૈયામાં રોપાયેલા અસંતોષના બીજને પોષણ મળ્યું હતું !

' તારો ધણી તો ભૂખડી બારસ જેવો છે . અાટલા વરસે તને એક સારી સાડી પણ નથી અપાવી શકયો! અને અલકાને જો , હજી તો માત્ર સગાઈ જ કીધી છે અને કેટલું બધું પામી ચૂકી છે ! ' દુર્ગા બહેન ખુલ્લે અામ દીકરીને મહેણા મારતા હતા !


મહિનાની અંદર જ તેના લગ્ન પણ થઈ ગયા હતા ! અને બીજે જ દિવસે નવ દંપતી હનીમૂન માટે સ્વીત્ઝરલેન્ડ ઊપડી ગયું હતું !

ત્યાં પહોંચ્યાને ચોથે જ દિવસે શેખરની તબિયત એકાએક બગડી અાવી હતી . તેને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામા અાવ્યો હતો અને માત્ર ૨૪ કલાકમાં જ સઘળી મોહમાયા સંકેલી લઈ અનંત યાત્રાએ ચાલી નીકળ્યો હતો . તે અસાધ્ય બીમારીનો શિકાર બની ગયો હતો ! તેની જીંદગીના દિવસો ગણાઈ રહ્યાં હતા ! તે જાણવા છતાં પણ તેના માતા પિતાએ જુગટુ ખેલી વારસાની લાલચમાં શેખરને અલકા જોડે પરણાવી દઈ ઘોર અપરાધ કર્યો હતો ! 

પતિના અકાળે થયેલા મૃત્યુંથી અલકા ભાંગી પડી હતી . પૈસાના મોહમાં તણાઈ જઈને કોઈ પણ જાતની તપાસ કર્યા વિના દીકરીને તેના પ્રેમીથી વિખૂટી પાડી અંધકારની ગર્તામાં ધકેલી દીધી હતી ! અા સ્થિતિમાં તેની સામે કોઈ વિકલ્પ બચ્યો નહોતો ! પુત્રના મૃત્યું બાદ વહુને સાંત્વના અાપવાને બદલે તેને માનસિક ત્રાસ અાપવા માંડયો . રોજ રોજના કલહ કંકાસથી કંટાળી જઈ અલકા ઘર છોડીને કયાંક ચાલી ગઈ !


અાટઅાટલું વીતવા છતાં પણ મા બાપની સાન ઠેકાણે ન અાવી !

અાલોકે પોતાની બહેન મંદા માટે અમુક બચત કરી હતી ! તે પૈસામાથી અનુભૂતિએ માતાની ચઢામણીથી દોરવાઇ જઈને પતિને કહ્યા વિના પોતાના માટે ખરચી નાખ્યા હતા . અસંતોષનું બીજ ફૂલી ફાલીને તોતિંગ વૃક્ષ બની ગયું હતું . તેને કાર બંગલાની લાલચ જાગી હતી . અડોસ પડોસની મહિલાઓનો ઠાઠમાઠ તેના અસંતોષને વધારતો જતો હતો ! તે બેફામ ખરચા કરતી હતી . અાથી અાલોકના નાજુક હૈયાને ઊંડી ચોટ લાગતી હતી . તેણે ખૂબ જ સહજ ભાવે પત્નીને ખોટા ખરચા કરતાં વારી હતી અાથી તેણે પતિને અાકરા વચનોની લહાણી કરી હતી .

' તમે તો સાવ બાઘા જ રહેવાના ! બીજાને જોઈને તો કંઈ શીખો ! ભણ્યા પણ ગણ્યા નહીં . નહીં ભણેલા પણ કેવા ઠાઠમાઠથી રહે છે ?! અને તમે ઈમાનદારીનું પૂછડૂં પકડીને બેસી ગયા છો . તમે સાવ વેદિયા જ છો ! ' 



પત્નીના રોજબરોજના કકળાટથી અાલોક ત્રાસી ગયો હતો ! અનુભૂતિની અાડેધડ ફરમાયેશ અાલોકને બેઈમાનીના પંથે દોરી ગઈ .

તે રોજ રાતે મોડો ઘરે અાવવા માંડયો . શરૂ શરૂમાં અનુભૂતિ પૃચ્છા કરતી હતી ! તેની અાંખોમાં સહજ ચિંતા ડોકાતી હતી , તે રોજ રોજ પૈસા લઈ અાવતો હતો , અા વાતે તેની ચિંતા ભાગી જતી હતી ! પોતાના શમણા સાકાર થતા હતા . અાથી તે બીજું કંઈ પણ વિચારતી નહોતી !

અાલોક તેની પત્નીની સઘળી ખ્વાહિશ પૂરી કરતો હતો . છતાં બદલાયેલી સ્થિતિમાં તેની પત્ની પોતાનાથી દૂર ચાલી ગઈ છે . અા અહેસાસ તેના હૈયામાં ત્રિશૂલ વેદના જગાડતો હતો .

અાલોક ઘણી વાર પોતાના પાછલા દિવસો વાગોળતો હતો !

નાનકડા ઘરમાં કેવી સુખ શાંતિ હતી . પતિ પત્ની વચ્ચે અનહદ પ્રેમ ઊભરાતો હતો ! અનુભૂતિ તેના પતિની નાની મોટી સઘળી જરૂરિયાતોનું અંગતરીતે દયાન રાખતી હતી . અાલોકની એક એક ચીજને વ્યવસ્થિત ગોઠવીને રાખતી હતી , જેથી તેની ગેરહાજરીમાં અાલોકને કોઈ તકલીફ પડતી નહોતી ! પત્ની વગર તેને એકલવાયું લાગતું હતું ! સાસુ સસરાના વિચિત્ર સ્વભાવને કારણે તે પત્નીને તેના પિયેર વધારે રહેવા દેતો નહોતો ! અનુભૂતિ માત્ર બે દિવસ માટે પિયેર જતી હતી હતી .  અા ગાળામા અાલોકે શું કરવાનું છે તેનું લાંબુ લચક લિસ્ટ તૈયાર કરીને જતી હતી અને પાછી અાવે ત્યારે ? લિસ્ટ અકબંધ કોઈ વાર્તાના પુસ્તકમાંથી મળી અાવતું હતું

અનુભૂતિની ગેરહાજરીમા અાલોક તેની અગત્યતા બરાબર પિછાણી શકતો હતો . જો અનુભૂતિ નહોત તો શું થાત ? લાગણીપ્રધાન અનુભૂતિ કયારેક પોતાની માતાની ગાડીમાં બેસી જઈ નિરર્થક કચકચ કરતી હતી . પરંતું તેના પ્રત્યેનો અસીમ પ્રેમ તેને મૂક કરી દેતો હતો !

તેને રોજ રાતે સૂતા પહેલા દૂધ પીવાની અાદત હતી , છતાં તે દૂધ તો શું પાણી પણ હાથે લઈ પીતો નહોતો ! અા બાબત અનુભૂતિ કયારેક મીઠો રોષ કે અણગમો વ્યકત કરતી હતી ત્યારે અાલોક તેને અાલિંગનમાં કેદ કરી પ્રેમપૂર્વક સમજાવતો હતો .

' હું પત્નીને દાસ કે ગુલામ નથી ગણતો , છતાં અમુક કાર્યો તો તેણે જ કરવા જોઈએ . નાની નાની વાતો જ પ્રેમનું બેરોમિટર બની જાય છે .' 


અા ફિલસૂફીમાં રાચતો અાલોક કોઈવાર અનુભૂતિ કામમાં ભૂલી જતી તો તે દૂધ પીધા વિના સૂઈ જતો હતો ! ઘણી વાર અનુભૂતિ પતિને ઉંઘમાંથી ઉઠાડીને દૂધ પિવડાવતી હતી . અનુભૂતિની ગેરહાજરીમાં દૂધ પીતો નહોતો !

દામ્પત્ય જીવનમાં બંને વચ્ચે કયારેક ચકમક પણ ઝરતી હતી ! અા સ્થિતિમાં બંને રિસાઈ  જતા હતા ! અમુક સમય માટે અબોલા પણ લઈ લેતા હતા ! અા તબક્કે ભૂલ કોની હતી ? તેની કડાકૂટમાં પડયા વિના એકમેકની માંફી માંગી લેતા હતા ! તેમને સુખી દામ્પત્ય જીવનની ચાવી જડી ગઈ હતી . સૂતી  વખતે બંને સહિયારી પ્રાર્થના કરતા હતા !

' ગુડ નાઈટ ! સ્વીટ ડ્રિમ્સ ! ગોડ ગીવ અસ ગુડ ડ્રીમ્સ એન્ડ થોટસ ! ( શુભ રાત્રિ ! ભગવાન અમને મીઠા મધુરા સપના તેમજ ઉમદા વિચારોની લહાણી કરતો રહેજે ) અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજે . ભગવાન અમે તારા બાળક છીએ .'

અનીતિના માર્ગે ઘણું જ ધન અાલોકે ઊલેચી લીધુ હતું ! નાનું ઘર છોડી તેમણે  પ્રેમ નગર સોસાયટીમાં પાંચ રૂમનો મોટો ફલેટ ખરીદયો હતો . સુખ- સગવડના ઉચ્ચ , અધતન સાધનો તેમ જ ઉપકરણો વસાવી લીધા હતા . ઘર સજાવટમાં અનુભૂતિએ કોઈ કસર છોડી નહોતી ! હાથમા પૈસા અાવતા સ્વાર્થી મિત્રોની લાઈન લાગવા માંડી હતી . તે જોઈ અનુભૂતિના અહમને પોષણ મળતું હતું !

પ્રેમનગરમાં રહેવા ગયા બાદ અનુભૂતિ તદ્દન બદલાઈ ગઈ હતી ! તેનો મોટાભાગનો સમય શોપિંગ , સિનેમા , વિડિયો , કેબલ કાર્યક્રમ પાછળ વ્યતીત થતો હતો . અા બધી પ્રવૃતિ વચ્ચે ઘરની જવાબદારી પ્રત્યે લાપરવાહ બની ગઈ હતી .

અપૂર્વ અને માનસી નોકરોની દેખરેખ હેઠળ ઉછરી રહ્યા હતા . અનુભૂતિ ઘરના કોઈ કામને હાથ લગાડતી નહોતી . નાનકડા ઘરમાં અપાર લાગણી તેમ જ સ્નેહનો વાસ હતો પણ પ્રેમ નગરમાં સ્થળાંતર કર્યા બાદ સઘળું કંઈ પલટાઈ ગયું હતું ! અનુભૂતિના હૈયામાં વહેતું લાગણીનું ઝરણુ સુકાઈ ગયું હતું . તે પતિ માટે કોફી બનાવવા પૂરતો સમય પણ ફાળવી સકતી નહોતી !

મંદાની તબિયત સુધરી રહી હતી છતાં અનુભૂતિ તેને ઘરે લાવવા તૈયાર નહોતી .

વિદેશથી એક નાનકડું ગ્રૂપ મુંબઈ અાવ્યું હતું . તેમના મનોરંજન માટે શરાબ અને શબાબની જવાબદારી અાલોકે પોતાના શિરે ઓઢી લીધી હતી . એક જાણીતી અાયાત નિકાસની પેઢીએ છોકરી સપ્લાય કરવાનો ઓર્ડર અાપ્યો હતો !

અાલોકે એજન્ટને ફોન કર્યો : અાજે ઈપ્સા હોટલમાં બિલ્કુલ તદ્દન ચાર ફ્રેશ પોટી મોકલાવો ! 

અને બરાબર ૯-૩૦ વાગે શહેરની જાણીતી ફાઈવ સ્ટાર હોટલમાં લગભગ ડઝનેક જેટલી યુવતીઓ હાજર થઈ ગઈ હતી ! કોલ ગર્લની જમાતમાં અલકા પણ શામેલ હતી . તે જોઈ  અાલોકના પગ તળેથી જમીન સરકી ગઈ . તેણે  અલકાને રોકવાની કોશિશ કરી . બંને વચ્ચે જીભાજોડીનો જંગ છેડાઈ ગયો . તેનો કોઈ સકારાત્મક અંજામ અાવે તે પહેલા જ હોટલ પર રેઈડ પડી અને અાલોક રંગે હાથ ઝડપાઈ ગયો . ત્યાં હાજર બધી જ છોકરીઓને અટકમાં લેવામાં અાવી !

સવારના પહોરમા જ હકીકત જાણી અનુભૂતિના હૈયામાં ધરતીકંપ જેવી ઉથલપાથલ મચી ગઈ. દૈનિક પત્રની હેડ લાઈન્સ તેના પતિના કારનામાને ઉઘાડે છોગ કરી રહી હતી ! અાલોક અને અલકાની તસવીરો નિહાળી અનુભૂતિની અાંખો સમક્ષ અંધારપટ છવાઈ ગયો . પોતાનો પતિ કયાંથી પૈસા લાવતો હતો ? તેનો ભેદ ખૂલી જતાં ચોંકી ઊઠી .તે તરત જ અપૂર્વ તેમ જ માનસીને શાળાએ પહોંચાડી પોલીસ સ્ટેશન દોડી ગઈ .

એક જ રાતમાં અાલોકમાં ભારે બદલાવ અાવી ગયો હતો . લાખ છૂપાવવા છતાં તેના ચહેરા પર મંદાની ચિંતા સાફ છલકાઈ રહી હતી .અનુભૂતિએ પતિ તેમ જ પોતાની બહેનને જામીન પર છોડાવી લીધા . અલકા કયાં જશે ? તેનું કોઈ ઘર કે
ઠેકાણું બચ્યું નહોતું ! અા સ્થિતિમાં અનુભૂતિ તેને પોતાના ઘરે લઈ અાવી . પોતાની ગુમરાહીને કારણે મળેલ બદનામીએ અાલોકની અાંખોમા અાંસુ અાણી દીધા . તે પોતાની બહેનને  મળવા અત્યંત ઊપર તળે થઈ રહ્યો હતો . અનુભૂતિ તેના મનને પામી ગઈ હતી ! તેણે પતિના ખભે હાથ દઈ અાશ્ર્વસ્ત કરતાં કહ્યું . 
 
' અાલોક તું ચિંતા ન કરીશ . અાજ પછી મંદા બહેન અાપણી સાથે જ રહેશે . હું હમણા જ તેમને સેનોટેરિયમમાંથી ઘરે લઈ અાવું છું ! '

અા સાંભળી અાલોકના માથેથી મોટી ચિંતા ટળી ગઇ . ઘણા સમય બાદ તેના ચહેરા પર ખુશીના કિરણો ઝગમગી ઊઠયા .
 



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED