હકીકતનું સ્વપ્ન..!! - 33 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 33

પ્રકરણ 33 આશાનો પ્રેમ... !!

" તો અવનીશ મને કેમ આ બધી વાતની ખબર નથી પડતી... ? અવનીશ.... હું હવે એને મારા શરીરમાં નહીં આવવા દઉં.... "

" પણ ... હર્ષા .... એ શક્ય જ નથી.... !!"

"હમ્મ "

હર્ષા દુઃખી થઈ જાય છે અને હર્ષાને જોઈને અવનીશ હર્ષાને પોતાની બાહોમાં સમાવી લે છે ...

" તું ચિંતા ના કર હું છું ને... "

" પણ અવનીશ ... શું કરીશું આપણે...? હવે શું કરશે એ આત્મા..? "

" હર્ષા... એક વાત કહું.... ? "

" હા .. અવનીશ બોલને ... "

" હર્ષા એ આત્માને હું જોઈએ છીએ..... તો મને આપી દે ને.. "

" અવનીશ .... શુ બોલો છો તમે... ? "

" હા... હર્ષા... સાચું કહું છું... તને કઈ થઈ જશે તો હું મારી જાતને ક્યારેય નહીં માફ કરી શકું... !! "

" અને હું માફ કરી શકીશ મારી જાતને...?? "

" પણ ..... હર્ષા ... "

" અવનીશ ... ના મીન્સ ના.... હું કોઈ પણ કિંમત પાર તને નહિ આપું ... તને મેળવવા માટે મારી લાશ પરથી જવું પડશે ..... એ પછી કોઈ પણ હોય.... !! "

" હર્ષા .... હું ખરેખર નસીબદાર છું.... "

" અવનીશ ... હું પણ નસીબદાર છું .... અને તમે મને કહી નહિ થવા દો ... એનો મને વિશ્વાસ છે .... "

" હર્ષા... આઈ લવ યુ.... !! "

" લવ યુ ટુ ... અવનીશ .... "

" હર્ષા ... હું કન્ફ્યુઝ છું ... શુ કરું આ માળાનું.. ? "

" અવનીશ... મારા ખ્યાલથી સાચવીને મંદિરમાં મૂકી દો ... સંકટ સમયે કામ લાગશે... "

" સાચી વાત છે... હર્ષા... "

" હા ... અવનીશ ... મૂકી દો મંદિરમાં .... "

અવનીશ ત્યાંથી ઉભો થઈને મંદિરમાં એ માળા મૂકી દે છે... એ દિવસ ચિંતામાં તો ક્યારેક એકબીજાના આશ્વાસનમાં જ પસાર થઈ ગયો .....
સાંજના સમયે અવનિશ હર્ષાને અચાનક ભેટી લે છે.....

" હર્ષુ ..... આજે મને તારા હાથનું જમાડીશ ..... "

" હા... અવનીશ .... એમાં થોડી કહેવું પડે.. ? "

" બસ .... રસોઈ તૈયાર જ છે.... "

" વાહહહ .... "

" હા... ચલો તમે હાથ ધોઈ આવો ..... હું જમવાનું કાઢું છું ... "

" હા.... પાગલ... "

હર્ષા જમવાનું કાઢે છે.... અવનીશ અને હર્ષા બંને સાથે જમવા બેસે છે અને સાથે વાતો અને મુવી શરૂ જ... પણ આ વખતે બંનેના ચહેરાના નૂર કંઇક અલગ જ છે અને એક એવી ઉદાસીનતા કે જેનો અંત ક્યારે થશે એની ખબર જ નથી....


*********


રાત્રીના લગભગ સવા બે વાગ્યાનો સમય છે .... અવનીશની આંખો અચાનક ખુલી જાય છે..... એનો હાથ બાજુમાં જતા હર્ષા નથી ..... આથી રૂમમાં નજર ફેરવે છે .... પણ હર્ષા ક્યાંય દેખાતી નથી. ... આથી અવનીશ ઉભો થઇ કિચનમાં જાય છે .... પણ ત્યાં પણ હર્ષા નથી....

" હર્ષા..... હર્ષા ........ "

અવનીશ ફરીથી આગળની રૂમમાં આવે છે. ... દૂરથી જુએ છે તો ત્યાં હર્ષા બેઠી છે .... એનો ચહેરો એના વાળથી ઢંકાયેલો છે..... અવનીશ ધીમે ધીમે હર્ષાની નજીક આવે છે ......

" હર્ષા ....... હર્ષા......... "

અવનીશ જેવો નજીક છે તરત જ હર્ષા અવનીશને ગરદનથી પકડીને દૂર ફેંકી દે છે.... અવનીશ દીવાલથી અથડાય છે....અને પીડાથી તડપતા તડપતા બોલે છે....

" મારી હર્ષાને છોડી દે.... મને લઈ જા.... પ્લીઝ એને છોડી દે.... "

હર્ષા અવનીશની વાત સાંભળી જંગલી જાનવરની જેમ ઘુરકિયું કરે છે... થોડી ક્ષણ પછી અવનીશને જોઈ હર્ષાનાં શરીરમાં રહેલી એ આત્મા બોલી ઉઠે છે...

" અવનીશ .... હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું... "

" આશા.... ??? "

" હા... અવનીશ ... હું તારી આશા.... "

" આશા.... પ્લીઝ ..... હર્ષાને છોડી દે.... તું મને લઈ જા ...પ્લીઝ તને હાથ જોડું છું હું... "

" અવનીશ એ શક્ય હોત તો ... હું રાહ જ ન જુએત ... પણ તારી આ હર્ષા અને તમારા લગ્ન ના લીધે... "

અને હર્ષા દીવાલ પર માથું પછાડવા લાગે છે.. અવનીશ એંને રોકવા માટે બુમો પાડે છે...


*********


To be continue........

#hemali gohil " RUH"

@Rashu


શુ હર્ષાને એ આત્મા મારી નાખશે..? જુઓ આવતા અંકે...