પ્રકરણ 34 તુલસી માળા.... !!
હર્ષા ને માથું પછાડતા જોઈ અવનીષને કંઈ સૂઝતું નથી અને ચિંતાતુર થઈ જાય છે .... આથી અવનીશ ને એ માળા યાદ આવે છે જે એને તુલસીએ આપી હતી..... તે ઝડપથી મંદિર તરફ દોડે છે અને એ માળા લઈ હર્ષાની તરફ ફેંકે છે.... અને એ માળા હર્ષાનાં ગળામાં જાય છે ....અચાનક હર્ષા ત્યાં પડી જાય છે અને બેભાન થઈ જાય છે..... અવનીશ હર્ષા પાસે દોડે છે એના મસ્તકમાંથી નીકળતું લોહી જોઈને અવનીશ ગભરાઈ જાય છે
... અને હર્ષા ને ભેટીને રડવા લાગે છે.... અવનીશ ડોક્ટરને ફોન કરે છે અને ડોક્ટરને ઘરે બોલાવે છે... ડોક્ટર આવીને હર્ષાનો ઈલાજ કરે છે.... થોડી ક્ષણો પછી હર્ષા સૂતી છે અને અવનીશ એની બાજુમાં બેસી ચિંતા કરી રહ્યો છે કે હવે શું થશે...?? સવારમાં પાંચ વાગ્યાનો સમય છે અને અવનીશ હર્ષાની બાજુમાં જ સૂઈ જાય છે અને આમ જ સવારના નવ વાગી જાય છે.... અને હર્ષાનો અવાજ સંભળાય છે....
" અવનીશ... "
હર્ષાનો અવાજ સાંભળી અવનીશ તરત જ જાગી જાય છે...
" હર્ષુ .... જાગી ગઈ...? "
અવનીશને પછડાટ ના લીધે કમરમાં સખત દુખાવો થાય છે... અને હર્ષાને માથામાં દુખાવાના લીધે માથું પકડીને બેઠી થાય છે ... અને મસ્તક પર પાટો જોઈ હર્ષા અવનીશને પૂછે છે...
" અવનીશ ... શુ થયું હતું કાલે રાતે...? "
અવનીશ કઈ જ બોલ્યા વગર હર્ષાની સામે જોયા કરે છે....
" અવનીશ બોલો ને પ્લીઝ.. "
" હમ્મ "
" પ્લીઝ.. અવનીશ... "
" હર્ષા.. હું જાણું છું કે આત્મા કોની છે.. !! "
" કોની છે.. ? "
" આશાની જ જે મને પ્રેમ કરતી હતી.. !! પણ હર્ષા એંમાં મારો કોઈ વાંક નથી... મેં એને ના પાડી એંમાં એણે સુસાઈટ કરી લીધો... મારો કોઈ વાંક નથી... '
" અવનીશ... રીલેક્સ... મને તમારા પર પૂરો ભરોસો છે... ચિંતા ના કરો... હું હંમેશા તમારી સાથે જ છું.. "
" પણ હર્ષા... એ તને નુક્શાન પહોંચાડે ... એ મારાથી નથી જોવાતું... "
એ જ સમયે દરવાજા પર ટકોરાંનો અવાજ સંભળાય છે ... અને અવનીશ શરીરની પીડા સાથે ઉભો થઇ દરવાજો ખોલે છે...
" બા... આવો ને.... "
" બેટા, શું કરે છે હર્ષા...? "
" કઈ નહિ બા.... આરામ કરે છે... "
બા ઘરમાં પ્રવેશી હર્ષા પાસે જાય છે...
" અરે... હર્ષા... શુ થયું માથામાં... ? "
અવનીશ અને હર્ષા બંને એકબીજાની સામે જુએ છે અને થોડી વાર પછી હર્ષા જવાબ આપે છે....
" કઈ નહિ ... બા ... ચક્કર આવ્યા તો પડી ગઈ ' તી .. "
" અરે ... ધ્યાન રાખ ... બેટા..! "
" હા... બા.. "
" હું એટલા માટે આવી હતી કે મને બે ત્રણ દિવસથી રાતે અજીબ અજીબ અવાજો આવે છે અહીંયાંથી... બધું ઠીક તો છે ને બેટા...?? "
" હા.. બા ... બધું ઠીક છે... "
" પાક્કું... અવનીશ.... ?? "
" હા.. બા ...."
" ભલે અવનીશ બેટા... પણ કઈ તકલીફ હોય તો કેજો... "
" હા.. બા.."
" સારું ... ત્યારે ધ્યાન રાખજો ... બંને જણા... હું જાઉં છું... "
" ભલે બા... "
બા જાય છે અને અવનીશ દરવાજો બંધ કરીને હર્ષાની બાજુમાં આવીને બેસે છે....અને બંને ચિંતાભરી નજરે એકબીજાની સામે જોઈ રહે છે...
" અવનીશ... શુ કરીશું હવે ... આપણે...? "
" ખબર નહિ ...... હર્ષા ..... હું એ જ વિચારું છું.... !! "
" હમ્મ "
" કંઈ નહિ... યાર અત્યારે તું આરામ કર..... મને પણ આખું શરીર દુખે છે યાર.. "
"હમ્મ "
બંને બેડ પર સુવાના બહાને બેસી રહ્યા છે.... પણ મગજમાં ઘણા વિચારો ભમી રહ્યા છે કારણ કે સમસ્યા દેખાય છે પણ એનો કોઈ જ ઉપાય દેખાતો નથી...