Premni Paribhasha - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - 6

કાવ્યા હોસ્ટેલ મા અને કોલેજ મા પોતાનું મન પરોવતી જેથી તેને આદર્શ ના ખ્યાલ કે વિચાર સુધા ના આવે ,પરંતુ કોઈ દિવસ ના જતો કે એનો ખ્યાલ ના આવ્યો હોય. આમ ને આમ સમય સાથે કાવ્યા ચાલવાની કોશિશ કરે છે. ઘણી વાર બહુ યાદ આવી જાય તો પણ એના ખ્યાલ માત્ર થી દૂર રેવાનો નીરર્થક પ્રયત્ન કરતી.
બસ આમ જ સમય જતો હતો પરંતુ કાવ્યા આજે પણ ત્યાં જ હતી જ્યાં આદર્શ લાગણીઓ સાથે છોડી ને ગયો હતો. થોડા દિવસ પછી કાવ્યા આદર્શ જોડે વાત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આદર્શ જાણે કઈ હતું જ નહીં એવી રીતે વાત કરે છે. બસ બે થી ત્રણ મહિના આવી રીતે જ ચાલ્યું ક્યારેક કાવ્યા વાત કરવા માટે મેસેજ કરતી તો , ક્યારેક આદર્શ બસ ક્યારેય આ અધૂરી વાત પૂરી ના થઈ શકી. આ બધાં વચ્ચે 2020 વર્ષ ની શરૂઆત મા જ કોરોના જેવી મહામારી આવી પડી જેના લીધે દરેક વ્યક્તિએ ઘણું બધું સહન કર્યું કોઈએ આર્થીક સંકડામણ ના લીધે તો ઘણા માનસિક રીતે ભાંગી પડયાં. આજ પણ આપણે સૌ એ મહામારીએ મચાવેલી કહેર ભૂલ્યા નથી. સાળા કોલેજ અને ઓફિસ વગેરે અને છેલ્લે તો લૉક ડાઉન . કોલેજ વગેરે બંધ થતાં કાવ્યા પણ હોસ્ટેલ થી ઘરે ચાલી ગઈ. ઘરે બધું હોવા છતાં પણ કઈ ક અધુરાશ હોય એવું લાગતું. લગભગ કોઈ દિવસ પણ ના જતો જ્યારે એને આદર્શ વિશેનો વિચાર ન કર્યો હોય. ઘરે એ હતું કે બધા ના હોવા ના લીધે ધીમે ધીમે કાવ્યા નું આદર્શ પ્રત્યે ની વાત કરવાની ઉત્કંઠા ઠંડી પડવા માંડી હતી. તો પણ ક્યારેક ક્યારેક વાત તો થઈ જતી અને છેલ્લે ક્યારેય મેસેજ નહીં કરું એવા વાક્ય સાથે અંત આવતો. કાવ્યા હમેશા પોતાના ધ્યેય કેમ પૂરું થાય એ માટે ના પ્રયત્નો કરતી. તેણે ઘરે આવ્યા પછી ઘણા બધા એનજીઓ અને સમાજ સેવા ને લગતા કામો મા રસ લેવા માંડી. આ બધા મા એને આદર્શ પ્રત્યેનું આકર્ષણ ઓછું થવા લાગ્યું હતું . ધીમે ધીમે કાવ્યા આ ફેસબુક વગેરે પણ ઓછું વાપરવા લાગી જેથી એ આદર્શ થી દૂર થઈ શકે. કાવ્યા જેટલું દૂર થવા નો પ્રયત્નો કરતી એટલું જ નજીક યાદો તેને ખેંચી લાવતી. 2020 પૂરું થતાં થતાં કાવ્યા ફેસબુક વગેરે છોડી ને પોતાના ધ્યેય અને સમાજ સેવા ને લગતા કર્યો મા વધારે ને વધારે રસ લેવા લાગી . આ બધા વચ્ચે એ આદર્શ ને પણ ભૂલવા લાગી હતી. એ ખુશ હતી કે એ બધું ભૂલી ને જીવન મા આગળ વધી રહી છે. આદર્શ સાથે ના સબંધ સાથે વાત પણ પૂરી થઈ ગઈ હતી, ઘણા મહિના થઈ ગયા હતા બધું જ બરાબર ચાલતું હતું. એ પોતાના ધ્યેય તરફ દરરોજ એક ડગલું આગળ ભરતી હતી , અને જ્યાં પોતાની જાત ને છે એના કરતાં પણ વધારે સારી રીતે કઈ રીતે બનાવી શકે એ માટે ના પ્રયત્નો કરતી હતી. જોત જોતામાં ઓનલાઇન ઓનલાઇન જ પરંતુ કાવ્યા નું કોલેજ નું બીજું વર્ષ પણ પૂરું થવા આવ્યું હતું. કોરોના ના લીધે અમદાબાદ મા બધી કોલેજ અને હોસ્ટેલ બંધ જ હતી.
બધું બરાબર ચાલી રહ્યું હતું , દરેક દિવસ ની જેમ જ કાવ્યા સવારે નાસ્તો વગેરે બનાવી ને બેઠી હતી રાહ જોતી હતી કે એના ભાઈ ઉઠે એટલે એ લોકો નાસ્તો કરી ને આગળ કામ કરે. ભાઈ ઉઠી ને ફોન મા સ્ટોરી જોઈ રહ્યો હતો અનાયાશે કાવ્યા નું ધ્યાન તેમાં ગયું....!
પણ કાવ્યા શું જોવે છે કે આદર્શ ના મેરેજ થઈ રહ્યા છે તે દિવસે જ....!!

હવે આગળ શું થશે કાવ્યા આ હકીકત ને સ્વીકાર કરીને ને જેમ મસ્ત પોતાની જિંદગી જીવે છે તેમ જીવસે કે ....?
થવા માટે તો કઈ પણ થઈ શકે ... તમે પણ વિચારો 😀



આ સ્ટોરી કે વાર્તા લખવી એ મારો કોઈ મનપસંદ સોખ નથી. હું માત્ર પ્રયત્ન કરું છું અને મારું 100 ટકા આપી શકું. હા હું સ્ટોરી ને સમય પ્રમાણે લખી પણ નથી શકતી એ માટે હું દિલગીર છું. મારી આ સ્ટોરી ખરેખર કેવી લાગે છે અને કોઈ સુધારવા લાયક બાબત હોય તો તમે મને મેઇલ કરી શકો છો. હું ચોક્કસપણે તમારી કિધેલી બાબત ધ્યાન મા લઇશ. E -Mail : kavitaahir119@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED