Premni Paribhasha - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 7

કાવ્યા આંખોથી જોયેલું સત્ય પણ જાણે સ્વીકાર ના કરી શકતી હોય એમજ બેસી રહે છે. થોડી વાર તો જાણે કઈ થયું જ નથી એવી રીતે ને થોડી વાર જાણે બધું ખત્મ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. મગજ અને ભાવનાઓ વચ્ચે શું કરવું એજ નોતું સમજાઈ રહ્યું, ત્યાં તો યાદ આવે છે કે એ ઘર નું કામ કરી રહી છે હજી બધું બાકી છે ને ,બપોર સુધી મા મહેમાનો પણ અવાના છે. બધા વિચારો એક સાઇડ મૂકી અને ઘર નું કામકાજ મા વ્યસ્ત થવાના નીરર્થક પ્રયત્નો કરે છે પરંતુ સરવાળે શૂન્ય મગજ સાથ દેવા જ ના આપતો હોય એમ એજ વિચાર પર થંભી જાય છે. કાવ્યા ઘણું વિચારે દરેક રસ્તેથી કે શું કરી શકાય પણ કેવાય ને કે જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી હમેશા માટે દૂર જઈ રહ્યું હોય ત્યારે એક સાથે એટલા ભાવ પ્રગટ થાય કે વર્ણવી પણ ના શકાય. મગજ અને લાગણીઓ ની થતી લડાઈ મા હમેશા લાગણીઓ જ જીતી જાય છે.

કાવ્યા કાંઈ પણ વિચાર કર્યા વગર આદર્શ ને મેસેજ કરી દે છે, મગજ સાવ શૂન્ય થઈ જાય ત્યારે લાગણીઓ ની પકડ જાણે મજબૂત થતી જતી હોય છે. બસ બે જ મિનિટ થઈ હોય છે ત્યાં તો આદર્શનો જવાબ પણ આવી જાય છે. વાત આગળ વધે એ પહેલાં જાણે એક ભાવ કે બંનેને હોય છે જે બંને એકબીજાથી અલગ થવાનો. કાવ્યા જાણે મન મા આવે તે બોલતી જતી હોય એમ બોલવાનું ચાલુ કરે છે ,પણ આજે આદર્શ ને દલીલ કરવા કરતા કાવ્યા જોડે જેટલો મળી રહે એટલો સમય સાથે રહીલે એવો વિચાર હોય એમ વાત કરે છે. કાવ્યા કહે છે બહુ જલ્દી છે તને તો લગન કરવાની, ત્યાં આદર્શ પોતાની બધી જ વાત કહે છે કે એ કઈ રીતે કુટુંબીજનો ના લીધે લગન કરી રહ્યો છે. ક્યાં તો એવું પણ લાગે કે આદર્શ માટે કદાચ કાવ્યા વધારે જરૂરી હસે ત્યારે તો પોતાના લગન ના દિવસે તે આટલો સમય આપી ને વાત કરી રહ્યો હતો.
ઘણી વાર સુધી બંને વાતો કર્યાં પછી કાવ્યાને વિચાર આવે છે કે એ શું કરી રહી છે. જે વ્યક્તિ ના આજે લગન છે તેની જોડે પોતાની વાતો...!!

કાવ્યા આદર્શને કટાક્ષ મા લગન ની વધામણી આપી ને કામ કરવા જતી રહે છે. ક્યાં તો મગજ મા સારું પણ લાગે છે ને ક્યારેક બહુ ખરાબ. તે દિવસ જાણે બહુ લાંબો હોય તેમ જતો જ નથી સાંજ થતાં આદર્શ નો પાછો મેસેજ આવે છે. કાવ્યા વાત કરતા કરતા મળવાની ઇચ્છા જણાવે છે. આદર્શ ના લગન થઈ ગયા હોવા છતાં જાણે કાંઈ થયું જ ના હોય એમ એની ઇચ્છા સાથે સહમત થઈ જાય છે બે દિવસ પછી મળવાનું ગોઠવે છે. કાવ્યાએ કહેતા તો કઈ દીધું પણ ઘરેથી કોઈ વ્યક્તિ ને મળવા માટે ખોટું બોલવું એ કઈ રીતે. ઘરના લોકોનો વિશ્વાસ કઈ રીતે તોડી શકે.
બીજી તરફ કાવ્યા નું કોલેજનું પણ કામ ને વાંચવાનું વધતું જતું હતું. એમ તો એનું સ્નાતકનું છેલ્લું વર્ષ ચાલુ થવાનું હતું એટલે એને કોઈ હોસ્ટેલ મા જઈને રહે એ માટે હોસ્ટેલ જોવાનું પણ ચાલુ કરે છે. એટલે કોઈ હોસ્ટેલ જોવા જવાનું હતું ત્યારે જ એ આદર્શને મળી શકે એવું ગોઠવે છે અને આદર્શને પણ જણાવીદે છે . બીજો દિવસની સવાર કાવ્યા માટે કઈ અલગ જ હતી જે વ્યક્તિને એટલો પ્રેમ કરે છે એને આજ મળવાનો ઉત્સાહ ઘણો જ હતો. કાવ્યા સવારે નાસ્તો કરતા કરતા ઘરે જણાવે છે કે આજ તેને એક હોસ્ટેલ જોવા જવી છે તો એ ઘરની બાર જશે વગેરે.. ત્યાં એનો ભાઈ પણ કહે છે કે હું પણ જવાનો છું તો તું મારી સાથે જ આવી જા. હવે કાવ્યા પાસે કોઈ જ વિકલ્પ નથી રહેતો.

આગળ શું થશે શું કાવ્યા અને આદર્શ ની પહેલી મુલાકાત થશે કે બીજું જ કઈ??! વિચારવા માટે તો ઘણું થઈ શકે છે 😄

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED