સંધ્યા નોકરી કાજે શહેર જઈ વસેલા પતિના પત્રની કાગડોળે વાટ નિહાળી રહી હતી.
ઉદયના પત્રો અઠવાડિયામાં બે વખત આવતા હતા.
પણ છેલ્લાં દોઢ મહિનાથી તેનો એક પણ પત્ર આવ્યો નહોતો.
શું થયું હશે? આ સવાલ તેને ચિંતામાં ગરકાવ કરી રહ્યો હતો.
કોઈ પણ જાતના સમાચાર ન મળવાથી તે થોડી વ્યથિત તેમ જ શંકાશીલ બનવા પ્રેરાઈ હતી.
તે મિશ્રિત લાગણીના પ્રવાહમાં તણાઈ જઈ રહી હતી.
તે જ વખતે તેની ડોર બેલ ગુંજી ઊઠી.
સાથે જ એક અવાજ તેના કાને અફ્ળાયો.
" પોસ્ટ મેન! "
સંધ્યા એ તરતજ દરવાજો ખોલી નાખ્યો.
પોસ્ટ મેને તેના હાથમા એક કવર મૂક્યું.
તે જોઈ સંધ્યા હરખઘેલી બની ગઈ.
તેણે જિજ્ઞાસાપૂર્વક કવર ખોલી નાખ્યું.
તેના હૈયાના તાર રણકી ઊઠ્યા. મીઠી લાગણી નું ઝરણું ફૂટી નીકળ્યું
ઉદયનું નામ નિહાળી ભાવુક બની ગઈ.
નાજુક સલોણું સંબોધન વાંચી તેની આંખો હર્ષ થી ઉભરાઈ ગઈ.
" સલૂણી... પ્રાણેશ્વરી.. આરાધ્ય દેવી.... "
ક્યાં થી શરૂ કરૂં? કાંઈ સમજાતું નથી.
પહેલા તો ઘણા દિવસે પત્ર લખવા બદલ તારી અંતરપૂર્વક ક્ષમા માંગુ છું. તને ઘણા બધા વિચારો આવ્યા હશે
મેં પત્ર કેમ ન લખ્યો?
સંધ્યા ઘણી વાર માણસના જીવનમાં એવા તોફાનો આવે છે જે તેને મુંઝવી નાખે છે. તેને અંધકારની ગર્તામાં ધકેલી દે છે.
મારા જીવનમાં પણ એવું તોફાન આવી ગયું.
કહેતા જીભ ઉપડતી નથી. કલમ પણ જવાબ એવામાં વિફળ નીવડી છે. આજે જ શાસ્ત્રોમાં કહેવાયેલી વાતોનો સાક્ષાત્કાર થયો. માણસ ગમે તેટલો સજ્જન કેમ ન હોય પણ તેની ભીતર રહેલા પાંચ શત્રુ કોઈ પણ ઘડીએ તેને પાયમાલ કરી નાખે છે.
માણસનો પ્રથમ શત્રુ તેની કામ વૃત્તિ છે. જેને વશ થઈ ઘણા ઋષિ મુનિઓ પણ ડગમગી ગયા છે. આ શત્રુને કોઈ જ લિહાજ કે શરમ હોતી નથી. તેને માનવીય સંબંધો જોડે કોઈ જ લેવા દેવા હોતી નથી.
હવે સીધી વાત પર આવું છું. સંધ્યા! મારાથી એક અક્ષ્મ્ય અપરાધ થઈ ગયો છે. જેને માટે મારૂં અંતરમન મને સતત કોસી રહ્યું છે.
તારાથી અળગો થઈ હું મુંબઈ આવ્યો. શરૂ શરૂ માં નોકરી શોધતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોઈની લાગવગ થકી મને એક જગાએ મારી લાયકાત મુજબનો જોબ મળી ગયો.
તે બદલ ભગવાનનો પાડ માન્યો.
સમય જતાં કામથી સર્વથા ટેવાઈ ગયો.
એક જાતની માસ્ટરી આવી ગઈ.
તેના થકી મને મોટી પદવી એ બીજી નોકરી મળી ગઈ.
પગાર સાથે જવાબદારી પણ બમણી થઈ ગઈ.
ખુબ કામને કારણે રાતે ધરે આવતા પણ મોડું થઈ જતું હતું
એક દિવસ રાતના 11-00 વાગ્યાના સુમારે હું કામ પતાવી ઘરે પાછો ફરી રહ્યો હતો. શરીર ખુબ જ થાકી ગયું હતું. મારૂં રોમ રોમ આરામને વાંછતું હતું.
ત્યાં જ વાતાવરણમાં એક યુવતીની દર્દ નાક ચીસ સંભળાઈ
" બચાવો! બચાવો!! "
હું કંપની ની કાર ડ્રાઈવ કરી રહ્યો હતો.
એક યુવતીની આબરૂ જોખમમાં હતી.
મેઁ તરતજ કાર થંભાવી didhi.
એક વ્યકિત કોઈ અબળા જોડે જબરદસ્તી કરી રહ્યો હતો.
તે જોઈ મારા રોમ રોમમાં આગ પ્રગટી ગઈ.
મેં યુવતી ને તેના પંજામાંથી છોડાવી લીધી.
અને નરાધમ ગભરાઈને નૌ દો ગ્યારહ થઈ ગh
આટલી રાતે તે ક્યાંય જઈ શકે તેમ નહોતી.
આ સ્થિતિમાં હું તેને કંપની તરફ થી મળેલા ગેસ્ટહાઉસ માં લઇ આવ્યો હતો.
તેણે પોતાની વિતક કથા મને બયાન કરી હતી.
તે એક ખાનદાન ઘરની યુવતી હતી.
એકાદ મહિના પહેલાં તે ઘર છોડીને તેના કઠિત આશિક જોડે ભાગી ગઈ હતી.
થોડા સમયમાં જ તેને પોતાના આશિક ની અસલિયત પારખી ગઈ હતી. જેને તેણે દિલ આપ્યું હતું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. તે કોઈ પ્રેમી નહોતો. પણ એક વિલાસી, દેહ ભૂખ્યો સ્ત્રીઓનો વેપલો કરતો એક અઠંગ વેપારી હતો.
તેણે નાસવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પણ તે તેના આવાસમાંથી છટકી શકી નહોતી.
તેણે મોકો મળતા છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે કામયાબ નીવડી નહોતી.
તે નરાધમે બીજા સાગરિતની મદદ લઇ તેના પર છેલ્લું શસ્ત્ર અજમાવવાની કોશિશ કરી. પણ મારી સમયસરની એન્ટ્રીએ તે બચી ગઈ.
હું તેને ઘરે લઇ આવ્યો. તાત્કાલિક રહેઠાણની સમસ્યા સામે મારી પાસે આ જ વિકલ્પ બચ્યો હતો.
મેઁ આ પહેલા તેના કુટુંબ પરિવાર વિશે જાણવાની કોશિશ કરી હતી. યૌવનના નશામાં ચકચુર તેણે અનેક ભૂલો કરી હતી. તેના પરિવારમાં કેવળ એક વિધવા માતા જ હતી. તેનામાં દીકરી ને પરણાવવાની ત્રેવડ નહોતી.
આ સ્થિતિ માં પોતે જોયેલા સપના ને સાકાર કરવા માટે તે કટિબદ્ધ થઈ ગઈ હતી. તે ખરબચડી ભૂમિ પર ચાલી નીકળી હતી. જેની તેણે ભારે કિંમત ચૂકવી હતી.
તેનું ઉપર નીચે આગળ પાછળ કોઈ જ નહોતું.
તેની જનેતા પણ અનંત યાત્રા એ નીકળી ચૂકી હતી.
એક જ રૂમમાં અજાણ્યા સ્ત્રી પુરુષ નો સમાવેશ લોક માનસ અને ઓફિસના સમગ્ર સભ્યોના દિમાગમાં કેવી શંકા.. કેવા વમળ, કેવી ગંદકી ફેલાવશે.
બધા વિચારોને અભરાઈ એ ચઢાવી મેં તે ઉંઘડતી કળી નું જતન કરવાની જવાબદારી શિરે ઓઢી લીધી.
તે ગભરાયેલી હરણી ની માફક મને ' મોટાભાઈ ' કહી ને વળગી પડી હતી.
મેં પણ અંતઃકરણ પૂર્વક તેનો બહેન તરીકે સ્વીકાર કરી લીધો હતો.
તે ખીલતી કળી નું નામ સુષ્મા હતું.
તે બેડ રૂમમાં સૂતી હતી.
અને હું બહાર હોલમાં સૂતો હતો.
અમારી વચ્ચે મર્યાદા ની લકીર ખેંચી અમે આગળ વધી રહ્યાં હતા!!
હું તેને સ્નેહની લ્હાણી કરતો હતો.
પણ માનવીનું જીવન સદાય લડાઈ ઓ થી ભરેલું હોય છે. બહારના દેશો સાથે, બહારના લોકો સાથે અને તેના થી વિશેષ પોતાના પરિવારના સદસ્યો જોડે લડતો રહે છે. તેની લડતનો આ અંત નથી. તે પોતાના આંતરિક શત્રુઓ સાથે લડતો રહે છે.
બાહ્ય શક્તિનું માપ આપણે તેના શસ્ત્રો સંખ્યા વડે માપી શકીએ. પણ આંતરિક શત્રુ ની તાકાત માપી શકતાં નથી..
ભગવદ ગીતામાં વર્ણવેલો શત્રુ એકાએક મને પરાજિત કરવા મેદાનમાં ઊતરી પડ્યો..
એક દિવસ ઓફિસના કામને કારણે ઘરમાં આવતા મોડું થઇ ગયું. અને મોટો અનર્થ થઇ ગયો.
શત્રુ મારા સંજોગો પર હાવિ થઇ ગયો.
સુષ્મા મારી વાટ જોઈ થાકી ગઈ હતી. અને જમ્યા વિના સુઈ ગઈ હતી. તે બારણું અધઃ ખુલ્લું રાખી નિંદ્રાધીન થઇ ગઈ હતી.
મેં બારણાંને હડસેલો માર્યો.
બારણું ખુલી ગયું.
પ્રથમ વાર તેની ચઢતી જુવાનીએ મારી ભીતરના શત્રુ ને આહવાહન આપ્યું.
તેના ઘૂંટણ સુધી ખુલેલા પગને જોઈ મારી લોલુપ આંખો તેના પર સ્થિર થઇ ગઈ. મારૂં ચિત્ત તંત્ર ખળભળી ઊઠ્યું.
અને માળી ના હાથે જ કળી પુષ્પ બનતા ચૂંથાઈ ગઈ.
રક્ષક ભક્ષક બની ગયો.
તે મારો સામનો ન કરી શકી.
આ ઘટનાએ મારૂં ચેતન હણી લીધું.
હું પેલા ગુંડા કરતાં પણ ભયાનક દુષ્ટ સાબિત થયો હતો.
મારો આત્મા મને સતત સર્પ દંશ સમો ચટકો ભરી રહ્યો હતો.
ખરેખર સંધ્યા આ ઘટનાએ મને આંસુના સમુદ્રમાં ડુબાવી દીધો હતો.
મેં સુષ્માની માફી માંગી હતી. પણ થયેલું થોડું બદલી શકાય છે?
મારી વેદના મારો વલોપાત અસહ્ય બની રહ્યાં હતા.
વિવેક બુદ્ધિ જવાબ દઈ ગઈ હતી.
ત્રણ દિવસ ત્રણ રાત અમે અથાગ માનસિક પરેશાનીમાં વિતાવ્યા હતા.
તેના લગ્ન ઉકેલી લેવા એ જ એક માત્ર વિકલ્પ બચ્યો હતો.
આખરે મારા પ્રયત્નો થકી તેના લગ્ન એક વિધુર પ્રોફેસર જોડે થઈ ગયા.
તેના ઘડિયા લગ્ન લેવાયા હતા. મેં આંસુથી ખરડાયેલા ચહેરે હૈયા ના આશીર્વાદ સાથે તેને વિદાય આપી.
" ખુશ રહેજે મારી બેનડી. તારા સ્વામિની જિંદગીમાં સતત ફુલો પાથરતી રહેજે ઉપાડી કંટક. બસ તારો બાગ કદી નહીં ઉજડે. "
પણ સંધ્યા! હવે સમજાયું કે ભૂલનો સ્વીકાર ન કરવાની નબળાઈને કારણે સમાજમા જગતમાં કેવા અનર્થો આફતો ઊભી કરે છે.
હજી તો શરણાઈના સૂર ભુલાયા નહોતા. લગ્નનો ઉન્માદ શમ્યો નહોતો.
ઘૂંઘટ ખોલી ને સુષ્મા નું મુખ જુએ તે પહેલા તેને ઉબકો આવ્યો. ખાળમાં ઉલટી કરી.
કાંઈ ખાવાથી તેને ઉલટી થઇ હશે. તેવું માની પ્રોફેસરે તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું.
પણ સતત ત્રણ દિવસ તેને ઉલટીઓ બંધ થતી નહોતી.
તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવી.
ડોકટરે નિદાન કર્યું.
" તે પ્રેગ્નન્ટ છે! "
આ સાંભળી પ્રોફેસર ભડકી ગયા.
મેં તેમનો વિશ્વાસ ઘાત કર્યો હતો.
તેવો આક્ષેપ મૂકી મારી સામે દાવો માંડ્યો.
સુષ્માના સપનાનો બાગ ઉજડી ગયો.
ઉલટી એ મારા આશીર્વાદ ઉલટાવી નાખ્યા.
સ્વામીની બાહોમાંથી નીકળી સુષ્મા મારા બારણે પાછી ફરી
માનસ શાસ્ત્ર નો પ્રોફેસર પણ મારી કોઈ જ વાત સાંભળવા તૈયાર નહોતો..
સંધ્યા! સુષ્માનું આ જગતમાં કોઈ નથી. તેને હવે કોઈ નહીં અપનાવે... કલંકિની.. ત્યકતા ને કોણ અપનાવશે? કુંવારી કળી ખીલતા પહેલાં જ કરમાઈ ગઈ.
તેની દુર્ગંધ સદાય તેની સાથે જ રહેશે.
શું કરવું?
આપણો સહિયારો પ્રયાસ જ તેને માનભેર સમાજમા રહેવા લાયક બનાવી શકશે.
" સંધ્યા! મારી પ્રાર્થના સુષ્મા ને સાથે રાખવાની છે. તેની કુખે જન્મ લેનાર સંતાન જ આપણી શેર માટીની ખોટ પૂરી કરશે. "
આ સાથે તેનો એક ફોટો મોકલી રહ્યો છું.
તે કમનસીબ દેવીનું સર્વ કાંઈ લૂંટાઈ જવા છતાં તેણે કોઈ જ ફરિયાદ હોઠે આણી નથી.
હું તેને લઇ પરમ દિવસે અમદાવાદ આવું છું. તેને તેમ જ તેના આવનાર સંતાન ને સ્વીકારવા કે છોડી દેવા તેનો નિર્ણય તારા પર છોડી દઉં છું.
પત્ર પૂરો કરતાં પહેલા તારા ખબર અંતર પૂછું છું.
એ જ લી. ઉદય
પત્ર વાંચતા જ સંધ્યાની આંખો ચૂઈ પડી.
ભગવાને પણ કેવી પરિસ્થિતિ પેદા કરી હતી.
તે મા બની શકે તેમ નહોતી.
ફોટો નિહાળી સંધ્યા ભૂતકાળમા સરી ગઈ.
સુષ્મા અન્ય કોઈ નહીં બલ્કિ તેની શૈશવ કાળની સહિયર પ્રીતિ હતી. જેને તેના પતિ એ રક્ષી ભક્ષી પાછું રક્ષણ કરવાની તૈયારી બતાવી હતી.
ભૂતકાળ ના સંસ્મરણો તાજા થઈ આવ્યા.
સાથે રમ્યા. સાથે ભમ્યા, જમ્યા, ભણ્યા ગણ્યા.. એક બીજાને કેમ ભૂલી શકાય.
આ બધું યાદ આવતા તેની આંખો છલકાઈ ગઈ હતી.
આંસુ માં કાંઈ પ્રાપ્ત થયાનો આનંદ ઉભરાઈ રહ્યો હતો.
પ્રીતિના ભાગી જવાથી તેની લાગણી પ્રધાન, સંવેદન શીલ જનેતા લાખો ની સંપત્તિ છોડી ચીર નિદ્રા માં પોઢી ગઈ હતી.
સંધ્યા તેની બહેનપણીને મળવા અત્યંત ઉત્સુક બની ગઈ.
તેનું હૈયું જોર જોરથી ધડકી રહ્યું હતું.
સખીપણાનું ઋણ ચૂકવવાનો ભગવાને તેને સોનેરી મોકો આપ્યો હતો.
ઘોડાગાડી નો અવાજ કાને પડતાં તે ઘરની બહાર દોડી આવી.
" મારી બેનડી! " કહી તેણે સુષ્મા ને પોતાની છાતી એ વળગાડી દીધી.
ઉદય પણ ચકિત થઈ તેમનું મિલન નિહાળી રહ્યો.
દ્રશ્ય ને નિહાળી તે બધું સમજી ગયો.
તેને યાદ આવ્યું.
" મારી શૈશવ કાળની જૂની સહિયર પ્રીતિ ખોવાઈ ગઈ છે. "
અને સુષ્મા જ પ્રીતિ હતી.
તેણે જ ઉદયની જિંદગીમાં આવેલો અંધકાર દૂર કર્યો હતો.
આ ને માટે સંધ્યા પણ એટલી જ હકદાર હતી.
000000000000000
.આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી