Premni Paribhasha - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 5

કાવ્યા હોસ્ટેલ આવી જાય છે અને એ આદર્શ જોડે વાત કરતી હોય છે. આદર્શ જોડે કોલ મા વાત કરતા કરતા ક્યારે એક કલાક થી વધારે સમય જતો રહ્યો એ ખબર જ ના રહી. હજી પણ આદર્શ કાવ્યા ને એક જ વાત પર ભાર મૂકી ને કહી રહ્યો હતો કે "મને તું ગમે છે" , પરંતુ કાવ્યા હજી પણ તેને એજ કહે છે કે આપણે મિત્ર તરીકે રહીએ, હું મિત્રતા બહુ સારી નિભાવું છું. ઘણી બધી વાર વાત થયા પછી પણ આદર્શ એજ વાત પર આવીને ઉભો રહે છે ત્યાર કાવ્યા પોતાની મૂક સંમતિ આપી દે છે. પરંતુ કાવ્યા પોતાની મર્યાદા ક્યારેય ભૂલી ના હતી.
બપોરે વાત કરી ને કાવ્યા સૂઈ જાય છે. ચાર વાગે ઉઠે છે ત્યારે આદર્શ એ એટલો પ્રેમ ભર્યો મેસેજ કર્યો હોય છે કે કાવ્યા ની લાગણીઓ વધતી જાય છે.
સાંજે આદર્શ જોડે કોલ માટે પણ ઘણી વાર વાત કરે છે. રાત થતાં થતાં કાવ્યા ને યાદ આવે છે કે આવતા પખવાડિયા મા એની પ્રેક્ટિકલ પરીક્ષા છે. એના પછી તરત જ એની પ્રથમ સેમેસ્ટરની ની ફાઈનલ પરીક્ષા છે. બસ કઈ પણ થઈ શકે પરંતુ કાવ્યા એના ભણવા મા કઈ જ ઓછું ના થવા દે.
કોઈ પણ વ્યક્તિ જોડે જ્યારે આવું આકર્ષણ થાય ને ત્યારે એ નવું નવું હોય એટલે ગમે પછી ધીમે ધીમે એ આકર્ષણ બોજ લાગવા માંડે અથવા તો એ આદત બનતું જાય. જ્યારે કોઈ વ્યક્તિ ની આદત પડી જાય ,તો એ કહી શકાય કે નશો ના કર્યો હોય એવી તડપ ઉભી થાય. બસ આમાં જ વ્યક્તિ પોતાની જાત ને ભૂલી જે નથી એ થવા માંગે છે અથવા તો બની જાય છે.
કાવ્યા અત્યારે એ એજ ગેપ મા હતી જ્યાં તેને કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું કે કોઈ વ્યક્તિ નું ધ્યાન મળવું એ વ્યાજબી હતું. આદર્શ જોડે વાત કરતા કરતા ક્યારે એની આ આદત બની ગઈ ખબર જ ના રહી. બસ આમ થોડા દિવસ આદર્શ સારી રીતે વાત કરે છે, પછી અચાનક કાવ્યા ને ઇગ્નોર કરવાં લાગે છે. જો ખરેખર આદર્શ કાવ્યા ને પ્રેમ કરતો હોય તો તેને આવું ના કરવું જોઈએ, કારણ કે એને એ પણ યાદ હોવું જોઈએ કે આવતા પખવાડિયા થી કાવ્યા ની પરીક્ષા પણ હતી. એક દિવસ વાત કરતા કરતા બંને વચ્ચે કોઈ વાત ને લઈ ને જગડો થાય છે. અને કાવ્યા આદર્શ ને એમ મેસેજ કરીને સૂઈ જાય છે કે તને કઈ હોય ખરેખર તો કોલ કરજે હું ફેસબુક વગેેરા ડિલીટ કરી દઉં છું. કાવ્યા આ જોડે જોડે આદર્શ ના મેસેજ ને ચેટ અંતે નંબર પણ ડિલીટ કરી દે છે. કે આદર્શ ને કોલ કરવો હોય તો કરે બાકી હું મારું ભણવાનું ખરાબ થવા નહીં દઉં.
આ બધું કેવું ને કરવું કાવ્યા માટે આસાન હતું પરંતુ એક આદત ભૂલવી બહુ કઠિન. કાવ્યા ને મનો મન તો એમ જ થતું કે બસ એક વાર આદર્શ મેસેજ કરે. આમ બે થી ત્રણ દિવસ ગયા પછી કાવ્યા વાંચતી હતી ત્યારે અચાનક રાતે આઠ વાગ્યે કોલ આવ્યો. હા એ કોલ આદર્શ નો હતો, કેવાય ને કે 'તરસ્યા ને કુવો મળી ગયો હોય' બસ એજ ખુશી કાવ્યા ને થઈ પણ બસ થોડી વાર . વાત વાત મા પાછો જગાડો થઈ ગયો ને વાત અધૂરી જ રહી ગઈ.

આ અધૂરી વાત એ દિલ અને દિમાગ ને સાજે નહીં. હમેશા એક તડપ રહી જાય કે વાત પૂરી થાય. કાવ્યા ની પરીક્ષા વગેરે પણ પૂરું થઈ ચૂક્યું હતું અને રેગ્યુલર કૉલેજ ચાલુ થઈ ગઈ હતી. આદર્શ જોડે વાત બંધ થઈ ગઈ હતી પરંતું કાવ્યા ના મન ક્યાં ક હજી એવી આશા હતી કે આદર્શ જોડે રહેલી અધૂરી વાત પૂરી થશે...

આવતા ભાગ ભાગ મા જોઈએ કે શું થાય છે કાવ્યા અને આદર્શ ની અધૂરી વાત પૂરી થાય છે પછી કાવ્યા એવું સ્વીકારી લેશે કે અધુરાશ ક્યારેક સારી પણ હોય...!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED