Ahobhav books and stories free download online pdf in Gujarati

અહોભાવ

' પચાસ લાખના ડોકયુમેન્ટસ પાછળ અાવી ઢીલાશ ન પરવડે .! '

ઉજ્જડ ગામમાં એરંડિયો પ્રધાન સમા , અંગૂઠાછાપ ભોગેશની ટકોર સુણી કુમારની ખોપરી સણકી ગઈ . તેણે પૂરતી કાળજી રાખીને કામમાં કોઈ કસર ન રાખતા કટ ટુ કટ ડોકયુમેન્ટસ તૈયાર કરવાની સંપૂર્ણત કોશિશ કરી હતી પણ રમઝાન ઈદની રજા વચમાં અાવી જતાં સાઉદી કોન્સ્યુભ્લેભ્ટનું દફતર બંધ હોવાથી તે પાછો પડયો હતો ! અામાં તેનો કોઈ જ દોષ નહોતો ! છતાં ભોગેશે બેંક વ્યાજ    બચાવવાની ધૂનમાં ટકોર કરી હતી . કામમાં પોતે જ ચોક્કસ દાવો કરનાર મુલજી દાસના ખાંધિયાને તેણે સણસણતો જવાબ અાપ્યો હતો ! 

' પચાસ લાખ હોય કે પચાસ કરોડ , મને કોઈ જ ફરક પડતો નથી . મેં મારી સાઈડે કોઈ જ કસર છોડી નથી . સો અાઈ ડોન્ટ ડિઝર્વ યોર કમેન્ટસ ! '

કુમારનો જડબાતોડ જવાબ સાંભળી ભોગેશનું અહમ ચકનાચૂર થઈ ગયું . તેની બોબડી બંધ થઈ ગઈ . મુલજીદાસ ઓવરસીઝ ટૂર પર હતા . અા સ્થિતિમાં ધૂંધવાઈને બેસી રહેવા સિવાય કોઈ જ વિકલ્પ બચ્યો નહોતો ! ઉદિપ્ત મનોદશા વચ્ચે તે પોતાના બોસના પાછા ફરવાની વાટ જોતો હતો !

બીજી તરફૂ કુમાર અત્યંત સજાગ , સતર્ક હતો . ભોગેશ જેવી પોકળ વ્યકિત પીઠ પાછળ વાર કરવામાં માહેર હોય છે . તે ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા કટિબધ્ધ હતો !

મુલજીદાસના અાવતાં વેંત જ ભોગેશમાં સિંહ જેવી તાકાત અાવી ગઈ . તેણે ગાળાગાળી સાથે કુમારને નિશાનો બનાવી બબડાટ અાદરી દીધો ! 

' મારા હાળા બધા જ અાખા હાડકાના છે.. કોઈને કામ કરવું ગમતું જ નથી ! '

તેનું ઉધ્ધત વર્તન નિહાળી કુમાર સમસમી ઊઠયો . કુનેહબાજ ભોગેશે નાના માણસની અાડ લઈને વાત કરી હતી , ગંદી ગાળો પર ઉચ્ચાશાંંંઃ હતી ! કુમાર ભણી નિશાન તાકયું હતુ . અા વાત તેનું સંવેદનશીલ માનસ ઝીરવી શકયું નહીં . ભોગેશે અાગલી રાતે જ મુલજીદાસને ફોન કરી સઘળો રિપોર્ટ અાપી તેમના કાન ભંભેર્યા હતા . અાથી જ તેમણે કુમારની કોઈ વાત સાંભળવાની તૈયારી દર્શાવી નહોતી !

મુલજીદાસનો એક પાંખિયો વ્યવહાર નિહાળી કુમારને વિશ્ર્વાસ અાવી ગયો . ભોગેશની વાત સાંભળી તેમણે કોઈ નિર્ણય કરી લીધો હતો . ભોગેશનું અસલી રૂપ નિહાળી તેના રૂંવે રૂંવે અાગ ઝાળ પ્રસરી ગઈ . અવિશ્ર્વાસના વાતાવરણમાં તેનો જીવ ચૂંથાતો હતો ! તેણે ઈન્સટન્ટલી રીએકટ કરતાં મુલજીદાસને ચોપડાવી દીધું !

' ગો ટુ હેલ ! અાઈ ડોન્ટ વોન્ટ યોર જોબ ! તમે કરોડપતિ હોવ તો તમારા ઘરના ! મારે મન તમારી કિંમત નથી ! '

ચાર્જ સોંપવાની પરવા કર્યા વિના શબ્દોના ચાબખા મારી કુમાર એક પણ પળનો વિલંબ કર્યા વિના મુલજીભાઈને બાય બાય કહી વોક અાઉટ કરી ગયો . વાત સહેલાઈથી પતી ગઈ તે વાતે મુલજીદાસ મૂછમાં મલકાઈ રહ્યા હતા !

અસામાન્ય સ્થિતિમાં સહેલાઈથી મગજ ગુમાવી બેસનાર કુમાર અા અગાઉ ' અારતી ટ્રેડિંગ 'નો જવાબદાર અધિકારી હતો ! અા પેઢી મુલજીદાસના મસિયાઈ ભાઈની હતી . ધંધામાં તેઓ એકમેકના કટ્ટર પ્રતિસ્પર્ધી હતા ! કુમાર ' અંધેરી નગરીને ગંડુ રાજા ' અારતીના વહીવટથી તદ્દન નારાજ હતો . એક ગજબની સમસ્યા તેને ઘેરીને બેઠી હતી .

મુલજીદાસે નજરોનજર કુમારને અારતીની મેનેજમેન્ટ સાથે બાખડતો નિહાળ્યો હતો ! છતાં તેમણે કુમારને પોતાની કંપનીમાં ખેંચી લીધો હતો !

અા ગાળામાં તેણે એક નવલિકા લખી હતી જે મુંબઈના નંબર વન ન્યૂસ પેપરની સાપ્તાહિક પૂર્તિના પ્રથમ પેજ પર છપાઈ હતી . અા વાર્તાના માદયમ દ્રારા તેણે અારતીના બખેડા ખુલ્લાં કર્યા હતા ! ભોગેશે સામે ચાલીને અા વાર્તાની એક પ્રત મુલજીદાસના હાથમા સોંપી હતી ! તેઓ એક રશિયન કોન્ટ્રેકૂમાં સંયુકત રીતે જોડાયેલા હતા ! તેમણે ગેરનીતિ અજમાવી કરોડો રૂપિયા પોતાની તિજોરીમાં ભેગા કરી લીધા હતા . નવલિકાના માદયમ થકી તેમણે ભેગા કરેલા કાળા નાણાની દાસ્તાન ઉઘાડે છોગ કરી હતી ! તે વાંચી મુલજીદાસ ફફડી ઊઠયા હતા :

' અા તો મારો હાળો ખતરનાક છે . કોઈ દી અાપણને જેલની હવા ખવડાવી દેશે ! '

કુમારની  મર્મ સ્પર્શી કલમ મુલજીદાસના કાળજાને વીંધી ગઈ . ભયના માર્યા તેઓ પરેશાન થઈ ગયા ! કુમાર તેમને મન બહું જ મોટો કાંટો હતો . તેઓ કોઈ પણ પગલું ભરે તે પહેલાં જ કુમારે સ્વમાનભેર તેમની નોકરી છોડી દીધી ! 
બીજે જ દિવસે કુમાર અન્ય કંપનીમાં જોડાઈ ગયો .તેની મહેનત તેમ જ નેકદિલીથી તેના બોસ પણ ખુશ હતા ! કુમાર પણ તેના નવા જોબથી સંતુષ્ટ હતો . ત્યાં જ એકાએક શું થયું ? બોસે તેને કેબિનમાં બોલાવી ધડાકો કર્યો : 
' મિ કુમાર ! કાલથી તમારે કામ પર અાવવાની જરૂર નથી ! ' 
' સર ! મારો કોઈ વાંક , ગુન્હો ? ' 
' કાલથી મારો દીકરો તમારી જગા પર બેસશે ! '
કોઈ પણ જાતની દલીલ ન કરતાં ચૂપચાપ  હિસાબ કરી ઓફિસમાંથી બહાર નીકળી ગયો ! 
બેકારીના દિવસોમાં તેને અનાયાસ રોહિત ભેટી ગયો . તે મુલજીદાસના રૂણ હેઠળ કચડાઈ જુલમ સામે બગાવત કરવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો . બંને ચા પીવા સત્કાર હોટલમાં પ્રવેશ્યા .ચાની ચૂસકી લેતા રોહિતે સચ્ચાઈ બેનકાબ કરી દીધી . સાંભળી કુમારના પગ તળેથી જમીન સરકી ગઈ . 
' તમારી નોકરી મુલજીદાસને કારણે જ ગઈ છે .' 
' વોટ ? ! '
' યસ ! કુમાર ભાઈ ! મુલજીદાસે મારી હાજરીમાં તમારા વિરૂધ્ધ કાન ભર્યા હતા ! '
' તમારૂં હિત ચાહતા હો તો કુમારને તરત જ જોબથી બેદખલ કરી દો . તે લબાડમાં  જર્નાલિઝમના સઘળા ગુણ મોજૂદ છે . અાપણે વેપારી માણસે તેનાથી દૂર રહેવું જોઈએ . અાવા માણસોનો કોઈ ભરોસો ન કરાય . ગમે ત્યારે અાપણો ભાંગરો વાટી નાખે ! ' 
પોતાના પાણીચાનો ભેદ પામી કુમારના હદયને સેકંડો વીંછી ડંખ દેવા માંડયા . મહાપ્રયત્ને ચા નો કપ ખાલી કરતા સવાલ કર્યો :
' મુલજીભાઈને કયાંથી મારા નવા જોબની માહિતી મળી ? ' 
' કુમાર ભાઈ ! અા ભોગેશના કારસ્તાન છે ! ' 
' અાઈ સી ! '
' તેણે જ મુલજીદાસને અા માહિતી પૂરી પાડી હતી ! 
રોહિતની વાત સાંભળી કુમાર સમસમી ગયો ! 
' ઓફિસના સઘળા સભ્યોને સૂચના અાપવામાં અાવી છે . કોઈએ તમારી સાથે વાત નહીં કરવાની . તમારો ફોન અાવે તો વાત પણ નહીં કરવાની . '
હકીકત સુણી કુમારના હૈયામાં પ્રતિશોધની અાગ ભભૂકી ઊઠી . મુલજીભાઈની મહેરબાની થકી તેને બે મહિના સુધી બેકાર ઘરમાં બેસવું પડયું હતું . અા સ્થિતિમાં પરિવારના દયામણા ચહેરા તેને સંતાપ અાપતા હતા ! તેના હદયમાં ભડકતી પ્રતિશોધની અાગને ઈંધણ બક્ષતા હતા . તેણે દાંત ભીડતા શપથ લીધા .
' રોહિત ! મુલજીદાસના બેટાને દિવસમા તારા નહીં દેખાડું તો મારૂં નામ કુમાર નહીં ! '
ચા પીને બંને છૂટા પડયા . કુમારના દિમાગમાં રોહિતૈ કરેલી વાત ઘૂમી રહી હતી ,
' કુમાર ભાઈ ! મુલજીદાસે બહેનની લોટરીના પૈસા હજમ કરી એકસપોર્ટ ઈમ્પોર્ટ ધંધાના શ્રીગણેશાય માંડયા હતા
સગી બહેન જોડે છેતરપીંડી કરનાર મુલજીદાસના સઘળા રહસ્યો તે જાણતો હતો . તેણે ધાર્યુ હોત તો ઘડીના ૬ઠ્ઠા ભાગમાં મુલજીદાસની ઈજ્જત અાબરૂના લીરા ઉડાડી શકયો હોત ! પણ સ્ટાફના અન્ય સભ્યોનું ભાવિ તેમના પર નિર્ભર હતુ . અા જ ખ્યાલે તે ચૂપ બેઠો હતો જેને મુલજીદાસે નબળાઈમાં ખપાવી સિંહની બોડમાં હાથ નાખવાની ભૂલ કરી હતી , અને ? 
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ખૂબ રઝળપાટને અંતે કુમાર એક દૈનિક પત્રમાં પ્રૂફ રીડર તરીકે જોડાઈ ગયો હતો ! અને થોડા દિવસમા અખબારની  હેડ લાઈન્સ ચમકી  ઊઠી :
' શહેરની  જાણીતી વેપારી પેઢીની ચાંદી પકડાઈ ગઈ .
સમાચાર વાંચી મુલજીદાસની નીંદ હરામ થઈ  ગઈ અા સમાચાર કઈ રીતે લીક થઈ ગયા ? બંધ બારણે મુલજીદાસે ભોગેશ સમક્ષ હૈયા વરાળ ઠાલવી રહ્યા હતા . તે જોઈ ભોગેશે દિમાગમાં સંચિત વાત ઓકી નાખી .
' મુલજીભાઈ ! કુમાર ખૂબ જ પહોંચેલી માયા છે . અા રેઈડ પાછળ પણ તેનો જ હાથ છે ! '

' ડોન્ટ ટોક નોનસેન્સ ! કુમારની ભલા એટલી તાકાત કે હિંમત નથી કે મારી સાથે બાથ ભીડે !  '

પૈસાના ગુમાનમા ચૂર મુલજીદાસે તેના ખાંધિયાની વાતની અવગણના કરી જેની તેમને ભારે કિંમત ચૂકૂવવી પડી હતી !
ફરી રેઈડ પડી અને તેમનો માલ પકડાયો ત્યારે તેમની અાંખો  ખુલી પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું !
૦૦૦૦૦૦૦૦૦૦
' કુમાર ઈ ! મુલજી ભાઈ બહારગામથી અાવતા  માલની ટ્રકમાં બે નંબરના પૈસાની હેરાફેરી કરે છે  .
અચાનક કસ્ટમ હાઉસ અાગળ ભેગા થઈ જતાં રોહિતે વિસ્ફોટક સમાચાર અાપ્યા !
' અાઈ સી ! બીજા શું નવીન સમાચાર છે ? ' 
' મુલજીદાસ મલબાર હિલમાં મોટો બંગલો ખરીદવાની વેતરણમાં પડયા છે ! '
' ઓ કે થેંકસ ! '
રોહિતની પીઠ થપથપાવી કુમાર તેનાથી છૂટો પડયો .પ્રેસ કોન્ફરન્સ ભણી ડગ માંડતા તેના કદમમાં અનેરૂં જોમ ચઢી ગયુ  . તેના કાનમાં રોહિતની વિવશતા  , મજબૂરીની વાતો હથોડા મારી રહી હતી .
' કુમાર ભાઈ ! મારા પિતાની ગંભીર બીમારીમાં મુલજીદાસે નાણાકિય સહાય કરી મારા કાંડા કાપી લીધા છે ! હું તેમની સાથે કામ કરવા માંગતો નથી . પણ શું કરૂં લાચાર છું . પરિવારના ભાવિની કલ્પના અાગળ હું તધ્દન અસહાય બની ગયો છુ . 
સમગ્ર વેપારી અાલમ પ્રત્યે સૂગ ધરાવતા કુમારના હૈયામાં વેદનાના શૂળ ભોંકાઈ રહ્યા હતા -! 
બે દિવસ બાદ મુલજીદાસ મીઠી નિદ્રા માણી રહ્યા હતા ! ત્યારે એકાએક તેમના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી .
અાંખો ચોળતા મુલજીદાસે હાથ લંબાવી રિસિવર કાને લગાડયું . સામે છેડે ગોડાઉન કીપર સુંદર લાઈન પર હતો . તેણે મોંકાણના સમાચાર અાપ્યા :

' શેઠ ! ગજબ થઈ ગયો ! '

 ' શું થઈ ગયું ? ' બહાવરી હાલતમાં બની મુલજીદાસે સવાલ કર્યો .

' શેઠ ! સી બી અાઈના માણસોએ અાપણી બધી જ ટ્રકસ જપ્ત કરી લીધી છે ! '

' વોટ ? ! મુલજીદાસનો અવાજ તરડાઈ ગયો .

સુંદરે વાત દોહરાવતા ઉમેર્યું : ' શેઠ ! ઓફિસર કડક મિજાજ ધરાવે છે . તેને પલાળવો અસંભવિત જણાય છે ! '

' ઓ કે ! યેન કેન પ્રકારેણ તેને રોકી રાખ ! હું અબઘડી  ત્યાં અાવું છું . '

ગુસ્સામાં રિસિવર પટકી દઈ મુલજીદાસ મનોમન બબડાટ કરતાં , વીલા મોઢે પલંગમાંથી ઉભા થઈ બાથરૂમ ભણી વળ્યા .

સામે જ ધર્મ પત્ની સ્નેહા દેવીના દર્શન થયા . તેની  સામે નજર માંડયા વિના તેઓ  તેજ ગતિએ બાથરૂમમાં ઘૂસી ગયા !

તેમનો અાવો વ્યવહાર નિહાળી સ્નેહા દેવી ચકિત થઈ ગયા . તેમને દાળમાં કંઈ કાળું હોવાની ગંધ અાવી . તેઓ અનેક તર્કવિતર્કમાં ઘેરાઈ ગયા . તેઓ સચ્ચાઈની જડ સુધી પહોંચવામાં અસમર્થ પૂરવાર થયા !

પંદર મિનિટમાં મુલજીદાસ તૈયાર થઈ ગયા . તેમની બોડી લેંગ્વેજ કોઈ મોટા સંકટની ચાડી ખાઈ રહી હતી . અા હાલતમાં તેઓ ચૂપચાપ ચા નાસ્તાની ટ્રે મૂકી કિચનમાં ચાલી ગયા !

ખાંડ વિનાની ચા જેમ તેમ ગળે ઉતારી , નાસ્તાની ટ્રે ને હાથ લગાવ્યા વિના પોતાની કાર જાતે જ ડ્રાઈવ કરી મુલજીદાસ ગોડાઉનમાં પહોંચી ગયા .

સી બી અાઈની પલટણ તંબૂ તાણીને બેસી ગઈ હતી . તે જોઈ મુલજીદાસના હાંજા ગગડી ગયા ! છતાં તેમણે સ્વસ્થતાનો ડોળ જારી કરી , ચાણકય નીતિને અપનાવી સી બી અાઈ પલટણને અાવકાર અાપતા અફસરને સવાલ કર્યો  
' સાબ ! અાપ કયા ઠંડા , ગરમ કયા લેંગે ? '
વેપારી માનસની રગેરગથી વાકેફ અફસર પર મુલજીદાસની સુગર કોટેડ વાતની કોઈ અસર ન થવા પામી ! તેણે નકારમાં માથુ ધુણાવ્યું , અા સ્થિતિમાં મુલજીદાસ ભોઠા પડી ગયા .
અા ને કઈ રીતે પલાળવો ? તેઓ દ્વિઘામાં અટવાઈ ગયા . થોડી ક્ષણોની ચૂપકીદીને તોડતા મૂળ વાત કહી દીધી 
 ' 
 ' અન્યને હું દસથી પંદર ટકા ચૂકવી ખુશ કરી દઉં છું . પણ હું તમને અા કેસ રફ્ફે દફ્ફે કરવાના પચ્ચીસ ટકા અાપવા તૈયાર છું ! 
મુલજીદાસની જાણ બહાર અા વાત ટેપ થઈ ચૂકી હતી . બીજી જ ક્ષણે એક સરકારી અફસરને લાંચ અાપવાના અારોપસર મુલજીદાસની ધરપકડ કરવામા અાવી .:
પૂર્ણ તપાસમાં તેમના અનેક લોચા બહાર અાવ્યા . છેલ્લાં દસ વરસથી ખોટા ચોપડા તૈયાર કરાવી કોઈ ટેક્સ ભર્યો નહોતો ! ચોપડે સદાય ખોટ રહે અને તિજોરીમાં કાળું નાણું સદાય છલકાતું રહે તેવી વેપારી નીતિથી મુલજીદાસ બાકાત નહોતા ! હાજરી પત્રકમાં પરિવારના બધા સભ્યોના નામ બતાવી દરેક મહિને સારી એવી રકમનો ઉપાડ થતો હતો ! સરકારી દસ્તાવેજમાં ફોર્જરી કરવી તે તેમના ડાબા હાથનો ખેલ હતો 
સી બી અાઈ અફસર કુમારના કોલેજ કાળનો મિત્ર હતો ! તેની મદદ થકી કુમારે મુલજીદાસના સારા  કારનામા પર્દાફાર્શ કર્યા હતા જેને કારણે તેમની શાખ ધૂળમાં મળી ગઈ હતી . તેમની ઓફિસ તેમ જ ગોડાઉનને રાતોરાત તાળા લાગી ગયા હતા ! અા હાલતમાં મુલજીદાસ સાવ જ ભાંગી ચૂકયા હતા !


' હું બેઠો છું ને ? ! ' તેવો સવાલ કરી તેમને અનીતિના માર્ગે ચઢાવનાર તેમના વેપારી મિત્રો બદલાયેલી સ્થિતિમાં તદ્દન પાણીમાં બેસી ગયા હતા !

અને મુલજીદાસને જેલની દીવાલો પાછળ ધકેલાઈ જવાની નોબત અાવી ગઈ હતી . તે જાણી કુમારના હૈયામાં પ્રગટેલી પ્રતિશોધની અાગ ટાઢી પડી ગઈ .

તેને નોકરીમાંથી  બરતરફ કરાવી મુલજીદાસે જાણે મોટો ગઢ જીતી લીધો હોય તેવું ગુમાન ઝળકી રહ્યું હતું ! તેઓ હવામાં ઊડી રહ્યા હતા !

' મારો બેટો ! મને જ ધમકી અાપતો હતો ! લે દેખાડ તારી હોંશિયારી !! '

ઓફિસના સ્ટાફ સામે પોતાની બહાદુરીના નગારા વગાડનાર મુલજીદાસ જેલની દીવાલને અઢેલીને પોતાની કિસ્મતના રોદણા રડી રહ્યા હતા ! તેમની અાંખો સમક્ષ કુમારનો હસતો ચહેરો તરવરી રહ્યો હતો : 

' જોયું ને બેટમજી ! હવે કોના હાથ લાંબા છે ? '

કોર્ટમાં કેસ શરૂં થયો . મુલજીદાસને સજાનો અાદેશ જારી કરતાં ન્યાયમૂર્તિએ પ્રશંસા કરતાં કહ્યું :


' થેંકયુ  , મિ કુમાર ! તમારા જેવા નીડર તેમ જ સાચુકલા પત્રકાર થકી જ અમે ગુનેગારને યથાર્થ સજા કરી શકયા છીએ ! '

અા સાંભળી મુલજીદાસે સિંહ ત્રાડ પાડી . હજી પણ તેમની સાન ઠેકાણે અાવી નહોતી . કોર્ટમાં પાંજરામાં ઉભા ઉભા તેમણે કુમારને ધમકી અાપી તે બદલ પણ કોર્ટે તેમને દંડ કર્યો .

કુમાર તેમની ધમકી બદલ કોઈ પ્રતિભાવ વ્યકત કરે તે પહેલાં જ એક સ્ત્રીનો અવાજ કોર્ટમાં ગૂંજી ઊઠયો . તે પણ મુલજીદાસને સખતમાં સખત સજા કરવાની હિમાયત કરી રહી હતી . તેની બોડી લેંગ્વેજ તેની વ્યથાની ગાથા બયાન કરી રહી હતી ! તેનો ચહેરો નિહાળી કુમાર ચોંકી ઊઠયો .

' કોણ સ્નેહા ? '

એક જમાનાની માશૂકા સ્નેહા મુલજીદાસની પત્ની છે તે જાણી કુમારના સંવેદનશીલ હૈયામાં ભાવના અને કર્તવ્ય વચ્ચે જંગ શરૂ થઈ ગયો !

' કુમાર ! મારા માતા પિતા બળજબરીથી મારા લગ્ન એક બિઝનેસ મેનના નબીરા જોડે કરાવવા માંગે છે . જો હું તેમની મરજીનું પાલન નહીં કરૂં તો મરી જવાની ધમકી પણ અાપી રહ્યા છે ! '

અા હાલતમાં કુમારે પોતાના પ્રેમની અાહૂતિ અાપી હતી !

થોડા દિવસ બાદ તેના મિત્ર દ્રારા કુમારને સચ્ચાઈની જાણ થઈ હતી !

' કુમાર ! સ્નેહાએ તારી જોડે વિશ્ર્વાસઘાત કર્યો છે. ધન , સંપત્તિના મોહમાં તણાઈ જઈ બિઝનેસ મેનના નબીરા જોડે પોતાની મરજીથી લગ્ન કર્યા છે ! '

અતીતની સ્મૃતિએ કુમારને હચમચાવી મૂકયો . અાખી રાત તેણે ખૂબ જ અજંપામાં વ્યતીત કરી દીધી !

' ભલે સ્નેહાએ તને છેહ દીધો ! પણ તું તો તેને સાચા હદયથી પ્રેમ કરતો હતો ! સાચો પ્રેમ કદી કંઈ માંગતો નથી - પોતાના પ્રેમી પાત્રનું સપનામાં પણ બુરૂં ચાહતો નથી . માત્ર અાપતાં રહેવું એ જ તેનો ધર્મ બની રહે છે !

તેણે મનોમન કોઈ નિર્ણય કરી નાખ્યો !

બીજે જ દિવસે તે સ્નેહાને મળ્યો . પોતાને કારણે જ અજાણતામાં તેણે પોતાની પ્રેમિકાના જીવનમાં અંધકાર ભરી દીધો હતો . તેના સપના રોળી નાખ્યા હતા . તે વાતનો સતત અજંપો વસી રહ્યો હતો ! તેણે અંત:કરણ પૂર્વક સ્નેહાની માંફી માંગી :

' સ્નેહા ! અજાણતામાં જ મેં તારા જીવનને અંધકારની ગર્તામાં ધકેલી દીધું છે ! '

પોતે કુમાર જોડે છળકપટ કર્યુ હતું . તેની જોડે વિશ્ર્વાસઘાત કર્યો હતો , છતાં તેના હદયમાં અાજે પણ તેના પ્રતિ પ્રેમ ધબકી રહ્યો હતો ! તે અાજે પણ તેનું ભલું ચાહતો હતો ! તે  જાણી સ્નેહાની અાંખો અહોભાવથી છલકાઈ ઊઠી .

તેને લઈ કુમાર જેલમાં પહોંચ્યો , ત્યારે ભોગેશ પણ ત્યાં મોજૂદ હતો . તેની વાત સાંભળી કુમારનું લોહી ઊકળી અાવ્યું .


' કુમાર અને સ્નેહા ભાભી વચ્ચે જૂનું ચક્કર છે ! '

ક્ષણભર તેને ભોગેશની જીભ ખેંચી કાઢવાનો ખ્યાલ જાગ્યો , પરંતુ સ્નેહાએ તેનો હાથ ઝાલી રોકી લીધો ! પોતાની પત્નીએ એક પરાયા મર્દ અને તે પણ એક શત્રુનો હાથ ઝાલ્યો તે વાત મુલજીદાસ ઝીરવી ન શકયા . કુમારે તેમના પ્રહારનો શેર પર સવા શેર બની બદલો વાળ્યો હતો . અા ખ્યાલે મુલજીદાસ ધૂંવાફૂઅા થઈ વરસી પડયા ! 

' સાલ્લાં ! મને જેલની બહાર તો અાવવા દે ! પછી જોહષુ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED